નવરાત્રી- ચોથું નોરતું
માઁ કૂષ્માંડા
નવરાત્રીના ચોથા દિવસે માઁ કૂષ્માંડાની ઉપાસના કરવામાં આવે છે.
મા દુર્ગાના ચોથા સ્વરૂપનું નામ ‘કુષ્માંડ’ કહેવાય છે
પોતના ઉદરમાંથી બ્રહ્માંડને ઉત્પન્ન કરવાને કારણે તેમને કુષ્માંડા દેવીના નામથી ઓળખવામાં આવે છે. કુષ્માંડા દેવીના પુજનથી અનાહત ચક્ર જાગૃતિની સિધ્ધિઓ પ્રાપ્ત થાય છે. શ્રી કુષ્માંડાની ઉપાસના કરવાથી બધા જ રોગો અને કષ્ટો નાશ પામે છે. આમની ભક્તિથી આયુષ્ય, બળ અને આરોગ્યની વૃધ્ધી થાય છે.
સૂર્ય સમાન દસે દિશામાં પ્રકાશ ફેલાવે છે. એમની આઠ ભૂજાઓ છે. જમણા હાથમાં જપમાળા છે, એમને કોળાનું બલિ અતિ પ્રિય હોવાથી એમનું નામ કુષ્માંડા પડેલું છે. એમના આઠે હાથોમાં અનુક્રમે કમંડળ, ધનુષ - બાણ - કમળ - પુષ્પ, ચક્ર-ગદા આવેલાં છે. તેમની ઉપાસનાથી ભક્તો - સાધકોના સમસ્ત રોગ-શોક નાશ પામે છે.
તેમણે પોતાના મંદ હાસ્યમાંથી બ્રહ્માંડને ઉત્પન્ન કર્યું હોવાનું કહેવાય છે. એટલે જ તેને સૃષ્ટિની આદિ સ્વરૂપા અથવા આદિશક્તિ કહેવામાં આવે છે. કુષ્માંડા અષ્ટભુજાધારી છે. તેમના સાત હાથમાં ક્રમશઃ કમંડળ, ધનુષ, બાણ, કમળ, અમૃતકુંભ, ચક્ર અને ગદા છે. આઠમા હાથમાં સર્વસિદ્ધિ અને રિદ્ધિ પ્રદાન કરનારી જયમાળા છે. તેમને કોળું પ્રિય છે. તેઓ સૂર્યમંડળમાં વાસ કરતાં હોવાથી સૂર્ય સમાન દેદિપ્યમાન છે. અચંચળ અને પવિત્ર મનથી નવરાત્રીની ચોથી રાતે આ દેવીની આરાધના કરવાથી રોગ અને શોકનો નાશ થાય છે.
કૂષ્માંડાનો અર્થ કુત્સિત ઉષ્મા, કૂષ્મા-ત્રિવિધ તાપયુક્ત એવાં એવો થાય છે. તેમને આઠ ભુજાઓ છે જેમાં તેમણે કમંડળ, ધનુષ-બાણ, કમળ, અમૃતમય કળશ, માળા, ગદા અને ચક્ર ધારણ કરેલાં છે. તેમનું વાહન વાઘ છે. નવરાત્રીના ચોથા દિવસે નવદુર્ગાનાં આ સ્વરૂપનું પૂજન અર્ચન કરાય છે. તેમનાં મધુર હાસ્યથી બ્રહ્માંડની ઉત્પત્તિ થયાનું કહેવાય છે. તેમની આરાધનાથી બધી વિપત્તિઓનો નાશ થતો હોવાનું મનાય છે.
કૂષ્માંડાનો બીજો અર્થ ‘કુ-ઉષ્મા-અંડ = નાનું-ગરમ-અંડ (ઈંડુ-કોસ્મિક ઈંડુ)’ એવો પણ કરાયો છે. અર્થાત તેઓ બ્રહ્માંડનાં રચેતા મનાય છે. અન્ય એક અર્થ ‘આખું જગત જેના ઉદરમાં છે એવી (દેવી)’ એમ પણ કરાયો છે. કૂષ્માંડનો એક અર્થ સાકરકોળું; પદકાળું; કોળું પણ થાય છે. આ દેવીને "સિદ્ધિદાત્રી" તરીકે પણ ઓળખાવાય છે અને દેવીને કોળાનો ભોગ પસંદ છે. દેવી કૂષ્માંડા સૂર્યને દિશા અને ઊર્જા પ્રદાન કરે છે અને સૂર્ય દેવીનાં આદેશાનુસાર ચાલે છે તેવી માન્યતા પણ છે
મા દુર્ગાના ચોથા સ્વરૂપનું નામ ‘કુષ્માંડ’ કહેવાય છે. તેમની શક્તિ બ્રમ્હાંદ પેદા કરનારી છે, તેઓ સૂર્યમંડળમાં બિરાજે છે અને સૂર્ય સમાન દસે દિશામાં પ્રકાશ ફેલાવે છે. એમની આઠ ભૂજાઓ છે. જમણા હાથમાં જપમાળા છે, એમને કોળાનું બલિ અતિ પ્રિય હોવાથી એમનું નામ કુષ્માંડા પડેલું છે. એમના આઠે હાથોમાં અનુક્રમે કમંડળ, ધનુષ - બાણ - કમળ - પુષ્પ, ચક્ર-ગદા આવેલાં છે. તેમની ઉપાસનાથી ભક્તો - સાધકોના સમસ્ત રોગ-શોક નાશ પામે છે.
માઁ કૂષ્માંડાની વનસ્પતિ છે- કોળા
કોળા રક્તવિકાર, એસિડિટી, પેટ વિકાર, શરીરની ગરમી દૂર કરવામા મદદરુપ છે.
કોળામાંથી પેઠા પણ બને છે.
No comments:
Post a Comment
comment about blog, quiz, certificate.
my work