મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

Showing posts with label તબિબ. Show all posts
Showing posts with label તબિબ. Show all posts

16 May, 2021

Dr. Edward Jenner (ડૉ. એડવર્ડ જેનર)

 એડવર્ડ જેનર

શીતળાની રસીના શોધક



જન્મતારીખ: 17 મે 1749

જન્મસ્થળ: બર્કલે, ઇંગ્લેન્ડ, (U.K)

અવશાન: 26 જાન્યુઆરી 1823



હાલમાં કોરોનાને કાબુમાં લેવા માટે દુનિયાભરના સંશોધકો રસી સંશોધન પર કામ કરી રહ્યાં છે. એ રસીકરણની શરૂઆત સવા ત્રણસો વર્ષ પહેલાં એડવર્ડ જેનરે કરી હતી.

એડવર્ડ જેનર એક પ્રખ્યાત ચિકિત્સક હતા. તેનું નામ વિશ્વમાં એટલા માટે પ્રખ્યાત છે કારણ કે તેણે શીતળાની રસીની શોધ કરી હતી. 

એડવર્ડ જેનરની આ શોધ સાથે, લાખો લોકો શીતળા જેવા જીવલેણ રોગથી સ્વસ્થ થઈ રહ્યા છે અને તેમના જીવનનો આનંદ માણી રહ્યા છે.


જો એડવર્ડ જેનર ન હોત તો દર વર્ષે સમગ્ર વિશ્વમાં 15 મિલિયન લોકો શીતળાના કારણે મરી જતા. 

અઢારમી સદીના મધ્યભાગમાં યુરોપમાં કાઉપોક્ષ નામનો રોગ ગાયોમાં સંક્રાંત થયા પછી વિશાળ માત્રામાં માણસોમાં ફેલાતો હતો

અઢારમી સદીમાં શીતળાના રોગની મહામારી વિશ્વભરમાં ફેલાઇ હતી  ખાસ કરીને યુરોપમાં. આ સમયે, બ્રિટિશ ચિકિત્સક એડવર્ડ જેનરએ આ દર્દીઓની સારવાર કરવાનું વિચાર્યું. 

 ૧૭૯૬માં ઈંગ્લેન્ડના એ ડૉક્ટરને અચરજ થતું હતું કે બધાને 'શીતળા (સ્મોલપૉક્સ)'નો રોગ થાય છે, પણ આ દૂધ દેવા આવતી ભરવાડણ સારાહ નેમ્સને કેમ નથી ચેપ લાગતો? કોઈ સામાન્ય માણસ હોત તો એને આ પ્રશ્ન થયો જ ન હોત. પરંતુ એ તો વ્યવસાયે તબીબ હતો, તેને કારણ જાણવામાં દિલચસ્પી હતી.

ગાયનું દૂધ દોહીને વહેંચણી કરવા નીકળતી મહિલાની વધુ પૂછપરછ કરતાં જણાયુ કે તેને શીતળાનો રોગ નથી થતો પણ, કાઉપૉક્સ (ગાયના આંચળ પર થતો રોગ) થયો છે. એ જાણ્યા પછી તો તબીબને વધારે રસ પડયો.. કેટલાક દિવસ અવલોકન કર્યા પછી તબીબને સમજાયું કે જેને કાઉપૉક્સ થાય તેને કદાચ સ્મોલપૉક્સ નથી થતો. 

એ તો ધારણા હતી, સાબિતી વગર માની કેમ શકાય?

એટલે ડૉક્ટરે કાઉપૉક્સનું કેટલુંક મટિરિયલ લીધું. ૧૪મી મે (૧૭૯૬)ના દિવસે જેમ્સ ફિપ્સ નામના આઠ વર્ષનાં બાળકના શરીરમાં કાઉપૉક્સના વાઈરસ એ રીતે દાખલ કર્યા કે જેથી એ રોગ લાગુ ન પડે. એ પછી થોડા દિવસ રહી બાળકના શરીરમાં સ્મોલપૉક્સના વાઈરસ પણ દાખલ કર્યા. એ પછી બાળકને શીતળાનો રોગ લાગુ પડવો જોઈએ. પણ પડયો નહીં. અલબત્ત, બાળકની તબિયતમાં એ દરમિયાન થોડા ચડાવ-ઉતાર આવ્યા હતા, પરંતુ અંતે એ સાજો થયો. એટલે એ ધારણા વધારે મજબૂત બની કે કાઉપૉક્સ હોય તેને સ્મોલપૉક્સનો ચેપ લાગતો નથી. 



