મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

31 July, 2021

અમૃત મહોત્સવ ક્વીઝ

 અમૃત મહોત્સવ ક્વીઝ

ભારતની આઝાદીના 75 વર્ષ નિમિત્તે 75 ક્વીઝ


ભારતને સ્વતંત્રતા અપાવવા કેટલાય ક્રાંતિકારીઓ અને સ્વાતંત્ર્ય સેનાનીઓએ પોતનું જીવન ખર્ચ્યુ છે, ફાંસીના માંચડે ચડી ગયા, ભૂખ હડતાલ કરી, અન્યાયનો વિરોધ કર્યો, ઘણા આંદોલનો કર્યા, જેલવાસ ભોગવ્યા તેઓના અથાગ મહેનતથી ભારત દેશ સ્વતંત્ર થયો છે

તો આપણે  તેમનું ઋણ ઉતારવા તેમના જીવનને જાણીએ અને સમજીએ.

વિશેષદિન ક્વીઝ ગૃપ, જ્ઞાનધારા ગૃપ અને ટીમ મંથન ગૃપ દ્વારા ભારતની સ્વતંત્રતાના 75 વર્ષ (અમૃત મહોત્સવ) નિમિત્તે

 "જરા યાદ કરો કુરબાની" 

ટાઇટલ સાથે  1 જુન 2021 થી 15 ઓગસ્ટ 2021 સુધી 75 ક્વીઝનું આયોજન કર્યુ છે.

જેમા ક્રાંતિકારીઓ, સ્વાતંત્ર્યસેનાનીઓ અને સમાજ સુધારકના જીવન વિશેની 75 ક્વીઝ બનાવેલ છે.

આ ક્વીઝ રમવા માટે નીચે આપેલ ફોટા પર ક્લિક કરવી.


અથવા નીચે આપેલ બ્લુ લિંક પર ક્લિક કરવી.



આયોજક:


Shailendrasinh Gohil
      Quiz Admin
વિશેષદિન ક્વીઝ ગૃપ &
Assi.Teacher
Shree Dhrupka Primary School
Ta. shihor, Dist.Bhavnagar
State:Gujarat
મો, 9016166584



સહયોગ/લેખન/માર્ગદર્શન

પ્રા. ડો. રાજેશ આર. કગરાણા
શ્રી એમ.સી.રાઠવા આર્ટસ કોલેજ,
સંસ્કૃત વિભાગ,
પાવીજેતપુર.
જ્ઞાનધારા કન્વીનર


શૈલેષકુમાર એન. પ્રજાપતિ
National motivator of 
Team Manthan-Gujarat



मुंशी प्रेमचंद


मुंशी प्रेमचंद


प्रेमचंद आधुनिक हिन्दी कहानी के पितामह और उपन्यास सम्राट माने जाते हैं।

मुंशी प्रेमचंद (31 जुलाई 1880–8 अक्तूबर 1936) का जन्म वाराणसी से चार मील दूर लमही गाँव में हुआ था। 

 उनकी माता का नाम आनन्दी देवी था तथा पिता मुंशी अजायबराय लमही में डाकमुंशी थे। 

उनका असली नाम धनपत राय श्रीवास्तव था।

उनकी शिक्षा का आरंभ उर्दू, फारसी से हुआ और जीवनयापन का अध्यापन से पढ़ने का शौक उन्‍हें बचपन से ही लग गया। 

13 साल की उम्र में ही उन्‍होंने तिलिस्म-ए-होशरुबा पढ़ लिया और उन्होंने उर्दू के मशहूर रचनाकार रतननाथ 'शरसार', मिर्ज़ा हादी रुस्वा और मौलाना शरर के उपन्‍यासों से परिचय प्राप्‍त कर लिया ।

 १८९८ में मैट्रिक की परीक्षा उत्तीर्ण करने के बाद वे एक स्थानीय विद्यालय में शिक्षक नियुक्त हो गए। 

नौकरी के साथ ही उन्होंने पढ़ाई जारी रखी।

१९१० में उन्‍होंने अंग्रेजी, दर्शन, फारसी और इतिहास लेकर इंटर पास किया और १९१९ में बी.ए. पास करने के बाद शिक्षा विभाग के इंस्पेक्टर पद पर नियुक्त हुए।


सात वर्ष की अवस्था में उनकी माता तथा चौदह वर्ष की अवस्था में पिता का देहान्त हो जाने के कारण उनका प्रारंभिक जीवन संघर्षमय रहा। 

उनका पहला विवाह उन दिनों की परंपरा के अनुसार पंद्रह साल की उम्र में हुआ जो सफल नहीं रहा। 

वे आर्य समाज से प्रभावित रहे जो उस समय का बहुत बड़ा धार्मिक और सामाजिक आंदोलन था।

 उन्होंने विधवा-विवाह का समर्थन किया और १९०६ में दूसरा विवाह अपनी प्रगतिशील परंपरा के अनुरूप बाल-विधवा शिवरानी देवी से किया। 

उनकी तीन संताने हुईं- श्रीपत राय, अमृत राय और कमला देवी श्रीवास्तव। 

१९१० में उनकी रचना सोज़े-वतन (राष्ट्र का विलाप) के लिए हमीरपुर के जिला कलेक्टर ने तलब किया और उन पर जनता को भड़काने का आरोप लगाया। 

सोजे-वतन की सभी प्रतियाँ जब्त कर नष्ट कर दी गईं। 

कलेक्टर ने नवाबराय को हिदायत दी कि अब वे कुछ भी नहीं लिखेंगे, यदि लिखा तो जेल भेज दिया जाएगा। 

इस समय तक प्रेमचंद, धनपत राय नाम से लिखते थे। 

उर्दू में प्रकाशित होने वाली ज़माना पत्रिका के सम्पादक और उनके अजीज दोस्‍त मुंशी दयानारायण निगम ने उन्हें प्रेमचंद नाम से लिखने की सलाह दी।

 इसके बाद वे प्रेमचन्द के नाम से लिखने लगे। उन्‍होंने आरंभिक लेखन ज़माना पत्रिका में ही किया।

 जीवन के अंतिम दिनों में वे गंभीर रूप से बीमार पड़े। उनका उपन्यास मंगलसूत्र पूरा नहीं हो सका और लम्बी बीमारी के बाद ८ अक्टूबर १९३६ को उनका निधन हो गया। उनका अंतिम उपन्यास मंगल सूत्र उनके पुत्र अमृत ने पूरा किया।

यों तो उनके साहित्यिक जीवन का आरंभ १९०१ से हो चुका था पर उनकी पहली हिन्दी कहानी सरस्वती पत्रिका के दिसम्बर अंक में १९१५ में सौत नाम से प्रकाशित हुई और १९३६ में अंतिम कहानी कफन नाम से प्रकाशित हुई। 



उपन्यास: सेवासदन, प्रेमाश्रम, निर्मला, रंगभूमि, गबन, गोदान ; 

कहानी संग्रह: नमक का दरोग़ा, प्रेम पचीसी, सोज़े वतन, प्रेम तीर्थ, पाँच फूल, सप्त सुमन ; 

बालसाहित्य: कुत्ते की कहानी, जंगल की कहानियाँ आदि।

कृतियाँ

प्रेमचन्द की रचना-दृष्टि विभिन्न साहित्य रूपों में प्रवृत्त हुई। बहुमुखी प्रतिभा संपन्न प्रेमचंद ने उपन्यास, कहानी, नाटक, समीक्षा, लेख, सम्पादकीय, संस्मरण आदि अनेक विधाओं में साहित्य की सृष्टि की। प्रमुखतया उनकी ख्याति कथाकार के तौर पर हुई और अपने जीवन काल में ही वे ‘उपन्यास सम्राट’ की उपाधि से सम्मानित हुए। उन्होंने कुल १५ उपन्यास, ३०० से कुछ अधिक कहानियाँ, ३ नाटक, १० अनुवाद, ७ बाल-पुस्तकें तथा हजारों पृष्ठों के लेख, सम्पादकीय, भाषण, भूमिका, पत्र आदि की रचना की लेकिन जो यश और प्रतिष्ठा उन्हें उपन्यास और कहानियों से प्राप्त हुई, वह अन्य विधाओं से प्राप्त न हो सकी। यह स्थिति हिन्दी और उर्दू भाषा दोनों में समान रूप से दिखायी देती है।

