નવરાત્રી- સાતમું નોરતું
માઁ કાલરાત્રી
આદિશક્તિ શ્રીદુર્ગાનું સાતમું સ્વરૂપ એટલે શ્રી કાલરાત્રિ છે. આ કાળનો નાશ કરનારી છે. એટલા માટે કાલરાત્રિ કહેવાય છે.
આ દેવીનો રંગ અંધકારની જેમ કાળો હોવાથી ‘કાળરાત્રિ’ કહેવાયા
તેમને ચાર ભુજાઓ છે, તેમણે એક હાથમાં ખડગ અને બીજા હાથમાં તિક્ષણ લોહ અસ્ત્ર ધારણ કરેલું છે. ત્રીજો અને ચોથો હાથ અભયમુદ્રા અને વરદમુદ્રામાં છે. તેમનું વાહન ગદર્ભ છે.
તેમનું સ્વરૂપ ગાઢ અંધકાર જેવું કાળું છે, ભયાનક છે, વાળ વિખેરાયેલા છે. ગળામાં વિદ્યુત જેવી ચમકદાર માળા છે. તેમના ત્રણ નેત્ર છે. ત્રણેય બ્રહ્માંડ જેવા ગોળ છે. તેમના શ્વાસમાંથી અગન ઝરે છે. તેમનું વાહન છે ગર્દભ. જમણી બાજુ ઉપરનો હાથ વરદાનની મુદ્રામાં ઊઠેલો છે. નીચેનો હાથ અભય મુદ્રામાં છે. ડાબી બાજુ ઉપરના હાથમાં લોઢાનો કાંટો છે, નીચેના હાથમાં ખડગ છે. તેમનું સ્વરૂપ ભલે ભયાનક હોય, પણ તે હંમેશા શુભ ફળ આપે છે.
તેમની ઉપાસનાથી સિદ્ધિના તમામ દરવાજા ખૂલી જાય છે. આસુરી શક્તિ તેમના નામથી ભયભીત થઈને ભાગી જાય છે. તે ગ્રહપીડા દૂર કરે છે. અગ્નિ, જળ, જંતુ, રાત્રી, શત્રુ આદિનો ભય પણ દૂર કરે છે
તેઓનું વાહન ગર્દભ છે. (શીતળા માતાનું વાહન પણ ગર્દભ હોય છે.)
પૌરાણિક કથા પ્રમાણે શુંભ અને નિશુંભ નામક અસુરોનો સંહાર કરવા માટે દેવી પાર્વતીએ કાલરાત્રી સ્વરૂપ ધારણ કરેલું હતું.
શનિ (ગ્રહ)નું સંચાલન દેવી કાલરાત્રી દ્વારા કરાય છે. આ સ્વરૂપની ઉપાસના કરનારને અભ્ય પ્રાપ્ત થતું હોય અને તેમનું શુભ થતું હોય આ દેવી "શુભંકરી" તરીકે પણ ઓળખાય છે.
તેમનું એક નામ ‘શુભંકરી’ છે, ભક્તોએ કોઈપણ પ્રકારે ભયભીત થવાની આવશ્યકતા નથી, કારણ કે મા ‘કાળરાત્રિ’ દુષ્ટોનો વિનાશ કરનારી છે અને દાનવ, દૈત્ય, રાક્ષસ, ભૂત-પ્રેત વગેરે તેમના સ્મરણ માત્રથી ભયભીત થઈ ભાગી જાય છે.
આ દિવસે સાધકે પોતાનું ચિત્ત ભાનુ ચક્ર (કપાળની વચ્ચે) સ્થિર કરીને સાધના કરવી જોઈએ. શ્રી કાલરાત્રિની સાધના કરવાથી સાધકને ભાનુ ચક્ર જાગૃત થવાથી તેની સિધ્ધિઓ તેની મેળે જ પ્રાપ્ત થઈ જાય છે.
No comments:
Post a Comment
comment about blog, quiz, certificate.
my work