મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

Showing posts with label આંતરરાષ્ટ્રીય દિવસ. Show all posts
Showing posts with label આંતરરાષ્ટ્રીય દિવસ. Show all posts

08 September, 2022

International Literacy Day

 International Literacy Day

(વિશ્વ સાક્ષરતા દિન)

8 September


વિશ્વ સાક્ષરતા દિન વિશ્વમાં દર વર્ષે આઠમી સપ્ટેમ્બરના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસને વિશ્વ સાક્ષરતા દિન તરીકે ઉજવવાની જાહેરાત યુનેસ્કો (UNESCO) તરફથી ઈ. સ. ૧૯૬૫ના વર્ષમાં સત્તરમી નવેમ્બર ના દિવસે કરવામાં આવી હતી. આ દિવસની ઉજવણીની શરૂઆત ઈ. સ. ૧૯૬૬ના વર્ષથી કરવામાં આવી હતી. આ દિવસને વિશ્વ સાક્ષરતા દિન તરીકે ઉજવવાનો મુખ્ય હેતુ સાક્ષરતાનું મહત્વ દરેક વ્યક્તિ, સમુદાય તેમ જ સમાજને સમજાવી અને તેના વિષે જાગૃતિ લાવવાનો છે.

 

 યુનેસ્કોના ગ્લોબલ એજ્યુકેશન મોનિટરિંગ રિપોર્ટ અનુસાર, ભારત 2050 માં પ્રાથમિક શિક્ષણ, 2060 માં માધ્યમિક શિક્ષણ અને 2085 માં ઉચ્ચતર માધ્યમિક શિક્ષણનું વૈશ્વિક લક્ષ્‍‍ય પ્રાપ્ત કરવામાં સમર્થ હશે.

જો આપણે વર્તમાન સાક્ષરતા દરની સ્વતંત્ર રીતે આકારણી કરીએ, તો પરિસ્થિતિ થોડી સારી છે. આઝાદી બાદથી દેશમાં સાક્ષરતાનો ગ્રાફ 57 ટકા વધ્યો છે, પરંતુ છતાં આપણે વૈશ્વિક સ્તરે ઘણા પછાત છીએ. 

૨૦૧૧ ની વસ્તી ગણતરી મુજબ કેરળ (93.91%) સાથે ભારતનું સૌથી સાક્ષર રાજ્ય છે. જ્યારે બિહારમાં આ દર 63.8૨ ટકા છે, જ્યારે તેલંગાણા 66.50 ટકા સાક્ષરતા દર છે.

આ પછી લક્ષદ્વીપ (92.28%), મિઝોરમ (91.58%), ત્રિપુરા (87.75%) અને ગોવા (87.40%) આવે છે. બિહાર અને તેલંગાણા એ બે રાજ્યો એવા છે કે જેનો સાક્ષરતાના દર સૌથી ઓછો છે.

 

એક માહિતી અનુસાર, ભારતનો સાક્ષરતા દર વિશ્વના સાક્ષરતા દરથી 84% જેટલો ઓછો છે. જો કે, દેશમાં શરૂ કરાયેલા સર્વ શિક્ષા અભિયાન અને સાક્ષર ભારત દ્વારા આ દિશામાં અર્થપૂર્ણ પગલા લેવામાં આવ્યા છે. 

 

૨૦૧૧ ની વસ્તી ગણતરી મુજબ, ભારતમાં સાક્ષરતા દર 74.04% છે. તે જ સમયે, સ્વતંત્રતા દરમિયાન એટલે કે વર્ષ 1947 માં તે માત્ર 18 ટકા હતો. આ રીતે, આપણે કહી શકીએ કે પરિસ્થિતિમાં થોડોક સુધારો થયો છે.

ભારતમાં સાક્ષરતા દરમાં જાતિય સમાનતા પણ જોવા મળે છે. જેમ દેશમાં આર્થિક અસમાનતા છે, તેવી જ રીતે સાક્ષરતા પર મહિલાઓ અને પુરુષો વચ્ચે મોટો તફાવત છે. જ્યારે દેશમાં પુરુષોનો સાક્ષરતા દર 82.14 % છે, તે સ્ત્રીઓમાં ફક્ત 65.46% છે. સ્ત્રીઓમાં ઓછી સાક્ષરતાનું મુખ્ય કારણ અધધધ વસ્તી વધારો અને કુટુંબિક આયોજન વિશેની જાણકારીનો અભાવ જોવા મળી રહ્યું છે.

એક અભ્યાસ મુજબ એશિયાના કેટલાક દેશોની સરખામણીમાં ગુજરાતમાં સાક્ષરતાનો દર કુલ વ્યક્તિઓની રીતે 2001માં  69.1% હતો જયારે 2011માં 79.3% હાલના અભ્યાસ મુજબ ભારતમાં સાક્ષરતાનું પ્રમાણ 74.04% છે.  સ્ત્રીઓમાં સાક્ષરતા દર ગુજરાતમાં 2011માં 70.7% જેની સરખામણીએ ભારતમાં તે દર 65.46% જોવા મળ્યું છે. આમ પ્રમાણ વધવા સાથે એ પણ એટલું જ સાચું છે કે ગુજરાતમાં પુરુષોમાં 82.14%ની સરખામણીએ સ્ત્રીઓમાં 65.46% સાક્ષરતા દર હોવાથી  હજુ ભારતમાં અને ગુજરાતમાં ખાસ કરીને ગામડાઓમાં સ્ત્રીઓમાં શિક્ષણ પ્રત્યે ઉદાસીનતા વધુ જોવા મળે છે.


ભારતીય બંધારણની જોગવાઈ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને આધીન ૧૫ થી ૩૫ વયજુથની વ્યક્તિઓને સાક્ષર કરવાના હેતુથી તા. 5 મે 1988ના રોજ રાષ્ટ્રીય સાક્ષરતા મિશનની સ્થાપના કરવામાં આવી હતી. જેમાં ૩ તબક્કામાં સંપૂર્ણ સાક્ષરતા, અનુ સાક્ષરતા અને નિરંતર શિક્ષણ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હતા. 

