મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

Showing posts with label વિશેષ દિન. Show all posts
Showing posts with label વિશેષ દિન. Show all posts

28 July, 2021

International Tiger Day (વિશ્વ વાઘ દિવસ )

 

International Tiger Day (વિશ્વ વાઘ દિવસ )

29 જુલાઇ

 વિશ્વભરમાં દર વર્ષે 29 જુલાઇના દિવસે ‘ વાઘ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે.

 હાલમાં વાઘ એ લુપ્ત થતી પ્રજાતી છે. 

આથી વિશ્વમાં અત્યંત ઝડપથી ઘટી રહેલી વાઘોની વસતીને જોતાં વર્ષ 2010થી દર વર્ષે 29 જુલાઈને ‘વર્લ્ડ ટાઈગર ડે'(વિશ્વ વાઘ દિવસ) તરીકે મનાવવામાં આવે છે. 

સૌથી પેહલાં 2010માં રશિયાના સેન્ટ પીટર્સબર્ગના વાઘ સંમેલનમાં વાઘોના સંરક્ષણ માટે ‘વિશ્વ વાઘ દિવસ’ મનાવવાની શરૂઆત થઈ હતી. ત્યાર પછી સમગ્ર દુનિયામાં દર વર્ષે 29 જુલાઈને ‘વિશ્વ વાઘ દિવસ’ તરીકે મનાવવાામાં આવે છે.



2010માં રશિયાના સેન્ટપીટર્સબર્ગમાં વાઘને બચાવવા માટે શિખર સંમેલન થયું હતું, આ સંમેલનમાં 2022 સુધીમાં વાઘની સંખ્યા બમણી કરવાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું હતું. તે વખતે ભારતમાં વાઘની સંખ્યા 1706 હતી.

વિશ્વભરમાં આજે વાઘ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. આ અવસરે તેમના સંરક્ષણ પ્રત્યે જાગરૂકતા ફેલાવવા માટે કેટલાય કાર્યક્રમ યોજાઇ રહ્યા છે. સમયની સાથે વિલુપ્ત થતા વન્ય જીવોમાં વાઘ પણ એવુ પ્રાણી છે જેની સંખ્યા ઝડપથી ઘટી રહી છે. એક રિપોર્ટ અનુસાર વિશ્વમાં હાલ માત્ર 5574 જંગલી વાઘ બચ્યા છે. 20મી શતાબ્દીની શરૂઆતથી જ નિષ્ણાંતો વિશ્વમાં ઘટતી વાઘની સંખ્યાથી ચિંતિંત છે.


વાઘ વિશેની જાણવા જેવી બાબતો....
 વાઘ એ  બિલાડી પ્રજાતીનું સૌથી મોટુ જાનવર છે. 

 ધ્રુવિય રિંછ અને ભૂરા રિંછ બાદ ધરતી પરનું સૌથી મોટુ માંસાહારી જાનવર છે.

વાઘ  પીળા જેવા રંગમાં કાળા પટ્ટાઓ જોવા મળે છે. જોકે કેટલાક દેશોમાં ફક્ત સફેદ રંગ ના વાઘ પણ જોવા મળે છે.

જંગલમાં રહેતા વાઘનું જીવન આશરે 10 વર્ષ છે, પરંતુ જો તેનું ધ્યાન રાખવામાં આવે તો તે 20 થી 25 વર્ષ જીવી શકે છે.

માદા વાઘનું ગર્ભધારણ 3.5 મહિના હોય છે, તે એક વખતમાં 3થી 4 બચ્ચાને જન્મ આપે છે.

વાઘના મગજનું વજન 300 ગ્રામ હોય છે આ તમામ માંસાહારી જાનવરોમાં બીજુ સૌથી મોટુ દિમાગ છે.

 એક ટાઈગરની ટ્રોંગ એટલી મજબૂત હોય છે કે, તે મર્યા બાદ પણ થોડો સમય ઉભો રહી શકે છે.

વાઘ નવ પ્રકારના હોય છે, પરંતુ છેલ્લા 80 વર્ષમાં ત્રણ પ્રકારના વાઘ વિલુપ્ત થઈ ગયા.

એક વાઘ 300 કિલો વજન અને 13 ફૂટ સુધી લાંબો હોઈ શકે છે

સફેદ રંગનો વાઘ પેદા થવાના ચાંસીસ 10000માંથી કોઈ એકને છે.

 વાઘના શરીર પર મળતી ડિઝાઈન પણ આપણી ફિંગરપ્રિંટની જેમ યૂનિક હોય છે.

એક વાઘ 18 hz સુધીનો અવાજ પેદા કરી શકે છે અને તેની દહાડ 3 કિલોમીટર સુધી સાંભળી શકાય છે.

નર વાઘ અને માદા સિંહના શારીરિક સંબંધથી પેદા થયેલા બચ્ચાને Tigong કહેવાય છે અને નર સિંહ અને માદા વાઘના શારિરીક સંબંધથી પેદા થયેલા બચ્ચાને Ligers કહેવામાં આવે છે

 તમને જાણીને નવાઈ લાગશે કે, વાઘના કાનની પાછળ સફેદ રંગના દાઘ હોય છે

વાઘ માત્ર માંસ ખાય છે. તે શિકાર કરવા માટે રાત પડવાની રાહ જુએ છે.

 વાઘની અંધારામાં જોવાની ક્ષમતા માણસ કરતા 6 ઘણી વધારે હોય છે. 

તે હંમેશા ગરદનના પાછળના ભાગમાં જ વાર કરે છે

વાઘ 65 કિમી પ્રતિ કલાકની સ્પીડથી ભાગી શકે છે અને સળંગ 6 કિમી સુધી તરી પણ શકે છે.

વાઘ, 30 ફૂટ લાંબી છલાંગ અને 12 ફૂટ ઊંચી છલાંગ લગાવી શકે છે.

 વાઘના શરીરનો દરેક ભાગ, મૂંછથી લઈ પૂંછ સુધી બજારમાં વેચવો કે ખરીદવો ગુનો છે

ભારત સહિત બાંગ્લાદેશ, મલેશિયા અને સાઉથ કોરિયાનું રાષ્ટ્રિય પ્રાણી વાઘ છે.

મોટા ભાગના જીવોની જેમ, વાઘ માં પણ માદા અને નર ના કદમાં થોડો તફાવત છે. નર વાઘની લંબાઈ 8 ફુટથી 13 ફુટ સુધીની હોય છે, અને જો આપણે માદા વાઘ ની ​​લંબાઈ વિશે વાત કરીએ તો તે 6 ફૂટથી 9 ફૂટ સુધીની છે. અને કેટલીકવાર માદા પણ ખૂબ મોટી હોય છે.

નર વાઘનું વજન લગભગ 90 કિલોથી 300 કિગ્રા જેટલું હોય છે, જ્યારે સ્ત્રી વાઘ નું વજન લગભગ 70 કિલોથી 170 કિગ્રા જેટલું હોય છે. ભારતના બંગાળ વાઘની વાત અલગ છે કારણ કે તેનું વજન વિશ્વમાં હાજર તમામ વાઘ માં સૌથી વજનદાર છે. બંગાળના વાળનું વજન આશરે 350 કિલો સુધી હોય શકે છે.

વાઘ મોટાભાગે રાત્રે શિકાર કરે છે અને એક જ રાતમાં 25 કિલોથી વધુ માસ ખાઈ શકે છે.





વિશ્વમાં વાઘની લગભગ 70 ટકા વસતી ભારતમાં રહે છે. દેશમાં 3167 વાઘ છે, જ્યારે સમગ્ર વિશ્વમાં માત્ર 5574 વાઘ જ બચ્યા છે. 

ભારતમાં દર 4 વર્ષે વાઘોની ગણતરી કરવામાં આવે છે, વર્ષ 2018માં કરવામાં આવેલ ગણતરી ગીનીસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાઇ છે.

