મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

Showing posts with label ગીતા જયંતી. Show all posts
Showing posts with label ગીતા જયંતી. Show all posts

24 December, 2020

શ્રીમદ્ ભગવદ્ ગીતા જયંતિ

 શ્રીમદ્ ભગવદ્ ગીતા જયંતિ

માગશર સુદ અગિયારસ



શ્રીમદ્ ભગવદ્ ગીતા એ હિંદુ ધર્મનો પ્રાચીન અને મુખ્ય પવિત્ર ગ્રંથ છે

શ્રીમદ્ ભગવદ્ ગીતા એ દુનિયાનો માત્ર એક ગ્રંથ જેની જયંતી ઉજવાય છે

માત્ર શ્રીકૃષ્ણ અને અર્જુનનો સંવાદ નહીં પણ નાત-જાતના સીમાડાને પાર સમગ્ર માનવસમાજ માટેનો ગ્રંથ એટલે શ્રીમદ્ ભગવદ્ ગીતા!

ગીતા હિંદુ ધર્મનો ગણાતો હોવા છતાં ફક્ત હિંદુઓ પૂરતો સીમિત ન રહેતાંં પૂરા માનવસમાજ માટેનો ગ્રંથ ગણાય છે, અને વિશ્વચિંતકોએ તેમાંથી માર્ગદર્શન લીધું છે

દ્વાપર યુગમાં માગશર સુદ અગિયારસના દિવસે ભગવાન શ્રી કૃષ્ણે મોક્ષ આપનારી ગીતાનો ઉપદેશ અર્જુનને આપ્યો હતો.તેથી આ દિવસને ગીતા જયંતિ તરીકે ઓળખવામાં આવે છે. આ એકાદશીને મોક્ષદા એકાદશી પણ કહેવામાં આવે છે.

 દક્ષિણ ભારતમાં તેને વૈંકુઠ એકાદશી પણ કહે છે.

ભગવાન કૃષ્ણએ આજથી આશરે સાત હજાર વર્ષ પહેલા કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને ગીતાનું જ્ઞાન આપ્યું હતું. 

ગીતાના ઉપદેશ ખાલી ઉપદેશ નથી પણ આ એક જીવન કેવી રીતે જીવવું તે આપણને શીખવે છે.

કળિયુગની શરૂઆતના 30 વર્ષ પહેલાં, શ્રી કૃષ્ણએ કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને જે ઉપદેશ આપ્યો હતો તે શ્રીમદ્ ભગવદ ગીતા તરીકે પ્રખ્યાત છે. શ્રીમદ્ ભગવદ્ ગીતાના 18 અધ્યાયમાંથી પ્રથમ 6 અધ્યાયોમાં કર્મયોગ, પછીના 6 અધ્યાયોમાં જ્ઞનયોગ અને છેલ્લા 6 અધ્યાયોમાં ભક્તિ યોગના ઉપદેશ છે.

લગભગ 45 મિનિટમાં જ ભગવાન શ્રીકૃષ્ણે ગીતાના જ્ઞાન દ્વારા અર્જુનનો મોહભંગ કરી દીધો હતો

કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુન તેના વિરોધમાં પરિવારના સભ્યો અને સબંધીઓને જોઈ ભયભીત થઈ ગયો હતા. સાહસ અને વિશ્વાસથી ભરેલા અર્જુન મહાન યુદ્ધની શરૂઆત પૂર્વે રથ પર બેસીને યુદ્ધને મુલતવી રાખે છે. તે શ્રી કૃષ્ણને કહે છે કે ‘હું યુદ્ધ નહી કરુ હું પૂજ્ય ગુરુઓ અને સબંધીઓની હત્યા કરીને રાજ્યની ખુશી નથી ઇચ્છતો, ભીખ ખાયને જીવન ધારણ કરવામાં શ્રેય હું માનું છું.’ આ સાંભળીને સારથી બનેલા ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને તેમના કર્તવ્યો અને કર્મ વિશે જણાવ્યું. તેમને આત્મા-પરમાત્માથી લઈને ધર્મ-કર્મથી જોડાયેલી દરેક શંકાનું નિદાન કર્યું

ગીતા જયંતિના દિવસે ઘર અને મંદિરમાં ગીતાને વાંચવામાં આવે છે

ગીતાને સ્મૃતિ ગ્રંથ માનવામાં આવે છે

ગીતાજીને પાંચમો વેદ ગણવામાં આવે છે.