ગુજરાતમાં 1991માં સંપૂર્ણ સાક્ષરતા કાર્યક્રમ હેઠળ પ્રથમ ૨ જીલ્લા ગાંધીનગર અને ભાવનગર બાદ તબક્કાવાર બધા જીલ્લાઓને આવરી લેવાયા. થોડા વખત માટે રાત્રી વર્ગો, પ્રૌઢો માટે વર્ગોમાં મોટી ઉમરના લોકો કે જે નિરક્ષર રહી ગયા હતા તેમને સાક્ષર કરવામાં આવતા હતા.

સરકાર દ્વારા નિરંતર શિક્ષણ કાર્યક્રમ અંતર્ગત ગ્રામ્ય અને શહેરી બેય વિસ્તારોમાં નિરક્ષર વ્યક્તિઓને શિક્ષણ આપી રાજ્યને સંપૂર્ણ સાક્ષર બનાવવાનું નિરંતર શિક્ષણ કાર્ય ચાલી રહ્યું છે. ત્યારે શાળાઓમાં શિક્ષકોએ સજાગપણે શાળાના બાળકોમાં ડ્રોપ-આઉટ રેશીઓ ઘટાડવા સાથે કન્યાકેળવણીમાં ઉદાસીનતા માટે કારણભૂત પરિબળો જાણી તેને દૂર કરવા પ્રયત્ન કરવો જરૂરી છે. તો આ અંતર્ગત “સબ પઢે સબ બઢે” , “પઢેગા ઇન્ડિયા તભી તો બઢેગા ઇન્ડિયા” અને “ઈચ વન ટીચ વન”  “બેટી બચાઓ બેટી પઢાવો”જેવા સુત્રોને સાર્થક કરવા દરેક જાગૃત નાગરિક અને સામાજિક સંસ્થાઓ પણ વિવિધ સાક્ષરતા કાર્યકમો દ્વારા આસપાસમાં નિરક્ષર વ્યક્તિઓને અક્ષરજ્ઞાન આપી, પરોક્ષ રીતે રાજ્ય અને દેશમાંથી સંપૂર્ણ નિરક્ષરતા નાબુદી માટે સજ્જ બને એ જ આજના દિવસનો સંદેશ…!

દેશના વિકાસની પારાશીશી-સાક્ષરતા

વિયેટનામના હોંચીમીંચી અને ડેન્માર્કના ગુન્ટીવીન નામના મહાનુભાવોએ નિરક્ષરતા નાબુદી માટે તેમના દેશમાં લોકશાળાઓ શરુ કરી નિરક્ષરોને ભણાવવાનું સુંદર દેશ ઉપયોગી કાર્ય કર્યું હતું. તેમના જન્મદિન ૮ સપ્ટેમ્બરને સાક્ષરતાદિવસ તરીકે આખા વિશ્વમાં ઉજવાય છે.

5 મે 1988ના રોજ "રાષ્ટ્રીય સાક્ષરતા મિશન" ની શરૂઆત કરવામાં આવી હતી

6 થી 14 વર્ષ સુધીના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ ભારતમા આપવામા આવે છે


ભારતમાં સાક્ષરતા દર


☄1881👉3.2%

☄1931👉7.2%

☄1947👉12.2%

☄1951👉18.33%

☄2001👉64.84%

☄2011👉74.04%


સાક્ષરતા દર-2011 અનુસાર


☄સૌથી વધુ કેરલ 93.91%

☄સૌથી ઓછુ બિહાર 63.82%


☄ગુજરાત સાક્ષરતા દર 79.31%

સૌથી વધુ સાક્ષરતા દર ધરાવતો જિલ્લો સુરત અને સૌથી ઓછી સાક્ષરતા દર ધરવતો જિલ્લો દાહોદ છે.(2011 વસતિ ગણતરી મુજબ)


સ્કૂલ છોડી જતા અને અધવચ્ચે અભ્યાસ છોડાતા વિધાર્થી માટે "સ્કૂલ ચલે" અભિયાન શરૂ કરાશે


🌷2022 સુધી તમામને સાક્ષર બનાવવાનું સરકારનુ લક્ષ્યાંક


🌷રાષ્ટ્રીય સ્તરે ભારત સરકાર દ્રારા "સાક્ષર ભારત પુરસ્કાર" આપવામાં આવે છે

 ગુજરાત સરકાર દર વર્ષે ધોરણ 1 માં વધુમાં વધુ બાળકોનુ નામાંકન થાય તે માટે પ્રવેશોત્સવનુ આયોજન કરે છે.

ભારત સરકાર દ્વારા 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણ સર્વ શિક્ષા અભિયાન દ્વારા આપવાનુ શરુ કરવામા આવે છે,


વર્ષ 2019 થી સર્વ શિક્ષા અભિયાનને સમગ્ર શિક્ષા અભિયાનમા ફેરવવામા આવેલ છે જે અંતર્ગત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક ત્રણેયનો સમવેશ કરેલ છે જેમા 6 થી 18 વર્ષના તમામ બાળકોને ફરજીયાત શિક્ષણ મળી રહે તેવો હેતુ છે. ઉપરાંત નવી શિક્ષણ નિતિ દ્વારા સાક્ષરતા વધરવાનો સરકારનો ઉદેશ છે.


દર વર્ષે ઉજવાતા સાક્ષરતા દિવસની થીમ

2017 મા થીમ(Theme)  "ડિજિટલ દુનિયામાં સાક્ષરતા"    "Literacy in Digital World"


2018 Theme:

Literacy and skills development

   

2019 Theme:

Literacy and Multilingualism


2020 Theme:

Literacy teaching and learning in the COVID-19 crisis and beyond


2021 Theme:

Literacy for a human-centred recovery: Narrowing the digital divide


2022 Theme:

Transforming Literacy Learning Spaces




વિશ્વમા ભારતનો સાક્ષરતામાં ક્રમાંક  168મો છે.


વિશ્વમા પ્રથમ ક્રમાંકે ફિનલેન્ડ અને છેલ્લા ક્રમાંકે સુદાન આવે છે.


જ્યારે સૌથી વધુ સક્ષારતા દર ધરવતો દેશ રશિયા છે.


