મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

22 October, 2020

નવરાત્રી

 


સૃષ્ટિના અણુ અણુમાં શક્તિ વ્યાપેલી છે. એ પ્રભુત્વની પ્રતિમા છે અને એ સમસ્ત જ્ઞાન અને વિજ્ઞાનની આદિસ્ત્રોત છે. શક્તિ, નિરંજન, નિર્ગુણ, નિરાકર અને ચૈતન્ય ભાવપૂર્ણ છે. 

શિવની એક રાત છે, શક્તિની નવ રાત છે.

પહેલા ત્રણ નોરતા તમોગુણ, બીજા ત્રણ રજોગુણના અને છેલ્લા ત્રણ સત્વગુણના છે. એ પછી ૧૦મા દિવસે જે શક્તિનો સંચાર થાય છે તે ત્રિગુણાતિત છે. નવરાત્રીનું મહત્ત્વ કેવળ ગરબે ઘૂમવા પૂરતું નથી. તેનાથી ઘણું અધિક છે

સામર્થ્યનું પ્રતિક સિંહ એ તેમનું વાહન છે. 

પ્રભુત્વ સ્થાપિત કરનાર અસ્ત્ર-શસ્ત્ર તેમનાં આયુધો છે.

 જ્ઞાનના ચિહ્ન સ્વરૂપ તૃતીય નયન તેમના લલાટની મધ્યમાં શોભા આપે છે. એવી આ અનન્ય શક્તિને નમસ્કાર

નવરાત્રિ એટલે નવ રાત્રિનો સમૂહ 

નવરાત્રી કે નવરાત્રને સંસ્કૃત, હિન્દી, મરાઠી અને નેપાળીમાં नवरात्रि, બંગાળીમાં নবরাত্রি, કન્નડમાંನವರಾತ್ರಿ, તેલુગુમાં దుర్గా నవరాత్రులు, મલયાલમમાં: നവരാത്രി અને તમિલમાં நவராத்திரி કહે છે 

વર્ષમાં ચાર વાર નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે. 


જેના નામ વસંત નવરાત્રી, અષાઢ નવરાત્રી, શરદ નવરાત્રી અને પુષ્ય નવરાત્રી છે. 


આમાં આસો મહિનામાં શરદ નવરાત્રીની ઉજવણી થાય છે અને વસંત કાળમાં વસંત નવરાત્રીની ઉજવણી થાય છે જેને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.


૧. ચૈત્રી (વસંત) નવરાત્રી: શક્તિ (માતૃદેવી)ના નવ સ્વરૂપોની રીતે નવ દિવસોમાં સમર્પિત થયેલો ઉત્સવ છે. આ તહેવાર વસંતઋતુ (માર્ચ-એપ્રિલ)માં ઉજવાય છે. તેને ચૈત્ર નવરાત્રા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ નવ દિવસોના ઉત્સવને રામ નવરાત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે.

૨. ગુપ્ત (અષાઢ) નવરાત્રી: ગુપ્ત નવરાત્રી, જેને અષાઢ કે ગાયત્રી કે શાકંભરી નવરાત્રી પણ કહેવાય છે, જે અષાઢ (જૂન-જુલાઇ) મહિનામાં શક્તિ (માતૃદેવી)ના નવ સ્વરૂપોને નવ દિવસોમાં સમર્પિત કરીને ઉજવવામાં આવે છે. ગુપ્ત નવરાત્રીને અષાઢ શુક્લ પક્ષ (અષાઢ સુદ - અજવાળીયું) દરમ્યાન અનુસરવામાં આવે છે.

૩. શરદ (આસો) નવરાત્રી: આ ખુબ જ મહત્વની નવરાત્રી છે. તેને સામાન્ય રીતે મહા નવરાત્રી કહેવાય છે અને તેની ઉજવણી આસો મહિનામાં થાય છે. તેને શરદ નવરાત્રી પણ કહેવાય છે, કારણકે તેની ઉજવણી શરદ ઋતુમાં અશ્વિન શુક્લ પક્ષ (આસો સુદ - અજવાળીયું) થાય છે માટે.

૪. પુષ્ય (પોષ) નવરાત્રી: પુષ્ય નવરાત્રી પોષ (ડિસેમ્બર-જાન્યુઆરી) મહિનામાં શક્તિ (માતૃદેવીઓ)ના નવ સ્વરૂપોને નવ દિવસોમાં સમર્પિત કરવામાં આવ્યા છે. પુષ્ય નવરાત્રી પોષ શુક્લ પક્ષ (પોષ સુદ - અજવાળીયું) દરમ્યાન ઉજવવામાં આવે છે.


મહિષાસુર સૃષ્ટિકર્તા બ્રહ્માનો મહાન ભક્ત હતો અને બ્રહ્માજીએ મહિષાસુરને વરદાન આપ્યુ હતુ કે, કોઇપણ દેવતા તથા દાનવ તેને પરાસ્ત કરી શકશે નહી.

ત્યારબાદ મહિષાસુર સ્વર્ગલોકના દેવતાઓને પરેશાન કરવા લાગ્યો અને પૃથ્વી પર પણ ઉત્પાત કરવા લાગ્યો. મહિષાસુરે સ્વર્ગ પર આક્રમણ કરીને ઇન્દ્રને હરાવી સ્વર્ગલોક પર ક્બ્જો કરી કરી લીધો તથા સૌ દેવતાઓને ભગાડી મુક્યા. દેવગણ પરેશાન થઈને ત્રિમૂર્તી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પાસે સહાયતા માટે ગયા. દેવગણે એકત્ર થઈને ફરી મહિષાસુર સાથે યુધ્ધ કર્યુ પરંતુ તેને હરાવી ન શક્યા.


કોઇ ઉપાય ન મળતા દેવતાઓએ મહિષાસુરના વિનાશ માટે માં દુર્ગાનુ સર્જન કર્યુ જેને શક્તિ તથા પાર્વતીના નામથી પણ ઓળખવામાં આવેછે.

 દેવી દુર્ગાએ મહિષાસુર પર આક્રમણ કરીને મહિષાસુર સાથે નવ દિવસ સુધી યુધ્ધ કરી દસમાં દિવસે તેનો વધ કર્યો. આ દિવસની ઉજવણી હિંદુઓ દસ દિવસનો તહેવાર દુર્ગા પૂજા તથા નવરાત્રી તેમજ દશેરા તરીકે ઉજવેછે. જે અનિષ્ટ પર સારાનુ પ્રતીક છે.



ગરબો શબ્દ મૂળ સંસ્કૃત શબ્દ ગર્ભદીપ પરથી આવેલો છે. 

ભગવદ્‌ગોમંડળમાં ગરબો  શબ્દનો અર્થ નીચે પ્રમાણે કરાયો છે.

  • ’અંદર દીવો હોય એવો કાણાં કાણાંવાળો માટીનો કે ધાતુનો નાનો મોરિયો. દીવો ઠરી ન જાય અને તેનાં કિરણ ચારે બાજુ નીકળી શોભે તે માટે તેને ઘણાં કાણાં રાખવામાં આવ્યાં હોય છે. દેવીપ્રસાદન માટે નવરાત્રિમાં ઘરમાં પૂજાર્થે તે રાખવામાં આવે છે.’
  • ’તાળીઓ પાડતાં દીવા કે માંડવીની આસપાસ ફરતાં ગાવું તે.’
  • ’મોટી ગરબી; લહેકાવીને ગાવાનો એક રાગ; રાસડો.’


સ્ત્રીઓ અને પુરુષો કે એકલી સ્ત્રીઓ કે એકલા પુરુષો દાંડિયા સાથે ગાતાં રમે તે રાસ.

તાળી સાથે, ઘૂમતાં-ઘૂમતાં સ્ત્રીઓ ગાય તે ગરબો અને પુરુષો ઘૂમતાં ઘૂમતાં ગાય તે ગરબી.

ગરબામાં અમુક જ તાલ કે અમુક જ રાગ હોવા જોઈએ એવું કોઈએ નક્કી કર્યું નથી. 


