પી.વી. સિંધુ
(બેડમિન્ટન ખેલાડી, બેડમિન્ટન ક્વીન)
પુરુ નામ: પુસરલા વેંકટ સિંધુ
જન્મતારીખ: 5 જુલાઇ 1995
જન્મસ્થળ: હૈદરાબાદ
પિતાનું નામ: પી.વી.રમણ
માતાનું નામ: પી, વિજયા
પી.વી. સિંધુ એ એક ભારતીય બેડમિન્ટન ખેલાડી છે
પી.વી.સિંધુ, જેણે પોતાની મહેનત અને સમર્પણના આધારે રમતગમતની દુનિયામાં સફળતા મેળવી છે, તે આજે દેશની લાખો છોકરીઓ માટે પ્રેરણારૂપ છે.
તેણીએ આઠ વરસની ઉંમરથી બેડમિન્ટન રમવાનુ શરુ કર્યુ હતુંં
૨૦૦૧ ના ઓલ ઈંગ્લેન્ડ ઓપન બેડમિંટન ચેમ્પિયન પુલેલા ગોપીચંદની સફળતાથી પ્રેરણા લઇને તેમણે બેડમિન્ટન રમવાનુ નક્કી કર્યુ. ગોપીચંદ પી.વી,સિંધુના આદર્શ અને ગુરુ છે.
ખૂબ જ નાની ઉંમરે સિંધુની ગણતરી વિશ્વના અગ્રણી મહિલા બેડમિંટન ખેલાડીઓમાં થવા માંડી છે. તે ભારતની મહિલા ખેલાડી છે જેણે ઓલિમ્પિકમાં મેડલ જીત્યો હતો. સિંધુને વર્લ્ડ સ્ટેજ પર માન્યતા મળી જ્યારે તેણીએ ૨૧ સપ્ટેમ્બર 2012 માં બેડમિંટન વર્લ્ડ ફેડરેશન દ્વારા જાહેર કરાયેલ રેન્કિંગમાં 20 મા ક્રમે આવ્યા. તેણે 17 વર્ષની ઉંમરે આ સિદ્ધિ હાંસલ કરી હતી.
પી.વી.સિંધુ ઓલિમ્પિક રમતોમાં સિલ્વર મેડલ જીતનાર દેશની પ્રથમ મહિલા રમતવીર છે. પીવી સિંધુએ 2016 રિયો ઓલિમ્પિક રમતોમાં બેડમિંટન મહિલા સિંગલ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો. એટલું જ નહીં, વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયનશીપમાં પાંચ મેડલ જીતનાર તે વિશ્વની બીજી ખેલાડી પણ છે. પી.વી.સિંધુએ પણ ફોર્બ્સ હાઇસ્ટ-પેઇડ ફીમેલ એથ્લેટ્સમાં પોતાનું સ્થાન બનાવ્યું છે, જે કોઈપણ ભારતીય માટે ગૌરવની વાત છે.
૧૦ ઓગસ્ટ ૨૦૧૩ના રોજ સિંધુ વિશ્વ પ્રતિયોગિતામાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય બેડમિન્ટન ખેલાડી બની હતી.
પીવી સિંધુએ અત્યાર સુધીમાં ઘણા રાષ્ટ્રીય સન્માન જીત્યા છે. રાજીવ ગાંધી ખેલ રત્ના ઉપરાંત તેમને પદ્મશ્રીથી પણ નવાજવામાં આવ્યા છે. આ ઉપરાંત ગયા વર્ષે જાન્યુઆરીમાં તેમને પદ્મ ભૂષણ એવોર્ડ પણ મળ્યો હતો.
૩૦ માર્ચ ૨૦૧૫ના દિવસે તેણીને ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રી એનાયત થયો હતો.
ઓલમ્પિક સિલ્વર મેડલ વિનર પી વી સિંધુએ બીડબલ્યૂએફ (વર્લ્ડ બેડમિંટન અસોસિએશન) વર્લ્ડ રેંકિંગમાં ટોપ 2માં પોતાનું સ્થાન બનાવી લીધું છે. કોઈ પણ ભારતીય બેડમિંટન ખેલાડી માટે આ શ્રેષ્ઠ રેંકિંગ છે.
સિંધુને ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સ્પોર્ટસ અવોર્ડસ (TOISA)માં પણ સ્પોર્ટસ પર્સન ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવી હતી. સ્પેનની કેરોલિન મારિનને હરાવીને સિંધુએ થોડા સમય પહેલા જ ઈન્ડિયા ઓપન ચેમ્પિયનનું ટાઈટલ પણ પોતાના નામે કરી લીધું છે.
૧૮ ઓગસ્ટ ૨૦૧૬ ની તારીખે તેણી ઓલિમ્પિક બેડમિન્ટનના ફાઇનલમાં પ્રવેશનાર પ્રથમ ભારતિય મહિલા બની. સેમી ફાઇનલ મેચમાં તેણીએ જાપાનની નોઝોમી ઑકુહારાને હરાવી હતી.
. ૧૯ ઓગસ્ટ, ૨૦૧૬ના દિવસે તેણીએ ૨૦૧૬ની રીઓ ઓલિમ્પિકની ફાઇનલમાં રજત ચંદ્રક (સિલ્વર મેડલ) જીત્યો હતો.
સ્વિટ્ઝર્લૅન્ડ ખાતે યોજાયેલી બૅડમિન્ટન ચૅમ્પિયનશિપમાં પી. વી. સિંધુએ ભારતીય ખેલાડી તરીકે પ્રથમ વખત સુવર્ણ ચંદ્રક મેળવ્યો હતો.
અત્યાર સુધી પી. વી. સિંધુએ પાંચ વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં મેડલ મેળવ્યા છે.
સિંધુના પિતા પી. વી. રમણ અર્જુન અવોર્ડથી સમ્માનિત છે. પી. વી. રમણે ભારતનું પ્રતિનિધીત્વ વોલીબોલમાં કર્યુ હતું, પી. વી. સિંધુના માતા-પિતા પી. વી. રમણ અને પી. વિજયા છે. તેઓ પોતે ભૂતપૂર્વ વોલીબોલ ખિલાડીઓ છે