સયાજીરાવનો જન્મ 11 માર્ચ 1863ના રોજ નાસિક જિલ્લાના માલેગાંવ તાલુકાના કવલાણા ગામમાં સૂર્યવંશી મરાઠા પરિવારમાં થયો હતો. કાશીરાવ ભીખાજીરાવ દાદાસાહેબ ગાયકવાડ (૧૮૩૨-૧૮૭૭) અને ઉમાબાઈના બીજા પુત્ર સયાજીરાવનું જન્મ સમયનું નામ ગોપાલરાવ ગાયકવાડ હતું.
મહારાજા સયાજીરાવ ગાયકવાડ વિશેની PDF ફાઇલ મેળવવા અહી ક્લિક કરો.
૧૮૭૦માં વડોદરાના લોકપ્રિય મહારાજા સર ખંડેરાવ ગાયકવાડ (૧૮૨૮-૧૮૭૦)ના મૃત્યુ બાદ એવી અપેક્ષા રાખવામાં આવતી હતી કે તેમના ભાઈ મલ્હારરાવ ગાયકવાડ (૧૮૩૧-૧૮૮૨) તેમના અનુગામી બનશે. જોકે, મલ્હારરાવની છબી પહેલેથી જ નકારાત્મક હતી. તેમને અગાઉ ખંડેરાવ ગાયકવાડની હત્યાના કાવતરા બદલ જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. ખંડેરાવના વિધવા મહારાણી જમનાબાઈ (૧૮૫૩-૧૮૯૮) ખંડેરાવના મૃત્યુ સમયે ગર્ભવતી હતા પરંતુ ગર્ભમાં રહેલા બાળકનું લિગ સાબિત ન થાય ત્યાં સુધી ઉત્તરાધિકાર પ્રક્રિયામાં વિલંબ થયો. બાળક દીકરી સાબિત થયું અને ૫ જુલાઈ, ૧૮૭૧ના રોજ મલ્હારરાવ સત્તામાં આવ્યા.
મલ્હારરાવે ઉદાર હાથે પૈસા ખર્ચ્યા. નક્કર સોનાની તોપ, મોતીની જાજમ જેવા અન્ય શાહી ખર્ચાઓથી વડોદરાની તિજોરી લગભગ ખાલી કરી નાખી. મલ્હારરાવની કૂરતા અને ઘોર જુલમના અહેવાલો ટૂંક સમયમાં બ્રિટિશ આર્મી ઓફિસર રોબર્ટ ફેયર સુધી પહોંચ્યા. મલ્હારરાવે રોબર્ટ ફેયરને રાસાયણિક ઝેર (આર્સેનિક) આપવાનો પ્રયાસ કરીને પોતાના કાર્યોને ઢાંકવાનો પ્રયાસ કર્યો.
બ્રિટીશ ભારતના તત્કાલીન રાજ્ય સચિવ લોર્ડ સેલિસબરીએ ૧૦ એપ્રિલ ૧૮૭૫ના રોજ મલ્હારરાવ ગાયકવાડને પદભ્રષ્ટ કરી મદ્રાસ ખાતે દેશનિકાલ કરવાનો આદેશ કર્યો, જ્યાં તેઓ ૧૮૮૨માં ગુમનામીમાં મૃત્યુ પામ્યા હતા
વડોદરાની ગાદી ખાલી પડી હતી તેથી મહારાણી જમનાબાઈને તેમના વંશના વડાઓને વડોદરા હાજર થઈ તેમને અને તેમના પુત્રોને તેમની સમક્ષ ઉપસ્થિત થવા કહ્યું, જેથી તે ગાદીનો વારસદાર નક્કી કરી શકે.
કાશીરાવ અને તેમના ત્રણ પુત્રો આનંદરાવ (૧૮૫૭-૧૯૧૭), ગોપાલરાવ (૧૮૬૩-૧૯૩૯) અને સંપતરાવ (૧૮૬૫-૧૯૩૪) કવલાણાથી લગભગ ૬૦૦ કિલોમીટર દૂર વડોદરા આવ્યા. એ વાત જાણીતી છે કે, જ્યારે બધાં યુવકોને પુછવામાં આવ્યું કે તેમનો અહીં આવવાનો મુખ્ય ઉદ્દેશ શું છે ત્યારે ગોપાલરાવે અચકાયા વગર પ્રત્યુત્તર આપ્યો કે "હું અહીંયા શાસન કરવા આવ્યો છું.. ગોપાલરાવને અંગ્રેજોએ ઉત્તરાધિકારી તરીકે પસંદ કર્યા હતા અને તે મુજબ ૨૭ મે, ૧૮૭૫ના રોજ મહારાણી જમનાબાઈએ તેમને દત્તક લીધા હતા. તેમને સયાજીરાવ નામનું નવું નામ પણ આપવામાં આવ્યું હતું. તેઓ ૧૬ જૂન, ૧૮૭૫ના રોજ વડોદરા રાજ્યના રાજા બન્યા, કાચી વયના કારણે શરૂઆતમાં રિજન્સી કાઉન્સિલ હેઠળ શાસન કર્યું. પુખ્ત વયના થતાં જ ૨૮ ડિસેમ્બર, ૧૮૮૧ના રોજ સંપૂર્ણ સત્તા હસ્તગત કરી શાસનની શરૂઆત કરી. તેમની કાચી વય દરમિયાન તેમને રાજા સર ટી. માધવ રાવ દ્વારા વહીવટી કૌશલ્યમાં વ્યાપક શિક્ષણ આપવામાં આવ્યું હતું, જેમણે પોતાના યુવા નેતાને દૂરંદેશી અને લોકકલ્યાણ પ્રદાન કરવાની ઇચ્છા સાથે તૈયાર કર્યા હતા. આ સમયગાળામાં માધવરાવે મલ્હારરાવ દ્વારા નિર્મિત અંધાધૂંધી દૂર કરી રાજ્યને સામાન્ય સ્થિતિમાં પુનઃસ્થાપિત કર્યું હતું. માનવ પ્રવૃત્તિના દરેક ક્ષેત્રમાં મહારાજાએ પોતાના જીવન દરમિયાન જે સિદ્ધિ હાંસલ કરી તેનો શ્રેય એફ. એ. એચ. એલિયટને આપવો જોઈએ
મહારાજા સયાજીરાવ ગાયકવાડ પ્રજાવત્સલ અને કર્મનિષ્ઠ રાજવી હતા. તેમણે વડોદરા રાજ્ય અને પ્રજાના કલ્યાણ માટે દીર્ઘદ્રષ્ટિપૂર્વક વિકાસયોજનાઓ હાથ ધરી. રાજ્યભરમાં રસ્તાઓ, ઈમારતો, શાળાઓ અને લાયબ્રેરીઓને પ્રાધાન્ય આપ્યું.
સયાજીરાવે 1879માં વડોદરા ખાતે 113 એકરનો વિશાળ સયાજીબાગ પ્રજાને અર્પણ કર્યો. સુંદર ફૂલ-છોડથી સુશોભિત વડોદરાના સયાજીબાગ (કમાટીબાગ)ની ગણના ભારતના શ્રેષ્ઠ ઉદ્યાનોમાં થઈ ચૂકી છે,
અઢાર વર્ષની વયે વડોદરા રાજ્યનો સંપૂર્ણ વહીવટ સંભાળનાર મહારાજા સયાજીરાવે પ્રથમ પત્નિની સ્મૃતિમાં ન્યાય મંદિર બંધાવ્યુ હતું જ્યાં હવે મ્યુઝિયમ બનનાર છે.
ગુજરાતના સૌથી મોટા મહેલ લક્ષ્મી વિલાસ પેલેસનું નિર્માણ કરાવ્યું.
વિદ્યાર્થીઓના અભ્યાસ માટે 1881માં બરોડા કોલેજ ઓફ સાયાન્સની સ્થાપના કરી હતી બાદમા આને આઝાદી પછી 1949માં M.S.University (મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી)ની નામ રાખવામાં આવ્યું હતું. જેનું સૂત્ર છે- સત્યં શિવં સુન્દરમ
લોકો નાણાકીય વ્યવહાર સરળતાથી કરી શકે તે માટે તેમણે બેંક ઓફ બરોડાની સ્થાપના 1908માં કરી
આઝાદી પૂર્વેના 550 રજવાડામાં અસ્પૃશ્ય વર્ગને સન્માનનીય સ્થાન આપનાર વડોદરા સ્ટેટના સયાજીરાવ એકમાત્ર રાજા હતા
ભારતમાં 19મી સદીમાં, મહાત્મા જ્યોતિબા ફૂલે (1828-1890)એ પુણેમાં અસ્પૃશ્ય વર્ગના વિદ્યાર્થીઓ માટે શાળા શરૂ કરી શિક્ષણ આપવાનું શરૂ કર્યા પછી બંગાળી સદ્ગસ્થ બાબુ શશિધર બેનરજીએ 1865માં અસ્પૃશ્ય વર્ગના વિદ્યાર્થીઓ માટે કાર્યો શરૂ કર્યા અને પછી મહારાજા સયાજીરાવ ગાયકવાડે (1882-1883) દ્વારા અસ્પૃશ્યતા વર્ગના વિદ્યાર્થીઓ માટે શાળા શરૂ કરાઇ. મહારાજાએ 1883માં અત્યંત ગરીબ વિદ્યાર્થીઓ માટે 14 શાળાઓ અને અસ્પૃશ્ય વિદ્યાર્થીઓ માટે 15 શાળાઓ શરૂ કરી હતી.