ગરબા મોટે ભાગે આ ચાર તાલમાં પ્રયોજાય છે.'''' (1) હીંચ (છ માત્રા. દા.ત.- મા તું પાવાની પટરાણી) (2) ખેમટો (છ માત્રા, આશાભર્યાં તે અમે આવીયાં) (3) કેરવો (આઠ માત્રા, નાગર નંદજીના લાલ) અને (4) દીપચંદી (14 માત્રા, રઘુપતિ રામ હૃદયમાં રહેજો). હીંચ અને ખેમટામાં માત્રા સરખી છે, છતાં તે લય ને વજનથી જુદાં પડે છે."


ગરબાનાં બે પ્રકાર છે:

(૧) પ્રાચીન ગરબો
(૨) અર્વાચીન ગરબો





નવરાત્રી પર્વ હિન્દુ ધર્મ માટે ઘણું મહત્વનો તહેવાર છે. આ પવિત્ર અવસર પર માં અંબેના નવ રૂપ ની આરાધના કરવા માં આવે છે. તેથી આ તહેવાર નવ દિવસ સુધી મનાવવા માં આવે છે. વેદ પુરાણ માં અંબે માં ને શક્તિ નું રૂપ માનવા માં આવેલું છે. જે અસુરો થી આ સંસાર ની રક્ષા કરે છે. નવરાત્રી ના સમયે માં ના ભક્તો તેમના થી પોતાના સુખી જીવન અને સમૃદ્ધિ ની કામના કરે છે. આવો જાણીએ છે માં અંબે ના નવ રુપ કયા કયા છે:-

1.  માતા શૈલપુત્રી
2.  માતા બ્રહ્મચારિણી
3.  માતા ચંદ્રઘંટા
4.  માતા કુષ્માંડા
5.  મા સ્કંદમાતા
6.  માતા કાત્યાયની
7.  માતા કાલરાત્રિ
8.  માતા મહાગૌરી
9.  માતા સિદ્ધિદાત્રી





પહેલા દિવસે માઁ શૈલીપુત્રી



આદિશક્તિ દુર્ગાનું પહેલું સ્વરૂપ શ્રી શૈલીપુત્રીનું છે. આ પર્વતરાજ હિમાલયની પુત્રી હોવાથી તેને શૈલીપુત્રી કહેવામાં આવે છે. માતજીના એક હાથમાં કમળ અને બીજા હાથમા ત્રીશૂળ છે. નવરાત્રિના પ્રથમ દિવસે આની આરાધના અને પુજા કરવામાં આવે છે. આમની પુજા કરવાથી મુલાધાર ચક્ર જાગ્રત થાય છે જેના દ્વારા સાધકને ચક્ર જાગ્રત થવાથી મળતી સિધ્ધીઓ તેની જાતે જ પ્રાપ્ત થઈ જાય છે.

માઁ શૈલપુત્રી વિશેની વધુ માહિતી માટે અહી ક્લિક કરો.


બીજા દિવસે દુર્ગા શ્રી બ્રહ્મચારિણી



આદિશક્તિ દુર્ગાનું બીજું સ્વરૂપ બ્રહ્મચારિણીનું છે. અહીંયા બ્રહ્મચારિણીનું તાત્પર્ય તપશ્ચારિણી છે. તેમણે ભગવાન શંકરને પતિ સ્વરૂપે પ્રાપ્ત કરવા માટે ઘોર તપસ્યા કરી હતી. એટલા માટે તે તપશ્ચારિણી અને બ્રહ્મચારિણીના નામથી ઓળખાય છે. માતાજીના એક હાથમાં માળા અને એક હાથમા કમંડળ છે. નવરાત્રિના બીજા દિવસે આમની પુજા-અર્ચના કરવામાં આવે છે. આમની પુજા કરવાથી મનુષ્યને તપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચાર અને સંયમની વૃધ્ધી થાય છે. તેમજ મન પણ કર્તવ્ય પથ પરથી વિચલીત થતું નથી.

માઁ બ્રહ્મચારિણી વિશેની વધુ માહિતી માટે અહી ક્લિક કરો.


ત્રીજા દિવસે દુર્ગા શ્રી ચંદ્રઘંટા



આદિશક્તિ દુર્ગાનું ત્રીજુ રૂપ એટલે શ્રી ચંદ્રઘંટા. આમના મસ્તક પર ઘંટના આકારનો અર્ધચંન્દ્ર છે. એટલા માટે તેમને ચંદ્રઘંટા કહેવામાં આવે છે. માતાજીને 10 હાથ છે અને દરેક હાથમાં શસ્ત્રો ધારણ કરેલ છે તથા માતાજી સિંહ પર સવાર છે. નવારત્રિના ત્રીજા દિવસે આ દેવીની પુજા અર્ચના કરવામાં આવે છે. આમની પુજા કરવાથી મણિપુર ચક્રની પ્રાપ્તિ થાય છે અને તેના દ્વારા મળતી સિધ્ધિઓ તેની જાતે જ મળી જાય છે તેમજ સાંસારિક કષ્ટોથી મુક્તિ મળી જાય છે

માઁ ચંદ્રઘંટા વિશેની વધુ માહિતી માટે અહી ક્લિક કરો.


ચોથા દિવસે માઁ કૂષ્માંડા



આદિશક્તિ દુર્ગાનું ચોથું સ્વરૂપ એટલે શ્રી કૂષ્માંડા. પોતના ઉદરમાંથી બ્રહ્માંડને ઉત્પન્ન કરવાને કારણે તેમને કુષ્માંડા દેવીના નામથી ઓળખવામાં આવે છે. કુષ્માંડા દેવીના પુજનથી અનાહત ચક્ર જાગૃતિની સિધ્ધિઓ પ્રાપ્ત થાય છે. શ્રી કુષ્માંડાની ઉપાસના કરવાથી બધા જ રોગો અને કષ્ટો નાશ પામે છે. આમની ભક્તિથી આયુષ્ય, બળ અને આરોગ્યની વૃધ્ધી થાય છે.

માઁ કૂષ્માંડા વિશેની વધુ માહિતી માટે અહી ક્લિક કરો.


પાંચમા દિવસે દુર્ગા શ્રી સ્કંદમાતા



આદિશક્તિ દુર્ગાનું પાંચમુ રૂપ એટલે શ્રી સ્કંદમાતા છે. શ્રી સ્કંદ (કુમાર કાર્તિકેય) ની માતા હોવાને કારણે તેમને શ્રી સ્કંદમાતા કહેવામાં આવે છે. માતાજીને ચારભુજા છે તથા સિંહ પરા સવારી કરેલ છે. પાંચમા દિવસે આમની પુજા-અર્ચના કરવામાં આવે છે. તેમની આરાધના કારવાથી વિશુધ્ધ ચક્રથી પ્રાપ્ત થનાર સિધ્ધિઓ મળે છે. તેમજ મૃત્યુંલોકમાં જ સાધકને પરમ શાંતિ અને સુખનો અનુભવ થાય છે. આને માટે મોક્ષનો દ્વાર તેની જાતે જ સુલભ થઈ જાય છે.

માઁ સ્કંદમાતા વિશેની વધુ માહિતી માટે અહી ક્લિક કરો.


છઠ્ઠા દિવસે દુર્ગા શ્રી કાત્યાયની



આદિશક્તિ દુર્ગાનું છઠ્ઠું સ્વરૂપ એટલે શ્રી કાત્યાયની. મહર્ષી કાત્યાયનીની તપસ્યાથી પ્રસન્ન થઈને આદિશક્તિએ તેમના ઘરે પુત્રી સ્વરૂપે જન્મ લીધો હતો. એટલા માટે તે શ્રી કાત્યાયની કહેવાય છે. નવરાત્રિના છઠ્ઠા દિવસે આનમી પુજા અર્ચના કરવામાં આવે છે. શ્રી કાત્યાયનીની ઉપાસના કરવાથી આજ્ઞા ચક્ર જાગૃત થવાથી સિધ્ધિઓ પ્રાપ્ત થાય છે. તે આ લોકમાં રહીને પણ અલૌકીક તેજ અને પ્રભાવ મેળવે છે. તેમજ તેના રોગ, ભય, સંતાપ, શોઅક, નએ બધી જ વ્યથાઓનો નાશ થઈ જાય છે.

માઁ કાત્યાયની વિશેની વધુ માહિતી માટે અહી ક્લિક કરો.


