મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

Showing posts with label વિશ્વ જળ દિન. Show all posts
Showing posts with label વિશ્વ જળ દિન. Show all posts

21 March, 2021

વિશ્વ જળ દિન

 22 માર્ચ



પાણી આપણા માટે એક એવો વારસો છે જેને આવનારી પેઢી માટે સંભાળીને રાખવું ખૂબ જ જરૂરી છે. પાણી વગર જીવન શક્ય નથી કહેવાય છે માણસ ભોજન વગર લાંબા સમય સુધી જીવી શકે છે પરંતુ પાણી વગર બેથી ત્રણ દિવસ જીવવું મુશ્કેલ છે. આપણા શરીરમાં પણ અધિકાંશ ભાગ પાણી છે. જે જીવન માટે પાણી કેટલુ મહત્વનું છે તેની સાબિતી આપે છે


દુનિયામાં પાણી ઘણુ છે પરંતુ આમ છતાં સંસાર જળ સંકટનો સામનો કરી રહ્યો છે. બહુ ઓછા લોકો એ સમજી શકે છે કે દુનિયામાં આટલા બધા પાણીમાં ગણતરીનું પાણી જ માણસોના ઉપયોગ અને પીવા યોગ્ય છે. આ પ્રકારના પાણીની માત્રા ઓછી હોવાની સાથે સાથે તે દરેક જગ્યાએ ઉપલબ્ધ પણ હોતું નથી

 આજની વધતી જનસંખ્‍યા, ઔદ્યોગિકરણ, અને શહેરીકરણ ને લીધે પીવાના શુદ્વ તથા સુરક્ષિત પાણીની ઉલ્‍બધતામાં ભારે ઘટાડો થઇ રહયો છે. આ સમસ્‍યાનો આભાસ ૬૦ વર્ષ પહેલાંજ પ્રખ્‍યાત વૈજ્ઞાનિક આલ્‍બર્ટ આઇન્‍સ્‍ટાઇનને થઇ ગયો હતો. આથી જ તેઓએ ભવિષ્‍યવાણી કરી હતી કે ત્રીજા વિશ્વ યુદ્વની તો ખબર નથી પરંતુ, ચોથું વિશ્વ યુદ્વ ચોક્કસપણે પાણી માટે જ લડાશે.

ફિલોસોફર થેલ્સે કેટલાય વર્ષો પૂર્વે કહ્યુ હતુ કે પાણી જ તમામ ભૌતિક વસ્તુઓનું કારણ અને સમસ્ત પ્રાણી જીવનનો આધાર છે પરંતુ હવે લોકો આ વાતને મહત્ત્વ નથી આપી રહ્યા. આ કારણથી દર વર્ષે વિશ્વ જળ દિવસ મનાવવામાં આવે છે. 

સમગ્ર વિશ્વમાં વિશ્વ જળ દિન દર વર્ષે ૨૨ માર્ચના દિવસે મનાવવામાં આવે છે. આ દિવસ ઉજવવા પાછળનો હેતુ લોકોને પાણી બચાવવા માટે પ્રેરણા આપવાનો, જળનું મહત્વ સમજાવવાનો તેમ જ જળને વેડફાતું અટકાવવાનો છે. વર્તમાન સમયમાં જળસમસ્યા દિનપ્રતિદિન વિકટ સ્વરૂપ ધારણ કરી રહી છે, ત્યારે જળવ્યવસ્થાપન પણ યોગ્ય રીતે થાય તે મહત્વનું છે. જળ સમસ્યાઓમાં અછત અથવા દુકાળ, પૂરને કારણે લીલો દુકાળ, પાણીની વહેંચણીમાં થતા વિવાદ, પાણીમાં અશુધ્ધિના કારણે થતા રોગો, વિનાશક ત્સુનામી, જમીનનું ધોવાણ જેવા પ્રશ્નો ઉકેલ માંગી રહ્યા છે.

પૃથ્વી પર  આશરે 3  ભાગમાં પાણી છે, પરંતુ તેમાંથી 97 ટકા પાણીનો જથ્થો મહાસાગરમાં છે અને તે ખારુ છે. 2 ટકા પાણી ગ્લેશિયર અને બર્ફ તરીકે છે,  માત્ર 1 ટકા પાણીનો માનવ વપરાશ માટે ઉપલબ્ધતા છે.