જીવન ઝરમર
1875 – વડોદરા રાજયના રાજકુમાર તરીકે દત્તક લેવાયા
1881 – વડોદરા રાજ્યની ગાદી સંભાળી
1880 – પ્રથમ લગ્ન તાંજોરના લક્ષ્મીબાઈ સાથે (લગ્ન પછી મહારાણી ચિમનાબાઈ)
1882 – બીજા લગ્ન દેવાસના ગજરાબાઈ (લગ્ન પછી મહારાણી ચિમનાબાઈ સાથે)
1879 – વડોદરા કોલેજનો પાયો નખાયો, સયાજીબાગ ખુલ્લો મૂકાયો
1880-1890 – વડોદરાના લક્ષ્મીવિલાસ પેલેસની રચના
1885 – આજવા સરોવર યોજનાનો પ્રારંભ
1906 – વડોદરા રાજ્યમાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણની શરૂઆત
વડોદરા રાજ્યમાં ગામે ગામે પુસ્તકાલયોની સ્થાપના
1911 – દિલ્હી દરબારમાં બ્રિટીશ રાજાની સામે ઝૂકવાની ના પાડીને સરકારની ખોફગી વહોરી લીધી
1912 – ગુજરાતી સાહિત્યપરિષદના વડોદરા અધિવેશનને સંબોધન
પ્રજાપ્રેમી રાજા, વડોદરા રાજ્યના તથા પ્રજાના કલ્યાણ માટે વિકાસયોજનાઓ ઘડી
સંસ્કૃતિ-કલા- શિક્ષણને ઉત્તેજન આપી વડોદરાને ‘સંસ્કારનગરી’ તરીકે પ્રતિષ્ઠા અપાવી
અનેક નામાંકિત વ્યક્તિઓને આશ્રય અને ઉત્તેજન આપ્યુ
સન્માન
બ્રિટીશ સરકારે ખાસ ઇલ્કાબ ફરજંદે -ખાસ-એ-દૌલત-એ ઇંગ્લીશીયા આપ્યો હતો
તેમના માનમાં ભારત સરકારે ટિકીટ બહાર પાડી છે.
ઘણી જાહેર સંસ્થાઓ અને રસ્તાઓના નામ તેમના નામ પરથી
મહારાજા સયાજીરાવે નામી-અનામી કલાકારોને રાજ્યાશ્રય આપી કલાપ્રવૃત્તિઓને ઉત્તેજન આપ્યું. મહારાજા સયાજીરાવની નિશ્રામાં વિખ્યાત ઈટાલિયન કલાકાર ફેલિચી, બંગાળી શિલ્પી ફણીન્દ્રનાથ બોઝ, પ્રસિદ્ધ ચિત્રકાર રાજા રવિવર્મા, સંગીતજ્ઞ ઉસ્તાદ ફૈયાઝખાં વગેરે સમાવિષ્ટ છે. ફણીન્દ્રનાથ બોઝની કલાની પ્રશંસા તો ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર પણ કરી ચૂક્યા છે. મહારાજાએ વિશ્વના ચિત્તાકર્ષક શિલ્પ-તૈલચિત્રોની પ્રતિકૃતિઓ કરાવી. ઈટાલીના કલાધામ વેનિસના કલાકાર ફેલિચીએ વડોદરાના રાજમહેલમાં રહીને કાંસા અને સંગેમરમરનાં ખૂબસૂરત શિલ્પ રચ્યાં; મૂર્તિઓ બનાવી; મનોહર તૈલચિત્રો પણ રચ્યાં. તને ખબર છે, અનામિકા, કે રાજા રવિવર્માએ વડોદરામાં રહીને જ આપણા દેશના પ્રથમ પૌરાણિક તૈલચિત્રોના નિર્માણની શરૂઆત કરી હતી? ભારતીય ફિલ્મ ઉદ્યોગના પ્રણેતા દાદાસાહેબ ફાળકેએ વડોદરાના કલાભવન ખાતે વિવિધ કલાઓનો અભ્યાસ કર્યો. મહર્ષિ અરવિંદને પણ મહારાજા સયાજીરાવે જ નિમંત્ર્યા હતા ને! સુપ્રસિદ્ધ ગુજરાતી કવિ મણિશંકર રત્નજી ભટ્ટ વડોદરાના કલાભવનમાં સાહિત્યશાસ્ત્રના અધ્યાપક હતા. આપણા બંધારણના અગ્રગણ્ય ઘડવૈયા પૈકી એક બાબાસાહેબ ભીમરાવ આંબેડકર (બી. આર. આંબેડકર)ની પ્રગતિમાં વડોદરાના સયાજીરાવ ગાયકવાડનો ફાળો મહત્ત્વપૂર્ણ છે.
મહારાજાએ પોતાના શાસનકાળ દરમિયાન ખેતી અને શિક્ષણસંબંધી અનેક સુધારા કર્યા. શાસન અને વ્યવસ્થાને અલગ બનાવ્યા. રાજ્યની ધારાસભાની રચના કરી, પછાત વર્ગોને પ્રતિનિધિત્વ આપ્યું. કીર્તિ મંદિર, ન્યાય મંદિર, ખંડેરાવ માર્કેટ, લક્ષ્મી વિલાસ મહેલ, કલાભવન જેવી અનેક જોવાલાયક ઇમારતોનું નિર્માણ કરવામાં આવ્યું. એમણે પ્રાથમિક શિક્ષણ ફરજિયાત અને મફત બનાવ્યું.
તેમનું અવસાન ઇ.સ. ૧૯૩૯માં અવસાન થયું હતું.
મહારાજા સયાજીરાવ ગાયકવાડ ને ખાસ સન્માનો થી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા તેઓ ને બ્રિટીશ સરકાર દ્વારા ખાસ ઇલ્કાબ ફરજંદે -ખાસ-એ-દૌલત-એ ઇંગ્લીશીયા આપવામાં આવ્યો.
તેમના માનમાં ભારત સરકારે ટપાલ ટિકીટ બહાર પાડી છે. આ ઉપરાંત ઘણી જાહેર સંસ્થાઓ અને રસ્તાઓના નામ તેમના નામ પરથી પાડવામાં આવ્યા.
વડોદરા ને અત્યાધુનિક બનાવનારા આવા રાજા ને શત-શત નમન.,.,
आज के इस लेख में हम दिल्ली के राज-सिंहासन पर बैठने वाले चौहान राजवंश के अंतिम शासक पृथ्वीराज चौहान का इतिहास व जीवन परिचय जानेंगे
पृथ्वीराज चौहान एक राजपूत राजा थे जिन्होंने 12वी सदी में उत्तरी भारत के दिल्ली और अजमेर साम्राज्यों पर शाशन किया था, इनका नाम भारत के इतिहास में एक अनोखा नाम है|
पृथ्वीराज चौहान का जन्म 1149में अजमेर में हुआ था|
उनके पिता का नाम सोमेश्वर चौहान और माता का नाम कर्पूरी देवी था| पृथ्वीराज चौहान बचपन से ही बहुत बहादुर और युद्ध कला में निपुण बालक थे|
उन्होंने बचपन से ही शब्द भेदी बाण कला का अभ्यास किया था जिसमे आवाज के आधार पर वो सटीक निशाना लगाते थे|
1179 में युद्ध में उनके पिता की मौत हो गई और फिर उस के बाद इनको पृथ्वीराज चौहान को उत्तराधिकारी घोषित किया गया|
दिल्ली के राज-सिंहासन पर बैठने वाले चौहान राजवंश के अंतिम शासक पृथ्वीराज चौहान का जन्म वर्ष 1168 में, अजमेर के महाराज सोमेश्र्वर और कपूरी देवी की संतान थे. पृथ्वीराज का जन्म उनके माता पिता के विवाह के 12 वर्षो के पश्चात हुआ. यह राज्य मे खलबली का कारण बन गया और राज्य मे उनकी मृत्यु को लेकर जन्म समय से ही षड्यंत्र रचे जाने लगे, परंतु वे बचते चले गए. परंतु मात्र 11 वर्ष की आयु मे पृथ्वीराज के सिर से पिता का साया उठ गया था, उसके बाद भी उन्होने अपने दायित्व अच्छी तरह से निभाए और लगातार अन्य राजाओ को पराजित कर अपने राज्य का विस्तार करते गए.
पृथ्वीराज चौहान एक प्रतिभाशाली बालक थे, जो सैन्य कौशल सीखने में बहुत ही निपुण थे।
पृथ्वीराज चौहान में आवाज के आधार पर निशाना लगाने की कुशलता थी। जब वर्ष 1179 में पृथ्वीराज के पिता की एक युद्ध में मृत्यु हो गई थी, तब पृथ्वीराज ने 13 वर्ष की उम्र में अजमेर के राजगढ़ की गद्दी को संभाला था। पृथ्वीराज के दादा अंगम दिल्ली के शासक थे। उन्होंने पृथ्वीराज चौहान के साहस और बहादुरी के बारे में सुनने के बाद, उन्हें दिल्ली के सिंहासन का उत्तराधिकारी घोषित कर दिया था। पृथ्वीराज ने एक बार बिना किसी हथियार के अकेले ही एक शेर को मार डाला था। पृथ्वीराज चौहान को एक योद्धा राजा के रूप में जाना जाता था।
.