સાતમા દિવસે દુર્ગા શ્રી કાલરાત્રિ



આદિશક્તિ શ્રીદુર્ગાનું સાતમું સ્વરૂપ એટલે શ્રી કાલરાત્રિ છે. આ કાળનો નાશ કરનારી છે. એટલા માટે કાલરાત્રિ કહેવાય છે. મતાજી ઘોડા પર સવારા છે તથા ત્રીનેત્ર અને ચાર ભુજા ધરાવે છે. નવરાત્રિના સાતામા દિવસે આમની પુજા અર્ચના કરવામાં આવે છે. આ દિવસે સાધકે પોતાનું ચિત્ત ભાનુ ચક્ર (કપાળની વચ્ચે) સ્થિર કરીને સાધના કરવી જોઈએ. શ્રી કાલરાત્રિની સાધના કરવાથી સાધકને ભાનુ ચક્ર જાગૃત થવાથી તેની સિધ્ધિઓ તેની મેળે જ પ્રાપ્ત થઈ જાય છે.

માઁ કાલરાત્રી વિશેની વધુ માહિતી માટે અહી ક્લિક કરો.


આઠમા દિવસે દુર્ગા શ્રી મહાગૌરી



આદિશક્તિ દુર્ગાનું આઠમું સ્વરૂપ એટલે શ્રી મહાગૌરી. આમનો વર્ણ ગોરો છે એટલા માટે તેમને મહાગૌરી કહેવામાં આવે છે. નવરાત્રિના આઠમા દિવસે આમની પુજા કરવામાં આવે છે. આ દિવસે સાધકે પોતાનું ચિત્ત સોમચક્ર ઉર્ધ્વ લલાટ પર સ્થિર કરીને સાધના અરવી જોઈએ. શ્રી મહાગૌરીની આરાધના કરવાથી સોમચક્ર જાગૃત થવાથી તેની સિધ્ધિઓ પ્રાપ્ત થાય છે. આમની ઉપાસના કરવાથી અસંભા કાર્ય પણ સંભવ બની જાય છે.

માઁ મહાગૌરી વિશેની વધુ માહિતી માટે અહી ક્લિક કરો.


નવમા દિવસે દુર્ગા શ્રી સિદ્ધિદાત્રી




આદિશક્તિ શ્રી દુર્ગાનું નવમું સ્વરૂપ એટલે શ્રી સિદ્ધિદાત્રીનું છે. આ બધા જ પ્રકારની સિધ્ધિઓની દાત્રી છે એટલા માટે તેને સિદ્ધિદાત્રી કહેવામાં આવે છે. નવરાત્રિના નવમા દિવસે આમની પુજા અર્ચના કરવામાં આવે છે. આ દિવસે સાધકે પોતાનિં ચિત્ત નિર્વાણ ચક્ર એટલે કે મધ્ય કપાળમાં કરીને સાધના કરવાથી તેને બધા જ પ્રકારની સિધ્ધિની પ્રાપ્તિ થાય છે. સૃષ્ટીમાં કઈ પણ તેના માટે અગમ્ય નથી રહી જતું.

માઁ સિદ્ધદાત્રી વિશેની વધુ માહિતી માટે અહી ક્લિક કરો.


આપણા પુરાણોમાં શિવ અને શક્તિને જગત પ્રાણ માનવામાં આવે છે. આ સમગ્ર ચર-અચર જગત શિવ અને શક્તિ દ્વારા નિર્મિત છે.
અખિલ બ્રહ્માંડની એ અધિશ્વરીને આપણે ‘મા દુર્ગા અથવા જગદંબા’ના નામથી સંબોધીએ છીએ. 

પુરાણોમાં એના ૧૦૮ સ્વરૂપ વર્ણવેલા છે.

મા દુર્ગાની ઉત્પત્તિની કેટલીય કથાઓ છે. પુરાણકાળમાં દેવો અને દાનવો વચ્ચે ૧૦૦ વર્ષ સુધી યુદ્ધ ખેલાયું હતું. આ યુદ્ધમાં દેવોના સેનાપતિ દેવરાજ ઇન્દ્ર હતા. તો દાનવોની આગેવાની વિકરાળ દૈત્ય મહિષાસુરે લીધી હતી. આ યુદ્ધમાં દેવોનો પરાજ્ય થયો. વિજયી બનેલો મહિષાસુર ત્રણેય લોકનો સર્વોપરી બની બેઠો. દેવો બ્રહ્માજીને લઈ વિષ્ણુ ભગવાન પાસે ગયા ત્યાં મહાદેવ શિવજી પણ બિરાજમાન હતા. દેવોની દુઃખભરી કથા-વ્યથા સાંભળીને ચક્રપાણિ વિષ્ણુના મોંમાંથી એક મહાન તેજપુંજ પ્રગટ થયો. એવી જ રીતે શિવજી અને બ્રહ્માજીના મોંમાંથી પણ તેજ નીકળીને પેલા તેજપૂંજમાં સમાઈ ગયું. એકત્રિત થયેલા આ તેજપૂંજમાંથી એક તેજોમય નારી પ્રગટ થઈ.

પિનાકપાણી શિવે એને ત્રિશૂળ આપ્યું. વિષ્ણુએ ચક્ર આપ્યું, વરુણે શંખ, અગ્નિએ શક્તિ, યમરાજે કાલદંડ, પ્રજાપતિ બ્રહ્માએ સ્ફટિક માળા આપી. સૂર્યદેવે એનામાં પોતાના કિરણોનું તેજ ભરી દીધું. આ મહાશક્તિના પ્રાગટ્યથી સમસ્ત ચરાચર ડોલવા લાગ્યું. અસુરો ભયભીત બન્યા. કોઈ પ્રચંડ નારી શક્તિ દૈત્યોના લશ્કરને હંફાવી રહ્યું છે. નાશ કરી રહ્યું છે એની જાણ મહા અસુર મહિષાસુરને થઈ. મહિષાસુરે એ સ્વરૂપવાન નારીને ઘસડીને દરબારમાં લઈ આવવા સેનાને આદેશ કર્યો. ચારેય બાજુથી વિકરાળ દૈત્યોથી ઘેરાયેલ મહા શક્તિએ તેમના જેવું પ્રચંડ-વિકરાળ સ્વરૂપ ધારણ કરવા વિચાર્યું. અત્યંત કોપાયમાન થયેલ મહાશક્તિની ભ્રકુટી ખેંચાઈ અને તેની બે ભ્રકુટિ વચ્ચેથી એક તેજપુંજ પ્રગટ્યું આ તેજપુંજથી મહાકાળ સ્વરૂપ મહાકાળીનું પ્રાગટ્ય થયું. ચિત્ર-વિચિત્ર અવાજો કરતા દૈત્યોનો સંહાર કરતાં મહાશક્તિ મહાકાળી જગદંબાની કૃપાથી સતત રંજાડતા દાનવોનો નાશ થયો. આસુરીશક્તિ પર વિજય મેળવ્યાનો દેવોને ગર્વ થયો. બધા દેવો પોતપોતાના વખાણ કરવા લાગ્યા કે મારા કારણે જ દૈત્યોનો નાશ થયો ને વિજય થયો.

દેવોના અહમની વાત મા ભગવતી જાણી ગયા. માએ વિચાર્યું કે દેવોનો ગર્વ ઉતારવો જ જોઈએ. એમ વિચારી માએ મોટો તેજથી ઝગારા મારતો હોય એવા પર્વતનું રૂપ ધારણ કર્યું. સ્વર્ગમાં અહંકારથી ઘુમતા દેવોએ કોઈ દિવસ ના જોયું હોય તેવું તેજ જોઈ અંદરોઅંદર વાતો કરવા લાગ્યા કે આ વળી શું? 

આ વાત ફરતી ફરતી દેવોના રાજા ઈન્દ્રના કાને આવી. ઈન્દ્ર રાજા પણ તેજ પૂંજ જોવા લાગ્યા. દૂરથી તેજ નરીખી તેમણે દેવોને આજ્ઞા કરી કે આ તેજ શું છે? તેની માહિતી મને જલ્દી આપો. આથી દેવો તેજની માહિતી લેવા રવાના થયા.

પ્રથમ વાયુદેવ તેજ પાસે આવ્યા તો તેજમાંથી પ્રચંડ અવાજ 
આવ્યો કે મારી જાણકારી લેવા વાળો તું કોણ? ત્યારે વાયુદેવે હસીને કહ્યું કે હું જગતનો તારણહાર પવન દેવ છું. મારા થકી જ આ જગત ચાલી રહ્યું છે.
ત્યારે તેજપૂંજમાંથી અવાજ આવ્યો કે એમ છે તો મારી સામે જે તણખલું છે, તેને દૂર ઉડાડી દોને.

