મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

Showing posts with label જુલાઇ. Show all posts
Showing posts with label જુલાઇ. Show all posts

20 July, 2022

ઉમાશંકર જોશી

 ઉમાશંકર જોશી


જન્મતારીખ:  21 જુલાઇ 1911

જન્મસ્થળ: બામણા, સાબરકાંંઠા, ગુજરાત

પિતાનું નામ: જેઠાલાલ કમળજી જોશી

માતાનું નામ: નવલબેન

અવશાન: 19 ડિસેમ્બર 1988

ઉપનામ: વાસુકી, શ્રવણ


ગુજરાતી સાહિત્યમાં ' વાસુકિ ' અને  '  શ્રવણ ' ઉપનામધારી ઉમાશંકર જોશીનો જન્મ ઉત્તર ગુજરાતમાં આવેલા સાબરકાંઠા જિલ્લાના , ઇડર તાલુકાના બામણ ગામમાં 21 , 1911 ( સવંત 1967ના આષાઢ વદ -10 ) ના રોજ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમનું આ જ્ન્મસ્થળ ' નાની મારવાડ' તરીકે  પણ અળખાતું. ઉમાશંકર જોશીના પિતાનું મૂળ વતન લૂસડીયા ગામ કે જે બમણાથી લગભગ વીસ કિલોમીટર દુર અરવલ્લી પહાડોના વિશાળ વિસ્તારમાં આવેલું છે.

તેઓ ગુજરાતી કવિતાના પ્રથમ પંક્તિના ચિરંજીવ કવિ અને વિદ્વાન સાહિત્યકાર હતા. સમકાલીન સાહિત્યકરોમાં અનેક રીતે નોખા તરી આવતા ઉમાશંકર જોશી પ્રજ્ઞાવાન અને પ્રતિભાવાન વ્યક્તિત્વ ધરાવતા હતા. ઉમાશંકર જોશીની સંવેદના વિશ્વમાન સુધી વ્યાપેલી હતી. તેમને ચિંતન અને સર્જનમાં મહાત્મા ગાંધી, રવીન્દ્રનાથ ટાગોર અને ભારતીય સંસ્કૃતિની અસર જોવા મળે છે. ' હું ગુર્જર ભારતવાસી' ' એ ઉક્તિ જેમને  યથાર્થ લાગુ પડે છે એવા આ કવિ વિશે શ્રી  વિષ્ણુપ્રસાદ ર.  ત્રિવેદીએ  નોંધ્યું છે કે ," શ્રી ઉમાશંકર જોશી, આપણો નવીન પણ અગ્રણી કવિ , સાહિત્યના અનેક પ્રાંત સર કરનાર સાહિત્યકાર , ગુજરાતી સુક્ષ્મ સંપત્તિ છે. તેમની કૃતિઓનો ઉલ્લેખ બીજા પ્રાંતોમાં પણ એમના જેવા સાહિત્યકાર ગણતર જ હશે." આમ, આ પથમ પ્રકરણમાં મારો પ્રયત્નો ઉમાશંકર જોશીના જીવન અને કવનને ઉંડાણપૂર્વક સમજવાનો છે.

તેઓનું પ્રાથમિક શિક્ષણ બામણામાં અને માધ્યમિક શિક્ષણ ઇડરમાં થયું હતું. ૧૯૨૮માં અમદાવાદમાં ગુજરાત કોલેજથી મેટ્રિક કર્યું. તેઓ ૧૯૩૬માં અમદાવાદમાં ઇતિહાસ અને અર્થશાસ્ત્રના વિષય સાથે બી.એ. થયા અને ૧૯૩૮માં સંસ્કૃત અને ગુજરાતી વિષયો સાથે મુંબઈની એલ્ફિસ્ટન કોલેજમાંથી એમ.એ. ઉત્તીર્ણ કર્યું. એમ.એ.માં તેઓ પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થયા

◆ કવિતા :-

(1)  વિશ્વશાંતિ             ( 1931)

(2) ગંગોત્રી                  (1934)

(3) નિશિય                  ( 1939)

(4) પ્રાચીના                 ( 1944)

(5) આતિથિયો             (1946)

(6) વસંતવર્ષા               ( 1954)

(7) મહાપ્રસ્થાન            ( 1965)

(8) અભિજ્ઞા                ( 1967)

(9)  ભોમિયા  વિના       (1993)

(10 ધારાવસ્ત્રો            (1981)

(11) સપ્તદી               ( 1981)

(12) સમગ્ર કવિતા      ( 1981)

◆ નાટક:- 
                (1) સાપના ભારા (1937)
                
               (2)હવેલી 1977, ' શહીદ'


■  ટૂંકી વાર્તા :- 

               (1)  શ્રાવણી મેળો (1937),

               (2)  વિસામો 1959'  ત્રણ અધું બે  અને બીજી વાતો'( 1938) 

                     તથા '  અંતરાય ' (1947) ની  વાર્તાઓમાં
                      
                (૩) ઉમાશંકર જોશીની શ્રેષ્ઠ વાર્તાઓ  (1985)

◆  નવલકથા :-  
      
               (1)  પારકા જાન્યાં          (1940)

◆  નિબંધ :-

             (1)  ગોષ્ઠી                   (1951)           
            (2) ઉઘાડી બારી             ( 1959)            
             (3)  શિવ સંકલ્પ            (1978)              

મુખ્ય રચનાઓ

  • મુખ્ય કૃતિ - નિશીથ (મધ્ય રાત્રિનો દેવતા)
  • કવિતા- વિશ્વશાંતિ, ગંગોત્રી, નિશીથ, મહાપ્રસ્થાન, અભિજ્ઞા , સાતપદ, ધારાવસ્ત્ર, સમગ્ર કવિતા
  • પદ્ય નાટકો - પ્રાચીના, મહાપ્રસ્થાન
  • એકાંકી- સાપના ભારા, હવેલી , શહીદ
  • વાર્તાસંગ્રહો- શ્રાવણી મેળો, વિસામો , ત્રણ અર્ધું બે
  • નિબંધ સંગ્રહ – ઉઘાડી બારી , ગોષ્ઠિ
  • સંશોધન – પુરાણોમાં ગુજરાત , 'અખો' એક અધ્યયન ;
  • વિવેચન – કવિની શ્રદ્ધા , અભિરુચિ
  • અનુવાદ – શાકુંતલ, ઉત્તર રામચરિત
  • ચિંતન - ઇશાવાસ્યોપનિષદ
  • પ્રવાસ - યુરોપયાત્રા (અંગ્રેજી)
  • બાળગીત - સો વરસનો થા
  • સંપાદન - કલાન્ત કવિ (કવિ બલાશંકરનાં કાવ્યો)
  • તંત્રી - 'સંસ્કૃતિ' ૧૯૪૭-૧૯૮૪, બુદ્ધિપ્રકાશ

તેમને મળેલ પુરસ્કારો
  • જ્ઞાનપીઠ પુરસ્કાર - ૧૯૬૭ (નિશીથ માટે)
  • રણજિતરામ સુવર્ણચંદ્રક - ૧૯૩૯ (ગંગોત્રી માટે)
  • નર્મદ સુવર્ણ ચંદ્રક - ૧૯૪૭ (પ્રાચીના માટે)
  • ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક - ૧૯૬૩ (મહા પ્રસ્થાન માટે)
  • સોવિએત લેન્ડ નહેરૂ એવોર્ડ - ૧૯૭૩
  • મહિડા પારિતોષિક - 1944 (પ્રાચિના માટે)
  • કવિ ન્હાલાલ પારિતોષિક - 1968 ((અભિજ્ઞા માટે)