વિશ્વનો સાક્ષરતા દર 86.03% છે.


ભારતના રાજ્યોનો સાક્ષરતા દર અને ક્રમાંક



ભારતના રાજ્યોમા પુરુષ અને સ્ત્રીનો સાક્ષરતા દર

પુરુષ સ્ત્રી


09 August, 2022

World Tribal Day (વિશ્વ આદિવાસી દિવસ)

 


World Tribal Day (વિશ્વ આદિવાસી દિવસ)

9 ઓગસ્ટ




આદિવાસીઓના મૂળભૂત અધિકારોના સામાજિક, આર્થિક અને ન્યાયિક રક્ષણ માટે દર વર્ષે 9 ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ ઉજવવામાં આવે છે. તેમની રહેણીકરણી, ખાન -પાનની આદતો અને રિવાજો અને પહેરવેશ વગેરે અન્ય લોકોથી અલગ છે. સમાજના મુખ્ય પ્રવાહથી કપાઈ જવાને કારણે, સમગ્ર વિશ્વમાં આદિવાસી લોકો હજુ પણ ખૂબ જ પછાત છે

1994 માં અમેરિકામાં પ્રથમ વખત આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારથી, 9 ઓગસ્ટ સમગ્ર વિશ્વમાં આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ સૌપ્રથમ 1994 ને સ્વદેશી લોકોનું આંતરરાષ્ટ્રીય વર્ષ જાહેર કર્યું. સમગ્ર વિશ્વમાં 9 ઓગસ્ટ 1995 ના રોજ પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 23 ડિસેમ્બર 1994 ના 49/214 ઠરાવ દ્વારા 9 ઓગસ્ટને દર વર્ષે આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે જાહેર કર્યો.



ભારતની વાત કરીએ તો આદિવાસી સમાજના લોકોએ દેશની આઝાદીમાં ઘણું યોગદાન આપ્યું છે. બિરસા મુંડાએ ઝારખંડ અને છોટાનાગપુર વિસ્તારમાં સ્વતંત્રતા સંગ્રામમાં મોટી ભૂમિકા ભજવી હતી.

આદિવાસી લોકોને તેમના અસ્તિત્વ, સંસ્કૃતિ અને સન્માન બચાવવા માટે સંઘર્ષ કરવો પડે છે. આજે, સમગ્ર વિશ્વમાં જાતિવાદ, રંગભેદ, ઉદારીકરણ જેવા ઘણા કારણોસર, આદિવાસી સમુદાયના લોકો પોતાનું અસ્તિત્વ અને સન્માન બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. ઝારખંડની કુલ વસ્તીના લગભગ 28 ટકા આદિવાસી સમાજના લોકો છે. તેમાં સાંથલ, બંજારા, બિહોર, ચેરો, ગોંડ, હો, ખોંડ, લોહરા, માઈ પહરિયા, મુંડા, ઓરાં વગેરે જેવા બત્રીસથી વધુ આદિવાસી જૂથોના લોકોનો સમાવેશ થાય છે.

ગુજરાત રાજ્યનાં આદિવાસીઓ એમના ખડતલ તેમ જ ચપળ શરીર માટે જાણીતા છે. ગુજરાત રાજ્યની પૂર્વ સરહદના વિસ્તારોમાં મુખ્યત્વે આદિવાસીઓ વસવાટ કરે છે. ગુજરાતના આદિવાસીઓમાં મુખ્યત્વે ચૌધરી, કુકણા, તડવી, ધોડિયા, ગામિત, વસાવા, ભીલ, નિનામા, રાઠવા, નાયકા, હળપતિ, ડામોર, કટારા, તાવિયાડ, કોટવાળીયા વગેરેનો સમાવેશ થાય છે.



આ જ કારણ છે કે આદિવાસી સમાજના ઉત્થાન અને તેમની સંસ્કૃતિ અને સન્માન બચાવવા ઉપરાંત આદિવાસી આદિવાસીઓને પ્રોત્સાહન અને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે 9 ઓગસ્ટ આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

આદિવાસી સમાજ માતૃ અને પિતૃ પ્રધાન છે. તેઓમાં વડીલો સર્વોચ્ચ સ્થાને હોય છે. કુટુંબનાં મહત્વના નિર્ણયો ઘરનાં વડીલો જ લેતાં હોય છે. કુટુંબના ભરણ-પોષણની જવાબદારી પતિ – પત્ની બન્ને ઉપાડતા હોય છે. સામાન્ય રીતે તેઓ ખેતી અને પશુપાલન કરે છે. તેમનાં રીત રિવાજો અનોખા હોય છે

આદિવાસીઓની બોલી અને વ્યાકરણ ઘણાં અનોખા છે. તેમની ભાષાનું કોઈ લિખીત સ્વરૂપ નથી તેથી તે બોલી પુરતી જ સિમીત રહી શકી છે

આદિવાસીઓની મુખ્ય બોલીઓમાં પંચમહાલ અને દાહોદ જિલ્લામાં બોલાતી ભીલી, ગામીત, વસાવા, કુકણા, ધોડીયા, ચૌધરી, રાઠવી, તડવી બોલી વગેરે આવે છે

આદિવાસી પ્રજાનો જીવનનિર્વાહનો આધાર મુખ્યત્વે ખેતી છે. તેમનાં તહેવારો ખેતીની મોસમ પ્રમાણે આવે છે. ફાગણ માસની પૂનમે હોળી, જ્યારે શિયાળામાં વાલનાં છોડોને પાપડી બેસે છે ત્યારે પહેલી પાપડીનો ઉત્સવ મનાવવામાં આવે છે. જેને પોહોતિયો કહેવામાં આવે છે, ખેતરમાં પાક તૈયાર થઈ ગયા પછી કોઈ એક દિવસે માટીમાંથી ઉંદરની મૂર્તિ બનાવવામાં આવી ઉંદરીયા દેવનો તહેવાર, વર્ષનાં પહેલાં વરસાદ નંદુરો દેવનો તહેવાર, વાઘ એ જંગલનુ સૌથી શકિતશાળી પ્રાણી છે. તેથી તેનાં ભય તથા આદરભાવને કારણે વાઘદેવ તહેવારમાં તેની પૂજા થાય છે, દિવાસો એ દક્ષિણ ગુજરાતમાં ઉજવાતો આદિવાસી સમાજનો ઘણો મોટો તહેવાર છે.




