ડો. રાજેન્દ્રપ્રસાદ
ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ અને બંધારણ સમિતિના અધ્યક્ષ
જન્મતારીખ: 3 ડિસેમ્બર 1884
જન્મ સ્થળ: ઝેરડે, સિવાન જીલ્લો, બિહાર
પિતાનું નામ: મહાદેવ સહાય
માતાનું નામ: કમલેશ્વરી દેવી
અવશાન: 28 ફેબ્રુઆરી 1963 (પટના, બિહાર)
ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ભારતનાં પ્રથમ રાષ્ટ્રપતિ હતા. તેઓ સ્વાતંત્ર સેનાની હતા અને કોંગ્રેસ પક્ષનાં નેતા હતા. તેઓએ ભારતનાં સ્વાતંત્ર્ય સંગ્રામ માં આગળ પડતો ભાગ લીધેલ.
રાષ્ટ્રપતિ હોવા છતાં તેમનું જીવન ખૂબ જ સરળ હતું. ડૉ. રાજેન્દ્ર પ્રસાદ સામાન્ય રીતે કોઈ પણ પ્રકારનાં વિવાદથી દૂર રહ્યા હતા, તેથી લોકો તેમને રાજેન્દ્ર બાબુ અથવા દેશરત્ન કહેતા હતા
બંધારણ સભા દ્વારા 24 જાન્યુઆરી 1950ના રોજ તેઓ સર્વાનુમતે સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા
1952 અને 1957માં તેઓ સતત 2 વખત ચૂંટાયા અને આ સિદ્ધિ હાંસલ કરનારા તેઓ ભારતના એકમાત્ર રાષ્ટ્રપતિ બન્યા.
મુઘલ બગીચા ખાતે રાષ્ટ્રપતિ ભવનમાં તેમના કાર્યકાળ દરમિયાન પ્રથમ વખત એક મહિના માટે જાહેર જનતા માટે દરવાજા ખુલ્લા રાખવામાં આવ્યા અને ત્યારથી તે દિલ્હીના લોકો અને દેશ માટે એક મોટી આકર્ષણની બાબત હતી.
તેમણે બંધારણ સભાના પ્રમુખ તરીકે ભારતનાં બંધારણનો મુસદ્દો તૈયાર કરેલ.
તેઓએ સ્વતંત્ર ભારતની પ્રથમ સરકારમાં કેબિનેટ પ્રધાન તરીકે સેવા આપેલી
રાજેન્દ્ર પ્રસાદ નો જન્મ બિહારનાં સિવાન જિલ્લામાં છપરા નજીક આવેલ ઝેરડૈ ગામમાં થયેલ. તેમનાં પિતા મહાદેવ સહાય પર્શિયન અને સંસ્કૃત ભાષાનાં વિદ્વાન હતા. તેમનાં માતા કમલેશ્વરી દેવી ધાર્મિક પ્રકૃતિનાં હતાં,તેઓ રાજેન્દ્ર પ્રસાદને રામાયણની કથાઓ સંભળાવતા. પાંચ વર્ષની ઉમરે બાળ રાજેન્દ્ર પ્રસાદને એક મૌલવી પાસે પર્શિયન ભાષા શિખવા માટે મોકલાતા. ત્યાર બાદ તેઓને છપરા જિલ્લા શાળામાં પ્રાથમિક શિક્ષણ માટે દાખલ કરાયા.
તેઓનાં લગ્ન ૧૨ વર્ષની ઉમરે રાજવંશી દેવી સાથે કરવામાં આવ્યા. ત્યાર બાદ તેઓ તેમનાં મોટાભાઈ મહેન્દ્ર પ્રસાદ સાથે પટણાની આર.કે.ઘોષ એકેડેમીમાં અભ્યાસ માટે દાખલ થયા. જોકે થોડાજ સમયમાં તેઓ ફરી છપરા જિલ્લા શાળામાં પરત આવી અને ત્યાંથી તેમણે ૧૮ વર્ષની ઉમરે કલકત્તા યુનિવર્સિટીનીં પ્રવેશ પરીક્ષા પસાર કરી.