વિવિધ સંસ્થાઓઅના રહેલ સભ્ય
  • સભ્ય - નેશનલ બુક ટ્રસ્ટ - ૧૯૬૫
  • સભ્ય - કેન્દ્રીય ભાષા સલાહકર સમિતિ - ૧૯૬૬
  • પ્રમુખ - ગુજરાતી સાહિત્ય પરિષદ - ૧૯૬૮
  • પ્રમુખ - સાહિત્ય અકાદમી એવોર્ડ-ગુજરાતી - ૧૯૭૮-૧૯૮૨
  • કુલપતિ - ગુજરાત યુનિવર્સિટી - ૧૯૭૦
  • રાજ્યસભાના સભ્ય - ૧૯૭૦-૧૯૭૬
  • કુલપતિ, વિશ્વભારતી યુનિવર્સિટી - શાંતિનિકેતન - ૧૯૭૯-૧૯૮૨
  • પ્રમુખ - દિલ્હી સાહિત્ય અકાદમી - ૧૯૭૮-૧૯૮૩


તેમના નામે હિમતનગરમાં ઓવર બ્રિજ આવેલ છે.

તેમની પ્રખ્યાત પંક્તિઓ અને કાવ્યો

ભોમિયા વિના મારે ભમવા તા ડુંગળા....

વિશાળ જગ વિસ્તારે નથી એક જ માનવી, 
પશુ છે, પંખી છે,પુષ્પો વનોની છે વનસ્પતિ,..

ત્રણ વાના મુજને મળ્યા, હૈયુ, મસ્તક ને હાથ
બહુ આપી દિધુ નાથ, જા હવે ચોથુ નથી માંગવું.

ધન્ય ભૂમિ ગુજરાત ધન્ય હે ધન્ય ગિરા ગુજરાતી
કૃષ્ણ ચરણ રજ પુનિત ધર, આ ગાંધીગીરા ગુજરાતી

વ્યક્તિ મટીને બનુ વિશ્વ માનવી...






વધુ માહિતી માટે અહી ક્લિક કરો.

28 July, 2021

International Tiger Day (વિશ્વ વાઘ દિવસ )

 

International Tiger Day (વિશ્વ વાઘ દિવસ )

29 જુલાઇ

 વિશ્વભરમાં દર વર્ષે 29 જુલાઇના દિવસે ‘ વાઘ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે.

 હાલમાં વાઘ એ લુપ્ત થતી પ્રજાતી છે. 

આથી વિશ્વમાં અત્યંત ઝડપથી ઘટી રહેલી વાઘોની વસતીને જોતાં વર્ષ 2010થી દર વર્ષે 29 જુલાઈને ‘વર્લ્ડ ટાઈગર ડે'(વિશ્વ વાઘ દિવસ) તરીકે મનાવવામાં આવે છે. 

સૌથી પેહલાં 2010માં રશિયાના સેન્ટ પીટર્સબર્ગના વાઘ સંમેલનમાં વાઘોના સંરક્ષણ માટે ‘વિશ્વ વાઘ દિવસ’ મનાવવાની શરૂઆત થઈ હતી. ત્યાર પછી સમગ્ર દુનિયામાં દર વર્ષે 29 જુલાઈને ‘વિશ્વ વાઘ દિવસ’ તરીકે મનાવવાામાં આવે છે.

2010માં રશિયાના સેન્ટપીટર્સબર્ગમાં વાઘને બચાવવા માટે શિખર સંમેલન થયું હતું, આ સંમેલનમાં 2022 સુધીમાં વાઘની સંખ્યા બમણી કરવાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું હતું. તે વખતે ભારતમાં વાઘની સંખ્યા 1706 હતી.

વિશ્વભરમાં આજે વાઘ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. આ અવસરે તેમના સંરક્ષણ પ્રત્યે જાગરૂકતા ફેલાવવા માટે કેટલાય કાર્યક્રમ યોજાઇ રહ્યા છે. સમયની સાથે વિલુપ્ત થતા વન્ય જીવોમાં વાઘ પણ એવુ પ્રાણી છે જેની સંખ્યા ઝડપથી ઘટી રહી છે. એક રિપોર્ટ અનુસાર વિશ્વમાં હાલ માત્ર 3900 જંગલી વાઘ બચ્યા છે. 20મી શતાબ્દીની શરૂઆતથી જ નિષ્ણાંતો વિશ્વમાં ઘટતી વાઘની સંખ્યાથી ચિંતિંત છે.


વાઘ વિશેની જાણવા જેવી બાબતો....
 વાઘ એ  બિલ્લી પ્રજાતીનું સૌથી મોટુ જાનવર છે. આ સાથે ધ્રુવિય રિંછ અને ભૂરા રિંછ બાદ ધરતી પરનું સૌથી મોટુ માંસાહારી જાનવર છે.

વાઘ  પીળા જેવા રંગમાં કાળા પટ્ટાઓ જોવા મળે છે. જોકે કેટલાક દેશોમાં ફક્ત સફેદ રંગ ના વાઘ પણ જોવા મળે છે.

જંગલમાં રહેતા વાઘનું જીવન આશરે 10 વર્ષ છે, પરંતુ જો તેનું ધ્યાન રાખવામાં આવે તો તે 20 થી 25 વર્ષ જીવી શકે છે.

માદા વાઘનું ગર્ભધારણ 3.5 મહિના હોય છે, તે એક વખતમાં 3થી 4 બચ્ચાને જન્મ આપે છે.

વાઘના મગજનું વજન 300 ગ્રામ હોય છે આ તમામ માંસાહારી જાનવરોમાં બીજુ સૌથી મોટુ દિમાગ છે.

 એક ટાઈગરની ટ્રોંગ એટલી મજબૂત હોય છે કે, તે મર્યા બાદ પણ થોડો સમય ઉભો રહી શકે છે.

વાઘ નવ પ્રકારના હોય છે, પરંતુ છેલ્લા 80 વર્ષમાં ત્રણ પ્રકારના વાઘ વિલુપ્ત થઈ ગયા.

એક વાઘ 300 કિલો વજન અને 13 ફૂટ સુધી લાંબો હોઈ શકે છે

સફેદ રંગનો વાઘ પેદા થવાના ચાંસીસ 10000માંથી કોઈ એકને છે.

 વાઘના શરીર પર મળતી ડિઝાઈન પણ આપણી ફિંગરપ્રિંટની જેમ યૂનિક હોય છે.

એક વાઘ 18 hz સુધીનો અવાજ પેદા કરી શકે છે અને તેની દહાડ 3 કિલોમીટર સુધી સાંભળી શકાય છે.

નર વાઘ અને માદા સિંહના શારીરિક સંબંધથી પેદા થયેલા બચ્ચાને Tigong કહેવાય છે અને નર સિંહ અને માદા વાઘના શારિરીક સંબંધથી પેદા થયેલા બચ્ચાને Ligers કહેવામાં આવે છે

 તમને જાણીને નવાઈ લાગશે કે, વાઘના કાનની પાછળ સફેદ રંગના દાગ હોય છે

વાઘ માત્ર માંસ ખાય છે. તે શિકાર કરવા માટે રાત પડવાની રાહ જુએ છે.

