મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

Showing posts with label ગાયિકા. Show all posts
Showing posts with label ગાયિકા. Show all posts

02 June, 2022

દિવાળીબેન ભીલ

 દિવાળીબેન ભીલ

ગુજરાતી લોકગીત ગાયિકા



જન્મતારીખ: 2 જૂન 1943

જન્મસ્થળ: દલખાણીયા, ધારી, અમરેલી

પિતાનું નામ: પુંજાભાઇ લાઠીયા

માતાનું નામ: મોંઘીબેન

અવશાન:  19 મે 2016 (જુનાગઢ)


ગાયકીની દુનિયામાં નામ કમાવા કે ટકી રહેવા માટે ગાયકો રિયાઝથી લઈને નિતનવું શીખતાં રહેતાં હોય છે. આમ છતાં ધાર્યું નિશાન પાર પડશે જ એની કોઈ ગેરંટી હોતી નથી. 


સાભાર: દિવ્ય ભાસ્કર


દિવાળીબેન ભીલ એ ગુજરાતની કોયલ તરીકે જાણીતા લોકગાયિકા અને પાર્શ્વગાયિકા હતા. તેમણે લોકગીતો, ભજન, લગ્ન ગીતો અને ફિલ્મી ગીતો ગાયા છે.

દિવાળીબેન ભીલ જન્મ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દલખાણીયા ગામમાં થયો હતો.

 તેમની મૂળ અટક લાઠીયા હતી. 

માતાથી પ્રેરિત થઈને તેમણે નાની ઉંમરે જ પરંપરાગત ગરબા ગીતો ગાવાનું શરૂ કર્યું હતું. 

નવ વરસની ઉંમરે પિતાને જુનાગઢ રેલ્વેમાં નોકરી મળવાથી એમની સાથે જુનાગઢ આવ્યા. 

નવ વર્ષની ઉંમરે રાજકોટમાં તેમના લગ્ન થયા હતા, પરંતુ મતભેદોને કારણે એમનું લગ્ન-જીવન ફક્ત બે દિવસ ટક્યું હતું. તેમણે ફરી ક્યારેય લગ્ન કર્યા નહિ. 

વીસ વર્ષની આસપાસ તેમને એક હોસ્પિટલમાં નોકરી મળી અને દસ વર્ષ સુધી ત્યાં કામ કર્યું. બાદમાં તેમણે જૂનાગઢ પબ્લિક હોસ્પિટલના નર્સિંગ ક્વાટર્સમાં ઘરેલુ સહાયક (રસોઈ બનાવનાર) તરીકે કામ કર્યું હતું

દિવાળીબેનનો તીણો અવાજ અને ઘેરો લહેકો તળપદી ગીતોને માધુર્ય બક્ષે તેવો હતો. આથી તેઓ નવરાત્રીનાં તહેવારમાં વણઝારી ચોકની ગરબીમાં ગરબા ગવડાવતાં. બાળપણથી જ લોકગીતો, ભજનો ગાવાનો શોખ હતો. તેમજ તેમનો કંઠ મધુર હતો. આથી વણઝારી ચોકની ગરબી લોકોમાં ખુબ પ્રિય બની ગઇ હતી.


નવરાત્રીનાં સમયે આકાશવાણીનાં ઉચ્ચ અધિકારીઓ અને ગાયક સ્વ.હેમુ ગઢવી નવરાત્રીનું રેકોર્ડિંગ કરવા જૂનાગઢ આવ્યા હતાં. ત્યારે સૌપ્રથમ વાર આ લોકોએ દિવાળીબેનને સાંભળ્યા હતા

૧૯૬૪માં ગુજરાતી લોકગાયક હેમુ ગઢવીએ તેમની પ્રતિભાને પારખી આકાશવાણી રાજકોટ ખાતે તેમનું પહેલું રેકોર્ડિંગ ગોઠવ્યું હતું. એ માટે એમને પાંચ રૂપિયાનું મહેનતાણું આપવામાં આવ્યું હતું. 

સામાજિક કાર્યકર રતુભાઈ અદાણી તેમને દિલ્હી લઈ ગયા હતા, જ્યાં તેમણે લોકસંગીત મહોત્સવમાં પ્રથમ ઇનામ જીત્યું હતું. 