માત્ર મજબૂત ધારણાના આધારે સારવાર થઈ શકતી નથી. એટલે તબીબે કુલ ૨૭ દરદી પર આ પ્રયોગ કરી જોયો. બધાના અંતે સરખું જ પરિણામ આવ્યું. એટલે પછી એ વાત પાક્કી થઈ કે શીતળાનું મારણ કાઉપૉક્સમાં રહેલું છે. આ વાત પાક્કી કરનાર તબીબનું નામ એડવર્ડ જેનર. રસીકરણ વિજ્ઞાાનની ટોચ પર બિરાજેલા મહારથી!

એ વખતમાં કોઈ પણ વાત વિજ્ઞાાન જગતમાં તો જ સ્વિકાર્ય બને જો બ્રિટનની 'રોયલ સોસાયટી' તેને સ્વીકારે. ૧૭૯૭માં એડવર્ડે સોસાયટીને આધાર-પુરાવા સાથે પત્ર લખ્યો પરંતુ સોસાયટીએ તેને સ્વીકાર્યો નહીં. એ વખતના સોસાયટીના પ્રમુખ ડૉ.જોસેફ બેન્ક એડવર્ડના સંશોધનનું મહત્ત્વ સમજી ન શક્યા. બીજા વર્ષે ૧૭૯૮માં જેનરે વધુ પુરાવા સાથે બીજો કાગળ લખ્યો. સાથે સાથે રસીકરણની એક નાનકડી પુસ્તીકા છપાવી (જેનું ટાઈટલ જોકે ૩૩ શબ્દોનું હતું!). સોસાયટી કોઈ પ્રકારનો સહકાર આપે એ પહેલા ગ્રામ્ય વિસ્તારથી લંડન ગયેલા જેનરને ત્યાંના એક-બે તબીબોએ ટેકો આપ્યો અને રસીકરણની પ્રક્રિયા આગળ વધી. પરિણામ એ આવ્યું કે ૧૮૦૦ની સાલ આવી ત્યાં સુધીમાં ઈંગ્લેન્ડનીની તબીબી આલમ માનવા લાગી કે જેનરે શોધેલી પદ્ધતિ કામ કરે છે. 

જેનરની મેથડ ઈંગ્લેન્ડ બહાર નીકળી યુરોપના અન્ય દેશોમાં ફેલાઈ ગઈ. યુરોપભરના ડૉક્ટરો એડવર્ડને પત્ર લખી રસી મંગાવવા લાગ્યા, શીતળાના દરદીઓને આપવા લાગ્યાં અને ઠેર ઠેર તેનાં સારાં પરિણામો આવવા લાગ્યાં. એટલાન્ટિક પાર કરીને રસી અમેરિકા (ત્યારનું નામ ઃ ન્યુ ઈંગ્લેન્ડ) પહોંચી. થોમસ જેફરસન ત્યારે અમેરિકાના પ્રમુખ હતા અને તેમને આ રસીમાં બહુ રસ પડયો એટલે તેમણે તેનો વ્યાપક ઉપયોગ શરૂ કરાવ્યો. 

જોકે ઘણા નિષ્ણાતો એડવર્ડની આ પદ્ધતિથી ખફા હતા અને પ્રકૃત્તિમાં ખલેલ પહોંચાડનારી માનતા હતા. એ ધર્મગુરુઓ હતા. એમની માન્યતા હતી કે મૃત્યુ એ કુદરતે નક્કી કર્યું છે, એમાં રસીની સોય શા માટે ઘૂસાડવી જોઈએ! પરંતુ લોકોને એડવર્ડના સંશોધનમાં ધર્મગુરૂઓના પ્રવચન કરતાં વધુ વિશ્વાસ હતો.

શીતળાનો ઇતિહાસ દસેક હજાર વર્ષ પુરાણો છે. ઈજિપ્તના રાજવી રામસે પાંચમાનુ મમી ખોલ્યું, ત્યારે તેના ચહેરા પર પણ શીતળાના ચિહ્નો હતા. ચીનના પ્રાચીન ગ્રંથો અને આપણા સંસ્કૃત પાઠોમાં શીતળાનો ઉલ્લેખ છે. એટલે કે સદીઓ સુધી ધરતીના સાતેય ખંડો પર રાજ કરવાનું કામ આ રોગચાળાએ કર્યું હતું. પણ એડવર્ડ જેનરે શોધેલાં બે ટીપાંએ હજારો વર્ષ જૂનો શીતળાનો ઇતિહાસ મીટાવી દીધો.

