મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

Showing posts with label વિશ્વ રંગભૂમિ દિવસ. Show all posts
Showing posts with label વિશ્વ રંગભૂમિ દિવસ. Show all posts

26 March, 2021

વર્લ્ડ થિયેટર ડે(વિશ્વ રંગભૂમિ દિવસ)

 27 માર્ચ


આ વિશ્વ એક રંગભૂમિ છે અને આપણે તેના પાત્રો -શેકસપીયર

જ્યાં ભાષા જીવે છે ત્યાં સંસ્કૃતિ જીવે છે . રંગમંચ  એ ભાષાઅને સાહિત્યને  જીવાડવાનો અને સમૃદ્ધ બનાવાનો એક પ્રયાસ જ  છે



 રંગભૂમિના મૂળ આપણને વેદ-ઉપનિષદમાં જોવા મળે છે. આ ટેહલતો માનવ મહેરામણ એની પાત્ર સૃષ્ટિ છે. સર્જનહાર આ રંગભૂમિનો સૂત્રધાર છે

 ૧૯૬૧માં યુનેસ્કો દ્વારા યોજાયેલી મીટીંગ યોજાય તેમાં ૧૪૫ દેશોના રસિકો બે ભાગ લીધો. ગુજરાતમાંથી ચં.ચી. મહેતા  પણ જોડાયેલ ને એમની લાગણી માંગણી ની વિનંતીની માન આપીને ૨૭ માર્ચ વિશ્વ રંગભૂમિ દિવસ ઉજવવાનું નકકી કરાયું હતું. વિશ્વ રંગ ભૂમિ દિવસની શરૂઆત ૧૯૬૧માં ઇન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટિટયુટ (આઇ.ટી.આઇ.) ફ્રાન્સમાં કરવામાં આવી હતી. 

સત્યાવીસ માર્ચને ‘વર્લ્ડ થિયેટર ડે યાને કે વિશ્વ રંગભૂમિ દિન નક્કી કોને કર્યો? ચાલો જાણીએ. બીજા વિશ્વયુદ્ધ પછી જગત બે ભાગમાં વહેંચાઈ ગયેલું. એક તરફ સામ્યવાદી દેશો અને બીજી તરફ મુક્ત અર્થતંત્રની હિમાયત કરતાં દેશો અને શીત યુદ્ધની દહેશત બધે ફેલાઈ ગયેલી. આવા કઠિન સમયે યુનેસ્કોના પ્રથમ ડિરેક્ટર જનરલ સર જુલિયન હક્સલી ( પ્રખ્યાત અંગ્રેજ લેખક આલ્ડ્સ હક્સલીના ભાઈ ને બાયોલોજીમાં નોબેલ પ્રાઈઝ મેળવનારા એન્ડ્રુસનાં સાવકા ભાઈ) તથા પ્રખ્યાત લેખક,નાટ્યકાર જે બી પ્રીસ્ટલીની આગેવાની હેઠળ ઈ.સ. 1948માં યુનેસ્કોના સહકારથી આઈટીઆઈ એટલે કે ‘ધ ઇન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટિટ્યૂટ’ની સ્થાપના થઇ. પેરિસમાં મુખ્ય મથક ધરાવતી આ સંસ્થાના દુનિયાના લગભગ બધા જ દેશો સભ્ય છે. આ અંતરરાષ્ટ્રીય સંસ્થાનું ધ્યેય છે યુનેસ્કોના કલા, સંસ્કૃતિ, શિક્ષણના વિકાસ ને જાળવણી માટે ટેકો પૂરો પાડવો. યુનેસ્કોની સાથે  સંલગ્ન રહી પર્ફોર્મિંગ આર્ટ્સના સભ્યોને પ્રોત્સાહન તથા તેમની સ્થિતિ સુધારવી અને પર્ફોર્મિંગ આર્ટ્સનો શાંતિ અને ભાઈચારા માટે ઉપયોગ કરવો. 


