પ્રજાસત્તાક દિવસ/ગણતંત્ર દિવસ
26મી જાન્યુઆરી
26 January 2023 ના રોજ ભારત 74મા Republic Day ની ઉજવણી કરશે.
26 જાન્યુઆરી 1950માં ભારત સરકારના અધિનિયમ એક્ટ 1935ને હટાવીને ભારતના બંધારણ અપનાવવામાં આવ્યું હતું.
ગણતંત્રનો અર્થ થાય છે જનતા માટે જનતા દ્વારા શાસન.
26 જાન્યુઆરીના 1950ના રોજ આપનો દેશ ગણતંત્ર દેશના રૂપમાં સામે આવ્યો હતો. આ દિવસ ભારતનું બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું.
ભારતનું બંધારણ લખાયેલું છે અને તે વિશ્વનું સૌથી મોટું બંધારણ છે
26મી જાન્યુઆરીને ગણતંત્ર દિવસ તેથી નક્કી કર્યો કારણ કે 1930માં આ દિવસે ભારતીય રાષ્ટ્રીય કાંગ્રેસે ભારતને પૂર્ણ સ્વરાજ ઘોષિત કર્યું હતું.
ભારત રાજ્યોનો એક સંઘ છે. તે સંસદીય પ્રણાલીવાળી સરકારનું ગણરાજ્ય છે. આ ગણરાજ્ય ભારતના બંધારણના આધારે શાસિત છે જે બંધારણસભા દ્વારા 26 નવેમ્બર, 1949ના રોજ ગ્રહણ કરાયું હતું અને તેનો અમલ 26 જાન્યુઆરી, 1950થી થયો.
ભારતની સ્વતંત્રતા પછી, સંસદીય વિધાનસભાની ઘોષણા કરવામાં આવી અને તેણે 9 ડિસેમ્બર, 1947 થી તેનું કામ શરૂ કર્યું.
બંધારણીય એસેમ્બલી 2 વર્ષ, 11 મહિના, 18 દિવસ, ભારતના બંધારણની રચના કરવામાં આવી હતી અને 26 નવેમ્બર, 1949 ના રોજ સંસદ વિધાનસભાના અધ્યક્ષ ડૉ. રાજેન્દ્ર પ્રસાદને ભારતના બંધારણને સોંપવામાં આવ્યું હતું, તેથી, 26 નવેમ્બરનો દિવસ દર વર્ષે ભારતમાં બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
ઘણા સુધારા અને ફેરફારો પછી, 24 જાન્યુઆરી 1950 ના રોજ વિધાનસભાના 308 સભ્યોએ બંધારણની બે હસ્તલિખિત નકલો પર હસ્તાક્ષર કર્યા.
બંધારણનું નિર્માણ ભારતરત્ન ડો. ભીમરાવ આંબેડકરની અધ્યક્ષતામાં 2 વર્ષ 11 મહિના અને 18 દિવસમાં પૂરું કર્યું હતું. જયારે 26 જાન્યુઆરી 1950ના રોજ બંધારણ લાગુ કરવામાં આવ્યું ત્યારે તેમાં 395 લેખ, 8 અનુસૂચિ હતી. આ બંધારણમાં 22 ભાગ હતા.
બંધારણ નિર્માણ સમિતિમાં કુલ 284 સભ્યો હતા. 24 નવેમ્બર 1949 બંધારણ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ સભ્યોમાં 15 મહિલા હતી.
આપણા બંધારણની હસ્તલેખિત પાંડુલિપિ એક ખાસ પ્રકારનાં ચર્મપત્ર પર તૈયાર કરવામાં આવી હતી.
કહેવામાં આવે છે કે તે 1 હજાર વર્ષથી વધુ સમય માટે સલામત હોઈ શકે છે. તે સુક્ષ્મસજીવો અથવા ધૂમ્રપાનથી કોઈ નુકસાન પહોંચાડશે નહીં. પાંડુલિપિ 234 પાના ધરાવે છે, તેનું વજન કુલ 13 કિલો છે.
દેશના પ્રથમ નાગરિક એટલે કે રાષ્ટ્રપતિ ગણતંત્ર દિવસ સમારોહમાં ભાગ લે છે અને રાષ્ટ્રીય ધ્વજ પણ તેઓ જ ફરકાવે છે.
રાજ્યોના રાજ્યપાલ રાજ્યનાં પાટનગરોમાં ગણતંત્ર દિવસના સમારોહના અવસરે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવે છે.