તેઓએ ૧૯૦૨ માં "પ્રેસિડેન્સી કોલેજ" માં પ્રવેશ મેળવ્યો. બિહાર કેસરી ડૉ.શ્રી ક્રિષ્ન સિંહા અને બિહાર વિભૂતી ડૉ. અનુરાગ નારાયણ સિંહા નાં સંપર્કમાં તેમનાંમાં દેશસેવાની ભાવના જાગૃત થઇ.
૧૯૧૫માં તેઓએ કાયદાશાસ્ત્રમાં ઑનર્સ અનુસ્નાતકની ઉપાધિ, સુવર્ણ ચંદ્રક સાથે પ્રાપ્ત કરી.
બાદમાં કાયદાશાસ્ત્રમાં પીએચ.ડી.ની ઉપાધી પણ પ્રાપ્ત કરી. તેઓએ બિહારનાં ભાગલપુરમાં વકીલાત કરેલ,અને તે સમયમાં ત્યાં તેઓ બહુજ ખ્યાતનામ વ્યક્તિ ગણાયેલ.
વકીલાત શરૂ કર્યાનાં થોડાજ વખતમાં રાજેન્દ્ર પ્રસાદ આઝાદીની ચળવળમાં જોડાયા. મહાત્મા ગાંધીનાં આદેશથી તેઓએ ચંપારણ સત્યાગ્રહ માં સ્વયંસેવક તરીકે જોડાયા.
મહાત્મા ગાંધી પ્રત્યે પૂરી વફાદારી, સમર્પણ અને ઉત્સાહ ધરાવી તેઓએ ૧૯૨૧ માં યુનિવર્સિટીનાં સભ્ય પદેથી રાજીનામું આપ્યુ.
તેઓએ મહાત્માજીનાં પશ્ચિમી શિક્ષણનાં બહિષ્કારની ચળવળનાં પ્રતિભાવમાં પોતાનાં પુત્ર મૃત્યુંજય પ્રસાદ, ખુબજ હોશિયાર વિધાર્થીને યુનિવર્સિટીમાંથી ઉઠાડી અને "બિહાર વિધાપીઠ" માં દાખલ કરાવ્યા, જ્યાં ભારતીય સંસ્કૃતિ મુજબનું શિક્ષણ પ્રદાન થતું હતું.
તેઓએ "સર્ચલાઇટ" અને "દેશ" નામક પત્રોમાં લેખો પણ લખ્યા અને આ પત્રોને માટે ફાળો પણ કર્યો. તેઓ રજુઆતો,ચર્ચા અને પ્રવચનો માટે ખુબ પ્રવાસો કરતા. ૧૯૧૪માં બિહાર અને બંગાળમાં થયેલ પૂર હોનારતનાં અસરગ્રસ્તોને મદદ, રાહતકાર્યોમાં તેઓએ ખુબજ સક્રિય ભાગ ભજવેલ.
૧૫ જાન્યુઆરી ૧૯૩૪ નાં રોજ બિહારમાં આવેલ ધરતીકંપ વખતે તેઓ જેલમાં હતા. આ સમય દરમિયાન રાજેન્દ્ર પ્રસાદે પોતાનાં ખાસ સાથીદાર અને વડીલ એવા "ડૉ. અનુરાગ નારાયણ સિંહા" ને તમામ જવાબદારીઓ સોંપી.
જોકે બે દીવસ બાદ તેઓ જેલમુક્ત થયા. તેઓએ ફંડફાળો કરવાની જવાબદારી સ્વિકારી. આ સમયે ભારતનાં વાઇસરોયે પણ ફંડ શરૂ કરેલ, તેમનાં કરતાં લગભગ ત્રણ ગણું રૂ.૩૮,૦૦,૦૦૦ નું ફંડ રાજેન્દ્ર પ્રસાદે એકઠું કર્યુ. ૧૯૩૫ નાં "ક્વૅટા ભૂકંપ" વખતે, તેઓને દેશ છોડવાની મનાઇ હતી, તેમણે સિંધ અને પંજાબમાં રાહત સમિતીઓનું ગઠન કર્યુ.