સમયાંતરે દરેક કલાના ક્ષેત્રની ટેકનોલોજી બદલતી રહી છે આધુનીક યુગ હાઇટેક ટેકનોલોજીનો યુગ માનવામાં આવે છે. મેકઅપ, કેમેરા, લાઇટસ, સાઉન્‍ડ, લેપટોપ, પેનડ્રાઇવ, ટેબલેટ, ર્પોટેબલ હાર્ડડિસ્‍ક, એડીટીંગ વગેરેમાં અલ્‍ટ્રા મોર્ડન ડીઝીટલ ટેકનોલોજીનો ઉપયોગ થઇ રહ્યો છે.

વર્તમાન સમયમાં પર્ફોર્મિંગ આર્ટ્સની એ  મોટામાં મોટી સંસ્થા બની ગઈ છે. તેના નેવું જેટલા કેન્દ્રો દુનિયાના દરેક ખંડમાં આવેલા છે. હિન્દુસ્તાનમાં પુણે શહેરમાં આઈટીઆઈનું કેન્દ્ર આવેલું છે અને સુષ્મા દેશપાંડે નામના મરાઠીની  જાણીતી અભિનેત્રી અને દિગ્દર્શિકા એની પ્રમુખ છે.આ સંસ્થાના ધ્યેય છે:

- પર્ફોર્મિંગ આર્ટસ સાથે સંકળાયેલી દુનિયાની દરેક વ્યક્તિ વચ્ચે જ્ઞાન અને પ્રેક્ટિસનું આદાનપ્રદાન. 

- આવી વ્યક્તિઓ માટે સહકારનો તખ્તો પૂરો પાડવો.

- લોકો વચ્ચે શાંતિ અને ભાઈચારો વધે એ માટે પર્ફોર્મિંગ આર્ટસનો ઉપયોગ કરવો.

- યુનેસ્કોના ધ્યેય અને વિચારોની રક્ષા કાજે ઝઝૂમવું.

- રાજકીય ને સામાજિક ભેદભાવો મટે એ દિશામાં કામ કરવું.

ભગવદ ગોમંડલ' ગ્રથના આધારે માની શકાય કે પૂર્વ ૧૨૮૦માં ગુજરાતીમાં પહેલું નાટક લખાયેલુ ત્‍યારબાદ ૧૮૫૧ ‘નર્મદે', ‘બુધ્‍ધિવર્ધક' નામની સંસ્‍થા શરૂ કરી એજ અરસામાં શેકસપિયર કલબની સ્‍થાપના મુંબઇમાં થઇ. આ સમયને ગુજરાતી રંગભૂમિનો ઉદભવ સમય હોવાનું આ ગ્રંથ લખે છે. એ સમયમાં સ્ત્રી પાત્રો રંગમંચ ઉપર આવતા નહિ તેથી પુરૂષો જ સ્ત્રી પાત્રોના અભિનય ભજવતા.

ચાલો, ઇન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટિટ્યૂટ તો બન્યું પણ વિશ્વ રંગભૂમિનો વિચાર ક્યારે ને કેવી રીતે આવ્યો એ જાણીએ. ભારતીય અને ખાસ કરીને ગુજરાતી તરીકે આપણને સૌને ગૌરવ થાય એવી બાબત એ છે કે ઈ.સ. 1960/61માં આ સંસ્થાની ઓસ્ટ્રિયાના વિયેના શહેરમાં ભરાયેલી બેઠકમાં ગુજરાતના સુપ્રસિદ્ધ  લેખક નાટ્યકાર, નાટ્ય પ્રશિક્ષક, બાંધ ગઠરિયા, છોડ ગઠરિયા,નાટ્ય ગઠરિયાના લેખક, ગુજરાતી આધુનિક રંગભૂમિના પ્રણેતામાંના એક, દેશમાં નાટક માટે સૌ પ્રથમ યુનિવર્સિટીમાં ડિગ્રી કોર્સ શરુ કરાવનાર એવા ચં. ચી ઉર્ફે સી.સી. મહેતા ઉર્ફે ચંદ્રવદન ચીમનલાલ મહેતાએ વિશ્વ રંગભૂમિ દિવસ ઉજવવાનો પ્રસ્તાવ મુક્યો. સત્યાવીસ માર્ચ ‘વિશ્વ થિયેટર દિવસ’ તરીકે ઉજવવાનું  કારણ, આ દિવસે પેરિસમાં  થિયેટર ઓફ નેશન્સ નામનો કાર્યક્રમ યોજાયેલો.  