સંગીતકાર કલ્યાણજીએ મુંબઈમાં લાઇવ સંગીત કાર્યક્રમ દરમિયાન તેમને સાંભળ્યા અને તેમને ગુજરાતી ફિલ્મોમાં પાર્શ્વગાયિકા તરીકે ગાવાનું આમંત્રણ આપ્યું હતું. 


જેસલ તોરલ (૧૯૭૧) તેમની પ્રથમ ફિલ્મ હતી અને આ ફિલ્મનું ગીત "પાપ તારૂં પ્રકાશ જાડેજા…" ખૂબ લોકપ્રિય બન્યું હતું. 


તેમણે લોકગીતોના કાર્યક્રમો  ભારત  સિવાય અમેરિકા, ન્યુઝીલેન્ડ, લંડન, આફ્રીકા જેવા 15 જેટલા દેશોમાં કર્યા હતા. 


સ્ટેજ કાર્યક્રમોમાં તેમણે પ્રાણલાલ વ્યાસ સાથે સૌથી વધુ ગીતો ગાયાં.


દિવાળીબેનની મુળ અટક લાઠીયા. પરંતુ એમને સહુ ભીલ તરીકે જ ઓળખે. તેઓ કાર્યક્રમ આપે ત્યારે સાડલો માથે ઓઢ્યા વગર ક્યારેય ઉઘાડા માથે બેસીને કાર્યક્રમ આપતા નથી. તેમનો પહેરવેશ હંમેશાં પારંપરિક જ હોય છે.


દિવાળીબેને સંગીતમાં કોઈ ઔપચારિક શિક્ષણ મેળવ્યું ન હતું. તેમણે મોટી સંખ્યામાં લોકગીતો, ગરબા, ભજન, લગ્ન ગીતો અને ગુજરાતી ફિલ્મના ગીતો ગાયા હતા અને તેની ઓડિયો કેસેટ પણ બહાર પાડી હતી.

 2001માં બહાર પડેલ સંગીત આલ્બમ "મનના મંજીરા" દ્વારા તેમને લોકપ્રિયતા મળી હતી. 


"મારે ટોડલે બેઠો મોર", 

"સોના વાટકડી રે કેસર ઘોળ્યા વાલમિયા", 

"વાગે છે રે વાગે છે, વૃંદાવન મોરલી વાગે છે", 

"રામના બાણ વાગ્યા; હરિના બાણ વાગ્યા રે", 

"હાલોને કાઠિયાવડી રે",

 "કોકિલકંઠી", 

"હું તો કાગળિયાં લખી લખી થાકી", 

"વરસે વરસે અષાઢી કેરે મેઘ" 

 ગુજરાતી ફિલ્મ, હાલો ગામડે જઈયેનું "ચેલૈયા કુંવર ખમ્મા ખમ્મા રે" આલ્બમના અન્ય કેટલાક નોંધપાત્ર ગીતો હતા.

તેમણે હેમુ ગઢવી, લાખાભાઈ ગઢવી, ઇસ્માઇલ વાલેરા, વેલજીભાઈ ગજ્જર, કરસન સાગઠિયા, પ્રફુલ્લ દવે, ભીખુદાન ગઢવી, ઉષા મંગેશકર, દમયંતિ બરડાઈ, મુરલી મેઘાણી અને આનંદકુમાર જેવા અનેક સંગીતકારો અને ગાયકો સાથે કામ કર્યું હતું.


સન્માન અને એવોર્ડ

1990માં તેમને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા

લંડનની ગુજરાતી સોસાયટીએ તેમની મુલાકાત દરમિયાન તેમનું સન્માન કર્યું હતું.

2015માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા હેમુ ગઢવી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.


ગુજરાત સરકારે તેમને ગુજરાત ગૌરવ પુરસ્કાર એનાયત કર્યો હતો.


19 મે 2016ના રોજ લાંબી બિમારીને કારણે તેમનું મૃત્યુ થયું હતું.


અભણ હોવા છતાં આજે પણ તેમને 700થી વધુ ગીતો કંઠસ્થ છે. દિવાળીબેન ભીલ આજે લોકોને એ શીખવી જાય છે કે, જીવનમાં ભણતર કેટલું છે તે જરૂરી નથી. જીવનમાં સંઘર્ષ કર્યા વિના કોઇ સફળતા મળતી નથી.