 ભગવદ્ ગીતા સંસ્કૃતમાં રચાયેલી છે, જેમાં કુલ 18 અધ્યાય અને 700 શ્લોકો છે જેમા ભગવાન શ્રીકૃષ્ણએ 574 શ્લોક, અર્જુન 85 શ્લોક, ધૃતરાષ્ટ્ર 1 શ્લોક અને સંજય 40 શ્લોક, બોલ્યા છે. 

પ્રથમ શ્લોક ધૃતરાષ્ટ્ર બોલે છે જ્યારે છેલ્લો શ્લોક સંજય બોલે છે.

ભગવદ્ ગીતા મહાભારતનો જ એક ઉપખંડ છે.

 મહાભારતના ભીષ્મપર્વના અધ્યાય ૨૩થી ૪૦માં કુલ ૭૦૦ શ્લોકમાં આ ગ્રંથ રચાયો છે. 

મહર્ષિ વ્યાસે આ શ્લોકને અલગ તારવી ભગવદ્ ગીતા’ એવું નામ આપ્યું

ગીતાનું જ્ઞાન અર્જુન ઉપરાંત અન્ય બે લોકોએ સાંભળ્યું હતું. વેદવ્યાસ પાસેથી દિવ્ય દૃષ્ટિ મેળવનાર સંજય અને સંજયના મુખેથી ધૃતરાષ્ટ્ર આ બંનેએ સાંભળ્યું હતું.

અર્જુન પહેલા ગીતાનું જ્ઞાન સૂર્યદેવને મળ્યું હતું.

પૂરી ગીતા, થોડા શ્લોકોના અપવાદ સિવાય, અનુષ્ટુપ છંદમાં છે.

મહાભારતના યુદ્ધના પ્રથમ દિવસે પાંડવ અર્જુન પોતાના મિત્ર, માર્ગદર્શક, અને સારથી બનેલા શ્રી કૃષ્ણને રથને બન્ને સેના વચ્ચે લેવાનું કહે છે. બન્ને સેનાનું વિહંગાવલોકન કરતી વખતે અર્જુનને લાખો લોકોના મૃત્યુનો ખ્યાલ આવ્યો. યુદ્ધના પરિણામોથી તે ભયભીત થઈ, યુદ્ધ ન કરવાના વિચારો કરવા લાગ્યો. તેના હાથમાંથી ધનુષ્ય પડી જાય છે અને તે રથમાં બેસી પડે છે અને કોઈ માર્ગ ન સૂઝતાં કૃષ્ણને માર્ગદર્શન માટે પૂછે છે. અર્જુન અને કૃષ્ણના સંવાદો મહાભારતના ભીષ્મ પર્વમાં છે. તે અઢાર અધ્યાયો ગીતા તરીકે પ્રચલિત છે.

ગીતાના અધ્યાયોનાં નામ મહાભારતમાં આપ્યા નથી પરંતુ પાછળથી કદાચ શંકરાચાર્યએ અધ્યાયોને નામ આપ્યા. અમુક ભાષ્યકારોએ ગીતાને ત્રણ ભાગમાં વહેંચી છે, જે છે કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગ. 

ગીતાનો સાર માત્ર એક વાક્યમાં છે કે ફળની ઇચ્છા રાખ્યા વિના કર્મ કરવું જોઇએ. 

ગીતામાં અર્જુન માનવનું પ્રતિનિધિત્વ કરે છે અને માનવ તરફથી ભગવાન કૃષ્ણને જીવનને લગતા વિવિધ પ્રશ્નો કરે છે. અર્જુનની દુવિધાને દૂર કરવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ સવિસ્તાર તેને વિસ્તારપૂર્વક સમજૂતી આપે છે. ગીતામાં જીવનનું ગૂઢ જ્ઞાન ધીરે-ધીરે અર્જુનના તમામ સંશયોનું નિવારણ આવે છે અને અર્જુન યુદ્ધ માટે સજ્જ થાય છે. આથી જ કહેવાય છે કે સાચી અને પૂર્ણ શ્રદ્ધા હોય તો મનુષ્ય પોતાના તમામ પ્રશ્નોનો હલ ગીતામાંથી મેળવી શકે છે