આ દિવસ કેવી રીતે આઈટીઆઈ ઉજવે છે? દુનિયાભરના પ્રસિદ્ધ નાટ્યકર્મીઓમાંથી કોઈ એકનું ચયન કરે અને એનો થિયેટર સંબંધિત સંદેશો પ્રસિદ્ધ કરે. પેરિસમાં આ દિવસે પેલી વ્યક્તિ એના સંદેશાનું જાહેર કાર્યક્રમમાં એનું પઠન કરે અને એ સાથે થિયેટરના દ્રશ્યો ભજવાય. સંદેશાનું ઘણી બધી ભાષાઓમાં તરજુમો થાય અને વિવિધ મીડિયા પરથી એનું પ્રસારણ થાય. ઈ.સ. 1962માં જેને પ્રથમવાર આ સંદેશ આપવાનું બહુમાન મળ્યું એ હતા ફ્રાન્સના જ સુપ્રસિદ્ધ નાટ્યકારને ફિલ્મ સર્જક એવા ઝ્યાં કોકટુ. અત્યાર સુધીમાં ભારતમાંથી કોઈને આ બહુમાન મળ્યું છે કે નહિ એવો પ્રશ્ન ઉદ્ભવે તો જણાવીએ કે કન્નડ ભાષામાં નાટકો લખતા, ફિલ્મ સાથે અભિનેતા અને દિગ્દર્શક તરીકે સંકળાયેલા  ભારતના ખ્યાતનામ ગિરીશ કર્નાર્ડને આ બહુમાન ઈ.સ. 2002માં મળેલું. ગયા વર્ષે એક ને બદલે સંસ્થાએ પાંચ રંગકર્મીઓને આ સંદેશ આપવા પસંદ કરેલા એમના એક હતાં નેશનલ સ્કુલ ઓફ ડ્રામાના વિદ્યાર્થી અને પછી શિક્ષક ,સંચાલક તરીકે જોડાયેલા અભિનેતા, લેખક, દિગ્દર્શક અને થિયેટર પ્રશિક્ષક એવા રામ ગોપાલ બજાજને આ બહુમાન મળેલું. આ વરસે થિયેટર જોગ સંદેશો આપવા માટે ક્યુબાના હવાના શહેરમા વસતાં ઊંચા ગજાના નાટ્યલેખક, નાટ્યપ્રશિક્ષક, દિગ્દર્શક એવા કાર્લોસ શેલ્ડરનને સન્માન મળ્યું છે. 

મહાત્મા ગાંધી સત્યના પ્રયોગો મા લખે છે કે મને સત્ય બોલવાની પ્રેરણા રાજા હરિશ્ચંદ્રના નાટક જોઈ ને મળી હતી

સંસ્કૃત સાહિત્યનાં પ્રથમ નાટ્યકાર મહાકવિ ભાસ
ઇ સ.પૂર્વે ચોથી સદીમાં થઇ ગયેલા ભાસ સંસ્કૃત સાહિત્યનાં પ્રથમ નાટ્યકાર છે.

સંસ્કૃત નાટકો માટે કહેવાયું છે-

'काव्येषु नाटकं रम्यम्'

'કાવ્યોમાં નાટક રમણીય છે'

કારણ કે નાટક દૃશ્ય=જોઈ શકાય અને શ્રાવ્ય=સાંભળી ને આસ્વાદ લઇ શકાય એમ બન્ને પ્રકારનું કાવ્ય છે. જોઈ શકાતું હોવાથી નાટક ને 'રૂપક' પણ કહેવાય છે.