उपन्‍यास

प्रेमचंद के उपन्‍यास न केवल हिन्‍दी उपन्‍यास साहित्‍य में बल्कि संपूर्ण भारतीय साहित्‍य में मील के पत्‍थर हैं। प्रेमचन्द कथा-साहित्य में उनके उपन्यासकार का आरम्भ पहले होता है। उनका पहला उर्दू उपन्यास (अपूर्ण) ‘असरारे मआबिद उर्फ़ देवस्थान रहस्य’ उर्दू साप्ताहिक ‘'आवाज-ए-खल्क़'’ में ८ अक्टूबर, १९०३ से १ फरवरी, १९०५ तक धारावाहिक रूप में प्रकाशित हुआ। उनका दूसरा उपन्‍यास 'हमखुर्मा व हमसवाब' जिसका हिंदी रूपांतरण 'प्रेमा' नाम से 1907 में प्रकाशित हुआ। चूंकि प्रेमचंद मूल रूप से उर्दू के लेखक थे और उर्दू से हिंदी में आए थे, इसलिए उनके सभी आरंभिक उपन्‍यास मूल रूप से उर्दू में लिखे गए और बाद में उनका हिन्‍दी तर्जुमा किया गया। उन्‍होंने 'सेवासदन' (1918) उपन्‍यास से हिंदी उपन्‍यास की दुनिया में प्रवेश किया। यह मूल रूप से उन्‍होंने 'बाजारे-हुस्‍न' नाम से पहले उर्दू में लिखा लेकिन इसका हिंदी रूप 'सेवासदन' पहले प्रकाशित कराया। 'सेवासदन' एक नारी के वेश्‍या बनने की कहानी है। डॉ रामविलास शर्मा के अनुसार 'सेवासदन' में व्‍यक्‍त मुख्‍य समस्‍या भारतीय नारी की पराधीनता है। इसके बाद किसान जीवन पर उनका पहला उपन्‍यास 'प्रेमाश्रम' (1921) आया। इसका मसौदा भी पहले उर्दू में 'गोशाए-आफियत' नाम से तैयार हुआ था लेकिन 'सेवासदन' की भांति इसे पहले हिंदी में प्रकाशित कराया। 'प्रेमाश्रम' किसान जीवन पर लिखा हिंदी का संभवतः पहला उपन्‍यास है। यह अवध के किसान आंदोलनों के दौर में लिखा गया। इसके बाद 'रंगभूमि' (1925), 'कायाकल्‍प' (1926), 'निर्मला' (1927), 'गबन' (1931), 'कर्मभूमि' (1932) से होता हुआ यह सफर 'गोदान' (1936) तक पूर्णता को प्राप्‍त हुआ। रंगभूमि में प्रेमचंद एक अंधे भिखारी सूरदास को कथा का नायक बनाकर हिंदी कथा साहित्‍य में क्रांतिकारी बदलाव का सूत्रपात कर चुके थे। गोदान का हिंदी साहित्‍य ही नहीं, विश्‍व साहित्‍य में महत्‍वपूर्ण स्‍थान है। इसमें प्रेमचंद की साहित्‍य संबंधी विचारधारा 'आदर्शोन्‍मुख यथार्थवाद' से 'आलोचनात्‍मक यथार्थवाद' तक की पूर्णता प्राप्‍त करती है। एक सामान्‍य किसान को पूरे उपन्‍यास का नायक बनाना भारतीय उपन्‍यास परंपरा की दिशा बदल देने जैसा था। सामंतवाद और पूंजीवाद के चक्र में फंसकर हुई कथानायक होरी की मृत्‍यु पाठकों के जहन को झकझोर कर रख जाती है। किसान जीवन पर अपने पिछले उपन्‍यासों 'प्रेमाश्रम' और 'कर्मभूमि' में प्रेमंचद यथार्थ की प्रस्‍तुति करते-करते उपन्‍यास के अंत तक आदर्श का दामन थाम लेते हैं। लेकिन गोदान का कारुणिक अंत इस बात का गवाह है कि तब तक प्रेमचंद का आदर्शवाद से मोहभंग हो चुका था। यह उनकी आखिरी दौर की कहानियों में भी देखा जा सकता है। 'मंगलसूत्र' प्रेमचंद का अधूरा उपन्‍यास है। प्रेमचंद के उपन्‍यासों का मूल कथ्‍य भारतीय ग्रामीण जीवन था। प्रेमचंद ने हिंदी उपन्‍यास को जो ऊँचाई प्रदान की, वह परवर्ती उपन्‍यासकारों के लिए एक चुनौती बनी रही। प्रेमचंद के उपन्‍यास भारत और दुनिया की कई भाषाओं में अनुदित हुए, खासकर उनका सर्वाधिक चर्चित उपन्‍यास गोदान।

असरारे मआबिद उर्फ़ देवस्थान रहस्य’ उर्दू साप्ताहिक ‘'आवाज-ए-खल्क़'’ में ८ अक्टूबर, १९०३ से १ फरवरी, १९०५ तक प्रकाशित। सेवासदन १९१८, प्रेमाश्रम १९२२, रंगभूमि १९२५, निर्मला १९२५, कायाकल्प १९२७, गबन १९२८, कर्मभूमि १९३२, गोदान १९३६, मंगलसूत्र (अपूर्ण), प्रतिज्ञा, प्रेमा, रंगभूमि, मनोरमा, वरदान।

कहानी

उनकी अधिकतर कहानियोँ में निम्न व मध्यम वर्ग का चित्रण है। डॉ॰ कमलकिशोर गोयनका ने प्रेमचंद की संपूर्ण हिंदी-उर्दू कहानी को प्रेमचंद कहानी रचनावली नाम से प्रकाशित कराया है। उनके अनुसार प्रेमचंद ने कुल ३०१ कहानियाँ लिखी हैं जिनमें ३ अभी अप्राप्य हैं। प्रेमचंद का पहला कहानी संग्रह सोज़े वतन नाम से जून १९०८ में प्रकाशित हुआ। इसी संग्रह की पहली कहानी दुनिया का सबसे अनमोल रतन को आम तौर पर उनकी पहली प्रकाशित कहानी माना जाता रहा है। डॉ॰ गोयनका के अनुसार कानपुर से निकलने वाली उर्दू मासिक पत्रिका ज़माना के अप्रैल अंक में प्रकाशित सांसारिक प्रेम और देश-प्रेम (इश्के दुनिया और हुब्बे वतन) वास्तव में उनकी पहली प्रकाशित कहानी है।

उनके जीवन काल में कुल नौ कहानी संग्रह प्रकाशित हुए- सोज़े वतन, 'सप्‍त सरोज', 'नवनिधि', 'प्रेमपूर्णिमा', 'प्रेम-पचीसी', 'प्रेम-प्रतिमा', 'प्रेम-द्वादशी', 'समरयात्रा', 'मानसरोवर' : भाग एक व दो और 'कफन'। उनकी मृत्‍यु के बाद उनकी कहानियाँ 'मानसरोवर' शीर्षक से 8 भागों में प्रकाशित हुई। प्रेमचंद साहित्‍य के मु्दराधिकार से मुक्‍त होते ही विभिन्न संपादकों और प्रकाशकों ने प्रेमचंद की कहानियों के संकलन तैयार कर प्रकाशित कराए। उनकी कहानियों में विषय और शिल्प की विविधता है। उन्होंने मनुष्य के सभी वर्गों से लेकर पशु-पक्षियों तक को अपनी कहानियों में मुख्य पात्र बनाया है। उनकी कहानियों में किसानों, मजदूरों, स्त्रियों, दलितों, आदि की समस्याएं गंभीरता से चित्रित हुई हैं। उन्होंने समाजसुधार, देशप्रेम, स्वाधीनता संग्राम आदि से संबंधित कहानियाँ लिखी हैं। उनकी ऐतिहासिक कहानियाँ तथा प्रेम संबंधी कहानियाँ भी काफी लोकप्रिय साबित हुईं। प्रेमचंद की प्रमुख कहानियों में ये नाम लिये जा सकते हैं-

'पंच परमेश्‍वर', 'गुल्‍ली डंडा', 'दो बैलों की कथा', 'ईदगाह', 'बड़े भाई साहब', 'पूस की रात', 'कफन', 'ठाकुर का कुआँ', 'सद्गति', 'बूढ़ी काकी', 'तावान', 'विध्‍वंस', 'दूध का दाम', 'मंत्र' आदि।

नाटक

प्रेमचंद ने संग्राम (1923), कर्बला (1924) और प्रेम की वेदी (1933) नाटकों की रचना की। ये नाटक शिल्‍प और संवेदना के स्‍तर पर अच्‍छे हैं लेकिन उनकी कहानियों और उपन्‍यासों ने इतनी ऊँचाई प्राप्‍त कर ली थी कि नाटक के क्षेत्र में प्रेमचंद को कोई खास सफलता नहीं मिली। ये नाटक वस्‍तुतः संवादात्‍मक उपन्‍यास ही बन गए हैं।

लेख/निबंध

प्रेमचंद एक संवेदनशील कथाकार ही नहीं, सजग नागरिक व संपादक भी थे। उन्‍होंने 'हंस', 'माधुरी', 'जागरण' आदि पत्र-पत्रिकाओं का संपादन करते हुए व तत्‍कालीन अन्‍य सहगामी साहित्यिक पत्रिकाओं 'चाँद', 'मर्यादा', 'स्‍वदेश' आदि में अपनी साहित्यिक व सामाजिक चिंताओं को लेखों या निबंधों के माध्‍यम से अभिव्‍यक्‍त किया। अमृतराय द्वारा संपादित 'प्रेमचंद : विविध प्रसंग' (तीन भाग) वास्‍तव में प्रेमचंद के लेखों का ही संकलन है। प्रेमचंद के लेख प्रकाशन संस्‍थान से 'कुछ विचार' शीर्षक से भी छपे हैं। प्रेमचंद के मशहूर लेखों में निम्‍न लेख शुमार होते हैं- साहित्‍य का उद्देश्‍य, पुराना जमाना नया जमाना, स्‍वराज के फायदे, कहानी कला (1,2,3), कौमी भाषा के विषय में कुछ विचार, हिंदी-उर्दू की एकता, महाजनी सभ्‍यता, उपन्‍यास, जीवन में साहित्‍य का स्‍थान आदि।