पृथ्वीराज के बचपन के मित्र चंदबरदाई उनके लिए
પૃથ્વીરાજ ચૌહાણ પર ઓછી વયમાં જ પોતાની બે રાજધાનીઓ દિલ્લી અને અજમેરની સાથે વિશાળ રાજયની જવાબદારી આવી ગઈ હતી. પૃથ્વીરાજના પિતા સોમેશ્વર ચૌહાણના મૃત્યુને કારણે પ્રજાની દેખરેખની જવાબદારી પૃથ્વીરાજે ઉઠાવી.
પૃથ્વીરાજ ચૌહાણ વંશના અંતિમ પ્રતાપી સમ્રાટ હતા. તે પોતાના સાહસ અને પરાક્રમના કારણે લોકોની વચ્ચે જાણીતા બન્યા હતા.
પૃથ્વીરાજનો સંયોગિતા સાથે પ્રેમ પ્રસંગ પણ ઈતિહાસમાં ચર્ચિત રહ્યો છે.
પૃથ્વીરાજ ચૌહાણનો જન્મ 1168માં થયો હતો. બાળપણમાં જ પૃથ્વીરાજે ગુરૂકૂળમાં રહેતા શસ્ત્ર વિદ્યા, રાજનીતિ કલા અને સાહિત્ય જેવા વિષયોમાં નિપુણતા મેળવી હતી.
પૃથ્વીરાજનો સમકાલીન હતો, કન્નોજનો રાજા જયચંદ્ર..
રાજા જયચંદ્ર પૃથ્વીરાજનો મામેરો ભાઈ હતો. સંયોગિતા જયચંદ્રની પુત્રી કે પાલિત પુત્રી હતી જેનુ હરણ કરીને પૃથ્વીરાજે તેની સાથે લગ્ન કરી લીધા હતા. આ એ સમયની વાત છે જ્યારે ભારતની સીમાઓ પર ગોરના શાસક મોહમ્મદ ગોરીનુ આક્રમણ થઈ રહ્યુ હતુ.
મોહમ્મદ ગોરીએ ભારત પર આક્રમણ કર્યુ અને તે જીતતો ગયો. જ્યારે એની જીત પૃથ્વીરાજ ચૌહાણના રાજ્યની સીમા સુધી આવે ગયો તો પૃથ્વીરાજ ક્રોધે ભરાયો. ગોરી સાથે લડવા પૃથ્વીરાજે સેના તૈયાર કરી અને બંને તરાઈન નામની જગ્યાએ એકબીજા સાથે યુધ્ધ કરવા લાગ્યા.
પૃથ્વીરાજે તરાઈનના પહેલા યુધ્ધમાં ગોરીને પાછળ ભાગવા મજબૂર કરી દીધો. પૃથ્વીરાજની જીત થઈ પરંતુ બીજા વર્ષે 1192માં ગોરી ફરી મેદાનમાં આવ્યો અને આ વખતે જીત ગોરીની થઈ. પૃથ્વીરાજન બંદી બનાવવામાં આવ્યા. ગોરી વિરુધ્ધ લડાઈમાં જયચંદ્ર મદદ કરતા તો બની શકતુ કે વાત જુદી હોત.
પૃથ્વીરાજના દરબારી કવિ અને મિત્ર ચંદબરદાઈએ 'પૃથ્વીરાજ રાસો'માં જણાવ્યુ એ પ્રમાણે તેઓએ લખ્યુ કે જ્યારે પૃથ્વીરાજ ગોરમાં બંદી હતા ત્યારે એકવાર હુ તેમને મળવા ગયો. ત્યાં સુધી તો મોહમ્મદ ગોરીએ તેમને આંધળો બનાવી દીધો હતો. ત્યારબાદ મેં અને પૃથ્વીરાજે મળીને ગોરીને મારવાની યોજના બનાવી.
એક દિવસ જ્યારે પૃથ્વીરાજને દરબારમાં લાવવામાં આવ્યા તો મે 'ચાર વાંસ ચોવીસ ગજ, અંગુલ અષ્ટ પ્રમાણતા ઉપરસુલ્તાન છે, ન ચૂક ચૌહાણ' કહ્યુ. આ અંદાજથી પૃથ્વીરાજે શબ્દવેધિ બાણ છોડ્યુ અને મોહમ્મદ ગોરી માર્યો ગયો.
ઈતિહાસમાં લખ્યુ છે કે મો. ગોરીનુ કોઈ તેના દુશ્મને હત્યા કરી હતી. ગોરીનો કોઈ પુત્ર ન હોવાથી તેના એક વિશ્વાસુ ગુલામ અને સિપાહી કુતુબુદ્દીન એબકે ભારતમાં ગોરી દ્વારા જીતેલ રાજ્યને દિલ્લી સલ્તનતનુ રૂપ આપ્યુ. અને ગુલામ વંશનો નીવ મૂકી. આ રીતે પૃથ્વીરાજ ચૌહાણની હારથી ભારતના ઈતિહાસને વળાંક મળ્યો.
તો તમે જ્યારે દિલ્લી જાવ તો ત્યાનો કિલ્લો રાય પિથોરા જરૂર જોજો. જે તોમર શાસકે બનાવ્યો હતો અને નામ હતુ લાલ કોટા જે પાછળથી પૃથ્વીરાજની યાદમાં તેનુ નામ રાય પિથોરા કરી દેવામાં આવ્યુ. રાય પિથોરા પૃથ્વીરાજને કહેતા હતા. આ કિલ્લો આ સાહસી સમ્રાટની યાદ અપાવે છે
મહારાણા પ્રતાપનો જન્મ ૯ મે ૧૫૪૦ન રોજ રાજસ્થાનના એક અદભુત કિલ્લા કુંભલગઢ માં થયો હતો. તેમના પિતાનું નામ મહારાણા ઉદય સિંહ દ્વિતીય હતું અને માતાનું નામ રાની જીવંત કંવર [જયવંત બાઇ] હતું. મહારાણા ઉદયસિંહ બીજા મેવાડના શાસક હતા અને તેમની રાજધાની ચિત્તોડ હતી. મહારાણા પ્રતાપ તેમના ૨૫ ભાઇઓમાં સૌથી મોટાં હતા. તેથી તેમને મેવાડના અનુગામી બનાવવામાં આવ્યાં હતાં તેમને સિસોદિયા વંશના ૫૪મા રાજા કહેવામાં આવે છે.
મહારાણા પ્રતાપને બાળપણમાં કીકા તરીકે ઓળખવામાં આવતા હતા, તેમને આ નામ ભીલો પાસેથી મળ્યું હતું. તેમણે પોતાનો શરુઆતનો સમય ભીલો સાથે ગાળ્યો હતો.
મહારાણા પ્રતાપ વિશે કેટલીક રસપ્રદ માહિતી: -
1 ... મહારાણા પ્રતાપ એક જ પ્રહારમાં ઘોડાઓ સહિત દુશ્મન સૈનિકોને કાપી નાખતો હતો.
2 .... જ્યારે ઇબ્રાહિમ લિંકન ભારતની મુલાકાતે આવી રહ્યા હતા
તમારી માતાને પૂછ્યું કે ભારતથી તમારા માટે શું લાવવું
આવો ત્યારે માતાનો જવાબ હતો- "તે મહાન દેશની વીરતાવાળી ભૂમિ
હલ્દી ખીણમાંથી મુઠ્ઠીભર ધૂળ લાવવી, જ્યાં રાજા તેની પ્રજા પ્રત્યે એટલો વફાદાર હતો કે તેણે અર્ધ ભારતને બદલે પોતાનું વતન પસંદ કર્યું, પરંતુ કમનસીબે તેની મુલાકાત રદ થઈ ગઈ. "બુક ઓફ
તમે આ વસ્તુ રાષ્ટ્રપતિ યુએસએ પુસ્તકમાં વાંચી શકો છો.
3 .... મહારાણા પ્રતાપના ભાલાનું વજન 80 કિલોગ્રામ હતું અને બખ્તરનું વજન પણ 80 કિલોગ્રામ હતું.
હાથમાં બખ્તર, ભાલા, ieldાલ અને તલવારના વજનને જોડીને, કુલ વજન 207 કિલો હતું.
.... .... આજે પણ મહારાણા પ્રતાપની તલવાર બખ્તર વગેરે.
રાજવી પરિવારના સંગ્રહાલયમાં ઉદયપુર સલામત છે.
.... .... અકબરે કહ્યું હતું કે જો રાણા પ્રતાપ મારી સામે નમન કરે તો તે ભારતના અડધા ભાગનો વારસો બનશે પણ અકબર રાજા રહેશે.
પરંતુ મહારાણા પ્રતાપે કોઈની આધીનતા સ્વીકારવાની ના પાડી.