એડવર્ડ જેનરે શીતળાની રસી બનાવી જેનાથી એ વખતે જગતમાં દર વર્ષે લગભગ ચાર લાખ લોકો મૃત્યુ પામતા હતા. ઈંગ્લેન્ડનાં તો પાંચ રાજવીઓ શીતળાને કારણે સ્વર્ગ-નર્કમાં પહોંચી ગયા હતા. ૧૭૨૧માં અમેરિકાના બૉસ્ટન શહેરમાં શીતળાનો રોગચાળો ફેલાતા શહેરની અડધી વસતીને ચેપ લાગ્યો હતો. જેને શીતળા થાય એ પૈકીના ત્રીજા ભાગના દરદી જીવ ગુમાવતા હતા અને જે જીવતા એ કદરૂપા બની જતાં. શીતળાના ચાંઠા તેની કાયાને કંચનમાંથી કથીર જેવી બનાવી દેતાં હતાં. ભારતમાં શીતળાનો ત્રાસ અને તેની માન્યતાઓ કંઈ અજાણી નથી.

એવા સંજોગો હતા ત્યારે એડવર્ડે માત્ર શીતળાની રસી શોધી એવુ નથી, રસીકરણની શરૂઆત જ તેમણે કરી. આજે વપરાતો શબ્દ 'વેક્સિનેશન' પણ તેમની જ દેન છે. લેટિન શબ્દ 'વાકા'નો અર્થ 'ગાયમાંથી આવેલું' એવો થતો હતો. તેના પરથી એડવર્ડે શબ્દ આપ્યો

વાઈરસ-બેક્ટેરિયા શરીરમાં ઘૂસીને કંઈ જ ન કરી શકે એવુ મજબૂત સુરક્ષા ચક્ર જગતને એડવર્ડે રસીકરણ દ્વારા આપી દીધું. રસીકરણ સાથે સાથે એડવર્ડે 'ચેપમુક્તિ (ઇમ્યુનાઈઝેશન)'નો પાયો પણ નાખ્યો હતો. આજનું મેડિકલ સાયન્સ આ પાયાઓ પર ઉભું છે. બાળક ગર્ભમાં હોય ત્યારે તેની માતાને અને મોટું થતું થાય તેમ બાળકને વિવિધ પ્રકારની રસી આપીને શરીરમાં રહેલા રોગચાળા સામે લડનારા સૈન્યને તૈયાર કરવામાં આવે છે, એ વાત આજે જગવ્યાપી છે.



 ત્યારબાદ જેનરે આ પ્રયોગનો ઉપયોગ તેના દર્દીઓને શીતળાથી બચાવવા માટે કર્યો હતો. આ પછી, આ પદ્ધતિએ રસી બનાવવાનો માર્ગ મોકળો કર્યો, અને માનવજાતને ઘણા જીવલેણ રોગચાળાઓથી આઝાદી મળી. 

શીતળા હવે વિશ્વભરમાં સંપૂર્ણપણે દૂર થઈ ગયું છે. જેનો શ્રેય એડવર્ડ જેનરને જાય છે.

એડવર્ડ જેનરનો જન્મ 17 મે 1749 ના રોજ ઇંગ્લેન્ડના બર્કલેમાં થયો હતો. તેમના પિતા રેવરેન્ડ સ્ટીફન જેનર બર્કલેના પાદરી હતા, 

તેમણે પ્રારંભિક શિક્ષણ 13 વર્ષની ઉંમરે બ્રિસ્ટોલ નજીકના સુડબરી નામના એક નાનકડા ગામમાં કર્યું હતું, અને ત્યારબાદ તે 21 વર્ષના થયા ત્યાં સુધી લંડનના સર્જન જ્હોન હન્ટરની દેખરેખ હેઠળ અભ્યાસ કર્યો હતો. 

 તેમના પિતા એક પાદરી હતા, જેના કારણે તેમનું શિક્ષણનો મૂળભૂત પાયો પણ મજબૂત હતો.



