મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

Showing posts with label શહીદ દિવસ. Show all posts
Showing posts with label શહીદ દિવસ. Show all posts

22 March, 2021

શહીદ દિવસ

 23 માર્ચ

આઝાદીના જોશીલા વીરોને શત શત નમન



એ વતન, એ વતન હમકો તેરી કસમ, 

તેરી રાહો મે જાન તક લૂટા જાયેંગે,

ફૂલ ક્યા ચીજ હે, તેરે કદમો મે હમ 

ભેટ અપને સરો કી ચઢા જાયેંગે.

આ પંક્તિને ખરા અર્થમા સાર્થક કરનાર ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ, જેમને વતન માટે પોતે ફાંસીના માંચડે લટકી ગયા અને પોતાનું કર્તવ્ય નિભાવી ગયા, આવા અનેક શહિદોની શહિદીને યાદ કરવાનો દિવસ એટલે આજનો દિવસ.

ભગતસિંહ, સુખદેવ થાપર અને શિવરામ રાજગુરુને  23 માર્ચ 1931ના   રોજ સાંજે 7:33 કલાકે  અંગ્રેજ સરકાર દ્વારા નિર્દયતાપૂર્વક ફાંસી અપાઈ. ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુએ દેશ માટે થઈને શહીદી વહોરી લીધી હતી. એ સોમવારનો દિવસ હતો. એવું કહેવાય છે કે એ સાંજે સેન્ટ્રલ જેલમાં પંદર મિનિટ સુધી ઇન્કલાબ ઝિંદાબાદના નારા ગુંજી રહયા હતા, ત્યારથી આપણા દેશમાં આ દિવસને શહીદ દીન તરીકે ઉજવવાય છે.

દેશની સ્વાતંત્ર્ય ચળવળના ત્રણ દિવાના - ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને 90 વર્ષ પહેલા આજની જ તારીખે બ્રિટિશ શાસકોએ ફાંસી આપી હતી, આ સમયે ભગતસિંહ 23 વર્ષના, સુખદેવ 23 વર્ષના અને રાજગુરુ 22 વર્ષના હતા.

આ ત્રણેય ક્રાંતિકારીઓ ફાંસી પર ચઢતા પહેલા  લેનિનનું નહીં પરંતુ રામ પ્રસાદ બિસ્મલનું જીવનચરિત્ર વાંચી રહ્યા હતા.જ્યારે જેલનો અધિકારી તેઓને ફાંસી આપવા  માટેની સૂચના આપવા આવ્યો ત્યારે ક્રાંતિકારીઓએ તેમને કહ્યું કે,અમે એકબીજાને ભેટી લેવા માંગીએ છીએ.

 


1931ની 23 માર્ચે ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને લાહોર સેન્ટ્રલ જેલમાં ફાંસી આપવામાં આવી હતી. બાદમાં પંજાબના ફિરોઝપુર જિલ્લાના હુસૈનીવાલા ખાતે સતલજ નદીના કાંઠા પર તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. એ જ જગ્યાએ સ્મારક બનાવવામાં આવ્યું છે.



17 ડિસેમ્બર 1928ના રોજ લાહોરમાં સાંડર્સની હત્યા અને 8 એપ્રિલ 1929ના રોજ દિલ્હીની કેન્દ્રીય એસમ્બલીમાં ભગત સિંહ અને બટુકેશ્વર દત્તે ફેંકવાની ઘટના પહેલા ભારતની જનતાને ભગત સિંહ વિશે વધુ જાણકારી નહોતી. પરંતુ આ ઘટનાઓ બાદ હિન્દુસ્તાન જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ભગત સિંહનું નામ ગૂંજવા લાગ્યું. 23 માર્ચે ભગત સિંહને ફાંસી આપવામાં આવી હતી

24 માર્ચ 1931ના રોજ ત્રણેયને એક સાથે ફાંસી આપવાની સજા સંભળાવવામાં આવી. તેમની ફાંસીની વાત સાંભળીને લોકો એટલા ભડકી ચુક્યા હતા કે તેમણે મોટી ભીડ એકત્ર કરીને એ જેલને ઘેરી લીધી હતી.

અંગ્રેજ એટલા ભયભીત હતા કે ક્યાક વિદ્રોહ ન થઈ જાય એ વાતને ધ્યાનમાં રાખતા તેમણે એક દિવસ પહેલા મતલબ 23 માર્ચના રોજ 1931ની રાત્રે જ ભગત સિંહ, સુખદેવ અને રાજગુરૂને ફાંસી આપી દીધી અને ચોરી છુપીથી તેમના શબોને જંગલમાં લઈ જઈને સળગાવી દીધુ. જ્યારે લોકોને આ વાતની જાણ થએ તો તેઓ ગુસ્સામાં એ બાજુ ભાગી આવ્યા.

પોતાનો જીવ બચાવવ અને પુરાવા મટાડવા માટે અંગ્રેજોએ એ વીરોની અડધી સળગેલી લાશોને ખૂબ જ નિર્દયતાથી નદીમાં ફેંકાવી દીધી. નાની વયમાં આઝાદીના દીવાના ત્રણેય યુવા પોતાના દેશ માટે કુર્બાન થઈ ગયા.

