નવરાત્રી- પાંચમું નોરતું
માઁ સ્કંદમાતા
મા દુર્ગાના પાંચમા સ્વરૂપનું નામ ‘સ્કંદમાતા’ કહેવાય છે.
તેઓ શૈલપુત્રી બ્રચારિણી બની તપ કર્યા બાદ ભગવાન શિવ સાથે લગ્ન થયાં તેથી સ્કંદ તેમના પુત્રરૂપે પ્રગટ થયા તેમની માતા હોવાથી ‘સ્કંદ માતા’ કહેવાયા.
તેમને ચાર ભુજાઓ છે, તેમણે ઉપલા બે હાથમાં કમળ ધારણ કરેલાં છે અને અન્ય એક હાથ ખોળામાં બાળ કાર્તિકેય (દક્ષિણ ભારતમાં મુરૂગન સ્વામી)ને પકડેલા તથા બીજો હાથ વરદમુદ્રામાં છે. તેમનું વાહન સિંહ છે. . દેવી ક્યારેક કમળ પર બેઠેલાં પણ દર્શાવાય છે એટલે તેમને "પદ્માસના દેવી" પણ કહેવાય છે. તેમનો વર્ણ શુભ્ર, સફેદ છે.
આ સ્કંદ દેવોના સેનાપતિ હતા, પુરાણો અનુસાર તેમને કુમાર અને શક્તિ કહીને તેમના મહિમાનું વર્ણન કરાયું છે.
તેમની આરાધના કારવાથી વિશુધ્ધ ચક્રથી પ્રાપ્ત થનાર સિધ્ધિઓ મળે છે. તેમજ મૃત્યુંલોકમાં જ સાધકને પરમ શાંતિ અને સુખનો અનુભવ થાય છે. આને માટે મોક્ષનો દ્વાર તેની જાતે જ સુલભ થઈ જાય છે.
સ્કંદા માતાની વનસ્પતિ અળસી છે. અળસીથી પિત્ત, વાત, કફ અને ત્રીદોષનો નાશ થાય છે.
સ્કંદમાતાની ઉપાસનાથી ભક્તો - સાધકોની બધી ઇચ્છાઓ પૂર્ણ થાય છે ને મૃત્યુલોકમાં પરમ શાંતિ - સુખનો અનુભવ મળે છે.
પહાડ પર રહીને સાંસારિક જીવોમાં નવચેતનાનું નિર્માણ કરનારી માતાનું નામ છે, સ્કંદમાતા.
સ્કંદ કુમાર કાર્તિકેયની માતા હોવાને કારણે તે સ્કંદમાતા તરીકે ઓળખાય છે.
ભગવાન સ્કંદ બાળ સ્વરૂપે તેમના ખોળામાં બિરાજમાન છે. તેમના નીચેના હાથમાં કમળ પુષ્પ છે. ડાબો હાથ વરદ મુદ્રામાં છે. શુભ્ર વર્ણવાળાં આ દેવી કમળના આસન પર બેઠા છે.
આથી જ તેમને પદ્માસના પણ કહેવામાં આવે છે. તેમનું વાહન સિંહ છે.
તેમની આરાધના કરવાથી સર્વ ઇચ્છા પૂરી થઈ જાય છે.
સૂર્યમંડળની અધિષ્ઠાત્રી દેવી હોવાના કારણે તેમનો ઉપાસક અલૌકિક તેજ અને કાંતિ પ્રાપ્ત કરે છે.
મનને પવિત્ર અને એકાગ્ર રાખીને તેમની આરાધના કરનારને ભવસાગર પાર કરવામાં કોઈ અડચણ પડતી નથી.
કહેવાય છે કે કાલિદાસ રચિત રઘુવંશમ અને મેઘદૂત સ્કંદમાતાને કારણે જ સંભવ બન્યા.
No comments:
Post a Comment
comment about blog, quiz, certificate.
my work