अनुवाद

प्रेमचंद एक सफल अनुवादक भी थे। उन्‍होंने दूसरी भाषाओं के जिन लेखकों को पढ़ा और जिनसे प्रभावित हुए, उनकी कृतियों का अनुवाद भी किया। 'टॉलस्‍टॉय की कहानियाँ' (1923), गाल्‍सवर्दी के तीन नाटकों का हड़ताल (1930), चाँदी की डिबिया (1931) और न्‍याय (1931) नाम से अनुवाद किया। आजाद-कथा (उर्दू से, रतननाथ सरशार), पिता के पत्र पुत्री के नाम (अंग्रेजी से, जवाहरलाल नेहरू) उनके द्वारा रतननाथ सरशार के उर्दू उपन्‍यास फसान-ए-आजाद का हिंदी अनुवाद आजाद कथा बहुत मशहूर हुआ।

पुरस्कार व सम्मान

प्रेमचंद की स्मृति में भारतीय डाकतार विभाग की ओर से ३१ जुलाई १९८० को उनकी जन्मशती के अवसर पर ३० पैसे मूल्य का एक डाक टिकट जारी किया गया।

 गोरखपुर के जिस स्कूल में वे शिक्षक थे, वहाँ प्रेमचंद साहित्य संस्थान की स्थापना की गई है

प्रेमचंद की १२५वीं सालगिरह पर सरकार की ओर से घोषणा की गई कि वाराणसी से लगे इस गाँव में प्रेमचंद के नाम पर एक स्मारक तथा शोध एवं अध्ययन संस्थान बनाया जाएगा।


तैंतीस वर्षों के रचनात्मक जीवन में वे साहित्य की ऐसी विरासत सौंप गए जो गुणों की दृष्टि से अमूल्य है और आकार की दृष्टि से असीमीत।

30 July, 2021

ડૉ. જીવરાજ મહેતા

 ડૉ. જીવરાજ મહેતા

(ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી)



જન્મતારીખ: 29 ઓગસ્ટ 1887

જન્મસ્થળ: અમરેલી, ગુજરાત

પિતાનું નામ: નારાયણ મહેતા

માતાનું નામ: જનકાબા

અવશાન: 7 નવેમ્બર 1978 (મુંબઇ)


જીવરાજ મહેતાનો જન્મ ૨૯ ઓગસ્ટ, ૧૮૮૭ના દિવસે અમરેલી ખાતે થયો હતો. 

તેમના પિતાનું નામ નારાયણભાઈ અને માતાનું નામ જનકબા હતું.

 આર્થિક રીતે નબળા કુટુંબમાં જન્મેલા ડો. જીવરાજ મહેતાનું બાળપણ તેમ જ તેમનો અભ્યાસકાળ ખુબ જ સંઘર્ષમય રહ્યો હતો.

 ભણવાનો ખર્ચ મેળવવા માટે તેઓએ શિષ્યવૃત્તિઓ મેળવી, ફી માફી મેળવી અને પોતે ટ્યૂશનો કરી આવક ઉભી કરી હતી. 

ઈ. સ. ૧૯૦૩ના વર્ષમાં તેઓએ મેટ્રિકની પરીક્ષામાં બહુ જ સારી સફળતા મેળવી હતી અને ત્યારબાદ દાક્તરી અભ્યાસક્રમ માટે મુંબઈની ગ્રાન્ટ મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો. 

મેડિકલ શિક્ષણ માટે શેઠ વી.એમ. કપોળ બોર્ડિંગ ટ્રસ્ટની સ્કોલરશીપ, તે શિક્ષણ માટે, બ્રિટિશ મેડિકલ સર્વિસના ઓફિસરો આગળ બહુ કપરી પ્રવેશ પરીક્ષા પાસ કરી હતી. 

એના છેલ્લા વર્ષમાં આઠમાંથી સાત ઈનામો મેળવ્યા હતા અને આઠમું ઇનામ પણ હોસ્ટેલના સાથી સાથે પ્રાપ્ત કર્યું હતું.

લંડન નિવાસ દરમિયાન તેમણે ‘લંડન ઇન્ડિયન એસોસિયેશન’ સંસ્થાની સ્થાપના કરી હતી. 



તેમણે ભારતના સમાજ સુધારક, સામાજીક કાર્યકર, શિક્ષણવિદ્, સ્વતંત્ર ચળવળકાર અને લેખિકા એવા હંસાબહેન મહેતા સાથે લગ્ન કર્યા હતા.


ઈ.સ. ૧૯૨૧ થી ૧૯૩૦ સુધી ગુજરાત, મુંબઈ અને ભારતના અનેક જાહેર સંસ્થાઓમાં અને સમિતિઓમાં અધ્યક્ષપદે રહીને મહત્વની કામગીરી કરી હતી. 


ઈ.સ. ૧૯૨૧માં વડોદરા રાજયના ચીફ મેડીકલ ઓફિસર તરીકે જોડાયા હતા.


ઈ.સ. ૧૯૩૦માં ગાંધીજીના નેતૃત્વ હેઠળ સ્વાતંત્ર્યસંગ્રામ ખેડાયો ત્યારે મુંબઈ શહેર સંગ્રામ સમિતિની ઉચ્ચ ભીતરી સમિતિના તેઓ સભ્ય હતા અને લડતના સંચાલનમાં મહત્વનો ફાળો આપ્યો હતો. 


ગાંધીજીને પણ તેમણે તબીબી સેવાઓ આપી હતી. 


ઈ.સ. ૧૯૪૨માં ‘હિંદ છોડો’ આંદોલનમાં પણ તેમણે બીજી વાર જેલવાસ ભોગવ્યો. 


ઈ.સ. ૧૯૪૬ થી ૧૯૪૮ સુધી તેઓ મુંબઈ ધારાસભાના સભ્ય રહ્યા હતા.


4 સપ્ટેમ્બર 1948ના રોજ તેઓ વડોદરા સ્ટેટના દિવાન બન્યા હતા.


 ઈ.સ. ૧૯૪૯ થી ૧૯૫૦ સુધી મુંબઈ રાજ્યના પ્રધાનમંડળમાં સેવાઓ આપી હતી. 


ઈ.સ. ૧૯૫૨ થી ૧૯૬૦ સુધી તેઓ નાણાંપ્રધાન રહ્યા હતા.


 2 ઓક્ટોબર 1956ના રોજ અમદાવાદ ખાતે ગાંધી જયંતિ નિમિતે એક વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેને સંબોધવા માટે પહોંચ્યા હતા દેશના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ જેને દેશમાં ચાચા નહેરુના હુલામણા નામથી બોલાવવામાં આવતા હતા પરંતુ આ દિવસે તેમનો મુકાબલો હતો બીજા એક ચાચા સામે જેમની સામે નહેરુ વામણા સાબિત થયા હતા. તે સમયે ગુજરાતમાં મહાગુજરાત ચળવળના પડઘમ પુલશોર વાગી રહ્યા હતા. આ આંદોલન હતું ગુજરાત રાજ્યના નિર્માણ માટે જેની આગેવાની કરતા હતા ઇન્દુલાલ યાજ્ઞિક ઉર્ફે ઈંદુ ચાચા. પહેલા તો નહેરુની સભામાં સારી એવી ભીડ એકઠી થઇ હતી પણ જ્યારે લોકોને ઇન્દુચાચાનું ભાષણ શરુ થયાની ખબર પડી તો ભીડ ત્યાં પહોંચી ગઈ. આ જોઈને નહેરુ સમજી ગયા કે અલગ ગુજરાત રાજ્યની માંગને લાંબા સમય સુધી નહિ ટાળી શકાય અને અંતે ચાર વર્ષ લાંબા આંદોલન બાદ 1 મે 1960ના રોજ અલગ ગુજરાત રાજ્યની સ્થાપના થઇ અને ઇન્દુચાચાની આગેવાનીમાં થયેલા આંદોલનને સફળતા મળી


ઈ.સ. ૧૯૬૦માં પહેલી મે ના રોજ ગુજરાતનું અલગ રાજ્ય થયું ત્યારે તેઓ ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા.


ગુજરાતના પ્રશ્નો ઊંડો અભ્યાસ કરી વિવિધ પ્રશ્નો એક પછી એક હલ કર્યા. નવા રાજ્યની નવી રાજધાની ક્યાં રાખવી એ અંગે લાંબી મંત્રણા પછી ગાંધીનગર રાખવાનું નક્કી કરવામાં આવ્યું. 

તેમણે ૧૯૬૦માં ગુજરાત સ્ટેટ ફર્ટીલાઈઝર કંપનીની રચના કરી. વડોદરામાં પ્રેટ્રોકેમિકલ્સ ઉદ્યોગની સ્થાપના કરી. અમદાવાદમાં એશિયાની પ્રખ્યાત સિવિલ હોસ્પીટલનું બાંધકામ કરાવ્યું. આ ઉપરાંત ગુજરાતમાં ખાદી અને ગ્રામોધ્ધાર બોર્ડની રચના કરવામાં આવી. ગુજરાતમાં દારૂબંધી દાખલ કરી. ૧૯૬૪-૧૯૬૬ ઇન્ગ્લેન્ડમાં ભારત તરફથી હાઈ કમિશ્નર રહ્યા હતા.