 વાઘની અંધારામાં જોવાની ક્ષમતા માણસ કરતા 6 ઘણી વધારે હોય છે. 

તે હંમેશા ગરદનના પાછળના ભાગમાં જ વાર કરે છે

વાઘ 65 કિમી પ્રતિ કલાકની સ્પીડથી ભાગી શકે છે અને સળંગ 6 કિમી સુધી તરી પણ શકે છે.

વાઘ, 30 ફૂટ લાંબી છલાંગ અને 12 ફૂટ ઊંચી છલાંગ લગાવી શકે છે.

 વાઘના શરીરનો દરેક ભાગ, મૂંછથી લઈ પૂંછ સુધી બજારમાં વેચવો કે ખરીદવો ગુનો છે

ભારત સહિત બાંગ્લાદેશ, મલેશિયા અને સાઉથ કોરિયાનું રાષ્ટ્રિય પ્રાણી વાઘ છે.

મોટા ભાગના જીવોની જેમ, વાઘ માં પણ માદા અને નર ના કદમાં થોડો તફાવત છે. નર વાઘની લંબાઈ 8 ફુટથી 13 ફુટ સુધીની હોય છે, અને જો આપણે માદા વાઘ ની ​​લંબાઈ વિશે વાત કરીએ તો તે 6 ફૂટથી 9 ફૂટ સુધીની છે. અને કેટલીકવાર માદા પણ ખૂબ મોટી હોય છે.

નર વાઘનું વજન લગભગ 90 કિલોથી 300 કિગ્રા જેટલું હોય છે, જ્યારે સ્ત્રી વાઘ નું વજન લગભગ 70 કિલોથી 170 કિગ્રા જેટલું હોય છે. ભારતના બંગાળ વાઘની વાત અલગ છે કારણ કે તેનું વજન વિશ્વમાં હાજર તમામ વાઘ માં સૌથી વજનદાર છે. બંગાળના વાળનું વજન આશરે 350 કિલો સુધી હોય શકે છે.

વાઘ મોટાભાગે રાત્રે શિકાર કરે છે અને એક જ રાતમાં 25 કિલોથી વધુ માસ ખાઈ શકે છે.





વિશ્વમાં વાઘની લગભગ 70 ટકા વસતી ભારતમાં રહે છે. દેશમાં 2967 વાઘ છે, જ્યારે સમગ્ર વિશ્વમાં માત્ર 3900 વાઘ જ બચ્યા છે. કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે 'વિશ્વ વાઘ દિવસ'ના એક દિવસ પહેલા વાઘ ગણના રિપોર્ટ, 2018 જાહેર કર્યો હતો.

ભારતમાં દર 4 વર્ષે વાઘોની ગણતરી કરવામાં આવે છે, વર્ષ 2018માં કરવામાં આવેલ ગણતરી ગીનીસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાઇ છે.

સૌપ્રથમ વખત વાઘોની વસતિ ગણતરી 2006માં કરવામાં આવી હતી.

 વૈશ્વિક સ્તર પર માત્ર 2.5 ટકા ભૂમિ, ચાર ટકા વરસાદ અને વિશ્વની 16 ટકા વસતી હોવા છતાં ભારત વિશ્વનું આઠ ટકા જૈવ વિવિધતા ધરાવતું ઘર છે, જેમાં વાઘની 70 ટકા વસતી પણ સામેલ છે. આપણે 12 ટાઇગર રેન્જ દેશોનું નેતૃત્વ કરવા માટે તૈયાર છીએ. 

વિશ્વમાં ભારત ઉપરાંત બાંગ્લાદેશ, ભૂટાન, કમ્બોડિયા, ચીન, ઇન્ડોનેશિયા, લાઓ પીડીઆર, મલેશિયા, મ્યાનમાર, નેપાળ, રશિયા, થાઇલેન્ડ અને વિયતનામમાં વાઘ જોવા મળે છે. ગત વર્ષની વાઘ ગણના રિપોર્ટ અનુસાર ભારતમાં વર્ષ 2006ની સરખામણીમાં 2018માં વાઘની સંખ્યા બેગણી થઇ ગઇ હતી. 

વાઘ ગણના અનુસાર, દેશમાં સૌથી વધારે વાઘ મધ્યપ્રદેશમાં છે. દેશના આઠ રાજ્યોમાં વાઘની સંખ્યા 100થી વધારે છે. મધ્યપ્રદેશમાં 526 વાઘ, કર્ણાટકમાં 524 વાઘ, ઉત્તરાખંડમાં 442 વાઘ, મહારાષ્ટ્રમાં 319 વાઘ, તમિલનાડુમાં 264 વાઘ, અસમમાં 190 વાઘ, કેરળમાં 190 વાઘ, ઉત્તર પ્રદેશમાં વાઘની સંખ્યા 173 છે. 

વાઘ ગણના અનુસાર વર્ષ 2006માં વાઘની સંખ્યા 1411 હતી, વર્ષ 2010માં વાઘની સંખ્યા 1706, વર્ષ 2014માં વાઘની સંખ્યા 2226 હતી જ્યારે વર્ષ 2018માં વાઘની સંખ્યા વધીને 2967 સુધી પહોંચી છે

આજે આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ છે, ત્યારે આજે આપણે જાણીશું કે, શા માટે વાઘને રાષ્ટ્રીય પ્રાણીઓનું દરજ્જો મળ્યો ? 


વાઘ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે, એ આપણે જાણીએ છીએ પરંતુ એ જાણીએ કે શા માટે ? કદાચ ઘણાં ઓછાં લોકો જાણતાં હશે કે વાઘ પહેલાં આપણું રાષ્ટ્રીય પ્રાણી સિંહ હતું.

1972 સુધી ‘સિંહ’ આપણું રાષ્ટ્રીય પ્રાણી રહ્યું હતુ. ત્યારબાદ ભારત સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો.
વર્ષ 1970 બાદ વાઘની સંખ્યામાં ભારે ઘટાડો આવ્યો હતો અને ભારતનાં 16 રાજ્યોમાં માત્ર 1800 જેટલા જ વાઘ બચ્યા હતા. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એક ખાસ મિશન હેઠળ સિંહને બદલે વાઘને રાષ્ટ્રીય પ્રાણી તરીકે સ્થાન આપવાનોનું નક્કી કરવામાં આવ્યું.

9 જુલાઇ 1969ના રોજ ભારતે તેના રાષ્ટ્રીય પ્રાણી તરીકે રોયલ બેંગલ વાઘને સ્વીકાર્યો હતો. વાઘને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવાનું કામ ઇન્ડિયન બોર્ડ ઓફ વાઇલ્ડ્લાઇફ દ્વારા કરવામાં આવ્યું હતુ, ત્યારથી લઈને આજ સુધી વાઘને અતિ મહત્વ આપવામાં આવ્યું છે. જેમ સિંહ માત્ર ગુજરાત રાજ્યમાં જોવા મળે છે, તેમ મધ્યપ્રદેશ એ વાઘનું નિવાસ્થાન છે, આથી જ તેને વાઘ પ્રદેશ તરીકે વધુ ઓળખવામાં આવે છે.