1907ની 28 સપ્ટેમ્બરે જન્મેલા ભગતસિંહ કિશોરવયથી જ ક્રાંતિકારી વિચારો ધરાવતા હતા અને બ્રિટિશરોના દમન સામે તેમણે જે સાહસ બતાવ્યું હતું તેને કારણે ભગતસિંહ હંમેશ માટે યુવાનોના આદર્શ બની ગયા.

1919ની 13મી એપ્રિલે અમૃતસરના જલિયાંવાલા બાગમાં એકત્ર થયેલા સ્વતંત્રતા સેનાનીઓ પર જનરલ ડાયરે અંધાધૂંધ ગોળીબાર કર્યો એ ઘટનાની ભગતસિંહ ઉપર ઘેરી અસર થઈ અને ત્યારપછી તેમણે અભ્યાસ પણ છોડી દીધો અને સ્વતંત્રતા સંગ્રામમાં જોડાઈ ગયા.

પંજાબી ઉપરાંત હિન્દી, અંગ્રેજી, ઉર્દુ તેમજ બાંગ્લા ભાષાઓ પણ ભગતસિંહ જાણતા હતા. અંગ્રેજોના સકંજામાંથી દેશને સ્વતંત્ર કરાવવા માટે 'હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિક એસોસિએશન' આયોજન અને અમલની વચ્ચે સમય મળે ત્યારે વાચન-લેખન પણ પુષ્કળ કરતા.

1929ની 8મી એપ્રિલે અંગ્રેજોની સેન્ટ્રલ એસેમ્બલીમાં બોંબ ફેંક્યા પછી ભાગી જવાને બદલે પકડાઈ ગયા ત્યારથી 1931ની 23 માર્ચ સુધી તેઓ જેલમાં જ હતા અને એ દરમિયાન વિવિધ અખબાર-સામયિકમાં લેખ લખવા ઉપરાંત સાથીદારો અને પરિવાર સાથે પત્ર વ્યવહાર દ્વારા સંપર્કમાં રહેતા. આ પત્રો અને લેખો હજુ પણ યુવાનો માટે પ્રેરણાદાયી છે.

શહીદ-એ-આઝમ ભગત સિંહ, સુખદેવ અને રાજગુરૂ આ ત્રણેયની શહાદતને સમગ્ર સંસાર સન્માનની નજરથી જુએ છે અને ભારતીય સ્વતંત્રતા સંગ્રામના ઈતિહાસમાં આ એક મહત્વપુર્ણ ઘટના માનવામાં આવે છે

લાલા લજપતરાયજીના મોતનો બદલો લેવા માટે 17 ડિસેમ્બર 1928ના રોજ ભગત સિંહ અને રાજગુરૂએ અંગ્રેજ ઓફિસર સાંડર્સ પર ગોળીઓ વરસાવી અને ત્યાથી ભાગી નીકળ્યા. જો કે તેઓ રક્તપાતના પક્ષમાં નહોતા પણ અંગ્રેજોના અત્યાચારો અને મજૂર વિરોધી નીતિયોએ તેમની અંદર આક્રોશ ભડકાવ્યો હતો. અંગ્રેજોને એ બતાવવા માટે કે હવે તેમના અત્યાચારોથી તંગ આવીને આખુ હિન્દુસ્તાન જાગી ઉઠ્યુ છે. ભગત સિંહે કેન્દ્રીય અસેમ્બલીમાં બોમ્બ ફેંકવાની યોજના બનાવી. તેઓ એ પણ ઈચ્છતા હતા કે કોઈપણ રીતે રકતપાત થાય નહી.

આ કામ માટે તેમના દળની સર્વસંમતિથી ભગત સિંહ અને બટુકેશ્વર દત્તને આ કામ માટે પસંદ કરવામાં આવ્યા. કાર્યક્રમ મુજબ 8 એપ્રિલ 1929 ના રોજ અસેમ્બલીમાં એવા સ્થાન પર બોમ્બ ફેંકવામાં આવ્યો જ્યા કોઈ હાજર નહોતુ. ભગત સિંહ ઈચ્છતા તો તેઓ ત્યાથી ભાગી શકતા હતા પણ તેમણે ત્યા જ પોતાની ધરપકડ આપી. ઈંકલાબ જીંદાબાદ ના નારા લગાવતા તેમણે અનેક પરબડિયા હવામાં ઉછાળ્યા જેથી લોકો સુધી તેમનો સંદેશ પહોંચી શકે


દેશના ઘણા લોકોએ આઝાદી માટે પ્રાણ આપી દીધા છે.જેઓને આજે આપણે યાદ કરવાનું કઈ રીતે ભુલી શકીએ….દેશના આ શહીદ વીરોને આજના દિવસે સત્ સત્ નમન…

આઝાદ ભારત નાં 'જતન' કાજે
હસતાં હસતાં
ફાંસી ચડ્યા 'વતન' કાજે"

મરને કે બાદ ભી જીસકે નામ મે જાન હે
એસે જાંબાઝ શહિદ હમારે ભારત કી શાન હે.

ભગતસિંહ વિશે વધુ માહિતી મેળવવા અહિ ક્લિક કરો.

સુખદેવ વિશે વધુ માહિતી મેળવવા અહિ ક્લિક કરો

રાજગુરુ વિશે વધુ માહિતી મેળવવા અહિ ક્લિક કરો