જ્યોતીન્દ્ર દવે જીવન પરિચય
21 ઓક્ટોબર 1901
જ્યોતીન્દ્ર દવેનો જન્મ ર૧મી ઓક્ટોબર ૧૯૦૧ના દિવસે દક્ષિણ ગુજરાતના સુરત શહેર ખાતે થયો હતો.
તેમના માતાનું નામ ધનવિદ્યાગૌરી અને પિતાનું નામ હરિહરશંકર હતું.
તેમણે ૧૯૧૯માં મેટ્રિક, ૧૯૨૩માં બી.એ. અને ૧૯૨૫માં એમ.એ.ની પદવીઓ સુરતમાંથી મેળવી હતી.
૧૯૨૬ થી ૧૯૩૩ સુધી તેઓ મુંબઈમાં કનૈયાલાલ મુનશી સાથે ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ લખવાના કાર્યમાં જોડાયા.
મુનશી જેલમાં હતા એટલો થોડો સમય તેમણે કબિબાઇ હાઇસ્કૂલમાં અધ્યાપન કાર્ય કર્યું.
તેમણે 'ગુજરાત' માસિકનું સહ-સંપાદન પણ કરેલું.
૧૯૩૩ થી ૧૯૩૭ દરમિયાન તેમણે સુરતની એમટીબી કોલેજમાં ગુજરાતીમાં અધ્યાપન કાર્ય કર્યું.
કનૈયાલાલ મુનશીની વિનંતી પર તેઓ ફરી મુંબઈ આવ્યા અને મુંબઈ સરકારના કાર્યાલયમાં ભાષાંતરકારનું કામ તેમની ૧૯૫૬માં નિવૃત્તિ સુધી કર્યું.
તેમણે પછી મુંબઈની વિવિધ કોલેજમાં અધ્યાપન કાર્ય કર્યું. તેઓ માંડવી, કચ્છ ખાતે પ્રિન્સિપાલ પણ રહ્યા હતા.
તેઓ ૧૯૬૬માં ગુજરાતી સાહિત્ય પરિષદના 23માં પ્રમુખ રહ્યા હતા.
એમનું અવસાન ૧૧ સપ્ટેમ્બર, ૧૯૮૦ના રોજ મુંબઈ ખાતે થયું હતું.
બિરુદ:- વિદ્વતા અને હાસ્ય નો વિનિયોગ, હાસ્યસમ્રાટ
રચનાઓ
ગાંધીયુગમાં બુદ્ધિલક્ષી નર્મમર્મયુક્ત હળવા નિબંધોના સર્જકો રા. વિ. પાઠક, ધનસુખલાલ મહેતા, વિજયરાય વૈદ્ય, ગગનવિહારી મહેતા, જયેન્દ્ર દૂરકાળ આદિનો જે વર્ગ આવ્યો તેમાં જ્યોતિન્દ્ર દવે સૌથી વિશેષ લોકપ્રિય અને અગ્રણી નિબંધકાર હતા. હાસ્યકાર તરીકેની ઊંચી શક્તિ અને હાસ્યપ્રેરક વ્યાખ્યાનો આપવાની ઉત્તમ આવડત એ બંને ગુણોનો એમાં ફાળો હતો.
તેમની મુખ્ય રચનાઓમાં 'રંગતરંગ' 'ભાગ ૧ થી ૬' (1932,1941,1941, 1941,1944, 1946)
હાસ્ય તરંગ (1945)
'જ્યોતીન્દ્ર તરંગ',
'રેતીની રોટલી' (૧૯૫૨), 'વડ અને ટેટા' (હાસ્ય નિબંધો), 'અમે બધાં' (નવલકથા, ૧૯૩૬), 'વ્યતીતને વાગોળું છું' (આત્મકથા), 'હાસ્ય નિબંધ સંગ્રહ' - ૧૦, 'હાસ્યનવલકથા' - ૧, 'આત્મકથા' વગેરે મુખ્ય છે.
વળી તેમના 'અવસ્તુદર્શન', 'અશોક પારસી હતો', 'મહાભારત: એક દ્રષ્ટિ', 'મારી વ્યાયામસાધના', 'સાહિત્યપરિષદ' જેવા ઘણા નિબંધો પણ તેમણે ગુજરાતી ભાષાને આપ્યા.
કાવ્યોમાં તેમણે 'આત્મપરિચય', 'એ કોણ હતી?' તથા 'લગ્નના ઉમેદવાર' જેવી નાટ્યરચનામાં તેમણે તેમની પ્રતિભાનો પરિચય આપ્યો.
ઉપરાંત 'વિષપાન' (૧૯૨૮) એ તેમની પ્રારંભિક અવસ્થામાં રચાયેલું એમનું ઐતિહાસિક ત્રિઅંકી નાટક છે.
'વડ અને ટેટા' (૧૯૫૪) એ મોલિયેરના પ્રહસન 'માઈઝર' નું રૂપાંતર છે.
વ્યતીતને વાગોળું છું (આત્મકથા)
'સામાજિક ઉત્ક્રાન્તિ' (૧૯૩૦) તથા 'એબ્રહમ લિંકન-જીવન અને વિચાર' (૧૯૬૧) એમના અનુવાદગ્રંથો છે.
'ખોટી બે આની', 'લગ્નનો ઉમેદવાર', 'પાનનાં બીડાં', 'સોયદોરો', 'ટાઈમટેબલ', વગેરે તેમની મહત્વની કૃતિઓ છે.
પુરસ્કાર અને સન્માન
૧૯૪૧માં તેમને રણજિતરામ સુવર્ણ ચંદ્રક એનાયત થયો હતો.
૧૯૫૦માં "રંગતરંગ" માટે નર્મદ સુવર્ણ ચંદ્રક મળ્યો હતો.
તેમના માનમાં ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી દર વર્ષે હાસ્ય સાહિત્યકારને 'જ્યોતીન્દ્ર દવે પારિતોષિક' અપર્ણ થાય છે.
No comments:
Post a Comment
comment about blog, quiz, certificate.
my work