વાયુ દેવે તણખલાને હટાવવા ઘણા પ્રયત્નો કર્યા પણ તણખલું ન હલતા શરમીંદા બની ઈન્દ્ર પાસે જઈ બધી વાત કરી. આમ વારાફરતી બધા દેવોએ પોતપોતાની શક્તિ અજમાવી પણ કોઈની કશી કરામત ફાવી નહિ. આથી દેવોના રાજા ઈન્દ્ર પોતે આ તેજ પર્વત શેનો છે તે હકીકત જાણવા ચાલી નીકળ્યા. તો માએ તરત જ પોતાનું તેજપૂંજનું રૂપ આદૃશ્ય કર્યું. ઈન્દ્રરાજા મા પરાશક્તિનો અણસાર પામી ગયા અને સ્તુતિ કરી માના ગુણગાન ગાવા લાગ્યા. ત્યારે જગદંબા ઉમા દેવી મૂળ સ્વરૂપે પ્રગટ થયા. તે દિવસે ચૈત્રી નોમ હતી. બપોરના બાર વાગ્યા હતા. ત્યારે માએ દર્શન દીધાં. દેવોએ માને વંદન કર્યાં. લાલ વસ્ત્રધારી, વર, પાશ, અંકુશ અને અભયને ધારણ કરનારા મહેશ્વરી દેવોને કહેવા લાગ્યા કે, હે દેવો હું બ્રહ્મ છું. હું નિરાકાર રૂપે સાકાર છું. ક્યારે હું પ્રકૃતિ તો, ક્યારેક હું પુરુષ છું. આ સૃષ્ટિને ઉત્પન્ન કરનાર હું જ છું. સગુણ અને નિર્ગુણ મારા બે સ્વરૂપ છે. હું સ્વતંત્ર છું. તેથી ક્યારેક દેવોને તો ક્યારેક દાનવોને પણ મદદગાર થઈ છું. માટે હે, દેવો તમે તમારી શક્તિનો ગર્વ છોડી મારી સ્તુતિ કરો. મા જગદંબાના આવા વચનો સાંભળી 

દેવોને સત્ય વાત સમજાતાં તેમનો અહંકાર ઓગળી ગયો. માના શરણમાં શિર નમાવી સર્વ દેવો પ્રાર્થના કરી કહેવા લાગ્યા કે ‘દુર્બુદ્ધિને દૂર કરી સદબુદ્ધિ આપો.’


21 October, 2020

જ્યોતીન્દ્ર દવે જીવન પરિચય

 જ્યોતીન્દ્ર દવે જીવન પરિચય

21 ઓક્ટોબર 1901



જ્યોતીન્દ્ર દવેનો જન્મ ર૧મી ઓક્ટોબર ૧૯૦૧ના દિવસે દક્ષિણ ગુજરાતના સુરત શહેર ખાતે થયો હતો. 

તેમના માતાનું નામ ધનવિદ્યાગૌરી અને પિતાનું નામ હરિહરશંકર હતું.


તેમણે ૧૯૧૯માં મેટ્રિક, ૧૯૨૩માં બી.એ. અને ૧૯૨૫માં એમ.એ.ની પદવીઓ સુરતમાંથી મેળવી હતી.

 ૧૯૨૬ થી ૧૯૩૩ સુધી તેઓ મુંબઈમાં કનૈયાલાલ મુનશી સાથે ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ લખવાના કાર્યમાં જોડાયા. 

મુનશી જેલમાં હતા એટલો થોડો સમય તેમણે કબિબાઇ હાઇસ્કૂલમાં અધ્યાપન કાર્ય કર્યું. 

તેમણે 'ગુજરાત' માસિકનું સહ-સંપાદન પણ કરેલું. 

૧૯૩૩ થી ૧૯૩૭ દરમિયાન તેમણે સુરતની એમટીબી કોલેજમાં ગુજરાતીમાં અધ્યાપન કાર્ય કર્યું. 

કનૈયાલાલ મુનશીની વિનંતી પર તેઓ ફરી મુંબઈ આવ્યા અને મુંબઈ સરકારના કાર્યાલયમાં ભાષાંતરકારનું કામ તેમની ૧૯૫૬માં નિવૃત્તિ સુધી કર્યું. 

તેમણે પછી મુંબઈની વિવિધ કોલેજમાં અધ્યાપન કાર્ય કર્યું. તેઓ માંડવી, કચ્છ ખાતે પ્રિન્સિપાલ પણ રહ્યા હતા. 

તેઓ ૧૯૬૬માં ગુજરાતી સાહિત્ય પરિષદના 23માં પ્રમુખ રહ્યા હતા.


એમનું અવસાન ૧૧ સપ્ટેમ્બર, ૧૯૮૦ના રોજ મુંબઈ ખાતે થયું હતું.


બિરુદ:- વિદ્વતા અને હાસ્ય નો વિનિયોગ, હાસ્યસમ્રાટ


રચનાઓ

ગાંધીયુગમાં બુદ્ધિલક્ષી નર્મમર્મયુક્ત હળવા નિબંધોના સર્જકો રા. વિ. પાઠક, ધનસુખલાલ મહેતા, વિજયરાય વૈદ્ય, ગગનવિહારી મહેતા, જયેન્દ્ર દૂરકાળ આદિનો જે વર્ગ આવ્યો તેમાં જ્યોતિન્દ્ર દવે સૌથી વિશેષ લોકપ્રિય અને અગ્રણી નિબંધકાર હતા. હાસ્યકાર તરીકેની ઊંચી શક્તિ અને હાસ્યપ્રેરક વ્યાખ્યાનો આપવાની ઉત્તમ આવડત એ બંને ગુણોનો એમાં ફાળો હતો.

તેમની મુખ્ય રચનાઓમાં 'રંગતરંગ' 'ભાગ ૧ થી ૬' (1932,1941,1941, 1941,1944, 1946)


હાસ્ય તરંગ (1945)

'જ્યોતીન્દ્ર તરંગ', 

'રેતીની રોટલી' (૧૯૫૨), 'વડ અને ટેટા' (હાસ્ય નિબંધો), 'અમે બધાં' (નવલકથા, ૧૯૩૬), 'વ્યતીતને વાગોળું છું' (આત્મકથા), 'હાસ્ય નિબંધ સંગ્રહ' - ૧૦, 'હાસ્યનવલકથા' - ૧, 'આત્મકથા' વગેરે મુખ્ય છે. 

વળી તેમના 'અવસ્તુદર્શન', 'અશોક પારસી હતો', 'મહાભારત: એક દ્રષ્ટિ', 'મારી વ્યાયામસાધના', 'સાહિત્યપરિષદ' જેવા ઘણા નિબંધો પણ તેમણે ગુજરાતી ભાષાને આપ્યા. 

કાવ્યોમાં તેમણે 'આત્મપરિચય', 'એ કોણ હતી?' તથા 'લગ્નના ઉમેદવાર' જેવી નાટ્યરચનામાં તેમણે તેમની પ્રતિભાનો પરિચય આપ્યો.

 ઉપરાંત 'વિષપાન' (૧૯૨૮) એ તેમની પ્રારંભિક અવસ્થામાં રચાયેલું એમનું ઐતિહાસિક ત્રિઅંકી નાટક છે. 

'વડ અને ટેટા' (૧૯૫૪) એ મોલિયેરના પ્રહસન 'માઈઝર' નું રૂપાંતર છે.

વ્યતીતને વાગોળું છું (આત્મકથા)

 'સામાજિક ઉત્ક્રાન્તિ' (૧૯૩૦) તથા 'એબ્રહમ લિંકન-જીવન અને વિચાર' (૧૯૬૧) એમના અનુવાદગ્રંથો છે. 

'ખોટી બે આની', 'લગ્નનો ઉમેદવાર', 'પાનનાં બીડાં', 'સોયદોરો', 'ટાઈમટેબલ', વગેરે તેમની મહત્વની કૃતિઓ છે.


પુરસ્કાર અને સન્માન

૧૯૪૧માં તેમને રણજિતરામ સુવર્ણ ચંદ્રક એનાયત થયો હતો. 