વાઘ એ માંજર(બિલાડી) કુળનું સૌથી મોટું, વિશાળ અને ઉમદા સ્વભાવનું પ્રાણી છે તે  શક્તિ, શૌર્ય અને ચતુરાઈનું પ્રતીક છે. 

પ્રાચીન સમયથી પ્રજાના વિવિધ ધાર્મિક ગ્રંથોમાં જે આદ્યશક્તિનાં વાહન તરીકે પૂજનીય છે

વિશ્વમાં વાઘની કુલ આઠ પ્રજાતિઓ પણ લુપ્ત થવાને આરે છે. હાલ વાઘની હયાત પ્રજાતિઓમાં સાઈબેરિયન ટાઈગર, બંગાલ ટાઈગર, ચાઈનીઝ ટાઈગર, મલાયન ટાઈગર અને સુમાત્રન ટાઈગર છે. જ્યારે બાલી ટાઈગર, કેસ્પિયન ટાઈગર અને જાવા ટાઈગરની પ્રજાતિ વિલુપ્ત થઈ છે


વિશ્વમાં ભારત સૌથી વધુ માનવ વસતી સાથે સૌથી વધુ જંગલી વાઘની વસતી ધરાવે છે. સૌથી મોટો સંરક્ષણ પ્રોજેક્ટ કે જે પ્રોજેક્ટ ટાઇગર 1973થી અમલમાં છે, જેને ઇન્દીરા ગાંધીદ્વારા શરૂ કરવામાં આવ્યો
 હતો. જેની શરુઆત સૌથી વધુ વાધ વસતિ ધારાવતા નેશનલ પાર્ક જીમ કાર્બેટથી થઇ હતી. ત્યારબાદ આ પ્રોજેક્ટ બીજા 8 નેશનલ પાર્કમાં વિસ્તારી દેવાયો હતો.

1973માં ભારતમાં ફક્ત 9 ટાઇગર રીઝર્વ હતા જે હાલમાં 50 છે.

ઉત્તરાખંડના ટાઇગર રીઝર્વ જીમ કાર્બેટમાં સૌથી વધુ 231 વાઘ છે.

હાલમાં 12 ટાઇગર રેંજ ભારતમાં છે.

ભારતમાં જેટલા વાઘ છે તેમાથી 80 ટકા જેટલા વાઘ બંગાળ ટાઇગર છે.

ભારતીય રીઝર્વ બેંકના લોગોમાં વાઘને દર્શાવવમાં આવેલ છે આ ઉપરાંત જુની 2 રુપિયાની ચલણી નોટના પાછળના ભાગે વાઘનું ચિત્ર મુકવામાં આવ્યું હતું. જે પરોક્ષ રીતે વાઘનું સંરક્ષણ કરવાનું દર્શાવતું હતું.


વાઘની વસતિ ગણતરી અને તેની સંખ્યા

2006માં 1411 વાઘ ભારતમાં હતા.
2010માં 1706 વાઘ ભારતમાં હતા.
2014માં 2226 વાઘ ભારતમાં હતા.
2018માં 2967 વાઘ ભારતમાં હતા.



Save The Tiger
Save Nature
Save Wild Animal

27 July, 2021

કલ્પના દત્ત

 કલ્પના દત્ત

(વીર મહિલા)



જન્મતારીખ: 27 જુલાઇ 1913

જન્મસ્થળ: શ્રીપુર, ચિત્તાગોંગ જિલ્લા, બંગાળ (બાંગ્લાદેશ)

પિતાનું નામ: વિનોદ બિહારી દત્ત

અવશાન: 8 ફેબ્રુઆરી 1995 (કલકત્તા)


ભારતીય સ્વતંત્રતા ચળવળમાં દરેક વર્ગ અને સમુદાયનું યોગદાન હતું. દેશની આઝાદીની લડતમાં દરેકએ તેમની પોતાની વિચારધારા પસંદ કરી જેનો તેમના પર સૌથી વધુ પ્રભાવ હતો. 

કેટલાક મહાત્મા ગાંધીના અહિંસાના માર્ગને ધ્યાનમાં લેતા હતા, જ્યારે કેટલાક સુભાષચંદ્ર બોઝના માર્ગને યોગ્ય માનતા હતા. આઝાદીની લડત પહેલા, કોઈએ સામાજિક વાર્તાઓમાંથી મુક્તિના માર્ગને વધુ પ્રાધાન્ય આપ્યું.

ગુલામીની બેડીઓને તોડવા માટે, કેટલાકએ ક્રાંતિકારી માર્ગને અનુસરવાનું વધુ જરૂરી માન્યું. આ ક્રાંતિકારી માર્ગ પર, જ્યાં પુરુષ ક્રાંતિકારીઓએ બ્રિટિશરોનો હંંફાવતા હતા ત્યાં મહિલાઓ પણ તેમની સક્રિય ભાગીદારી લઈ રહી હતી. કલ્પના દત્ત પણ આ મહિલા ક્રાંતિકારીઓમાંની એક છે, જેમણે ભય અને હિંમતથી અંગ્રેજો સામે લડ્યા હતા. 

કલ્પના દત્ત એક  ભારતીય સ્વતંત્રતા ચળવળના કાર્યકર અને સૂર્ય સેનની આગેવાની હેઠળ યોજાયેલી સશસ્ત્ર સ્વતંત્રતા ચળવળના સભ્ય હતા, જેણે ૧૯૩૦ માં ચિત્તગોંગ (ચટગાંવ) શસ્ત્રાગાર પર દરોડો પાડ્યા હતા. 

કલ્પના દત્તનો જન્મ બંગાળ (બાંગ્લાદેશ) પ્રાંતના ચિત્તાગોંગ જિલ્લાના એક ગામ શ્રીપુર ખાતે થયો હતો.

ચિત્તાગોંગથી ઈ.સ. ૧૯૨૯ માં મેટ્રિકની પરીક્ષા પાસ કર્યા પછી તેઓ કોલકાતા ગયા અને વિજ્ઞાનમાં સ્નાતકના અભ્યાસ માટે બેથુન કોલેજમાં જોડાયા. 

ટૂંક સમયમાં, તે છત્રિ સંગઠન નામના એક મહિલા વિદ્યાર્થી સંગઠનમાં જોડાયા જે એક અર્ધ-ક્રાંતિકારી સંસ્થા હતી. તેમાં બીના દાસ અને પ્રીતિલતા વાડ્ડેદાર પણ સક્રિય સભ્ય હતા

મે ૧૯૩૧ માં તેઓ "માસ્ટર દા" સૂર્ય સેનની આગેવાની હેઠળ સશસ્ત્ર ક્રાંતિકારી જૂથ "ભારતીય રિપબ્લિકન આર્મી, ચટગ્રામ શાખા" માં જોડાયા

૧૮ એપ્રિલ ૧૯૩૦ ના રોજ ચિત્તાગોંગ શસ્ત્રાગાર પર દરોડા પાડવામાં આવ્યા હતા

જ્યારે ભારતીય રિપબ્લિકન આર્મીના સભ્યોએ "ચિત્તાગોંગ  શસ્ત્રાગાર લૂંટ" ચલાવ્યું, ત્યારે કલ્પના પર બ્રિટીશરોની દેખરેખ વધી ગઈ. તેણે પોતાનો અભ્યાસ છોડીને ગામ પરત આવવું પડ્યું હતું, પરંતુ તેમણે સંગઠન છોડ્યું ન હતું. આ દરમિયાન સંગઠનના ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી હતી. સંગઠનના લોકોને મુક્ત કરવા માટે કલ્પના એ જેલની બોમ્બથી ઉડાવી દેવાની યોજના બનાવી હતી.