વિવિધ ફિલ્મોમાં તેમણે ગીતો ગાયા છે.

જેસલ તોરલ (1971)

હોથલ પદમણી (1974)

ભાદર તારા વહેતા પાણી (1976)

ગંગાસતી (1979)

મણિયારો (1980)

રા નવઘન 1976

સતી સાવિત્રી

લંકાની લાડી ઘોઘાનો વર (1978)

માંડવડા રોપાવો મનરાજ

મચ્છુ તારા વહેતા પાણી

ગોરલ ગરાસણી (1982)

સોનબા ને રૂપબા

અષાઢી બીજ

સંપૂર્ણ રામાયણ

વીર એભલ વાલો

ભગત પીપાજી

પીઠીનો રંગ

મૈયારમા મનડુ નથી લગતુ

શામળશાનો વિવાહ

વાત વચન અને વેર

માલી મેથાન

વિરાંગના નાથીબાઈ

દિયર વાતુ

સોનબાઈની ચુંદડી

સંત તુલસીદાસ

લાકો લોયન

06 February, 2022

લતા મંગેશકર (Lata Mangeshakar)

 લતા મંગેશકર



જન્મતારીખ: 28 સપ્ટેમ્બર 1929,      

જન્મસ્થળ: ઇન્દોર,મધ્યપ્રદેશ    

અવસાન: 6 ફેબ્રુઆરી 2022 (મુંબઇ)

પિતાનું નામ: દિનાનાથ  મંગેશકર       

માતાનું નામ: શેવંતી  મંગેશકર  

સાચું નામ: હેમા મંગેશકર

            ए मेरे वतन के लोगों जरा आँख में भरलो पानी.. ગીત દ્વારા દેશભક્તિને જનતા સુધી પહોંચાડનાર ભારતની ખ્યાતનામ પાશ્વ ગાયિકા, સ્વર કોકિલા, ભારતરત્ન લતા મંગેશકરનો જન્મ મધ્યપ્રદેશ રાજ્યના ઇન્દોરમાં 28 સપ્ટેમ્બર 1929માં થયો હતો. તેમના પિતા પંડિત દિનાનાથ મંગેશકર કે જે ગોવાના ગોમાન્તક મરાઠા સમાજ કુટુંબ સાથે સંકળાયેલ છે જે એક શાસ્ત્રીય ગાયક અને થિયેટર અભિનેતા હતા.

લતાજીનું બાળપણ નુ નામ "હેમા" નામ હતુ. તેમના માતા - પિતા પછી સ્ત્રી અક્ષર પછી તેમને લતા નામ આપ્યું. તેમના વતન ગોવામાં મંગેશી ગામ પરથી તેમની અટક મંગેશકર રાખી. તેમની બહેન આશા ભોંસલે પણ સારા ગાયિકા છે. તેમની ત્રણ બહેનો મીના, આશા, ઉશા અને ભાઈ હ્રદયનાથ છે. જેઓ પણ આ સંગીત ક્ષેત્રમાં છે. 



         1942માં જ્યારે લતાજી 13 વર્ષના હતા ત્યારે તેના પિતાનું હૃદયરોગથી અવસાન થયું હતું. નવયુગ ચિત્રપટ ફિલ્મ કંપનીના માલિક અને મંગેશકર પરિવારના નજીકના મિત્ર માસ્ટર વિનાયક (વિનાયક દામોદર કર્ણાટકીએ) તેમની સંભાળ લીધી. તેમણે લતાને ગાયક અને અભિનેત્રી તરીકે કારકિર્દી શરૂ કરવામાં મદદ કરી.