6 .... હલ્દી ખીણની લડાઇમાં અને મેવાડથી 20,000 સૈનિકો હતા
અકબર વતી, 85,000 સૈનિકો યુદ્ધમાં જોડાયા.
.... .... મહારાણા પ્રતાપના ઘોડા ચેતકનું એક મંદિર પણ છે, જે હજી પણ હલ્દી ખીણમાં સલામત છે.
8 .... જ્યારે મહારાણા પ્રતાપે મહેલોનો ત્યાગ કર્યો, ત્યારે લોહર જાતિના હજારો લોકો પણ તેની સાથે ઘરેથી નીકળ્યા અને રાત-રાત રાણાની સેના માટે તલવારો લગાવી.
એ જ
સમાજને આજે ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ગારિયા લોહાર કહેવામાં આવે છે.
હું આવા લોકોને નમન કરું છું.
9 .... હલ્દી ખીણ યુદ્ધના 300 વર્ષ પછી પણ ત્યાંની જમીનમાં તલવારો મળી આવી.
1985 માં હલ્દી ખીણમાં તલવારોનો છેલ્લો સ્ટોક મળી આવ્યો હતો.
10 ..... મહારાણા પ્રતાપને "શ્રી જયમલ મેદતિયા જી" દ્વારા શસ્ત્રોનું શિક્ષણ આપવામાં આવ્યું હતું, જેમણે 8000 રાજપૂત નાયકો સાથે 60,000 મુગલો પર લડ્યા હતા. તે યુદ્ધમાં 48000 માર્યા ગયા
ત્યાં 8000 રાજપૂતો અને 40000 મોગલો હતા.
11 .... અકબર મહારાણાના મૃત્યુ પર પણ રડ્યા હતા.
12 .... હલ્દી ખીણમાં મેવાડનો આદિજાતિ ભીલ સમાજ
અકબરની સેના તેના તીરથી કચડી હતી, તે મહારાણા પ્રતાપને તેમનો પુત્ર માનતા હતા અને રાણા ભેદભાવ વિના તેની સાથે રહેતા હતા.
આજે પણ ત્યાં બીજી બાજુ મેવાડ અને ભીલના શાહી પ્રતીક પર રાજપૂતો છે.
13 ..... મહારાણા પ્રતાપનો ઘોડો ચેતક મહારાણાએ 26 ફૂટ નદી પાર કર્યા પછી શૌર્યની ગતિ મેળવી. તેનો એક પગ તોડ્યા પછી પણ તે નદી પાર કરી ગયો. આજે જ્યાં તેને ઈજા થઈ હતી, ત્યાં ઘોડી આમલી નામનું એક ઝાડ છે, જ્યાં ચેતક મરી ગયો, ત્યાં ચેતક મંદિર છે.
14 ..... રાણા નો ઘોડો ચેતક પણ ખૂબ શક્તિશાળી હતો
હાથીઓ મોં સામે દુશ્મન હાથીઓને મૂંઝવણમાં મૂકશે
થડનો ઉપયોગ થતો હતો. આ હેતક અને ચેતક નામના બે ઘોડા હતા.
15 ..... મહારાણા પ્રતાપે મરતા પહેલા પોતાનો જીવ ગુમાવ્યો
હુઆ 85% મેવાડ ફરીથી જીત્યો હતો. સોનું, ચાંદી અને
મહાલો સિવાય, તેમણે 20 વર્ષ સુધી મેવાડના જંગલોમાં રખડ્યા.
16 .... મહારાણા પ્રતાપનું વજન 110 કિલો અને 7ંચું 7'5 ”હતું, જેમાં હાથમાં બે-શેથ તલવાર અને 80૦ કિલોના ભાલા હતા.
17. મિત્રો, તમે બધા મહારાણા પ્રતાપના ઘોડા ચેતક વિશે તો સાંભળ્યું જ હશે, પણ તેમનો એક હાથી પણ હતો. જેનું નામ રામપ્રસાદ હતું.
રામપ્રસાદ હાથીનો ઉલ્લેખ છે અલ-બદાયુની, મોગલો હલ્દીઘાટીથી
જેણે યુદ્ધમાં લડ્યું હતું તે તેણે તેના એક ગ્રંથમાં કર્યું છે.
જ્યારે અકબરે મહારાણા પ્રતાપ ઉપર ચડાઇ કરી પછી તેને બે વસ્તુઓ
કેદ કરવાની માંગ કરી છે એક પોતે મહારાણા હતા અને બીજો તેમનો હાથી છે રામપ્રસાદ.
તે હાથી એટલો હોશિયાર છે અને તે શક્તિશાળી હતો હલ્દિઘાટીના યુદ્ધમાં એકલો અકબરના 13 હાથીઓને મારી નાખ્યા.
તે હાથીને પકડવા અમારી પાસે 7 મોટા હાથીઓમાંથી એક ચક્રવ્યુહ બનાવ્યુ
એક વર્તુળ બનાવ્યું અને તેમના પર 14 જ્યારે મહાવતો બેઠા હતા
ત્યારે તેની ધરપકડ થઈ શકે છે.
અકબરની સામે તે હાથીને રજૂ કરવામાં આવ્યો,
મોગલોએ રામપ્રસાદને શેરડી
અને પાણી આપ્યું. પણ તે વફાદાર હાથી
18 દિવસ સુધી અનાજ ન ખાય છે અને ન તો
પાણી પીધું અને તે શહીદ
થઈ ગયો.
ત્યારે અકબરે કહ્યું કે જેના હાથીને હુ મારી સામે નમાવી ના શક્યો તો
મહારાણા પ્રતાપને કેમ નમાવી શકીશ.
આવા દેશભક્ત અને સ્વામી ભક્ત ચેતક અને રામપ્રસાદ જેવા
પ્રાણીઓ હતા.
મહારાણા પ્રતાપના કાળમાં દિલ્હી પર અકબરનું શાસન હતું. અને અકબરની નીતિ હિંદુ રાજાઓની શક્તિનો ઉપયોગ કરીને બીજાં હિંદુ રાજાને પોતાનાં નિયંત્રણ હેઠળ લાવવાનો હતો. ૧૫૬૭માં જયારે રાજકુમાર પ્રતાપને ઉત્તરાધિકારી બનાવવામાં આવ્યો ત્યારે એની ઉંમર માત્ર ૨૭ વર્ષ હતી અને મોગલ સેનાએ ચિત્તોડને ચારે બાજુથી ઘેરી લીધું હતું !!!! એ સમયે મહારાણા ઉદયસિંહ મોગલો સાથે લડવાને બદલે ચિત્તોડ છોડીને ગોગુન્દા જતાં રહ્યાં. વયસ્ક પ્રતાપસિંહ ફરીથી ચિત્તોડ જઈને મોગલોનો સામનો કરવાં ઇચ્છતાં હતાં !!!! પરતું એના પરિવારે એને ચિત્તોડ જવાની મનાઈ ફરમાવી દીધી
ગોગુન્દામાં રહેતા, ઉદયસિંહ અને તેમના વિશ્વાસુ લોકોએ મેવાડની એક અસ્થાયી સરકારની રચના કરી હતી. ૧૫૭૨માં મહારાણા ઉદયસિંહ પોતાનાં પુત્ર પ્રતાપને મહારાણાનો ખિતાબ આપીને આપીને મૃત્યુ પામ્યા. મહારાણા ઉદયસિંહ, તેમના છેલ્લા સમયમાં, તેમની પ્રિય પત્ની રાની ભાટિયાની પ્રભાવ હેઠળ આવીને એનાં પુત્ર જગમાલને સિંહાસન પર બેસાડવા માંગતા હતાં. મહારાણા ઉદયસિંહના મૃત્યુ બાદ જ્યારે તેમના પાર્થિવશરીરને સ્મશાન સુધી લઇ જઈ રહ્યાં હતાં ત્યારે પ્રતાપ પણ એ અંતિમવિધિમાં જોડાયા જયારે પરંપરા પ્રમાણે, રાજ્તિલકના સમયે રાજકુમાર પ્રતાપને તેમના પિતાના શરીર સાથે જવાની મંજૂરી નહોતી. એનાથી ઉલટું એને રાજતિલકની તૈયારીમાં લાગેલું રહેવું પડતું હતું. પ્રતાપે આ રાજ્યપરિવારની પરંપરાને તોડી અને ત્યાર પછી પણ એમણે એ પરંપરા કયારેય ના નિભાવી
પ્રતાપે તેમના પિતાની છેલ્લી ઇચ્છા મુજબ પોતાના સાવકા ભાઈ જગમલને રાજા બનાવવાનો નિર્ધાર કર્યો પરંતુ મેવાડના વિશ્વાસપાત્ર ચુંડાવત રાજપૂતોએ જગમાલને સિંહાસન પર બેસાડવાને વિનાશકારી પગલું માનીને જગમાલને સિંહાસન છોડી જવાની ફરજ પાડી હતી. જગમાલને સિંહાસન છોડવામાં જારાય રસ નહોતો !!!! પરંતુ તે વેર લેવા માટે અજમેરમાં ગયો અને અકબરના સૈન્યમાં જોડાયો અને એને એના બદલામાં જહાજ્પુરની જાગીર મળી ગઈ
૧૫૭૨માં પ્રતાપસિંહ મેવાડના મહારાણા બન્યા, પરંતુ તેઓએ છેલ્લા પાંચ વર્ષમાં કયારેય ચિત્તોડની મુલાકાત લીધી નથી. મહારાણા પ્રતાપને તેમના જન્મસ્થળ અને ચિત્તોડનો કિલ્લો બોલાવતા હતા. મહારાણા પ્રતાપ તેમના પિતને ચિત્તોડને પુન: જોયા વિના મૃત્યુ થઇ જવાં પર બહુજ અફસોસ થતો હતો. અકબરે ચિત્તોડ પર કબજો કર્યો હતો. પરંતુ મેવાડનું શાસન હજુ પણ તેમનાથી દૂર હતું. અકબરે ઘણીવાર પોતાના હિન્દુસ્તાનના જહાંપનાહ બનવાની ચાહતમા કેટલાંય દૂતોને રાણા પ્રતાપ સાથે સંધિ કરાર પર હસ્તાક્ષર લાવવાં મોકલ્યા…… પરંતુ દરેક વખતે મહારાણા પ્રતાપે શાંતિ સંધિ કરવાની વાત સ્વીકારી પણ મેવાડનું પ્રભુત્વ તો એમની જ પાસે રહેશે એમ કહીને એને પાછો મોકલતાં રહ્યાં
હલદીઘાટીનો મહાસંગ્રામ
૧૫૭૬માં હલ્દીઘાટીની લડાઇ ૨૦૦૦૦ રાજપૂતો અને મોગલ લશ્કરના ૮૦૦૦૦ સૈનિકો વચ્ચે શરૂ થઈ હતી. તે સમયે, અકબરની સેનાની કમાન માનસિંહને સોંપવામાં આવી હતી. મહારાણા પ્રતાપની સેના મોગલોની સેનાને પાછી ધકેલી રહી હતી !!!! મહારાણા પ્રતાપની સેના પરાજિત તો ના થઇ પરંતુ મહારાણા પ્રયાપ ખુદ મોગલોના ઘેરામાં આવી ગયાં હતાં !!!!