ત્રિભોવનદાસ મહેતાને તેઓએ ગુજરાત બોલાવીને સ્ટેટ કો-ઓપરેટીવ ફેડરેશનના ચેરમેન બનાવ્યા જેને આજે લોકો અમુલ તરીકે ઓળખે છે. 

તેઓના શાસનકાળ દરમિયાન જ GSFCની સ્થાપના થઇ. સ્વભાવે ધીરગંભીર જીવરાજ મહેતાએ અગાઉ જણાવ્યું તેમ ઇન્સ્ટિટ્યુશન બિલ્ડર તરીકે પ્રશંસાપાત્ર કામ કર્યું. 

મુખ્યમંત્રી બન્યા પહેલા પણ તેઓએ મુંબઈ ખાતે મેડિકલ કોલેજની સ્થાપના કરી હતી. 


વડોદરા શહેરનું નવું ટાઉન પ્લાનિંગ પણ તેઓએ કરેલું. 


ગુજરાતમાં નવજાત શિશુઓ માટેની જાણીતી દવા બાબુલિન પણ તેમણે જ બનાવેલી હતી. 

૯૧ વર્ષની વયે ૭ નવેમ્બર ૧૯૭૮ ના રોજ મુંબઇ ખાતે તેમનું અવસાન થયું હતું.



અમદાવાદ ખાતે તેમના નામ પરથી જીવરાજ મહેતા હોસ્પિટલ આવેલી છે. 



ગાંધીનગરમાં માહિતી ખાતાના એક સંકુલનું નામ તેમની સ્મૃતિમાં "ડૉ.જીવરાજ મહેતા ભવન" રાખવામાં આવ્યું છે. 


અમદાવાદને પુર્વ અને પશ્ચિમને જોડતા બ્રિજનું નામ જીવરાજ મહેતા બ્રિજ છે.

ઇ.સ. ૨૦૧૫થી ભારત સરકાર દ્વારા મેડિકલ ક્ષેત્રમાં સર્વોચ્ચ પુરસ્કાર જીવરાજ મહેતા એવોર્ડની શરૂઆત થઇ છે

29 July, 2021

ઇન્દુલાલ યાજ્ઞિક

 ઇન્દુલાલ યાજ્ઞિક

(મહાગુજરાત આંદોલનના સેનાની)



જન્મતારીખ: 22 ફેબ્રુઆરી 1892

જન્મસ્થળ; નડીયાદ, ગુજરાત

પિતાનું નામ: કનૈયાલાલ

અવશાન: 17 જુલાઇ 1972 (અમદાવાદ)

ઉપનામ: ઇન્દુચાચા, પામદત્ત

 ઈન્દુ ચાચા દેશના એવા પહેલા નેતા હતા જેઓએ ગાંધીજી પ્રત્યે ભારોભાર આદર ધરાવતા હોવા છતા બિન કોંગ્રેસવાદને સૌથી પહેલી હાકલ કરી હતી. ગુજરાતના તેઓ એક માત્ર એવા નેતા હતા કે અપક્ષ તરીકે લોકસભાની ચૂંટણીઓ જીતી હતી.  પક્ષ, સંસ્થા અને સંગઠનમાં સમાઈ ન શકે તેવા ઈન્દુલાલ યાજ્ઞિકને એક જનનેતા તરીકે જાણવાનો.

 ઈન્દુલાલ કનૈયાલાલ યાજ્ઞિક, 'પામદત્ત', (ઈન્દુચાચા) એ એક સમાજશાસ્ત્રી, આત્મકથાકાર, નાટ્યકાર, નવલકથાકાર, રાજકારણી, લેખક,સંપાદક અને ચલચિત્ર નિર્માતા હતા. 

તેમનો જન્મ નડિયાદમાં થયો હતો. 

પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ પણ તેમણે ત્યાં જ મેળવ્યું હતું. 

તેઓ ૧૯૦૬માં મેટ્રિક, ૧૯૧૦માં પદાર્થવિજ્ઞાન-રસાયણશાસ્ત્ર વિષયો સાથે મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. અને ૧૯૧૨માં એલએલ.બી. થયા હતા. 

તેમણે ૧૯૧૩થી ૧૯૧પ સુધી વકીલાત કરી હતી તે દરમિયાન 'હિંદુસ્તાન' દૈનિકમાં અગ્રલેખો લખવાની શરૂઆત પણ તેમણે કરેલી.

તેમણે મુંબઈમાં "યંગ ઇન્ડિયા" તથા "નવજીવન" અને ત્યાર પછી વર્ષ ૧૯૧૯માં ગાંધીજી ને સોંપી દીધું હતું.



૧૯૧૫માં વકીલાત છોડી સમાજસેવા અને દેશસેવામાં જીવન સમર્પિત કરવાનો નિર્ણય કર્યો હતો. 

'નવજીવન અને સત્ય' માસિકના તંત્રી તરીકે તેમણે સેવા આપી હતી અને ૧૯૨૨માં 'યુગધર્મ'ની શરૂઆત પણ કરી હતી. 

દેશસેવાનું કામ છોડી થોડા વખત ફિલ્મક્ષેત્રમાં પણ તેમણે ઝંપલાવ્યું હતું. 'પાવાગઢનું પતન' ફિલ્મનું નિર્માણ તેમના દ્વારા કરાયું હતું.

બીજી ફિલ્મ ઉતારવાનો પ્રયત્ન કર્યો હતો પણ અધૂરો રહ્યો હતો.. 

૧૯૩૦થી ૧૯૩પ સુધી વિદેશમાં વસવાટ કર્યો હતો. ૧૯૩૬માં ભારત પાછા આવી વિવિધ રાજકીય આંદોલનોમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. 



૯૪૨માં 'નૂતન ગુજરાત'ના તંત્રી તરીકે જોડાયા હતા.


બાદમાં ૧૯૪૪માં નેનપુરમાં આશ્રમ ખોલીને રચનાત્મક પ્રવૃત્તિઓ આરંભી હતી. 

સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી મહાગુજરાત આંદોલનના સેનાની તરીકે પણ તેમણે સક્રિય ભૂમિકા ભજવી હતી. 

રોલેટ એક્ટના કાળા કાયદા સામે ગાંધીજીએ શરૂ કરેલી લડાઈના અઢાર લડવૈયાઓમાંથી એક ઈન્દુલાલ યાજ્ઞિક હતા.

ઘણાં વર્ષ સુધી લોકસભાના સભ્ય રહ્યા હતા. 

તેઓ મહાગુજરાત આંદોલનના સુકાની તરીકે અપક્ષ સાંસદ તરીકે લોકસભામાં બેસતા હતા. 

2 ઓક્ટોબર 1956ના રોજ અમદાવાદ ખાતે ગાંધી જયંતિ નિમિતે એક વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેને સંબોધવા માટે પહોંચ્યા હતા દેશના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ જેને દેશમાં ચાચા નહેરુના હુલામણા નામથી બોલાવવામાં આવતા હતા પરંતુ આ દિવસે તેમનો મુકાબલો હતો બીજા એક ચાચા સામે જેમની સામે નહેરુ વામણા સાબિત થયા હતા. તે સમયે ગુજરાતમાં મહાગુજરાત ચળવળના પડઘમ પુલશોર વાગી રહ્યા હતા. આ આંદોલન હતું ગુજરાત રાજ્યના નિર્માણ માટે જેની આગેવાની કરતા હતા ઇન્દુલાલ યાજ્ઞિક ઉર્ફે ઈંદુ ચાચા. પહેલા તો નહેરુની સભામાં સારી એવી ભીડ એકઠી થઇ હતી પણ જ્યારે લોકોને ઇન્દુચાચાનું ભાષણ શરુ થયાની ખબર પડી તો ભીડ ત્યાં પહોંચી ગઈ. આ જોઈને નહેરુ સમજી ગયા કે અલગ ગુજરાત રાજ્યની માંગને લાંબા સમય સુધી નહિ ટાળી શકાય અને અંતે ચાર વર્ષ લાંબા આંદોલન બાદ 1 મે 1960ના રોજ અલગ ગુજરાત રાજ્યની સ્થાપના થઇ અને ઇન્દુચાચાની આગેવાનીમાં થયેલા આંદોલનને સફળતા મળી

૧૭ જુલાઈ, ૧૯૭રએ અમદાવાદ ખાતે તેમનું નિધન થયું 

નહેરુ બ્રિજ, અમદાવાદ નજીક આવેલા બગીચામાં તેમની પ્રતિમા મુકવામાં આવેલ છે.



તેમણે ૪૦ જેટલા પુસ્તકો લખ્યા હતા તેઓની આત્મકથા ૬ ભાગમાં વહેંચાયેલી છે જેનો છ્ઠ્ઠો ભાગ ધનવંત ઓઝા એ પૂરો કર્યો હતો.

