મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

Showing posts with label Dandi kuch. Show all posts
Showing posts with label Dandi kuch. Show all posts

11 March, 2021

દાંડીકૂચ

 12 માર્ચ થી 6 એપ્રિલ 1930



12 માર્ચ 1930ના દિવસે ગાંધીજીએ અમદાવાદથી દાંડીકૂચની શરૂઆત કરી હતી. સવારે સાડા છ વાગ્યે 78 સત્યાગ્રહીઓ  (ગાંધીજી સાથે કુલ 79 ) ગાંધીજીએ મીઠાના કાયદાને તોડવા માટે દાંડી તરફ કૂચનો આરંભ કર્યો હતો. અને અધવચ્ચેથી 2 સાથીદારો આ યાત્રામા જોડાય છે આમ ગાંધીજી સાથે કુલ 81 લોકોએ આ કુચમાં ભાગ લીધો હતો.

અંગ્રેજો એ 10 પાઇના મીઠા પર 200 પાઈની જકાત નાખી હતી એટલા માટે ગાંધીજીએ દાંડીકૂચ કરવાનો નિર્ણય કર્યો. 



નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં  અરબી સમુદ્રના કિનારે વસેલું એક ગામ જ્યાં આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ મીઠાનો સત્યાગ્રહ કરવાનું પસંદ કર્યું અને એ ઐતિહાસિક સ્થળ એટલે દાંડી.

સને 1930માં મહાત્મા ગાંધી દ્વારા બ્રિટીશરો મીઠા ઉપર લાદવામાં આવેલ કરના વિરુદ્ધ અહિંસક નાગરિક અસહકાર કૂચ કરવામાં આવી જે ‘મીઠાના સત્યાગ્રહ’ તરીકે ઓળખાય છે.

આ કૂચમાં સૌથી વયસ્ક સત્યાગ્રહી મહાત્મા ગાંધી પોતે હતા, જ્યારે સૌથી નાના સત્યાગ્રહી વિઠ્ઠલ લીલાધર ઠાકર હતા.

 આખરે 24 દિવસ અને 241 માઇલની યાત્રા બાદ 5 એપ્રિલના રોજ 80 સત્યાગ્રહીઓથી શરૂ કરેલું જૂથ મોટી સંખ્યામાં દાંડી પહોંચ્યું. 6 એપ્રિલની સવારે ગાંધીજીએ ચપટી મીઠું હાથમાં લઈને મીઠાના કાયદાનો ભંગ કર્યો. 



૫ ફેબ્રુઆરીએ સમાચારપત્રોએ ખબર છાપી કે ગાંધીજી મીઠાના કાયદાને ભંગ કરી સવિનય કાનૂનભંગની ચળવળ શરૂ કરશે. આ સત્યાગ્રહ ૧૨ માર્ચે શરૂ થશે અને ૬ એપ્રિલે મીઠાના કાયદાના ભંગ સાથે દાંડી ખાતે સમાપ્ત થશે

કૂચ માટે ગાંધીજી કડક શિસ્ત અને અહિંસાના હિમાયતી હતા. આ કારણોસર જ તેમણે કૂચ માટે કોંગ્રેસ પક્ષના સભ્યોના બદલે પોતાના આશ્રમમાં પ્રશિક્ષિત સ્વયંસેવકો પર પસંદગી ઉતારી હતી

૮ જિલ્લા અને ૪૮ ગામોને આવરી લેતી ૨૪ દિવસની કૂચ દરમિયાન રાત્રિરોકાણ, સંપર્કો અને સમય આયોજન સાથેની યોજના તૈયાર કરવામાં આવી. કૂચ પહેલાં ગાંધીજીએ પ્રત્યેક ગામમાં પોતાના સ્વયંસેવકો મોકલ્યા જેથી તે સ્થાનિકો સાથે મળીને રાત્રિરોકાણની વ્યવસ્થા કરી શકે.

૨ માર્ચ ૧૯૩૦ના રોજ ગાંધીજીએ વાઇસરોય ઇરવીન સમક્ષ એક પ્રસ્તાવ રજૂ કર્યો જે અંતર્ગત જો વાઇસરોય જમીન મહેસૂલ આકારણીમાં રાહત, સૈન્ય ખર્ચમાં ઘટાડો, વિદેશી કપડાં પર કરવધારો અને મીઠાનો કર સમાપ્ત કરવા સહિતની અગિયાર માંગણીઓ સ્વીકારવા તૈયાર હોય તો કૂચ રોકવાનો પ્રસ્તાવ મોકલ્યો. વાઇસરોયે ગાંધીજીને મળવાનો ઇન્કાર કરી આ પ્રસ્તાવને ફગાવી દીધી.



