ગુરુ વંદના
નીચે આપેલ ફાઇલામાં તમારા નામ પર ક્લિક કરી સર્ટીફિકેટ ડાઉનલોડ કરો.
સર્ટીફિકેટ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.
ગુરુ વંદના
નીચે આપેલ ફાઇલામાં તમારા નામ પર ક્લિક કરી સર્ટીફિકેટ ડાઉનલોડ કરો.
સર્ટીફિકેટ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.
શિક્ષક દિવસ
5 સપ્ટેમ્બર
गुरू ब्रह्मा गुरू विष्णु, गुरु देवो महेश्वरा
गुरु साक्षात परब्रह्म, तस्मै श्री गुरुवे नमः
ભારત ના પૂર્વ રાષ્ટ્રપતિ ડોકટર સર્વપલ્લી રાધાકૃષ્ણન ના જન્મદિવસ 5 સપ્ટેમ્બર ના રોજ શિક્ષક દિવસ (Teacher’s Day) તરીકે ઉજવવામાં આવે છે.
ડૉ. રાધાકૃષ્ણન એક મહાન ફિલોસોફર અને શિક્ષક હતા
શિક્ષક એ ભાવિ પેઢી નો શિલ્પકાર છે. તેમના વડે જ આપણ ને જ્ઞાન અને વિશ્વ પ્રત્યેનો સકારાત્મક દૃષ્ટિકોણ મળે છે આપણા શિક્ષકો અને ગુરૂ પ્રત્યે કૃતઘ્નતા વ્યક્ત કરવા માટે નો આ દિવસ છે.
ચાણક્ય નું કહેવું છે કે શિક્ષક કોઈ દિવસ સામન્ય નથી હોતો પ્રલય અને નિર્માણ હમેંશા તેના ખોળા માં રમતા હોય છે.
સર્વપલ્લી રાધાકૃષ્ણન (સર્વપલ્લી તેમની અટક છે, અને રાધાકૃષ્ણન તેમનું નામ છે) નો જન્મ 5 સપ્ટેમ્બર 1888ના રોજ તામિલનાડુનાં ચેન્નઈ (જુનું મદ્રાસ) થી ઉતર-પશ્ચિમમાં ૬૪ કિ.મી. દુર આવેલ તિરૂત્તાની નામક ગામમાં, એક મધ્યમ વર્ગીય બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેઓની માતૃભાષા તેલુગુ હતી. તેમના પિતાનું નામ સર્વપલ્લી વીરાસ્વામી અને માતા સીતામ્મા હતું. દક્ષિણ ભારતની પરંપરા પ્રમાણે તેમના નામમાં લાગતો સર્વપલ્લી શબ્દ હકીકતમાં ગામનું નામ છે. વર્ષો પહેલાં તેમના પૂર્વજો આ ગામમાં રહેતાં હતાં.
તેઓનું બાળપણ તિરૂત્તાની, તિરૂવેલુર અને તિરૂપતિ માં વિત્યું હતુ.
તેમનું નાનપણ વીર સાવરકર અને વિવેકાનંદ ને વાંચી ને વિતાવ્યું હતું.
તેઓ પુરા વિશ્વ ને એક વિદ્યાલય ની સમાન માનતા હતા.
બાળપણથી જ રાધાકૃષ્ણન ભણવામાં હોશિયાર હતા.
૧૯૦૬માં મદ્રાસ કોલેજમાંથી તેમણે ફિલોસોફીના વિષયમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી.
તેઓ જ્યારે વીસ વર્ષના હતા ત્યારે જ તેમણે માસ્ટર ડિગ્રી માટે તૈયાર કરેલા શોધનિબંધથી તેમના પ્રોફેસર ખૂબ જ પ્રભાવિત થયા હતા.
તેમનો આ શોધનિબંધ વીસ વર્ષની ઉંમરે પ્રકાશિત થયો હતો. .
૧૯૦૯માં રાધાકૃષ્ણને ફિલોસોફીના અધ્યાપક તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી.
કોલેજની નોકરીની સાથે સાથે તેઓ લેખનકાર્ય પણ કરતા.
કેટલાંક સાંપ્રત સામયિકોમાં તેઓ ફિલોસોફી પર લેખ લખતા.
તેઓ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ૬ વર્ષ વિઝિટિંગ પ્રોફેસર રહ્યા. ત્યાં તેમણે હિન્દુ ધર્મ ભણાવ્યો. એ દરમિયાન ઇન્દિરા ગાંધી, સાંસદ ભૂપેશ ગુપ્તા અને ઇઝરાયેલના ઉપવડાપ્રધાન રહી ચૂકેલા યિગેલા આલોં જેવાં તેમના વિદ્યાર્થીઓ હતાં.
