મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

Showing posts with label નિકોલસ કોપરનિક્સ. Show all posts
Showing posts with label નિકોલસ કોપરનિક્સ. Show all posts

17 February, 2023

નિકોલસ કોપરનિક્સ (Nicolaus Copernicus)

 

        


 આધુનિક ખગોળશાસ્ત્રના પિતા નિકોલસ કોપરનિક્સ      

 જન્મ તારીખ: 19 ફેબ્રુઆરી 1473

જન્મ સ્થળ: થોર્ન, રોયલ પુર્સિયા, પોલેન્ડ

અવશાન: 24 મે 1543

        આજે આપણે સૂર્ય, ચંદ્ર અને ગ્રહો વિશે ઘણું જાણીએ છીએ. અવકાશ વિજ્ઞાનઓએ અંતરિક્ષનો અભ્યાસ કરીને ઘણા રહસ્યો ખોલી નાખ્યા છે. પરંતુ પુરાતન કાળમાં માણસને પૃથ્વી કે સૂર્ય, ચંદ્ર વિશે કશી જ જાણકારી નહોતી.તે સમયે સૂર્ય અને ચંદ્ર દેવ ગણાતા તેમની પૂજા થતી. પૃથ્વી સ્થિર છે અને સૂર્ય, ચંદ્ર તેની આસપાસ ફરે છે તેવી માન્યતા હતી. તે જમાનામાં ગણિતશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, દર્શનશાસ્ત્ર, વગેરેનો અભ્યાસ પણ થતો. સંશોધનના સાધનો પણ પૂરતાં નહોતા.તેમ છતાં કલ્પના અને ગણતરી વડે ઘણા સંશોધનો થતાં. ધર્મશાસ્ત્રીઓ પણ ઉચ્ચ કક્ષાના વિજ્ઞાાનીઓ હતા. તેવા જમાનામાં નિકોલસ કોપરનિકસ નામના વિજ્ઞાાનીએ પ્રથમવાર શોધી કાઢયું કે સૂર્ય સ્થિર છે અને પૃથ્વી તેની આસપાસ ફરે છે. આ શોધ પછી ખગોળશાસ્ત્રને નવી દિશા મળી અને વધુ સંશોધનો થવા લાગ્યા



        નિકોલસ કોપરનિકસનો જન્મ 19 ફેબ્રુઆરી 1473 માં પોલેન્ડના એક સમૃદ્ધ નગરમાં થયો હતો. તેઓ એક ખગોળ શાસ્ત્રી અને ગણિતજ્ઞ હતા. તેના પિતા ન્યાયાધિશ હતા. સુખી અને સમૃદ્ધ પરિવારમાં જન્મેલા નિકોલસના પિતા તેની બાળવયમાં જ અવસાન પામેલા. નિકોલસનો ઉછેર તેના પાદરી મામાને ત્યાં થયો હતો. એટલે બાળવયથી જ તે ધાર્મિક વૃત્તિનો હતો. યુવાન થતા જ નિકોલસ પોલેન્ડની ક્રેકો યુનિવર્સિટીમાં જોડાયો હતો. તે સમયમાં વહાણવટાનો ઉદ્યોગ વિકાસ પામેલો. સાહસિકો લાંબી દરિયાઇ સફર કરતા. તેમને ભૂગોળ અને અવકાશના જ્ઞાાનની જરૃર હતી. નિકોલસે કાયદાનો અભ્યાસ કરેલો. તેના ધાર્મિક સ્વભાવને કારણે તેને લોકોની સેવા અને ધર્મપ્રચાર કરવાની ઇચ્છા હતી. ગરીબ દર્દીઓની સેવા કરવા તેણે તબીબી અભ્યાસ પણ કર્યો.

નિકોલસ પ્રથમ યુરોપીયન ખગોળશાસ્ત્રી હતા જેમણે બ્રહ્માંડના કેન્દ્રની બહાર પૃથ્વીનો વિચાર કર્યો, એટલે કે સૂર્યકેન્દ્રીય મોડેલ લાગુ કર્યું. આ પહેલા, સમગ્ર યુરોપ એરિસ્ટોટલના ખ્યાલમાં માનતો હતો, જેમાં પૃથ્વી બ્રહ્માંડનું કેન્દ્ર હતું અને સૂર્ય, તારાઓ અને અન્ય  તેની આસપાસ ફરે છે. આ માન્યતાની વિરુદ્ધ બોલનારને લોકો અધર્મી કહીને વખોડતાં અને ફાંસીની સજા પણ આપવામાં આવતી. 