પ્રજાસત્તાક દિનનું મુખ્ય સમારોહ ભારતીય રાજધાની દિલ્હીમાં ભવ્યતાથી ઉજવવામાં આવે છે. કાર્યક્રમના લોકાર્પણ પૂર્વે વડાપ્રધાન ‘અમર જવાન જ્યોતિ’ પર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે. આ પછી રાષ્ટ્રપતિ તેમના બોડીગાર્ડ્સ સાથે ઈન્ડિયા ગેટ પર પહોંચે છે. જ્યાં વડા પ્રધાન તેમનું સ્વાગત કરે છે. આ પછી રાષ્ટ્રીય ગીત સાથે ધ્વજારોહણ થાય છે. એરોપ્લેન દ્વારા પુષ્પાંજલી આપવામાં આવે છે. ત્રિરંગો ફુગ્ગાઓ અને સફેદ કબૂતરો આકાશમાં છોડવામાં આવે છે અને લશ્કરી કર્મચારીઓ દ્વારા તેને પરેડ કરવામાં આવે છે.
વિજય ચોકથી ઇન્ડિયા ગેટ સુધીના માર્ગને રાજપથ કહેવાય છે. જે લગભગ 2 કિમી લાંબો છે જે પહેલા કિગ્સ વે તરીકે ઓળખાતો હતો.
પરેડ વિજય ચોકથી શરૂ થાય છે અને રાજપથ થઈને લાલ કિલ્લા પર સમાપ્ત થાય છે
દેશના સૈનિકો વિવિધ પ્રકારના શસ્ત્રો, મિસાઇલો, ટેન્કો, હવાઇ જહાજો વગેરેનું પ્રદર્શન કરે છે, રાષ્ટ્રપતિને સલામ કરે છે અને તેમની આધુનિક સૈન્ય ક્ષમતાનું પ્રદર્શન કરે છે
વિવિધ રાજ્યોની ઝાંખીઓ સાથે સાંસ્કૃતિક જીવન, ડ્રેસ, રિવાજો ઔદ્યોગિક અને સામાજિક ક્ષેત્રમાં આવેલા પરિવર્તનની તસ્વીર રજૂ કરે છે.
પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ, ભારતના રાષ્ટ્રપતિ દર વર્ષે ભારતના નાગરિકોને પદ્મ એવોર્ડનું વિતરણ કરે છે. ભારત રત્ન પછી આ ભારતનો બીજો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ છે. આ એવોર્ડ ત્રણ કેટેગરીમાં આપવામાં આવે છે, જેમ કે ઘટતા મહત્વના ક્રમમાં પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી
દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદે 21 બંદૂકની સલામી વડે રાષ્ટ્રધ્વજ લહેરાવીને ભારતને સંપૂર્ણ પ્રજાસત્તાક જાહેર કર્યું હતું. આ પ્રસંગે તેમણે દેશના નાગરિકોને એક ખાસ સંદેશમાં કહ્યું હતું કે આજેના દિવસે શાંતિપૂર્ણ સ્વપ્નને સાકાર કરવા આપણે પોતાને સમર્પિત કરવું જોઈએ. જેણે આપણા રાષ્ટ્રપિતા અને ઘણા આગેવાનો અને સ્વતંત્રતા સંગ્રામના સૈનિકોને પ્રેરણા આપી કે આપણા દેશમાં વર્ગહીન, સહકારી, મુક્ત અને સુખી સમાજની સ્થાપનાના સ્વપ્નાને સાકાર કરવા.
આપણે આ દિવસે યાદ રાખવું જોઈએ કે આજનો દિવસ આનંદની ઉજવણી કરતા સમર્પણનો દિવસ છે. તે કામદારો, મજૂરો અને વિચારકો સંપૂર્ણપણે સ્વતંત્ર, ખુશ અને સાંસ્કૃતિક બનાવવાના ભવ્ય કાર્યને સમર્પિત કરવાનો દિવસ છે.
26 જાન્યુઆરી 1950ના સવારે 10 વાગ્યે 18 મિનિટ પર ભારતની બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું. અને 6 મિનિટ પછી 10: 24 મિનિટે ડો. રાજેન્દ્ર પ્રસાદે પ્રથમ રાષ્ટ્રપતિ તરિકેના શપથ લીધા હતા.
વર્ષ 1950માં પહેલા ગણતંત્ર દિવસ પર ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સુકર્ણો મુખ્ય મહેમાન તરીકે હતા.