ભારત દેશ અને એમાં પણ ગુજરાત રાજ્યના કચ્છ, કાઠિયાવાડ, ઉત્તર ગુજરાતના કેટલાક પ્રદેશોમાં જળસમસ્યા (અછત) વર્ષો જૂની છે. આ ઉપરાંત નદી તેમ જ દરિયાકિનારાની જમીનનું ધોવાણ તેમ જ ખારાશનું પ્રમાણ વધી જવું જેવી સમસ્યાનો પણ ગુજરાત રાજ્ય સામનો કરી રહ્યું છે. આ ઉપરાંત નદી તેમ જ દરિયાના પાણીમાં છોડવામાં આવતા કારખાનાના ગંદા પાણી તેમ જ ગટરના ગંદા પાણીને લીધે પ્રદુષિત થતા પાણીની સમસ્યા પણ ભારત દેશમાં ઘણી મોટી છે.

રીયો ડિ જનેરોમા. 1992ના વર્ષમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘની સામાન્ય સભાએ,૨૨ માર્ચના દિવસનેં વિશ્વ જળ દિન ઘોષિત કરેલ છે, ૧૯૯૩માં સર્વપ્રથમ ૨૨મી માર્ચે સમગ્ર વિશ્વમાં જળ દિવસ પ્રસંગે જળ સંરક્ષણ અને તેની દેખરેખ માટે જાગરૂકતા માટે જાહેર કર્યો હતો.


પાણી પણ લોહી જેવું કુદરતી પ્રવાહી છે. જેને પ્રયોગશાળામાં બનાવી શકાતું નથી. પૃથ્વી પરના સમુદ્રો તથા મહા સાગરોમાં ૧૩૭૦ મિલિયન ઘનફૂટ જળ છે. જે કુલ જળ જથ્થાના આશરે ૯૭.૨૫% જેટલું છે. હિમક્ષેત્રોમાં આશરે ૨.૧% જેટલો જળ જથ્થો છે. જ્યારે ૧% જેટલો જળ જથ્થો વાતાવરણમાં ભેજ અને સપાટી પરના જળ સ્વરૂપે છે. માનવ અને સજીવ સૃષ્ટિ માટે પીવાલાયક પાણી માત્ર ૨% જેટલું જ છે.

પાંચ મિનિટના શાવર સ્નાનમાં સરેરાશ ૯૫ લીટર પાણી બગાડે છે. પાણીનાં બેડાં માથે લઈને પાણી શોધવા નીકળતી મહિલાઓના જીવનનો ૨૫ ટકા હિસ્સો પાણીમાં જાય છે.  

નળમાંથી એક સેકન્ડમાં એક ટીપું પાણી ટપકતું હોય તો એક અઠવાડિયામાં ૫૦૦ લીટર પાણીનો બગાડ થાય છે.

અનાજ પેદા કરવા માથાદીઠ ૩૦૦૦ લીટર પાણી જોઈએ.

 વિશ્વમાં પીવાલાયક પાણીનો જથ્થો ર ટકા કરતાં પણ ઓછો છે.

 વિશ્વમાં પાણીના કુલ વપરાશનો ૭૦ ટકા હિસ્સો ખેતીમાં વપરાય છે. ૨૦ ટકા ઇન્ડસ્ટ્રીઝ અને ૧૦ ટકા ઘરેલું વપરાશ થાય છે

માણસની રોજની પીવાના પાણીની જરૂરીયાત ૩ થી ૪ લીટર છે 

એક દિવસનું ફૂડ તૈયાર કરવામાં ૨૦૦૦ થી ૫૦૦૦ લીટર પાણી વપરાય છે. 

એક સર્વે પ્રમાણે ૭૦% પાણીનો ઉપયોગ સિંચાઈ માટે થાય છે. 

  હોસ્પિટલમાં જોવા મળતા ૧૦ દર્દીઓમાંના આઠની બિમારીનું કારણ ખરાબ પાણી છે




માનવ શરીરમા સરેરાશ 70% પાણી હોય છે જેમા પણ જુદા જુદા અંગોમાં ટકાવારી અલગ હોય છે જે નીચે આપેલ ચિત્ર પરથી જાણી શકાશે.