સૌપ્રથમ વખત વાઘોની વસતિ ગણતરી 2006માં કરવામાં આવી હતી.

 વૈશ્વિક સ્તર પર માત્ર 2.5 ટકા ભૂમિ, ચાર ટકા વરસાદ અને વિશ્વની 16 ટકા વસતી હોવા છતાં ભારત વિશ્વનું આઠ ટકા જૈવ વિવિધતા ધરાવતું ઘર છે, જેમાં વાઘની 70 ટકા વસતી પણ સામેલ છે. આપણે 12 ટાઇગર રેન્જ દેશોનું નેતૃત્વ કરવા માટે તૈયાર છીએ. 

વિશ્વમાં ભારત ઉપરાંત બાંગ્લાદેશ, ભૂટાન, કમ્બોડિયા, ચીન, ઇન્ડોનેશિયા, લાઓ પીડીઆર, મલેશિયા, મ્યાનમાર, નેપાળ, રશિયા, થાઇલેન્ડ અને વિયતનામમાં વાઘ જોવા મળે છે. ગત વર્ષની વાઘ ગણના રિપોર્ટ અનુસાર ભારતમાં વર્ષ 2006ની સરખામણીમાં 2018માં વાઘની સંખ્યા બેગણી થઇ ગઇ હતી. 

વાઘ ગણના અનુસાર, દેશમાં સૌથી વધારે વાઘ મધ્યપ્રદેશમાં છે. દેશના આઠ રાજ્યોમાં વાઘની સંખ્યા 100થી વધારે છે. મધ્યપ્રદેશમાં 785 વાઘ, કર્ણાટકમાં 563 વાઘ, ઉત્તરાખંડમાં 560 વાઘ, મહારાષ્ટ્રમાં 444 વાઘ, તમિલનાડુમાં 306 વાઘ, અસમમાં 227 વાઘ, કેરળમાં 213 વાઘ, ઉત્તર પ્રદેશમાં વાઘની સંખ્યા 205 છે. 

વાઘ ગણના અનુસાર વર્ષ 2006માં વાઘની સંખ્યા 1411 હતી, વર્ષ 2010માં વાઘની સંખ્યા 1706, વર્ષ 2014માં વાઘની સંખ્યા 2226 હતી જ્યારે વર્ષ 2018માં વાઘની સંખ્યા વધીને 2967 સુધી પહોંચી છે

આજે આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ છે, ત્યારે આજે આપણે જાણીશું કે, શા માટે વાઘને રાષ્ટ્રીય પ્રાણીઓનું દરજ્જો મળ્યો ? 


વાઘ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે, એ આપણે જાણીએ છીએ પરંતુ એ જાણીએ કે શા માટે ? કદાચ ઘણાં ઓછાં લોકો જાણતાં હશે કે વાઘ પહેલાં આપણું રાષ્ટ્રીય પ્રાણી સિંહ હતું.

1972 સુધી ‘સિંહ’ આપણું રાષ્ટ્રીય પ્રાણી રહ્યું હતુ. ત્યારબાદ ભારત સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો.
વર્ષ 1970 બાદ વાઘની સંખ્યામાં ભારે ઘટાડો આવ્યો હતો અને ભારતનાં 16 રાજ્યોમાં માત્ર 1800 જેટલા જ વાઘ બચ્યા હતા. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એક ખાસ મિશન હેઠળ સિંહને બદલે વાઘને રાષ્ટ્રીય પ્રાણી તરીકે સ્થાન આપવાનોનું નક્કી કરવામાં આવ્યું.

9 જુલાઇ 1969ના રોજ ભારતે તેના રાષ્ટ્રીય પ્રાણી તરીકે રોયલ બેંગલ વાઘને સ્વીકાર્યો હતો. વાઘને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવાનું કામ ઇન્ડિયન બોર્ડ ઓફ વાઇલ્ડ્લાઇફ દ્વારા કરવામાં આવ્યું હતુ, ત્યારથી લઈને આજ સુધી વાઘને અતિ મહત્વ આપવામાં આવ્યું છે. જેમ સિંહ માત્ર ગુજરાત રાજ્યમાં જોવા મળે છે, તેમ મધ્યપ્રદેશ એ વાઘનું નિવાસ્થાન છે, આથી જ તેને વાઘ પ્રદેશ તરીકે વધુ ઓળખવામાં આવે છે.

વાઘ એ માંજર(બિલાડી) કુળનું સૌથી મોટું, વિશાળ અને ઉમદા સ્વભાવનું પ્રાણી છે તે  શક્તિ, શૌર્ય અને ચતુરાઈનું પ્રતીક છે. 

પ્રાચીન સમયથી પ્રજાના વિવિધ ધાર્મિક ગ્રંથોમાં જે આદ્યશક્તિનાં વાહન તરીકે પૂજનીય છે

વિશ્વમાં વાઘની કુલ આઠ પ્રજાતિઓ પણ લુપ્ત થવાને આરે છે. હાલ વાઘની હયાત પ્રજાતિઓમાં સાઈબેરિયન ટાઈગર, બંગાલ ટાઈગર, ચાઈનીઝ ટાઈગર, મલાયન ટાઈગર અને સુમાત્રન ટાઈગર છે. જ્યારે બાલી ટાઈગર, કેસ્પિયન ટાઈગર અને જાવા ટાઈગરની પ્રજાતિ વિલુપ્ત થઈ છે


વિશ્વમાં ભારત સૌથી વધુ માનવ વસતી સાથે સૌથી વધુ જંગલી વાઘની વસતી ધરાવે છે. સૌથી મોટો સંરક્ષણ પ્રોજેક્ટ કે જે પ્રોજેક્ટ ટાઇગર 1973થી અમલમાં છે, જેને ઇન્દીરા ગાંધીદ્વારા શરૂ કરવામાં આવ્યો
 હતો. જેની શરુઆત સૌથી વધુ વાધ વસતિ ધારાવતા નેશનલ પાર્ક જીમ કાર્બેટથી થઇ હતી. ત્યારબાદ આ પ્રોજેક્ટ બીજા 8 નેશનલ પાર્કમાં વિસ્તારી દેવાયો હતો.

1973માં ભારતમાં ફક્ત 9 ટાઇગર રીઝર્વ હતા જે હાલમાં 50 છે.

ઉત્તરાખંડના ટાઇગર રીઝર્વ જીમ કાર્બેટમાં સૌથી વધુ 231 વાઘ છે.

હાલમાં 12 ટાઇગર રેંજ ભારતમાં છે.

ભારતમાં જેટલા વાઘ છે તેમાથી 80 ટકા જેટલા વાઘ બંગાળ ટાઇગર છે.

ભારતીય રીઝર્વ બેંકના લોગોમાં વાઘને દર્શાવવમાં આવેલ છે આ ઉપરાંત જુની 2 રુપિયાની ચલણી નોટના પાછળના ભાગે વાઘનું ચિત્ર મુકવામાં આવ્યું હતું. જે પરોક્ષ રીતે વાઘનું સંરક્ષણ કરવાનું દર્શાવતું હતું.


વાઘની વસતિ ગણતરી અને તેની સંખ્યા

2006માં 1411 વાઘ ભારતમાં હતા.
2010માં 1706 વાઘ ભારતમાં હતા.
2014માં 2226 વાઘ ભારતમાં હતા.
2018માં 2967 વાઘ ભારતમાં હતા.



Save The Tiger
Save Nature
Save Wild Animal


સંદર્ભ: દિવ્ય ભાસ્કર ઇ-પેપર 

21 July, 2021

કારગીલ વિજય દિવસ

  કારગીલ વિજય દિવસ

26 જુલાઇ


તા.26 જુલાઈ એટલે ભારત દેશના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોથી લખાયેલો દિવસ “વિજય દિવસ”


8 મે 1999માં શરૂ થયેલી કારગિલ જંગ 26 જુલાઇ 1999માં પાકિસ્તાનના હારથી ખત્મ થઈ હતી. આ યુદ્ધ ઓપરેશન વિજય તરીકે પણ ઓળખાય છે કે જે કારગિલ વિસ્તારને ખાલી કરવા માટે કરવા માટે લડાયુ હતુ.