તેમના સૌથી પહેલા પુસ્તકનું નામ ‘ધ ફિલોસોફી ઓફ રવીન્દ્રનાથ ટાગોર’ હતું.
૧૯૨૬માં હાર્વર્ડ યુનિર્વિસટી ખાતે તેમણે ઈન્ટરનેશનલ કોંગ્રેસ ઓફ ફિલોસોફીમાં તેમણે કોલકાત્તા યુનિર્વિસટીનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
1931માં બ્રિટિશ સરકાર દ્વારા તેમનું 'નાઈટ' સન્માનથી નવાજવામાં આવ્યા હતા.
૧૯૪૭માં ભારત આઝાદ થયું ત્યારે તેઓ યુનેસ્કો ખાતે ભારતના પ્રતિનિધિ તરીકે કાર્યરત હતા.
જ્યારે ૧૯૪૯થી ૧૯૫૨ દરમિયાન તેઓ સોવિયેત યુનિયન ખાતે ભારતના રાજદૂત રહ્યા હતા. રશિયાના સરમુખ્ત્યાર સ્ટાલિન કોઇને મળતા નહિ પણ તેઓ 2 વાર ડો. રાધાકૃષ્ણનને મળ્યા હતા.
તેઓ 1952 થી 1962 સુધી ભારતના પ્રથમ ઉપરાષ્ટ્ર પતિ બન્યા હતા ત્યારે રાષ્ટ્રપતિ તરીકે ડૉ. રાજેન્દ્રપ્રસાદ હતા.
1962માં તેમની વરણી ભારતના દ્વિતિય રાષ્ટ્રપતિ તરીકે કરવામાં આવી હતી અને તેઓ 1967 સુધી આ પદ પર રહ્યા. જ્યારે તેઓ ભારતના રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમના મિત્રો અને વિદ્યાર્થીઓ દ્વારા તેમના જન્મદિવસની ઉજવણી કરવા માટે ઉત્સાહ બતાવવામાં આવ્યો હતો. જોકે રાધાકૃષ્ણને પોતાના જન્મદિવસને શિક્ષકદિન તરીકે ઊજવવાનું સૂચન કર્યું હતું. બસ, ત્યારથી તેમનો જન્મદિવસ ભારતમાં શિક્ષકદિન તરીકે ઊજવવામાં આવે છે.
રાષ્ટ્રપતિ તરીકે તેમણે પોતાનો પગાર ઘટાડી ૨ હજાર રૂપિયા કરી નાખ્યો
ડો. રાધાકૃષ્ણનને તેમના સેવાકાર્ય માટે કેટલાક બ્રિટિશ અને ભારતીય ઈલકાબોથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
1954 માં તેમને ભારત ના સર્વોચ્ય સન્માન ભારત રત્ન થી નવાજવામાં આવ્યા હતા.
1975માં ઓક્સફર્ડ યુનિર્વિસટીએ તેમને ટેમ્પલટન એવોર્ડથી નવાજ્યા હતા. ઈનામમાં મળેલી બધી જ રકમ તેમણે યુનિર્વિસટીને દાનમાં આપી દીધી હતી.
૧૯૮૯માં ઓક્સફર્ડ યુનિર્વિસટીએ ડો. રાધાકૃષ્ણનની યાદમાં સ્કોલરશિપ આપવાની શરૂઆત કરી છે
અમેરિકા પહોંચ્યા ત્યારે તેમને હેલિકોપ્ટર દ્વારા સીધા જ વ્હાઈટ હાઉસમાં ઊતરવાનું સન્માન મળ્યું. આ રીતે વ્હાઈટ હાઉસમાં પહોંચનારા એ વખતે તેઓ પહેલા પરદેશી હતા.
તેઓએ ૧૯૭૫ની ૧૭મી એપ્રિલે વહેલી સવારે હંમેશાં માટે વિદાય લીધી
તેમણે એકવાર કહ્યું હતું કે - "હું પહેલા શિક્ષક્ છું,અને પછી રાષ્ટ્રપ્રમુખ છું
ડો. રાધાકૃષ્ણનના જીવન પર આધારિત ડોક્યુમેન્ટ્રી ફિલ્મ 1988માં એન.એસ.થાપા દ્વારા બનાવવમાં આવી હતી.
1989મા ડો. રાધાકૃષ્ણનના સન્માનમા ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.
લિટરેચરમાં નોબેલ પ્રાઇઝ માટે તેમની 16 વાર પસંદગી કરવામાં આવી હતી જ્યારે શાંતિ માટેના નોબેલ પ્રાઇઝ માટે 11 વાર પસંદગી કરાઇ હતી.