ઈન્દુલાલ યાજ્ઞિક દ્વારા લખાયેલા પુસ્તકો ::-

  • 📗સત્યાગ્રહ નિષ્ફળ અને નકામો શસ્ત્ર
  • 📗શહીદ નો સંદેશ
  • 📗બંગભંગ
  • 📗કિસાન કથા
  • 📗ગામડાનું સ્વરાજ્ય
  • નાટકોઃ – આશા-નિરાશા(૧૯૩૨), રણસંગ્રામ(૧૯૩૮), શોભારામનીસરધરી(૧૯૩૮)

     અક્કલના દુશ્મન(૧૯૫૪), ભોળા શેઠનું ભૂદાન(૧૯૫૪),

    પ્રણયકથાઃ – માયા(૧૯૬૫)

    અન્યગ્રંથોઃ – મહાત્મા ગાંધીજીનાં સહવાસમાં(૧૯૩૩-૩૪),

     સત્યાગ્રહ નિષ્ફળ અને નકામું શસ્ત્ર(૧૯૬૩), ચરોદાઆશ્રમ(૧૯૫૨)

    વાર્તાઃ – કુમારનાં સ્ત્રીરત્નો(૧૯૨૬)

    પરિચય પુસ્તકોઃ –  શહીદનો સંદેશ(૧૯૩૬), નાગપુરા મહાસભા(૧૯૨૧), ગામડાનું સ્વરાજ(૧૯૩૩), કિસાનનું જાહેરનામું (૧૯૩૭), સ્વદેશી શામાટે?

ઇન્દુલાલ યાજ્ઞિકને મળેલા પુરસ્કારો

🏆 ૧૯૫૪ મા નર્મદ સુવર્ણ ચંદ્રક નર્મદ સહિતા સભા સુરત દ્વારા એનાયત કરવામાં આવ્યો હતો.

🏆 ભારતીય ટપાલ દ્વારા તેમના સન્માનમાં વર્ષ ૧૯૯૯માં સ્વતંત્ર સેનાનીઓ અને સમાજસુધારક શ્રેણી અંતર્ગત ટપાલ ટિકીટ બહાર પાડવામાં આવી હતી


પદ લાલસાથી પર એવા રાજનેતા, જનનેતામાં ઈન્દુલાલ યાજ્ઞિકનું નામ મુકવું જ પડે. મહાગુજરાત આંદોલનના મહાનાયક તરીકે તેઓ ગુજરાતના મુખ્યપ્રધાન પદે પહોંચી શકે તેમ હતા. પરંતુ તેમને પદમાં નહીં.. પ્રજાના કલ્યાણમાં રસ હતો. ગુજરાતમાં મહાત્મા ગાંધી અને સરદાર પટેલ પછી સૌથી વધારે લોકચાહના મેળવનારા ઈન્દુચાચાનું ગુજરાતની જનતા પર ઘણું મોટું ઋણ છે.




28 July, 2021

International Tiger Day (વિશ્વ વાઘ દિવસ )

 

International Tiger Day (વિશ્વ વાઘ દિવસ )

29 જુલાઇ

 વિશ્વભરમાં દર વર્ષે 29 જુલાઇના દિવસે ‘ વાઘ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે.

 હાલમાં વાઘ એ લુપ્ત થતી પ્રજાતી છે. 

આથી વિશ્વમાં અત્યંત ઝડપથી ઘટી રહેલી વાઘોની વસતીને જોતાં વર્ષ 2010થી દર વર્ષે 29 જુલાઈને ‘વર્લ્ડ ટાઈગર ડે'(વિશ્વ વાઘ દિવસ) તરીકે મનાવવામાં આવે છે. 

સૌથી પેહલાં 2010માં રશિયાના સેન્ટ પીટર્સબર્ગના વાઘ સંમેલનમાં વાઘોના સંરક્ષણ માટે ‘વિશ્વ વાઘ દિવસ’ મનાવવાની શરૂઆત થઈ હતી. ત્યાર પછી સમગ્ર દુનિયામાં દર વર્ષે 29 જુલાઈને ‘વિશ્વ વાઘ દિવસ’ તરીકે મનાવવાામાં આવે છે.

2010માં રશિયાના સેન્ટપીટર્સબર્ગમાં વાઘને બચાવવા માટે શિખર સંમેલન થયું હતું, આ સંમેલનમાં 2022 સુધીમાં વાઘની સંખ્યા બમણી કરવાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું હતું. તે વખતે ભારતમાં વાઘની સંખ્યા 1706 હતી.

વિશ્વભરમાં આજે વાઘ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. આ અવસરે તેમના સંરક્ષણ પ્રત્યે જાગરૂકતા ફેલાવવા માટે કેટલાય કાર્યક્રમ યોજાઇ રહ્યા છે. સમયની સાથે વિલુપ્ત થતા વન્ય જીવોમાં વાઘ પણ એવુ પ્રાણી છે જેની સંખ્યા ઝડપથી ઘટી રહી છે. એક રિપોર્ટ અનુસાર વિશ્વમાં હાલ માત્ર 3900 જંગલી વાઘ બચ્યા છે. 20મી શતાબ્દીની શરૂઆતથી જ નિષ્ણાંતો વિશ્વમાં ઘટતી વાઘની સંખ્યાથી ચિંતિંત છે.


વાઘ વિશેની જાણવા જેવી બાબતો....
 વાઘ એ  બિલ્લી પ્રજાતીનું સૌથી મોટુ જાનવર છે. આ સાથે ધ્રુવિય રિંછ અને ભૂરા રિંછ બાદ ધરતી પરનું સૌથી મોટુ માંસાહારી જાનવર છે.

વાઘ  પીળા જેવા રંગમાં કાળા પટ્ટાઓ જોવા મળે છે. જોકે કેટલાક દેશોમાં ફક્ત સફેદ રંગ ના વાઘ પણ જોવા મળે છે.

જંગલમાં રહેતા વાઘનું જીવન આશરે 10 વર્ષ છે, પરંતુ જો તેનું ધ્યાન રાખવામાં આવે તો તે 20 થી 25 વર્ષ જીવી શકે છે.

માદા વાઘનું ગર્ભધારણ 3.5 મહિના હોય છે, તે એક વખતમાં 3થી 4 બચ્ચાને જન્મ આપે છે.

વાઘના મગજનું વજન 300 ગ્રામ હોય છે આ તમામ માંસાહારી જાનવરોમાં બીજુ સૌથી મોટુ દિમાગ છે.

 એક ટાઈગરની ટ્રોંગ એટલી મજબૂત હોય છે કે, તે મર્યા બાદ પણ થોડો સમય ઉભો રહી શકે છે.

વાઘ નવ પ્રકારના હોય છે, પરંતુ છેલ્લા 80 વર્ષમાં ત્રણ પ્રકારના વાઘ વિલુપ્ત થઈ ગયા.

એક વાઘ 300 કિલો વજન અને 13 ફૂટ સુધી લાંબો હોઈ શકે છે

સફેદ રંગનો વાઘ પેદા થવાના ચાંસીસ 10000માંથી કોઈ એકને છે.

 વાઘના શરીર પર મળતી ડિઝાઈન પણ આપણી ફિંગરપ્રિંટની જેમ યૂનિક હોય છે.

એક વાઘ 18 hz સુધીનો અવાજ પેદા કરી શકે છે અને તેની દહાડ 3 કિલોમીટર સુધી સાંભળી શકાય છે.

નર વાઘ અને માદા સિંહના શારીરિક સંબંધથી પેદા થયેલા બચ્ચાને Tigong કહેવાય છે અને નર સિંહ અને માદા વાઘના શારિરીક સંબંધથી પેદા થયેલા બચ્ચાને Ligers કહેવામાં આવે છે

 તમને જાણીને નવાઈ લાગશે કે, વાઘના કાનની પાછળ સફેદ રંગના દાગ હોય છે

વાઘ માત્ર માંસ ખાય છે. તે શિકાર કરવા માટે રાત પડવાની રાહ જુએ છે.

 વાઘની અંધારામાં જોવાની ક્ષમતા માણસ કરતા 6 ઘણી વધારે હોય છે. 

તે હંમેશા ગરદનના પાછળના ભાગમાં જ વાર કરે છે

વાઘ 65 કિમી પ્રતિ કલાકની સ્પીડથી ભાગી શકે છે અને સળંગ 6 કિમી સુધી તરી પણ શકે છે.

વાઘ, 30 ફૂટ લાંબી છલાંગ અને 12 ફૂટ ઊંચી છલાંગ લગાવી શકે છે.

 વાઘના શરીરનો દરેક ભાગ, મૂંછથી લઈ પૂંછ સુધી બજારમાં વેચવો કે ખરીદવો ગુનો છે

ભારત સહિત બાંગ્લાદેશ, મલેશિયા અને સાઉથ કોરિયાનું રાષ્ટ્રિય પ્રાણી વાઘ છે.

મોટા ભાગના જીવોની જેમ, વાઘ માં પણ માદા અને નર ના કદમાં થોડો તફાવત છે. નર વાઘની લંબાઈ 8 ફુટથી 13 ફુટ સુધીની હોય છે, અને જો આપણે માદા વાઘ ની ​​લંબાઈ વિશે વાત કરીએ તો તે 6 ફૂટથી 9 ફૂટ સુધીની છે. અને કેટલીકવાર માદા પણ ખૂબ મોટી હોય છે.