1530 માં, કોપરનિકસનું પુસ્તક ડી રિવોલ્યુશન (De Revolution)  પ્રકાશિત થયું હતું, જેમાં તેણે જણાવ્યું હતું કે પૃથ્વી તેની ધરી પર એક દિવસમાં પરિભ્રમણ કરે છે અને એક વર્ષમાં સૂર્યની ક્રાંતિ પૂર્ણ કરે છે. કોપરનિકસે તારાઓની સ્થિતિ નક્કી કરવા માટે પ્રુટેનિક કોષ્ટકો(Prutenic Tables) બનાવ્યાં, જે અન્ય ખગોળશાસ્ત્રીઓમાં ખૂબ લોકપ્રિય બન્યાં. તેમનું આ પુસ્તક  તેમના મૃત્યુ પછી પ્રકાશિત થયું હતું. તેમણે આ પુસ્તક પ્રકાશિત ના કરી શક્યા તેનો વસવસો રહી ગયો.. આખરે તેમના એક નજીકના મિત્ર રેટિક્સે આ પુસ્તક પ્રકાશિત કર્યુ. આ પુસ્તકને આધુનિક ખગોળશાસ્ત્રની શરૂઆત માનવામાં આવે છે.

પાછળથી,  ગેલિલિયોએ ટેલિસ્કોપની શોધ કરી, ત્યારે તેમના આ સિદ્ધાંતોની પુષ્ટિ થઈ.

તેમની શોધને વિજ્ઞાન જગતમાં પ્રમાણભૂત ગણવામાં આવે છે. તેમણે કોઈપણ સાધનનો ઉપયોગ કર્યા વિના આ નિષ્કર્ષ કાઢ્યો હતો. તે કલાકો સુધી નરી આંખે અવકાશમાં તાકી રહેતો અને ગાણિતિક ગણતરીઓ દ્વારા યોગ્ય તારણો મેળવવાનો પ્રયાસ કરતો.



      કોપરનિકસનું યોગદાન

કોપરનિકસના અવકાશ વિશેના સાત નિયમો જે તેમના પુસ્તકમાં ઉલ્લેખિત છે તે નીચે મુજબ છે:


બધા અવકાશી પદાર્થો કોઈ એક નિશ્ચિત કેન્દ્ર દ્વારા ઘેરાયેલા નથી.

પૃથ્વીનું કેન્દ્ર બ્રહ્માંડનું કેન્દ્ર નથી. તે માત્ર ગુરુત્વાકર્ષણ અને ચંદ્રનું કેન્દ્ર છે.

બધા ગોળા (અવકાશી પદાર્થો) સૂર્યની આસપાસ ફરે છે. આમ સૂર્ય બ્રહ્માંડનું કેન્દ્ર છે. (આ નિયમ ખોટો છે.)

સૂર્યથી પૃથ્વીનું અંતર આકાશની સીમાથી પૃથ્વીના અંતરની તુલનામાં ખૂબ જ ઓછું છે.

આપણે આકાશમાં જે કંઈ હિલચાલ જોઈએ છીએ તે વાસ્તવમાં પૃથ્વીની ગતિને કારણે છે. (આંશિક રીતે સાચું)

આપણે જે કંઈપણ સૂર્યની ગતિ તરીકે જોઈએ છીએ તે વાસ્તવમાં પૃથ્વીની ગતિ છે.

ગ્રહોની જે પણ ગતિ આપણે જોઈએ છીએ તેની પાછળ પૃથ્વીની ગતિ પણ જવાબદાર છે.



નિકોલસ કોપરનિકસનું મૃત્યુ 24 મે, 1543 ના રોજ થયું હતું. 

કોપરનિકસનું યોગદાન વિશ્વમાં ક્યારેય ન ભુલાય તેવું યોગદાન છે. કોપરનિકસે જૂની માન્યતાઓને તોડીને બ્રહ્માંડને વૈજ્ઞાનિક તથ્યો સાથે સમજાવ્યું.