ઈરાનની તેહરાન યુનિવર્સિટીમાંથી એક તેજસ્વી વિદ્યાર્થીએ બેચલર ઓફ લિટરેચરની ડિગ્રી મેળવી જેના બદલામાં તે વિદ્યાર્થીએ પોતે લખેલા પુસ્તકોની એક સંપૂર્ણ હારમાળા યુનિવર્સિટીને ભેટ આપી. વિદ્યાર્થી દ્વારા અપાયેલી આ ભેટ જોઈને યુનિવર્સિટીના કુલપતિ/Dean આશ્ચર્ય પામી ગયા કારણે કે તે પુસ્તકો યુનિવર્સિટી માટે ખૂબ ઉપયોગી સાબિત થાય તેવા હતા. કુલપતિએ પેલા વિદ્યાર્થીના વખાણ કરતા કહ્યું કે, “મને ખબર નથી પડતી કે આ વિદ્યાર્થીને બી.લીટની ડીગ્રી આપીને અમે તેમના પર ઉપકાર કર્યો છે કે પછી આ વિદ્યાર્થીએ તેના પુસ્તકો આપી અમારા પર ઉપકાર કર્યો છે”. કુલપતિએ જે વિદ્યાર્થીના વખાણ કર્યા તે વિદ્યાર્થી એટલે ભારતમાં સર્વપ્રથમ નાયબ રાષ્ટ્રપતિ ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણન.
તમારા શિક્ષક સાથે ની તમારી કોઈ યાદગાર ક્ષણ અથવા કોઈ યાદગાર પ્રસંગ અથવા તમારી પસંદ ના કોઈ સુવિચાર કે મેસેજ હોય તો અહીં નીચે કોમેન્ટ માં જણાવી શકો છો
આંતરરાષ્ટ્રી શિક્ષક દિવસ (World Teachers Day) 5 ઓક્ટોબરના રોજ મનાવાય છે. યુનેસ્કો દ્વારા 1994માં આ દિવસ મનાવાની શરૂઆત કરાઈ હતી. આ વર્ષના વર્લ્ડ ટીચર્સ ડેની થીમ "યંગ ટીચર્સઃ ધ ફ્યુચર ઓફ ધ પ્રોફેશન" રાખવામાં આવી છે.
શિક્ષક કઇ રીતે બાળકોના ભવિષ્યનું નિર્માણ કરે છે તે દર્શાવતી ઘણી ફિલ્મો પણ બની છે.
1. તારે જમીન પર
વર્ષ 2007મા આમિર ખાનના પ્રોડક્શનમાં બનેલી ફિલ્મ 'તારે જમીન પર' રિલીઝ થઈ, જેમાં 8 વર્ષના છોકરાની કહાની દેખાડવામાં આવી હતી. ઈશાન એટલે કે દર્શીલ સફારીએ ફિલ્મમાં ડિસલેક્સિયાની બીમારીનો સામનો કરતા બાળકની ભૂમિકા ભજવી હતી, જેને જ્યારે હોસ્ટેલમાં મોકલવામાં આવે છે તો તેનું જીવન બદલી જાય છે. ત્યાં ઈશાનને સમજનાર એક ટીચર મળે છે, જે તેના જીવનમાં પરિવર્તન લાવે છે.
2. હીચકી
બોલીવુડ અભિનેત્રી રાની મુખર્જીની ફિલ્મ 'હિચકી' વર્ષ 2018ની શરૂઆતમાં આવી અને ફેન્સના દિલોમાં છવાય ગઈ. રાનીની એક્ટિંગ અને ફિલ્મની કહાનીએ બોક્સ ઓફિસ પર દેશની જનતાનું દિલ જીતી લીધું.
3. બ્લેક
અમિતાભ બચ્ચને ફિલ્મ બ્લેકમાં એક ટીચરની ભૂમિકા ભજવી હતી. ફિલ્મમાં અમિતાભ બચ્ચન આંધળી અને બેરી યુવતીની ભૂમિકામાં જોવા મળેલી રાની મુખર્જીને બોલવાનું શીખવે છે. આ ફિલ્મમાં ગુરૂ અને શિષ્યની અલગ કેમેસ્ટ્રી જોવા મળે છે.
4. સુપર 30
બોલીવુડ અભિનેત્રી રાની મુખર્જીની ફિલ્મ 'હિચકી' વર્ષ 2018ની શરૂઆતમાં આવી અને ફેન્સના દિલોમાં છવાય ગઈ. રાનીની એક્ટિંગ અને ફિલ્મની કહાનીએ બોક્સ ઓફિસ પર દેશની જનતાનું દિલ જીતી લીધું.