પારંપરિક દેવી-દેવતાઓ

દેવમોગરા માતા

સમગ્ર આદિવાસી સમાજની તે મુખ્ય દેવી છે. નર્મદા જિલ્લાનાં સાગબારા તાલુકાનાં દેવમોગરા નામના ગામે પાંડોરી માતાનું મંદિર આવેલુ છે, જ્યાં હજારો લોકો માનતા માની જાય છે. તે આદિવાસી પ્રજાનું પવિત્ર યાત્રાધામ છે. પોતે ઉગાડેલા ધાન્યો અને શાકભાજી માતાને ચઢાવવા માટે લોકો આવે છે. આદિવાસી લોકો અહીં પોતાની માનતા મુજબ મરઘાં,બકરા પણ વધેરે છે

નોકટી દેવી

રાવણની બહેન રાક્ષસી શૂર્પણખાનું આ બીજું નામ છે. સ્થાનિક વાર્તા મુજબ મોગલબારાનાં જંગલોમાં એકવાર એક વીર પુરુષે અહીંની એક મહિલાનું નાક કાપ્યું હતું અને અહીંના લોકો તે મહિલાને પૂજતાં હતાં, તેની એક પથ્થરની મૂર્તિ પણ હતી પણ હાલ ઉકાઈનાં સરોવરમાં આ જગ્યા ડૂબી ગઈ છે.

પાંડોર દેવી

આ દેવીને તેઓ રક્ષકદેવી તરીકે પૂજે છે. તેને માતા પાર્વતીનું એક રૂપ માનવામાં આવે છે. મોટા ભાગે આ માતાજીની સ્થાપના ગામની બહાર મોટા વૃક્ષની નીચે કરાય છે. તેની સાથે માટીમાંથી બનાવેલા જાનવરોનાં રમકડાં જેવા કે ઘોડા, વાઘ, બળદ વગેરે મુકાય છે. જે પ્રકૃતિ સાથે ગામની રક્ષા કરશે તેવું માનવામાં આવે છે.

કંસરી માતા

આ દેવીને તેઓ અન્નદેવી તરીકે પૂજે છે. અન્નપૂર્ણા માતાનું જે સ્થાન અન્ય સમાજમાં છે તે જ સ્થાન કંસરી માતાનું આદિવાસી સમાજમાં છે. કંસરી માતાને સર્વ આદિવાસી સમાજ પૂજે છે. સોનગઢ તાલુકાના કાવલા ગામમા કંસરી માતાનુ દેવસ્થાન આવેલ છે. જ્યારે પણ ખેતરમાંથી અનાજ કાપવામાં આવે છે ત્યારે સૌથી પહેલા કંસરી માતાને અર્પણ કરવા માટે જાય છે અને પછી જ એ અનાજને ખાવા માટે વાપરે છે.

દેવલીમાડી

દેવલીમાડી સોનગઢ તાલુકાના દેવલપાડા ગામે આવેલ દેવસ્થાન છે. દેવલીમાડી ગામીત સમાજની કુળદેવી તરીકે મનાય છે. દરેક સમાજના લોકો પૂજા કરવા જાય છે. ત્યાં દર વર્ષે મેળાનું આયોજન પણ હોય છે. એ મેળામાં દરેક આદિવાસી સમાજના લોકો આવતાં હોય છે.

ભવાની માતા

ભવાની માતા ધોડિયા સમાજની કુળદેવી તરીકે પૂજાય છે.

ઈંદલા દેવી

તે ભીમની પત્ની હેડંબાનુ બીજું નામ છે. તેને શકિતનું પ્રતિક માનવામાં આવે છે. પહેલાના સમયમાં  સોનગઢથી  ઉચ્છલ  વચ્ચેના જંગલમાં ઈંદલા દેવી અને તેના પુત્ર ઘટોત્કચના જન્મ સમયની શારીરિક છાપ વાળો એક પથ્થર હતો પણ હાલ તેની કોઈ વિગત નથી.


સોમનાથ મંદિરની રક્ષા માટે વેગડા ભીલની વીરતા, મહીસાગરનાં માનગઢમાં ગુરુ ગોવિંદનાં નેતૃત્વમાં 1600 આદિવાસીઓની શહીદી, વિજયનગરનાં શહીદો, તાત્યાભીલ, રૂપા નાયક સહિતનાં આદિવાસી વીરોનાં બલિદાન વિશે લોકોને જણાવવામાં આવે છે. ડાંગના રાજાઓ પણ અંગ્રેજો સામે લડ્યા હતા.

આવા આદિવાસીઓની સંસ્કૃતિની વિરાસતને ઉજાગર કરવાનો અવસર એટલે ‘વિશ્વ આદિવાસી દિવસ’.

13 June, 2022

World Blood Donor Day ( વિશ્વ રક્તદાન દિવસ)

 વિશ્વ રક્તદાન દિવસ

14 જુન


‘રક્તદાન’ જીવન-રક્ષા હેતુ કરેલું મહાકાર્ય પણ છે

દર વર્ષે 14મી જૂન ‘વિશ્વ રક્તદાતા દિવસ’ તરીકે મનાવવામાં આવે છે. વિશ્વ આરોગ્ય સંગઠને વર્ષ 2004થી આ દિવસની શરૂઆત કરી છે. વિશ્વ રક્તદાતા દિવસ, WHO દ્વારા સ્થાપિત આઠ સત્તાવાર વૈશ્વિક જાહેર આરોગ્ય અભિયાનોમાંથી એક છે. 14મી જૂન, નોબેલ પ્રાઈઝ વિજેતા ડૉ. કાર્લ લેન્ડસ્ટેઈનર, કે જેઓએ બ્લડ ગ્રુપિંગની શોધ કરી હતી, તેમનો પણ જન્મ દિવસ છે.

