દેશભક્તિ ફિલ્મ અને ગીતો
દેશ ભક્તિ અને આપણા ફિલ્મી સર્જકોનો નાતો વર્ષો પૂરાણો છે.
દેશમાં આઝાદીની ચળવળ શરૃ થઇ કે તરત જ આપણા ફિલ્મ સર્જકોએ દેશભક્તિ પર આધારિત ફિલ્મો બનાવી લોકોમાં દેશ દાઝની જ્વાળા ફેલાવાનો પ્રયાસ શરૃ કર્યો હતો.
પ્યારા વતન', 'વતન ફરોશ', 'વતન કી પુકાર', 'સ્વર્ગ સે સુંદર દેશ હમારા' જેવી ઘણી ફિલ્મો તે જમાનામાં બની હતી આઝાદી પછી પણ દેશભક્તિનો જુવાળ ઓસર્યો નથી. બોલીવૂડનો ઇતિહાસ દેશ ભક્તિના રંગથી રંગાઇ ગયેલો જોવા મળશે.
આઝાદીના અમર લડવૈયા શહિદ ભગતસિંહની વાત કરીએ તો અત્યાર સુધી શહિદ ભગતસિંહ પર ઘણી ફિલ્મો બની છે. ૧૯૬૩માં રિલિઝ થયેલી 'શહિદ ભગતસિંહ'માં શમ્મી કપૂરે ભગતસિંહનું પાત્ર ભજવ્યું હતું. હુશ્નરામ ભગતરામના સંગીતમાં બધ્ધ થયેલા દેશ ભક્તિના ગીતોએ ભારતની જનતાને દેશ પ્રેમમાં ઝબોળી નાખી હતી.
૧૯૬૫માં મનોજકુમારે ભગતસિંહના જીવન આધારિત 'શહીદ' બનાવી આ ફિલ્મે તે જમાનામાં ઘણી લોકપ્રિયતા મેળવી હતી પ્રેમ ધવનના સંગીતમાં બદ્ધ થયેલા ગીતોએ પણ ઘણી ધૂમ મચાવી હતી. આ પછી 'મિ. ભારત'નું બિરુદ મેળવનાર મનોજકુમાર દર્શકોને 'ઉપકાર', 'પૂરબ ઔર પશ્ચિમ', 'ક્રાંતિ', 'રોટી કપડા ઔર મકાન' જેવી દેશ ભક્તિ પર આધારિત ઘણી ફિલ્મો આપી અને આ ફિલ્મોએ ઘણી લોકપ્રિયતા મેળવી હતી.
'મેરા ભારત મહાન' તેમજ 'જય જવાન જય કિસાન' જેવા સૂત્રોએ લોકપ્રિય બનાવવા પાછળ મિ. ભારતનો ફાળો નાનોસૂનો સમજવાની ભૂલ થઇ શકે તેમ નથી
દેશ ભક્તિ પર આધારિત ગીતોની વાત આવે છે ત્યારે અય મેરે વતન કે લોગો ગીત યાદ આવ્યા વિના રહેતું નથી, આ ઉપરાંત 'ઝીરો દિયા મેરે ભારતને...' ગીત દ્વારા મનોજ કુમારે પણ એનઆરઆઇઓને આપણાં દેશની બુધ્ધિમત્તાનો પરિચય આપી દીધો હતો.
'હકીકત', 'બોર્ડર', 'એલએસી' જેવી યુદ્ધ ફિલ્મો દ્વારા પણ દેશ પ્રેમના જલવા જોવા મળ્યા હતા. દેશની આઝાદી માટે પ્રાણની આહુતિ આપનાર લોકોને અંજલિ આપવાનો આથી શ્રેષ્ઠ માર્ગ કયો મળવાનો છે?
'હકીકત'ના કર ચલે હમ ફિદા જાનોંતન સાથિયો' ગીતે દર્શકોની આંખમાં અશ્રુઓની ધારા વર્ષાવવામાં સફળતા મેળવી હતી
લગાન: જે 15 જુન 2001માં રીલીઝ થઇ હતી.
મંગળ પાંંડે:ધ રાઇઝીંગ :- જે 12 ઓગસ્ટ 2005ના રોજ રિલિઝ થઇ હતી.
શહિદ: જે 1 જાન્યુઆરી 1965ના રોજ રિલિઝ થઇ હતી જેમા મનોજકુમારે ભગતસિંહનો અભિનય કર્યો હતો.
ઉપકાર (1967)
શહિદ
ક્રાંતિ
ક્રાંતિવીર (1994)
ધ લિજેન્ડ ઓફ ભગતસિંહ (2002)
23 માર્ચ 1931 શહિદ
લક્ષ્ય (2004)
બોર્ડર (1997)
એલ.ઓ.સી: કારગીલ
ઇન્ડિયન
તિરંગા (1993)
હકીકત
હકીકત
હિન્દુસ્તાન કી કસમ
હિન્દુસ્તાન કી કસમ (1999)
રાગ દેશ
મા તુજે સલામ
કર્મા
ઉરી:ધ સર્જિકલ સ્ટ્રાઇક (2019)
રાઝી (2018)
ધ ગાઝી એટેક (2017)
મણિકર્ણિકા:ધ ક્વીન ઓફ ઝાંસી
કેસરી (2019)
ભૂજ: પ્રાઇડ ઓફ ઇન્ડિયા
1971 (2007)
ગાંધી ટુ હિટલર
ગાંધી
બોઝ: ધા ફોર્ગોટન હીરો
એર લિફ્ટ (2016)
મિશન કાશ્મીર