મહારાણા પ્રતાપ વિષે એવું કહેવાય છે કે એમનાં ભાલાનું વજન ૮૦ કિલો અને બખ્તારનું વજન ૭૨ કિલો હતું !!!! અને આરીતે જોવાં જઈએ તો એમનાં ભાલા, ઢાલ અને ૨ તલવારો મળીને કુલ ૨૦૦ કિલોના વજન સાથે તેઓ યુદ્ધ કરતાં હતાં !!!! તો જરા વિચારો કે – કેવી રીતે આટલો બધો ભાર લઈને તેઓ યુદ્ધ કરતાં હશે !!!!! શક્તિસિંહ જે પહેલાં મોગલ સૈન્ય વતી લડ્યો હતો તે પાછળથી અણીના સમયે પ્રતાપની મદદે પહોંચ્યો હતો બીજી એક જગપ્રસિદ્ધ ઘટનામાં મહારાણા પ્રતાપનો ઘોડો ચેતક મહારાણાનો જીવ બચાવ્યા બાદ વીરગતિ પામ્યો હતો
મહારાણા પ્રતાપને ભામાશા ની મદદ
યુદ્ધ સમાપ્ત થઇ ગયું હતું !!! અને આ યુદ્ધ પછી, અકબરે ઘણી વખત મેવારને હડપવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તે દર વખતે માહારણા પ્રતાપે એને હરાવ્યો હતો. મહારાણા પ્રતાપ કોઈકને કોઈક રીતે ચિત્તોડ પર ગારીથી પોતાનો કબજો મેળવવાનો પ્રયત્ન કરતા હતા પરંતુ મોગલોના સતત હુમલાને લીધે, તેની સેના ખૂબ જ નબળી થઈ ગઈ હતી અને તેમની પાસે સૈન્યનું નિર્વહન કરવાં માટે પૂરતા પૈસા પણ ન હતાં. તે સમયે મુશ્કેલીમાં, તેમના એક મંત્રી ભામાશહે રાણા પ્રતાપને તેમની બધીજ સંપત્તિ સોંપી દીધી !!!! અને તે નાણાં એટલાં બધાં હતાં કે ૧૨ વર્ષ સુધી ૨૫૦૦૦ સૈનિકોનું ભરણપોષણ કરી શકે મહારાણા પ્રતાપ તેમના સામ્રાજ્યના લોકોને જોઈને બહુ દુખી થયાં !!!! અને અકબર સામે લડવા માટે તેમની તાકાત નબળી પડતી જતી હતી.
પ્રતાપે પ્રતિજ્ઞા કરી હતી કે ચિત્તોડ ફરી પાછું પ્રાપ્ત ના થાય ત્યાં સુધી સોના ચાંદીનાં વાસણોનો ઉપયોગ નહીં કરે તથા પલંગના બદલે જમીન પર ઘાસ પાથરીને સુવાનું રાખશે
મેવાડની સેનાનો મુખ્ય હાથી રામપ્રસાદ હતો
ઈતિહાસ યાદ રાખે છે મહારાણા પ્રતાપને એમની “ટેક”ને લીધે જ અને એટલાંજ માટે કહેવાય છે કે ” ટેક તો મહારાણ પ્રતાપની જ …….. !!!” હલદીઘાટી નામ એટલાં માટે પડતું છે કે ત્યાની આજુબાજુના વિસ્તારની માટી પીળી હળદર જેવી છે
પોતાની માતૃભૂમિ ની રક્ષા માટે પોતાનું સંપૂર્ણ જીવન ન્યોંછાવર કરી દેનાર એવાંવીર શિરોમણિ મહારાણા પ્રતાપ ને કોટી-કોટી શત-શત પ્રણામ. ‘
મહારાણા પ્રતાપના જીવન વિશેનો વિડિયો જોવા નીચે આપેલ લીંક પર ક્લિક કરવી.
મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રજામાં અપાર લોકચાહના ધરાવતા હતા. તેઓના નામની આગળ માત્ર મહારાજા કે રાજવી નહીં પરંતુ પ્રાતઃ સ્મરણીય એવું બિરૂદ લગાડવામાં આવે છે
તેઓ ભાવનગરના 9માં મહારાજા હતા.
કૃષ્ણકુમારસિંહનો જન્મ 19 મે 1912ના રોજ ભાવનગરમાં થયો હતો.
તેઓ મહારાજા ભાવસિંહ (દ્વિતિય) ના જ્યેષ્ઠ પુત્ર અને તેમની ગાદીનાં વારસ હતા.
કૃષ્ણકુમારસિંહએ તેમના પિતાનાં અવસાન બાદ ૧૯૧૯માં ભાવનગરની ગાદી સંભાળી ત્યારે તેમની ઉંમર ફક્ત 7 વર્ષની હતી, પુખ્યવયના થતાં તેઓએ ૧૯૩૧માં રાજ્યની ગાદી સંભાળી હતી.
કુશળ રાજનીતિજ્ઞ, અભ્યાસી અને દૂરંદેશી ધરાવનાર પ્રભાશંકર પટ્ટણી દ્વારા તેમનું ઘડતર થયું
તેઓએ અંગ્રેજ હકુમત હેઠળ ૧૯૩૧ સુધી શાસનની ધુરા સંભાળી હતી.
બાર તેર વર્ષની ઉંમરે ભાવનગર આવેલા ગાંધીજી સાથે કૃષ્ણકુમારસિંહની મુલાકાત યોજાઈ, જેમનાથી તેઓ ઘણા પ્રભાવિત થયા હતા. પ્રભાશંકર પટ્ટણીના સાનિઘ્ય અને માર્ગદર્શન તેમનું ઘડતર બળ બની રહ્યા.
ભાવનગર રાજ્યના દિવાન પ્રભાશંકર પટ્ટણીના સાનિધ્ય અને માર્ગદર્શન હેઠળ તેમણે 'મારી પ્રજાનું કલ્યાણ થાઓ' સૂત્ર પર પ્રજાલક્ષી કાર્યો ઉપરાંત ભાવનગર રાજ્યની ધારાસભા, ગ્રામ પંચાયતની રચના અને રાજ્ય વેરા વસૂલાત પધ્ધિતમાં સુધારા કર્યો હતો.
રાજકોટની રાજકુમાર કોલેજમાં અભ્યાસ કર્યા પછી કૃષ્ણકુમારસિંહને ઇંગ્લેન્ડની વિખ્યાત પબ્લીક સ્કૂલ હેરોમાં મૂકવામાં આવ્યા હતા. ત્યાં ત્રણ વર્ષ અભ્યાસ કરી ક્રિકેટ, ફૂટબોલ, નિશાનબાજી વગેરેનો શોખ કેળવ્યો.
ઈ.સ. ૧૯૩૧માં કૃષ્ણકુમારસિંહ પુખ્ત વયનાં થતાં રાજ્ય વહીવટની ઘૂરા સંભાળી લીધી. તે જ વરસે ગોંડલના યુવરાજ ભોજરાજનાં પુત્રી વિજયાબા સાથે તેમનાં લગ્ન લેવાણાં.
