રાષ્ટ્રીય ખેલ દિવસ (National Sport Day)
29 ઓગસ્ટ
ધ્યાનસિંહ આવી રીતે બન્યા ધ્યાનચંદ
માત્ર 16 વર્ષની ઉંમરમાં ભારતીય સેનામાં ભરતી થનારા ધ્યાનચંદનું સાચું નામ ધ્યાનસિંહ હતું. તેઓ પોતાની રમતને સુધારવા માટે પ્રેક્ટિસનો સમય કાઢતા રહેતા હતા. ત્યાં સુધી કે તે ચંદ્રના પ્રકાશમાં પણ પ્રેક્ટિસ કરતા હતા. જે જોઈને તેમા મિત્રોએ તેમના નામની સાથે ચાંદ ઉમેરી દીધું. જે પછીથી ચંદ થઈ ગયું.
વર્ષ 1928:
1928 માં પ્રથમ વખત ઓલિમ્પિક (Olympic) રમવા ગયેલા ધ્યાનચંદે આ સમગ્ર ટુર્નામેન્ટમાં પોતાની હોકીનો એવો જાદુ બતાવ્યો હતો કે, મેદાન પર તેને જોયા બાદ જ વિરોધી ટીમો ડરવા લાગી હતી. 1928 માં નેધરલેન્ડમાં રમાયેલી ઓલિમ્પિકમાં ધ્યાનચંદે 5 મેચમાં 14 ગોલ કર્યા અને ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો. આ જીત બાદ હજારો લોકોએ બોમ્બે હાર્બરમાં ટીમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું.
વર્ષ 1932:
ધ્યાનચંદને 1928 ના કરિશ્માનું પુનરાવર્તન કરવામાં કોઈ સમસ્યા નહોતી. ભારતે લોસ એન્જલસમાં 1932 ઓલિમ્પિકમાં જાપાન સામે 11-1 થી પ્રથમ મેચ જીતી હતી. એટલું જ નહીં, આ ટુર્નામેન્ટની ફાઇનલમાં ભારતે યુએસએને 24-1 થી હરાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો, જે બાદમાં વર્ષ 2003 માં તૂટી ગયો હતો. આ ઓલિમ્પિકમાં ભારત ફરી એકવાર ગોલ્ડ મેડલ (Gold Medal) વિજેતા બન્યું.
વર્ષ 1936:
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (Aligarh Muslim University)માં અભ્યાસ કરનારા ધ્યાનચંદ માટે આ ઓલિમ્પિક સૌથી યાદગાર બની રહ્યું હતું. ધ્યાનચંદની કેપ્ટનશીપ હેઠળ બર્લિન પહોંચેલી ભારતીય ટીમ પાસેથી ફરી એકવાર ગોલ્ડ મેડલની અપેક્ષા રાખવામાં આવી હતી. ભારતીય ટીમ આ ટુર્નામેન્ટમાં પણ અપેક્ષાઓ પર ખરી ઉતરી અને વિરોધી ટીમોને હરાવીને ફાઇનલમાં પહોંચી. ફાઇનલમાં ભારતને જર્મની તરફથી જર્મન ચાન્સેલર એડોલ્ફ હિટલરની ટીમનો સામનો કરવાનો હતો.
આ મેચ જોવા માટે ખુદ હિટલર પણ પહોંચી ગયો હતો. પરંતુ હિટલર (Hitler)ની હાજરી અથવા ગેરહાજરી ભારતીય ટીમ અથવા ધ્યાનચંદના પ્રદર્શનને અસર કરતી ન હતી. જોકે આ મેચ પહેલા ભારતીય ટીમ ટેન્શનમાં હતી કારણ કે, અગાઉની મેચમાં ભારતીય ટીમને જર્મની સામે હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ મેદાનમાં ઉતર્યા પછી, તે તણાવ જાતે જ ગયો.
જર્મનીએ મેચના પહેલા હાફમાં ભારતને એક પણ ગોલ કરવા દીધો ન હતો. આ પછી, બીજા હાફમાં, ભારતીય ટીમે એક પછી એક ગોલ કરવાનું શરૂ કર્યું. જર્મનીએ બીજા હાફમાં પણ એક ગોલ (Goal) ફટકાર્યો હતો, જે આ ઓલિમ્પિકમાં ભારત સામે એક માત્ર ગોલ હતો. હિટલર મેચ પૂરી થતા પહેલા સ્ટેડિયમ છોડી ગયો કારણ કે તે પોતાની ટીમને હારતો જોવા માંગતો ન હતો. એટલું જ નહીં, આ મેચ દરમિયાન હિટલરે મેજર ધ્યાનચંદની હોકી સ્ટિક પણ તપાસવા માટે કહ્યું હતું.
મેચ પૂરી થયા પછી હિટલરે જર્મન લશ્કરમાં ફિલ્ડ માર્શલ તરીકે જોડાવવાનો ધ્યાનચંદ સમક્ષ પ્રસ્તાવ મૂક્યો. જો કે ધ્યાનચંદે દેશપ્રેમ દર્શાવતા નમ્રતાપૂર્વક તે પ્રસ્તાવને ફગાવી દિધો.
વર્ષ 1948:
મેજર ધ્યાનચંદે તેમની છેલ્લી મેચ વર્ષ 1948 માં રમી હતી અને તેમના સમગ્ર કાર્યકાળમાં 400 થી વધુ ગોલ કર્યા હતા. જે એક રેકોર્ડ છે. અત્યાર સુધીમા હોકીમાં ધ્યાનચંદ જેવો કોઇ ખેલાડી થયો નથી.