1999માં આજ દિવસે ભારતના વીર સપૂતોએ કારગિલ યુદ્ધમાં ઓપરેશન વિજય દ્વારા પાકિસ્તાનની ધૂશણખોર સેનાને ભારતદેશની પવિત્ર ભૂમિમાથી ખદેળી મુકાયા હતા.


2019માં 26 જુલાઈ ના રોજ ‘કારગિલ વિજય દિવસ’ને 20 વર્ષ પૂર્ણ થતાં હોય ભારતીય સેના અને ભારત સરકાર દ્વારા તેની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.


અંદાજે 18 હજાર ફૂટ ઊંચાઈ પર કારગીલમાં લડવામાં આવેલા આ યુદ્ધમાં 527 ભારતીયો જવાન શહીદ થયા હતા, 1363 જવાન ઘાયલ થયા હતાં. ભારતે આ લડાઈ 84 દિવસમાં જીતી લીધી હતી.


આ યુદ્ધમાં લાખ 50 હજાર ગોળા અને રોકેટ છોડવામાં આવ્યા હતા, 300થી વધારે તોપ, મોર્ટાર અને રોકેટ લોન્ચરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.


રોજ 5,000થી વધારે બોમ્બ ભારત તરફથી ફાયર કરવામાં આવતા હતાં


યુદ્ધના મહત્વના 17 દિવસોમાં રોજ આર્ટિલરી બેટરીથી અંદાજે એક મિનિટમાં એક રાઉન્ડ ફાયર કરવામાં આવ્યું હતું.


બીજા વિશ્વ યુદ્ધ પછી આ પહેલું એવુ યુદ્ધ હતું જેમાં કોઈ એક દેશની સેનાએ બીજા દેશની સેના પર આટલા બોમ્બ ફેંક્યા હતાં.


યુદ્ધ 60 દિવસથી વધુ સમયથી લડ્યું હતું તે આખરે 26 જુલાઇના રોજ પૂરું થયું, અને પરિણામે બંને પક્ષો, ભારત અને પાકિસ્તાનથી જીવનમાં ભારે નુકસાન થયું


વિજય દિન ‍(કારગિલ‌) ૨૬મી જુલાઇએ ભારતના પાકિસ્તાન પર કારગિલ યુદ્ધમાં વિજયના કારણે ઉજવવામાં આવે છે.


ઇ.સ. ૧૯૯૯માં કારગિલ વિજય પછી ભારતના તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ આ દિવસને કારગિલ વિજય દિવસ તરીકે જાહેર કર્યો હતો.


કારગિલ યુદ્ધના નાયકોના સન્માનમાં દર વર્ષે 26 જુલાઈના રોજ કારગિલ વિજય દિવસના રૂપમાં ઉજવાય છે. આ દિવસ કારગિલ સેક્ટર અને રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં ઉજવાય છે.  સાથે જ ભારતના પ્રધાનમંત્રી દર વષે આ દિવસે ઈંડિયા ગેટ પર અમર જવાન જ્યોતિ ખાતે સૈનિકોને શ્રદ્ધાંજલિ આપે છે.


સશસ્ત્ર બળના સ્મરણ માટે આખા દેશમાં આ દિવસને સન્માન સાથે તેમને યાદ કરવામાં આવે છે


પાકિસ્તાનની ઘુસપેઠની માહિતી મળ્યા બાદ ૫ મે, ૧૯૯૯માં રોજ કેપ્ટન સૌરભ કાલિયા સહિતના ૬ જવાનો ત્યાં પહોચ્યા હતા, પરંતુ તોએને પાકિસ્તાનની સેનાએ ઘેરી લીધા હતા. ત્યારબાદ આ તમામ જવાનોના મૃતદેહ ક્ષત-વિક્ષિત હાલતમાં મળ્યા હતા.


આ અમાનવીય ઘટના બાદ કારગિલનું યુદ્ધ શરુ થઇ ગયું હતું. ભારત માટે આ યુદ્ધને જીતવું ખુબ મુશ્કેલ હતું, કારણ કે સીમાની લગભગ તમામ ઉપરની પોસ્ટ પર પાકિસ્તાનની સેનાનો કબ્જો હતો. આ પરિસ્થિતિ બાદ પણ ભારતીય સેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં આપ્યો હતો.


કારગિલ સેક્ટરમાં ૧૯૯૯માં ભારતીય અને પાકિસ્તાનના સૈનિકો વચ્ચે લડાઈ શરુ થવાના કેટલાક સપ્તાહ પહેલા જ જનરલ પરવેજ મુશરફે એક હેલિકોપ્ટર દ્વારા LOC પાર કર્યું હતું અને ભારતીય સીમમાં ૧૧ કિમી સુધી અંદર આવીને જિકરિયા મુસ્તકાર નામના સ્થાન પર રાત પણ વિતાવી હતી.


પ્રાપ્ત માહિતી અનુસાર, પાકિસ્તાનમાં ૧૯૯૮માં પરમાણું હથિયારોનું પરીક્ષણ કર્યું હતું અને ત્યારથી જ પાકિસ્તાન આ ઓપરેશનની તૈયારી ૧૯૯૮થી કરી રહ્યું હતું.

આ કામ માટે પાકિસ્તાન સેનાએ પોતાના ૫૦૦૦ જવાનોને કારગિલ પર ચઢાઈ કરવા માટે મોકલ્યા હતા.


આ યુદ્ધની મહત્વની વાત એ હતી કે, જયારે પાકિસ્તાનની વાયુસેનાના ચીફને આ ઓપરેશનની માહિતી ન હતી. જયારે આ અંગે પાકિસ્તાનની એરફોર્સના ચીફને જણાવવામાં આવ્યું ત્યારે આ મિશન પર તેઓએ આર્મીને સાથ આપવા માટે ઇનકાર કર્યો હતો.


ઉર્દુ ડેલીમાં છપાયેલા એક નિવેદનમાં નવાજ શરીફે આ વાતનો સ્વીકાર કર્યો હતો કે, કારગિલનું યુદ્ધ પાકિસ્તાનની સેના માટે એક આપત્તિ સાબિત થયું હતું, કારણ કે આ યુદ્ધમાં પાકિસ્તાનના ૨૭૦૦થી વધુ સૈનિકો માર્યા ગયા હતા.


બીજી બાજુ જયારે કારગિલની ઉંચા પહાડો પર બેસીને પાકિસ્તાન દ્વારા ગોળીબારી કરાઈ રહી હતી ત્યારે ભારતીય વાયુસેનાના ફાઈટર પ્લેનનો ઉપયોગ કરાયો હતો


કારગિલના યુદ્ધમાં ભારતીય એરફોર્સ દ્વારા મિગ-૨૭ અને મિગ-૨૯નો પ્રયોગ કરાયો હતો. આ દરમિયાન મિગ-૨૯  ફાઈટર પ્લેન ખુબ મહત્વનું સાબિત થયું હતું, કારણ કે આ વિમાન દ્વારા પાકિસ્તાનની ચોકીઓ પર R-૭૭ મિસાઈલ નાખવામાં આવી હતી.


કારગિલનું યુદ્ધ શરુ થયા બાદ ૧૧ મેથી ભારતીય વાયુસેનાની ટુકડીએ આર્મીની મદદ કરવાનું શરુ કર્યું હતું. આ યુદ્ધમાં વાયુસેનાના ૩૦૦ વિમાન ઉડાન ભરતા હતા.


કારગિલની ઉંચાઈ સમુદ્રના તટથી અંદાજે ૧૬૦૦૦ થી ૧૮૦૦૦ ફૂટ ઉપર છે. આ સ્થિતિમાં ઉડાન ભરવા માટે વિમાનોને અંદાજે ૨૦,૦૦૦ ફૂટની ઉંચાઈથી ઉડાન ભરવી જરૂરી હતી.