ભરતમુનિએ नाट्यशास्त्रम्  નામક ૩૬ અધ્યાયનો વિશાળ ગ્રંથ લખ્યો છે જેમાં નાટક ના અથ થી ઇતિ વિષેનું બધું જ સમાવી લેવામાં આવ્યું છે. આમાં નાટકનું લક્ષણ આપતાં તેઓ એ લખ્યું છે-

'अवस्थानुकृतिर्नाट्यम्'
નટો = અભિનેતો દ્વારા રામ વગેરે મહાન ચરિત્રોના જીવનની જુદી જુદી અવસ્થાઓનું અનુકરણ એટલે નાટ્ય.

નાટકનું કથાવાસ્તુ ત્રણ પ્રકારનું હોય છે

૧.પ્રખ્યાત - રામાયણ, મહાભારત,પૌરાણિક કથાઓ વગેરે આધારિત.

૨.કાલ્પનિક - પ્રખ્યાત આધાર નહીં તેવું, કવિએ પોતાની કલ્પના શક્તિથી લખેલ.

૩.મિશ્ર - પ્રખ્યાત અને કાલ્પનિક બંને ભેગું કરેલું.


સંસ્કૃત નાટ્યસાહિત્યકારો એ ધીરતા નો ગુણ મુખ્ય રાખી અન્ય ગુણો સાથે નાયકનાં ચાર પ્રકારો બતાવ્યા છે-

૧.ધીરશાન્ત અથવા ધીરપ્રશાંત - ધીર અને શાંત સ્વભાવ વાળો નાયક

૨.ધીરોદાત્ત - ધીર અને ઉદાત્ત સ્વભાવનો.

૩.ધીરોદ્ધાત - ધીર અને ઉદ્ધત સ્વભાવ વાળો.

૪.ધીરગંભીર - ધીર અને ગંભીર સ્વભાવવાળો.


કાલિદાસ સંસ્કૃત ભાષાના એક પ્રખર કવિ હતા. તેઓને મહાકવિ કાલિદાસનું બિરુદ આપવામાં આવ્યું છે. કાલિદાસે કુલ સાત રચનાઓનું સર્જન કર્યું હોવાનું માનવામાં આવે છે. આ રચનાઓ પૈકીના ચાર મહાકાવ્યો તથા ત્રણ નાટકો છે. તેમની રચનાઓમાં "મેઘદૂતમ્", "ઋતુસંહારમ્", "કુમારસંભવમ્" અને "રઘુવંશમ્" એ ચાર મહાકાવ્યો છે અને "અભિજ્ઞાન શાકુંતલમ્", "વિક્રમોર્વશીયમ્" તથા "માલવિકાગ્નિમિત્રમ્" નાટકો સૌથી વધુ જાણીતી રચનાઓ છે. જર્મન કવિ ગેટે તેમના નાટક અભિજ્ઞાન શાકુંતલમ્‌થી ખુશ થઈને તેને માથે મુકીને નાચ્યા હતા



રેડિયો આકાશવાણીના 375-400 નાટકોમાં સ્વર-અભિનય કરી ચૂકેલાં નાટ્યકાર કૌશિક સિંધવને દિલ્હી આકાશવાણી તરફથી એ-ગ્રેડના કલાકાર તરીકેનો ખિતાબ મળી ચૂક્યો છે. 1975ની સાલથી રેડિયો સાથે જોડાયેલાં કૌશિક સિંધવને ગુજરાત ગૌરવ પુરસ્કાર ઉપરાંત, મોરારિ બાપુના હસ્તે રામજી વાણિયાની સ્મૃતિમાં બહાર પાડેલો અવોર્ડ, અભિનય રત્નાકર અવોર્ડ તેમજ સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ તરફથી વિજયભાઈ ધોળકિયા સ્મૃતિ-અવોર્ડ આપવામાં આવ્યા છે. ગુજરાતના પ્રમુખ કલાવિદ્દ તરીકે રાષ્ટ્રપતિ ભવન તરફથી પણ એમને તેડું મોકલવામાં આવ્યું હતું.

