મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

Showing posts with label National Games. Show all posts
Showing posts with label National Games. Show all posts

15 October, 2022

National Games



ભારતની રાષ્ટ્રીય રમતો(National Games )માં વિવિધ રમતોનો  સમાવેશ થાય છે જેમાં ભારતના વિવિધ રાજ્યોના રમતવીરો એકબીજા સામે ભાગ લે છે. 

National Games ની શરુઆત 1924માં થઇ હતી. દર વર્ષે વિવિધ રાજય આ ગેમ્સના યજમાન બને છે. National Games નો  સુત્ર (MottoGet Set Play  છે.



2022માં 36માં National Gamesનું આયોજન ગુજરાતમાં 29 સપ્ટેમ્બર થી 12 ઓક્ટોબર દરમિયાન થયુ હતુ.

36માં નેશનલ ગેમ્સનું સૂત્ર છે: Celebrating unity through sports તથા મોસ્કોટ તરીકે સવાજ ( એશિયાટિક લાયન) અને એન્થમ થીમ તરીકે "એક ભારત શ્રેષ્ઠ ભારત" લેવામાં આવ્યું છે. અને એન્થમ સોંગ " જુડેગા ઇન્ડીયા, જીતેગા  ઇન્ડીયા" હતું.

એન્થમ સોંગ 36th નેશનલ ગેમ્સ





વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમા આ National Gamesનું ઉદ્ઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતુ અને સમાપન પણ આ જ સ્ટેડિયમમાં કરવામાં આવ્યું હતું.

ગુજરાતના 6 શહેરોમાં આ રમતોનું આયોજન થયુ હતું જેમા અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ અને ભાવનગર. સાથે સાયક્લિંગ ટ્રેક ઇવેન્ટનું આયોજન દિલ્હીમાં કરવામાં આવ્યુ હતુ.

36માં National Gamesમાં 28 રાજ્ય, 8 કેન્દ્ર શાસિત પ્રદેશ અને 1  Indian Armed Forcesની ટીમો એ ભાગ લીધો હતો આમ કુલ 37 ટીમોએ આ ગેમ્સમાં ભાગ લીધો હતો. લદાખ, દાદરા નગર હવેલી તથા દીવ અને દમણ એ પહેલીવાર નેશનલ ગેમમાં ભાગ લીધો હતો.

આ નેશનલ ગેમ્સમાં 36 ઇવેન્ટો રાખવામાં આવી હતી. જેની યાદી નીચે આપેલ છે. આ વર્ષે 2 નવી ઇવેન્ટ ઉમેરવામાં આવી હતી યોગાશન અને મલખમ. સાથે કબડ્ડી અને ખો-ખો જેવી જુની રમતો પણ આ વર્ષે યોજવામાં આવી હતી.


નેશનલ ગેમ્સનુ  પહેલા નામ ઈન્ડીયન ઓલમ્પિક ગેમ્સ ( Indian Olympic games) હતું. 1938 માં કોલકાતામાં 8મી આવૃત્તિ યોજાઈ હતી અને તે તે ઘટના હતી જ્યારે નામ બદલીને નેશનલ ગેમ્સ રાખવામાં આવ્યું હતું.

ભારતીય ઓલિમ્પિક રમતોની પ્રથમ આવૃત્તિ 1924 માં ભારતની આઝાદી પહેલા લાહોરમાં યોજાઈ હતી. લાહોર ભારતીય ઓલિમ્પિક રમતોની સતત ત્રણ આવૃત્તિઓનું સ્થળ હતું.


આઝાદી પછી પ્રથમ રાષ્ટ્રીય રમતોનું આયોજન લખનૌમાં થયું હતું, 

 પ્રથમ રાષ્ટ્રીય રમતો (આધુનિક) 1985માં નવી દિલ્હીમાં યોજાઈ હતી.

રાષ્ટ્રીય રમતોનો ઉપયોગ રમતગમતમાં ભારતની યુવા પ્રતિભાને પ્રોત્સાહન આપવા અને ઓળખવા માટે થાય છે. રાષ્ટ્રીય રમતો વિવિધ રાજ્યોના ખેલાડીઓને રમતોમાં આયોજિત વિવિધ વિષયોમાં એકબીજા સામે સ્પર્ધા કરવાની મંજૂરી આપે છે.

36માં નેશનલ ગેમ્સ મેડલ મેળવેલ વિવિધ રાજ્યોની યાદી

નેશનલ ગેમ્સમાં ગુજરાતે 49 મેડલ મેળવી 12મો ક્રમાક મેળવ્યો છે જેમા 13 ગોલ્ડ મેડલ, 15 સિલ્વર મેડલ અને 21 બ્રોંજ મેડલ મેળવ્યા છે.

સૌથી વધુ મેડલ ભારતીય સેનાની ટીમે મેળવ્યા હતા.


સંદર્ભ: દિવ્ય ભાસ્કર 






36મા નેશનલ ગેમ્સ માટેની વધુ માહીતી માટે નીચે આપેલ ઓફ્સિયલ લિંક પર ક્લિક કરવી.

https://nationalgamesgujarat.in/micro-site/221/landing/overview