ઈ.સ. ૧૯૩૧ માં મહારાજા કૃષ્ણકુમારસિંહના લગ્ન ગોંડલનાં મહારાજા ભોજરાજસિંહના પુત્રી અને મહારાજા ભગવતસિંહજીના પૌત્રી વિજયાબા કુંવરબા સાથે થયા. આ લગ્નથી એમને બે પુત્રો અને ત્રણ પુત્રીઓ મળીને પાંચ સંતાનો થયા.
ક્રુષ્ણકુમારસિંહએ પોતાના પિતા અને દાદા દ્વારા શરુ કરાયેલા સુધારાના કામો, જેવા કે રાજ્યમાં વેરા વસૂલાતની પદ્ધતિમાં સુધારા, ગ્રામ-પંચાયતોની અને ભાવનગર રાજ્યની "ધારાસભા" ની રચના વગેરે આગળ ધપાવ્યા.
પ્રગતિમય શાસનને લીધે એમને ઈ.સ. ૧૯૩૮ ના વર્ષમાં કે.સી.એસ.આઈ.ના ઈલ્કાબથી નવાજવામાં આવ્યા હતા.
છતાં તેઓ હંમેશા "ભારતની સ્વતંત્રતા" માટે કટીબદ્ધ રહ્યા હતા અને એટલે જ ભારત સ્વતંત્ર થતાની સાથે ભારતીય ગણતંત્રના કાઠિયાવાડ રાજ્ય સાથે પોતાનું રાજ્ય ભેળવી દેનારા પ્રથમ રાજવી હતા
ઇ.સ. ૧૯૪૮માં કૃષ્ણકુમારસિંહ મદ્રાસના પ્રથમ ભારતીય રાજ્યપાલ બનવાનું બહુમાન મેળવ્યું.
એજ વર્ષે એમને રોયલ ભારતિય નૌકાદળના માનદ્દ કમાન્ડર પણ બનાવાયા.
ભાવનગરમાં આવેલા નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલયના પ્રમુખ તરીકે અને યુનાઇટેડ સર્વિસીઝ ઈંસ્ટિટ્યુટ ઑફ ઈન્ડિયાના વાઈસ-પેટ્રન તરીકે પણ કાર્ય કર્યુ.
૨ એપ્રિલ ૧૯૬૫ના દિવસે હદયરોગના હુમલાથી 52 વર્ષની ઊંમરે અને 46 વર્ષના શાસનકાળ પછી ભાવનગરમાં જ અવસાન થયુ.
ભાવનગર યુનિવર્સિટી હવે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી તરીકે ઓળખાય છે
મહારાજા કૃષ્ણકુમારે પોતાના લગ્ન પ્રસંગે બંધાયેલા વિશાળ અને ભવ્ય મંડપને ‘ટાઉન હોલ’ તરીકે જાહેર કરીને પ્રજાના ઉપયોગ માટે ભાવનગરની પ્રજાને ભેટ આપી દીધો હતો.
ભાવનગરનું ગૌરીશંકર તળાવ એટલે કે બોરતળાવને મહારાજા કૃષ્ણકુમારસિંહજી અને સમગ્ર રાજવી પરિવારની અનમોલ ભેટ અને મહારાજા કૃષ્ણકુમારસિંહજીની દીર્ઘદૃષ્ટિનો ઉમદા નમૂનો ગણવામાં આવે છે. ભાવનગરના રાજવી પરિવારે કોઈપણ નદી કે નાળા પર આધારીત નહીં પરંતુ માળનાથના ડુંગરામાંથી ભીકડા કેનાલ દ્વારા વરસાદી પાણી લાવીને ઉભુ કરેલું આ ગૌરીશંકર તળાવ તેની આ બાબત માટે તો અજોડ છે જ સાથે ભાવનગર માટે ગૌરવરૂપ પણ છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજીની દીર્ઘદૃષ્ટિનો ઉમદા નમૂનો ગણવામાં આવે છે
સ્વતંત્ર ભારતના એકીકરણ કરવા માટે સરદાર વલ્લભભાઈ પટેલને સૌ પ્રથમ પોતાનું રાજ્ય આપ્યું હતું. તેઓએ ૧૫મી જાન્યુઆરી, ૧૯૪૮ના રોજ પોતાની સઘળી સંપત્તિ સાથે 1700 પાદર ધરાવતા ભાવનગરના રજવાડાને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના ચરણે ધરણી દઈ પ્રથમ પુનિત આહૂતિ આપી.
આઝાદી બાદ ઈ.સ. ૧૯૪૮માં મહારાજા કૃષ્ણકુમારસિંહજી નવા અસ્તિત્વમાં આવેલા મદ્રાસ રાજ્યના ગવર્નર તરીકે નિમાયા ત્યારે માસિક એક રૂપિયાનું પ્રતિક માનદ્દ વેતન સ્વીકારી પ્રજાસેવાનો અને ત્યાગનો ઉત્તમ દાખલો બેસાડયો
ભાવનગર સ્ટેટના રાજકુંવર મહારાજા કૃષ્ણકુમારસિંહજી માટે રાજકવિ પીંગળશી પાતાભાઈએ હાલરડું લખ્યું હતું. જેની પ્રથમ પંક્તિ આ પ્રમાણે છે, ગોહિલજીનું હાલરડું હું ગાજ, હેતે હેતેથી હીંચકાવું.. ગોહિલ (ટેક), સોના રૂપાનુ પારણું સુંદર, મુખડું કુમારનું મરમાળું, ચિતડા લિએ છે ચોરી.. ગોહિલ
બ્રાઝિલમાં કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમા અને ‘ભાવનગર’ નામે વસાહત:
બ્રાઝિલ દેશમાં મોટી જાગીર અને વિશાળ ફાર્મ ધરાવતા સેલ્સો ગ્રાસિયા નામના ધનિક પશુપાલક સીડ પશુની ઓલાદ સુધારવા માટે કૃષ્ણકુમારસિંહજી પાસેથી ગીરની જાતવંત બે ગાયો અને વધારામાં એક ધણખૂંટ આ ત્રણેય પશુઓને લઈ પોતાના દેશ બ્રાઝિલમાં ગયો. ગીર ગાયની ઓલાદ એટલી બધી માફક આવી ગઈ કે, ક્રમે ક્રમે ગીરની ગાયો બ્રાઝિલના પશુ પ્રદર્શનમાં ઈનામો મેળવતી થઈ. આખા બ્રાઝિલ દેશમાં ભાવનગર અને મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું નામ ગૂંજવા લાગ્યું ‘ભાવનગર’ નામે એક વસાહત, કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમા અને ગીર ગાયની સ્મૃતિમાં ચલણી સિક્કાઓ બહાર પડ્યા.
યાદગાર પ્રસંગો
પ્રસંગ-1
મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહિલ ભાવનગર એ રાજકોટ રાજકુમાર કોલેજમાં અભ્યાસ કરતા એ સમયમા રાજકોટ આજી ડેમનુ બાંધકામ ચાલતુ હતુ કુંવરને કોઈ એ આવીને કહ્યુ બાપુ આજી ડેમ બનાવવા લોકફાલો કરવામા આવી રહ્યો છે તમારે એમા કંઇ મદદ કરવી હોય તો. બાપુ એ એક ચિઠિ ભાવનગર મહારાજા સાહેબ ને ઉદેશીને લખી આપી અને લખ્યુ કે બાપુ ને માલુમ થાય કે રાજકોટ ની પ્રજાના પીવા ના પાણી માટે આજીડેમનુ બાંધકામ થઇ રહ્યુ છે તો મે એમા 10 હજાર રૂપિયા લખાવેલ છે તો બાપુ આપ એ મોકલી આપશો ત્યારે મહારાજા ભાવસિંહજી એ જવાબ આપતા કહ્યુ કે કુંવરને માલુમ થાય કે તમે મને પૂછ્યા વગર અને જે મારી ભાવનગરની પ્રજાને એ પાણી નો કોઈ ફાયદો ન હોય અને ભાવનગરની પ્રજાના પૈસા હુ એમ તમને ન મોકલી શકુ જેથી એની વ્યવસ્થા તમે કરી લેજો ત્યારે કુંવર એ પત્ર મલ્યા પછી કૃષ્ણકુમારસિંહજી બાપુ એ પોતાના પૈસા આપ્યા હતા. આને જ કેવાય ને પ્રજા પ્રેમ. બંને પ્રજા પ્રત્યેની વફાદારી રાજશાહીમા હતી.
પ્રસંગ-2
ભાવનગરનું રાજ અખંડ ભારતના નિર્માણ માટે સોઁપી દેવાનું હતું. સરદાર પટેલ સાથે બધા દસ્તાવેજી કરાર થઈ ચુક્યા હતા. એ વખતે ગોહિલવાડનો છેલ્લા ધણી મહારાજા કૃષ્ણકુમારસિંહજી રાણીવાસમાં ગયા. મહારાણી વિજયાકુંવર બાને જઈને કહ્યું કે…
“મહારાણી! ભાવનગર હવે સોંપી દેવાનું છે. હું તમને એ પૂછવા આવ્યો છું કે, રાજ્ય તો હું સોંપી દઈશ પણ તમારા કિંમતી ઘરેણાં-દાગીના ઉપર તો તમારો જ હક્ક થાય. એટલે તમને પૂછું છું કે, એ દાગીનાનું શું કરવાનું છે?”તે દિવસે મહારાજા ભગવદ્સિંહજીની પૌત્રી અને ગોહિલવાડની રાજપૂતાણીએ જવાબમાં એક જ વાક્ય કહેલું, “મહારાજ! જ્યારે આખેઆખો હાથી જતો હોય ને…ત્યારે એનો શણગાર ઉતારવા ન બેસાય!”