નર વાઘનું વજન લગભગ 90 કિલોથી 300 કિગ્રા જેટલું હોય છે, જ્યારે સ્ત્રી વાઘ નું વજન લગભગ 70 કિલોથી 170 કિગ્રા જેટલું હોય છે. ભારતના બંગાળ વાઘની વાત અલગ છે કારણ કે તેનું વજન વિશ્વમાં હાજર તમામ વાઘ માં સૌથી વજનદાર છે. બંગાળના વાળનું વજન આશરે 350 કિલો સુધી હોય શકે છે.

વાઘ મોટાભાગે રાત્રે શિકાર કરે છે અને એક જ રાતમાં 25 કિલોથી વધુ માસ ખાઈ શકે છે.





વિશ્વમાં વાઘની લગભગ 70 ટકા વસતી ભારતમાં રહે છે. દેશમાં 2967 વાઘ છે, જ્યારે સમગ્ર વિશ્વમાં માત્ર 3900 વાઘ જ બચ્યા છે. કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે 'વિશ્વ વાઘ દિવસ'ના એક દિવસ પહેલા વાઘ ગણના રિપોર્ટ, 2018 જાહેર કર્યો હતો.

ભારતમાં દર 4 વર્ષે વાઘોની ગણતરી કરવામાં આવે છે, વર્ષ 2018માં કરવામાં આવેલ ગણતરી ગીનીસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાઇ છે.

સૌપ્રથમ વખત વાઘોની વસતિ ગણતરી 2006માં કરવામાં આવી હતી.

 વૈશ્વિક સ્તર પર માત્ર 2.5 ટકા ભૂમિ, ચાર ટકા વરસાદ અને વિશ્વની 16 ટકા વસતી હોવા છતાં ભારત વિશ્વનું આઠ ટકા જૈવ વિવિધતા ધરાવતું ઘર છે, જેમાં વાઘની 70 ટકા વસતી પણ સામેલ છે. આપણે 12 ટાઇગર રેન્જ દેશોનું નેતૃત્વ કરવા માટે તૈયાર છીએ. 

વિશ્વમાં ભારત ઉપરાંત બાંગ્લાદેશ, ભૂટાન, કમ્બોડિયા, ચીન, ઇન્ડોનેશિયા, લાઓ પીડીઆર, મલેશિયા, મ્યાનમાર, નેપાળ, રશિયા, થાઇલેન્ડ અને વિયતનામમાં વાઘ જોવા મળે છે. ગત વર્ષની વાઘ ગણના રિપોર્ટ અનુસાર ભારતમાં વર્ષ 2006ની સરખામણીમાં 2018માં વાઘની સંખ્યા બેગણી થઇ ગઇ હતી. 

વાઘ ગણના અનુસાર, દેશમાં સૌથી વધારે વાઘ મધ્યપ્રદેશમાં છે. દેશના આઠ રાજ્યોમાં વાઘની સંખ્યા 100થી વધારે છે. મધ્યપ્રદેશમાં 526 વાઘ, કર્ણાટકમાં 524 વાઘ, ઉત્તરાખંડમાં 442 વાઘ, મહારાષ્ટ્રમાં 319 વાઘ, તમિલનાડુમાં 264 વાઘ, અસમમાં 190 વાઘ, કેરળમાં 190 વાઘ, ઉત્તર પ્રદેશમાં વાઘની સંખ્યા 173 છે. 

વાઘ ગણના અનુસાર વર્ષ 2006માં વાઘની સંખ્યા 1411 હતી, વર્ષ 2010માં વાઘની સંખ્યા 1706, વર્ષ 2014માં વાઘની સંખ્યા 2226 હતી જ્યારે વર્ષ 2018માં વાઘની સંખ્યા વધીને 2967 સુધી પહોંચી છે

આજે આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ છે, ત્યારે આજે આપણે જાણીશું કે, શા માટે વાઘને રાષ્ટ્રીય પ્રાણીઓનું દરજ્જો મળ્યો ? 


વાઘ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે, એ આપણે જાણીએ છીએ પરંતુ એ જાણીએ કે શા માટે ? કદાચ ઘણાં ઓછાં લોકો જાણતાં હશે કે વાઘ પહેલાં આપણું રાષ્ટ્રીય પ્રાણી સિંહ હતું.

1972 સુધી ‘સિંહ’ આપણું રાષ્ટ્રીય પ્રાણી રહ્યું હતુ. ત્યારબાદ ભારત સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો.
વર્ષ 1970 બાદ વાઘની સંખ્યામાં ભારે ઘટાડો આવ્યો હતો અને ભારતનાં 16 રાજ્યોમાં માત્ર 1800 જેટલા જ વાઘ બચ્યા હતા. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એક ખાસ મિશન હેઠળ સિંહને બદલે વાઘને રાષ્ટ્રીય પ્રાણી તરીકે સ્થાન આપવાનોનું નક્કી કરવામાં આવ્યું.

9 જુલાઇ 1969ના રોજ ભારતે તેના રાષ્ટ્રીય પ્રાણી તરીકે રોયલ બેંગલ વાઘને સ્વીકાર્યો હતો. વાઘને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવાનું કામ ઇન્ડિયન બોર્ડ ઓફ વાઇલ્ડ્લાઇફ દ્વારા કરવામાં આવ્યું હતુ, ત્યારથી લઈને આજ સુધી વાઘને અતિ મહત્વ આપવામાં આવ્યું છે. જેમ સિંહ માત્ર ગુજરાત રાજ્યમાં જોવા મળે છે, તેમ મધ્યપ્રદેશ એ વાઘનું નિવાસ્થાન છે, આથી જ તેને વાઘ પ્રદેશ તરીકે વધુ ઓળખવામાં આવે છે.

વાઘ એ માંજર(બિલાડી) કુળનું સૌથી મોટું, વિશાળ અને ઉમદા સ્વભાવનું પ્રાણી છે તે  શક્તિ, શૌર્ય અને ચતુરાઈનું પ્રતીક છે. 

પ્રાચીન સમયથી પ્રજાના વિવિધ ધાર્મિક ગ્રંથોમાં જે આદ્યશક્તિનાં વાહન તરીકે પૂજનીય છે

વિશ્વમાં વાઘની કુલ આઠ પ્રજાતિઓ પણ લુપ્ત થવાને આરે છે. હાલ વાઘની હયાત પ્રજાતિઓમાં સાઈબેરિયન ટાઈગર, બંગાલ ટાઈગર, ચાઈનીઝ ટાઈગર, મલાયન ટાઈગર અને સુમાત્રન ટાઈગર છે. જ્યારે બાલી ટાઈગર, કેસ્પિયન ટાઈગર અને જાવા ટાઈગરની પ્રજાતિ વિલુપ્ત થઈ છે


વિશ્વમાં ભારત સૌથી વધુ માનવ વસતી સાથે સૌથી વધુ જંગલી વાઘની વસતી ધરાવે છે. સૌથી મોટો સંરક્ષણ પ્રોજેક્ટ કે જે પ્રોજેક્ટ ટાઇગર 1973થી અમલમાં છે, જેને ઇન્દીરા ગાંધીદ્વારા શરૂ કરવામાં આવ્યો
 હતો. જેની શરુઆત સૌથી વધુ વાધ વસતિ ધારાવતા નેશનલ પાર્ક જીમ કાર્બેટથી થઇ હતી. ત્યારબાદ આ પ્રોજેક્ટ બીજા 8 નેશનલ પાર્કમાં વિસ્તારી દેવાયો હતો.

1973માં ભારતમાં ફક્ત 9 ટાઇગર રીઝર્વ હતા જે હાલમાં 50 છે.

ઉત્તરાખંડના ટાઇગર રીઝર્વ જીમ કાર્બેટમાં સૌથી વધુ 231 વાઘ છે.

હાલમાં 12 ટાઇગર રેંજ ભારતમાં છે.

ભારતમાં જેટલા વાઘ છે તેમાથી 80 ટકા જેટલા વાઘ બંગાળ ટાઇગર છે.

ભારતીય રીઝર્વ બેંકના લોગોમાં વાઘને દર્શાવવમાં આવેલ છે આ ઉપરાંત જુની 2 રુપિયાની ચલણી નોટના પાછળના ભાગે વાઘનું ચિત્ર મુકવામાં આવ્યું હતું. જે પરોક્ષ રીતે વાઘનું સંરક્ષણ કરવાનું દર્શાવતું હતું.


વાઘની વસતિ ગણતરી અને તેની સંખ્યા

2006માં 1411 વાઘ ભારતમાં હતા.
2010માં 1706 વાઘ ભારતમાં હતા.
2014માં 2226 વાઘ ભારતમાં હતા.
2018માં 2967 વાઘ ભારતમાં હતા.



Save The Tiger
Save Nature
Save Wild Animal

ક્રાંતિકારી દંપતિ ભગવતીચરણ વહોરા અને દુર્ગાભાભી

 ક્રાંતિકારી દંપતિ

 ભગવતીચરણ વહોરા અને દુર્ગાભાભી



દેશની નવી પેઢી ભાગ્યે જ જાણે છે કે ભગવતીચરણ વ્હોરા એ ભારતીય ક્રાંતિકારી આંદોલનનો એક અનોખો નક્ષત્ર હતા જેમના ગૌરવપૂર્ણ આત્મ-બલિદાનની આભામાં, શહીદ-એ-આઝમ ભગતસિંહે તેમના બલિદાનને નજીવું માન્યું હતું.

