મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

08 October, 2021

નવરાત્રી- ત્રીજુ નોરતુ

 નવરાત્રી- ત્રીજુ નોરતુ

માઁ ચંદ્રઘંટા


યા દેવી સર્વભૂતેષુ ચંદ્રઘંટારૃપેણ સંસ્થિતા ।
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ ।।

નવરાત્રીના ત્રીજા દિવસે માઁ  ચંદ્રઘંટાની આરાધના કરવામાં આવે છે.. 

આદિશક્તિ દુર્ગાનું ત્રીજુ રૂપ એટલે માઁ ચંદ્રઘંટા. ભગવાન શંકરના મસ્તક પર અર્ધચંદ્ર ઘંટાના રૂપમાં સુશોભિત છે, આ કારણે તેમને ચંદ્રઘંટાના નામથી ઓળખવામાં આવે છે.

ચંદ્રઘંટા એટલે ચંદ્રની જેમ ચમકે છે અને શિવજીના મસ્તક પર બિરાજમાન છે.

 નવારત્રિના ત્રીજા દિવસે આ દેવીની પુજા અર્ચના કરવામાં આવે છે.

તેમની પુજા કરવાથી મણિપુર ચક્રની પ્રાપ્તિ થાય છે અને તેના દ્વારા મળતી સિધ્ધિઓ તેની જાતે જ મળી જાય છે તેમજ સાંસારિક કષ્ટોથી મુક્તિ મળી જાય છે.

માઁ ચંદ્રઘંંટાની વનસ્પતિ છે- ચંદ્રસૂર અથવા ચર્મહન્તિ
આ વનસ્પતિનો છોડ કોથમીર જેવો હોય છે જે ચરબી ઓછી કરે છે, આંખોનું તેજ વધારે છે, ચામડીને ચમકીલી બનાવે છે
ચરબીને દૂર કરે છે માટે તેને ચર્મહન્તિ કહે છે.

 તેમના શરીરનો રંગ સ્વર્ણ જેવો ચમકદાર છે.

 તેમને દસ હાથ છે. એક હાથ જ્ઞાન મુદ્રામાં અને એક હાથ આશીર્વાદ આપતો છે અને કમળ, ધનુષ્ય, તીર, ત્રિશૂળ, તલવાર, ગદા, કમંડળ, માળા શોભી રહ્યા છે. 

તેમનું વાહન વાઘ છે. તેમની મુદ્રા યુદ્ધ માટે તત્પર રહેનારી હોય છે.

ચન્દ્રઘંટા નામનો અર્થ ‘ઘંટ આકારનો, અર્ધગોળ, ચંદ્ર મસ્તક પર ધારણ કરનાર’ એમ પણ થતો હોવાનું જણાય છે. તેમને ત્રણ નેત્ર હોવાનું પણ કહેવાયું છે

દુષ્ટોનાં દમન અને વિનાશ માટે સદાય તત્પર રહેવા છતાંય એમનું સ્વરૃપ ભક્ત અને આરાધક માટે અત્યંત સૌમ્ય અને શાંતિથી પરિપૂર્ણ રહે છે.

 એમની આરાધનાથી પ્રાપ્ત થનારો એક બહુ મોટો સદ્ગુણ એ પણ છે કે સાધકમાં વીરતા – નિર્ભયતાની સાથે જ સૌમ્યતા અને વિનમ્રતાનો વિકાસ થાય છે. 

તેનાં મુખ, નેત્ર તથા સંપૂર્ણ કાયામાં કાંતિ અને ગુણની વૃદ્ધિ થાય છે.

 સ્વરમાં દિવ્ય, અલૌકિક માધુર્યનો સમાવેશ થઈ જાય છે. 

મા ચંદ્રઘંટાના ભક્ત અને ઉપાસક જ્યાં પણ જાય છે, ત્યાં લોકો તેમને જોઈને શાંતિ અને સુખનો અનુભવ કરે છે. 

માઁ ચંદ્રઘટાની કૃપાથી સાધકના બધા પાપ અને મુશ્કેલીઓ દૂર થાય છે. તેમની આરાધના ફળદાયી છે. માઁ ભક્તોના કષ્ટનું નિવારણ તરત જ કરી દે છે. તેમની ઉપાસના કરનાર સિંહની જેમ પરાક્રમી અને નિર્ભયી થઈ જાય છે. તેમના ઘંટની ધ્વનિ હંમેશા પોતાના ભક્તોની પ્રેતબાધાથી રક્ષા કરે છે.

માતા ચંદ્રઘંટાના ત્રીજા દિવસે પૂજા કરવા પાછળ કારણ એ છે કે માતાનો પહેલો અને બીજો અવતાર તો ભગવાન શંકરને પામવા માટે છે, પરંતુ જ્યારે માતા ભગવાન શંકરને પતિ સ્વરૂપે પામી લે છે ત્યારબાદ તે આદ્યશક્તિ સ્વરૂપે આવી જાય છે. દેવી પાર્વતીના જીવનની ત્રીજી સૌથી મોટી ઘટના તરીકે તેમને તેમનું પ્રિય વાહન વાઘ મળે છે. આ જ કારણે માતા વાઘ પર સવાર છે અને ભક્તોને દર્શન આપીને અભય પ્રદાન કરે છે.



No comments:

Post a Comment

comment about blog, quiz, certificate.
my work