લંડનની સેન્ટ જ્યોર્જ હોસ્પિટલમાં તેની ટ્રાયલ પૂર્ણ કર્યા પછી, જેનર તેના ગામમાં ગયા અને તેની પ્રેક્ટિસ શરૂ કરી. 

 


1803 માં શીતળાની રસી ફેલાવવા માટે રોયલ જેનરિક સંસ્થાની સ્થાપના કરવામાં આવી. તેમના કાર્યને માન્યતા આપવા માટે ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ તેમને એમ.ડી.ની ઓનર્સ ડિગ્રીથી નવાજ્યા. 

1822 માં તેમણે 'અમુક રોગોમાં કૃત્રિમ વિસ્ફોટની અસર' પર એક નિબંધ પ્રકાશિત કર્યો અને બીજા વર્ષે રોયલ સોસાયટીમાં 'બર્ડ સ્થળાંતર' પર એક નિબંધ લખ્યો. 

બ્રિટિશ સરકારે એડવર્ડના કામની કદર કરીને મોટી રકમનું પેન્શન બાંધી આપ્યું હતું. એડવર્ડને તેમના ગુરુ ડૉ.જોન હન્ટરે બહુ પહેલા સલાહ આપી હતી કે શહેર કરતાં ગ્રામ્ય વિસ્તારમાં મેડિકલ સાયન્સની વધારે જરૂર છે. માટે રસીકરણના માંધાતા તરીકે પ્રસ્થાપિત થયા પછી એડવર્ડ પોતાના વતન ગ્લોસ્ટશાયરમાં જતા રહ્યા હતા અને ત્યાં જ સારવાર કરતા હતા. તેમને પ્રસિદ્ધિની ખાસ પરવા ન હતી. પોતાના ઘરના ગાર્ડનમાં જ તેમણે એક ઝૂંપડી બનાવી હતી, જેને 'ટેમ્પલ ઑફ વેક્સિનીઆ' નામ આપ્યું હતું. ત્યાંથી એ સારવાર કરતાં અને ગરીબોને વિનામૂલ્યે રસી આપતા હતા. 



26 જાન્યુઆરી 1823 ના રોજ બર્કલેમાં તેમનું અવસાન થયું.


એડવર્ડ જેનરે સમૂહ સમુદાયના આક્ષેપો પર ધ્યાન આપવાનો ઇનકાર કર્યો હતો. તેણે શીતળાના ઉપાય શોધવાનો પ્રયાસ કર્યો અને આ હેતુ માટે તેમણે ગાય-શરદીથી પીડાતા દર્દીઓના પ્રવાહી એકત્રિત કરવા માટે તેમનો સમય પસાર કરવો શરૂ કર્યો. આમ જેનરે પ્રવાહીમાંથી એન્ટી સ્મોલપોક્સ ઇન્જેક્શનની શોધ કરી જે સફળ સાબિત થઈ અને ધીરે ધીરે જેનરની યશોગાથા બધે જ મળવા લાગી.

 લોકો શીતળાના પ્રકોપથી બચવા માટે તેમના દ્વારા શોધાયેલ રસીઓ લાગુ કરવાનું શરૂ કરી દીધાં. 

રસીની શોધ પછી સમગ્ર વિશ્વમાં રસી રજૂ કરવામાં આવી હતી અને જેનરની શોધ પ્રખ્યાત થવા લાગી હતી. તે પછી ઘણા દેશોએ તેમનું સન્માન કર્યું.

 1802 અને 1806 માં બ્રિટિશ સંસદે જેનરને ઘણા પૈસા આપી સન્માનિત કર્યા હતા.


એડવર્ડ જેનર દ્વારા શોધાયેલી શીતળાની રસીનું પરિણામ એ છે કે આજે વિશ્વના લગભગ તમામ દેશોમાં શીતળા જેવા જીવલેણ જીવલેણ રોગથી મુક્તિ મળી છે. 


1967માં 'વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝેશ'ને આખા જગતમાં જ્યાં ક્યાંય શીતળા હોય તેને મુક્ત કરવા જગવ્યાપી રસીકરણ ઝૂંબેશ આદરી. તેના પરિણામ સ્વરૂપે 1980માં જગતને શીતળામુક્ત જાહેર કરવામાં આવ્યું.