રકતદાનને મહાદાન એટલા માટે કહે છે કે "રકતદાતા એક વખત રકતદાન કરીને ત્રણ જીવનદાન આપી શકે છે". આ એક એવું દાન છે કે દાન આપનારને અભિમાન નથી થતું અને સ્વીકારનારને તેનો સંકોચ નથી થતો.

રાજકોટમાં દાયકાઓથી કાર્યરત લાઈફ બ્લડ સેન્ટર આ દિશામાં માનવતાનું કાર્ય કરે છે અને કટોકટીના સમયે રકત પુરુ પાડીને સેંકડો લોકોને નવજીવન આપ્યું છે.


રકત દાન બે પ્રકારે થાય છે. (1) પ્લેટ્સ ડોનેશન (2) પ્લાઝમા ડોનેશન

આપણા શરીરમાં 4.5 થી 5.5 લિટર રકત હોય છે જેમાથી 350 થી 450 મિલિ લોહી રકતદાન સમયે લેવામાં આવે છે. રક્તનો પ્રવાહી ભાગ બે દિવસમાં અને કોષો ૨૧ દિવસમાં શરીરમાં ફરીથી ઉત્પન્ન થઈ જાય છે.


- રક્ત  એ  જીવનરક્ષક  દવા ( Life saving drug  )  છે જે કોઈ ફેક્ટરીમાં નથી  બનતું , પરંતુ માનવ  શરીર  જ એની ફેક્ટરી છે .
- રક્તની જરૂરિયાત અને પુરવઠા ( Demand and supply ) વચ્ચે મોટો તફાવત છે . રક્તની સતત અછત વર્તાતી હોય છે .
- અકસ્માત , કેન્સર , પ્રસુતિ ,વિવિધ પ્રકાર ના ઓપરેશનો તથા થૅલેસેમિયા જેવા જન્મજાત ઉણપ ધરાવતા રોગ માટે રક્ત એ એક આવશ્યક અને  જીવનદાન આપનારું બની શકે છે .
- થેલેસેમિયા  ના દર્દીઓને  આજીવન રક્તના સહારે જ જીવન જીવવું પડે છે. કારણ કે તેમના રક્તકર્ણો ખામીયુકત હોવાથી શરીર તરત જ નાશ પામે છે .
- વિવિધ પ્રકાર ના કેન્સરમાં તથા તેની માટેની કેમોથેરેપીની આડઅસરમાં પણ રક્ત વગર દર્દીની સારવાર શક્ય નથી .


રક્તદાન કોણ કરી શકે ?
- ૧૮ થી ૬૫ વર્ષ ની ઉમરની તદુંરસ્ત વ્યકતિ.
- ઓછામાં ઓછું ૪૫ કિલો વજન ધરાવતીવ્યકતિ.
- હિમોગ્લોબીન ૧૨.૫ ગ્રામ ટકાથી વધુ હોય તે .


દરેક રક્તદાતાના એચ આઈ વી  ( HIV )  હેપેટાઇટિસ – બી ( Hepatitis B ) , હેપેટાઇટિસ સી  ( Hepatitis C ) , ગુપ્તરોગ તથા મલેરિયા વગેરે ટેસ્ટ બ્લડબેંકમાં કરવામાં આવે છે .


 ૪૫ થી ૫૫ કી.ગ્રા વજન ધરાવતી વ્યક્તિ ૩૫૦ મી.લી રક્તદાન ૫૫ થી વધુ કી.ગ્રા વજન ધરાવતી વ્યક્તિ ૪૫૦ મી.લી રક્તદાન કરી શકે .


૧૮ થી ૬૫ વર્ષની ઉમર દરમિયાન કોઈ પણ વ્યક્તિ ત્રણ મહિનાનો સમયગાળો રાખીને ૧૮૮ વાર રક્તદાન કરી શકે.



આ દિવસે અનેક કાર્યક્રમો દ્વારા સલામત રકત અને રકત ઉત્પાદનો પ્રત્યે જાગૃતિ લાવવામાં આવે છે અને અન્યોના જીવન બચાવવા માટે સ્વૈચ્છિક રકતદાન કરનાર રકતદાતાઓ પ્રત્યે આભારની લાગણી વ્યકત કરવામાં આવે છે. વિશ્વના અનેક દેશોમાં સલામત અને પુરતા પ્રમાણમાં રકત ઉપલબ્ધ નથી હોતું તે મોટો પડકાર છે અને યોગ્ય તથા સલામત પધ્ધતિથી રકત અને રકત ઉત્પાદનો ચડાવવામાં પણ આવતા નથી હોતા.


રકતદાન કરનાર રકતદાતાઓ પોતાનુ બલ્ડ ગ્રુપ જાણી શકે છે તેમજ એઈડ્ઝ, બી પ્રકારનો કમળો, વી.ડી.આર.એલ, ‘સી’ પ્રકારનો કમળો, મેલેરિયા વગેરે પ્રકારના ટેસ્ટ વિનામૂલ્યે થઈ જાય છે. 





લોહી એ રુધિરરસ અને રુધિરકણોનુ બનેલ છે.

રુધિરકણો ત્રણ પ્રકારના છે

રક્તકણો : આ કણો હિમોગ્લોબિન ધરાવે છે,

હિમોગ્લોબિનનો રંગ લાલ હોવાથી લોહી લાલ રંગનુ હોય છે.

આ કણો રુધિરમા સૌથી વધુ હોય છે.

રક્ત કણોનુ આયુષ્ય 120 દિવસનુ હોય છે. રક્ત કણો ઓક્સીજન અને

કાર્બન ડાયોક્સાઇડનુ વહન કરે છે. આ કણોનુ પ્રમાણ ઘટે તો

એનિમિય (પાંડુરોગ) થાય છે.

શ્વેત કણો : આ કણો સફેદ રંગના હોય છે,

જે શરીરને રોગો સામે રક્ષણ આપે છે.

આથી તેની તેને શરીરના સૈનિકો કહે છે.

શ્વેત કણોનુ આયુષ્ય 2 કે 3 દિવસનુ હોય છે ,

આ કણોનુ પ્રમાણ વધે તો લ્યુકેમિયા (બ્લડ કેન્સર) થાય છે.  

