નવરાત્રી- આઠમું નોરતું
માઁ મહાગૌરી
મા દુર્ગાના આઠમા સ્વરૂપનું નામ ‘મહાગૌરી’ કહેવાય છે. આ દિવસને મહાષ્ટમી કહેવાય છે. આ દિવસને દુર્ગાષ્ટમી પણ કહેવાય છે.
એમનો વર્ણ ગૌર છે અને તેમને ચાર ભૂજાઓ છે, શુભ્ર વસ્ત્રધારી છે, એમને ત્રણ નેત્રો છે.
તેમનું વાહન ‘વૃષભ’ (બળદ) છે,
જમણા હાથમાં અભયમુદ્રા, અને નીચેના હાથમાં કરમુદ્રા છે, દક્ષિણ હાથમાં ડમરુ છે.
નારદ પંચરાત્રિમાં લખ્યું છે કે શંભુને મેળવવા માટે હિમાલયમાં તપ કરતા તેમનો રંગ માટીથી ઢંકાઈ જવાથી મેલો થઈ ગયો હતો, જ્યારે શિવજીએ ગંગાજળ મસળી તેમના દેહને ધોયો, ત્યારે મહાગૌરીનો દેહ વિદ્યુત સમાન કાંતિવાળો બની ગયો તે અત્યંત ગૌર બની ગયો, તેથી વિશ્વમાં મહાગૌરી નામથી પ્રસિદ્ધ થયાં
તેમના ગૌરવર્ણની તુલના શંખ, ચંદ્ર અને મોગરાના ફૂલ સાથે કરવામાં આવી છે.
તેમના તમામ વસ્ત્રો અને આભૂષણો સફેદ છે. એટલે જ તેમને ’શ્વેતાંબરધરા’ કહેવામાં આવે છે.
ચારભુજાવાળી આ દેવી વૃષભ પર બિરાજમાન હોવાથી વૃષારુઢા પણ કહેવાય છે.
આ દિવસે સાધકે પોતાનું ચિત્ત સોમચક્ર ઉર્ધ્વ લલાટ પર સ્થિર કરીને સાધના કરવી જોઈએ.
શ્રી મહાગૌરીની આરાધના કરવાથી સોમચક્ર જાગૃત થવાથી તેની સિધ્ધિઓ પ્રાપ્ત થાય છે. આમની ઉપાસના કરવાથી અસંભવ કાર્ય પણ સંભવ બની જાય છે.
પુરાણ કથા પ્રમાણે દેવી શૈલપુત્રી સોળ વર્ષની આયુએ ખુબ જ સુંદર અને ગૌર વર્ણનાં હતાં. દેવીનું આ સ્વરૂપ "મહાગૌરી" તરીકે ઓળખાયુ. દેવી મહાગૌરી રાહુ (ગ્રહ)નું સંચાલન કરે છે
No comments:
Post a Comment
comment about blog, quiz, certificate.
my work