- ધ્યાનચંદે ત્રણ ઓલમ્પીક ગેમ્સમાં ભારતનું પ્રતિનીધીત્વ કર્યુ હતુ.
- બીજા વિશ્વ યુદ્ધ પહેલા, વર્ષ 1928માં ધ્યાનચંદે ભારતનો પહેલો
- ઓલમ્પીક ગોલ્ડ મેડલ જીત્યો હતો.
- તેઓએ ભારત માટે અન્ય બે ગોલ્ડ મેડલ વર્ષ 1932 અને
- 1936ની ઓલમ્પીક ગેમ્સમાં જીત્યા હતા.
- વર્ષ 1936ની બર્લિન ઓલમ્પીક ગેમ્સમાં ધ્યાનચંદે જર્મન
- તાનાશાહ એડોલ્ફ હિટલરને સલામી આપવાનો ઇન્કાર કર્યો હતો.
- હોલેન્ડમાં રમાઈ રહેલી મેચ દરમીયાન તેમની હોકી સ્ટીકમાં
- ચુંબક રાખવામાં આવ્યુ છે કે કેમ તે જોવા માટે તેમની
- હોકી સ્ટીકને તોડવામાં આવી હતી.
- વર્ષ 1956માં ધ્યાનચંદને પદ્મ ભૂષણના ખીતાબથી નવાજવામાં
- આવ્યા હતા.
- આ દિવસે રમતવીરો અને તેમના કોચને ‘રાજીવ ગાંધી ખેલરત્ન’,
- ‘અર્જૂન’, ‘ધ્યાનચંદ’ અને ‘દ્રોણાચાર્ય’ એવોર્ડથી નવાજવામાં
- આવે છે (નોંધ: રાજીવ ગાંંધી ખેલરત્ન એવોર્ડનું નામ 2021થી
- "મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ રાખવામાં આવ્યું છે.)
- તેમણે પોતાની અંતિમ ઓલમ્પિક (બર્લિન 1936)માં કુલ 13 ગોલ
- કર્યા હતા. એ જ રીતે એમ્સ્ટર્ડમ, લોસ એન્જલિસ અને બર્લિન
- ઓલમ્પિકમાં મળીને તેમણે કુલ 39 ગોલ કર્યા જે તેમની
- બાદશાહત દર્શાવે છે.
- ધ્યાનચંદે પોતાની કારકિર્દીમાં 400 થી વધુ ગોલ કર્યા હતા
હૉકીના જાદૂગર કહેવાયા
ધ્યાનચંદે ખેલ પર એવી પકડ બનાવી હતી કે એકવાર જો બૉલ તેમની પાસે આવતો હતો
તો તે પછી વિરોધીઓ સુધી નહોતા જવા દેતા. 1928ના ઓલંપિકમમાં તેણે કુલ 14 ગોલ
કરીને ટીમને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. તેમના આ પ્રદર્શન બાદ એક સ્થાનિક પત્રકારે
તેમને હૉકીના જાદૂગર તરીકે નવાજ્યા હતા.
મને આગળ વધારવાની જવાબદારી દેશની નથી, મારી જવાબદારી છે કે હું દેશને આગળ વધારું: ભારતના હોકીવીરે હિટલરને રોકડું પરખાવેલું
- ધ્યાનચંદે 12 ગોલ ફટકાર્યા તો સહગલે ખુશ થઈને 14 ગીત ગાયા
- બ્રેડમેને કહેલું, બેટ્સમેન જેમ રન બનાવે તેમ ધ્યાનચંદ ગોલ ફટકારે છે
- વિવિધ રમતો અને તેના ખેલાડીઓની સંખ્યા
નેશનલ સ્પોર્ટ એવોર્ડ દર વર્ષે રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિના- હસ્તે 29 ઓગસ્ટના દિવસે આપવામાં આવે છે.
- ખેલ પુરસ્કારોની ઇનામી રકમમાં આ વર્ષે નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. ખેલ રત્નમાં
- હવે 25 લાખ રૂપિયાનું ઇનામ છે, જે અગાઉના સાડા સાત લાખ કરતા ઘણું વધારે છે.
- અર્જુન પુરસ્કારની ઇનામની રકમ 5 લાખથી વધારીને 15 લાખ કરવામાં આવી છે.
- અગાઉ દ્રોણાચાર્ય (આજીવન) પુરસ્કાર વિજેતાઓને 5 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા
- જે વધારીને 15 લાખ રૂપિયા કરવામાં આવ્યા છે. દ્રોણાચાર્ય (નિયમિત) એવોર્ડ મેળવનાર
- દરેક કોચને 5 લાખને બદલે 10 લાખ રૂપિયા મળે છે.
- Common wealth Games - 2022
- 2022માં બર્મિંગહામ ખાતે આયોજિત કોમન વેલ્થગેમમાં ભારતીય ખેલાડીઓએ
- સારુ પ્રદર્શન કરી દેશનું નામ રોશન કરેલ છે. ભારતે 22 ગોલ્ડ મેડલ, 16 સિલ્વર મેડલ
- અને 23 બ્રોંઝ મેડલ જીતી ચોથો ક્રમ મેળવેલ છે.
- જુદી જુદી 16 રમતોમાં ભારતના કુલ 210 ખેલાડીઓએ ભાગ લીધો હતો.
- જેમાં 106 પુરુષ ખેલાડી અને 104 મહિલા ખેલાડીઓ હતા.
- હોકી ખેલાડી મનપ્રીત સિંહ અને બેડમિન્ટન એથ્લેટ પી.વી. સિંધુએ ઉદઘાટન સમારોહના દેશના ધ્વજધારક
- બન્યા હતા.