પર્યાવરણની જાળવણી, વિકાસ, સામાજિક અને આર્થિક વિકાસ, ગરીબી ધટાડા જેવી સમસ્યાઓના ઉકેલ માટે પાણી ખૂબ ઉપયોગી માધ્યમ છે. વિશ્વમાં સતત વધી રહેલી વસતી માટે ખાઘ ઉત્પાદન, ઉર્જા, ઔઘોગિક અને સ્થાનિક ઉપયોગ માટે પાણીની ઉપયોગિતા સતત વધી રહી છે. પાણીના સ્ત્રોત વહેંચાયેલા છે. તેના સંચાલન ને ધ્યાનમાં રાખી વપરાશકર્તાઓ વચ્ચે સહકારની ભાવના ખૂબ જરૂરી છે.

વોટર એન્ડ સેનીટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઈઝેશન (વાસ્મો) દ્વારા લોકોને પીવાનું પાણી ઘર ઘાર સુધી મળી રહે તે માટે સ્વજલધારા કાર્યક્રમ હેઠળ ગામે ગામ પાણી સમિતિ બનાવી હતી. લોકોભાગીદારીથી માત્ર ૧૦ ટકા લોકભાગીદારી અને ૯૦ ટકા સરકારના મળી પાણી ટાંકી અને બોરીંગ કરવામાં આવે છે. પાણીની વ્યવસ્થા થયા બાદ સમગ્ર સંચાલન પાણી સમિતિને સોંપવામાં આવે છે. અહીં સુધી કે પાણી સમિતિ મેન્ટેન્સથી માંડી પાણીના બગાડ અંગે પણ નિર્ણય લે છે. આ સમિતિના ૬૦ ટકા સભ્યો મહિલાઓને બનાવવામાં આવ્યા છે. જેથી પાણીનું મહત્વ અને તેની અગત્યતા સરળતાથી સમજાઇ શકાય છે.


પાણી કેવી રીતે બચાવી શકાય.?






૧) રોજ કપડા ધોવાને બદલે બે દિવસે ભેગા કરીને ધોવાનું વિચારો જેથી વેસ્ટ પાણીને અન્ય કામો જેવા કે સંડાસ, બાઠરુમ સાફ કરવામાં પાણી ઉપયોગ લઈ શકાય.


 (૨) નાહવાની  ડોલમાં ટબની સાઈઝ નાની રાખીએ જેથી પાણીનો મહત્તમ ઉપયોગ કરી શકીએ.

 (૩) ઘરે પધારેલ મહેમાનોને નાના ગ્લાસમાં પાણી આપી શકાય, અથવા  પૂછીને આપવું અથવા જગથી આપવું જેથી સાફ પાણી ફેંકી ન દેવું પડે.,

 (૪) બ્રશ કે દાઢી  કરતી વખતે ગેંડીનો નળ ચાલુ ન રાખવો, પાણી ભરેલ ટમ્બલર રાખવું.

 (૫) પીવાના પાણીના માટલા પાસે, પાણિયારા પાસે ડોલ મૂકી વધારાનું પાણી ગટરમાં જવા દેવાના બદલે ડોલમાં નાખો જે પાણી પોતું કરવામાં, બગીચામાં, વૃક્ષોને પાવા માટે ઉપયોગ કરી શકાય

 (૬) ઉનાળામાં બે- ત્રણ વખત સ્નાન કરવાને બદલે સ્પંજ કરો.,

 (૭) કાર, સ્કૂટર ધોવાને બદલે ભીના પોતાંથી સાફ કરો, નળીથી ડાયરેક્ટ ગાડી સાફ કરો નહીં., 

(૮)સંડાસમાં ઘણા લોકો પાણીની નળી મુકી દેતા હોય છે, સેફટી ટેન્ક સાફ કરવાના હેતુથી તે નુકશાનકર્તા છે., 

(૯) ટપકતા નળોને તાત્કાલીક રીપેર કરાવવા એક નળમાંથી એક દિવસના અંતે અઢાર લીટર પાણીનો વ્યય થાય છે. મોટાભાગના ફલેટમાં આ સમાધાન થતા નથી.,