ત્યારે આ સ્થિતિમાં હવાનું દબાણ ૩૦ %થી ઓછું હોય છે ત્યારે આ વિમાનની ઉડાન દરમિયાન પાયલોટનો દમ ઘુટવાનો પણ જોખમ હોય છે અને વિમાન દુર્ઘટનાગ્રસ્તથઇ શકે છે. પરંતુ આ કપરી પરિસ્થિતિમાં પણ જવાનોને વીરતા અન સાહસની શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પડ્યું હતું અને પાકિસ્તાનને ઘુટણા ટેકવવા માટે મજબૂર કર્યું હતું.


ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા કારગિલ યુદ્ધમાં વપરાયેલા હથિયારો અંગે વાત કરવામાં આવે તો આર્ટિલરી દ્વારા ૨,૫૦,૦૦૦ ગોળા અને રોકેટ નાખવામાં આવ્યા હતા.







આ ઉપરાંત ૩૦૦થી વધુ તોપો, મોર્ટાર અને રોકેટ લોન્ચરો દ્વારા દરરોજ અંદાજે ૫૦૦૦ બોમ્બ પણ દાગવામાં આવ્યા હતા, તેમજ ૧૭ દિવસોમાં પ્રતિદિન એવરેજ એક મિનિટમાં એક રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા હતા.


આં યુદ્ધ પછી એ પણ માનવામાં આવ્યું હતું કે, બીજા વિશ્વયુદ્ધ પછી આ પહેલીવાર કોઈ એક દ્વારા દુશમન દેશ પર આ પ્રકારે બોમ્બબારી કરવામાં આવી હતી.


૨૬ જુલાઈ, ૧૯૯૯ન રોજ ભારતીય સેનાએ પાકિસ્તાનના સેના અને ઘુસપેઠીયાઓને તમામ રીતે પરાસ્ત કર્યા બાદ યુદ્ધ સમાપ્ત કરવાની ઘોષણા કરવામાં આવી હતી,


ભારતીય જવાનોએ કારગીલની ટોચ પર તિરંગો લહેરાવી પોતાની તાકાતનો પરચમ બતાવ્યો હતો.




20 June, 2021

વિશ્વ યોગ દિવસ : 21 જૂન (International Day of Yoga)

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 

21 જૂન

International Day of Yoga



યોગ: કર્મસુ કૌશલમ 


 ભારતમાં યોગાભ્યાસની પરંપરા લગભગ 5000 વર્ષ જૂની છે. યોગ શરીર અને આત્મા વચ્ચે સામંજસ્યનું અદભૂત વિજ્ઞાન છે.


ભારતમાં યોગને સ્વાસ્થ રહેવા માટે લગભગ 5000 વર્ષોથી કરાય છે, યોગ માનસિક, શારીરિક અને આદ્યાત્મિક પદ્ધતિના રુપમા માન્યતા પ્રાપ્ત છે અને તે આપણા દેશના લોકોની જીવનચર્ચાનો ભાગ છે.


આ પ્રાચીન પદ્ધતિ અંગે લોકોમાં જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે 21 જૂનનો દિવસ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેની શરૂઆત ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસો થકી વર્ષ 2015માં થઈ હતી. ભારતમાં આમ તો યોગ અસંખ્ય લોકોના દૈનિક જીવનનો એક ભાગ છે. તેઓ દરરોજ સવારે ઉઠીને નિયમિત રીતે વિવિધ યોગાસનો દ્વારા પોતાના શરીરને ચુસ્ત રાખતા હોય છે.


2015થી દર વર્ષે 21 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે, કોરોના મહામારીના કારણે સતત બીજા વર્ષે વર્ચ્યુઅલી યોગ દિવસની ઉજવણી થઈ રહી છે.


હજારો વરસો પહેલાંથી  યોગ એ પતંજલિ ઋષિએ દુનિયાને આપેલી ભેટ છે.મૂળથી જ એ ભારતની વિરાસત છે. યોગની શરૂઆત થઇ ભારતમાં, પણ આજે એ વિશ્વના દરેક દેશોમાં પહોંચી ગયો છે. 


21 જૂનના રોજ હોય છે સૌથી લાંબો દિવસ

21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવાનું પણ એક વિશેષ કારણ છે. 

ઉત્તર ગોળાર્ધમાં વર્ષનો સૌથી લાંબો દિવસ હોય છે. આ દિવસે સૂર્યોદય વહેલા થાય છે અને સૂર્યાસ્ત પણ સૌથી મોડે થાય છે. આ ઉપરાંત, ભારમતાં 21 જૂન ઉનાળાની સંક્રાંતિનો પણ દિવસ હોય છે.


સંયુક્ત રાષ્ટ્રનો ઠરાવ

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 27 સપ્ટેમ્બર 2014ના રોજ સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં 21 જૂનને વિશ્વ યોગ દિન તરીકે ઉજવવાની ભલામણ કરી હતી. તેમની આ ભલામણને સંયુક્ત રાષ્ટ્રએ સ્વીકારી હતી

11 ડિસેમ્બર, 2014ના રોજ સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં 21 જૂનનો દિવસ 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ' તરીકે ઉજવવા માટે 69/131 નંબરનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. ભારત દ્વારા આ ઠરાવ રજૂ કરવામાં આવ્યો હતો જેને સંયુક્ત રાષ્ટ્રોના 193 સભ્ય રાષ્ટ્રોમાંથી 177 રાષ્ટ્રોએ સમર્થન આપ્યું હતું. સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં આ ઠરાવને પેટા સમર્થન આપનારા પણ 175 દેશ હતા, જે અત્યાર સુધીનું સૌથી મોટું સમર્થન હતું. ત્યાર પછી વર્ષ 2015થી સમગ્ર દુનિયામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવાની શરૂઆત થઈ હતી. 


આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવાની શરૂઆત 

21 જૂન, 2015ના રોજ પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ વિશ્વના અનેક દેશોના વિવિધ શહેરોમાં ઉજવવામાં આવ્યો હતો. ભારતની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં મુખ્ય કાર્યક્રમ યોજાયો હતો. દિલ્હીમાં રાજપથ ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ હાજર રહ્યા હતા. તેમની સાથે જ જુદા-જુદા 84 દેશના પ્રતિનિધિ સહિત કુલ મળીને 35,985 લોકોએ 32 મિનિટ સુધી વિવિધ યોગાસન કર્યા હતા. એક સાથે આટલી મોટી સંખ્યામાં લોકો દ્વારા યોગ કરવાનો વર્લ્ડ રેકોર્ડ સર્જાયો હતો. 


આયુષ મંત્રાલયે નવી દિલ્હીમાં રાજપથ ખાતે 21 જૂન, 2015ના રોજ પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (આઇડીવાય)ની સફળતાપૂર્વક ઉજવણી કરી હતી. તેમાં બે ગિનીઝ વિશ્વ વિક્રમ સ્થાપિત થયા હતા. એક, યોગ માટેના એક મંચ પર 35,985 સહભાગીઓ સામેલ થયા હતા અને બે, તેમાં સૌથી વધુ 84 દેશના નાગરિકોએ ભાગ લીધો હતો. ભારત ઉપરાંત આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ઉત્સાહ સાથે સંપૂર્ણ વિશ્વમાં કરવામાં આવી હતી, જેમાં લાખો સહભાગીઓ સામેલ થયા હતા અને યોગને સંદેશ ફેલાવ્યો હતો.


અષ્ટાંગ યોગ પદ્ધતિ

અષ્ટાંગ યોગ પદ્ધતિમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ સમાવેશ થાય છે.


2015માં પ્રથમ યોગ દિવસની ઉજવણી દિલ્હી ખાતે રાજપથ પર થઇ હતી.

2016માં બીજા યોગ દિવસની ઉજવણી ચંદીગઢ ખાતે થઇ હતી.