ગીતાના અધ્યાયો અને વિભાગોના પ્રચલિત નામો છે

18 અધ્યાયના નામો અને તેમા રહેલ શ્લોકની સંખ્યા

  1. અર્જુનવિષાદ યોગ (કર્મયોગમાં)-47
  2. સાંખ્ય યોગ (કર્મયોગમાં)- 72
  3. કર્મ યોગ (કર્મયોગમાં) - 43
  4. જ્ઞાનકર્મસંન્યાસ યોગ (કર્મયોગમાં)- 42
  5. કર્મસંન્યાસ યોગ (કર્મયોગમાં)- 29
  6. આત્મસંયમ યોગ (કર્મયોગમાં)- 47
  7. જ્ઞાનવિજ્ઞાન યોગ (ભક્તિયોગમાં)- 30
  8. અક્ષરબ્રહ્મ યોગ (ભક્તિયોગમાં)- 28
  9. રાજવિધ્યારાજગુહ્ય યોગ (ભક્તિયોગમાં)- 34
  10. વિભૂતિ યોગ (ભક્તિયોગમાં)- 42
  11. વિશ્વરૂપદર્શન યોગ (ભક્તિયોગમાં)- 55
  12. ભક્તિ યોગ (ભક્તિયોગમાં)-20
  13. ક્ષેત્રક્ષેત્રજ્ઞ યોગ (જ્ઞાનયોગમાં)- 34
  14. ગુણત્રયવિભાગ યોગ (જ્ઞાનયોગમાં)- 27
  15. પુરુષોત્તમ યોગ (જ્ઞાનયોગમાં)- 20
  16. દેવાસુરસંપદ્વિભાગ યોગ (જ્ઞાનયોગમાં)- 24
  17. શ્રદ્ધાત્રયવિભાગ યોગ (જ્ઞાનયોગમાં)- 28
  18. મોક્ષસંન્યાસ યોગ (જ્ઞાનયોગમાં- 78


  1. શાંકરભાષ્ય શંકરાચાર્ય સંસ્કૃતભાષા
  2. ૧૩મી સદીમાં સંત જ્ઞાનેશ્વરે મરાઠીમાં બધાને સમજાય તેવી ભાષામાં જ્ઞાનેશ્વરી ગીતા લખી.
  3. લોકમાન્ય તિલકે ગીતારહસ્ય લખ્યું.
  4. મહાત્મા ગાંધીએ અનાસક્તિયોગ - ગીતાનો ગુજરાતીમાં અનુવાદ લખ્યો.
  5. સ્વામી વિવેકાનંદે ભક્તિયોગ, જ્ઞાનયોગ અને રાજયોગ પર પ્રવચન આપેલા છે. રાજયોગમાં પતંજલિ યોગસૂત્ર પરના પ્રવચનો છે.
  6. ૧૮મી સદીમાં વોરન હેસ્ટીંગ્સે ચાર્લ્સ વિલ્કિન્સ પાસે ભગવદ્ ગીતાનો અનુવાદ અંગ્રેજીમાં કરાવ્યો અને ૧૭૮૫માં પ્રકાશિત કર્યો. આ અનુવાદ અંગ્રેજીમાં પ્રથમ ગણાય છે.
  7. ઍડવીન આર્નોલ્ડે પણ ગીતાનો અનુવાદ અંગ્રેજીમાં કર્યો તેનુંં નામ છે - ધ સોંગ સેલેશીયલ
  8. સ્કલેગેલે ગીતાનો લેટીનમાં અનુવાદ ૧૮૨૩માં કર્યો.
  9. વૉન હમબોલ્ટે ગીતાનો જર્મનમાં અનુવાદ ૧૮૨૬માં કર્યો.
  10. લેસેન્સે ગીતાનો અનુવાદ ફ્રેન્ચમાં ૧૮૪૬માં કર્યો.
  11. ગાલાનોસે ગીતાનો અનુવાદ ગ્રીકમાં ૧૮૪૮માં કર્યો.
  12. સરળ ગીતા - શ્રી યોગેશ્વરજી દ્વારા ભગવદ્ ગીતાનો ગુજરાતી પદ્યાનુવાદ.
  13. સાધક સંજીવની - શ્રી રામસુખદાસજી દ્વારા ભગવદ્ ગીતા ટીકા
  14. હિન્દી પદ્યાનુવાદ - શ્રી મુક્તાનંદ સ્વામી ભગવદ્ ગીતા ભાષા ટીકા

ગાંધીજીને ગીતામાં અહિંસાના દર્શન થયા, લોકમાન્ય ટીળક્ને જગતની તમામ સમસ્યાઓનો ઉકેલ ગીતામાં દેખાયો, વિનોબા ભાવે ગીતાને મોહનિરાકરણ ગ્રંથ કહે છે,ઓશો રજનીશ ગીતાને સ્વધર્મ સમજવાની ચાવી ગણાવે છે.

