મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

Showing posts with label બિલિયર્ડ. Show all posts
Showing posts with label બિલિયર્ડ. Show all posts

17 April, 2021

ગીત શેઠી (Geet Sethi)

ગીત શેઠી

બિલિયર્ડ અને સ્નૂકર ખેલાડી



પુરુ નામ: ગીત સીરીરામ સેઠી

જન્મ તારીખ: 17 એપ્રિલ 1961

જન્મ સ્થળ: દિલ્હી

પિતાનું નામ: સીરીરામ



ગીત શેઠીને બહુ જ નાની ઉંમરે બીલીયર્ડ અને સ્નૂકરની રમતનું વળગણ લાગ્યું. 

જો કે તેની નાની ઉંમરના લીધે તેને ક્લબમાં બીલીયર્ડ કે સ્નૂકર રમતા રોકવામાં આવ્યો

અમદાવાદ સ્થાયી થયા બાદ ગુજરાત સ્પોર્ટ્સ ક્લબની મેનેજીન્ગ બોડીએ તેને ક્લબનું મેમ્બર ટેબલ વાપરવાની મંજૂરી આપી. ત્યાં તેનો સતીષ મોહન નામના બીલીયર્ડ ખેલાડી સાથે પરીચય થયો. તે વખતે અગ્રગણ્ય બીલીયર્ડ ખેલાડીઓમાંથી એક એવા સતીષ મોહને ગીતમાં રહેલી પ્રતિભા પારખીને તેને આ ક્ષેત્રે કારકિર્દી ઘડવાનું માર્ગદર્શન અને પ્રોત્સાહન આપ્યું.

1979માં ગીતે જૂનીયર લેવલે બીલીયર્ડ અને સ્નૂકર ટાઈટલ હાંસલ કર્યા. તે વખતે ભારતીય બીલીયર્ડમાં માઈકલ ફરેરા અને સુભાષ અગ્રવાલનો દબદબો હતો. ગીતે તેને મળેલી તકનો યોગ્ય ઉપયોગ કરીને માઈકલ ફરેરા અને સુભાષ અગ્રવાલની યશગાથાને આગળ વધારી. ત્રણ વર્ષ પછી 1982માં નેશનલ સીનીયર ચેમ્પિયનશીપમાં ગીતે માઈકલ ફરેરાને હરાવીને સનસનાટી મચાવી દિધી.

1984માં ઈંગ્લેન્ડ ખાતે તેણે ઈન્ટરનેશનલ સ્નૂકર પ્રોફેશનલ કમ એમેચ્યોર ચેમ્પિયનશીપ અને વીન્ડસર ખાતે ઈન્ટરનેશનલ એમેચ્યોર ચેમ્પિયનશીપ પર કબજો જમાવ્યો. 1985માં તેણે નેશનલ સીનીયર ડબલ ચેમ્પિયનશીપ જીતી. આગળ જતા ગીતે આ ટુર્નામેન્ટ પર વધુ ત્રણ વખત પોતાનું નામ લખાવ્યું.

1985માં તેણે દિલ્હી ખાતે વર્લ્ડ ચેમ્પિયનશીપમાં આઠ કલાક લાંબી ફાઈનલમાં 74 વર્ષીય બોબ માર્શલને હરાવી એક મોટો ઉલટફેર કરતા વર્લ્ડ ચેમ્પિયનશીપ જીતી.

બીલીયર્ડ અને સ્નુકરની રમતને ધનીકોની રમત માનવામાં આવે છે, તેમાં ભારત જેવો વિકાસશીલ દેશ પ્રગતિ સાધે તો આનંદ અને આશ્વર્ય થયા વિના ન રહે. ગીત શેઠીએ દેશને આવો જ કંઈક આનંદ અને આશ્વર્ય અનુભવવાનો મોકો પૂરો પાડ્યો છે. જે રમતમાં કોઈ ભારતનું અસ્તિત્વ પણ ન વિચારી શકે તે રમતમાં ગીત શેઠીએ ભારતને અનેક વખત વિશ્વવિજેતા બનાવ્યું છે.

1992થી લઈને 2006 સુધીમાં 6 વખત વર્લ્ડ પ્રોફેશનલ બીલીયર્ડ ચેમ્પિયનશીપ જીતીને ગીત શેઠીએ ભારતને ગૌરવ અપાવ્યું છે. 1985 અને 1987માં વર્લ્ડ એમેચ્યોર બીલીયર્ડ ચેમ્પિયનશીપ જીતીને ગીત શેઠીએ આ રમત પર માત્ર ધનિક દેશોનું જ વર્ચસ્વ છે

ભારતના જાણીતા ખેલાડીઓમાંથી એક એવા ગીત શેઠીએ છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણી વેબસાઈટો લોન્ચ કરી છે, તેમાં ખેલજગતને કેન્દ્રમાં રાખીને બનાવાયેલી ખેલાડી.કોમ નોંધપાત્ર છે. 2005માં તેણે પોતાના અનુભવો વાગોળતા સક્સેસ વર્સીસ જોય પુસ્તક લખ્યું.

ભારત સરકારે 1986માં પદ્મશ્રી અને 1992-93માં રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર આપીને ગીત શેઠીએ રમતગમતને આપેલ યોગદાનનું સન્માન કર્યું. હાલ ગીત પ્રતિભાશાળી ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા ગોલ્ડક્વેસ્ટ નામનું એક અભિયાન પણ ચલાવી રહ્યો છે.

તેમણે  વ્યાવસાયિક કક્ષાના (professional-level)છ વખત વિજેતા અને amateur World Championshipsમાં ત્રણ વખત વિજેતા છે,  બિલિયર્ડ્સમાં બે વર્લ્ડ રેકોર્ડ બનાવનાર ખેલાડી છે.

આ ઉપરાંત તે સાત વખતના રાષ્ટ્રીય બિલિયર્ડ્સ ચેમ્પિયન અને ચાર વખતના રાષ્ટ્રીય સ્નૂકર ચેમ્પિયન પણ હતા.

તેમણે  પ્રકાશ પાદુકોણ સાથે મળીને ઓલમ્પિક ગોલ્ડ ક્વેસ્ટની સહ-સ્થાપના કરી છે, જે ભારતમાં રમતના પ્રમોશન માટે ફાઉન્ડેશન છે.

હાલમાં સેઠી તેમના પરિવાર સાથે અમદાવાદમાં રહે છે.

 અમદાવાદ અને મુંબઇ વચ્ચે તેમની રાગ ટ્રાવેલ્સ નામની એક ખાનગી ટ્રાવેલ એજન્સી  ચલાવે છે. 

સેઠીએ બી.કે.સ્કૂલ ઓફ બીઝનેસ મેનેજમેન્ટ, ગુજરાત યુનિવર્સિટીમાંથી એમ.બી.એ.  ,  અને અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કૂલ અને સેન્ટ ઝેવિયર્સ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે.




તેમણે મેળવેલ સફળતાઓ

  • World Professional Billiards Champion: 1992, 1993, 1995, 1998, 2006
  • World Amateur Billiards Champion: 1985, 1987, 2001
  • Gold Medalist, 13th Asian Games, Bangkok 1998
  • Asian Billiards Champion: 1987
  • National Billiards Champion: 1982, 1985, 1986, 1987, 1988, 1997, 1998
  • National Snooker Champion: 1985, 1986, 1987 and 1988

એવોર્ડ
રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ - 1992-93
પદ્મશ્રી- 1986
અર્જુન એવોર્ડ- 1986
કે.કે.બિરલા એવોર્ડ- 1993