2017માં ત્રીજા યોગ દિવસની ઉજવણી લખનૌવ ખાતે થઇ હતી.

2018માં ચોથા યોગ દિવસની ઉજવણી દહેરાદૂન ખાતે થઇ હતી.

2019માં પાંચમા યોગ દિવસની ઉજવણી રાંચી ખાતે થઇ હતી.

કોરોના મહામારીને કારણે  21 જૂન, 2020માં છઠ્ઠા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી વર્ચ્યુઅલ  કરવામાં આવી હતી

કોરોના મહામારીને કારણે  21 જૂન, 2021માં સાતમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી વર્ચ્યુઅલ  કરવામાં આવી હતી




અત્યાર સુધીના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ 

    2015 : Yoga for Harmony and Peace (સદભાવ અને શાંતિ માટે યોગ)

  • 2016 : Connect the Youth (યોગ વડે યુવાઓને જોડો)

  • 2017 : Yoga for Health (આરોગ્ય માટે યોગ)

  • 2018 : Yoga for Peace (શાંતિ માટે યોગ)

  • 2019 : Yoga for Climate Action (પર્યાવરણ માટે યોગ)

  • 2020 : Yoga at Home and Yoga with Family

  • 2021: 'Yoga for well-being (કુશળતા માટે યોગ)

  • 2022: Yoga for Humanity (માનવતા માટે યોગ)

  • 2023: Yoga For Vasudhaiva Kutumbakam

2020ના આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા યોગ કરવા માટે "યોગ કરીશુ, કોરોનાને હરવીશું (Do Yoga Beat Corona)” અભિયાન શરુ કર્યુ છે.

યોગ સાથે જોડાયેલ શબ્દો

  • પૂરક : વાતાવરણમાંથી વાયુ ફેફસામાં ભરવાની ક્રિયા (શ્વાસ)

  • રેચક : ફેફસાંમાં ભરેલો વાયુ બહાર કાઢવાની ક્રિયા (ઉચ્છવાસ)

  • કુંભક: શ્વાસોચ્છવાસની ગતિને અટકાવી વાયુ રોકવાની ક્રિયા

  • આંતરકુંભક: પૂરકને અંતે ફેફસાંમાં વાયુને રોકી રાખવાની ક્રિયા.

  • બાહ્યકુંભક : રેચકને અંતે વાયુને બહાર રોકી રાખવાની ક્રિયા.

  •  સંસ્કૃતમાં અંગૂઠાને અંગુષ્ઠ  પ્રથમ આાંગળીને ‘તર્જની’, બીજી આંગળીને ‘મધ્યમા’ , ત્રીજી આાંગળીને ‘અનામિકા’ અને ચોથી આાંગળીને ‘કનિષ્ઠકા' કહેવામાં આવે છે.

”કરો યોગ, રહો નિરોગ"

વિવિધ મુદ્રા




 

 

 

 

 

 

 

 

 

 

 

"યોગ કરીશું, કોરોનાને હરાવીશું" (Do Yoga Beat Corona)


19 June, 2021

ફાધર્સ ડે (Father's Day)

 ફાધર્સ ડે (Father's Day)



આ દુનિયામાં માતાનું સ્થાન સૌથી ઉંચુ છે પણ એનો અર્થ એવો જરા પણ નથી કે બાળકને ઉછેરવામાં પિતાની કોઈ જ ભૂમિકા હોતી નથી.આપણે જેટલું માન સન્માન એક માં ને આપીએ છીએ એટલું કદાચ પિતાને આપતા નથી. હકીકતમાં તો એક પિતા જ સમગ્ર ઘરની સંભાળ અને જરૂરિયાતનું ધ્યાન રાખે છે

ફાધર્સ ડે દુનિયામાં પિતાને સન્માન આપવા માટે મનાવવામા આવે છે. આ દિવસ જૂન મહિનાનાં ત્રીજા રવિવારે આવે છે.

વાંચન સાહિત્ય


"ફાધર્સ ડે" ની શરુઆત 1910 માં અમેરિકી યુવતી સોનારા સ્માર્ટ ડોડે

પોતાના પિતાને માન આપવા કરી હતી.

ફાધર્સ ડે ઉજવવાનો વિચાર સોનોરાને 1909 માં "મધર્સ ડે" વિશે સાંભળ્યા પછી જ આવ્યો હતો.

1972 માં પ્રમુખ રિચાર્ડ નિકસને જૂનના ત્રીજા રવિવારને 'ફાધર્સ ડે' તરીકે માન્યતા આપી હતી.

1924 માં અમેરિકી પ્રમુખ કેલ્વિન કૂલીએ 'ફાધર્સ ડે' ની ઉજવણીમાં ભાગ લીધો એ પછી તેનું મહત્વ વધ્યું હતું.

અમેરિકામાં બાળકો પોતાના પિતાને આપવા માટે ગિફ્ટ ખરીદે છે, જેમાં સૌથી વધુ ટાઈનો સમાવેશ થાય છે. અંદાજે 20 અબજ ડોલરની ગિફ્ટ ખરીદે છે.

શરુઆતમાં સાદગીપૂર્ણ રહેલા "ફાધર્સ ડે" ને માર્કેટિંગના ખેરખાંઓએ ગિફ્ટ આપ-લેનો દિવસ બનાવી દીધો હોય એમ લાગે છે.

ભારતીય સંસ્કૃતિ અને પૌરાણિક ઈતિહાસમાં તથા પરંપરામાં પિતાનું સ્થાન માતા પછી મહિમા ધરાવે છે.વૈદિક પરંપરા મુજબ માતા-પિતાને સમાન દેવતા રૂપે પૂજનીય ગણ્યા છે.

मातृ देवो भव।

पितृ देवो भव।

જનક, દશરથ જેવા શ્રેષ્ઠ પિતાઓ આદર્શ રહ્યા છે.

દરેક ક્ષેત્રમાં પિતા અને પુત્ર કે પિતા અને પુત્રીની જોડીઓ પ્રસિદ્ધિ પામી છે.

પુત્ર માટે પ્રાણની આહુતિ આપનાર પિતા દશરથ, પિતાની આજ્ઞાથી યમરાજ પાસે પહોંચી ફરી પિતાના પ્રિતિપાત્ર બનનાર નચિકેતા,વેદવ્યાસ અને શુકદેવજી, બાણભટ્ટની અધુરી કૃતિ પુરી કરનાર પુત્ર, વાલી અને અંગદ જેવી જોડીઓ આદર્શ બની છે.


કોઈ પણ સ્પેશલ દિવસની ઉજવણી તે વ્યક્તિ કે વસ્તુનું આપણા જીવનમાં મહત્વ બતાવવાં માટે થાય છે

શિક્ષક તમને રોજ સારી વાતો શિખવાડે જે તમને જીવનમાં આગળ કામ આવવાની જ છે, છતાં શાળા તમને બોંરિંગ લાગે છે. પણ કદી વિચાર કરો કે શાળા તો એક નિર્જીવ જગ્યા છે તેને જીંવત બનાવનારા શિક્ષક જ ન હોય તો? આમ, કોઈપણ ખાસ દિવસ મનાવવાનો આશય છે તે વ્યક્તિનું તમારા જીવનમાં કેટલું યોગદાન છે, અને તેના વગર તમારાં જીવનમાં શું અસર પડી શકે છે તે તમને સમજાવવા માટે હોય છે.