સપ્ટેમ્બર, ૧૯૩૧ માં સૂર્ય સેને તેને પ્રિતિલતા વાડ્ડેદારની સાથે ચિતાગોંગમાં યુરોપિયન ક્લબ પર હુમલો કરવાની જવાબદારી સોંપી. પરંતુ આ હુમલાના એક અઠવાડિયા પહેલા, તે વિસ્તારની જાસૂસી કાર્યવાહી કરતી વખતે તેણીની ધરપકડ કરવામાં આવી હતી.

જામીન પર છૂટ્યા બાદ તે ભૂગર્ભમાં ગયા હતા.

કલ્પનાએ પોતાનો વેશ બદલીને કલકત્તાથી વિસ્ફોટક સામગ્રી લઈ જવાનું શરૂ કર્યું અને સંગઠનના લોકોને શસ્ત્રો પહોંચાડવાનું શરૂ કર્યું. તે પુરુષના વેશમાં આ બધી બાબતો કરી રહી હતી. તેમણે સાથીઓને મુક્ત કરવાની યોજના બનાવી. આ માટે જેલ કોર્ટની દિવાલ બોમ્બથી ઉડાડવાની યોજના બનાવવામાં આવી હતી. પરંતુ પોલીસને યોજના વિશે જાણકારી મળી. તે વેશમાં ફરતી હતી અને પોલીસે તેની ધરપકડ કરી હતી. આરોપો સાબિત થયા બાદ તેમને છૂટા કરવામાં આવ્યા હતા. પોલીસ ઘરે રક્ષક હોવા છતા તે તેની આંખોમાં ધૂળ ફેંકી ભાગી ગઇ હતી.. સૂર્ય સેનની પોલીસે ધરપકડ કરી હતી અને 1933 માં કલ્પનાની પણ ધરપકડ કરવામાં આવી હતી.

 ૧૭ ફેબ્રુઆરી ૧૯૩૩ ના દિવસે પોલીસે તેમના છુપાવવાના સ્થાન ગેરીલા ગામને ઘેરી લીધું હતું, અને સૂર્ય સેનની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ કલ્પના ત્યાંથી છટકી ગયાં.

 ૧૯મી મે ૧૯૩૩ ના દિવસે તેમની ધરપકડ કરવામાં આવી. ચિત્તાગોંગ આર્મરી રેઇડ કેસની બીજી પૂરક સુનવણીમાં, કલ્પનાને આજીવન કારાવાસની સજા કરવામાં આવી. 


21 વર્ષની કલ્પના દત્તને આજીવન કેદની સજા ફટકારી હતી. તેનું જીવન જેલમાં વિતાવ્યું હતું. 1937 માં, રાજ્યોમાં મંત્રીમંડળની રચના કરવામાં આવી.


ત્યારે મહાત્મા ગાંધી અને રવિન્દ્રનાથ ટાગોર વગેરે જેવા નેતાઓએ ક્રાંતિકારીઓને મુક્ત કરવાની માંગ કરી. દબાણ હેઠળ, બ્રિટિશરોએ દેશમાં કેટલાક ક્રાંતિકારીઓ છોડવા પડ્યાં, જેમાં એક કલ્પના દત્ત નામનો સમાવેશ થાય છે. તેમને 1939 માં છૂટા કરવામાં આવ્યા હતા.

તેણીને ૧૯૩૯ માં મુક્ત કરવામાં આવી હતી.

ક્રાંતિકારીઓ પર કેસ ચલાવવામાં આવ્યો અને 1934 માં સૂર્ય સેનને ફાંસી આપવામાં આવી અને કલ્પના દત્તને આજીવન કેદની સજા ફટકારી. 


કલ્પના દત્તે ૧૯૪૦ માં કોલકાતા વિશ્વવિદ્યાલયમાંથી સ્નાતક થયા અને ભારતની કમ્યુનિસ્ટ પાર્ટીમાં જોડાયા


 ઈ.સ. ૧૯૪૩ માં ભારતની કમ્યુનિસ્ટ પાર્ટીના મહાસચિવ પૂરણચંદ જોશી સાથે લગ્ન કર્યા

૧૯૪૩ ના બંગાળ દુષ્કાળ દરમિયાન અને બંગાળના ભાગલા દરમિયાન તેઓ રાહત કાર્યકર તરીકે કાર્ય કરતા હતા

તેણીએ બંગાળી ભાષામાં એક આત્મકથાત્મક પુસ્તક લખ્યું હતું, "চট্টগ্রামে আগাগোড়কারী রোগীদের সংসৃতি" જેનું અંગ્રેજી ભાષાંતર અરુણ બોઝ અને નિખિલ ચક્રવર્તી દ્વારા દ્વારા કરવામાં આવ્યું હતું. આ પુસ્તકનું આમુખ તેમના પતિ, અને એક સામ્યવાદી નેતા પી.સી. જોશી દ્વારા "ચિત્તાગોંગ આર્મરી રાઇડર્સ: રીમાઇન્સિસન્સ" તરીકે, ઓક્ટોબર ૧૯૪૫ માં અંગ્રેજીમાં પ્રકાશિત થયું


ઈ.સ. ૧૯૪૬ માં, તેઓ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં ચિત્તાગોંગના ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયાના ઉમેદવાર તરીકે લડી હતી, પરંતુ તે જીતી શકી ન હતી.

તેઓ ભારતીય સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટમાં જોડાયા, જ્યાં તેમણે નિવૃત્તિ સુધી કામ કર્યું. ૮ ફેબ્રુઆરી ૧૯૯૫ ના દિવસે તેમનું કોલકાતામાં અવસાન થયું.


તેમને 1979 માં  તેમને "વીર મહિલા"નું બિરુદ આપવામાં આવ્યુ હતું.



ઈ.સ. ૨૦૧૦ માં, દીપિકા પાદુકોણે ચિત્તાગોંગ શસ્ત્રાગાર દરોડા પર આધારિત હિંદી ફિલ્મ ખેલેં હમ જી જાન સે માં કલ્પના દત્તની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ ૧૨ ઑક્ટોબર, ૨૦૧૨ ના રોજ પ્રદર્શિત થઈ હતી. તેનું નિર્માણ અને નિર્દેશન બેદાબ્રાતા પેઇન દ્વારા કર્યું હતું જેઓ નાસાના ભૂતપૂર્વ વૈજ્ઞાનિક છે.

21 July, 2021

કારગીલ વિજય દિવસ

  કારગીલ વિજય દિવસ

26 જુલાઇ


તા.26 જુલાઈ એટલે ભારત દેશના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોથી લખાયેલો દિવસ “વિજય દિવસ”


8 મે 1999માં શરૂ થયેલી કારગિલ જંગ 26 જુલાઇ 1999માં પાકિસ્તાનના હારથી ખત્મ થઈ હતી. આ યુદ્ધ ઓપરેશન વિજય તરીકે પણ ઓળખાય છે કે જે કારગિલ વિસ્તારને ખાલી કરવા માટે કરવા માટે લડાયુ હતુ.


