મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

Showing posts with label સ્વાતંત્ર્ય સેનાની ક્વીઝ. Show all posts
Showing posts with label સ્વાતંત્ર્ય સેનાની ક્વીઝ. Show all posts

31 July, 2021

અમૃત મહોત્સવ ક્વીઝ

 અમૃત મહોત્સવ ક્વીઝ

ભારતની આઝાદીના 75 વર્ષ નિમિત્તે 75 ક્વીઝ


ભારતને સ્વતંત્રતા અપાવવા કેટલાય ક્રાંતિકારીઓ અને સ્વાતંત્ર્ય સેનાનીઓએ પોતનું જીવન ખર્ચ્યુ છે, ફાંસીના માંચડે ચડી ગયા, ભૂખ હડતાલ કરી, અન્યાયનો વિરોધ કર્યો, ઘણા આંદોલનો કર્યા, જેલવાસ ભોગવ્યા તેઓના અથાગ મહેનતથી ભારત દેશ સ્વતંત્ર થયો છે

તો આપણે  તેમનું ઋણ ઉતારવા તેમના જીવનને જાણીએ અને સમજીએ.

વિશેષદિન ક્વીઝ ગૃપ, જ્ઞાનધારા ગૃપ અને ટીમ મંથન ગૃપ દ્વારા ભારતની સ્વતંત્રતાના 75 વર્ષ (અમૃત મહોત્સવ) નિમિત્તે

 "જરા યાદ કરો કુરબાની" 

ટાઇટલ સાથે  1 જુન 2021 થી 15 ઓગસ્ટ 2021 સુધી 75 ક્વીઝનું આયોજન કર્યુ છે.

જેમા ક્રાંતિકારીઓ, સ્વાતંત્ર્યસેનાનીઓ અને સમાજ સુધારકના જીવન વિશેની 75 ક્વીઝ બનાવેલ છે.

આ ક્વીઝ રમવા માટે નીચે આપેલ ફોટા પર ક્લિક કરવી.


અથવા નીચે આપેલ બ્લુ લિંક પર ક્લિક કરવી.



આયોજક:


Shailendrasinh Gohil
      Quiz Admin
વિશેષદિન ક્વીઝ ગૃપ &
Assi.Teacher
Shree Dhrupka Primary School
Ta. shihor, Dist.Bhavnagar
State:Gujarat
મો, 9016166584



સહયોગ/લેખન/માર્ગદર્શન

પ્રા. ડો. રાજેશ આર. કગરાણા
શ્રી એમ.સી.રાઠવા આર્ટસ કોલેજ,
સંસ્કૃત વિભાગ,
પાવીજેતપુર.
જ્ઞાનધારા કન્વીનર


શૈલેષકુમાર એન. પ્રજાપતિ
National motivator of 
Team Manthan-Gujarat



31 October, 2020

સરદાર વલ્લભભાઇ પટેલ જીવન પરિચય

 સરદાર વલ્લભભાઇ પટેલ 

31 ઓક્ટોબર 1875



પુરુ નામ: વલ્લભભાઇ ઝવેરભાઇ પટેલ

જન્મતારીખ : 31 ઓક્ટોબર 1875

જન્મ સ્થળ: નડિયાદ (ગુજરાત)

પિતાનું નામ: ઝવેરભાઇ પટેલ

માતાનું નામ: લાડબાઇ 

અવશાન: 15 ડિસેમ્બર 1950 (મુંબઇ)

વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલનો જન્મ તેમના મામાના ઘરે નડીઆદ - ગુજરાતમાં થયો હતો. તેમની વાસ્તવિક જન્મ તારીખ ક્યારેય નોંધાઇ ન હતી પણ તેમણે તેમની મેટ્રીકની પરીક્ષાના પેપર વખતે ૩૧ ઓક્ટોબરને પોતાની જન્મ તારીખ તરીકે લેખાવી હતી.તેઓ હિંદુ ધર્મ પાળતા પિતા ઝવેરભાઈ અને માતા લાડબાના ચોથા પુત્ર હતાં. તેઓ ખેડા જિલ્લાના કરમસદ ગામમાં રહેતા કે જ્યાં તેમના પિતા ઝવેરભાઈની ખેતીવાડી હતી. સોમાભાઈ, નરસિંહભાઈ તથા વિઠ્ઠલભાઈ (કે જેઓ પોતે પણ આગળ જઈને રાજનીતિજ્ઞ થયા) તેમના મોટા ભાઈઓ હતા. તેમને એક નાના ભાઈ - કાશીભાઈ તેમજ એક નાના બહેન - દહીબા હતા. નાનપણમાં વલ્લભભાઈ તેમના પિતાને ખેતરમાં મદદ કરતા તેમજ બે મહીને એકવાર ઉપવાસ કરતા કે જેમાં તેઓ અન્ન-જળ ગ્રહણ ન કરતા. ૧૮ વર્ષની ઉંમરે તેમના લગ્ન બાજુના ગામમાંજ રહેતા, ૧૨ કે ૧૩ વર્ષની ઉંમરના ઝવેરબા સાથે થયા હતા. રિવાજને આધીન, જ્યાં સુધી પતિ કમાઈને ઘર ચલાવવાની જવાબદારી ઉપાડી ન શકે ત્યાં સુધી તેની પરિણીતા તેના પિતાના ઘરે રહેતી.