દોસ્તો, તમારા ઘરમાં એવી કંઈ વ્યક્તિ છે જે તમારી દરેક માગણીઓ પૂરી કરે છે ? તમારી મમ્મીના ફટકારથી બચાવે છે? તમારો દોસ્ત બનીને તમારી સાથે મજાક - મસ્તી કરે છે, રમત રમે છે - પપ્પા ! ઠીક છે ને. પપ્પા કેટલા સારા લાગે છે. તમને નવી નવી વસ્તુઓ અપાવે છે. તમારા માટે ઘોડો બનીને પોતાની પીઠ પર બેસાડે છે. તમને બહાર ફરવાં લઈ જાય છે

ફાધર્સ ડે સૌ પ્રથમ 19 જૂન 1910 માં વૉશિંગ્ટનનાં સ્પોકેન શહેરમાં ઉજવવામાં આવ્યો હતો. તેને પાછળ એક કહાની છે. હકીકતમાં સોનોરાની માતાનાં મૃત્યુ પછી તેના પિતા એકદમ ઉદાશ રહેતાં તેમ છતાં તેમણે દિકરીનાં ઉછેરમાં કોઈ જ ઉણપ રાખી ન હતી. દિકરીની તમામ ઈચ્છાઓ અને જરૂરીયાત તેમણે બહુ સારી રીતે નિભાવી.

આ ઘટના બાદ દિકરીને પોતાના પિતા પ્રત્યે ખૂબ જ માન થવા લાગ્યું. તેણે નિર્ણય કર્યો કે જો એક માતા માટે મધર્સ ડે ઉજવાતો હોય તો પછી પિતા માટે ફાધર્સ ડે કેમ ન ઉજવાય ?

કોઈપણ પિતા જયારે તેના બાળકને આંગળી પકડી ને ચલાવતા શીખવતા હોય ત્યારે પણ તે વિચારતા હોય છે. ‘આજ ઉંગલી થામ કે ચલના શીખવવું તેરી તુંજે મે કલ હાથ પકડના મેરા જબ મેં બુઢ્ઢા હો જાઉ 

ફાધર્સ ડેના પ્રતિક તરીકે ગુલાબના ફૂલની પસંદગી કરવામાં આવી છે. અવસાન પામેલા પિતા માટે સફેદ અને જીવંત પિતા માટે લાલ ગુલાબ પસંદ કરવામાં આવે છે. 

આ દિવસની ઉજવણી સેરીના નામની સ્ત્રીએ શરું કરી

04 June, 2021

World Environment Day (વિશ્વ પર્યાવરણ દિવસ)

 World Environment Day (વિશ્વ પર્યાવરણ દિવસ)

5 જૂન


વિશ્વ પર્યાવરણ દિવસનો ઈતિહાસ

1972માં 5મી જૂને સ્ટોકહોમ ખાતે સમગ્ર વિશ્વના દેશોના પ્રતિનિધિઓ પર્યાવરણની જાળવણી માટે કટિબદ્ધ થવા એકઠા થયા. પર્યાવરણની જાળવણી માટે એક જાહેરનામું પણ બહાર પાડ્યું. એના ભાગરૂપે સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા તા. 5મી જૂનનો દિવસ ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું. 5 જૂન 1974માં પ્રથમ વિશ્વ પર્યાવરણ દિવસ મનાવવામાં આવ્યો હતો.  લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે, લોકો પર્યાવરણ સુરક્ષા કાર્યમાં સહભાગી બને તે હેતુથી પ્રતિવર્ષ તા. 5મી જૂને ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષે 143થી વધુ દેશો વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીમાં ભાગ લે છે

કવિશ્રી ઉમાશંકર જોષીએ પર્યાવરણ વિશે સુંદર પંકિતની રચના કરી છે 'વિશાળતાએ વિસ્તરતો નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, પુષ્પો છે, વનસ્પતિઓ છે..." આપણી આ સંદર વસુંધરા ઉપર હવા, પાણી, જમીન, ગરમી અને અવકાશ એમ કુલ પાંચ મુખ્ય તત્વો છે 

પર્યાવરણીય પ્રદૂષણનું મૂળ માનવ શરીર સાથે જોડાયેલું છે. પર્યાવરણીય પ્રદૂષણના મુળ કેમિકલ શરીરમાં પેદા થાય છે. લોકોની લાઇફ સ્ટાઇલમાં પરિવર્તન આવ્યું છે જેના કારણે તેની નકારાત્મક અસરો માનવીય વર્તનમાં વર્તાય છે. જેમાં વ્યક્તિને નકારાત્મક વિચારો આવે છે. લોકોનું એવુ માનવું છે કે વાહનોના ધુમાડા, ફટાકડા, પેટ્રોલના કારણે પ્રદૂષણ થાય છે પરંતુ તેઓની શોધ સંશોધન માનવોના કારણે જ ઉત્પન્ન થયેલી છે. જેના સ્વરૂપે પ્રદૂષણ પૃથ્વી પર હાવી બન્યા છે. કુદરત ક્યારેય ખરાબ હોતું નથી પરંતુ માનવોને કારણે વાતાવરણીય સાઇકલમાં ફેરફાર નોંધાયો છે. ક્યાંય કોઇ જગ્યાએ માનવોના કારણે પર્યાવરણીય નુકસાન થાય છે તેવુ સાયન્ટિફીક રીસર્ચ થયું નથી કારણ કે માનવોના નકારાત્મક વિચારો કે ગુસ્સાને માપી શકાતું નથી. તેમ વેદ રવિશંકરે જણાવ્યું હતું. એમ.એસ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ સાયન્સ દ્વારા સી.વી રામન બિલ્ડિંગ ખાતે માનવીય માનસ પર પર્યાવરણીય પ્રદૂષણની અસરો વિશે ટોક યોજાઇ હતી. જેમાં તમિલનાડુના વૈદિક અને સાઇન્ટિફિક રીસર્ચ ફાઉન્ડેશનના વેદ રવિશંકર સ્પીકર તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

હાલની મુખ્ય 15 મહત્ત્વની પર્યાવરણીય સમસ્યાઓમાં પ્રદૂષણ, ગ્લોબલ વોર્મિગ, અતિવસ્તી, કુદરતી સંસાધન અવક્ષય, પાણીનો યોગ્ય-અયોગ્ય નિકાલ, વાતાવરણીય ફેરફાર, જૈવ વિવિધતાની ખોટ, જંગલોનો નાશ, દરિયાઇ એસિડિફિકેશન, એસિડ વરસાદ, ઓઝોનના સ્તરમાં ગાબડું, પાણી પ્રદૂષણ, શહેરીકરણ, લોકોના સ્વાસ્થ્યની સમસ્યાઓ અને આનુવંશિક સમસ્યાઓ છે. આ તમામ સમસ્યાઓ એટલી હદે વકરી ગઇ છે કે હવે તેના નિરાકરણ માટે વધુ અવેરનેસની જરૂર આવી પડી છે. જો લોકો પોતે જ તેમાં સુધારો કરશે નહીં તો આ સમસ્યા વધુને વધુ વકરશે. જે અંતે તો માનવમાત્રને જ હાની પહોંચાડવાની છે.

આજે ૫મી જૂન- વિશ્વ પર્યાવરણદિન. વિશ્વ પર્યાવરણદિન શા માટે, કેવી રીતે ઊજવવામાં આવે છે તેની વાત કરીએ તે પૂર્વે પર્યાવરણ એટલે શું તેની વાત કરીએ. મોટા ભાગની વ્યક્તિના મનમાં પર્યાવરણ વિષેનો સંકુચિત અર્થ છે. હકીક્તમાં પર્યાવરણ એટલે સજીવોની આસપાસ આવેલા કે સજીવો સાથે સંકળાયેલ એવા ઘટકો કે જે સજીવ કે નિર્જીવ બંનેને અસર કરે છે. જેમકે, સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક, જૈવિક, ભૌતિક, રાસાયણિક વગેરે પરિબળોનો સમાવેશ થાય છે. બીજી રીતે એક જ વાક્યમાં કહેવું હોય તો, માનવીના વારસા સિવાયની દરેક બાબત કે જે માનવીને અસર કરે છે તે તેનું પર્યાવરણ છે. પર્યાવરણને બચાવીશું તો આપણે બચીશું. પ્રાકૃતિક અસંતુલન ન ખોરવાય અને પ્રાકૃતિક સંસાધનોનો વિવેકપૂર્વક, આયોજનબદ્ધ ઉપયોગ કરવા માટે જાગૃતિ લાવવી જરૂરી છે. ઔદ્યોગિકતા અને શહેરીકરણ, માનવીના શોખ અને ચીજવસ્તુનો ઉપયોગ વગેરેને કારણે પ્રદૂષણ થાય છે અને ફેલાય છે. તેને અટકાવવું દરેકની નૈતિક અને જ્વાબદારી ભરી ફ્રજ છે.