1999માં આજ દિવસે ભારતના વીર સપૂતોએ કારગિલ યુદ્ધમાં ઓપરેશન વિજય દ્વારા પાકિસ્તાનની ધૂશણખોર સેનાને ભારતદેશની પવિત્ર ભૂમિમાથી ખદેળી મુકાયા હતા.


2019માં 26 જુલાઈ ના રોજ ‘કારગિલ વિજય દિવસ’ને 20 વર્ષ પૂર્ણ થતાં હોય ભારતીય સેના અને ભારત સરકાર દ્વારા તેની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.


અંદાજે 18 હજાર ફૂટ ઊંચાઈ પર કારગીલમાં લડવામાં આવેલા આ યુદ્ધમાં 527 ભારતીયો જવાન શહીદ થયા હતા, 1363 જવાન ઘાયલ થયા હતાં. ભારતે આ લડાઈ 84 દિવસમાં જીતી લીધી હતી.


આ યુદ્ધમાં લાખ 50 હજાર ગોળા અને રોકેટ છોડવામાં આવ્યા હતા, 300થી વધારે તોપ, મોર્ટાર અને રોકેટ લોન્ચરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.


રોજ 5,000થી વધારે બોમ્બ ભારત તરફથી ફાયર કરવામાં આવતા હતાં


યુદ્ધના મહત્વના 17 દિવસોમાં રોજ આર્ટિલરી બેટરીથી અંદાજે એક મિનિટમાં એક રાઉન્ડ ફાયર કરવામાં આવ્યું હતું.


બીજા વિશ્વ યુદ્ધ પછી આ પહેલું એવુ યુદ્ધ હતું જેમાં કોઈ એક દેશની સેનાએ બીજા દેશની સેના પર આટલા બોમ્બ ફેંક્યા હતાં.


યુદ્ધ 60 દિવસથી વધુ સમયથી લડ્યું હતું તે આખરે 26 જુલાઇના રોજ પૂરું થયું, અને પરિણામે બંને પક્ષો, ભારત અને પાકિસ્તાનથી જીવનમાં ભારે નુકસાન થયું


વિજય દિન ‍(કારગિલ‌) ૨૬મી જુલાઇએ ભારતના પાકિસ્તાન પર કારગિલ યુદ્ધમાં વિજયના કારણે ઉજવવામાં આવે છે.


ઇ.સ. ૧૯૯૯માં કારગિલ વિજય પછી ભારતના તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ આ દિવસને કારગિલ વિજય દિવસ તરીકે જાહેર કર્યો હતો.


કારગિલ યુદ્ધના નાયકોના સન્માનમાં દર વર્ષે 26 જુલાઈના રોજ કારગિલ વિજય દિવસના રૂપમાં ઉજવાય છે. આ દિવસ કારગિલ સેક્ટર અને રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં ઉજવાય છે.  સાથે જ ભારતના પ્રધાનમંત્રી દર વષે આ દિવસે ઈંડિયા ગેટ પર અમર જવાન જ્યોતિ ખાતે સૈનિકોને શ્રદ્ધાંજલિ આપે છે.


સશસ્ત્ર બળના સ્મરણ માટે આખા દેશમાં આ દિવસને સન્માન સાથે તેમને યાદ કરવામાં આવે છે


પાકિસ્તાનની ઘુસપેઠની માહિતી મળ્યા બાદ ૫ મે, ૧૯૯૯માં રોજ કેપ્ટન સૌરભ કાલિયા સહિતના ૬ જવાનો ત્યાં પહોચ્યા હતા, પરંતુ તોએને પાકિસ્તાનની સેનાએ ઘેરી લીધા હતા. ત્યારબાદ આ તમામ જવાનોના મૃતદેહ ક્ષત-વિક્ષિત હાલતમાં મળ્યા હતા.


આ અમાનવીય ઘટના બાદ કારગિલનું યુદ્ધ શરુ થઇ ગયું હતું. ભારત માટે આ યુદ્ધને જીતવું ખુબ મુશ્કેલ હતું, કારણ કે સીમાની લગભગ તમામ ઉપરની પોસ્ટ પર પાકિસ્તાનની સેનાનો કબ્જો હતો. આ પરિસ્થિતિ બાદ પણ ભારતીય સેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં આપ્યો હતો.


કારગિલ સેક્ટરમાં ૧૯૯૯માં ભારતીય અને પાકિસ્તાનના સૈનિકો વચ્ચે લડાઈ શરુ થવાના કેટલાક સપ્તાહ પહેલા જ જનરલ પરવેજ મુશરફે એક હેલિકોપ્ટર દ્વારા LOC પાર કર્યું હતું અને ભારતીય સીમમાં ૧૧ કિમી સુધી અંદર આવીને જિકરિયા મુસ્તકાર નામના સ્થાન પર રાત પણ વિતાવી હતી.


પ્રાપ્ત માહિતી અનુસાર, પાકિસ્તાનમાં ૧૯૯૮માં પરમાણું હથિયારોનું પરીક્ષણ કર્યું હતું અને ત્યારથી જ પાકિસ્તાન આ ઓપરેશનની તૈયારી ૧૯૯૮થી કરી રહ્યું હતું.

આ કામ માટે પાકિસ્તાન સેનાએ પોતાના ૫૦૦૦ જવાનોને કારગિલ પર ચઢાઈ કરવા માટે મોકલ્યા હતા.


આ યુદ્ધની મહત્વની વાત એ હતી કે, જયારે પાકિસ્તાનની વાયુસેનાના ચીફને આ ઓપરેશનની માહિતી ન હતી. જયારે આ અંગે પાકિસ્તાનની એરફોર્સના ચીફને જણાવવામાં આવ્યું ત્યારે આ મિશન પર તેઓએ આર્મીને સાથ આપવા માટે ઇનકાર કર્યો હતો.


ઉર્દુ ડેલીમાં છપાયેલા એક નિવેદનમાં નવાજ શરીફે આ વાતનો સ્વીકાર કર્યો હતો કે, કારગિલનું યુદ્ધ પાકિસ્તાનની સેના માટે એક આપત્તિ સાબિત થયું હતું, કારણ કે આ યુદ્ધમાં પાકિસ્તાનના ૨૭૦૦થી વધુ સૈનિકો માર્યા ગયા હતા.


બીજી બાજુ જયારે કારગિલની ઉંચા પહાડો પર બેસીને પાકિસ્તાન દ્વારા ગોળીબારી કરાઈ રહી હતી ત્યારે ભારતીય વાયુસેનાના ફાઈટર પ્લેનનો ઉપયોગ કરાયો હતો


કારગિલના યુદ્ધમાં ભારતીય એરફોર્સ દ્વારા મિગ-૨૭ અને મિગ-૨૯નો પ્રયોગ કરાયો હતો. આ દરમિયાન મિગ-૨૯  ફાઈટર પ્લેન ખુબ મહત્વનું સાબિત થયું હતું, કારણ કે આ વિમાન દ્વારા પાકિસ્તાનની ચોકીઓ પર R-૭૭ મિસાઈલ નાખવામાં આવી હતી.