મહાત્મા ગાંધીજી પણ એવું કહેતા હતાં કે, હું શ્રીમદ્ ભગવત ગીતાજીનો અધ્યયન કરતો તો હિંમત મળતી હતી. 

સ્વામી વિવેકાનંદ યાત્રા કરવા નીકળ્યાં ત્યારે ગીતા સાથે રાખી. માણસને અભયત્વ પ્રાપ્ત કરવાની છે તેના જીવનમાંથી ભય દૂર થાય છે.

મહાન લોકો દ્વારા ગીતા  પર લખેલ પુસ્તકોના નામ

ગાંધીજી- અનાસક્તિયોગ
વિનોબા ભાવે- ગીતા પ્રવચનો
પાંડુરંગા શાસ્ત્રી આઠવલે‌- ગીતામૃતમ
લોકમાન્ય ટીળક- ગીતા રહસ્ય
રવિશંકર મહારાજ-ગીતાબોધવાણી
કાકા કાલેલકર- ગીતાધર્મ
શ્રી અરવિંદ- ગીતાનિબંધો
પંડિત સાતવલકરજી-ગીતા દર્શન

કુરુક્ષેત્રમાં મનાવાતા ગીતા જયંતી મહોત્સવને આંતરરાષ્ટ્રીય દરજ્જો આપવાની સાથે પ્રદેશ સરકાર ગીતા જયંતી મહોત્સવને વિદેશી ધરતી પર મનાવવાના પ્રયાસ કરી રહી છે. તે અંતર્ગત ૧૩થી ૧૬ ફેબ્રુઆરી સુધી મોરેશિયસની ધરતી પર પહેલો આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવ 2016માં મનાવાયો હતો.

આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવ ઉજવવાની શરુઆત 2016થી કરવામાં આવી છે.
અગત્યના શ્લોકો

यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत ।
अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् ॥४-७॥

परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् ।
धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे ॥४-८॥

‘न हि कल्याणकृत्कश्‍चिद्दुर्गतिं तात गच्छति ।’

– શ્રીમદ્ ભગવદ્દગીતા, અધ્યાય ૬, શ્લોક ૪૦

અર્થ : સારાં કર્મો કરનારાઓને કદીપણ દુર્ગતિ મળતી નથી.


‘योगक्षेमं वहाम्यहम् ।’ ( જે નું LIC નુંસુત્ર છે)

– શ્રીમદ્ ભગવદ્દગીતા, અધ્યાય ૯, શ્લોક ૨૨

અર્થ : જે કોઈ અનન્યભાવથી મારી નિરંતર નિષ્કામ ઉપાસના કરે છે, તેમનો જીવનનિર્વાહ હું ચલાઉં છું.

‘न मे भक्तः प्रणश्यति ।’

– શ્રીમદ્ ભગવદ્દગીતા, અધ્યાય ૯, શ્લોક ૩૧

અર્થ : મારા ભક્તનો ક્યારે પણ નાશ થતો નથી

कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन ।

– શ્રીમદ્ ભગવદ્દગીતા, અધ્યાય ૨, શ્લોક ૪૭

અર્થ : તમને કેવળ કર્મો કરવાનો અધિકાર છે, તેના ફળો પર નથી

વિશ્વના મોટા ભાગ ના તત્વચિંતકો, તત્વજ્ઞાનીઓ, ક્રાંતિકારીઓ અહીં સુધી કે મોડર્ન સાયન્ટિસ્ટોએ પણ આ મહાગ્રંથ માંથી પ્રેરણા લીધી છે અને હજી લઇ રહ્યાં છે. શ્રી કૃષ્ણ દ્વારા કહેવામાં આવેલું આ અદભુત જ્ઞાન આપણા બધાના જીવનવ્યવહારમાં ઉતરે અને માનવતાનાં નૈતિક મૂલ્યો જળવાઈ રહે તે ખૂબ જરૂરી છે.