નવરાત્રી- બીજુ નોરતુ
બ્રહ્મચારિણી માઁ
બીજુ નોરતુ : તપનું પ્રતીક છે માં બ્રહ્મચારિણી
या देवी सर्वभूतेषु ब्रह्मचारिणी रूपेण संस्थिता |
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम: ||
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम: ||
નવરાત્રીના બીજા દિવસે માઁ બ્રહચારિણીની આરાધના કરવામાં આવે છે..
સાધકો આ દિવસે પોતાના મનને માતાજીના ચરણોમાં સમર્પિત કરે છે. બ્રહ્મનો અર્થ છે તપસ્યા અને ચારિણીનો અર્થ છે આચરણ કરનારી.
બ્રહ્મચારિણી અર્થાત તપનું આચરણ કરનારી માતા.
એમના જમણા હાથમાં જપ કરવાની માળા તેમજ ડાબા હાથમાં કમંડળ રહેલું હોય છે.
બ્રહ્મચારિણી માઁ સાથે બ્રાહ્મી વનસ્પતિ જોડાયેલ છે. બ્રાહમી યાદશક્તિ અને આયુષ્ય વધારે છે. આ ઔષધિનુ સેવન કરવાથી અવાજમાં મધુરતા આવે છે,નાડીઓ શુધ્ધ બને છે અને રક્ત વિકાર દૂર થાય છે.
શાસ્ત્રો અનુસાર પૂર્વ જન્મમાં તે હિમાલયના ઘરે પુત્રીના રૂપમાં અવતર્યા હતા. નારદથીના ઉપદેશથી ભગવાન મહાદેવને પતિના રૂપમાં મેળવવા માટે તેમણે આકરી તપસ્યા કરી હતી.
એક હજાર વર્ષ સુધી તેમણે માત્ર ફળ ફુલ ખાઇને કઠોર તપ કર્યું હતું. સો વર્ષ સુધી ફક્ત શાકભાજી ખાધા હતા. કેટલાક વર્ષો એમણે આકરા ઉપવાસ કર્યા હતા. આ તપને લીધે મહાદેવ પ્રસન્ન થયા હતા અને એટલે જ તેઓ બ્રહ્મચારિણીના નામથી ઓળખાયા.
પોતાના પૂર્વ જન્મમાં જ્યારે તે હિમાલયના ઘરે પુત્રી બનીને અવતર્યા હતા, ત્યારે નારદજીના ઉપદેશથી તેમણે ભગવાન શંકરજીને પતિના રૂપમાં મેળવવાં માટે ખૂબ કડક તપસ્યા કરી હતી. ખુલ્લા આકાશ નીચે ટાઢ, તડકો અને વરસાદનું કષ્ટ સહન કર્યું હતું. જમીન પર તૂટીને પડતા બિલીપત્રો ખાઇ ભગવાનની આરાધના કરી હતી. બાદમાં તૂટેલા બિલીપત્રનો પણ એમણે ત્યાગ કર્યો હતો જેને લીધે તેઓ બ્રહ્મચારિણીની સાથોસાથ અપર્ણા તરીકે પણ ઓળખાયા. કઠોર તપને લીધે સાક્ષાત ભગવાન બ્રહ્મા પ્રસન્ન થયા હતા અને આકાશવાણી કરી હતી કે, હે દેવી આવું કઠોર તપ કોઇ કરી શક્યું નથી. તમારી મનોકામના પૂર્ણ થશે અને ભગવાન શંકર તમને પતિના રૂપમાં પ્રાપ્ત થશે. તમારા તપના ગુણલાં ત્રણેય લોકમાં ગવાશે.
મા દુર્ગાનું આ બીજું સ્વરૂપ ભક્તો અને સાધકોને અનંત ફળ આપનારૂં છે. તેમની ઉપાસનાથી સાધકમાં તપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચાર અને સંયમની વૃદ્ધિ થાય છે અને જીવનનાં કપરા સંઘર્ષકાળ દરમ્યાન પણ તેમનું મન કર્તવ્ય પથ પરથી વિચલિત થતું નથી. માતાજીની કૃપાથી તેને સર્વ સિદ્ધિ અને વિજય પ્રાપ્ત થાય છે. એવું માનવામાં આવે છે.
આ દિવસે એવી કન્યાઓનું પૂજન કરવામાં આવે છે કે જેમનો વિવાહ થઈ ગયા હોય પરંતુ લગ્ન થયાં ના હોય. તેમને પોતાના ઘરે આમંત્રિત કરી તેમનું પૂજન કરી, તેમને જમાડવામાં આવે છે અને ભોજનને અંતે વસ્ત્ર, વાસણ વિગેરેનું દાન અને દક્ષિણા આપી તેમને વિદાય કરવામાં આવે છે.
માં બ્રહ્મચારિણીની ઉપાસના સમયે પીળા અથવા સફેદ વસ્ત્રો પહેરવા જોઈએ. માંના સ્વરૂપને સફેદ વસ્તુઓ અર્પિત કરો જેમ કે મિશ્રી, ખાંડ અથવા પંચામૃત.
No comments:
Post a Comment
comment about blog, quiz, certificate.
my work