કારગિલનું યુદ્ધ શરુ થયા બાદ ૧૧ મેથી ભારતીય વાયુસેનાની ટુકડીએ આર્મીની મદદ કરવાનું શરુ કર્યું હતું. આ યુદ્ધમાં વાયુસેનાના ૩૦૦ વિમાન ઉડાન ભરતા હતા.


કારગિલની ઉંચાઈ સમુદ્રના તટથી અંદાજે ૧૬૦૦૦ થી ૧૮૦૦૦ ફૂટ ઉપર છે. આ સ્થિતિમાં ઉડાન ભરવા માટે વિમાનોને અંદાજે ૨૦,૦૦૦ ફૂટની ઉંચાઈથી ઉડાન ભરવી જરૂરી હતી.


ત્યારે આ સ્થિતિમાં હવાનું દબાણ ૩૦ %થી ઓછું હોય છે ત્યારે આ વિમાનની ઉડાન દરમિયાન પાયલોટનો દમ ઘુટવાનો પણ જોખમ હોય છે અને વિમાન દુર્ઘટનાગ્રસ્તથઇ શકે છે. પરંતુ આ કપરી પરિસ્થિતિમાં પણ જવાનોને વીરતા અન સાહસની શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પડ્યું હતું અને પાકિસ્તાનને ઘુટણા ટેકવવા માટે મજબૂર કર્યું હતું.


ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા કારગિલ યુદ્ધમાં વપરાયેલા હથિયારો અંગે વાત કરવામાં આવે તો આર્ટિલરી દ્વારા ૨,૫૦,૦૦૦ ગોળા અને રોકેટ નાખવામાં આવ્યા હતા.







આ ઉપરાંત ૩૦૦થી વધુ તોપો, મોર્ટાર અને રોકેટ લોન્ચરો દ્વારા દરરોજ અંદાજે ૫૦૦૦ બોમ્બ પણ દાગવામાં આવ્યા હતા, તેમજ ૧૭ દિવસોમાં પ્રતિદિન એવરેજ એક મિનિટમાં એક રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા હતા.


આં યુદ્ધ પછી એ પણ માનવામાં આવ્યું હતું કે, બીજા વિશ્વયુદ્ધ પછી આ પહેલીવાર કોઈ એક દ્વારા દુશમન દેશ પર આ પ્રકારે બોમ્બબારી કરવામાં આવી હતી.


૨૬ જુલાઈ, ૧૯૯૯ન રોજ ભારતીય સેનાએ પાકિસ્તાનના સેના અને ઘુસપેઠીયાઓને તમામ રીતે પરાસ્ત કર્યા બાદ યુદ્ધ સમાપ્ત કરવાની ઘોષણા કરવામાં આવી હતી,


ભારતીય જવાનોએ કારગીલની ટોચ પર તિરંગો લહેરાવી પોતાની તાકાતનો પરચમ બતાવ્યો હતો.




19 July, 2021

બાલ ગંગાધર તિલક

 

બાલ ગંગાધર તિલક 




જન્મતારીખ: 23 જુલાઇ 1856
જન્મ સ્થળ: ચિખલી, રત્નાગિરી, મહારાષ્ટ્ર
પિતાનું નામ: ગંગાધર રામચંદ્ર તિલક
માતાનું નામ: પાર્વતીબાઇ
અવશાન:  1 ઓગસ્ટ 1920 (મહારાષ્ટ્ર)
ઉપનામ: લોકમાન્ય

બાળ ગંગાધર તિલક  બહુમુખી પ્રતિભાથી સમૃદ્ધ હતા. તેઓ સમાજ સુધારક, વકીલ, સ્વાતંત્ર્ય સેનાની, પત્રકાર, શિક્ષક, રાષ્ટ્રીય નેતા તેમજ ભારતીય ઇતિહાસ, સંસ્કૃત, હિન્દુ ધર્મ, ગણિત અને ખગોળશાસ્ત્ર જેવા વિષયોના વિદ્વાન હતા.

 તે ભારતીય સ્વતંત્રતા ચળવળના પ્રથમ નેતા હતા, તેઓ લોકો દ્વારા સ્વીકારેલા નેતા હતા  તેમને "લોકમાન્ય તિલક" કહેતા હતા. તેમને "સ્વરાજ મારા જન્મસિદ્ધ અધિકાર છે. અને હું તેને લઈને જ જંપીશ" સુત્ર આપ્યું હતું.

ટિળકનો જન્મ મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લાના સંગમેશ્વર તાલુકાના ચિખલી ગામે ચિતપાવન બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો.

 તેમના પિતાજી જાણીતા શાલેય શિક્ષક અને સંસ્કૃતના વિદ્વાન હતાં. 

ટિળક જ્યારે ૧૬ વર્ષના હતા ત્યારે તેમના પિતા અવસાન પામ્યા. 

તેમના પિતાની વિદ્વતાનો ગુણ તેમનામાં પણ આવ્યો, તેમણે પુણેની ડેક્કન કોલેજમાંથી સન ૧૮૭૭માં સ્નાતકની પદવી મેળવી.

 કોલેજનો અભ્યાસ પામનારી પ્રથમ પેઢીમાં ટિળક શામેલ હતાં.


તે સમયની પરંપરા અનુસાર સમાજીક કાર્યોમાં સક્રીય રહેવાની ટિળક પાસે આશા રખાતી હતી. ટિળક માનતા હતાં કે ધર્મ અને ગૃહસ્થ જીવન જુદા નથી.


 સંન્યાસ લેવાનો અર્થ જીવનનો ત્યાગ એવો નથી. ખરી ચેતના તો એ છે કે જેમાં તમારા દેશને તમારું કુટુંબ માનવામાં આવે અને તેના ઉત્થાન માટે કાર્ય કરવામાં આવે. તેનાથી આગલ એક પગલું તે કે સર્વ માનવ સમાજ માટેની સેવા કરવામાં આવે અને તેનાથી આગળનું પગલું તે પ્રભુની સેવા કરવામાં આવે.


સ્નાતક કર્યા બાદ ટિળકે પુણેની એક ખાનગી શાળામાં ગણિત શીખવવાની શરુઆત કરી. ત્યાં નવી શાળાના અમુક શિક્ષકો સાથે આધ્યાત્મીક મતભેદો થવાથી તેમણે આ વ્યવસાય છોડવાનો નિર્ણય કર્યો.


 તે સમયગાળામાં તેઓ પત્રકાર બન્યાં. તેઓ પાશ્ચાત્ય શિક્ષણ પદ્ધતિના પ્રખર વિરોધી હતા કેમકે તે ભારતીય છાત્રોને સ્વાર્થી બનાવતી હતી અને ભારતીય પરંપરાનું અપમાન કરતી હતી. 


તેમણે પોતાના કોલેજ મિત્રો જેવાકે ગોપાલ ગણેશ અગરકર, માધવ બલ્લાલ નામજોશી અને વિષ્ણુ કૃષ્ણ ચિપલુણકર સાથે મળી ડેક્કન એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કરી જેનો ઉદ્દેશ્ય ભારતીય યુવા પેઢી માટે શિક્ષણની ગુણવત્તા વધારવાનો હતો.


 ડેક્કન એજ્યુકેશન સોસાયટીનો ઉદ્દેશ્ય ભારતીય યુવા પેઢીમાં ભારતીય પરંપરાને આધારે રાષ્ટ્રવાદી વિચારસરણીનો વિકાસ કરવાનો હતો.


