મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

Showing posts with label મારી માટી મારો દેશ. Show all posts
Showing posts with label મારી માટી મારો દેશ. Show all posts

16 August, 2023

Meri Mati Mera Desh- મારી માટી મારો દેશ

 Meri Mati Mera Desh- મારી માટી મારો દેશ



દેશના સ્વાતંત્ર્યસેનાનીઓના યોગદાન અને સંઘર્ષના પરિણામે ભારતને મહામૂલી આઝાદી મળી, અને આજે દેશની આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. દેશના અમૃતકાળની ભવ્ય ઉજવણી કરવા તેમજ આગામી ૨૫ વર્ષમાં ભારતને વિકસિત દેશ બનાવવા સ્વપ્ન માટે રોડમેપ તૈયાર કરવા વડાપ્રધાનએ ૧૨માર્ચ, ૨૦૨૧થી “આઝાદી કા અમૃતમહોત્સવ”નો શુભારંભ કરાવ્યો હતો. ઓગષ્ટ-૨૦૨૩માં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી પૂર્ણ થશે.

 દેશના અમૃતકાળને વધુ યાદગાર બનાવવા ભારતના સ્વાતંત્ર્ય સેનાની અને દેશ માટે શહાદત વહોરનાર દરેક વીરજવાનને સાચી શ્રદ્ધાંજલિ આપવા દેશભરમાં “મારી માટી, મારો દેશ” અભિયાન હાથ ધરવામાં આવશે.

“આઝાદી કા અમૃતમહોત્સવ”ની પૂર્ણાહુતિને વધુ ભવ્ય અને યાદગાર બનાવવા આગામી તા. ૯ થી ૩0 ઓગષ્ટ દરમિયાન સમગ્ર દેશમાં “મારી માટી, મારો દેશ - માટીને નમન, વીરોને વંદન” અભિયાન હાથ ધરવામાં આવશે. જે બે વિભાગમાં થાશે, પહેલા વિભાગમાં 9 થી 15 ઓગસ્ટ સુધી સ્થાનિક કક્ષાએ ત્યાર બાદ 16 થી 30 એપ્રિલ સુધી રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ.

માતૃભૂમિને સમર્પિત આ ઝુંબેશ હેઠળ દેશભરની તમામ એટલે કે, ૨.૫ લાખથી વધુ ગામની માટી એકઠી કરીને તેને રાજધાની દિલ્હીના કર્તવ્ય પથ સુધી લાવીને “આઝાદી કા અમૃત મહોત્સવ સ્મારક” તેમજ “અમૃતવાટિકા” નું નિર્માણ કરવામાં આવશે. આ સ્મારક આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીનું સ્મૃતિસ્થળ અને સાથે જ દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનાર વીરસપૂતો માટે સાચી શ્રદ્ધાંજલિ હશે.



યુદ્ધના મેદાનમાં શહીદ થયેલા આપણા બહાદુરોનું સન્માન કરવા માટે, “મેરી માટી મેરા દેશ” અભિયાન શરૂ કરવામાં આવશે. આ અંતર્ગત, આપણા અમર શહીદોના સન્માનમાં દેશભરમાં અસંખ્ય કાર્યક્રમો યોજવામાં આવશે. વધુમાં, દેશભરની હજારો ગ્રામ પંચાયતોમાં તેમના સન્માનમાં વિશેષ શિલાલેખો મૂકવામાં આવશે. આ અભિયાનના ભાગરૂપે દેશભરમાં ‘અમૃત કલશ યાત્રા’નું પણ આયોજન કરવામાં આવશે.  દેશની રાજધાની, દિલ્હી, "અમૃત કલશ યાત્રા" દ્વારા પહોંચવામાં આવશે, જે દેશના ચારેય ખૂણેથી 7500 કલશોમાં માટી વહન થશે.

 દેશના વિવિધ પ્રદેશોના  7500 કલશોમાં આવશે તે માટી અને રોપાઓનું મિશ્રણ કરીને, "અમૃત વાટિકા" રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની નજીક બાંધવામાં આવશે. 

ગયા વર્ષથી, રાષ્ટ્ર અમૃત મહોત્સવ, અથવા સ્વતંત્રતાના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે. દેશની આઝાદીની 75મી વર્ષગાંઠ પર આ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યોમાં ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ વિભાગ તેનો હવાલો સંભાળે છે. ‘મેરી માટી, મેરા દેશ’ કાર્યક્રમમાં અમૃત બગીચાઓનું નિર્માણ કરવાનું કહેવામાં આવ્યું છે. ત્યાં 75 વિવિધ પ્રકારના દેશી છોડ વાવવામાં આવશે.


રાજ્યના સ્વતંત્રતાના અમૃત મહોત્સવ દ્વારા સંચાલિત “મેરી માટી, મેરા દેશ” કાર્યક્રમના ભાગ રૂપે બનાવવામાં આવનાર અમૃત વાટિકામાં ઓછામાં ઓછા 75 સ્વદેશી છોડ વાવવા જોઈએ. વધુમાં, આ છોડની ખેતી કરવાની ફરજ નિભાવો.

 દરેક ગામની માટી દેશની રાજધાની દિલ્હી પહોંચશે. અમૃત મહોત્સવના પ્રથમ વર્ષ અને તેના સમાપન પર આયોજિત આ કાર્યક્રમના ભાગરૂપે દરેક ગામમાંથી ગ્રામ પંચાયતો અને ગ્રામ પંચાયતોથી બ્લોક લેવલ સુધી માટીના ભંડાર પહોંચાડવામાં આવશે. દરેક સ્તરે વિવિધ કાર્યક્રમો ગોઠવવામાં આવશે.