 ૧૯૫૦માં "રંગતરંગ" માટે  નર્મદ સુવર્ણ ચંદ્રક મળ્યો હતો.


તેમના માનમાં ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી દર વર્ષે હાસ્ય સાહિત્યકારને 'જ્યોતીન્દ્ર દવે પારિતોષિક' અપર્ણ થાય છે.




19 October, 2020

ગોવર્ધનરામ ત્રિપાઠી જીવન પરિચય

 ગોવર્ધનરામ ત્રિપાઠી જીવન પરિચય

20 ઓક્ટોબર 1855




ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીનો જન્મ ખેડા જિલ્લા ના નડીઆદ ના ધર્મપ્રિય બ્રાહ્મણ માધવરામ ત્રિપાઠી ને ત્યાં થયો હતો. પિતા અત્યંત ધાર્મિક વ્રુત્તિના અને દિલના બહુ ભોળા. જ્યારે માતા શિવકાશી રગેરગ વ્યવહારુ. પિતા ની ધર્મનિષ્ઠા અને માતા ની વ્યવહારુતા - બન્ને ગોવર્ધનરામ વારસા માં મળ્યા હતા. દાદાના સમયથી ઘરમાં રહેતા મુનિ મહારાજ પાસે વીતેલા બાળપણ અને ઘરના ધાર્મિક વાતાવરણથી ચિત્ત પર પડેલો વૈષ્ણવધર્મ ને વેદાંતવિચારનો પ્રભાવ, કિશોરાવસ્થાથી વાચનનો અતિ શોખ, કાકા મનઃસુખરામ સાથેનો સહવાસ વગેરે એ ગોવર્ધનરામને ધાર્મિક, વિદ્યાવ્યાસંગી અને આર્યસંસ્કૃતિ પ્રત્યે અનુરાગી બનાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો.

ગોવર્ધનરામ નું પ્રાથમિક શિક્ષણ મુંબઈ ની બુદ્ધિવર્ધક શાળા માં થયો હતો. પછી અંગ્રેજી ત્રણ ધોરણ નડિયાદ માં અને ચોથા ધોરણથી મુંબઇ ની એલ્ફિન્સ્ટન હાઈસ્કૂલ માં કર્યો. ઈ.સ. ૧૮૭૧ માં મેટ્રિક અને બી.એ. થયા. કૉલેજના અભ્યાસ દરમિયાન કાવ્યરચના કરવાનો અને લેખો લખવાનો પ્રારંભ થઈ ગયેલો. પ્રારંભના વર્ષોમાં ગુજરાતી કવિતા કરતાં સંસ્કૃત કવિતા રચવા તરફ વિશેષ રુચિ હતી તે સંસ્કૃતમાં એમણે કરેલા ગિરનારવર્ણન પરથી તેમ જ કાલિદાસના ‘મેઘદૂત’ ના અનુકરણમાં શરૂ કરેલું ‘મનોદૂત’ કે પ્રથમ પત્ની હરિલક્ષ્મીના અવસાનથી જન્મેલા શોકથી ૧૮૭૫ માં રચાયેલું ‘હૃદયરુદિતશતક’ એ કાવ્યો પરથી જોઈ શકાય છે. એ સિવાય ૧૮૭૩ ના વર્ષમાં અંગ્રેજીમાં લખાયેલા ‘ઈઝ ધેર એની ક્રિયેટર ઑવ ધ યુનિવર્સ ?’, ‘ઘ સ્ટેટ ઑવ હિંદુ સોસાયટી ઈન ધ બોમ્બે પ્રેસિડન્સી’ કે એવા અન્ય લેખો એમની વ્યાપક વિષયોને ઊંડાણ માં લેવાની મનોવૃત્તિના સૂચક છે. પરંતુ આ પ્રારંભિક લેખોમાં એમના જીવન-વિચારને સમજવામાં ખૂબ ઉપયોગી, ૧૮૭૭માં લખાયેલો ‘એ રુડ આઉટલાઈન ઑવ ધ જનરલ ફિચર્સ ઑવ ઍસેટિઝમ ઈન માય સેન્સ ઑવ ધ વર્ડ’ લેખ છે. સંસારત્યાગમાં નહીં, સંસારસેવા અર્થે જીવન સમર્પિત કરવું એ જ સાચો સંન્યાસ એવી પ્રવૃત્તિમય સંન્યાસની ભાવના એમણે એ લેખમાં રજૂ કરી છે. કૉલેજના અભ્યાસકાળ દરમિયાન એમણે જીવન જીવવા માટે ત્રણ સંકલ્પ કર્યા

ગોવર્ધનરામની ઊઘડતી જતી જ્વલંત કારકિર્દીની નિયતિને જાણે ઈર્ષ્યા આવતી હોય તેમ ૧૮૭૪ ના વર્ષમાં દુ:ખો અને વિતંબણાઓએ તેમની પર ઘા પર ઘા કરવા માંડ્યા. તે વર્ષમાં તેમની પત્ની હરિલક્ષ્મીનું સુવાવડમાં અવસાન થયું અને તેમની બાળકી પણ માતાની પાછળ્ ચાલી નીકળી. એ જ વર્ષમાં પિતા માધવરામ ની પેઢી તૂટી. તેઓ બી.એ.માં નાપાસ થયા. આ સંકટપરંપરાને કારણે તેમનો ભોઈવાડમાં બંધાવેલો માળો વેંચવો પડ્યો. પછી આખું કુટુંબ મુંબઈ થી નડિયાદ ગયું. ગોવર્ધનરામ કૉલેજનો અભ્યાસ પૂરો કરવા માટે મુંબઈ માં જ રહ્યા. આવી આર્થિક આપત્તિઓને કારણે, ૧૮૭૯ થી ૧૮૮૩ સુધી એમને અનિચ્છાએ ભાવનગરના દીવાનના અંગત સેક્રેટરી તરીકે થોડો સમય નોકરી સ્વીકારવી પડી હતી.

ઈ.સ.૧૮૮૩ના અંત ભાગ માં તેમણે ભાવનગર છોડ્યુ ત્યારે દિવાનસાહેબે તેમને રૂ.૨૫૦/- ના પગાર થી ભાવનગરના ન્યાયખાતામાં રાખવાની ઈચ્છા બતાવી.આ ઉપરાંત જૂનાગઢના દીવાનસાહેબે રૂ.૩૦૦/- ની નોકરીની ઑફર કરી, પરંતુ હવે ગોવરધનરામને લાગ્યું કે પોતે સેવેલા સ્વપ્ન અને સિદ્ધાંતો પાળવાનો સમય આવી ગયો છે. એટલે નોકરી છોડીને સ્વતંત્ર વકીલાત કરવાનો દ્રઢ નિશ્ચય કર્યો.ભાવનગર થી માત્ર પચાસ રૂપિયાની મૂડી સાથે મુંબઈ આવીને વકીલાત શરૂ કરી. વકીલાત સરસ ચાલવા માંડી. ઈ.સ.૧૮૮૪ થી ઈ.સ.૧૮૮૭ સુધીમાં તેમણે પોતાના પિતાનું દેવું એકલે હાથે વાળી દીધું. ૪૦ વર્ષની વયે નિવ્રુત્ત થયા બાદ બાકીના જીવનમાં શું વાંચવું , શું લખવું , શાનો અભ્યાસ કરવો, વિવિધ પ્રવ્રુત્તિઓને કેટલું સ્થાન આપવું છે તેનો વિચાર તેમણે ઈ.સ. ૧૮૮૫ સુધીમાં કરી લીધો હતો. તે જ વર્ષથી તેમણે નિયમિત પોતાની રોજનીશી લખવા માંડી હતી.

