મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

Showing posts with label ચંદ્રયાન. Show all posts
Showing posts with label ચંદ્રયાન. Show all posts

17 August, 2023

રાષ્ટ્રીય સ્પેસ દિવસ (National Space Day)

 રાષ્ટ્રીય સ્પેસ દિવસ

 (National Space Day)

23  ઓગસ્ટ


ભારતની ઇસરો સંસ્થા દ્વારા 23 ઓગસ્ટ 2023ના રોજ ચંદ્રયાન 3 નુ ચંદ્રની ધરતી પર સફળતાપૂર્વક લેન્ડિંગ કર્યુ તેના સન્માનમા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 23 ઓગસ્ટને રાષ્ટ્રીય સ્પેસ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી.
 સાથે જે સ્થળ પર લેન્ડર લેંડ થયુ તે સ્થળને શીવ શક્તિ પોઇંટ નામ આપવામા આવ્યુ.

2024 માટે રાષ્ટ્રીય અવકાશ દિવસની થીમ Theme “ચન્દ્રને સ્પર્શ કરતી વખતે જીવનને સ્પર્શવું: ભારતની અવકાશ સાગા” (“Touching Lives while Touching the Moon: India’s Space Saga.”) છે. જે સમાજ અને ટેકનોલોજી પર અવકાશ સંશોધનની ઊંડી અસર પર ભાર મૂકે છે. તેનો હેતુ અવકાશ સંશોધનની સમાજ પર સકારાત્મક અસરને પ્રકાશિત કરવાનો છે.








ભારતે અત્યાર સુધીમા કુલ ચંદ્ર પર 3 મિશનો કર્યા છે જેની વિગત અહિ આપવામા આવી છે.

મિશન ચંદ્રયાન-1

  • 15 ઓગસ્ટ, 2003 ના રોજ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયી દ્રારા લાલા કિલ્લા પરથી Chandrayaan-1 ની જાહેરાત કરવામાં આવી.
  • 22 ઓક્ટોબર 2008 ના રોજ આંધ્રપ્રદેશના શ્રી હરિકોટામાં આવેલ સતીશ ધવન સ્પેસ સેન્ટર દ્રારા Chandrayaan 1 નું સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું જે 8 નવેમ્બર 2008 ના રોજ ચંદ્રની ઓર્બીટમાં પહોંચ્યું. ચંદ્રયાન-1નું ટેક-ઓફ વજન 1380 કિગ્રા હતું
  • જને 14 નવેમ્બરના રોજ સ્પેસક્રાફ્ટ ઈરાદાપૂર્વક ચંદ્રની સપાટી પર મૂન ઈમ્પેક્ટ પ્રોબનું ક્રેશ લેન્ડિંગ થયું.
  • મૂન ઈમ્પેક્ટ પ્રોબનું ક્રેશ લેન્ડિંગ થયા બાદ આ ચંદ્રાયન 1 એ લગભગ 1 વર્ષ સુધી ચંદ્રની ઓર્બીટમાં 3400 ચક્કર માર્યા અને ડેટા મોકલે છે જેમાં ચંદ્રમાં પાણી હોવાનું જાણવા મળ્યું.
  • મિશન Chandrayaan 1 સાથે છેવટે 29 ઓગસ્ટ 2009 ના રોજ સંપર્ક તૂટી ગયો.

મિશન ચંદ્રયાન-2

  • મિશન Chandrayaan 2 એ 2013 માં રશિયન સ્પેસ એજન્સીના સહયોગથી લોન્ચ કરવાનું હતું પરંતુ જ્યારે રશિયા આ કરારમાંથી બહાર થઈ ગયું ત્યારે ઇસરોએ આ મિશન પોતાની રીતે લોન્ચ કરવાનું નક્કી કર્યું.
  • 22 જુલાઈ 2019ના રોજ આંધ્રપ્રદેશના શ્રી હરિકોટામાં આવેલ સતીશ ધવન સ્પેસ સેન્ટર દ્રારા Chandrayaan 2 નું સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું જે 20 ઓગસ્ટ 2019 ના રોજ ચંદ્રની ઓર્બીટમાં પહોંચ્યું. ચંદ્રયાન-2નું વજન 3850 કિગ્રા હતું.
  • 6 સપ્ટેમ્બર 2019 ના રોજ વિક્રમ લેન્ડર લેન્ડિંગ કરવાનું હતું પણ અચાનક લેન્ડર સાથે સંપર્ક તૂટી જતા આ મિશન અસફળ થયું હતું.