પ્રસંગ-3
ભાવનગરના પ્રજાપાલક રાજવી મહારાજા કૃષ્ણકુમારસિંહ ગોહિલ બાગમાં બેઠા છે.સામે બીજા રાજપુરુષો પણ બિરાજમાન છે.વાતો ચાલે છે. તેઓ જે બગીચામાં બેઠા હતાં એની પાસે જ બાગની હદ પૂર્ણ થતી હતી,દિવાલ હતી.દિવાલની પેલી બાજુ નગરનો જાહેરમાર્ગ હતો.વાત જાણે એમ છે કે,દિવાલને અડીને બાગની અંદરના ભાગમાં એક બોરડી ઉભી હતી. જોરાવર બોરડી!મીઠા મધ જેવા, જોતા લાળ ટપકી પડે એવા, ફણગાવેલા ચણાના ટેઠવા જેવા પાક્કાં બોર ઝુમતાં હતાં.બોરડી પ્રમાણમાં એક વૃક્ષ બની ગયેલી એટલે હાથેથી તો બોર આંબવા અશક્ય હતાં.થોડીવાર થઇ હશે ને અચાનક સણણણ…ઝુમમ…કરતો એક પથ્થર આવ્યો.આવીને સીધો કૃષ્ણકુમારસિંહજી ગોહિલના કપાળ સાથે અથડાયો. બહાર રસ્તા પર જતાં આ આદમીએ શાહીબાગની દિવાલ પરથી ઝળુંબતી બોરડીને જોઇ, એની શોભા વધારતા અને જીભને ભીઁજવી નાખતા રસીલા બોર લટકતાં જોયા. અત્યારે તો કોણ જોતું હોય વળી!અને એણે ચૂપકીદીથી એક પથ્થર ઉપાડીને બોરડી તરફ ઘા કર્યો. એને ખબર નહોતી કે બાગમાં પાસે જ ભાવનગરનો ધણી બેઠો છે અને પથ્થરો જઇને એના કપાળમાં વાગ્યો છે! સિપાઇઓ મહારાજા સામે લઇ ગયાં અને રાજવીના કપાળે ઘા જોયો એટલે એને ફટ દેતાંકને ખ્યાલ આવી ગયો કે હવે એનું આયખું ખતરામાં છે! “કોણે,તે ઘા માર્યો છે?” “હા,બાપુ!મારાથી ભૂલ થઇ ગઇ!” “કેમ પથ્થર ફેંક્યો હતો, ભાઇ?”“બાપુ!રસ્તે હાલ્યો જતો’તો ને આ ઝળુંબતી બોરડી જોઇ તો થયું કે લાવ કોઇ જોતું નથી ત્યાં ઘા મારુંને એકાદ-બે બોર પડે તો પેટમાં નાખું.પાછી ભૂખ પણ બઉ લાગી’તી બાપુ.પણ હવે કોઇ દિ’ આમ નઇ થાય, બાપુ!”એ થથરતો હતો. કૃષ્ણકુમારસિંહએ પેલાં માણસ સામે જોઇને સ્મિત કર્યું. અને એ જ ક્ષણે પોતાના ગળામાં રહેલો હાર કાઢીને એને આપી દીધો. “લે ભાઇ!એક બોરડીને પથ્થર મારવાથી એ જો મીઠા બોર આપતી હોય તો હું તો રાજા છું. મને પથ્થર માર્યો તો હું આટલું ના આપું તો તો ગોહિલવાડની ધરા લાજે!”
પ્રસંગ-4
ભારત આઝાદ થયું હતું અને રજવાડાઓનું વિલિનીકરણ કરવાની યોજના બની હતી અને સરદાર પટેલ જયારે સહી માટે ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહ પાસે આવે છે ત્યાંરે મહારાજા સરદારને કહે છે કે "વલ્લભભાઈ આ ભાવનગર રાજ્ય અને સંમ્પતિ હુ પ્રજાના કલ્યાણ માટે ભારત સરકાર ને સોંપુ છુ એમ કહીને તેમણે 1700 પાદર ભારત સરકારને સોપ્યા. સમય જતાં તેમને મદ્રાસ રાજ્યના ગવર્નર બનાવવામાં આવ્યા તેમછતાં ગામની પ્રજા તો હજી તેમને જ મહારાજા માનતી હતી. ઘટના જાણે એમ બની કે, એક ખેડૂતના બે બળદ ચોરાઇ ગયા. ખેડૂતને હજુ એમ જ હતું કે રાજ તો કૃષ્ણકુમારનું જ છે. એટલે એ ખેડૂત ફરિયાદ કરવા ભાવનગર નીલમબાગ પેલેસમાં આવ્યો. ત્યાં તેને જાણવા મળ્યું કે કૃષ્ણકુમારસિંહજી તો મદ્રાસ રાજના ગવર્નર છે અંતે આશા સાથે તે અભણ ખેડૂ મદ્રાસ પહોંચ્યો અને કૃષ્ણકુમારસિંહને પોતાની વ્યથા સંભળવીને કહ્યું રાજા, આ બળદના ચોર સામે તમે પગલા લો. અંતે કૃષ્ણકુમારસિંહજીએ તેને કહ્યું કે, હું હવે ભાવનગરનો ધણી નથી રહ્યો હું મદ્રાસનો ગવર્નર છું પરંતુ તારી આ રાજવી પ્રત્યેની ભાવના છે તે જાણીને હું ગદગદ થયો છું લે આ 5 હજાર રૂપિયા તું નવા બળદ ખરીદી લે જે.
ભીખુદાન ગઢવીના મુખે પ્રસંગ
પ્રસંગ-5
આ પ્રજાલક્ષી રાજવી 2 એપ્રિલ, 1965ના રોજ હૃદયરોગના હુમલાથી અવસાન પામ્યા. તેમના અવસાનના સમાચાર વાયુવેગે ભાવનગરમાં પ્રસરી ગયા અને આ મહારાજાના માનમાં આખુય ભાવનગર સ્વયંભૂ, જડબેસલાક બંધ હતું. લોકોએ ઘરે ચૂલા નહોતા સળગાવ્યા અને આખુંય ભાવનગર શેરીઓમાં ઉમટી પડેલું. મિત્રો, ભારત વર્ષમાં આવા અનેક રાજવીઓ થઇ ગયા જેમને તેમની પ્રજા આજે પણ યાદ કરે છે.
પ્રસંગ-6
અઢાર સો પાદરના ધણી ભાવનગરનાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી એક વખત નગરચર્ચામાં નીકળે છે. તે વખતે તેમને “અન્નદાતા - જય માતાજી” એવા શબ્દો કાનમાં અથડાયા. મહારાજા પાછું ફરી જુવે તો સામે જેની આંખમાં ખુમારી છે તેવો બકરીઓ ચરાવતો એક ગરીબ યુવાન પોતાના મહારાજાને આદરથી પ્રણામ કરીને ઉભો હતો.
“શું નામ છે તારું?” રાજાએ પુછ્યું.
“મુબારક, અન્નદાતા યુવાને જવાબ આપ્યો.
ફરી મહારાજાએ પૂછ્યું, કે ભાવનગર માટે કામ કરીશ ?”
“જરૂર મહારાજ, કેમ નહી!”
તેમને નિલમબાગ પેલેસમાં ચોકીદારની નોકરી આપવામાં આવી. ધીરે ધીરે તેમની ઈમાનદારી જોઇને તેમને નિલમબાગ પેલેસના રાજખજાનાની ચાવીઓની જવાબદારી સોપવામાં આવી. રાજખજાનામાં મહારાણીના મોંઘા ઘરેણાં પણ રહેતા. મહારાણીને જયારે પ્રસંગોપાત ઘરેણાં જોઈતા હોય ત્યારે મુબારક ચાવીઓ આપે એટલે મહારાણી તેમાંથી જોઈતા ઘરેણાં લઇ લે અને પછી ફરીથી એજ પટારાઓ ઘરેણાં મૂકીને ચાવીઓ મુબારકને સોંપી દે, આ નિત્યક્રમ હતો, આજ ઘરેણાંઓમાં મહારાણીને સૌથી પ્રિય એવો હીરાજડિત હાર પણ રહેલો હતો.