ઓક્ટોબર ૧૯૩૪માં, મુંબઇ અધિવેશનમાં, તેઓ કોંગ્રેસનાં પ્રમુખ તરીકે ચુંટાયા. ત્યારબાદ ૧૯૩૯માં, સુભાષચંદ્ર બોઝનાં રાજીનામાં પછી, ફરીથી પ્રમુખપદે ચુંટાયા.
ભારત સ્વતંત્ર થયા પછી તેઓએ ભારતનાં પ્રથમ રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યભાર સંભાળ્યો.
બાર વર્ષ પછી ૧૯૬૨ માં તેઓએ પોતાનાં હોદ્દા પરથી નિવૃતિની ઘોષણા કરી. તેઓને ભારતનાં સર્વોચ્ચ નાગરીક સન્માન ભારત રત્નથી વિભુષિત કરવામાં આવેલ.
રાજેન્દ્ર પ્રસાદે દેશની સામે ઘણા દાખલા રજૂ કર્યા હતા. રાષ્ટ્રીય ભંડોળમાં રાષ્ટ્રપતિ તરીકે મળેલ પગારનો અડધો ભાગ તે દાનમાં આપતા હતા.
સ્વતંત્રતા પહેલા રાજેન્દ્ર પ્રસાદ બિહારના ટોચના વકીલોમાંથી એક હતા. પટનામાં તેમનું એક મોટું મકાન હતું અને તે રાજાશાહી જીવન જીવતા હતા. તે સમયમાં પણ તેમની ફી મસમોટી હતી. પરંતુ તેઓ ગાંધીજીના અનુરોધ પર સ્વતંત્રતા સંગ્રામમાં જોડાયા અને ત્યાર પછી જીવન સરળતાથી જીવતા થયા.
રાષ્ટ્રપતિ ભવન સુધી પહોંચ્યા બાદ પણ તેઓ પોતાની સાદગી માટે સર્વોપરી રહ્યા હતા. તે પહેલા એવા રાષ્ટ્રપતિ હતા જે જમીન પર આસાન પાથરી બેસતા હતા. તેમણે રાષ્ટ્રપતિ ભવનમાં અંગ્રેજી રીતભાત ફોલ કરવાનો ઈનકાર કર્યો હતો.
તેમની કર્તવ્યપરાયણતાના ઘણા બનાવ છે. કર્તવ્ય માટે પરિવાર સુધીને ભુલાવી દેવાનો તેનો કિસ્સો તો લોહપુરૂષ સરદાર પટેલની યાદ કરાવે છે. વકીલ રહેલા સરદાર પટેલને એક વાર કોર્ટમાં તેમના મુવ્ક્કિલ માટે દલીલ દરમિયાન પત્નીના મૃત્યુનો તાર મળ્યો. તે વાંચીને, તેણે પહેલા ચર્ચા પૂરી કરી, પછી ઘર તરફ પ્રયાણ કર્યું. ડૉ. રાજેન્દ્ર પ્રસાદનો 1960ના પ્રજાસત્તાક દિવસનો આવો જ એક કિસ્સો છે. પ્રજાસત્તાક દિવસના એક દિવસ પહેલા જ તેમની મોટી બહેનનું અવસાન થયું હતું. ત્યારબાદ બહેનના મૃતદેહને છોડીને પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભાગ લીધો હતો.
ડો. રાજેન્દ્ર પ્રસાદનું સાહિત્યક્ષેત્રે યોગદાન
- ચાંદમામા મેગેઝિનના સ્વામી (1948) ના અંક દ્વારા કોંગ્રેસ અધ્યક્ષ તરીકે પ્રસાદનું પોટ્રેટ
- ચંપારણમાં સત્યાગ્રહ (1922)
- બંકીપુરજેલ માં તેના 3 વર્ષના જેલની સજા દરમિયાન લખેલા
- મહાત્મા ગાંધી અને બિહાર, કેટલીક યાદ (1949)
બાપુ કે કદમોં મે (1954) - આઝાદી હોવાથી (1960 માં પ્રકાશિત)
ભારતીય શિક્ષા - મહાત્મા ગાંધીના ચરણોમાં.
- તેમનું 28 ફેબ્રુઆરી 1963 ના રોજ, 78 વર્ષની વયે અવસાન થયું હતું. હદય રોગના હુમલાને કારણે તેમનું અવસાન થયું હતું.