 તેમણે આગળ જતાં સાંસ્કૃતિક અને ધાર્મિક સુધારાના ઓછાયા હેઠળ સ્વાતંત્ર્ય આંદોલનની શરૂઆત કરી.

તેઓ ફરગ્યુસન કોલેજમાં ગણિત શીખવાડતા હતાં.


ટિળકે તેમના મિત્રો ગોપાલ ગણેશ આગરકર અને વિષ્ણુશાસ્ત્રી ચિપલુણકર સાથે મળી ઈ.સ. ૧૮૮૧માં બે વર્તમાનપત્રો ચાલુ કર્યાં:

  1. "કેસરી" (સંસ્કૃત અર્થ સહિત) મરાઠીમાં
  2. "ધ મરાઠા" અંગ્રેજીમાં

માત્ર બે વર્ષમાં કેસરીનો વાચક વર્ગ ભારતના કોઈ પણ વર્તમાનપત્ર કરતાં વધુ થઈ ગયો. આ છાપાનો તંત્રીલેખ મોટે ભાગે બ્રિટિશ રાજમાં લોકોને ભોગવવી પડતી હાલાકી પર હતો. આ છાપાએ લોકોને પોતાના હક્ક માટે લડી લેવાની વાત કહી.

ટિળકનો આ કથન કે "સ્વરાજ મારું જન્મસિદ્ધ અધિકાર છે અને હું તેને લઈને રહીશ" ખૂબ પ્રસિદ્ધ થયું. લોકો તેને આદરથી "લોકમાન્ય" નામથી પોકારીને સમ્માનિત કરતા હતા. તેને હિંદુ રાષ્ટ્રવાદનો પિતા કહેવાય છે. 

લોકમાન્ય ટિળકએ જનજાગૃતિનો કાર્યક્રમ પૂરા કરવા માટે મહારાષ્ટ્રમાં ગણેશ ઉત્સવ અને શિવાજી ઉત્સવ અઠવાડિયુ ઉજવવું શરૂ કર્યું. આ તહેવારના માધ્યમથી જનતમાં દેશપ્રેમ અને અંગ્રેજોના અન્યાયના વિરૂધા સંધર્ષનો સાહસ  ભરાયું. 

1905 માં જ્યારે ભારતના વાઇસરોય, લોર્ડ કર્ઝને બંગાળનું વિભાજન કર્યું ત્યારે, તિલકે બંગાળીઓ દ્વારા આ ભાગલાલ નાબૂદ કરવાની માંગને જોરદાર ટેકો આપ્યો અને બ્રિટિશ માલના બહિષ્કારની હિમાયત કરી, જે ઝડપથી દેશવ્યાપી આંદોલન બની.

1908 માં સરકારે દેશદ્રોહનો આરોપ લગાવીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી. મહંમદ અલી ઝીણાએ તિલકનો કેસ લડ્યો. પરંતુ તિલકને 6 વર્ષની કેદની સજા ફટકારી હતી. તિલકને સજા પૂરી કરવા માટે બર્માના માંડલે મોકલવામાં આવ્યો હતો

ટિળક 23 જુલાઈ, 1908થી લઈને 13 સપ્ટેમ્બર, 1908 સુધી સાબરમતી જેલમાં રહ્યા હતા.ટિળક સાબરમતી જેલમાં 53 દિવસ રહ્યા હતા.ટિળકને સાબરમતી જેલની જે બૅરેકમાં રાખવામાં આવ્યા હતા એ બૅરેકને આજે 'ટિળક'ના નામથી ઓળખાય છે.

અમદાવાદમાં લાલ દરવાજા પાસે આવેલો 'ટિળકબાગ' ક્યારેક 'વિક્ટોરિયા ગાર્ડન'ના નામે ઓળખાતો હતો.

આ સમયે ટિળકએ ગીતાનો અભ્યાસ કર્યો અને ગીતા રહસ્ય નામનું ભાષ્ય પણ લખ્યું. ટિળકના જેલથી છૂટ્યા પછી જ્યારે ગીતા રહસ્ય  પ્રકાશિત થયો તો તેમનો પ્રચાર-પ્રસાર આંધી-તૂફાનની રીત વધ્યું અને જનમાનાસ તેનાથી વધારે આંદોલિત થયું. 

1907 માં, કોંગ્રેસ ગરમ દળ પાર્ટી અને નરમ દળ પાર્ટીમાં વિભાજિત થઈ. ગરમ દળમાં લાલા લજપત રાય અને બિપિનચંદ્ર પાલ સાથે તિલકનો સમાવેશ થાય છે. આ ત્રણેય લાલ-બાલ-પાલ તરીકે જાણીતા થયા. 

1908 માં, તિલકે ક્રાંતિકારી પ્રફુલ્લ ચાકી અને ખુદીરામ બોઝના બોમ્બ હુમલાને ટેકો આપ્યો, જેના કારણે તેમને બર્મા (હાલના મ્યાનમાર) ની જેલમાં મોકલવામાં આવ્યા. જેલ છોડ્યા પછી, તે ફરીથી કોંગ્રેસમાં જોડાયા અને એની બેસન્ટ અને મુહમ્મદ અલી ઝીણા સાથે મળીને 1916-18માં ઓલ ઇન્ડિયા હોમ રૂલ લીગની સ્થાપના કરી.

બાલ ગંગાધર તિલકે "સ્વરાજ આપણો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તે મેળવીને જ જંપીશ" ના સૂત્ર સાથે ઇન્ડિયન હોમ રૂલ લીગની સ્થાપના કરી. 1916 માં, મુહમ્મદ અલી ઝીણા સાથે લખનઉ કરાર થયો, જેમાં આઝાદીની લડતમાં હિન્દુ-મુસ્લિમ એકતાની જોગવાઈ હતી.

બાલ ગંગાધર તિલક બાળલગ્નની વિરુદ્ધ હતા, તેમણે તેમના ઘણા ભાષણોમાં આ સામાજિક અનિષ્ટની નિંદા કરી હતી. તે એક સારા લેખક પણ હતા. તેમણે મરાઠીમાં કેસરી અને અંગ્રેજીમાં ધ મરાઠા દ્વારા લોકોની રાજકીય ચેતનાને જાગૃત કરવાનું કાર્ય શરૂ કર્યું. 

બાલ ગંગાધરે બોમ્બેમાં દુષ્કાળ અને પુણેમાં પ્લેગ દરમિયાન દેશમાં ઘણાં સામાજિક કાર્યો કર્યા, જેના કારણે લોકો આજે પણ તેમને યાદ કરે છે.

બાલ ગંગાધર ટિલકે 1915માં ગીતા રહસ્ય, 1903માં ધ આર્કટિક હોમ ઇન ધ વેદાસ જેવા પુસ્તકો લખ્યા હતા.

 1 ઓગસ્ટ, 1920 ના રોજ મુંબઇ ખાતે  લોકમાન્ય તિલકનું અવશાન થયું હતું. તેમને શ્રદ્ધાંજલિ આપીને મહાત્મા ગાંધીએ તેમને આધુનિક ભારતના નિર્માતા અને નેહરુને ભારતીય ક્રાંતિના પિતા તરીકે ઓળખાવ્યા.