ત્રાક કણો : આ કણો લોહી જામી જવાની ક્રીયામા મદદ કરે છે,

જ્યારે આપણને કોઇ ઘા વાગે ત્યારે લોહી નિકળે છે

અને થોડી વાર પછી જામી જાય છે તેનુ કારણ આ કણો કણો છે.

આ કણોનુ આયુષ્ય 8 થી 10  દિવસનુ હોય છે.

રક્ત અને તેના ઘટકની માહિતી

ઘટક    ક્યાં તાપમાને સંગ્રહ કરાય    કેટલો સમય સંગ્રહ થઈ શકે.
રક્તકણ             ૨ થી ૬                 ૪૨ દિવસ 
પ્લેટ્સ                  ૨૨                     ૫   દિવસ
પ્લાઝમા( FFP )    ૪૦                     ૧    વર્ષ 
ક્રાયોપ્રેસિપિટેટર્સ    ૪૦                    ૧    વર્ષ  

લોહીના પ્રકાર કેટલા?

લોહીના Rh ફેક્ટરના આધારે 8 પ્રકાર છે.

A+ , A -, B+, B-, AB+, AB-, O+, O -

A, B, AB અને O પ્રકારના પૉઝિટિવ અને નેગેટિવ બન્ને પ્રકારો ઉપરાંત એક નવું જૂજ 

મળી આવતું બૉમ્બે બ્લડ-ગ્રુપ પણ છે.

બધાના લોહીનો રંગ લાલ હોય છે. એક હેલ્ધી વ્યક્તિના શરીરમાં પાંચથી છ લિટર જેટલું લોહી હોય છે ને આપણા શરીરના કુલ વજનમાંથી સાત ટકા વજન લોહીનું હોય છે. જોકે લોહી મુખ્યત્વે ચાર પ્રકારનું હોય છે. લોહીના લાલ રક્તકણોમાં શુગરબેઝ્ડ ઍન્ટિજન A અને ગ્ની હાજરી અથવા ગેરહાજરીને આધારે લોહીના A, B, AB અને O જેવા ચાર પ્રકારો પડે છે.

 આ ઍન્ટિજન અને ઍન્ટિબૉડીઝ શું છે એ સમજીએ. 

ઍન્ટિબૉડી એટલે અમુક ચોક્કસ ચીજોનો પ્રતિકાર કરી શકે એવા પ્રોટીનના બનેલા કણો. આ કણો બ્લડના પ્લાઝમામાં હોય છે. ઍન્ટિજન એટલે શરીરમાં આવાં ઍન્ટિબૉડીઝ જનરેટ કરી શકે એવા કણો. એ લાલ રક્તકણોની સપાટી પર હોય છે. દરેક વ્યક્તિમાં જુદી-જુદી ઍન્ટિજન અને ઍન્ટિબૉડીઝની ગોઠવણને આધારે લોહીનું ગ્રુપ નક્કી થતું હોય છે. આને ABO સિસ્ટમ કહે છે.

લોહીનું મૅચિંગ કઈ રીતે થાય?

A ગ્રુપ ધરાવનારી વ્યક્તિ A ગ્રુપ તેમ જ AB ગ્રુપ ધરાવતી વ્યક્તિને બ્લડ આપી શકે. આ વ્યક્તિને A તેમ જ O ગ્રુપનું બ્લડ આપી શકાય.

B ગ્રુપ ધરાવનારી વ્યક્તિ B અને AB ગ્રુપ ધરાવતી વ્યક્તિને લોહી આપી શકે. આ વ્યક્તિને B તેમ જ O ગ્રુપનું બ્લડ આપી શકાય.

AB ગ્રુપ ધરાવનારી વ્યક્તિનું AB ગ્રુપ ધરાવતી વ્યક્તિને લોહી આપી શકાય. આ વ્યક્તિને A, B, AB, અને O એમ દરેક પ્રકારનું બ્લડ આપી શકાય છે. આ ગ્રુપની વ્યક્તિ દરેક પ્રકારના ગ્રુપનું લોહી લઈ શકે એમ હોવાથી એને યુનિવર્સલ રિસીવર બ્લડ-ગ્રુપ કહેવાય છે.

O ગ્રુપ ધરાવનારી વ્યક્તિઓ A, B, AB, અને O એમ દરેક પ્રકારના બ્લડ-ગ્રુપ સાથે મૅચ થાય છે, પરંતુ તેમને જ્યારે લોહીની જરૂર પડે તો માત્ર અને માત્ર O ગ્રુપ જ મૅચ થાય છે. આ ગ્રુપનું લોહી કોઈ પણ બ્લડ-ગ્રુપ ધરાવનારાઓને આપી શકાતું હોવાથી એને યુનિવર્સલ ડોનર બ્લડ-ગ્રુપ કહેવાય છે.

O(નેગેટીવ) એ સર્વદાતા રૂધિર  જુથ ગણાય છે, જે દરેકને આપી શકાય છે,

AB(પોઝિટીવ) એ સર્વ ગ્રાહી રુધિર જુથ છે દરેક પાસેથી લોહી લઇ શકે છે પણ કોઇને આપી શકાતુ ન

રક્તદાનના ફાયદા

હૃદય માટે ફાયદારૂપ છે.

રક્તદાન કરવાથી આપણા હૃદયનું સ્વાસ્થ્ય સારું થાય છે. લોહીમાં આયર્ન નું પ્રમાણ વધી જવાથી હાર્ટને લગતી વિવિધ બીમારી થવાની શક્યતાઓ રહે છે. નિયમિત રક્તદાન કરવાથી લોહીમાં આયર્ન નું પ્રમાણ ઘટે છે, કે જેનાથી હાર્ટ અટેકની શક્યતા ૮૮% જેટલી ઘટી જાય છે. આ ઉપરાંત, રક્તદાનથી લકવા થવાની શક્યતામાં પણ ૩૩% જેટલો ઘટાડો થાય છે.

નવા રક્તકણોનું ઉત્પાદન વધારે છે.