ગોવર્ધનરામનો હવે સાહિત્યાકાશમાં ઉદય થઈ રહ્યો હતો. તેમનો સમર, ચિંતન અને પરિપાકરૂપ તેમનો હવે સુર્વણ યુગ નો ઉદય થયો ગણાયો. ઈ.સ.૧૮૭૭ માં શરૂ કરેલુ રસ ગંભીર કથા કાવ્ય 'સ્નેહ મુદ્રા' ઈ.સ.૧૮૮૪ માં તેમણે પોતાના હાથ માં લીધું, જે ઈ.સ. ૧૮૮૯ માં પ્રગટ થયું, પરંતુ આ સમયગાળાની સૌથી મહત્વ પ્રવ્રુત્તિ તો 'સરસ્વતી ચંદ્ર' ના પહેલા ભાગનો આરંભ થઈ ગયો હતો. ઈ.સ.૧૮૮૫ માં તે પૂરો લખાઈ ગયો ને ઈ.સ.૧૮૮૭ માં પ્રગટ થયો. આ જ અરસામાં એક બીજી મહત્વ ની ઘટના બની. ગોવર્ધનરામે પોતાના નાના ભાઈ હરિરામપાસે પુસ્તક-પ્રકાશનની પેઢી એન.એન.ત્રિપાઠીના સ્થાપના કરાવી. જેણે આજે પણ એક પ્રતિષ્ઠિત પ્રકાશન સંસ્થા તરીકે ઊજળું નામ રાખ્યું છે. ઈ.સ.૧૮૯૨માં 'સરસ્વતી ચંદ્ર' નો બીજોભાગ પ્રગટ થયો, ઈ.સ.૧૮૯૮ માં ત્રીજો ભાગ અને ઈ.સ.૧૯૦૧ માં ચોથો ભાગ પ્રગટ થયો હતો. અલબત્ત, ૧૮૮૩ થી જેની રચનાનો પ્રારંભ થઈ ગયો હતો તે ‘સરસ્વતીચંદ્ર’ : ભા.૧ (૧૮૮૭) નવલકથા એમની ગ્રંથરૂપે પ્રગટ થયેલી પહેલી કૃતિ છે. પછી ક્રમશઃ તેના ભા. ૨ (૧૮૯૨), ભા.૩ (૧૮૯૮) અને ભા.૪ (૧૯૦૧) પંદર વર્ષ દરમિયાન પ્રગટ થયા હતા.



સરસ્વતીચંદ્ર ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીની બૃહત્કાય નવલકથા છે. આશરે અઢારસો પૃષ્ઠમાં વિસ્તરેલી આ કથાને ‘પુરાણ’, ‘પંડિતયુગનું મહાકાવ્ય’, ‘મહાનવલ’ વગેરે રૂપે ઓળખાવવામાં આવી છે. ગાંધીજી પૂર્વે ગુજરાતના શિક્ષિત સમાજ પર ઊંડો પ્રભાવ આ નવલકથાએ પાડ્યો એનું કારણ આ કૃતિમાં વ્યક્ત થયેલું જીવનવિષયક ઊંડું વ્યાપક ચિંતન તથા એ ચિંતનને કળારૂપ આપનારી સર્જકપ્રતિભા છે.

ગૃહ, રાજ્ય ને ધર્મ વિશેના પોતાના વિચારો પ્રજાના બહોળા વર્ગ સુધી પહોંચી શકે એ હેતુથી પોતે નિબંધને બદલે નવલકથાનો આશ્રય લીધો એવું લેખકે સ્પષ્ટ સ્વીકાર્યું છે, તો પણ એમની સર્જક તરીકેની ઊંચી શક્તિ ઘટનાસંયોજન, પાત્રનિરૂપણ ને ભાષામાં પ્રગટ થઈ છે. સંઘર્ષના તત્વથી પહેલા બે ભાગ કથાની દ્રષ્ટિએ વધારે રસિક બન્યા છે. પાછલા બે ભાગ માં સંઘર્ષ વિશેષત:વૈચારિક ભૂમિકાએ રહેતો હોઈ નવલકથા નિબંધાત્મક બની જાય છે.

ગોવર્ધનરામ ત્રિપાઠી ચાળીસ વર્ષના થયા. પોતે કરેલા સંકલ્પ મુજબ વકીલાતનો અત્યંત ધીકતો ધંધો સમેટી લીધો. વીસ બાવીસની કાચી, યુવાન અને મુગ્ધ ઉંમરે જીવનનો નકશો ચીતરવો અને તેને નિશ્ચયપૂર્વક વળગી રહેવું, પ્રેક્ટિસ છોડીને સાહિત્યસર્જનમાં જીવન સમર્પણ કરવું -આ બધી વિરલ વાતો કહેવાય ,જે ગોવર્ધનરામે કરી બતાવી. ગોવર્ધનરામ નડિયાદ આવીને વસ્યા. તરત જ કચ્છ સંસ્થા ની તરફ થી દીવાનગીરીની રૂ.૧,૫૦૦/-ના પગાર ની નોકરીનો પ્રસ્તાવ આવ્યો જેનો તેમેણે મક્કમતાથી પણ આદરપૂર્વક અસ્વીકાર કર્યો. ઈ.સ.૧૯૦૨માં તેઓ એમ.એ ના ગુજરાતી વિષયમાં પરીક્ષક નિમાયા. આ માટે મુંબઈ જતાં તેમને બે ઉત્તમ મિત્રરત્નો સાંપડ્યાં-પ્રો. ત્રિભુવનદાસ ગજ્જર અને સાક્ષર કેશવહર્ષદ ધ્રુવ. ઈ.સ.૧૯૦૪માં નડિયાદ માં પ્લેગ ફાટી નીકળ્યો. તેમાં તેમનાં માતુશ્રીનું અવસાન થયુ. ગાઢ મિત્ર પ્રો. ત્રિભુવનદાસ ની વારંવાર માંગણીને કરણે તેઓ ઈ.સ.૧૯૦૫ માં કુટુંબ સાથે મુંબઈ જઈ વસ્યા.

ગોવર્ધનરામનું વાંચન વિશાળ હતું. તેમણે અંગ્રેજી સાહિત્યનો પણ ઊંડો અભ્યાસ કર્યો હતો. પશ્ચિમ આ વિસ્તીર્ણ સાહિત્યે તેમને વિચારક મનને આર્યસંસ્ક્રુતિનાં ઊંડાણો જોવા, સમજવા અને તુલનાત્મક દ્રષ્ટિથી તેનું મૂલ્ય આંકવા લલચાવ્યા. પરિણામે તેમની સર્વગ્રાહી તલસ્પર્શી મેઘાને એક નવું જ દર્શન લાવ્યું. એક નવી જ દિશા સાંપડી. આ નવી દિશા પૂર્વ અને પશ્ચિમના અંશોના સમન્વયની. તેમણે ઘણા બળો જોય હતા,અનુભવ્યાં હતાં. દેશના યુવાનો ઉપર તેમની મોહિની પથરાયેલી પણ તેમણે જોઈ હતી. પશ્ચિમી સુધારાનો એ વેગીલો પવન આર્યસંસ્ક્રુતિ મિટાવી દેવાની હોડ બકી હોય તેવો જોરશોરથી ફૂંકાઈ રહયો હતો. એ સમયે હિન્દુ સમાજને સુધારવાના શુભાશ્યથી દલપત-નર્મદ ભલે સાચા હોય તો પણ તેમણે માત્ર દોષો જ ગાયા હતા પણ, ગોવર્ધનરામની ગુણગ્રાહી દ્રષ્ટિને એ ન રુચ્યું. તેમણે આર્યસંસ્ક્રુતિનાં મૂલ્યોને ફરી પ્રસ્થાપિત કરવાનું મુનાસિબ માન્યું. તેમણે પૂર્વ-પશ્ચિમનાં શુભ બળોને ઉત્સાહથી આવકાર્યા અને બંને સંસ્કૃતિઓના પાવન સરિતાના સંગમનું ચિત્ર રચાયું. આવી વિચારસરણી-મનોમંથનનો પરિપાક તે 'સરસ્વતીચંદ્ર'.

ગોવર્ધનરામનાં બીજાં સર્જનોમાં નવલરામની જીવનકથા તથા પિત્રુઅંજલિ-રૂપ લખેલું : 'માધવરામ-સ્મારિકા'. આ ઉપરાંત ધર્મ, સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર આદિ અનેક વિષયો પર તેમનાં ભાષણો તેમ જ અંગ્રેજી અને ગુજરાતી સામયિકો માં તેમણે લખેલા કેટલાક લેખો પણ ઉચ્ચ કોટિના હતા. ઈ.સ. ૧૯૦૫ માં અમદાવાદ માં પહેલવહેલી ભરાયેલી ગુજરાતી સહિત્ય પરીષદ ના તેઓ પ્રમુખ પદે ચૂંટાયા હતા. તે "ઓન ધ સોસાયટી એન્ડ મોરલ્સ" માં તેમણે મધ્ય કાલીન ગુજરાતી કવિઓની સામાજિક અને ધાર્મિક જીવન પરની અસરનું ચિત્ર ઉપસાવ્યું છે, જ્યારે સ્ક્રેપ બુક્સ ભાગ ૧-૨-૩ ની મરણોત્તર પ્રકાશિત કૃતિમાં લેખકની અંગત નોંધો છે.