 નેહરુ યુવા કેન્દ્રના સ્વયંસેવકો આ માટીના કલશને બ્લોકમાંથી દેશની રાજધાની સુધી પહોંચાડશે. 

રાષ્ટ્રીય સ્તરની ઇવેન્ટનું સ્થાન. અમૃત વાટિકામાં દરેક ગામની આબોહવાને અનુરૂપ 75 છોડ વાવવામાં આવશે. આ કાર્યક્રમ રાજ્યભરમાં 9 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી ચાલશે.

સ્થાનિક નાયકોનું સન્માન કરવા માટે, અમૃત સરોવરની નજીક ગામ, બ્લોક અને સ્થાનિક સંસ્થાઓના સ્તરે "શીલાફલકમ" નામનું એક વિશેષ સ્મારક સ્થળ, એક જળ મંડળ, એક પંચાયત મકાન અને એક શાળાનું નિર્માણ કરવામાં આવશે. 15 ઓગસ્ટના રોજ, શહીદોનું સન્માન, સ્વાતંત્ર્ય સેનાનીઓ અને તેમના પરિવારોનું સન્માન, ધ્વજ ફરકાવવો અને રાષ્ટ્રગીત ગાવાનું સમારંભ યોજાશે. પાંચ વ્રત પણ કરવામાં આવશે. ગામડાઓ અને શહેરી વિસ્તારો બંને સમાન કાર્યક્રમોનું આયોજન કરશે. 

સ્થાનિક કક્ષાએ યોજાશે પાંચ મુખ્ય કાર્યક્રમ



૧. શિલાફલકમનું સ્થાપન: દેશના દરેક ગામ અને ગ્રામપંચાયત વિસ્તારમાં આવેલા અમૃત સરોવર કે જળાશયો ખાતે અને જ્યાં જળાશયો ઉપલબ્ધ ન હોય, ત્યાં પંચાયત ઓફિસ, શાળા પાસે સ્મારક પથ્થરની તકતી (શિલાફલકમ) ઉભી કરવામાં આવશે. શહીદ વીરોના બલિદાનને સમર્પિત આ તકતીમાં સ્થાનિક વીરોના નામનો સમાવેશ કરવામાં આવશે.




૨. ‘પંચ પ્રણ’ પ્રતિજ્ઞા:‌ સ્થાનિક કક્ષાએ યોજાતા કાર્યક્રમ દરમિયાન ના ગરીકો હાથમાં મુઠ્ઠીભર માટી અથવા માટીનો દિવો રાખી રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે સામૂહિક પ્રતિજ્ઞા લેશે. અમૃતકાળનાપંચપ્રણ:

  • વિકસિત ભારતનું લક્ષ્ય
  • ગુલામીની માનસિકતામાંથી સ્વતંત્રતા
  • ભારતના સમૃદ્ધ વારસા પર ગર્વ અને તેનું સંરક્ષણ
  • દેશની એકતા અને એકસૂત્રતા
  • નાગરિકોમાં ફરજ અને જવાબદારીની ભાવના


૩. વસુધા વંદન: વસુધા વંદન કાર્યક્રમ અંતર્ગત માભોમને વધુ હરિયાળી બનાવવા દેશની દરેક એટલેકે ૨.૫ લાખથી વધુ ગ્રામ પંચાયતમાં પંચાયત દીઠ ૭૫ રોપાઓનું વાવેતર કરીને તેનો ઉછેર કરવામાં આવશે. આ ઉપરાંત દિલ્હી ખાતે પણ અમૃતવાટિકાનું નિર્માણ કરવામાં આવશે.

૪. વીરોને વંદન: વીરોને વંદન કાર્યક્રમ અંતર્ગત ગ્રામ પંચાયત કક્ષાએ યોજાનાર દરેક સમારોહમાં સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શહીદ સેનાનીઓના પરિવારો, સંરક્ષણ કર્મચારીઓ અથવા તેમના પરિવારોને આમંત્રિત કરીને વીરોનું સ્થાનિક પરંપરા અને રીવાજ અનુસાર સન્માન કરવામાં આવશે.

૫. રાષ્ટ્ર ધ્વજ ફરકાવવો અને રાષ્ટ્રીયગીત ગાન: ગ્રામપંચાયત કક્ષાએ યોજાનાર કાર્યક્રમોમાં ગ્રામજનો દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં અને રાષ્ટ્રગાન પણ ગાવામાં આવશે.

આ અભિયાનના ભાગરૂપે દરેક ભારતીય માતૃભૂમિની માટી, વીર જવાનો પ્રત્યે આદર દર્શાવવા મુઠ્ઠી ભરીને માટી અને માટીનો દીવો સમર્પિત કરશે. પંચ પ્રણ દ્વારા શપથ લઇને રાષ્ટ્ર નિર્માણનું વચન આપશે અને આ અભિયાનની વેબસાઇટ પર સેલ્ફી પણ અપલોડ કરશે.

 મેરી માટી મેરા દેશ સર્ટિફિકેટ ડાઉનલોડ કઇ રીતે કરવુ.

આપેલ લિંક પર ક્લિક કરવી. https://merimaatimeradesh.gov.in/pledge

  •  તમારે નામ મોબાઇલ નંબર સ્ટેટસ ડિસ્ટ્રિક્ટ પસંદ કરવાનું રહેશે અને સબમિટ બટન દબાવવું પડશે.
  • આ પ્રક્રિયા પૂર્ણ થયા પછી, તમારે માટી સાથેની તમારી સેલ્ફી ક્લિક કરીને અપલોડ કરવાની રહેશે.
  • ફોટો અપલોડ કરતાની સાથે જ તમને મેરા દેશ મેરી માટી સર્ટિફિકેટ મળશે.