પર્યાવરણ છે તો આપણે છીએ.

સંપૂર્ણ માનવતાનું અસ્તિત્વ પ્રકૃતિ પર આધારીત છે . તેથી જ આપણે સમયસર સ્વસ્થ અને સલામત પર્યાવરણની કલ્પના કરવી જોઈએ. પ્રકૃતિને બચાવવા માટે, ફક્ત એક જ વ્યક્તિ પૂરતું નથી, આવી સ્થિતિમાં, આપણે બધાએ સાથે મળીને કેટલાક સંકલ્પો લેવા પડશે, જેથી આપણે ફરીથી આપણા પર્યાવરણને લીલુ બનાવી શકીએ.



દર વર્ષે વિશ્વ પર્યાવરણના દિવસે અલગ અલગ વિષયો સાથે અલગ અલગ દેશને યજમાની સોંપવામાં આવે છે.  

છેલ્લા 5 વર્ષમાં ઉજવાયેલ વિશ્વ પર્યાવરણ દિનની થીમ અને યજમાન દેશ

  વર્ષ-                થીમ-                           યજમાન દેશ

2023- બીટ પ્લાસ્ટિક પોલ્યુશન (Beat Plastic Pollution)- કોટ ડી'આઇવૉર

2022- ઓન્લી વન અર્થ (Only One Earth)- સ્વીડન

2021 - ઇકોસિસ્ટમ રેસ્ટ્રોરેશન (Ecosystem Restoration)- પાકિસ્તાન 

2020- સેલિબ્રેટ બાયોડાયવર્સીટી(Celebrate Biodiversity)- કોલંબિયા

2019- બીટ એર પોલ્યુશન (Beat Air Pollution)- ચીન

2018 – બીટ પ્લાસ્ટિક પોલ્યુશન – ભારત

2017- કનેકટિંગ પીપલ ટુ નેચર – કેનેડા

2016- ગો વાઈલ્ડ ફોર લાઈફ- પેરિસ

સૌ પ્રથમ વિશ્વ પર્યાવરણદિનની ઉજવણી ૧૯૭૪થી શરૂ કરવામાં આવી. ૧૯૭૪માં પ્રથમ ઉજવણી યુ.એસ.મા કરવમાં આવી. જેની થીમ હતી " ઓન્લિ વન અર્થ (Only One Earth)”

ભારતે બે વાર વિશ્વ પર્યાવરણદિનની ઉજવણીનુ યજમાન પદ કર્યુ છે, 2018 અને 2011માં

જયારે આપણા પાડોશી દેશ બાંગ્લાદેશે સૌથી વધુ વાર વિશ્વ પર્યાવરણદિનની ઉજવણીનુ યજમાન પદ કર્યુ છે.





પ્લાસ્ટિક પ્રદૂષણ સાથે જોડાયેલા તથ્યો

દર વર્ષે આખા વિશ્વમાં 500 અરબ પ્લાસ્ટિક બેગોનો ઉપયોગ કરવામાં આવે છે. દર વર્ષે ઓછામાં ઓછા 8 મિલિયન ટન પ્લાસ્ટિક દરિયામાં પહોં છે, જે પ્રતિ મિનિટ એક કચરાના ભરાયેલા ટ્રક બરાબર છે.

છેલ્લા એક દાયકા દરમિયાન ઉત્પાદિત કરાયેલા પ્લાસ્ટિકની માત્રા, છેલ્લી એક સદી દરમિયાન ઉત્પાદિત કરેલા પ્લાસ્ટિકની માત્રાથી વધુ હતી.

આપણા દ્વારા વપરાતા પ્લાસ્ટિકમાંથી 50 ટકા પ્લાસ્ટિક માત્ર એકવાર વપરાય છે.


દર મિનિટે 10 લાખ પ્લાસ્ટિકની બોટલો ખરીદવામાં આવે છે.


આપણા દ્વારા ઉત્પન કરાયેલા કુલ કચરામાં 10 ટકા યોગદાન પ્લાસ્ટિકનું હોય છે.

પ્રદુષણના મહત્વના પ્રકારો નીચે પ્રમાણે છે. તેની સાથે લાગતા-વળગતા પ્રદુષકના નામ પણ આપવામાં આવ્યા છે.

  • વાયુ પ્રદુષણ, વાતાવરણમાં કેટલાક કેમિકલ અને ચોક્કસ પ્રદાર્થો છોડે છે.સામાન્ય રીતે વાયુ પ્રદુષણમાં જે ગેસ હોય છે તેમાં કાર્બન મનોક્સાઈડ, સલ્ફર ડાયોક્સાઈડ, ક્લોરોફ્લ્યુરોકાર્બન( સીએફસી)(CFC)અને નાઈટ્રોજન ઓકસાઈડછે જે મોટાભાગે ઈન્ડસ્ટ્રીઝ અને વાહનો દ્વારા ઉત્પન કરવામાં આવે છે. જ્યારે સુર્યપ્રકાશમાં હાઈડ્રોકાર્બન અને નાઈટ્રોજન ઓક્સાઈડ ભળે છે ત્યારે ફોટો કેમિકલ ઓઝોન અને ઘુમ્મસ વાતાવરણમાં ઉત્પન થાય છે. રજકણ અથવા ધુળ ને તેના કદ પ્રમાણે વર્ણવી શકાય છે. તેનું કદ માઈક્રોમીટર સાઈઝ પીએમ 10 થી પીએમ 2.5 સુધી હોય છે.

  • પાણીનું પ્રદૂષણ આડ અને દુષિત વસ્તુઓને ગટર દ્વારા નદીમાંઆવે તેમજ આ વસ્તુઓ ધીમે ધીમે ભૂગર્ભ જળમાં પણ ભળે છે. જેથી દુષિત પાણી ભૂગર્ભ જળમાં યુટ્રોરોફોકેશનઅને ગંદકી ફેલાવે છે.

  • જ્યારે કેમિકલને છોડવામાં આવે છે અથવા જમીનની અંદર કોઈ લીકેજ સર્જાય છે ત્યારે જમીનનો બગાડ થાય છે. મોટાભાગે જમીનનો બગાડ હાઈડ્રોકાર્બન, ભારે ધાતુઓ,એમટીબીઈ  હર્બિસાઈડ જંતુનાશક અને ક્લોરિનેટેડ હાઈડ્રોકાર્બન દ્વારા થાય છે.

  • 20મી સદીમાં અણુ ભૌતિકશાસ્ત્રના વિકાસ બાદ જેમ કે પરમાણુ ઉર્જા ઉત્પાદન અને પરમાણુ શસ્ત્રોનું સંશોધન અને તેના ઉત્પાન તેમજ વહેંચણીને કારણે કિરણોત્સર્ગી પ્રદુષણ ફેલાયું છે. જુઓ આલ્ફા ઈમીટ્ટર અને પર્યાવરણમાં એક્ટીનાઈડ

  • ધ્વનિ પ્રદુષણ મોટાભાગે રસ્તાપરના ટ્રાફિકને કારણે થતો અવાજ , એરક્રાફ્ટનો અવાજ , ઔધોગિક અવાજઅને વધુ ક્ષમતા ધરાવતા સોનાર(તરંગો) ના કારણે ફેલાય છે.

  • પ્રકાશનું પ્રદુષણ પ્રકાશના પ્રવેશ, વધુ પડતો પ્રકાશ અને ખગોળશાસ્ત્ર ની કેટલીક બાબતોને કારણે પ્રકાશનું પ્રદુષણ ફેલાય છે.