એક વખત એવું બન્યું કે પટારામાં એ હાર જોવા ના મળ્યો, મહારાણીએ ખુબ શોધ્યો પણ હાર મળે જ નહિ. મહારાણીને મુબારક પર અપાર ભરોસો હતો તેમ છતાંય નાનો માણસ છે ભૂલ નહિ કરી હોય ને એવા વિચારોથી બેચેન રહેવા લાગ્યાં. થોડા સમય પછી મહારાણીની બેચેની ભાવનગર મહારાજથી છુપી ના રહી. કારણ પૂછવામાં આવ્યું ત્યારે રાજહઠ સામે મહારાણીએ હાર અંગે આખી વાત કરી. ભાવનગર મહારાજાએ તરત જ આદેશ કર્યો કે મુબારકને રાજદરબારમાં હાજર કરો. નિલમબાગ પેલેસની ચોકીદારી કરતો મુબારક જયારે ભાવનગર ઠાકોર સાહેબ સમક્ષ હાજર થયો ત્યારે હાર અંગે પ્રેમથી મુબારકને પૂછવામાં આવ્યું ત્યારે મુબારકએ આ અંગે સાવ અજાણ હોવાનું જણાવ્યું. ભાવનગર મહારાજાએ પણ મુબારકને કોઈ ઠપકો આપ્યા વગર જવા દીધો, પરંતુ મુબારક હારની ચોરીના લાગેલા "આણ"થી બેચેન બની ગયો. સીધો જ ઘરે ગયો અને નમાજનો રૂમાલ પાથરી આકાશ તરફ મીટ માંડીને અલ્લાતાલાને એક જ અરજ કરી કે "જો મેં ઈમાનદારીપૂર્વક નોકરી કરી હોય અને ક્યારેય હું ઈમાન ચુક્યો ના હોય તો ક્યાં તો ચોરીના આ આણમાંથી મુક્ત કરાવજે ને ક્યાં તો મને મારા શરીરથી જીવને "બસ આટલો જ અંતરનો પોકાર કરીને ઘરના એક ખૂણામાં બેસીને પ્રાર્થના કરવા લાગ્યો અને અન્ન જળનો ત્યાગ કરી દીધો.
કુદરતનો પણ એક સર્વસ્વીકૃત નિયમ છે. "સત્યની કસોટી થાય પણ છેવટે જીતતો સત્યની જ થાય" એજ રાત્રે અચાનક મહારાણીને ગાઢ નિંદ્રામાંથી અચાનક જ એકાએક બેઠા થઇ ગયા ને યાદ આવી ગયું કે ઉતાવળમાં હાર પટારામાં મુક્યો જ નહોતો પણ અરીસા પાસે રાખી દીધો હતો. તરત જ તપાસ કરતા હાર મળી આવ્યો.
રાત્રે જ ભાવનગર મહારાજને હાર મળી ગયાની જાણ કરવામાં આવી. બંનેને ખુબ પસ્તાવો થયો કે "મુબારક પર ખોટી શંકા કરી એક નેક ઈન્શાનનો આત્મો દુભાવ્યો "સવારે મુબારકને નિલમબાગ પેલેસના રાજદરબારમાં બોલાવવામાં આવ્યો અને હાર મળી ગયાની જાણ કરી અને આત્મો દુભાયો હોય તો માફી માગી.
હાર મળી ગયો છે એ વાતની ખબર પડતાં જ મુબારકના જાણે જીવમાં જીવ આવ્યો હોય એમ "આકાશ ભણી મીટ માંડીને સજળ નયને એટલું જ બોલ્યો કે "હે પરવર દિગાર તે આજ મારી ઇજ્જત બચાવી લીધી" બસ આટલું કહીને મુબારકે રાજખજાનાની ચાવીઓ ભાવનગર મહારાજાને સોંપી દીધી. ભાવનગર મહારાજાએ ખુબ આગ્રહ કર્યો ત્યારે માંડ મુબારક ફરીથી" ચોકીદાર" તરીકે નોકરીએ રહેવા સહમત થયો. વર્ષો સુધી મુબારક નિલમબાગ પેલેસની ચોકીદારી કરતો રહ્યો. મુબારકની ઈમાનદારી - વફાદારી અને કર્તવ્ય નિષ્ઠા પર કોઈ શક ન કરી શકે એવી છાપ અને ધાક મુબારકની ભાવનગર રાજમાં વર્તાતી.
વર્ષો બાદ એક દિવસ ભાવનગર મહારાજને સમાચાર મળ્યા કે "નિલમબાગ પેલેસનો ચોકીદાર "મુબારક" આજ અલ્લાહને પ્યારો થઇ ગયો છે. મહારાજાને પણ આંખે આંસુ આવી ગયા. પોતાના સેવકોને આદેશ કર્યો કે "મુબારક" નો જનાજો નીકળે ત્યારે મને જાણ કરજો મારે મારા મુબારકને અંતિમ વિદાય અને કાંધ આપવા જવું છે.
મુબારકના મૃત્યુને કલાકો વીતવા છતાં મુબારકના જનાજાના સમાચાર ના મળતા ભાવનગર મહારાજાએ તપાસ કરાવવા માણસોને મોકલ્યા ત્યારે ખબર પડી કે મુબારકને જનાજામાં ઓઢાડવાનું કફન ખરીદવાના પણ મુબારકના પરિવાર પાસે પૈસા નથી. ભાવનગર મહારાજા આટલું સાંભળતા જ ચોધાર આંસુએ રડી પડ્યા કે "નિલમબાગ પેલેસના રાજ ખજાનાની ચાવીઓ" જેને હસ્તક રહેતી એવા મારા મુબારકની આવી હાલત? તરત જ ભાવનગર મહારાજાએ હુકમ કર્યો કે "ભાવનગર રાજને શોભે એ રીતે મુબારકની અંતિમવિધિ કરવામાં આવે અને મુબારકના પરિવારને તમામ મદદ કરવામાં આવે" અને મુબારકની આવી હાલત કેમ થઇ એની તપાસ કરતા માલુમ પડ્યું કે મુબારકને જે પગાર મળતો તે જરૂરિયાતમંદને મદદ કરવામાં ખર્ચી નાખતો.
નીલમબાગના ચોકીદાર "મુબારક" નો જનાજો નીકળ્યો ત્યારે ભાવનગરના મહારાજાએ એક ઈચ્છા વ્યક્ત કરીને એ ઈચ્છા પુરી પણ કરી કે "મારા મુબારકને તમે જરૂર કાંધ દેજો પણ એક કાંધ તો હું શરૂઆતથી અંત સુધી હું જ આપીશ "ભાવનગર મહારાજ મુબારકના ઘરથી કબ્રસ્તાન સુધી ઉઘાડા પગે ચાલ્યા હતા અને કાંધ દીધી હતી. આજે પણ ભાવનગરના મુસ્લિમ કબ્રસ્તાનમાં "મુબારક" ની કબર છે અને ભાવનગરના મહારાજાએ મુબારકની કબર પર કબરનું નામ કોતરાવ્યું છે "ધ લોક ઓફ નિલમબાગ"
પ્રસંગ-7
હાલ મહામારી કોરોના વાયરસ ના કપરા સમય હોય ત્યારે મહારાજા ને પ્રજાનાં આરોગ્ય માટે થયેલ ચિંતા ની નાનકડી ઘટના.
1945 ની સાલમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી એ વાતવાતમાં ઈચ્છા દર્શાવેલી કે ઘણા લોકોને મારી નાખનાર ક્ષયરોગનો (T.B) કોઈક ઉપાય થવો જોઈએ અને આ કામ જો ભાવનગર રાજ્ય દ્વારા કરવામાં આવે તો અતિઉત્તમ.
આ વાત અમરેલીના શેઠ ખુશાલદાસ જે. મહેતા (K. J. Mehta) ને જાણવામાં આવી.તેમણે મહારાજા સાથે ચર્ચા કરીને 1 લાખ 61 હજાર રૂપિયાનો ફાળો એકત્ર કર્યો.આ સાથેજ મહારાજા એ સંકલ્પ કર્યો કે રાજ્ય તરફથી તેઓ પણ 1 લાખ રૂપિયા ની સાથે સૂકા હવામાન ખુલી જમીન માટે વખણાતા સોંગઢથી 2 કી. મી દૂર જીથરી(અમરગઢ) ગામે 450 વિઘા જમીન દાન આપી.
વાત હજુ અહીં અટકતી નથી , આયોજન આગળ વધ્યું એટલે મહારાજાને પૂછવામાં આવ્યું કે હોસ્પિટલ નું નિર્માણ પૂર્ણ થયેથી તખ્તી પર રાજયકુટુંબ કે પુર્વજોમાંથી કોનું નામ આપ જોડવા ઈચ્છો છો ? મહારાજા એ સરળતાથી જણાવ્યું કે હોસ્પિટલ બનાવવી એ રાજ્યની ફરજ છે એમાં અમારે જસ ન લેવાનો હોય.આથી મારે કોઈ નામ સુચવવું નથી. નામ તો જેમણે આ સમગ્ર કામગીરીમાં વિશેષ યોગદાન આપ્યું છે અને તમામ પ્રયત્નો કર્યા છે તે ખુશાલદાસ મહેતા નું આપવું જોઈએ.
આ રિતે પ્રજાહિત માટે ઉદારતા અને અન્યને મોટા કરવાની ભાવના મહારાજા ની લાક્ષણિકતા હતી.
જોકે આજે આ ડેન્ટલ હોસ્પિટલમાં અને કોલેજ તરીકે ફેરફાર થયેલ છે પરંતુ એક સમયે સમગ્ર ગુજરાતમાં એક માત્ર સૌથી મોટી ટ્રસ્ટની T.B હોસ્પિટલ તરીકે વિખ્યાત હતી