મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

07 October, 2021

નવરાત્રી- પહેલુ નોરતુ

 નવરાત્રી- પહેલુ નોરતુ

માં શૈલપુત્રી


યા દેવી સર્વભૂતેષુ શક્તિ રુપેણ સંસ્થિતા, 
નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ નમો નમઃ.

આસો મહિનાની એકમ (પડવો) થી નોમ સુધી નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે.


માં દુર્ગાને શક્તિનું પ્રતિક માનવામાં આવે છે માટે નવરાત્રી એટલે મા શક્તિની ઉપાસનાના દિવસો.

વર્ષમાં ચાર વાર નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે. જેના નામ વસંત નવરાત્રી, અષાઢ નવરાત્રી, શરદ નવરાત્રી અને પુષ્ય નવરાત્રી છે. આમાં આસો મહિનામાં શરદ નવરાત્રીની ઉજવણી થાય છે 

નવરાત્રી દરમિયાન માતાજીના નવ સ્વરુપોની પૂજા કરવામાં આવે છે,

આ નવ સ્વરૂપ નીચે પ્રમાણે છે.

  • શૈલપુત્રી
  • બ્રહ્મચારિણી
  • ચન્દ્રઘંટા
  • કૂષ્માંડા
  • સ્કન્દમાતા
  • કાત્યાયની
  • કાલરાત્રિ
  • મહાગૌરી
  • સિદ્ધિદાત્રી

યા દેવી સર્વભૂતેષુ શૈલપુત્રીરૃપેણ સંસ્થિતા 

નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ ।।

નવરાત્રીના પહેલા દિવસે માં દુર્ગાનું પ્રથમ સ્વરૂપ  શૈલપુત્રીની આરાધના કરવામાં આવે છે.. 

શૈલ એટલે પર્વત. અને આ પર્વત પુત્રી એટલેમા દુર્ગાનું પ્રથમ રૂપ‘‘શૈલપુત્રી’’ જે પાર્વતી તેમજ હેમવતી રૂપે પણ પ્રસિદ્ધ છે.

તેઓ પર્વતરાજ હિમાલયની પુત્રી છે 

તેમનું વાહન વૃષભ છે. આથી તેઓ વૃષારુઢા પણ કહેવાય છે. 

માર્કંડેયપુરાણમાં આ હિમાલય પુત્રી શૈલપુત્રીને પ્રથમ સ્થાન આપ્યું છે. હિમાલયની જેમ સૌથી ઊંચાઈએ આપણા શરીરમાં આવેલા મનની જ્યોતિ ચંદ્રમાની શીતળતા છે. તેવા આપણા મનમાં સાત્વિક વિચાર આવે અને તે પ્રાપ્ત કરાવી દે તેવી શૈલપુત્રી છે.પર્વતરાજ હિમાલયને ત્યાં પુત્રી રૂપે અવતરીત મા શૈલપુત્રી, વૃષભ પર બિરાજીત છે જેના જમણાં હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળનું પુષ્પ શોભાયમાન છે. આ નવદુર્ગાઓની પ્રથમ નવદુર્ગા છે.

દરેક માતાજીના સ્વરુપ સાથે વનસ્પતિ પણ જોડાયેલ છે, મા શૈલપુત્રિની વનસ્પતિ છે- હરડ. આ ઔષધિ પાચન સુધારે છે અને પેટદર્દ મટાડે છે.

તેમના જમણા હાથમાં ત્રિશૂલ અને ડાબા હાથમાં કમળ સુશોભિત છે. તે જ પાર્વતી છે.

પૂર્વ જન્મમાં તેઓ જ સતી હતા. તેમનું અન્ય એક નામ છે, હેમવતી.

 પ્રજાપતિ દક્ષે શિવને યજ્ઞામાં ન બોલાવતા સતીએ કઈ રીતે યોગાગ્નિમાં સમાઈ જઈ પ્રાણ ત્યાગી દીધા હતા તે કથા તો સુવિદિત છે.

 શક્તિનો પુનઃજન્મ દર્શાવે છે કે ઊર્જા ક્યારેય નષ્ટ થતી નથી. તેનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે. 

કથા

પૂર્વ જન્મમાં દક્ષ પ્રજાપતિની પુત્રીના રૃપે જન્મ્યાં હતાં. ત્યારે સતી નામ હતું. તેનું લગ્ન શંકરજી સાથે થયેલ. એક વખત દક્ષે મહાન યજ્ઞાનું આયોજન કર્યું, પણ તેમાં શંકરજીને આમંત્રણ ન આપ્યું તેમ જ યજ્ઞનું ફળભાગ પણ ન આપ્યું. બીજા દેવદેવતાને આમંત્રણ આપ્યું તેમ જ એને ફળભાગ પણ આપ્યા. સતીને પિતાના ઘેર યજ્ઞામાં જવાની ઇચ્છા થઈ અને પોતાનાં માતા-પિતા, બહેનોને મળવાની ઇચ્છા થઈ, શંકરજીએ ના પાડવા છતાં સતીજી માન્યાં નહીં. અંતે શંકર ભગવાનને રજા આપી. સતીજી પિયર ગયાં ત્યાં ફક્ત તેમની માતાએ તેમનો આદર કર્યો. બાકી પિતા, બહેનો તથા સંબંધીઓએ વ્યંગ વચનો કહ્યાં. આ જોઈ સતી દુઃખી થયાં. તેમને વધુ દુઃખ તો એટલે થયું કે ત્યાં ચતુર્દીક ભગવાન શંકર માટે પણ બધાંને તિરસ્કારભાવ હતો. દક્ષરાજે પણ તેમના માટે અપમાનજનક શબ્દો વાપર્યા. શંકરજીની વાત ન માનવા સતીજીને અહીં આવી દુઃખ થયું અને પતિનું અપમાન સહન ન થતાં પોતાના શરીરને યોગાગ્નિમાં ભષ્મ કરી લીધું. વજ્રપાત સમાન આ ઘટના સાંભળી શંકરજી ક્રોધે ભરાયા અને યજ્ઞાનો ધ્વંસ કરવા પોતાના ગણોને મોકલ્યા. ગણોએ યજ્ઞાનો ધ્વંસ કર્યો. એ જ સતીએ બીજા જન્મમાં હિમાલયની પુત્રીરૃપે જન્મ લીધો. તેમને પાર્વતી, હેમવતી પણ કહે છે. ઉપનિષદ કથા પ્રમાણે હેમવતીએ પોતાના સ્વરૃપથી દેવતાઓનો ગર્વ પણ તોડેલ અને બીજા જન્મમાં પણ શંકરજી સાથે તેમનાં લગ્ન થયાં.

No comments:

Post a Comment

comment about blog, quiz, certificate.
my work