  • દ્રશ્યનું પ્રદુષણ જે ધાબા પરથી પસાર થતી પાવર લાઈન, રસ્તાઓ, બીલબોર્ડ , લેન્ડ ફોર્મ, ખાણકામઅને મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ ના ખુલ્લામાં સંગ્રહને કારણે ફેલાય છે.

  • થર્મલ પોલ્યુશન કુદરતી પાણીમાં માનવીય પ્રભાવને કારણે તાપમાનમાં ફેરફાર થાય છે. જેમ કે પાવર પ્લાન્ટમાં ઠંડક માટે પાણીનો વપરાશ કરાય છે. ત્યારે આ પ્રકારનું પ્રદુષણ ફેલાય છે.

બ્લેકસ્મિથ ઈન્ડસ્ટીટ્યુટદ્વારા દર વર્ષે વિશ્વના સૌથી વધુ પ્રદુષિત સ્થળોની યાદી જાહેર કરવામાં આવે છે. 2007ની યાદીમાં જે ટોપ ટેનમાં સામેલ હતા તેમાં ઐઝરબૈઝાન, ચીન (China), ભારત, પેરૂ , રશિયા , યુક્રેન અને ઝાંબિયા નો સમાવેશ થતો હતો.

માનવીય આરોગ્ય

હવાની ગુણવત્તા બગડતા મનુષ્યોને ઘણી સમસ્યાઓ નડે છે. ઓઝાનનું પ્રદુષણને કારણે શ્વાસોચ્છ્વાસ , હૃદય, ગળા ને લગતા રોગ લાગુ પડે છે આ ઉપરાંત બળતરા, છાતીમાં દુખાવો તેમજ ગુંગળામળ જેવી પણ વ્યાધીઓ લાગુ પડે છે. જળ પ્રદુષણને કારણે રોજના 14,000 લોકો મૃત્યુ પામે છે જેમાથી મોટાભાગે વિકાસશીલ દેશોના લોકોને ગટરનું પાણી શુદ્ધ કર્યા વગર તેમજ પીવાના પાણી માં પ્રવેશલુ પ્રદુષણવાળું પાણી મળતા આ મોત થાય છે. ઓઈલ ઢોળાવવાના કારણે ચામડી માં બળતરા અને રેસસ થાય છે. અવાજ પ્રદુષણને કારણે બહેરાશ , ઉચું લોહીનું દબાણ , તણાવ, અને ઉંઘમાં અવરોધ ની બિમારીઓ થાય છે. બાળકોમાં વિકાસ અવરોધ તેમજ ચેતાતંત્ર ને લગતા રોગોનાં લક્ષણો સાથે પારો સંલગ્ન હોવાનું જણાય છે. સીસાં અને અન્ય ભારે ધાતુઓ ને કારણે ન્યુરોલોજીકલ (મજ્જાતંતુઓ)ની સમસ્યાઓ સર્જાય છે. કેમિકલ અને રેડિયોએક્ટવી પ્રદાર્થોને કારણે કેન્સર તેમજ જન્મજાત ખોડ પણ થાય છે.

ઈકો સીસ્ટમ

સલ્ફર ડાયોક્સાઈડ (Sulfur dioxide)અને નાઈટ્રોઝન ઓક્સાઈડ ને કારણે એસીડનો વરસાદ (acid rain) થાય છે જેના કારણે જમીનની પીએચ (pH)આંક ઓછો થાય છે.

 

પર્યાવરણની સુરક્ષાની શરુઆત આપણા ઘરથી જ કરીએ....

 

 

રોજિંદા જીવનમાં અહી આપેલી કેટલીક સાવ સરળ ટિપ્સને અપનાવાય. તો પણ આપણી આસપાસના પર્યાવરણ માટે બહુ મોટું કામ કરી શકાય. ‘ટીંપે ટીંપે જ સરોવર ભરાય’ એ કહેવતને યાદ રાખીને બધા લોકો જો પર્યાવરણની સુરક્ષા માટે સજજ થાય તો, આપણું ભવિષ્ય સો ટકા સુરક્ષિત રહેશે.

બિનજરૂરી પાણીનો વ્યય ન કરો

  • અગાસી કે ઓટલા ધોવા માટે વધારે પડતા પાણીનો ઉપયોગ ન કરો.

  • ફૂલ છોડમાં આડેધડ પાણી છાંટવાને બદલે ટંપક સિંચાઈ પદ્ધતિ કે ફુવારા પદ્દતિનો ઉપયોગ કરવો. અથવા તો પછી બજારમાં મળતી વોટર સ્પ્રે બોટલમાં પાણી ભરીને પણ ફૂલ છોડ પર જરૂરિયાત મુજબનું જ પાણી છાંટો.

  • કપડાં અને વાસણના પાણી માટે એવી વ્યવસ્થા કરો કે તે આપોઆપ ફૂલ છોડના ક્યારા સુધી પહોંચે. અને તમારે ફૂલ છોડ માટે વધારાનું પાણી ન બગાડવું પડે.

  • અન્ય કામ કરી રહ્યા હો તો પાણીનો નળ ખુલ્લો ન રાખવો.

  • ઘર કે બિલ્ડિંગના કામમાં નડતા વૃક્ષોને  કાપવાને બદલે ઇકો ફ્રેન્ડલી ટેકનિક અપનાવીને વૃક્ષને નુકસાન ન થાયે એ રીતે બાંધકામ કરો.

  • શાકભાજીનો કચરાને ક્યારામાં નાખવો તે ફૂલ છોડ માટે ઉત્તમ ખાતરનું કામ કરશે. અતિશય કૃત્રિમ ખાતરનો ઉપયોગ કરો

વૃક્ષોનું જતન ભવિષ્યની સુરક્ષા

  • ઘર કે ઓફિસની આસપાસની જગ્યામાં અવકાશ હોય તો આસપાસ વૃક્ષો અવશ્ય ઉછેરવા.

  • ઓછી જગ્યા હોય તો કીચન ગાર્ડન પણ વિકસાવી શકાય છે.

  • તમારી આસપાસ ગેરકાયદે વૃક્ષ છેદન થતું હોય અતવા તો પશુ પક્ષીઓનો શિકાર થતો હોય તો તરત સંબધિત વિભાગને જાણ કરવી.

  • વૃક્ષો જમીનના ધોવાણને અટકાવે છે. માટે જ્યારે  વૃક્ષો કાપવાની અનિવાર્યતા ઉભી થાય ત્યારે પહેલા એટલા જ વૃક્ષો ઉછેરી શકાય તેવું આયોજન કરવું જોઈએ.

  • ઇકોફ્રેન્ડલી બનવું અનિવાર્ય

  • બને ત્યાં સુધી પ્લાસ્ટિકને બદલે કાગળની બેગનો વપરાશ કરવો.

  • જમીનને કૃત્રિમ ખાતરના નુકસાનથી બચાવવા ઓર્ગેનિક ખેતીનો વિકલ્પ અપનાવો.

  • ઇલેકટ્રોનિક્સ આઇટમની ખરીદી તેના સ્ટાર જોઈને કરો. જે ઇલેકટ્રોનિક્સ વસ્તુઓ ઓછી વીજળી કન્ઝ્યુમ કરતી હોય તેવી વસ્તુના વપરાશનો જ આગ્રહ રાખો.

  • જ્યારે વીજળીનો વપરાશ ન કરવો હોય ત્યારે સ્વીચ બંધ રાખવી.

  • કમ્પ્યુટર, ટીવી, ચાર્જર વગેરેના પ્લગને જરૂર ન હોય ત્યારે અનપ્લગ કરી દેવા.

  • ખાસ પ્રસંગે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરો.

  • ભેટમાં આપવા માટે વિવિધ પ્લાન્ટસનો વિક્લ્પ પણ અપનાવી શકો.

  • ઇ-પેપર, ઇ-મેગેઝિન, ઇ-બુક વાંચવાની આદત વિકસાવવી.