દાંડી સત્યાગ્રહ અથવા દાંડીકૂચ એ મહાત્મા ગાંધીના નેતૃત્ત્વમાં અંગ્રેજ શાસન સામે કરવામાં આવેલ અહિંસક સવિનય કાનૂનભંગની ચળવળ હતી. ૧૨ માર્ચ થી ૬ એપ્રિલ ૧૯૩૦ દરમિયાન ૨૪ દિવસ સુધી ચાલેલી આ લડતમાં અંગ્રેજ સરકારના મીઠા પરના એકાધિકાર તેમજ મીઠા પર લગાડવામાં આવેલા કર વિરૂદ્ધ અહિંસક પ્રતિરોધ દ્વારા પ્રત્યક્ષ કાર્યવાહીનું અભિયાન શરૂ કરવામાં આવ્યું. મહાત્મા ગાંધીપોતાના 78 વિશ્વાસુ સ્વયંસેવકો સાથે આ સત્યાગ્રહની શરૂઆત કરી.

૨૪ દિવસ સુધી પ્રતિદિન ૧૦ માઇલ અંતર કાપતી આ કૂચ સાબરમતી આશ્રમથી શરુ થઈ નવસારી નજીક દરિયાકિનારે આવેલા દાંડી ગામે પૂરી કરવામાં આવી. માર્ગમાં હજારો ભારતીયો આ કૂચમાં જોડાતા ગયા.



 6 એપ્રિલ ના રોજ સવારે ૬:૩૦ કલાકે ગાંધીજી ચપટી મીઠુ ઉપાડી બોલ્યા " નમક કા કાનૂૂૂન તોડ દિયા"  મીઠાનો કાયદો તોડી નાખ્યો જેના પરિણામે સમગ્ર દેશમાં આવા અહિંસક સવિનય અવજ્ઞા આંદોલન શરૂ થયા

મીઠાના સત્યાગ્રહ દરમિયાન લગભગ ૬૦,૦૦૦ જેટલાં ભારતીયોને જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા.

આ કૂચમાં ગાંધીજી સહિત કુલ 79 સ્વયંસેવકોએ ભાગ લીધો જે પૈકી મોટાભાગનાની ઉંમર ૨૦ થી ૩૦ વર્ષની હતી. જેમ જેમ કૂચ આગળ વધતી રહી તેમ માર્ગમાં હજારો ભારતીયો આ કૂચમાં જોડાતા ગયા




ગાંધીજીએ ત્યાં ઉપસ્થિત જનતાને સંબોધતા કહ્યું કે ‘હુ બ્રિટિશ સામ્રાજ્ય રૂપી ઈમારતના પાયામાં લૂણો લગાડું છું’ 
દાંડીકુચે ભારતના લોકોમાં અપૂર્વ જાગૃતિ, અપાર શ્રદ્ધા, ચેતના અને એકતા જગાવવાનું અદ્દભુત કાર્ય કર્યું. સમગ્ર દેશમાં મીઠાના કાયદના ભંગ કરવાના સત્યાગ્રહો થયા. 

શ્રી મહાદેવભાઈ દેસાઈએ દાંડીકૂચને ગૌતમ બૂદ્ધના ‘મહાભિનિષ્ક્રમણ’સાથે સરખાવી. 

ભારતની આઝાદીમાં મહત્વનો ભાગ ભજવનાર આ દિવસ આઝાદી તરફ પ્રણાયનો ખુબ જ યાગદાર દિવસ છે. આમતો ભારતના ઈતિહાસમાં રસ ધરાવતા દરેક વ્યક્તિને દાંડીકૂચ યાત્રાવિશે ખ્યાલ તો હશે જ. આધુનિક શિક્ષણમાં પણ આજે ભારત દેશની આઝાદીમાં ફાળો આપનાર ક્રાંતિકારીને, દાંડીકૂચ જેવા બનેલા અનેક પ્રસંગો વિશે ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવે છે. આવું જ એક પ્રકરણ કે જે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન માં ભણાવવામાં આવે છે.

દાંડીકૂચ દરમિયાન વિદેશી કાપડનો બહિષ્કાર, દારૂબંધી, હિન્દુ-મુસ્લિમ એકતા, અસ્પૃશ્યતા નિવારણ વગેરે અનેક રચનાત્મક કાર્યક્રમોનું આયોજન કરાયું. 