ભગવતીચરણ વોહરા અને દુર્ગાદેવી (ક્રાંતિકારીઓ તેમને દુર્ગા ભાભી કહેતા હતા) ક્રાંતિકારી ઇતિહાસમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે. તે સંસ્થાની વ્યૂહરચનાની યોજનાનું કામ હોય, પત્રિકાઓ લખવાનું કામ હોય, ભંડોળ ઉભું કરવાનું કામ હોય, માહિતી એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાનું કામ હોય કે બોમ્બ બનાવવાનું કામ, આ દંપતીએ  ક્રાંતિકારીઓના દરેક કામમાં મુખ્ય ભૂમિકા ભજવી છે.

ભગવતીચરણ વોહરાની વિશિષ્ટતા એ પણ છે કે ચળવળના લેખક, વિચારક, આયોજક, સિદ્ધાંતવાદી અને પ્રચારક હોવા છતાં  કાકોરીથી લાહોર સુધીની અનેક ક્રાંતિકારી ક્રિયાઓનો આરોપ હોવા છતાં, તે ક્યારેય પોલીસ તેમની ધરપકડ કરી શકી ન હતી અને કોઈ અદાલતે તેમને સુનાવણી આપી ન હતી. .


આ દંપતીની ઉંમરમાં લગભગ  વર્ષનો તફાવત હતો. ભગવતી ચરણ વોહરાનો જન્મ 15 નવેમ્બર 1903 માં થયો હતો. દુર્ગાદેવીનો જન્મ 7 ઓક્ટોબર 1907 માં થયો હતો.

ભગવતીચરણ વોહરાનો જન્મ લાહોરમાં થયો હતો જ્યારે દુર્ગાવતીનો જન્મ અલ્હાબાદના કૌશામ્બી જિલ્લાના શહાજાદપુર નામના ગામમાં થયો હતો.

ભગવતીચરણના પિતા શિવચરણ વ્હોરા રેલવેના વરિષ્ઠ અધિકારી હતા જે બાદમાં  આગ્રાથી લાહોર ગયા હતા જ્યારે દુર્ગાવતી દેવીના પિતા પંડીત બાંકે બિહાતી અલ્હાબાદની કલેક્ટર કચેરીના નજીર હતા.

 ભગવતી ચરણનું શિક્ષણ લાહોરમાં થયું. તેમણે નાની ઉંમરે લગ્ન કર્યા હતા. તેની પત્નીનું નામ દુર્ગાવતી દેવી હતું. 

ભગવતીચરણ વોહરા અને દુર્ગાદેવીનાં લગ્ન થયાં તે સમયે, વોહરાની ઉંમર 14 વર્ષ અને દુર્ગાદેવીની ઉંમર 11 વર્ષ હતી.

પછીના સમયગાળામાં, તેમની પત્ની પણ ક્રાંતિકારી કાર્યની સક્રિય સહયોગી બની. ક્રાંતિકારીઓએ આપેલું "દુર્ગા ભાભી" સંબોધન એક સામાન્ય સરનામું બની ગયું.

લગ્ન પછી, દુર્ગાદેવીએ શિક્ષણ મેળવ્યું. ભગવતીચરણ વોહરાનો ટેકો અને મૈત્રીપૂર્ણ વાતાવરણ મળ્યા પછી એક સામાન્ય સ્ત્રીમાંથી તે ક્રાંતિકારી બન્યા. જેમ જયોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફુલેના લગ્ન જીવનનુ ઉદાહરણ ભારતીય સમાજમાં જોવા મળે,  આ દંપતી જે રીતે પરસ્પર વિશ્વાસ, સમાનતા અને સામાજિક કાર્યોમાં ભાગીદારી દ્વારા જીવતા હતા. જેમ જ્યોતિબાના સમર્થન અને શિક્ષણથી સાવિત્રીબાઈ ફુલેનું સ્વતંત્ર વ્યક્તિત્વ વિકસ્યું, તેવી જ રીતે, બધાની સાથે બેસીને ખાવાનું ખાવામાં અચકાતા દુર્ગાવતીને એક તેજસ્વી વ્યક્તિત્વનો વિકાસ કર્યો. એક જે જોખમી કાર્યોને અસરકારક રીતે કરવા માટે સક્ષમ ન હતા  તે જીવન ક્રાંતિનો પર્યાય બની ગયા હતા.



सांडर्स वध के बाद भगतसिंह की पत्नी के रूप में अपनी व अपने तीन साल के बच्चे शची की जान दाव पर लगाकर जब लाहौर से कलकत्ता पहुंची। वहां सुशीला बहन और भगवतीचरण बोहरा स्टेशन पर उन्हें लेने आए। उस समय के भगवतीचरण बोहरा के शब्द उनके आपसी विश्वास व क्रांतिकारी कार्य के प्रति निष्ठा को बयान करते हैं। दुर्गा ने बताया है कि “मैं भगतसिंह को लेकर स्टेशन पर उतरी, तो वे भाव-विभोर हो उठे। मुझे वहीं प्लेटफॉर्म पर ही शाबाशी देने लग गए, पीठ थपथपा कर कहा, ‘मैं समझता हूँ कि हमारी तुम्हारी शादी तो सच पूछो आज हुई है, इसके पहले तो मेरा ख्याल था कि हमारे-तुम्हारे पिता की थैलियों में शादी हुई थी।’ 

લાહોર નેશનલ કોલેજમાં અભ્યાસ દરમિયાન, ભગવતી ચરણે રશિયન ક્રાંતિકારીઓની પ્રેરણા લઈને વિદ્યાર્થીઓના અભ્યાસ જૂથની રચના કરી હતી. 

રાષ્ટ્રની સ્વતંત્રતા અને સ્વતંત્રતાના પ્રશ્ન પર કેન્દ્રિત આ અભ્યાસમાં નિયમિતપણે ભાગ લેનારા લોકોમાં ભગતસિંહ, સુખદેવ વગેરે મુખ્ય હતા. 

પાછળથી, આ લોકોએ નૌજવાન ભારત સભાની સ્થાપના કરી. 

તેમના અભ્યાસ દરમિયાન, 1921 માં, ભગવતી ચરણે પોતાનો અભ્યાસ છોડી દીધો અને ગાંધીજીના કહેવાથી અસહકારની ચળવળમાં કૂદકો લગાવ્યો.


બાદમાં, જ્યારે આંદોલન પાછું આવ્યું, ત્યારે તેમણે કોલેજનો અભ્યાસ પૂર્ણ કર્યો. 

બી.એ.ની પરીક્ષા પાસ કરી તેમજ નૌજવાન ભારત સભાની રચના અને કાર્ય આગળ ધપાવ્યું. 

આ સભાના મહામંત્રી ભગતસિંહ હતા અને પ્રચાર (પ્રચાર) સચિવ ભગવતીચરણ હતા. 

એપ્રિલ 1928 માં નૌજવાન ભારત સભાનો ઘોષણાપત્ર પ્રકાશિત થયો.

 ભગવતી ચરણ વોહરા પાસે ભગતસિંહ અને અન્ય સાથીદારોની સલાહ સાથે ડ્રાફ્ટ તૈયાર કરવાનું કામ હતું. 

નૌજવાન ભારત સભાના ઉદભવમાં ભગવતી ચરણ અને ભગતસિંહનો મોટો હાથ હતો. 

ભગતસિંહ સિવાય તેઓ સંગઠનના મુખ્ય સિદ્ધાંતવાદી હતા. 

ક્રાંતિકારી વિચારક, આયોજક, વક્તા, પ્રચારક, તેમના માટે આદર્શ અને અજેય હિંમત અને હિંમત પ્રત્યેની વફાદારી અને પ્રતિબદ્ધતા, બધા ગુણો ભગવતી ચરણમાં હાજર હતા.

 ભગવતી ચરણ સંપૂર્ણ નિષ્ઠાથી કાર્ય પૂર્ણ કરવામાં મેળ ખાતું નહોતું. 1924 માં પ્રખ્યાત ક્રાંતિકારી શચિન્દ્રનાથ સન્યાલ દ્વારા "હિન્દુસ્તાન-ડેમોક્રેટિક યુનિયનનો મેનિફેસ્ટો - ધ રિવોલ્યુશનર" ને 1 જાન્યુઆરી, 1925 ના રોજ  વ્યાપક વિતરણની મુખ્ય જવાબદારી ભગવતી ચરણની હતી

 જેને તેમણે ખૂબ જ સારી રીતે સિધ્ધ કર્યું. 

પાછળથી તબક્કામાં સંસ્થાના સભ્યોમાં ભગવતી ચરણ અંગે સી.આઈ.ડી. માણસ હોવાનું અને તેનો પગાર મેળવ્યો હોવાની આશંકા ફેલાઇ હતી. 

