મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

Showing posts with label વિશ્વ સિંહ દિવસ. Show all posts
Showing posts with label વિશ્વ સિંહ દિવસ. Show all posts

09 August, 2021

વિશ્વ સિંહ દિવસ (World Lion Day)

 વિશ્વ સિંહ દિવસ (World Lion Day)

10  ઓગસ્ટ


૧૦ ઓગષ્ટ એટલે “વિશ્વ સિંહ દિવસ”. 
આ દિવસની વન વિભાગ દ્રારા દર વર્ષે ઉજવણી કરવામાં આવે છે
લુપ્ત થઇ રહેલી સિંહોની પ્રજાતિ માટે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશથી વિશ્વભરમા વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામા આવે છે. 
હાલમાં, ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર (International Union For Conservation of Nature) ની રેડ લિસ્ટમાં સિંહોને સૂચિબદ્ધ કરવામાં આવ્યા છે.



એશિયાટિક સિંહ (Asiatic Lion) ભારતમાં જોવા મળતી પાંચ મોટી બિલાડીઓમાંની એક છે ઉપરાંત અન્ય ચાર પ્રજાતિની વાત કરવામાં આવે તો રોયલ બંગાળ વાઘ, ભારતીય ચિત્તો, વાદળ ચિત્તો અને સ્નો ચિત્તાનો (Snow Leopard)સમાવેશ થાય છે.

 સિંહ એ બિલાડી કૂળનું સૌથી ઉંચુ પ્રાણી છે અને વાઘ પછીનું  સૌથી મોટુ પ્રાણી છે.

વર્ષો પહેલા સિંહો એશિયા, આફ્રિકા, મધ્ય પૂર્વ અને યુરોપમાં મુક્તપણે ફરતા હતા. સિંહો હાલમાં  આફ્રિકન દેશો (African Country) અને એક એશિયન દેશમાં (Asian Country) અસ્તિત્વ ધરાવે છે.

ગુજરાતના ગીર પ્રદેશમાં આવેલ જંગલ એટલે “સિંહનું સરનામું”. 
અહીં રહેતા સિંહને “એશિયાઇ સાવજ” તરીકે ઓળખવામાં આવે છે. એશિયાઇ સિંહ ગુજરાતનું જ નહીં પણ ભારત દેશનું ગૌરવ છે. 
ગુજરાતના એક માત્ર ગીરના જંગલોમાં વસવાટ કરતા એશિયાઇ સિંહ કુદરતની અમૂલ્ય ભેટ છે. આ સિંહને નિહાળવા વિશ્વભરમાંથી અનેક લોકો સાસણગીરની મુલાકાતે આવે છે. 


ભારત સરકાર દ્વારા સિંહોના રક્ષણ માટે વર્ષ 1965માં ગીરના જંગલને "ગીર રાષ્ટ્રીય ઉદ્યાન" તરીકે સ્થાપના કરી. જે 1412 ચોરસ કિલોમીટરમાં પથરાયેલ છે. તે સમયે ગીરમાં ફક્ત 177 જેટલા જ સિંહો હતા. જે આજે 2020માં 674 જેટલા થયા છે. હાલમાં સિંહો સૌરાષ્ટ્રના 4 જિલ્લાઓમાં જોવા મળે છે, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર.




1990થી દર 5 વર્ષે નિયમિત સિંહોની વસતિની ગણતરી કરવામાં આવે છે.

સિંહ સામાન્ય રીતે શિયાળાની ઋતુમાં, જંગલમાં રસ્તાની આજુબાજુ ખુલ્લા વિસ્તારોમાં તથા ઉનાળાની ઋતુમાં જળસ્ત્રોતોની આજુબાજુ જોવા મળે છે.

નર સિંહનું વજન 150 થી 250 કિલો અને માદા સિંહનું વજન 120થી 180 કિલો હોય છે. 

સિંહની કુલ લંબાઈ 2.82 થી 2.87 મીટર હોય છે.

સિંહના ખભાની ઉંચાઈ 107 સેન્ટીમીટરથી લઇને 120 સેન્ટીમીટર હોય છે.

એક નર સિંહની ગર્જના 8 કિ.મી. સુધી સંભળાય છે.

સિંહ 12 થી 15 વર્ષ જંગલમાં જીવી શકે છે.

સિંહ 81 kmph ની ઝડપે દોડી શકે છે.

 સિંહ ની ગર્જના સૌથી મોટી હોય છે જે 5 મિલ સુધી સાંભળી શકાય છે.

સિંહને ૧૮ નખ હોય છે. આગળના પગમાં ૪-૪ અને પાછળના પગમાં ૫-૫.




સિંહણ સામાન્ય રીતે એક જણતરમાં બે થી ત્રણ બચ્ચાંઓને જન્મ આપે છે

સિંહ અને વાઘ બન્નેને રહેઠાણ માટે અલગ અલગ પ્રકારનાં જંગલની જરુરિયાત હોય છે. સિંહને પાંખા આવરણવાળા જંગલ માફક આવે છે જ્યારે વાઘને ગાઢા જંગલો વસવા માટે પસંદ હોય છે

સિંહોની વસ્તી ગણતરી દર પાંચ વર્ષે વન વિભાગ દ્રારા કરવામા આવે છે.

એક સમયે સિંહો ગીરમાં જ જોવા મળતાં હતા. આજે 1800 ગામડાઓમાં સિંહો આંટાફેરા કરતાં જોવા મળે છે. 

1913માં લુપ્ત થયેલી આ પ્રજાતીના 20થી પણ ઓછા સિંહો નોંધાયા હતા. જે આજે 523ની સંખ્યા પાર કરી ચુક્યા છે






તો આવો આપણે સૌ વિશ્વ સિંહ દિવસ પર ગુજરાતના સાવજને બચાવવાનો સંકલ્પ લઇ તેનું રક્ષણ કરી ગુજરાતનું ગૌરવ અને અસ્મિતામાં વધારો કરીએ