મિશન ચંદ્રયાન-3

Indian Space Research Organization (ISRO) દ્રારા લોન્ચ કરવામાં આવેલ મિશન ચંદ્રયાન-2 નું ચંદ્ર પર અસફળ લેન્ડિગ થયાના ચાર વર્ષ પછી ફરીથી ભારતીય અવકાશ સંશોધન કેન્દ્ર (ઇસરો) દ્રારા ચંદ્રયાન-3 લોન્ચિંગ કરવામાં આવ્યું છે. જે આંધ્રપ્રદેશના શ્રી હરિકોટામાં આવેલ સતીશ ધવન સ્પેસ સેન્ટર માંથી 14 જુલાઇ  2023ને શુક્રવારે બપોરે 2:35 વાગ્યે લૉન્ચ કરાયું છે. જેનું સફળતાપૂર્વક  લોન્ચિંગ થઈ ગયું છે, જેને ચંદ્ર પર જતા 42 દિવસનો સમય લાગશે જે અંદાજીત  23 ઓગ્સ્ટના 2023 રોજ ચંદ્રની સપાટી પર સાંજે 6:04 કલાકે  સોફ્ટ લેન્ડિંગ કરશે.

જો ચંદ્રયાન-3 નું ચંદ્ર પર સફળતા પૂર્વક લેન્ડિગ થઈ ગયું તો ચંદ્ર પર જનાર ભારત દુનિયાનો ચોથો દેશ હશે. અને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર જનાર પ્રથમ દેશ બનશે.

ISRO જે મિશન ચંદ્રયાન-3 લોન્ચ કરવા માટે તૈયાર છે, તે સમગ્ર પ્રોજેક્ટની દેખરેખ પી. વીરમુથુવેલ કરી રહ્યા છે

ચંદ્રયાન-3માં ઓર્બિટરની જગ્યાએ સ્વદેશી પ્રોપલ્શન મોડ્યુલનો ઉપયોગ કરવામાં આવ્યો છે

  • LVM-3 રોકેટ દ્વારા ચંદ્રયાન-3ને અવકાશમાં લઈ જવામાં આવશે
  • આ રોકેટનું વજન 642 ટન જ્યારે ઉંચાઈ 143 ફૂટ છે


Chandrayaan 3 ને છોડવા માટે ISRO LVM-3 રોકેટ લોન્ચરનો ઉપયોગ કરવામાં આવ્યું છે જે ભારે ઉપગ્રહોને અવકાશમાં છોડી શકે છે. તે 43.5 મીટર એટલે કે લગભગ 143 ફૂટ ઉંચી છે. જેનું વજન 642 ટન છે. આ LVM-3 રોકેટની આ ચોથી ઉડાન હશે. આ ચંદ્રયાન-3 ને જીઓસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટમાં છોડશે. એટલે કે 170×36500 કિલોમીટરની લંબગોળ ભ્રમણકક્ષા Chandrayaan 3 છોડશે.



પેલોડ્સ એટલે એવા સાધનો કે જે ચંદ્ર પર જઈને વિવિધ પ્રકારની પ્રકારની તપાસ કરે છે. જેમાં ચંદ્રયાન-3ના લેન્ડર, રોવર અને પ્રોપલ્શન મોડ્યુલમાં કુલ છ પેલોડ જઈ રહ્યા છે. જેમાં લેન્ડર Rambha-LP, ChaSTE અને ILSAથી સજ્જ છે. રોવર APXS અને LIBS સાથે ફીટ છે. પ્રોપલ્શન મોડ્યુલમાં પેલોડ્સ આકાર (SHAPE) ફીટ કરવામાં આવે છે.