1955થી અત્યાર સુધી રાજપથ પર ગણતંત્ર દિવસ પરેડનું આયોજન થાય છે.
ચોથી વખત વગર મુખ્ય અતિથિએ યોજાશે ગણતંત્ર દિવસ સમારોહ
વર્ષ 2021માં કોરોના વાયરસને કારણે પ્રજાસત્તાક દિન પર કોઈ મુખ્ય અતિથિઓ મહેમાન રહેશે નહીં. આ પહેલા 1952,1953 અને 1966માં ગણતંત્ર દિવસ સમારોહ માટે કોઈને મુખ્ય અતિથિ નથી બનાવવામાં આવ્યા
આ ઉપરાંત ત્રણ વખત આ સમારોહના બે-બે મુખ્ય અતિથિ હતા. વર્ષ 1956, 1968 અને 1974માં સમારોહના બે-બે મુખ્ય અતિથિ હતા.
2018માં દસ એશિયાઈ દેશોના શાસનાધ્યક્ષોને સમારોહના મુખ્ય અતિથિ બનાવવામાં આવ્યા હતા
બીટિંગ રિટ્રીટનુ આયોજન રાયસીના હિલ્સ પર રાષ્ટ્રપતિ ભવન સામે કરાય છે, જેના ચીફ ગેસ્ટ રાષ્ટ્રપતિ હોય છે. બીટિંગ ધ રિટ્રીટ સમારોહને ગણતંત્ર દિવસનો સમાપન સમારોહ કહેવામાં આવે છે.
બીટિંગ રિટ્રીટનું આયોજન ગણતંત્ર દિવસ સમારોહના ત્રીજા દિવસે એટલે કે 29 જાન્યુઆરીની સાંજે કરાય છે. બીટિંગ રિટ્રીટમાં થલ સેના, વાયુ સેના અને નૌસેનાના બૅન્ડ પારંપરિક ધૂન વગાડતાં વગાડતાં માર્ચ કરે છે.
આ પછી સત્તાવાર રીતે 29 મી જાન્યુઆરીએ ‘બીટિંગ રિટ્રીટ’ સેરેમની સાથે પ્રજાસત્તાક દિનની ઉજવણી સમાપ્ત કરવામાં આવે છે.
ભારતીય રાષ્ટ્રીય ધ્વજ પિંગલી વેંકૈયાએ ડિઝાઇન કર્યો હતો. પિંગલીએ શરૂઆતમાં ઝંડો ડિઝાઇન કર્યો ત્યારે તે માત્ર બે રંગનો હતો, લાલ અને લીલો. તેમણે આ ધ્વજ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ પાર્ટીના બેઝવાડા અધિવેશનમાં ગાંધીજી સમક્ષ રજૂ કર્યો હતો.
બાદમાં ગાંધીજીની ભલામણ આધારે તેમણે ધ્વજમાં સફેદ પટ્ટો જોડી દીધો. આગળ જતાં રાષ્ટ્રીય પ્રતીક સ્વરૂપે અશોક ચક્રને ચરખાનું સ્થાન મળ્યું.
ભારતીય રાષ્ટ્રીય ધ્વજને વર્તમાન સ્વરૂપમાં 22 જુલાઈ, 1947ના રોજ આયોજિત બંધારણસભાની બેઠક દરમિયાન અપનાવવામાં આવ્યો. ભારતમાં “ત્રિરંગા”નો અર્થ ભારતીય રાષ્ટ્રીય ધ્વજ છે.
રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર ભારતમાં દર વર્ષે 26 જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ બહાદુર બાળકોને અપાય છે. આ પુરસ્કારોની શરૂઆત 1957થી થઈ હતી. પુરસ્કાર સ્વરૂપે એક ચંદ્રક, પ્રમાણપત્ર અને રોકડ રકમ અપાય છે. તમામ બાળકોને સ્કૂલનું ભણતર પૂરું થાય ત્યાં સુધી આર્થિક સહાય પણ આપવામાં આવે છે.
રફેલ લડાકુ વિમાનો પ્રથમ વખત 2021ના પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમમાં ફ્લાયપાસ્ટમાં ભાગ લેશે
ચાલો આપણે ભારતના ખરા નાયકોને યાદ કરીએ, કે જેમણે આપણને આઝાદી આપવા માટે પોતાના જીવની આહુતિ આપી.
🙏 પ્રજાસત્તાક દિવસની આપ સૌને શુભકામનાઓ 🙏