રાજકોટના 75 વર્ષીય નાટ્યકાર કૌશિક સિંધવની! જેમને 2013-14ની સાલમાં ગુજરાત સરકાર દ્વારા જેમને 'ગૌરવ પુરસ્કાર' અનાયત થઈ ચૂક્યો છે એવા કૌશિક સિંધવ હાલ રાજકોટમાં 'નાટ્ય ફળિયું' નામની પ્રવૃતિ ચલાવી રહ્યા છે. આજથી પાંચેક વર્ષ પહેલાં (2015ની સાલ) એટલે કે 70 વર્ષની ઉંમરે એમણે પોતાના ઘર પર જ 'નાટ્ય ફળિયુ' શરૂ કર્યુ. 27 માર્ચ, 2015 વિશ્વ રંગભૂમિ દિને રાજકોટનું પહેલું વ્યક્તિગત નાટ્ય ફળિયું શરૂ થયું. 

ગુજરાતી રંગભૂમિના પિતા રણછોડભાઇ ઉદયરામ દવેને ઓળખવમા આવે છે.



ગુજરાતમા ભવાઈ.ભવાઈનો ઈતિહાસ ખુબ જ જુનો છે. ભવાઈની વાત આવે એટલે તેના રચયિતા અસાઈત ઠાકર યાદ આવે.ભવાઈનો વેશ રચનાર અસાઈત ઠાકર 14 મી સદીમા થઈ ગયા. તેમને રીવાજ અને લોકજાગૃતિ માટે 360 વેશો રચ્યા હતા. જેમા પુરબીયો,કાનગોપી,જુઠણ,લાલબટાઉ,જોગી જોગણ,જસમા ઓડણ,વણઝારા નો વેશ,મણીયારો ના વેશો જાણીતા છે. ભવાઈમા બધા પાત્રો પુરુષો દ્રારા જ ભજવાય છે. સ્ત્રીનુ પાત્ર પણ પુરુષ જ ભજવે છે. ભવાઈનુ પાત્ર ભજવનારને કયારેય માઈકની જરુર પડતી નથી. બુલંદ અવાજે તેઓ ભવાઈ ભજવતા. ભવાઈ એ તો ગુજરાતી રંગભૂમિ અને નાટકોની ગંગોત્રી છે.  ભવાઈમા ભૂંગળ,તબલા,વાજા પેટી અને ઝાંઝ નો જ તાલ લેવાતો.


 ૧૭૭૬ માં અંગ્રેજોએ મુંબઇના ફોર્ટ એરીયામાં પહેલું થિયેટર બનાવ્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે લતેશ શાહ લિખીત અને દિગ્દર્શિત  ‘ચિત્કાર’ નાટક સતત રપ વર્ષો સુધી દેશ વિદેશમાં ભજવાયું આજ સુધી પટનાટકમાં જુદા જુદા રપ૦ કલાકારોએ કામ કર્યુ છે. બધા જ બદલાયા પણ મુખ્ય પાત્રમાં સુજાતા મહેતા દર વખતે હતા. જે એક રેકોર્ડ બ્રેક છે. આ નાટક પરથી ગત વર્ષે ગુજરાતી ફિલ્મ બની હતી. સુજાતા મહેતાએ ‘પ્રતિઘાત’, યતીન જેવી વિવિધ ફિલ્મોમાં અભિયાન પણ આપ્યો છે.


યુવા વર્ગને ગમતા નાટકો

* અમે લઇ ગયાં, તમે રહી ગયા

* લગે રહો ગુજુભાઇ

* વેઇટીંગ રૂમ

* ગુજજુભાઇ દબંગ

* ગુજજુભાઇ સીરીઝ

* પત્તાની જોડ

* સુંદર બે બાયડી વાળો

* બૈરાઓનો બાહુબલી

* પ્રેમનો પ્બીલક ઇસ્યુ

* ૧૦૨ નોટ આઉટ

* કાનજી  દ/ત  કાનજી (ઓય માય ગોડ ફિલ્મ બની)

* કોડ મંત્ર

* સફરજન

* બા એ મારી બાઉન્ડરી

* ચિત્કાર

* લાલી -લિલા

* જલ્સા કરો જયંતિ લાલ

* આઇ.એન.ટી.ના ખેલંદો, લાક્ષા મહેલ