ચંદ્ર પર 14 દિવસ-રાત અને 14 દિવસ પ્રકાશ હોય છે. જ્યારે અહીં રાત હોય છે, એટલે કે પુથ્વી ના 14 દિવસ એટલે ચંદ્ર પર દિવસ થાય છે. જ્યારે Chandrayaan 3 નું લેન્ડિંગ થશે ત્યારે ત્યાંનું તાપમાન – 100 ડીગ્રી સેલ્સિયસથી નીચે જાય છે. જેથી ચંદ્રયાનનું લેન્ડર અને રોવર તેમની સોલર પેનલથી પાવર જનરેટ કરશે. એટલા માટે તેઓ 14 દિવસ સુધી પાવર જનરેટ કરશે, પરંતુ રાત્રિના સમયે પાવર જનરેશન પ્રક્રિયા બંધ થઈ જશે. જો ત્યાં પાવર જનરેશન ન હોય તો ઇલેક્ટ્રોનિક્સ સખત ઠંડીનો સામનો કરી શકશે નહીં અને બગડી જશે.  ISRO  નું ચંદ્રયાન-૩ ચંદ્રના દક્ષિણ ધ્રુવમાં લેન્ડ કરશે જે એક વિચિત્ર સ્થળ છે. અહીં સૂર્ય માત્ર ક્ષિતિજમાં હોય છે તેથી લાંબા-લાંબા પડછાયા બને છે. જેના કારણે સપાટી પર કશું સ્પષ્ટ દેખાતું નથી.

ચંદ્ર પર પહોંચવામાં કેટલો સમય લાગે છે તે રોકેટની ડિઝાઈન, ઉપયોગમાં લેવાતું ઈધન, અને ચંદ્રયાનની ગતિ પરથી નક્કી થતું હોય છે. અંતરીક્ષમાં લાંબી દુરી કરવામાં હાઈસ્પીડ રોકેટ જોઈએ. એટલે કે ભારત પાસે અમેરિકાની સ્પેસ એજન્સી નાસા જેટલું શક્તિશાળી રોકેટ નથી કે જે ચંદ્રયાન-3 સીધું ચંદ્ર પર લઈ જઈ શકે. પરંતુ ઇસરો ઓછા ખર્ચમાં સારુ કામ કરવા માટે જાણીતું છે.

તે માટે ઇસરોએ ગુરુત્વાકર્ષણ બળની મદદથી ચંદ્ર સુધી પહોંચવાનો બીજો રસ્તો શોધ્યો. જે Chandrayaan 3 ને ચંદ્ર સુધી લઈ જવામાં મદદ કરશે. તે માટે Chandrayaan 3 નો વધુ સમય ચંદ્રની પરિક્રમામાં જતો રહેશે.

પૃથ્વીથી ચંદ્રનું અંતર લગભગ 4 લાખ કિલોમીટર છે અને પૃથ્વીથી મંગળનું અંતર લગભગ 3,390 લાખ કિલોમીટર છે. તેમ છતાં નિષ્ણાતો માને છે કે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ મંગળ કરતાં વધુ જોખમી છે. આના 3 મુખ્ય કારણો છે. (1) ચંદ્ર પર વાયુમંડળ ન હોવું (2) ચંદ્ર પર GPSનો અભાવ (3) ચંદ્રનું દક્ષિણ ધ્રુવ વિચિત્ર સ્થળ


  • વિશ્વના 6 દેશો દ્વારા મૂન મિશન હાથ ધરવામાં આવ્યા હતા
  • વિવિધ દેશો દ્વારા અત્યાર સુધીમાં 110 મૂન મિશન હાથ ધરવામાં આવ્યા છે. તેમાંથી 68 મિશન સફળ રહ્યા છે. 42માં નિષ્ફળતા મળી છે
  • 12 લોકો અત્યાર સુધી ચંદ્રની સપાટી ઉપર જઈ આવ્યા છે
  • અમેરિકા અને રશિયા જ ચંદ્ર ઉપર સૌથી વધુ સફળ મિશન કરનારા દેશ છે, તેમના કુલ 64 મિશનમાંથી 43 મિશન સફળ થયા છે
  • અમેરિકા, રશિયા અને ચીન જ ચંદ્ર ઉપર સોફ્ટ લેન્ડિંગ કરવામાં સફળ રહ્યા છે.



વધુ માહિતી માટે 
ચંદ્રાયાન -1  વિશેની માહિતી માટે અહિ ક્લિક કરો.
ચંદ્રાયાન -2  વિશેની માહિતી માટે અહિ ક્લિક કરો.
ચંદ્રાયાન -3  વિશેની માહિતી માટે અહિ ક્લિક કરો.