આ સઘળા સર્જનોમાં લેખકની અદ્રિતીય વિદ્વતાનાં અને ઉત્ક્રુષ્ટ પ્રતિભાનાં દર્શન થાય છે. પણ તેમનું સબળ યશદાયી અને સર્વશ્રેષ્ઠ સર્જન તો " સરસ્વતીચંદ્ર " જ છે. અલબત્ત તેમાનુ ગધ દીર્ધસૂત્રી હોવા છતાં તે ઉત્કૃષ્ટ કોટિનું છે. સમસ્ત જીવનના વિસ્તારને તેમણે આ મહાનવલ માં આવરી લીધો છે. આ ઉત્તમ કૃતિના સર્જક માત્ર એક વાર્તાકાર ન રહેતા દ્રષ્ટા પણ બને છે. પાંડિત્યને લોક્ભોગ્ય બનાવવા તેમણે કલાકારનો સ્વાંગ ધર્યો છે. આ કૃતિ એવુ ચિરંતન મૂલ્ય ધરાવે છે કે ગીતાની જેમ એનુ નવું નવું વિશિષ્ટ મૂલ્યાંનકન કરતાં ગુજરાતના સારસ્વતો કદી ધરાયા નથી. એ જ એની અમરકીર્તિર્ની યશપતાકા છે.

પ્રજામાં રામાયણ અને મહાભારતનાં સ્થાન એટલાં તો એકરસ થઇ ગયાં છે કે લોકો તેના કર્તા ઉપર થી કૃતિઓને નહિ, પણ એ કૃતિઓના જ કર્તા તરીકે વાલ્મીકિ અને વ્યાસને ઓળખે છે. ગુજરાતનાં જીવન અને સાહિત્યના પ્રથમ દ્રષ્ટા અને પંડિત ગોવર્ધન રામ ના સંદર્ભમાં પણ આવું જ થયું છે. ગોવર્ધન રામ એમની અમર કૃતિ "સરસ્વતીચંદ્ર" ના કર્તા તરીકે ઓળખાયા છે.

સાહિત્ય સર્જન

  • સ્નેહમુદ્રા
  • સરસ્વતીચંદ્ર ભાગ - ૧, ૨, ૩ અને ૪ ‍(૧૮૮૭, ૧૮૯૨, ૧૮૯૮, ૧૯૦૧) વિશેષ માહિતી અહી ક્લિક કરી મેળવો
  • લીલાવતી જીવનકલા
  • નવલરામનું કવિ જીવન
  • દયારામનો અક્ષરદેહ
  • સમલોચક
  • સદાવસ્તુ વિચાર
  • ગુજરાતની કવિતાઓ
  • સ્ક્રેપ બુક ભાગ ૧, ૨, અને ૩

૨૭ એપ્રિલ ૨૦૧૬ના રોજ ભારતીય ટપાલ વિભાગ દ્વારા ગોવર્ધનરામ ત્રિપાઠીના માનમાં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી. 
ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ગાંધીનગર ખાતે આ ટિકિટનું વિમોચન કર્યું હતું





જયંત પાઠક જીવન પરિચય

 જયંત પાઠક જીવન પરિચય



જયંત પાઠકનો જન્મ ઇચ્છાબા અને હિંમતરામ જોઇતારામ પાઠકને ત્યાં ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલા ગોઠ ગામમાં થયો હતો. 

તેમનું બાળપણનું હુલામણું નામ બચુડો હતું. 

તેમના પિતા તેઓ જ્યારે દસ વર્ષના હતા ત્યારે અવસાન પામ્યા હતા તેથી તેમનો ઉછેર તેમના દાદા જોઇતારામના ઘરે થયો હતો. 

રાજગઢ ખાતે તેમણે પ્રાથમિક શિક્ષણ લીધું અને ૧૯૩૦માં તેઓ કાલોલની એન.એસ.જી. હાઇસ્કૂલમાં દાખલ થયા અને ૧૯૩૮માં મેટ્રિકની પરીક્ષા ઉત્તીર્ણ કરી.

 ૧૯૪૩માં તેમણે સુરતની એમ.ટી.બી. કોલેજમાંથી બી.એ.ની પદવી મેળવી અને ૧૯૪૫માં વડોદરા કોલેજમાંથી ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે એમ.એ.ની પદવી મેળવી. 

૧૯૬૦માં તેમણે વિષ્ણુપ્રસાદ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ ૧૯૨૦ પછીની ગુજરાતી કવિતાની સાંસ્કૃતિક ભૂમિકા: પરિબળો અને સિદ્ધિ વિષય પર પીએચ.ડી. કર્યું.

 તેમના લગ્ન ભાનુબહેન સાથે થયા હતા.

૧૯૪૩થી ૧૯૪૫ દરમિયાન તેઓ વિવિધ શાળાઓમાં શિક્ષક રહ્યા હતા જેમાં વડોદરાની ન્યૂ ઇરા શાળા, કાટપિટિયા શાળા તેમજ કરજણ ગામની શાળાનો સમાવેશ થાય છે. 


૧૯૪૮થી ૧૯૫૩ દરમિયાન તેમણે મુંબઈ, પુણે અને દિલ્હીમાં નિવાસ કર્યો અને પત્રકારત્વ સહિત વિવિધ ક્ષેત્રોમાં કામ કર્યું. 


૧૯૫૩માં તેઓ સુરતની એમ.ટી.બી. આર્ટસ્ કોલેજમાં પ્રાધ્યાપક તરીકે જોડાયા અને ૧૯૮૦માં નિવૃત્ત થયા. 


૧૯૮૯-૧૯૯૧ દરમિયાન તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યા હતા. 


૧૯૯૨માં તેઓ નર્મદ સાહિત્ય સભા અને કવિ નર્મદ યુગવાર્તા ટ્રસ્ટના પ્રમુખ રહ્યા હતા.


 સાહિત્ય ગુર્જરમિત્રલોકસત્તાકુમારબુદ્ધિપ્રકાશગ્રંથવિશ્વમાનવ

કવિતા અને કવિલોક  જેવા સામયિકોમાં તેમનું સાહિત્ય પ્રગટ થયું હતું.

જયંત પાઠકનો જન્મ ગુજરાતના પંચમહાલ વિસ્તારમાં થયો હતો, જે આદિવાસી વિસ્તાર છે. આ વાતાવરણની તેમની કવિતા પર ગાઢ અસર હતી. તેઓ જ્યારે યુવાન હતા ત્યારે તેમના પિત્રાઇ કવિ ઉશનસ્ અને પછી તેમના શાળા શિક્ષક પ્રાણશંકર ભટ્ટે તેમની કવિતા પર ઉંડી અસર છોડી હતી. કવિ ઉમાશંકર જોષી અને સુંદરમ્ પાસેથી પણ તેમણે પ્રેરણા લીધી હતી. 


મર્મર ૧૯૫૪માં પ્રકાશિત થયેલ તેમનો પ્રથમ કાવ્ય સંગ્રહ હતો, ત્યારબાદ સંકેત (૧૯૬૦), વિસ્મય (૧૯૬૪), સર્ગ (૧૯૬૯), અંતરિક્ષ (૧૯૭૫), અનુનય (૧૯૭૮), મૃગયા (૧૯૮૩), શૂળી ઉપર સેજ (૧૯૮૮), બે અક્ષર આનંદના (૧૯૯૨) અને ધૃતવિલંબિત (૨૦૦૩) પ્રગટ થયા હતા.


 તેમની કવિતાઓમાં તેમના ગામમાં વિતાવેલા બાળપણની યાદો પ્રગટ થઇ હતી કારણકે શહેરી જીવન તેમને બેચેનીનો અનુભવ કરાવતું હતું.

તેમના કાવ્ય સંગ્રહ અનુનયનું ભાષાંતર ૧૯૯૩માં બ્રજેન્દ્ર ત્રિપાઠી દ્વારા કરવામાં આવ્યું હતું.


સાહિત્ય પ્રદાન

 કાવ્ય સંગ્રહ :

 પ્રથમ કાવ્ય સંગ્રહ : મર્મર (૧૯૫૪) પ્રગટ થયો.