જયારે રક્તદાન કરવામાં આવે છે, એ સમયે તાત્કાલિક જ શરીર રક્તદાતાના શરીરમાં નવા રક્તકણોનું નિર્માણ શરુ કરી દે છે, અને ૪૮ કલાકની અંદર જ એનું ઉત્પાદન શરુ થઇ જાય છે. અને એક થી બે મહિનાની અંદર જ રાહતદાન સમયે આપેલા લોહી જેટલું લોહી ફરીથી બની જાય છે. આમ, રક્તદાનથી નવા રક્તકાઓનું નિર્માણ શરીરમાં થયા કરે છે, કે જેનાથી શરીરનું સ્વાસ્થ્ય સુધાર છે અને શરીમાં સ્ફૂર્તિ આવે છે.

કેલરી બર્ન કરે છે .

નિયમિત રીતે રક્તદાનથી ઓવરઓલ ફિટનેસ ઈમ્પ્રુવ થાય છે અને એક વખત રક્તદાન કરવાથી ૬૫૦ કેલરી બર્ન થાય છે..

કેન્સરની શક્યતા ઘટાડે છે.

રક્તદાન કરવાથી કેન્સર થવાની શક્યતા ઘટે છે. એક રિસર્ચ અનુસાર રક્તદાનથી લીવર, આંતરડા, પેટ, ફેફસા તથા ગાળાના કેન્સરની શક્યતાઓ ઘટે છે.

ફ્રી હેલ્થ ચેકઅપ .

રક્તદાન સમયે રક્તદાતાનું મીની બોડી ચેકઅપ કરવામાં આવે છે જેમાં તેમાં શરીરમાં હીમોગ્લોબિનનું પ્રાણ ચેક થાય છે, તમનું બ્લડ સુગર અને બ્લડ પ્રેશર ચેક થાય છે તથા અન્ય લહીની તપાસ જેવી કે HIV , હિપેટાઇટિસ B , હિપેટાઇટિસ સી પણ તદ્દન ફ્રી કરવાં આવે છે. આ દરેક ટેસ્ટના રિઝલ્ટ રક્તદાતા સિવાય કોઈને બતાવવામાં આવતા નથી.


સ્વૈચ્છિક રકતદાનએ ઉમદા માનવ ધર્મ છે અને સ્વૈચ્છિક રકતદાન કરવાથી અનેરો આત્મસંતોષ પ્રાપ્ત થાય છે. રકતદાન કરનાર સ્ત્રીઓ માસિક ધર્મમાં ન હોવી જોઈએ. રકતદાતાઓને કોઈ રોગની દવાઓ ચાલતી ન હોવી જોઈએ. મેલેરિયા, ન્યુમોનિયા અથવા તાવના દર્દીઓએ થોડા સમય રકતદાન કરવું હિતાવહ નથી. સામાન્ય સંજોગોમાં એકવાર રકતદાન કર્યા પછી ત્રણ માસ સુધી ફરી રકતદાન કરવું જોઈએ નહીં. સામાન્ય પણે ત્રણ મહિને એક વખત કરવામાં આવતા રકતદાન સમયે 300થી 450 મિલિનો જથ્થો લેવામાં આવે છે. રકતદાન વેળા લેવાયેલો રકતનો જથ્થો માત્ર 48 કલાકમાં શરીરમાં પુન:નીર્માણ પામે છે જ્યારે રકતકોશિકા 21 દિવસમાં જ તૈયાર થઈ જાય છે. જીવન-મૃત્યુ વચ્ચે ઝોલા ખાતા કોઈ રકતની જરૂરિયાતવાળા દર્દીઓ માટે તેમને જીવનદાન બક્ષવા માટે આપણે સૌએ સ્વૈચ્છાએ રક્તદાન કરવું જોઈએ.  રકતદાન કરવાથી કોઈ માડીનો જાયો, કોઈ બહેનનો વીર, કોઈના સેંથીનું સીંદુર, ભાઈ-બહેન, કોઈના વડીલ માતા-પીતા કે પછી થેલેસેમિયા પીડીત બાળકોની જીવનદોરી અવશ્ય બચી શકે છે. 


સૌથી સલામત સુરક્ષિત રકતદાન એ નિયમિત સ્વૈચ્કિ રકતદાતાઓ દ્વારા કરવામાં આવતું રકતદાન છે.


દરેક જાગૃત નાગરિકે દર ત્રણ મહિને , ચાર મહીને કે છ મહિને  જે પણ સમયાંતર અનુકૂળ હોય તે પ્રમાણે સ્વૈચ્છીક રક્તદાન કરવું જોઈએ અને તે સૌથી મોટી સામાજિક સેવા બની રહેશે .




વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(WHO) દ્વારા 14 જૂનને વિશ્વ રક્તદાન દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ સંગઠને 1997માં એ લક્ષ્ય નિર્ધારિત કર્યું હતું કે વિશ્વવના પ્રમુખ 124 દેશો પોતાને ત્યાં સ્વૈચ્છિક રક્તદાનને પ્રોત્સાહન આપે. આનો ઇરાદો એ હતો કે કોઇપણ વ્યક્તિને લોહીની જરૂર પડતા તેના માટે તેણે પૈસા ચૂકવવાની જરૂર ન પડે.

યુનિટ જ ઉપલબ્ધ બને છે. એટલે કે લગભગ 25 લાખ યુનિટ લોહીના અભાવમાં દર વર્ષે સેંકડો દર્દીઓ દમ તોડી દે છે. ભારતની આબાદી સવા અરબ છે જ્યારે રક્તદાતાઓનો આંકડો કુલ આબાદીના એક ટકા પણ નથી. ભારતમાં કુલ રક્તદાનનું માત્ર 49 ટકા રક્તદાન જ સ્વૈચ્છિક હોય છે. રાજધઆની દિલ્હીમાં તો સ્વૈચ્છિક રક્તદાન માત્ર 32 ટકા જ છે.


રક્તદાનની મુખ્ય વાતો -

- મનુષ્યના શરીરમાં લોહી બનવાની પ્રક્રિયા હંમેશા ચાલતી રહે છે અને રક્તદાનથી કોઇપણ નુસકાન નથી થતું.

- કોઇપણ સ્વસ્થ વ્યક્તિ જેની ઉંમર 18થી 60 વર્ષની છે અને તેનું વજન 45 કિલોગ્રામ કરતા વધુ છે તે રક્તદાન કરી શકે છે.