હેલ્થ ઑર્ગેનાઈઝેશનના કહેવા પ્રમાણે એડવર્ડના સંશોધનથી જેટલા જીવ બચી શક્યા એટલા બીજા કોઈ પ્રયાસથી નથી બચ્યા!

શીતળાના બે પ્રકાર, વારિઓલા માઈનોર (ઓછો ગંભીર) અને વારિઓલા મેજર (અતી ગંભીર). મેજરનો છેલ્લો કેસ ૧૯૭૫માં બાંગ્લાદેશમાં નોધાયો હતો. રાહીમા બાનુ નામની બે વર્ષની બાળકીને કુદરતી રીતે આ રોગ લાગુ પડયો હતો અને મેડિકલ સાયન્સના ઇતિહાસ મુજબ એ છેલ્લી દરદી હતી. એ વખતે રાહીમાને તેની માતા સાથે નજરકેદ રખાઈ હતી. બાળકી બહાર ન નીકળે અને શીતળા ફેલાય નહીં એ માટે સાજી થઈ ત્યાં સુધી તેના ઘરે ચોવીસ કલાક પહેરો ભરાતો હતો!

વારિઓલા માઈનોરનો કિસ્સો ૧૯૭૭માં સોમાલિયામાં નોંધાયો હતો. અલિ માલિન નામના વ્યક્તિને શીતળા જણાયા પછી અને સારવાર થઈ હતી અને છેક ૨૦૧૩માં તેમનું વળી મલેરિયાથી નિધન થયું હતુ! શીતળાથી થયેલું છેલ્લુ અવસાન ઇંગ્લેન્ડની જેનેટ પાર્કરનું હતું. એ મહિલાની સારવાર થઈ શકે એ પહેલા જ ૧૯૭૮ની ૧૧મી સપ્ટેમ્બરે તેનું મોત થયુ હતુ. તેની સાથે રહેતી તેની માતાને પણ શીતળાનો ચેપ લાગ્યો હતો, પરંતુ એ સાજા થઈ શક્યા હતા. હવે આપણી ધરતી છેલ્લા ચાર દાયકાથી તો શીતળાથી સંપૂર્ણ મુક્ત છે. 

વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબલ્યુએચઓ)ના ૧૯૬૭માં બહાર પાડેલા એક ચોંકાવનારા સર્વેક્ષણ-સંશોધન મુજબ અઢારમી સદીના અંત સુધીમાં યુરોપ અને અમેરિકાના કુલ છ કરોડ લોકો એકલા શીતળાના રોગથી માર્યા ગયા હતા. ૧૭૨૧માં એમેરિકાના બોસ્ટન શહેરની  અડધી વસ્તી શીતળા ગ્રસ્ત હતી, જેમાં દસે એક વ્યક્તિ આ મહામારીમાં મૃત્યુ પામી હતી.

૧૮૦૦થી ૧૯૪૭ સુધી બ્રિટીશ સરકારે પબ્લીક હેલ્થ અને વેકિસનેસન પોલીસી અંતર્ગત ભારતમાં જન્મતા પ્રત્યેક બાળકને શીતળાની રસી મુકવાનો કાર્યક્રમ ઘડયો. સ્વતંત્ર ભારતમાં ઈન્ડીયન નેશનલ સ્મોલ-પોક્ષ ઈરેડિકેશન પ્રોગ્રામ તળે ભારત સરકારે રસીકરણના ભગીરથ પ્રયત્નો કર્યા. ૧૯૪૭થી ૧૯૭૭ સુધી કંટ્રોલ અને ઈરેડિકેશન પ્રોગ્રામ ઓફિ સ્મોલપોક્ષ અંતર્ગત વિશ્વ આરોગ્ય સંસ્થાએ વિશાળ માત્રામાં પ્રત્યેત ઘરે ઘરે ફરીને રસીકરણ કર્યા, જેની ફુલશ્રુતિ સ્વરૃપે ૧૯૭૭માં ભારતમાંથી અને સમગ્ર વિશ્વમાંથી શીતળાનો મહાવિનાશક ચેપગ્રસ્ત રોગ સદાયને માટે વિદાય થઇ ગયો.


શીતળાના રોગથી સમગ્ર વિશ્વને મુકત કરાવનાર અને વિશ્વને રસી આપનાર એડવર્ડ જેનરને તેમની જન્મ જયંતિ એ સો સો સલામ