સંકેત(૧૯૬૦)// વિસ્મય (૧૯૬૪)//સર્ગ (૧૯૬૯)//અંતરિક્ષ (૧૯૭૫)//અનુનય (૧૯૭૮)//મૃગયા// શૂળી પર સેજ (૧૯૮૮)//બે અક્ષર આનંદ ના (૧૯૯૨)// ધૃત વિલંબિત (૨૦૦૩)

વિવેચન :  આધુનિક કવિતા પ્રવાહ (૧૯૬૩) // આલોક (૧૯૬૬)

ટૂંકી વાર્તા: સ્વરૂપ અને સાહિત્ય (૧૯૬૮) //  ઝવેરચંદ મેઘાણી: જીવન અને સાહિત્ય   (૧૯૬૮)// રામનારાયણ વિ. પાઠક (૧૯૭૦)//  કાવ્યલોક(૧૯૭૪)// અર્થાત (૧૯૯૭)

આત્મકથા : વનાંચલ // તરુરાગ //

સંપાદન : કાવ્ય કોળીયાં – ૩ // ગુજરાતી ઊર્મિકાવ્યો

 આધુનિક કવિતા પ્રવાહ (૧૯૬૩), આલોક (૧૯૬૬), ટૂંકી વાર્તા: સ્વરૂપ અને સાહિત્ય (૧૯૬૮), ઝવેરચંદ મેઘાણી: જીવન અને સાહિત્ય (૧૯૬૮), રામનારાયણ વિ. પાઠક (૧૯૭૦), કાવ્યલોક (૧૯૭૪), અર્થાત (૧૯૯૭) અને ટૂંકી વાર્તા અને બીજા લેખો (૨૦૦૦)નો સમાવેશ થાય છે

સન્માન અને પુરસ્કાર

  • ૧૯૫૭ - કુમાર સુવર્ણ ચંદ્રક
  • ૧૯૬૪ - નર્મદ સુવર્ણ ચંદ્રક, વનાંચલ માટે.
  • ૧૯૭૪ - સોવિયેટ-નહેરુ એવોર્ડ
  • ૧૯૭૬ - રણજિતરામ સુવર્ણચંદ્રક
  • ૧૯૮૦ - સાહિત્ય અકાદમી પુરસ્કાર, અનુનય માટે.
  • ૧૯૮૨-૮૩ - ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક, મૃગયા માટે. ધનજી કાનજી ગાંધી સુવર્ણ ચંદ્રક, શૂળ ઉપર સેજ માટે.
  • ૨૦૦૩ - નરસિંહ મહેતા એવોર્ડ


જયંત પાઠક કવિતા પુરસ્કાર તેમના માનમાં અપાય છે.


 ૨૦૦૧માં તેમને પ્રેમચંદ સુવર્ણ ચંદ્રક રઘુવીર ચૌધરીની સાથે પ્રાપ્ત થયો હતો.


૧ સપ્ટેમ્બર ૨૦૦૩ના રોજ તેમના નાનપુરા, સુરત ખાતેના ઘરે તેમનું અવસાન થયું હતું


મર્મર (૧૯૫૪, બી. આ. ૧૯૫૭) : જયન્ત પાઠકનો કાવ્યસંગ્રહ. એમાં કવિતા-પ્રેયસીની આસનાવાસના કરતી કૃતિઓ; મુગ્ધતા અને પ્રસન્નતાના ભાવોને વણતાં પ્રણયકાવ્યો; સંતવાણીનું સ્મરણ; કરાવતાં જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિનાં કાવ્યો; માનવપ્રેમ, ધરતીપ્રીતિ, વ્યક્તિ અને સ્થળવિશેષનાં કાવ્યો છે. વિવિધ ઋતુઓનો રૂપવૈભવ આલેખતાં કાવ્યો અહીં ખાસ ધ્યાન ખેંચે છે. ‘બીજ’, ‘જિંદગી ને મરણ’, ‘અબોલા’ જેવાં મર્માળાં મુક્તકો; ‘ચંપાનો છોડ’, ‘ઉનાળો’, ‘પ્રેમઘટા ઝૂક આઈ’ જેવાં આકર્ષક ઉપાડનાં ગીતો તથા ‘મને થતું’ ‘ઉનાળાનો દિવસ’ જેવી સૌષ્ઠવયુક્ત સૉનેટરચનાઓ કવિની સૌન્દર્યાભિમુખતાની પ્રતીતિ કરાવે છે.


મૃગયા (૧૯૮૩) : ‘અનુનય’ના પ્રકાશન પછીના સમયગાળાની, જયન્ત પાઠકની ઇકોતેર કાવ્યરચનાઓનો સંગ્રહ. વન, નદી, પહાડ અને વરસાદને અંકે કરતી કૃતિઓમાં પ્રકૃતિનાં વિવિધ સ્વરૂપોને મૂર્ત કરતાં કરતાં કવિ સ્વચિત્તની ભાવક્ષણોને પણ ઉઘાડ આપે છે. વર્ણનોની ચમત્કૃતિ આયાસપૂર્ણ નથી ત્યાં આસ્વાદ્ય છે. ફળવતી નદીને લક્ષ્ય કરીને લખાયેલી કેટલીક રચનાઓમાં આ સંગ્રહનો વિશેષ પ્રગટ્યો છે.


વનાંચલ (૧૯૬૭) : જયન્ત પાઠકની સ્મૃતિકથા. એમાં શૈશવના આનંદપર્વનું વિષાદમધુર સંસ્મરણ છે. બાર પ્રકરણોમાં વિસ્તરેલી આ કથાનો આરંભ પૂર્વ-પંચમહાલના પ્રાકૃતિક, સાંસ્કૃતિક, ભૌગોલિક પરિવેશથી થાય છે. બાળક બચુના શિશુજીવનમાં એ સઘળું ક્રમેક્રમે અનાયાસ પરોવાતું જાય છે. અંતે સાડા ત્રણ દાયકા પછી ફરી વતનમાં ગયેલા લેખક પ્રકૃતિ પર આધુનિક સભ્યતાની-સંસ્કૃતિની સરસાઈ જુએ છે અને પોતાને પોતાના જ વતનમાં અજાણ્યા અનુભવે છે. અહીં શિશુવયના નિર્ભેળ રોમાંચની સુષ્ટિ તો ખૂલે જ છે, પણ સાથે વતનની આદિવાસી પ્રજાની ગરીબી, ભૂખમરો, અજ્ઞાન, વહેમ, લાચારી, ઇમાનદારી, એમના પર થતા જુલમ-સિતમ, એમના હરખશોકની આર્દ્ર-વેદનશીલ હૃદયમાં અંકિત છબિ પણ ઊપસે છે. કૃતિનું સર્જક ગદ્ય નોંધપાત્ર સિદ્ધિ દર્શાવે છે

ચિતારો

અજબ મિલાવટ કરી
ચિતારે રંગપ્યાલીઅો ભરી !
એક લસરકે ઊગી નીકળ્યાં
જંગલ જંગલ ઝાડ;
ટપકે ટપકે ફૂટી નીકળ્યા
ધરતી પરથી પ્હાડ !
ઘટ્ટ નીલિમા નરી.

જરાક ખંખેરી પીંછી ત્યાં
ફૂલને લાગી છાંટ;
ફૂંક મારતાં ફેલાયા શા
સાગર સાત અફાટ !
જલરંગે જલપરી !

લૂછતાં વાદળ પોતે ઊઘડ્યા
ઇન્દ્રધનુના રંગ,
રંગરંગમાં લીલા નિજની
નીરખે થઈને દંગ !
ચીતરે ફરી ફરી !


રોકો વસંતને

આવતી રોકો વસંતને
મારે આંગણિયે ફૂલડાંના ફાલ
લાવતી રોકો વસંતને

એ તો આંગણને આંબલિયે ટહૂકો કરે,
અહીં એકલડું ઉર મારું હીબકાં ભરે
કોઇ હેતસૂના હૈયાની ડાળ
હલાવતી રોકો વસંતને.

શાને શીળો સમીર બની અંગે અડે!
મારા ઝૂરતાં જીવન સાથ રંગે ચડે!
એની વેણુમાં વેદનાનું વહાલ
વહાવતી રોકો વસંતને.