 (૧૦) ખેતી  વાડીમાં ખુલ્લા ધોરીયાથી પિયત કરવાને બદલે ડ્રીપ ઈરીગેશન કે અનડર ગ્રાઉન્ડ પાઈપ પાથરીને ખેતીમાં પાણીનો ઉપયોગ કરવો., 

(૧૧) વરસાદના પાણીને સામુહિક બધા જ સાથે મળીને બોર, કુવા કે ભૂગર્ભ ટાંકાઓ પાણીથી ભરીએ, વહી જતા પાણીને જમીનમાં ઉતારીએ.,

 (૧૨) પીવાના પાણીને ઉકાળીને જંતુ રહિત કરવું પછી જ પીવા માટે ઉપયોગમાં લેવું., 

(૧૩) ગટરના પાણીને ખુલ્લા ન છોડતા ભૂગર્ભ પાઈપ લાઈને અથવા સોસ ખાડા કે હજમ બનાવી નકામાં પાણીને જમીનમાં ઉતારીએ., 

(૧૪) આર.ઓ.મશીનના વેસ્ટ પાણીનો અન્ય કામોમાં ઉપયોગ કરવો., 

(૧૫) શાવરને બદલે બાલ્ટી ભરીને નહાવાથી ૮૦ ટકા પાણી બચે છે. દેશના ૨૦ ટકા લોકો આમ કરશે તો દરરોજ ૬૨૫ કરોડ લિટર પાણી બચશે., 

(૧૬) જમવામાં ઓછા વાસણોનો ઉપયોગ કરો, યુઝ એન્ડ થ્રો ડીસો વાપરો, જરૂરીયાત હોય ત્યાં., 

(૧૭) પાણીને 'રીયુઝ' કરી ફરી ઉપયોગમાં આવે તેવા પ્રયત્નો કરવા., 

(૧૮) મકાન ધોવા માટે પાણીની નળીને બદલે પોતું વાપરી પાણીને બચાવીએ., 

(૧૯) દરેક ઘરે પાણીના મીટર હોવા જોઈએ જેથી જરૂરીયાત પુરતો જ ઉપયોગ કરે અને કરકસર કરવાની ઈચ્છા થાય.,

 (૨૦) મોટી મોટી ફેકટરીને ઉભી કરતા પહેલા ચેક ડેમો બનાવે, પાણીનો સંગ્રહ હશે તો ઉપયોગ કરી શકાશે. 

(૨૧) નદીના શુદ્ધ પાણીને બચાવીએ, ઘર વપરાશના પાણીનો નિકાલ સાઈડમાં ગટરો બનાવી પસાર કરીએ, જેથી સાદુ પાણી ખરાબ ન થાય., (૨૨) સાડી ઉદ્યોગના કારખાનાઓ કે કેમિકલ વાળા કારખાનાઓ વેસ્ટ પાણી બહાર કાઢે છે તેની સામે કડક કાર્યવાહી થવી જોઈએ. લોકોએ સંગઠીત થઈ વિરોધ કરતા શીખવું પડશે. 

(23) પીવા માટે જરુર પુરતુ જ પાણી ગ્લાસમાં લઇએ.

(24) ટપકતા નળ કે ચાલુ નળ દેખાય તો તરત બંધ કરી દેવા અથવા બદલાવી દેવા.



 દર વર્ષે જુદા જુદા વિષયો સાથે વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવે છે

2022ની થીમ  "ગ્રાઉન્ડ વોટર-મેક ધ ઈનવિઝિબલ વિઝિબલ (Groundwater, Making the Invisible Visible)" છે

2021ની થીમ  "વેલ્યૂઈંગ વોટર("Valuing Water")" છે

2020ની થીમ  "Water and Climate Change" છે

2019ની થીમ  "Leaving No One Behind" છે

2018ની થીમ  "Nature for Water" છે

2017ની થીમ  "Why Waste Water?" છે

2016ની થીમ  "Better Water, Better Jobs" છે

2015ની થીમ  "Water and Sustainable Development" છે


Quats on World Water Day