દાંડી કૂચ સંબંધિત રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારક નામનું એક સ્મારક સંગ્રહાલય ૩૦ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ દાંડી ખાતે ખુલ્લુ મૂકવામાં આવ્યું છે આ મહત્ત્વપૂર્ણ અને યાદગાર પ્રસંગના સ્મરણાર્થે તાજેતરમાં જ દાંડીમાં National Salt Satyagraha Memorial બનાવવામાં આવેલ છે. જેનું 30 જાન્યુઆરી 2019ના રોજ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું.દાંડીમાં આવેલ National Salt Satyagraha Memorialમાં મહાત્મા ગાંધીની વિશાળ પ્રતિમાની સાથે તે 80 સત્યાગ્રહીઓના જીવન કદની મૂર્તિઓ પ્રદર્શિત કરવામાં આવી છે. ઉપરાંત દાંડીકૂચની વિવિધ મહત્ત્વની ઐતિહાસિક ઘટનાઓનું નિરૂપણ કરતાં 24 વર્ણનાત્મક ભીંતચિત્રો પણ ઉપસાવવામાં આવ્યા છે. સાધારણ પ્રવેશ ફી ભરી આ મેમોરીયલની મુલાકાત લઈ શકાય છે.


દાંડીયાત્રામાં અસલાલી, બારેજા, નડિયાદ, આણંદ, બોરીઆવી, રાસ, જંબુસર, ભરૂચ, સુરત, નવસારી જેવાં નાનાં-મોટાં નગરોમાં સભાઓ કરી લોકોને સવિનયકાનૂન ભંગ અને મીઠાના કાયદાનો ભંગ શા માટે કરવાનો તેની સાચી સમજ આપી.

 દાંડીયાત્રાના પ્રથમ દિવસે ભાટ ગામની સભામાં ગાંધીજીએ પ્રતિજ્ઞા કરી કે, ‘હું કાગડા-કુતરાના મોતે મરીશ, પરંતું સ્વરાજ્ય મળે નહિ ત્યાં સુધી આશ્રમમાં પછો નહિ ફરું.’ 

સુરતથી દાંડી 26 કિ.મીના અંતરે આવેલું છે.

આ દાંડીયાત્રાનું અંતર અમદાવાદથી આશરે 241 માઇલ(385 કિમી) જેટલું છે.



દાંડી રુટને ગુજરાત સરકાર દ્વારા  દાંડી હેરિટેજ રુટ તરીકે જાહેર કરવામાં આવ્યો છે અને તેનુ નામ NH-64 રાખવામાં આવ્યું છે

2005માં દાંડીયાત્રાના 75 વર્ષની ઉજવણી એ સરકાર દ્વારા 5 રુપિયાનો સિક્કો બહાર પાડ્યો હતો.



દાંડીયાત્રા દરમિયાન ગાંધીજીને સરોજીની નાયડૂ મળવા આવે છે.



દાંડીયાત્રાને કેમેરામાં કેદ કરનાર વ્યક્તિ મેજર બળવંતરાઇ ભટ્ટ હતા.

કસ્તુરબા ચંડોળા તળાવથી(અમદાવાદ) પાછા સાબતમતી આશ્રમ ફર્યા હતા.

સમગ્ર દાંડીયાત્રાનું રીપોર્ટીંગ વેબમીલર નામના અમેરિકન પત્રકાર દ્વારા કરવામાં આવ્યું હતું. 

ખેર સાહેબ પોતાના ભજન " વૈષ્ણ વજન તો તેને કહીએ ..." થી દાંડીકૂચની શરુઆત કરી હતી.

દાંડીયાત્રાનું ચિત્રાંકન આલ્બમ કનુભાઇ દેસાઇ દ્વારા કરવામા આવ્યુ હતુ.

જૂની 500 રુપિયાની નોટ પર પાછળના ભાગે દાંડીકૂચની ચિત્ર મુકેલ છે.



દાંડીયાત્રા દરમિયાન ગાંધીજીની ઉંમર 61 વર્ષ હતી.

વિશ્વના 10 મોટા સ્વાતંત્ર્ય સંગ્રામોમાં દાંડીકૂચને સ્થાન મળેલ છે.

મીઠાના સત્યાગ્રહનું સ્મારક ધરાસણામાં આવેલ છે.

મહાત્મા મંદીર અને દાંડીકૂટીર ગાંધીનગરમાં આવેલ છે.



દાંડી સ્મારક દાંડી ખાતે નવસારીમાં આવેલ છે.

સુભાષચંદ્ર બોઝે દાંડીકૂચને નેપોલિયનની પેરિસ માર્ચ અને મુસોલિનીની રોમ માર્ચ સાથે સરખાવી હતી.

મહાદેવભાઇ દેસાઇ એ   દાંડીકૂચને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવી હતી.

૨૦૦૫માં દાંડી કૂચના ૭૫ વર્ષની ઉજવણી રૂપે ટપાલ વિભાગ દ્વારા ટપાલ ટિકિટ  બહાર પાડવામાં આવેલ