લતા મંગેશકરે પોતાનું પહેલું ગીત 1942માં ફિલ્મ ‘કીટી હસલ’ માટે ગાયું હતું. કમનસીબે આ ગીત પાછળથી કાપવામાં આવ્યું અને જ્યારે ફિલ્મ રિલીઝ થઈ ત્યારે તેમાં લતાજીએ ગાયેલું ગીત નહોતું. ફિલ્મોમાં તેમની ગાયકીની સફર ખરા અર્થમાં ‘પહેલી મંગળાગોર’ (1942) થી શરૂ થઈ હતી. આ ફિલ્મમાં લતાજીએ ‘નટકી ચગાચી નવલાઈ’ ગીત ગાયું હતું. 1944માં ‘ગજાભાઈ’ એક મરાઠી ફિલ્મ હતી, પરંતુ આ ફિલ્મમાં લતા મંગેશકરે પોતાનું પહેલું હિન્દી ફિલ્મનું ગીત ગાયું હતું. આ ગીતના બોલ હતા- ‘માતા, એક સપુત કી દુનિયા બાદલ દે તુ’.

તેમણે ગાયેલુ પ્રથમ હિન્દી ગીત મરાઠી ફિલ્મ ગજાભાઉ (1943) માટે "માતા એક સપૂત કી દુનિયા બાદલ દે તુ" હતું.

1945માં લતાજી મુંબઇ આવી ગયા. તેણીએ ભીંડીબજાર ઘરાનાના ઉસ્તાદ અમાન અલી ખાન પાસેથી હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના પાઠ લેવાનું શરૂ કર્યું.

ગુલામ હૈદરે લતાને તેનો પહેલો મોટો બ્રેક ફિલ્મ મજબૂર (1948) માં "દિલ મેરા તોડા, મુઝે કહીં કા ના છોરા"  ગીત સાથે આપ્યો, જે તેની પ્રથમ મોટી સફળતાવાળી ફિલ્મ બની. લતાજીએ પોતાના 84મા જન્મદિવસે એક ઈન્ટરવ્યુમાં પોતે જાહેર કર્યું હતું કે, "ગુલામ હૈદર ખરેખર મારા ગોડફાધર છે. તેઓ એવા પ્રથમ સંગીત દિગ્દર્શક હતા જેમણે મારી પ્રતિભામાં સંપૂર્ણ વિશ્વાસ દર્શાવ્યો હતો.

         1963ના રોજ ચીન-ભારત યુદ્ધની પૃષ્ઠભૂમિ સામે લતાજીએ તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુની હાજરીમાં દેશભક્તિ ગીત "આય મેરે વતન કે લોગો" ગાયું હતું. આ ગાયન પછી લતા સ્ટેજની પાછળ કૉફી પી રહ્યાં હતાં એવામાં નિર્દેશક મહેબૂબ ખાને આવીને લતાને કહ્યું કે તમને પંડિતજી બોલાવે છે. મહેબૂબે લતાને નહેરુની સમક્ષ લઈ જઈને કહ્યું, "આ રહી આપણી લતા. તમને એનું ગાયન કેવું લાગ્યું?" નહેરુએ કહ્યું, "ખૂબ જ સરસ. આ છોકરીએ મારી આંખો ભીની કરી દીધી." અને તેઓ લતાને ભેટી પડ્યા. તરત જ એ ગાયનની માસ્ટર ટેપને વિવિધભારતી સ્ટેશને પહોંચાડવામાં આવી અને બહુ ઓછા સમયમાં એચએમવીએ એની રેકૉર્ડ બનાવીને બજારમાં મૂકી દીધી.ભારતના. સી. રામચંદ્ર દ્વારા રચિત અને કવિ પ્રદીપ દ્વારા લખાયેલ આ ગીતે વડાપ્રધાનને આંસુ પાડી દીધા હોવાનું કહેવાય છે અને સૌથી પ્રખ્યાત દેશભક્તિ ગીત બની ગયુ.

        માને તો મનાવી લેજો રે, ઓધાજી રે મારા વાલાને વઢીને કેજોરે, દીકરી તો પારકી થાપણ કહેવાય, વૈષ્ણવ જન તો..,હે કાનુડા તોરી ગોવાલણ, હંસલા હાલો ને હવે મોતીડા નહિ રે જડે જેવા ગુજરાતી ગીતો પણ તેમણે ગાયા છે.