તે સમયે સંસ્થામાં આવેલા લોકો તે હતા જેમને કામનું કોઈ જોખમ લેવાની જરૂર નહોતી. એટલા માટે જ તેઓ સમૃદ્ધ ભગવતી ચરણ પર બહુપરીમાણીય વ્યક્તિત્વનો આરોપ લગાવીને નેતૃત્વ હેઠળ આવવા માંગતા હતા. .


 તેઓ ક્રાંતિકારી પ્રવૃત્તિઓને પણ સમાપ્ત કરવા માગે છે. આવા લોકોનો હેતુ પણ હતો કે સંગઠનનું કાર્ય પરસ્પર ચર્ચા, વાદ-વિવાદ, પ્રચાર અને નાણાં એકત્રિત કરવાના કામ સુધી મર્યાદિત હોવું જોઈએ. 

ભગવતી ચરણ પર સીઆઈડીનો આરોપ લગાવનારામાં સજ્જન જયચંદ્ર વિદ્યાલંકર મુખ્ય હતા. તે દિવસોમાં તે નેશનલ કોલેજના શિક્ષક પણ હતા. 

આક્ષેપોને ધ્યાનમાં લીધા વિના, ભગવતી ચરણ ક્રાંતિકારી કાર્યને આગળ વધારવામાં રોકાયેલા હતા. 

તે કહેતો કે "સાચું કરવું એ તેમનું કામ છે. ખુલાસો આપવો અને નામ બનાવવું એ તેમનું કામ નથી."

તે દિવસોમાં, લાહોરમાં તેમની પાસે ત્રણ મકાનો, લાખોની સંપત્તિ અને હજારોની બેંક બેલેન્સ હતી, પરંતુ તેમણે વૈભવી જીવનને નકારીને સ્વતંત્રતાનો ક્રાંતિકારી માર્ગ પસંદ કર્યો. 

બાળ લગ્ન સામાન્ય રીતે એક શ્રાપ તરીકે આવે છે પરંતુ તેમના કિસ્સામાં તે એક અપવાદ હતા.

1918 માં જ્યારે તેઓ માત્ર 14 વર્ષના હતા ત્યારે તેમના માતાપિતાએ  11 વર્ષીય દુર્ગાવતી દેવી જેમણે અલાહાબાદમાં પાંચમા ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો તેમની સાથે લગ્ન કરાવ્યા હતા. પરંતુ દુર્ગાવતી એક ક્ષણ માટે પણ તેમના માર્ગમાં અવરોધ બની ન હતી. તેમના જીવનમાં, 'પ્રભાકર' સુધી અભ્યાસ કર્યા પછી, તે ક્રાંતિમાં ખભાથી ખભા મીલાવી ઉભા રહ્યા, જ્યારે એક પુત્રનો જન્મ થયો, ત્યારે તેનું નામ ક્રાંતિકારી શચિન્દ્રનાથ સન્યાલના  નામ પરથી "શચિન્દ્ર" પાડ્યું હતું.. વોહરાના અકાળ મૃત્યુ પછી  સાથીઓની મદદગાર અને સલાહકાર બની તે 'દુર્ગા ભાભી' બની ગયા.


 વોહરાની બે મોટી યોજનાઓ નિષ્ફળ ન થઈ હોત, તો આપણા સ્વાતંત્ર્ય સંગ્રામનો ઇતિહાસ જુદો હોત. આમાંની એક વાઇસરોય લોર્ડ ઇરવિને 23 ડિસેમ્બર, 1929 ના રોજ દિલ્હી-આગ્રા રેલ્વે લાઇન પર સ્પેશિયલ ટ્રેન ઉડાવી દેવાની  હતી, જેના માટે તે,ણે એક મહિના માટે ભારે તૈયારી કરી હતી.


તેમને ટ્રેનની નીચે બોમ્બ ધડાકા કરવામાં પણ સફળતા મળી. વિસ્ફોટથી ટ્રેનનો કુકિંગ અને લંચ ડબ્બો ખરાબ રીતે નુકસાન થયું હતું અને એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, પરંતુ વાઇસરોય બચી ગયો.


આ યોજના પછી મહાત્મા ગાંધીએ ભગવાનનો આભાર માનતાં, ‘યંગ ઈન્ડિયા’ માં 'બોમ્બની પૂજા' શીર્ષક હેઠળ લેખ લખીને ક્રાંતિકારીઓને રોક્યા હતા પણ તેના જવાબમાં, વ્હોરાએ ચંદ્રશેખર આઝાદ અને ભગતસિંહની સલાહ સાથે 'બોમ્બના દર્શન' લેખ લખ્યો, જે સામાન્ય લોકોમાં ખૂબ પ્રખ્યાત બન્યો અને લાખો પ્રયાસો કર્યા પછી પણ પોલીસ તેનો મૂળ ક્યાં છે તે શોધી શક્યું નહીં.


28 મે, 1930 ના રોજ નિષ્ફળ થયેલી બીજી યોજના લાહોર ષડયંત્ર જેમા  ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને  ફાંસીની સજા મળી.

ખરેખર, યોજના એવી હતી કે  ત્રણેય ક્રાંતિકારીઓને લાહોર જેલમાંથી કોર્ટ તરફ  લઇ જતા જતા અચાનક દરોડા પાડીને બચાવવા પણ અંગ્રેજોના ચુસ્ત સુરક્ષા હેઠળ તેઓને લાવવામાં આવ્યા હોવાથી, આ દરોડા માટે પ્રમાણમાં સારી તકનીકીવાળા વધુ શક્તિશાળી બોમ્બની જરૂરિયાત અનુભવાઈ હતી. વોહરા બોમ્બ બનાવવામાં માસ્ટર હતા. અને તેમણે આ માટે લાહોરમાં કાશ્મીર બિલ્ડિંગના ભાડાના રૂમમાં આવા નવા બોમ્બ બનાવ્યા હતા. પરંતુ જરુરિયાત સમયે બોમ્બ વિસ્ફોટ ના થયો તો એવી શંકા દૂર કરવા માટે, તે ઇચ્છતા હતા કે ઓછામાં ઓછું એકવાર તેનું પરીક્ષણ કરવામાં આવે. આ પરીક્ષણ માટે તેમણે રાવિ કિનારો પસંદ કર્યો અને બોમ્બ પરિક્ષણ દરમિયાન બોમ્બ ફૂટી ગયો અને પોતાનો જીવ ગુમાવ્યો.

બોમ્બથી તેમના એક હાથની બધી આંગળીઓનો નાશ થયો હતો અને  બીજા હાથમાં કાંડાથી આગળનો બધો ભાગ ઉડી ગયો હતો, અને આંતરડા પેટના મોટા ઘામાંથી બહાર આવી ગયા હતા. મૃત્યુને થોડી ક્ષણોના અંતરે ઉભેલી જોઇને તે વિચલિત થયા નહીં અને તેમના સાથીઓને બે વિશેષ વાતો કહી.

પ્રથમ - ये नामुराद मौत दो दिन टल जाती तो इसका क्या बिगड़ जाता? તેનો અર્થ તે હતો કે  તે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને બચાવી શક્યા  હોત.  અને બીજું  એ કે अच्छा हुआ कि जो कुछ भी हुआ, मुझे हुआ. किसी और साथी को होता तो मैं भैया यानी ‘आजाद’ को क्या जवाब देता?

તેમના મૃત્યુ પછી 'આઝાદ'એ કહ્યું હતું કે તેમને લાગ્યું હતું કે તેમનો જમણો હાથ કાપવામાં આવ્યો છે અને પાછળથી' આઝાદ 'પણ હવે નહોતા ત્યારે ભગતસિંહના શબ્દો હતા, કે' ‘हमारे तुच्छ बलिदान उस श्रृंखला की कड़ी मात्र होंगे, जिसका सौंदर्य कॉमरेड भगवतीचरण वोहरा के दारुण पर गर्वीले आत्मत्याग और हमारे प्रिय योद्धा ‘आजाद’ की गरिमापूर्ण मृत्यु से निखर उठा है.’

ભગવતી ચરણ ઉપર લખનઉના કાકોરી કેસ, લાહોર કાવતરું કેસ અને પછી લાલા લજપતરાયની હત્યામાં સામેલ  ઇંગ્લિશ સાર્જન્ટ સૌન્ડર્સની હત્યામાં પણ  કરવામાં આવી હતી છતા પણ  તેઓ ક્રાંતિકારી કાર્ય કરવાથી પકડાયા ન હતા અને ક્યારેય પીછે હટ કરી ના હતી.


18 ડિસેમ્બર 1928 ના રોજ ભગતસિંહે લાહોરથી  દુર્ગાભાભી સાથે કલકત્તા-મેઇલમાં વેશ બદલીને યાત્રા કરી  કલકત્તા પહોચ્યાં હતા.


આમ હિન્દુસ્તાન પ્રજાસત્તાક સમાજવાદી પાર્ટીના સભ્ય અને ભગતસિંહની સાથી, એક અગ્રણી સિધ્ધાંતવાદક હોવા છતાં પ્ણ તેમની ધરપકડ થઇ શકી ન હતી અને ફાંસી પણ ના આપવામાં આવી હતી. બોમ્બ પરીક્ષણ દરમિયાન અકસ્માતમાં તેમનું મોત નીપજ્યું હતું. 

આવા શહિદને કોટિ કોટિ વંદન