- જેને એચઆઈવી, હેપેટાઇટિસ બી કે તેના જેવી બીમારીઓ ન હોય તે રક્તદાન કરી શકે છે- એકવારમાં 350 મિલીગ્રામ રક્ત આપી શકાય છે. આની પૂર્તિ શરીરમાં 24 કલાકમાં થઇ જાય છે અને ગુણવત્તાની પૂર્તિ 21 દિવસોની અંદર થાય છે.

- જે વ્યક્તિ નિયમિત રક્તદાન કરે છે તેને હૃદય સંબંધી બીમારીઓ થવાનું જોખમ ઓછું રહે છે.

- આપણા શરીરમાં લોહીની રચના એવી છે કે તેમાં સમાવિષ્ટ રેડ બ્લડ સેલ ત્રણ માસમાં સ્વયં જ મરી જાય છે, માટે પ્રત્યેક સ્વસ્થ વ્યક્તિ ત્રણ મહિનામાં એકવાર રક્તદાન કરી શકે છે.

- ડોક્ટરો અનુસાર લોહીને લાંબા સમય સુધી સંગ્રહિત કરી શકાતું નથી.




૩૫૦ મિલી-૪૫૦ મિલી જેટલું લોહી બહાર કાઢવામાં આવે છે અને સામાન્ય રીતે તે ૨૪ કલાકની અંદર શરીરમાં ફેરબદલ થઈ જાય છે.લાલ રક્ત કણો અંદાજીત ચાર થી છ સપ્તાહમાં સંપૂર્ણ બદલાઈ જાય છે.

સૌથી અઘરુ છે અંગદાન વહાલા

પણ સૌથી સહેલુ છે રકતદાન "


અકસ્માત સમયે,કુદરતી આફત સમયે,કેન્સર,ઓપરેસન સમયે,પ્રસુતિ સમયે તથા માતાના મૃત્યુદરને અટકાવવા , થેલેસેમિયા, કીમોફીલિયા, સિકલસેલ વગેરેના દર્દીઓને લાબું આયુષ્ય મળે તે માટે.

Give blood. Share life

રક્તદાનના ફાયદા



રક્તદાન કરવાથી આપણા હૃદયનું સ્વાસ્થ્ય સારું થાય છે.


લોહીમાં આયર્ન નું પ્રમાણ વધી જવાથી હાર્ટને લગતી વિવિધ બીમારી થવાની શક્યતાઓ રહે છે. નિયમિત રક્તદાન કરવાથી લોહીમાં આયર્ન નું પ્રમાણ ઘટે છે, કે જેનાથી હાર્ટ અટેકની શક્યતા ૮૮% જેટલી ઘટી જાય છે. આ ઉપરાંત, રક્તદાનથી લકવા થવાની શક્યતામાં પણ ૩૩% જેટલો ઘટાડો થાય છે.


જયારે રક્તદાન કરવામાં આવે છે, એ સમયે તાત્કાલિક જ શરીર રક્તદાતાના શરીરમાં નવા રક્તકણોનું નિર્માણ શરુ કરી દે છે, અને ૪૮ કલાકની અંદર જ એનું ઉત્પાદન શરુ થઇ જાય છે. અને એક થી બે મહિનાની અંદર જ રાહતદાન સમયે આપેલા લોહી જેટલું લોહી ફરીથી બની જાય છે. આમ, રક્તદાનથી નવા રક્તકાઓનું નિર્માણ શરીરમાં થયા કરે છે, કે જેનાથી શરીરનું સ્વાસ્થ્ય સુધાર છે અને શરીમાં સ્ફૂર્તિ આવે છે


નિયમિત રીતે રક્તદાનથી ઓવરઓલ ફિટનેસ ઈમ્પ્રુવ થાય છે અને એક વખત રક્તદાન કરવાથી ૬૫૦ કેલરી બર્ન થાય છે..


રક્તદાન કરવાથી કેન્સર થવાની શક્યતા ઘટે છે. એક રિસર્ચ અનુસાર રક્તદાનથી લીવર, આંતરડા, પેટ, ફેફસા તથા ગાળાના કેન્સરની શક્યતાઓ ઘટે છે.


રક્તદાન સમયે રક્તદાતાનું મીની બોડી ચેકઅપ કરવામાં આવે છે જેમાં તેમાં શરીરમાં હીમોગ્લોબિનનું પ્રાણ ચેક થાય છે, તમનું બ્લડ સુગર અને બ્લડ પ્રેશર ચેક થાય છે તથા અન્ય લહીની તપાસ જેવી કે HIV , હિપેટાઇટિસ B , હિપેટાઇટિસ સી પણ તદ્દન ફ્રી કરવાં આવે છે. આ દરેક ટેસ્ટના રિઝલ્ટ રક્તદાતા સિવાય કોઈને બતાવવામાં આવતા નથી.


રક્તદાન કરવાથી કેટલાય લોકોનું જીવન બચાવી શકાય છે અને આ માનવતાપૂર્ણ કાર્યમાં ફાળો આપ્યાનો આનંદ મળે છે, અને કોઈકને નવું જીવન આપી શકાય છે.


રક્તદાનથી ફક્ત દર્દીને જ નહિ પરંતુ દર્દી ઉપર નિર્ભર પુરા પરિવારને મદદ આપી શકાય છે અને સમાજને મદદરૂપ થઇ શક્ય છે કે જેનું કોઈ મૂલ્ય જ નથી.


તો આવો આજે આપણે દરેક મળીને વધુમાં વધુ રક્તદાન કરવાનું પ્રણ લઈએ અને કોઈની જિંદગી બચાવવાં આપણું યોગદાન દઈએ.

ક્યો વ્યક્તિ કોણે લોહી આપી શકે અથવા કોનુ લોહી મેળવી શકે તે માટેની માહિતિ મેળવવા નીચે આપેલ લિંક્ની મુલકાત લો.

https://www.redcrossblood.org/donate-blood/blood-types.html



આપણે પણ રક્તદાન કરીએ અને કોઇક્ની જીંદગી બચાવી માનવ સેવાનું કાર્ય કરીએ.