મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

Showing posts with label સાહિત્યકાર. Show all posts
Showing posts with label સાહિત્યકાર. Show all posts

10 November, 2021

નાનાભાઇ ભટ્ટ

 નાનાભાઇ ભટ્ટ

ગુજરાતના શિક્ષણવિદ્, સાહિત્યકાર )



જન્મતારીખ: 11 નવેમ્બર 1882

પુરુનામ: નૃસિંહપ્રસાદ કાલિદાસ ભટ્ટ

જન્મસ્થળ: પચ્છેગામ, ભાવનગર

અવશાન: 31 ડિસેમ્બર 1961 (લોક્ભારતી સણોસર, ભાવનગર)


નાનાભાઈ ભટ્ટનો જન્મ ૧૧ નવેમ્બર ૧૮૮૨ના રોજ ભાલ વિસ્તારનાં પચ્છેગામમાં થયો હતો. તેઓ શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન, ગ્રામ-દક્ષીણામૂર્તિ (આંબલા) તથા લોકભારતી જેવી સંસ્થાઓના સ્થાપક, આત્મચરિત્રકાર, કથાલેખક અને શિક્ષણવિદ્ તરીકે જાણીતા છે. ગાંધીજીના કહેવાથી સને ૧૯૨૬ના અરસામાં સવા બે વર્ષ માટે ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક તરીકે તેમણે સેવા આપી


જીવન ઝરમર

  • 1904 – મહુવામાં હાઇસ્કૂલમાં પ્રિન્સીપાલ
  • 1906-10  – શામળદાસ કોલેજમાં અધ્યાપક
  • 1910 – ભાવનગરમાં ‘ દક્ષિણામુર્તિ વિદ્યાર્થી ભવન’ ની સ્થાપના 
  • 1925-28 –  ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક
  • 1930 અને 1942 માં સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લેવા માટે જેલવાસ
  • 1938 – આંબલા – (શિહોર પાસે) માં ગ્રામ દક્ષિણામુર્તિ ની સ્થાપના
  • 1948 – સૌરાષ્ટ્ર રાજ્યના શિક્ષણપ્રધાન
  • 1953 – સણોસરા ખાતે લોકભારતી ગ્રામ વિદ્યાપીઠની સ્થાપના
  • 1954-57 – રાજ્યસભાના નિયુક્ત સભ્ય
  • 1960 – ભારત સરકાર તરફથી પદ્મશ્રી
  • 1924 -આફ્રિકા, 1935 – જાપાન, 1954 – ડેન્માર્ક ની મુલાકાત
  • હરભાઇ ત્રિવેદી, મનુભાઇ પંચોળી, મૂળશંકર ભટ્ટ, ન.પ્રા. બુચ જેવા શક્તિશાળી સહ કાર્યકરોના નેતા

મુખ્ય રચનાઓ

  • ઇતિહાસ – આપણા દેશનો ઇતિહાસ
  • ચરિત્ર – હજરત મહંમદ પયગંબર,  મહાભારતનાં પાત્રો  – ‘લોકભારત’ નામે સંપુટ રૂપે 13 ભાગ ,   રામાયણનાં પાત્રો –  ‘લોકરામાયણ’ નામે સંપુટ રૂપે 6 ભાગ
  • શિક્ષણ – સંસ્કૃત પુસ્તક 1-2-3, સરળ સંસ્કૃત;
  • પ્રવાસ વર્ણન  –  આફ્રિકાનો પ્રવાસ
  • ધાર્મિક – હિન્દુ ધર્મની આખ્યાયિકાઓ – 1,2 ; સંસ્કૃત સુભાષિતો; શ્રીમદ્ લોકભાગવત; ભાગવત કથાઓ, બે ઉપનિષદો; ભારતીય સંસ્કૃતિ શું છે?
  • વાર્તા –  દૃષ્ટાંત કથાઓ 1,2
  • શિક્ષણ – ગૃહપતિને, કેળવણીની પગદંડી , ઘડતર અને ચણતર – 1,2 ; સંસ્થાનું ચરિત્ર
  • ચિંતન –  પથારીમાં પડ્યાં પડ્યાં 

  • ૧૯૩૦ - વિરમગામ કેંપમાં મુખ્ય સત્યાગ્રહી તરીકે ચૂંટાયા.
  • ૧૯૩૦ - સત્યાગ્રહને કારણે સાબરમતી કારાવાસમાં.
  • ૧૯૪૨ - રાજકોટ કારાવાસમાં

નવીન કેળવણીનું એક લક્ષણ એ છે કે, તે વિદ્યાર્થી પ્રધાન છે. આપણી ઘણી શાળાઓ હજી આજે પણ વિષય-પ્રધાન છે……. શાળાના વિષયો વિદ્યાર્થી માટે છે – પણ વિદ્યાર્થી વિષયો માટે નથી, એ વસ્તુ આપણા લક્ષમાં હોત તો, આજે આપણે વિષયના જાણકારને શોધીએ છીએ , તેમ વિદ્યાર્થીના જાણકારને શોધતા હોત.