       લતા મંગેશકરને મળેલ વિવિધ સન્માન અને એવોર્ડ

ભારતરત્ન એવોર્ડ (2001),

પદ્મવિભૂષણ એવોર્ડ(1999),

પદ્મભૂષણ એવોર્ડ(1969),

દાદાસાહેબ ફાળકે પુરસ્કાર(1989),

મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કાર(1997),

લીજન ઓફ ઓનર (2006),

રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર,

બી.એફ.જે.એ પુરસ્કાર,

શ્રેષ્ઠ મહિલા પાર્શ્વ ગાયન માટે ફિલ્મફેર પુરસ્કાર,

ફિલ્મફેર લાઈફટાઈમ અચિવમેન્ટ એવોર્ડ



તેઓ 22 નવેમ્બર 1999 થી 21 નવેમ્બર 2005 સુધીથી રાજ્યસભાના સંસદ સભ્ય પણ રહ્યા હતા.

લતાજીએ ગાયેલા ગીતોની યાદી લાંબી છે, જે નીચે મુજબ છે.

  • 1949 લેટ્સ ફ્લાય ઇન ધ વિન્ડ (વરસાદ)
  • 1958 આજા રે પરદેશી (મધુમતી)
  • 1960 ઓ સજના બરખા બહાર આઈ (પ્રખ)
  • 1961 ઇતના ના મુઝે તુ પ્યાર બાધા (પડછાયો)
  • 1961 અલ્લાહ તેરો નામ (અમે બંને)
  • 1961 જ્યોતિ કલશ ચાલકે (ભાભીની બાંગ્લાદેશ)
  • 1961 એહસાન તેરા હોગા મુઝે પર (જંગલી)
  • 1962 કહીં દીપ જલે કહીં દિલ (વીસ વર્ષ પછી)
  • 1963 વિંગ્સ હદ તો ઉડ આતા રે (સેહરા)
  • 1964 નૈના બરસે રિમઝિમ (કોણ હતું)
  • 1965 અજી રૂથ કે અબ (આરઝૂ)
  • 1965 યે સમા (જબ જબ ફ્લાવર્સ બ્લૂમ)
  • 1965 આજ ફિર કી તમન્ના હૈ (માર્ગદર્શક)
  • 1967 આ જા પિયા તોહે પ્યાર દૂન (સ્પ્રિંગ્સ ઓફ ડ્રીમ્સ)
  • 1968 બાળ મન કે સાચે (બે કળીઓ)
  • 1968 ચંદન સા બદન (સરસ્વતી ચંદ્ર)
  • 1968 તુ કિતના અચ્છા હૈ (ધ કિંગ એન્ડ ધ રંક)
  • 1969 બિંદિયા ચમકેગી (બે રીતે)
  • 1971 દિલબર દિલ સે પ્યારે (કારવાં)
  • 1971 ચલતે ચલતે (પાકીઝાહ)
  • 1973 અબ તો હૈ તુમસે (ગૌરવ)
  • 1989 ડવ જા જા (હું પ્રેમ કરું છું)
  • 1994 માઇ ની માઇ મુંદર પે (હમ આપકે હૈ કૌન)
  • 1998 જિયા જલે જાન જલે (દિલ સે)
  • 2000 હમકો હમેં સે ચૂરા લો (પ્રેમ)

આ થોડાં જ ગીતો છે, ખાસ કરીને SD બર્મન અને RD બર્મનના સંગીત નિર્દેશનમાં ગાયેલા લતાજીના સુપરહિટ ગીતો આજે પણ લોકોના મોઢે છે. લતાજીએ શંકર જયકિશન, સલિલ ચૌધરી, નૌશાદ અને ઘણા બધા સહિત ઘણા જાણીતા સંગીતકારો સાથે કામ કર્યું.

લતા મંગેશકરના આવા ગીતોની યાદી માટે અહી ક્લિક કરો.

           92 વર્ષની વયે 6 ફેબ્રુઆરી 2022ના રોજ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ કોરોના અને ન્યુમોનિયાથી સંક્રમિત હતા. સંગીત માટેની સાધના, લગન અને મહેનતથી વિશ્વભરના સંગીતના શ્રોતાઓ માટે તેઓ આદર્શની સાથે પ્રેરણાના સ્ત્રોત બન્યા. 

36 જેટલી ભાષાઓમા 25000 હજારથી વધુ ગીત ગાનાર સુર સમાજ્ઞીને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ........