ડૉ. વર્ગીસ કુરિયન
(શ્વેત ક્રાંતિના જનક અને 'મિલ્કમેન ઑફ ઇન્ડિયા' (Milk Man of India))
આભાર
વિનુભાઇ ઉ. પટેલ
લેખક "મહિમા 365 દિવસ" પુસ્તક
ડૉ. વર્ગીસ કુરિયન
(શ્વેત ક્રાંતિના જનક અને 'મિલ્કમેન ઑફ ઇન્ડિયા' (Milk Man of India))
શ્રીમદ રાજચંદ્ર
(મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ)
જન્માતારીખ: 9 નવેમ્બર 1867
જન્મસ્થળ: વવાણિયા, મોરબી, ગુજરાત
અવશાન: 9 એપ્રિલ 1901 (રાજકોટ)
આભાર
વિનુભાઇ ઉ. પટેલ
લેખક "મહિમા 365 દિવસ" પુસ્તક
ભારત સરકારે શ્રીમદ્ રાજચંદ્રની ૧૫૦મી જન્મજયંતિની સ્મૃતિમાં ૨૯ જૂન, ૨૦૧૭ના રોજ અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતે ૧૦ના સિક્કાઓ, રૂ. ૧૫૦ના સ્મારક સિક્કાઓ અને ટપાલ ટિકિટ બહાર પાડ્યાં હતા
રવિશંકર રાવળ
(કલાગુરુ)
જન્મતારીખ: 1 ઓગસ્ટ 1892
જન્મસ્થળ: ભાવનગર
અવશાન: 9 ડિસેમ્બર 1977 (અમદાવાદ)
તેમનો જન્મ 1 ઓગસ્ટ 1892ના રોજ ગુજરાતના ભાવનગરમાં ઔદીચ્ય બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. આપમેળે આગળ વધેલા પિતા રાવ સાહેબ મહાશંકર રાવળ સૌરાષ્ટ્રની એક માત્ર બેંક “ભાવનગર દરબાર બેંક”ના પ્રણેતા હતા, તેમને કલાના સ્રોત રવિભાઈને તેમના બા (માતાજી) માણેકબા પાસેથી મળ્યાં. ઇ.સ. ૧૯૦૯માં તેઓ મેટ્રિક પાસ થયા અને તેજ વર્ષે તેમના લગ્ન શિવશંકર ત્રવાડીના પુત્રી રમાબેન સાથે થયા.
૧૯૧૧માં ભાવનગરની શામળદાસ કોલેજમાં વિનયન શાખામાં પ્રવેશ મેળવ્યો. પરંતુ વિનયનનો અભ્યાસ પડતો મૂકી, મુંબઈની સર જે. જે. સ્કૂલ ઓફ આર્ટ્સમાં પ્રવેશ મેળવ્યો. ૧૯૧૬માં સર્વશ્રેષ્ઠ વિદ્યાર્થી તરીકે અભ્યાસમાં ઉત્તીર્ણ થતાં ચોવીસ વર્ષની વયે તેમને જે. જે. સ્કૂલ ઑફ આર્ટ્સનો મેયો ચંદ્રક પ્રદાન થયો હતો. ૧૯૧૫માં સાહિત્ય પરિષદ દ્વારા સુરતમાં યોજાયેલ કલાપ્રદર્શનમાં તેમના ત્રણ ચિત્રો પ્રદર્શિત થયા અને રૌપ્ય ચંદ્રક મેળવ્યો. ૧૯૧૭માં તેમના ચિત્ર 'બિલ્વમંગળ'ને બોમ્બે આર્ટ્સ સોસાયટીનો સુવર્ણચંદ્રક પ્રાપ્ય થયો. ૧૯૧૭થી જ્ 'કલાની કદર' નામના પહેલા લેખથી કલા વિષયક પત્રકારત્વ શરૂ કર્યું. આ લેખ વડોદરાથી પ્રકટ થતાં 'સાહિત્ય' માસિકના સપ્ટેમ્બર માસના અંકમાં પ્રકાશિત થયો હતો. ૧૯૨૪માં અમદાવાદમાં કુમાર સામયિકના સ્થાપક અને પ્રથમ તંત્રી બન્યા. સરદાર પટેલ વિશ્વવિદ્યાલય, વડોદરામાં માનાર્હ કલા-અધ્યાપક. ૧૯૩૦માં સાહિત્યકારોએ તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક અર્પ્યો, ઇ. સ. ૧૯૩૩માં બ.ક.ઠાકોરે ચિત્રકલાને કવિતાની માજણી બેનડી કહી, ૧૯૩૫માં 'ગુજરાત ચિત્રકલા સંઘ'ની સ્થાપના કરી. ઇ. સ. ૧૯૩૬માં ગાંધીજીએ કહ્યું, "મારી છાતી તેમના ચિત્રો જોઈ ઊછળી", આગળ જતાં કાકા કાલેલકરે તેમને 'ગુજરાતના કલાગુરુ'ના સ્થાને બિરદાવ્યા. ૧૯૩૬માં જાપાનનો ત્રણ માસનો પ્રવાસ ખેડ્યો. ૧૯૩૮માં કરાછી ખાતે આયોજીત 'ગુજરાત સાહિત્ય પરિષદ'ના અધિવેશનના અધ્યક્ષ બન્યાં. ૧૯૪૧માં આર્ટ્સ સોસાયટી ઓફ ઈન્ડિયાના પ્રમુખ બન્યા. ૧૯૫૦માં મ.સ.યુનિવર્સિટી ખાતે લલિત કોલેજ શરૂ કરવા માટે રચાયેલ બોર્ડમાં તેઓ શામિલ થયા. ૧૯૫૨-૫૩માં વિયેના વિશ્વશાંતિ પરિષદમાં હાજરી આપી. ભારત સરકારે ઇ.સ. ૧૯૬૫માં તેમનું પદ્મશ્રીથી બહુમાન કર્યું. આ જ વર્ષે તેમને સોવિયેત લૅન્ડ નહેરુ ઍવોર્ડ પણ મળ્યો.તેઓએ અમદાવાદમાં 'ગુજરાત કલાસંઘ'ની સ્થાપના કરી હતી. તેઓએ 'ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી'ના વાઇસ ચેરમેનના પદને શોભાવ્યું હતું. ૧૯૭૦માં તેઓ લલિતકલા અકાદમીએ ફેલોશીપ ઍવોર્ડ તથા તામ્રપત્ર દ્વારા તેમનું બહુમાન કર્યું.
વીસમી સદીના મધ્યાંતે જ્યારે ગુજરાતમાં ચિત્રકારની જાણ માત્ર દુકાનોના પાટિયા લખતા ચિતારા તરીકે હતી ત્યારે કલાનુ પુન:પ્રતિષ્ઠાન કરવાનું માન રવિશંકર રાવળને ફાળે જાય છે.
તેમણે એક સિદ્ધહસ્ત ચિત્રકાર, કલામિમાંસક, કલાશિક્ષક, પત્રકાર અને વિચારક તરીકે ગુજરાતને નીચેનો વારસો આપ્યો.
૧. "કુમાર" માસિક
૨. કનુ દેસાઈ, રવિશંકર પંડિત, ગજાનન ખરે, રસિકલાલ પરીખ, જગન મહેતા, સોમાલાલ શાહ, છગનલાલ જાદવ, સી નરેન વગેરે તેમના હાથ નીચે કલાનું શિક્ષણ પામેલા, મશહૂર બનેલા ચિત્રકારો છે.
૩. તેમના કલાચિત્રોનો સંગ્રહ
૪. ફોટોગ્રાફી અને છાપકામ કલાની શરૂઆત
'ઋષિભરત અને મૃગ', 'પરશુરામ', 'મીનાક્ષી મંદિરમાં આદિવાસી યુગલના લગ્ન', 'ચાંદાપોળી', 'રાજકુમારી રુપાંદે', 'ચંદ્ર અને કુમુદ', 'લક્ષ્મીબાઈ', ,શ્રીમતિ', 'મુંજાલ', 'ખુદાના બાગમાં આદમ અને ઈવ', કૈલાસમાં રાત્રી', 'હેમચંદ્રસૂરિ', 'યમ-નચિકેતા', 'વાડામાં લીલા - સરસ્વતીચંદ્ર', 'બિલ્વમંગળ', 'દક્ષિણામૂર્તિ', 'યમ-સાવિત્રી', 'પહાડી સાધુ', 'વીણા અને મૃગ', 'એક ઘા', 'મહાત્મા મૂળદાસ', 'દક્ષ યજ્ઞભંગ', 'રૂપ અને રૂપરેખા' વૃદ્ધ ટેલિયો' વગેરે મુખ્ય છે.
તેમનું અવસાન ૯ ડિસેમ્બર ૧૯૭૭ના રોજ અમદાવાદમાં થયું હતું. ૨૦૦૦માં અમદાવાદ ખાતેના સંસ્કાર કેન્દ્રમાં તથા વલ્લભવિદ્યાનગરની ફાઈન આર્ટ્સ કોલેજના મ્યુઝિયમમાં તેમના ચિત્રોનો કાયમી સંગ્રહ કરેલ છે.
૧૯૯૨માં તેમની ૧૦૦મી જન્મજયંતિના ઉપલક્ષમાં ગુજરાત સરકારે લલિત કલા અકાદમીની આર્ટ ગેલેરીને 'રવિશંકર રાવળ કલાભવન' નામ આપ્યું છે.
તેમની આ શહાદત વિશે પાકિસ્તાની એરફોર્સના રિટાયડ એર કોમોડોર કેસર તુફેલે પોતાની પુસ્તક ગ્રેટ એર બેટલ્સ ઓફ પાકિસ્તાનમાં લખ્યું છે.
નેલ્સન મંડેલા (Nelson Mandela)
(શ્વેત ક્રાંતિના પ્રણેતા, દક્ષિણ આફ્રિકાના ગાંધી)
જન્મતારીખ: 18 જુલાઇ 1918
જન્મસ્થળ; મેવેઝો, દક્ષિણ આફ્રીકા
અવશાન: 5 ડીસેમ્બર 2013 (દક્ષિણ આફ્રીકા)
કેટલાક લોકો એવા હોય છે જે પોતાની જિંદગીય બદલી શકતા નથી. કેટલાક લોકો એવા હોય છે જે કરોડોની જિંદગી બદલી નાખે છે.
આપણે આજે જેની વાત કરવાના છીએ તે આ બીજા પ્રકારમાં આવે છે.
બરાક ઑબામા અમેરિકાના પ્રથમ અશ્વેત પ્રમુખ બન્યાના બે દાયકા પહેલા એક વ્યક્તિ આફ્રિકાની પ્રથમ અશ્વેત પ્રમુખ બની હતી. તેઓ હતા, નેલ્સન મંડેલા.
દક્ષિણ આફ્રિકા ના લોકો જેમને પોતાના રાષ્ટ્રપિતા માને છે અને જે વિશ્વ ભર માં "લોકતંત્ર ના પ્રથમ સંસ્થાપક" અને "રાષ્ટ્રીય મુક્તિદાતા અને ઉદ્ધારકર્તા" ના બિરુદ થી ઓળખાય છે તેવા શ્વેત ક્રાંતિ ના પ્રણેતા અને આફ્રિકા ના પ્રથમ "અશ્વેત રાષ્ટ્રપતિ" નેલ્સન મંડેલા ની જન્મ જયંતી ૧૮ જુલાઈ ના રોજ છે જેને સંયુક્ત રાષ્ટ્રસંઘ ના ફરમાન થી "નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય દિન" તરીકે વિશ્વભર માં ઉજવવામાં આવે છે.
તેમનો જન્મ 18 જુલાઈ, 1918 ના રોજ, દક્ષિણ આફ્રિકાના મેવેઝો ખાતે શાહી થેમ્બુ ગૃહમાં થયો હતો. તેમણે જીવનના શરૂઆતના દિવસો તેમના ઘરના રિવાજ વિશે અભ્યાસ કર્યો.
તેમણે કોલેજ ઓફ ફોર્ટ હરે અને કોલેજ ઓફ વિટવેટર્સ્રાન્ડમાં નિયમનનો અભ્યાસ કર્યો અને જોહાનિસબર્ગમાં વકીલ તરીકે કામ કરવાનું શરૂ કર્યું. વર્ષ 1943 માં, નેલ્સન મંડેલા આફ્રિકન રાષ્ટ્રવ્યાપી કોંગ્રેસમાં જોડાયા અને ઘણા શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કર્યું. તે અનેક ઘટનાઓમાં જેલમાં હતા અને 1962 માં તેમને આજીવન કેદની સજા ફટકારી હતી.
નેલ્સન રોલિહ્લાહ્લા મંડેલા (Nelson Rolihlahla Mandela) દક્ષિણ આફ્રિકાના ક્રાંતિકારી હતા જેમને જેલ થયેલી અને પછી ૧૯૯૪ થી ૧૯૯૯ સુધી તેઓ એક રાજપુરુષ અને સેવાભાવી, પરગજુ વ્યક્તિ તરીકે દક્ષિણ આફ્રિકાનાં પ્રમુખપદે રહ્યા.
આ હોદ્દો ધારણ કરનારા તેઓ પ્રથમ અશ્વેત વ્યક્તિ હતા.
તેઓ ૧૯૯૧ થી ૧૯૯૭ સુધી આફ્રિકન રાષ્ટ્રીય કોંગ્રેસનાં પ્રમુખપદે પણ રહ્યા.
આંતરરાષ્ટ્રીય ભૂમિકાએ મંડેલા ૧૯૯૮ થી ૧૯૯૯ દરમિયાન બિનજોડાણવાદી ચળવળનાં સેક્રેટરી જનરલ પદે પણ રહ્યા.
ક્ષોસા (Xhosa) સમુદાયનાં થેમ્બુ (Thembu) રાજઘરાનાનાં મંડેલાએ ફોર્ટ હેર વિશ્વવિદ્યાલય અને વિટવોટરસ્ટ્રાન્ડ વિશ્વવિદ્યાલયમાંથી કાયદાનું શિક્ષણ મેળવેલું હતું.
તેઓ જહોનિસબર્ગમાં રહેતા અને સંસ્થાનવાદ વિરોધી રાજકારણ સાથે સંકળાયેલા, આફ્રિકન રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા અને તેની યુવાપાંખનાં સ્થાપક સભ્ય બન્યા.
તેમની વિવિધ ક્રાંતિકારી ચળવળોના પ્રતિકારના સરકારી પ્રયાસોનાં ભાગરૂપે તેઓએ ૨૭ વર્ષ જેલમાં વિતાવ્યા હતા. જેમાં શરૂઆતનાં રોબિન ટાપુ પર અને પછી પોલ્સમૂર જેલ અને વિક્ટર વર્સટર જેલમાં વિતાવ્યા. ભારે આંતરરાષ્ટ્રીય માંગ અને દબાણ પછી ૧૯૯૦માં તેમને જેલમુક્ત કરાયા હતા
દર વર્ષે ૧૮ જુલાઈના દિવસે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા શાંતિ માટેના નોબેલ પુરસ્કારના વિજેતા તેમ જ ભૂતપૂર્વ દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલાના જન્મ દિવસની યાદમાં નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસ મનાવવામાં આવે છે
આ દિવસ માટેનો નિર્ણય જુલાઈ ૧૮, ૨૦૧૦ના રોજ, જ્યારે મંડેલા ૯૨ વર્ષના થયા ત્યારથી દર વર્ષે ઉજવણી કરવા માટે લેવામાં આવ્યો હતો.
યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીના પ્રમુખ અલી ટ્રેકીએ જણાવ્યું હતું કે આ નિર્ણય એક મહાન વ્યક્તિનું સન્માન કરવા માટે લેવામાં આવ્યો હતો, જેમણે નહીં માત્ર સામાન્ય લોકોની સુખાકારી માટે કામ કર્યું, પરંતુ તે માટેની કિંમત પણ ચુકવી.
મંડેલાએ તેમના જીવનના મોટા ભાગની ઉંમર (૨૭ વર્ષ) કારાવાસ ખાતે વિતાવી હતી. કારાવાસ દરમિયાન તેઓ સૌથી વધુ સમય કેપ ટાઉન શહેરના કિનારે વસેલ કુખ્યાત રોબેન ટાપુની જેલમાં રહ્યા હતા.
તેમના ૯૧મા જન્મ દિવસે સંયુક્ત રાષ્ટ્રસંઘના મહાસચિવ (સેક્રેટરી જનરલ) બાન કી મૂને જણાવ્યું હતું કે - "મંડેલા સંયુક્ત રાષ્ટ્રમાં ઉચ્ચ આદર્શોના પ્રતીક છે. મંડેલાને આ આદર શાંતિ સ્થાપના, રંગભેદ દૂર કરવા,માનવ અધિકારોનું રક્ષણ અને લિંગ સમાનતાની સ્થાપના માટે તેમના સતત પ્રયાસો માટે આપવામાં આવે છે."
મળેલ સન્માન અને પુરસ્કારો
૧૯૭૯માં આંતરરાષ્ટ્રીય દૂરંદેશી બદલ જવાહરલાલ નહેરૂ પારિતોષિક
૧૯૯૦માં ભારતનું શ્રેષ્ઠ નાગરીક સન્માન ભારત રત્ન
૧૯૯૩માં નોબૅલ શાંતિ પુરસ્કાર
2000માં ગાંધી શાંતિ પુરસ્કાર સમેત મંડેલાને આશરે ૨૫૦ કરતાં વધુ સન્માનો પ્રાપ્ત થયા હતા
જગદગુરુ આદિ શંકરાચાર્ય
આદિ શંકરાચાર્ય નો જન્મ ઈ.સ.વી ૭૮૮ માં થયો અને એનું મૃત્યુ ઈ.સ.વી ૮૨૦ માં થયું હતું. મતલબ તે ૩૨ વર્ષ જીવ્યા, શંકરાચાર્યનો જન્મ કેરળના કાલડી ગામમાં થયો હતો.
તેમની માતાનું નામ વિશિષ્ટા દેવી અને પિતાનું નામ શિવગુરુ તેમ જ દાદાનું નામ વિદ્યાધર હતું. શિવગુરુ અને વિશિષ્ટા દેવીએ પુત્ર પ્રાપ્તિ માટે ચંદ્રમૌલેશ્વર મહાદેવની અનન્ય ભક્તિ અને તપ કરતાં સ્વયં ભગવાન આશુતોષે દર્શન આપી પોતે તેમને ત્યાં એક સર્વજ્ઞ પણ અલ્પ આયુ બાળક તરીકે અવતાર લેશે એવું વરદાન આપ્યું હતું અને તેથી જ આ બાળકનું નામ શંકર રાખ્યું હતું. જન્મથી જ આ બાળકના શરીર પર દિવ્ય ચિહ્ન જેવાં કે માથા ઉપર ચંદ્ર-ચક્ર, કપાળમાં નેત્ર અને ખભા પર ત્રિશૂલનાં ચિહન હતાં. આમ, બાળ શંકર સ્વયં શિવાવતાર હતા
તેઓ બાળપણથી જ શાંત, ગંભીર અને તીક્ષ્ણ બુદ્ધિવાળા હતા. માત્ર ૩ વર્ષની ઉંમરમાં તેમણે માતૄભાષા મલાયાલમ અને સંસ્કૃત શીખી, તેમણે અનેક ગ્રંથ તેમ જ વેદ, ઉપનિષદ, રામાયણ, મહાભારત વગેરે અનેક શાસ્ત્રોનો અભ્યાસ કરી કંઠસ્થ કરી લીધા હતાં. તેઓ શ્રુતિધર એટલે કે જે સાંભળે એ કંઠસ્થ થઈ જાય તેવા હતા.
શંકરે પાંચમા વર્ષે ગુરુ ગૃહે અભ્યાસ અર્થે મોકલતાં ફક્ત બે જ વર્ષના વિદ્યાભ્યાસ દરમિયાન બધા જ ગ્રંથોનો અભ્યાસ પૂર્ણ કરી ગુરુ શિક્ષામાં પારંગત બન્યા. પિતાના અવસાન બાદ માતાએ ગૃહસ્થાશ્રમ અંગે ઈચ્છા વ્યક્ત કરી, પણ શંકરે એ માટે અનિચ્છા દર્શાવી હતી.
શંકરની જન્મ-કુંડલીમાં આઠ, સોળ અને બત્રીસમા વર્ષમાં મૃત્યુયોગ હતો. આઠમા વર્ષનો મૃત્યુયોગ તપ દ્વારા અને સોળમા વર્ષનો મૃત્યુયોગ દૈવિક આશીર્વાદ દ્વારા દૂર થઈ શકે એમ હતો. આઠ વર્ષની ઉંમરે પૂર્ણા નદીમાં સ્નાન કરતી વખતે મગરે તેમનો પગ પકજી લીધો હતો અને તેથી આ મૃત્યુયોગથી છૂટવા સંન્યાસ ગ્રહણ કરી તપ કરવાની આજ્ઞા માતા પાસેથી મેળવી લીધી. આમ આ આઠમા વર્ષના મૃત્યુયોગનું નિવારણ થયું. આઠમા વર્ષે સ્વયં પોતે વિરજાહોમ કરી સંસારનો ત્યાગ કર્યો અને આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે ગુરુની શોધમાં નીકળી પડ્યા
નર્મદા નદીના કિનારે ઓમકારનાથ નામના સ્થળે ગોવિન્દપાદ સ્વામી નામના મહાન યોગીએ તેમને શિષ્યરૂપે સ્વીકાર કરી બ્રહ્મજ્ઞાનનું જ્ઞાન આપ્યું. શંકરે ગુરુ પાસેથી ફક્ત ત્રણ જ વર્ષમાં ત્રણેય પ્રકારના શ્રેષ્ઠ યોગઃ હઠયોગ, રાજયોગ અને જ્ઞાનયોગનું શિક્ષણ મેળવી યોગસિદ્ધિ મેળવી લીધી. સર્વ વિદ્યામાં પારંગત થયેલા શિષ્યને કાશી જવાનું જણાવી ગુરુએ કહ્યું હતું કે કાશીમાં સ્વયં ભવાનીપતિ શંકર તને દર્શન આપશે. આગળના કાર્ય માટે ભવાનીપતિ આદેશ આપે એ પ્રમાણે કાર્ય કરવાનું જણાવી ગુરુ ગોવિન્દપાદ યોગ બળે સમાધિ લઈ મહાનિર્વાણ પામ્યા.
ગુરુના આદેશાનુસાર શંકર કાશી આવ્યા. કાશીમાં મણિકર્ણિકા ઘાટ પર ચાર ડાઘિયા કૂતરાઓથી ઘેરાયેલા ચંડાલ શંકરના માર્ગમાં આવ્યો. આ ચંડાલ સ્વયં ભવાની પતિ હતા અને ચાર ડાઘિયા કૂતરાઓ ચાર વેદનું પ્રતીક હતા. ચંડાલ સ્વરૂપે ઉપસ્થિત થઇ ભવાનીપતિએ શંકરની પરીક્ષા કરી અને શંકર રચિત મનીષાપંચક સાંભળી પ્રસન્ન થઈ મૂળ રૂપમાં પ્રગટ થઈ વેદનો પ્રચાર કરવા આદેશ આપ્યો.
ભવાનીપતિએ શંકરના માથે હાથ મૂકી કહ્યું હતું કે તું મારો અંશ છુ અને તારું કાર્ય વેદાન્ત ધર્મની પુનઃપ્રતિષ્ઠા કરવાનું છે, જે પૂર્ણ થયે તું સ્વયં મારામાં સમાઈ જઈશ. ભવાનીપતિએ શંકરને મહર્ષિ વ્યાસ રચિત બ્રહ્મ સૂત્ર પર ભાષ્ય રચના કરવા પણ જણાવ્યું. આ વખતે શંકરની ઉંમર માત્ર અગિયાર વર્ષની હતી. આદેશાનુસાર શંકરે બદ્રિકાશ્રમ પાસે વ્યાસ ગુફામાં રહી બાર ઉપનિષદ, બ્રહ્મસૂત્ર, ભગવદ્ગીતા, વિષ્ણુ સહસ્ત્ર નામ, મનત્સુજાતીય એમ 16 પ્રસિદ્ધ ગ્રંથો પર ભાષ્ય રચના કરી. આ ગ્રંથો પ્રસ્થાનત્રયી તરીકે ઓળખાય છે અને એના પર ભાષ્યરચના કરનાર આચાર્ય ગણાય છે. આમ શંકર આચાર્ય બનતાં શંકરાચાર્ય તરીકે પ્રસિદ્ધિ પામ્યા.
હવે શંકરાચાર્યે વેદાન્ત ધર્મની પુનઃપર્તિષ્ઠા માટે ભારતભ્રમણ શરૂ કરી માર્ગમાં આવતાં ધાર્મિક સ્થળોનો જીર્ણોદ્ધાર અને એમાં શાલિગ્રામોની પુનઃપર્તિષ્ઠા કરી સનાતન વૈદિક ધર્મનો પ્રચાર શરૂ કર્યો હતો. કાશીમાં જ શંકરાચાર્યે સન્દન નામના યુવકને દીક્ષા આપી તેને પોતાનો પ્રથમ શિષ્ય બનાવ્યો હતો.
શંકરાચાર્ય એ ભારતીય ઉપખંડના સૌથી પ્રાચીન એવા હિંદુ ધર્મના લોકો માટે એક વંદનીય વ્યક્તિત્વ છે.આદી શંક્રાચાર્યનો સમય ઈ. સ. પુર્વ 509 થી ઇ. સ. પુર્વ 477 હતો.અત્યારે જે ઈ. સ. 7 અને 8મી સદીનો જે સમય આપવામા આવે છે તે અભીનવ શંકરાચાર્યનો સમય છે, જે અદી શંક્રચાર્ય પછી 38મા મઠાધીપતી હતા.આદી શંકરાચાર્યના જીવન ચરીત્રઉપર અનેક ગ્રંથ લાખાણા છે. ચીતસુખાચાર્ય, આદી શંકરાચાર્યની પાંચ વર્ષની ઉંમરથી તેમની સાથે હતા, અને તેમના પરમ મીત્ર અને શીષ્ય હતા ચીતસુખાચાર્યએ પોતાનુ જીવન આંદી શંક્રાચાર્ય સાથે વીતાવ્યુ હતુ..તેમને આદી શંકરાચાર્યના જીવન ચરીત્રઉપર "બૃહત શંકરવીજય" નામનો ગ્રંથ લખેલ
વૈશાખ શુકલ પાચમ, પુનરવશુ નક્ષત્ર અને ઘનુ લગ્નમાં શીવગુરૂના પત્ની આર્યઅંબાના ગર્ભથી શંક્રાચાર્યનો જન્મ થયો હતો.
તે પ્રમાણે આદી શંકરાચાર્યનો જન્મ ઇ. સ.પુર્વ 509(3102 - 2593=509)મા થયો હતો. દ્વારકાપીઠ,ગોવર્ધન મઠ અને જ્યોતિ મઠ ના મંઠાધીપતીના વંશાવળી પ્રમાણે પણ આદી શંક્રાચાર્યનો જન્મ ઇ. સ.પુર્વ 509માં થયો હતો..
"નેપાલરાજા વંશાવલી" પ્રમાણે નેપાલના 18માં રાજા વ્રીશહાદેવ વર્મા(ઈ. સ. પુર્વ 547-486) હતા.રાજા વ્રીશહાદેવ વર્માના સમયમાં આદી શંક્રાચાર્ય નેપાલમાં હતા, એનો એવો અર્થ થાય છે કે આદી શંકરાચાર્ય ઇ. સ.પુર્વ 5મી સદીમાં થાયા તે સાચુ છે.
"જીનવીજય" નામના ગ્રંથ પ્રમાણે કુમરીલા ભટ્ટ ઇ. સ. પુર્વ 5મી સદીમાં હતા અને શંકરાચાર્ય અને કુમારીલા ભટ્ટ એકબીજાને મળ્યા હતા, તે પણ આદી શંકરાચાર્યનો સમય ઇ. સ. પુર્વ. 5મી સદીમાં બતાવે છે. વિશ્વના ચિંતન અને દર્શન ક્ષેત્રે ભારતીય તત્ત્વજ્ઞાનનું પ્રતિનિધિત્વ કરનાર એ મહાન વિશ્વગુરુનું અવિસ્મરણીય અને અદ્વિતીય પ્રદાન નિ:શંકપણે સર્વસ્વીકૃત છે. ચતુર્મુખ બ્રહ્માજીના ચાર અનાસકત સુપુત્રોને મૌન દ્વારા આત્માનું અમત્ર્ય જ્ઞાન આપી જે યુવા ગુરુએ મુકત કર્યા હતા તે ભગવાન દક્ષિણામૂર્તિ સદાશિવ પુન: આ ભૂધરાને આત્મવાન જ્ઞાનથી સંયુકત કરવા અતવર્યા.
ભારત દેશના દક્ષિણ ભાગમાં પશ્ચિમ કિનારે આવેલા કેરળ પ્રદેશના કાલટી ગામમાં દ્રાવિડ બ્રાહ્મણ શિવગુરુ, વિધાધિરાજ (નામ્બુદ્રી) અને સતી (અમ્બા)ને ત્યાં શંકરનો પ્રાદુર્ભાવ થયો અને પ્રાદેશિક તથા સંસ્કૃત ભાષાનું જ્ઞાન પ્રાપ્ત કરી સમસ્ત વૈદિક વિધાઓ ધારણ કરી સંન્યાસના દૃઢ નિર્ધાર સાથે વિધવા માતાના આશીર્વાદ લઇ સદ્ગુરુ શરણની યાત્રાએ નીકળી પડયા.
ભગવાન નારાયણ દ્વારા સર્વ પ્રથમ વાર અવબોધવામાં આવેલું અદ્વૈત-વેદાન્તનું આત્મજ્ઞાન પદ્મભવ, વસિષ્ઠ, શકિત, પરાશર અને વેદ વ્યાસ જેવા મહર્ષિઓ થકી વહેતું શુકદેવજી દ્વારા પ્રસ્થાપિત સંન્યાસ પરંપરા વાટે મહાન આચાર્ય ગોવિન્દ યોગીન્દ્ર દ્વારા મા રેવાના પાવન તટમાં ‘ઓંકાર માંધાતા’ ગુહાસ્થાને સચવાઇ રહેલું, જેને શંકર યતિએ પરમહંસ દીક્ષાના અંગીકાર સાથે પુનર્ગિઠત કર્યું તથા આચાર્ય બનીને શાસ્ત્રાર્થ, સંવાદ, ખંડન-મંડન, વાદ-વિવાદ તથા સહચિંતન કરીને સમસ્ત દેશમાં હિંદુ વેદ ધર્મનો પુનરુદ્ધાર કર્યો.
ત્રુટિમુકત વેદાન્ત-દર્શન ‘બ્રહ્મસૂત્ર’ નામક પાવન ગ્રંથમાં સંગ્રહિત કર્યું અને સર્વ વાદો-વિચારો પર એની અમીટ અસર આરછાદિત થઇ ગઇ. શંકરે પ્રકòતિ-પરિણામ, બ્રહ્મ-પરિણામવાદ ઉપરાંત, માઘ્યમિક અને વિજ્ઞાનવાદી શાખાઓનું ખંડન કરી પોતાના દાદા ગુરુ, સંપ્રદાય વિદ્ આચાર્ય ગૌડપાદના અજાતવાદનું તેમાં મંડન કરતા જે ‘બ્રહ્મવિવર્તવાદ’ સ્પષ્ટ કર્યોતે જ પછીથી ‘કેવલાદ્વૈત’ સિદ્ધાંત તરીકે સુખ્યાત થયો.
શંકર એ ભારતના અને સંપૂર્ણ વિશ્વના સદ્ગુરુ છે અને વિદ્વાનો માટે તર્ક પ્રસ્થાન, ઋષિઓ માટે શ્રુતિ પ્રસ્થાન તથા ભકતો માટે સ્મૃતિ પ્રસ્થાન એમ પ્રસ્થાનત્રયી ગ્રંથોના ભાષ્ય દ્વારા અહર્નિશ માર્ગદર્શન આપતા રહે છે. સર્વ જિજ્ઞાસુઓ માટે શંકર પ્રકરણ ગ્રંથો અને જ્ઞાનના સહાય માટે ભકિત-ભાવ પ્રચુર સ્તોત્રોની પ્રસ્તુતિ કરે છે. આ ઉપરાંત, પંચાયતન પૂજા શરૂ કરાવીને ભગવાનને રાષ્ટ્રને અખંડતાના એક સૂત્રમાં પરોવી દૈવી આશિષથી આરક્ષિત કરી દીધું.
સાધારણ જનતા માટે બૌદ્ધ માઘ્યમિકોનો શૂન્યવાદ, વિજ્ઞાનવાદીઓનું આલય વિજ્ઞાન અને રામાનુજ તથા ભતૃર્પ્રપંચનો બ્રહ્મ-પરિણામવાદ ઉપરાંત અન્ય વિચારધારાનો અને શાંકરવેદાન્તમાં કોઇ ભેદ ના જણાતો હોય, પરંતુ અસાધારણ અઘ્યાત્મ પ્રેમી સુજ્ઞ સાધકો માટે શંકરની વિચારણા અસંદિગ્ધ અને સ્પષ્ટતાપૂર્ણ રીતે આ બધાથી ભિન્ન છે, એ સુવિદિત છે.
શાંકરવેદાન્તના પ્રાણાધાર સમી સંન્યાસ દીક્ષાનું મહત્ત્વ પણ જાણવું આવશ્યક છે. સૌ પ્રથમ સંન્યાસી (સંયમી સાધુ) એ વિવિધ આઘ્યાત્મિક કેન્દ્રોનું ભ્રમણ કરવું જૉઇએ, જેથી અઘ્યાત્મવિધાનો પ્રારંભિક અનુભવ પ્રાપ્ત થાય. જુદાં-જુદાં ક્ષેત્રોમાં તીર્થાટન થવાથી જુદા-જુદા પાણી (ઉદક) પીવાનું થાય છે, આથી આવા સંન્યાસીઓ ‘બહુદક’ કહેવાય છે. ત્યારબાદ સંયમીએ કોઇ મઠમાં, ગૃહમાં કે ઓરડામાં અથવા અરણ્યમાં રહીને બાહ્ય અનુભવોથી જાણેલા આત્મા વિષયક સિદ્ધાંતોમાં નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે સાધના કરવી જૉઇએ.
હવે, સંન્યાસી તૃતીય ક્ષેત્રમાં પ્રવિષ્ટ થાય છે, જયાં સકળ સાધનાના સારરૂપ, સર્વ મંત્રના હાર્દરૂપ ઓમ્કાર (ૐ) ના નાદની સાધના કરવામાં આવે છે. આ જપ અને મંત્ર અંતત: ઘ્યાનમાં પરિણમે છે અને આ સંન્યાસી ઘ્યાનસ્થ થઇ જાય છે, જેને ‘હંસ’ કહેવામાં આવે છે. જયારે સંયમી આ કક્ષાએ પહોંચે છે ત્યારે, તે વેદાન્તગ્રંથોને સમજવા માટે પૂર્ણત: પરિપકવ બની ગયો હોય છે અને તેથી ‘પરમહંસ’ બની જાય છે.
યોગનાં સર્વ રૂપો અને સાધનાના પ્રભાવથી સુવ્યવસ્થિત થયેલો આવો સાધુ માત્ર વેદાન્તગ્રંથોનું અઘ્યયન કરવારૂપી સાધનામાં પ્રવૃત્ત થાય છે અને આવા નિવૃત્ત પરમહંસ અંતે જીવન્મુકત જ્ઞાની બની રહે છે. સંન્યાસના આ ચતુર્વિધ ચરણોને વિવિદિષા સંન્યાસ કહે છે, જયારે વિદ્વત સંન્યાસ પણ હોય છે, જે માત્ર જ્ઞાનનિષ્ઠા માટે ધાર કરવામાં આવે છે અને અવધૂત મુકત રીતે અનંત જીવનમાં રમણ કરે છે.
આદી શંકરાચાર્ય દ્વારા સ્થાપિત ચાર મઠ નીચે પ્રમાણે છે[૯] :
શંકરાચાર્યએ વ્યાસનાં ગ્રંથ બ્રહ્મસૂત્ર પર ભાષ્ય લખ્યું હતું , જેની પરીક્ષા સ્વયં વ્યાસે કરી હતી.[૧૦]
કુમારિલ ભટ્ટનાં નિવેદનથી શંકરાચાર્યએ તેમનાં કર્મકાંડને માનનાર શિષ્ય મંડન મિશ્ર સાથે શાસ્ત્રાર્થ કર્યો હતો , જેનાં નિર્ણાયક મિશ્રનાં પત્ની ઉભય ભારતી બન્યાં. આ શાસ્ત્રાર્થમાં મિશ્રની હાર થઇ. જેથી તેમનાં પત્ની ભારતીએ પણ શંકરાચાર્ય સાથે શાસ્ત્રાર્થ કર્યો , તેમણે શંકરાચાર્યને પરાજય કરાવવા કામશાસ્ત્રનાં પ્રશ્નો પૂછ્યાં ત્યારે શંકરાચાર્ય તેમણી પાસે સમય માંગી એક મૃત રાજાનાં શરીરમાં પ્રવેશી કામશાસ્ત્રનું જ્ઞાન મેળવી ઉભય ભારતીને શાસ્રાર્થમાં હરાવ્યાં.
આદિ શંકરાચાર્યનો જન્મ વૈશાખ સુદ -૫ નો ગણાય છે. ભારતમાં જે મહાપુરુષો થયા તેમાં શંકરાચાર્યને એક વિશિષ્ટ સ્થાન આપવું પડે. એક પુસ્તક "યુગપ્રવર્તક - મહામાનવ આદિ શંકરાચાર્ય" -લેખક ઇન્દ્રવદન બી. રાવલ દ્વારા લખાયેલ છે. ગુજરાતી ભાષામાં શંકરાચાર્ય વિશેનું આ જૂઝ એવું લખાયેલ પુસ્તક છે. લેખક પોતે સંસ્કૃતના અધ્યાપક હતા. (જન્મ : ૨૪-૦૯-૧૯૩૭ અવસાન : ૧૭-૧૧-૨૦૧૭) વેરાવળની સોમનાથ કોલેજમાં ૪૦ વર્ષ સુધી સંસ્કૃતના અધ્યાપક તરીકે સેવા આપી. આ પુસ્તક "યુગપ્રવર્તક - મહામાનવ આદિ શંકરાચાર્ય" સંસ્કૃત ભાષાના વિદ્યાર્થી,અધ્યાપક માટે તો વાચવા લાયક છે, પરંતુ જે ગુજરાતી વાચકોને સંસ્કૃત નથી આવડતું તેને પણ આ પુસ્તક વાંચવું ગમે તેવું છે. આ પુસ્તક વાચવાની ઈચ્છા ધરાવનાર મો. ૯૮૭૯૯૬૭૦૧૫ પર સંપર્ક કરી શકે છે.
આદિ શંકરાચાર્ય એ ચાર મઠો ની સ્થાપના કરી હતી. ઉત્તર દિશા માં એમણે બદ્રિકાશ્રમ માં જ્યોર્તિમઠ ની સ્થાપના કરી હતી. પશ્ચિમ દિશા માં દ્વારિકા માં શારદામઠ ની સ્થાપના કરી હતી, પૂર્વ દિશા માં જગન્નાથ પૂરીમાં ગોવર્ધન મઠ ની સ્થાપના કરી હતી.
મઠો માં આદિ શંકરાચાર્ય થી અત્યાર સુધી ના જેટલા પણ ગુરુ અને એના શિષ્ય થયા છે એની ગુરુ-શિષ્ય પરંપરા નો ઈતિહાસ સંવરક્ષિત છે.
જિન વિજય’ નામના ગ્રંથ પ્રમાણે કુમરીલા ભટ્ટ ઇ.સ. પૂર્વ પમી સદીમાં હતા અને શંકરાચાર્ય અને કુમરીલા ભટ્ટ એકબીજાને મળ્યા હતા
ભગવાન નારાયણ દ્વારા સર્વ પ્રથમ વાર અવબોધવામાં આવેલું અદ્વૈત-વેદાન્તનું આત્મજ્ઞાન પદ્મભવ, વસિષ્ઠ, શકિત, પરાશર અને વેદ વ્યાસ જેવા મહર્ષિઓ થકી વહેતું શુકદેવજી દ્વારા પ્રસ્થાપિત સંન્યાસ પરંપરા વાટે મહાન આચાર્ય ગોવિન્દ યોગીન્દ્ર દ્વારામાં રેવાના પાવન તટમાં ‘ઓમકાર માંધાતા’ ગૃહાસ્થાને સચવાઇ રહેલું. જેને શંકર યતિએ પરમહંસ દીક્ષાના અંગીકાર સાથે પુનગર્ઠિત કર્યુ તથા આચાર્ય બનીને શાસ્ત્રાર્થ, સંવાદ, ખંડન-મંડન, વાદ-વિવાદ તથા સહચિંતન કરીને સમસ્ત દેશમાં હિંદુ વેદ ધર્મનો પુનરૂદ્ધાર કર્યો.
ત્રુટિમુકત વેદાન્ત-દર્શન ‘બ્રહ્મસૂત્ર’ નામક પાવન ગ્રંથમાં સંગ્રહિત કર્યુ અને સર્વ વાદો-વિચારો પર એની અમીટ અસર આચ્છાદિત થઇ ગઇ. શંકરે પ્રકૃતિ-પરિણામ, બ્રહ્મ-પરિણામવાદ ઉપરાંત, માધ્યમિક અને વિજ્ઞાનવાદી શાખાઓનું ખંડન કરી પોતાના દાદા ગુરૂ, સંપ્રદાય વિદ્ આચાર્ય ગૌડપાદના અજાતવાદનું તેમાં મંડન કરતા જે ‘બ્રહ્મવિવર્તવાદ’ સ્પષ્ટ કર્યો તે જ પછીથી ‘કેવલાદ્વૈત’ સિદ્ધાંત તરીકે સુખ્યાત થયો.
ડૉ. બાબાસાહેબ આંબેડકર
બંધારણના ઘડવૈયા, પ્રથમ કાયદા પ્રધાન
પુરુ નામ: ભીમરાવ રામજી સકપાલ
જન્મતારીખ: 14 એપ્રિલ 1891
જન્મસ્થળ: મહુ, ઇન્દોર, મધ્યપ્રદેશ (હાલમાં આંબેડકર નગર)
પિતાનું નામ: રામજી
માતાનું નામ: ભીમાબાઇ
પત્નીનુ નામ: રમાબાઇ (પ્રથમ પત્ની), ડૉ.સવિતા (બીજા પત્ની)
અવશાન: 6 ડિસેમ્બર 1956 (દિલ્હી)
ડૉ. ભીમરાવ આંબેડકર રાજનેતા, તત્વચિંતક, નૃવંશશાસ્ત્રી, ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી હતા.
ડૉ. ભીમરાવ આંબેડકર નો જન્મ 14મી એપ્રિલ 1891માં મહુ, મધ્ય પ્રદેશ મુકામે એક સામાન્ય અછૂત ગણાતા મહાર કુટુંબમાં થયો હતો.
તેમના પિતાનું નામ રામજી માલોજી સક્પાલ અને માતાનું નામ ભીમાબાઈ હતું.
ભીમરાવ આંબેડકર એ રામજી સક્પાલના ચૌદ સંતાનોમાંનું છેલ્લું સંતાન હતા.
ભીમરાવના પિતા મિલિટરીમાં સુબેદારના હોદા પર હતા. લશ્કરની શાળામાં તેઓ હેડ માસ્ટર હતા. નાનપણથી જ બાળક ભીમરાવમાં માતાપિતાના સંસ્કારો ઉતર્યા.
જયારે ભીમરાવ 6 વર્ષની ઉમરના થયા ત્યારે તેમની માતા ભીમાબાઈનું અવસાન થયું.
ભીમરાવના પિતાની અટક સક્પાલ હતી. તેઓ મૂળ મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લાના અંબાવાડે ગામના વતની હતા. તેથી નિશાળમાં ભીમરાવની અટક આંબાવડેકર રાખવામાં આવેલી. પરંતુ નિશાળના એક શિક્ષક કે જે ભીમરાવને ખુબ ચાહતા હતા, તેમની અટક આંબેડકર હતી તેથી તેમણે ભીમરાવની અટક નિશાળના રજીસ્ટરમાં સુધારીને આંબાવડેકરને બદલે આંબેડકર રાખી
શરૂઆતની પ્રાથમિક કેળવણી ભીમરાવે મુશ્કેલીઓ વચ્ચે પૂરી કરી. અસ્પૃશ્યતાના કારણે તેઓએ ઘણું જ સહન કરવું પડ્યું. ભીમરાવના પિતાને મુંબઈમાં રહેવાનું થયું એટલે ભીમરાવે હાઇસ્કૂલનું શિક્ષણ મુંબઈની એલીફન્સ્ટન હાઇસ્કૂલમાં લીધું અને સને ૧૯૦૭માં મેટ્રીકની પરીક્ષા પસાર કરી.મેટ્રિક પાસ થયા
ભીમરાવના લગ્ન "રામી" નામની બાળા સાથે થયા. જેનું નામ ભીમરાવે પાછળથી "રમાબાઈ" રાખ્યું
ભીમરાવના કોલેજ શિક્ષણ માટે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે સ્કોલરશીપની વ્યવસ્થા કરી, અને ભીમરાવ મુંબઈની પ્રખ્યાત એલીફન્સ્ટન કોલેજમાં દાખલ થયા.
ભીમરાવે ઈ.સ. ૧૯૧૨માં અંગ્રેજી મુખ્ય વિષય સાથે મુંબઈ યુનિવર્સીટીની બી.એ.ની પરીક્ષા પસાર કરી. સ્નાતક થયા
વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે ભીમરાવની નિમણુક રાજ્યના લશ્કરમાં એક લશ્કરી અધિકારી તરીકે કરી. વડોદરામાં યુવાન ભીમરાવે આભડછેટનાં લીધે ખુબ જ હેરાન થવું પડ્યું
આ સમયે ૨ ફેબ્રુઆરી ૧૯૧૩ના રોજ ભીમરાવના પિતા રામજી સક્પાલનું અવસાન થયું. ભીમરાવને નોકરીને તિલાંજલિ આપવી પડી. પિતાના મૃત્યુના કારણે મહત્વાકાંક્ષી ભિમરાવને ખુબજ દુ:ખ થયુ.આ સમયે વડોદરાના મહારાજા શ્રી સયાજીરાવ ગાયકવાડ કેટલાક તેજસ્વી અછૂત વિદ્યાર્થીઓને પોતાના ખર્ચે, ઉચ્ચ અભ્યાસ માટે, અમેરિકા મોકલવા માંગતા હતા. ભીમરાવની એ માટે પસંદગી થઈ.
૧૯૧૩ના જુલાઈનાં ત્રીજા અઠવાડિયામાં તેઓ ન્યુયોર્ક જવા રવાના થયા. અમેરિકાની પ્રખ્યાત કોલમ્બિયા યુનિવર્સિટીમાં ભીમરાવે ખંતપૂર્વક અભ્યાસ શરુ કર્યો. અભ્યાસના પરિપાક રૂપે ભીમરાવે 'પ્રાચીન ભારતીય વ્યાપાર' વિષય ઉપર મહાનિબંધ લખી ૧૯૧૫માં કોલમ્બિયા યુનિવર્સીટીની એમ.એ.ની ઉચ્ચ પદવી પ્રાપ્ત કરી.
સતત અભ્યાસ ચાલુ રાખી ૧૯૧૬ માં એમણે પીએચ.ડી. માટે 'બ્રિટીશ ભારતમાં મુલ્કી અર્થવ્યવસ્થાનો વિકાસ' વિષય ઉપરનો મહાનિબંધ કોલમ્બિયા યુનિવર્સીટીને રજુ કરી પીએચ.ડી.ની પદવી મેળવી.
૧૯૧૬ માં તેઓ અમેરિકાથી ઇંગ્લેન્ડ ગયા. અને લંડનમાં કાયદાનો અભ્યાસ શરુ કર્યો સાથે સાથે એમણે અર્થશાસ્ત્રનો અભ્યાસ પણ ચાલુ જ રાખ્યો. પરંતુ પ્રતિકુળ સંજોગોને અને આર્થિક તેમજ કૌટુંબિક મુશ્કેલીઓને કારણે વિદ્યાભ્યાસ છોડી તેમને ભારત પાછા ફરવું પડ્યું.
ઇંગ્લેન્ડથી પાછા આવ્યા પછી તેઓ વડોદરા નોકરી માટે ગયા. મહારાજા ગાયકવાડે આંબેડકરની નિમણુક વડોદરા રાજ્યના મીલીટરી સેક્રેટરી તરીકે કરી. પરંતુ મુશ્કેલીઓ, આભડછેટ અને અપમાનોના લીધે તેઓ વડોદરામાં સ્થિર થઇ શક્યા નહિ, ફરીવાર વડોદરાને તેમણે છેલ્લી સલામ કરી વિદાઈ લીધી
૧૯૧૮માં, મુંબઈની સિડનહામ કોલેજમાં તેઓ પ્રોફેસર તરીકે જોડાયા
થોડા પૈસા બચાવીને તેમજ કેટલીક રકમની મિત્રો પાસેથી વ્યવસ્થા કરીને ફરીવાર ડૉ.આંબેડકર ઇંગ્લેન્ડ ગયા, અને કાયદાનો તથા અર્થશાસ્ત્રનો અભ્યાસ ચાલુ રાખ્યો
૧૯૨૩માં ડૉ. આંબેડકર બેરિસ્ટર થયા
આજ વખતે ડૉ.આંબેડકરને તેમના મહાનિબંધ "રૂપિયાનો પ્રશ્ન" એ વિષય ઉપર લંડન યુનિવર્સીટી એ "ડૉક્ટર ઓફ સાયન્સ"ની ઉચ્ચ ડીગ્રી એનાયત કરી. લંડનમાં અભ્યાસ પૂર્ણ થવાથી ડૉ. આંબેડકર જર્મની ગયા અને ત્યાં પ્રખ્યાત બોન યુનિવર્સીટીમાં વિદ્યાભ્યાસ શરુ કર્યો. પરંતુ જર્મનીમાં તેઓ લાંબો સમય રહી શક્યા નહિ. તેમને ભારત પાછા ફરવું પડ્યું.
૨૩ ઓક્ટોબર ૧૯૨૮ ના રોજ ડૉ. આંબેડકર "સાયમન કમિશન" સમક્ષ અછૂતોના પ્રાણ પ્રશ્નો અને તેના નિરાકરણ ઉપર રજૂઆત કરી આજ સમયે તેમણે એક એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કરી
૧ જૂન ૧૯૫૨એ તેઓ ન્યુયોર્ક ગયા અને ૫ જૂન ૧૯૫૨ના દિવસે કોલમ્બિયા યુનિવર્સીટીએ એમને સર્વોચ એવી "ડોક્ટર એટ લો"ની પદવી આપી
૧૨ જાન્યુઆરી ૧૯૫૩ને દિવસે ભારતની ઓસ્માનિયા યુનીવર્સીટીએ ડૉ. આંબેડકરને "ડોક્ટર ઓફ લીટરેચર" ની ઉચ્ચ પદવી આપી
૬ ડિસેમ્બર ૧૯૫૬ની વહેલી સવારે તેઓનું દિલ્લીમાં અવસાન થયું.
Awards / Honors:
Bodhisattva (1956),
Bharat Ratna (1990),
First Colombian Ahead of Their Time (2004),
The Greatest Indian (2012)
Ambedkar's Political Party:
Scheduled Caste Federation,
Independent Labor Party,
Republican Party of India
ભારત સરકાર દ્વારા 1990માં દેશનું સર્વોચ્ચ સન્માન એવું ભારત રત્ન એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું.
ડૉ. બાબાસાહેબ આંબેડકર વિદેશથી ઇકોનોમિક્સમાં ડોકટરેટ (પીએચ.ડી.) ની ડિગ્રી મેળવનારા પ્રથમ ભારતીય હતા.
ડૉ. આંબેડકરના સ્મારક સ્થળનું નામ ચૈત્ય ભૂમિ છે, જે મહારાષ્ટ્રના મુંબઇમાં આવેલ છે.
નોબેલ પુરસ્કાર વિજેતા પ્રો.અમર્ત્ય સેન ડૉ. બી.આર. આંબેડકરને અર્થશાસ્ત્રમાં પોતાનો પિતા માનતા હતા.
લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી "ડોક્ટર ઓલ સાયન્સ" નામની ડિગ્રી પ્રાપ્ત કરનાર બાબાસાહેબ વિશ્વના પ્રથમ અને એકમાત્ર વ્યક્તિ છે.
1954 માં, નેપાળના કાઠમાંડુમાં યોજાયેલી "વર્લ્ડ બૌદ્ધ કાઉન્સિલ" માં, બૌદ્ધ સાધુઓએ ડૉ.બાબાસાહેબ આંબેડકરને બૌદ્ધ ધર્મનું ઉચ્ચતમ બિરુદ "બોધિસત્ત્વ" આપ્યું હતું. તેમનું પ્રખ્યાત પુસ્તક "ધ બુદ્ધ એન્ડ ધ ધર્મ" એ ભારતીય બૌદ્ધોનું "શાસ્ત્ર" છે.
ડૉ.બાબાસાહેબ આંબેડકર ત્રણ મહાન પુરુષો ભગવાન બુદ્ધ, સંત કબીર, અને મહાત્મા ફૂલેને તેમના "ગુરુ" માનતા હતા.
ડો. ભીમરાવ આંબેડકરે પોતાની પર્સનલ લાઈબ્રેરી બનાવી હતી જેનુ નામ તેમણે રાજગૃહ રાખ્યું હતું.
ડૉ. બાબાસાહેબ આંબેડકર જ્યોતિબા ફૂલેને પોતાના ત્રીજા ગુરુ માનતા હતા,
ડૉ. બાબાસાહેબ આંબેડકરના પુસ્તક "રુપિયાની સમસ્યા-તેનુ મૂળ અને ઉપાય"માં દર્શાવવામાં આવેલ સિદ્ધાંતો આધારિત ભારતીય રિઝર્વ બેન્કની સ્થાપના કરવામાં આવેલ છે.
ડૉ બાબાસાહેબ આંબેડકર ભારતીય બંધારણની રચના માટે રચાયેલી મુસદ્દા સમિતિ(ડ્રાફ્ટ કમિટી)ના અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. 29 August 1947 ના રોજ બંધારણના ઘડતર માટે 7 સભ્યોની ડ્રાફ્ટ કમિટીની રચના કરવામાં આવી હતી.
"પીવાના પાણી માટે સત્યાગ્રહ" કરાવનારા ડો આંબેડકર પ્રથમ અને એકમાત્ર સત્યાગ્રહી હતા. 20 માર્ચ 1927 ના રોજ તેમણે અસ્પૃશ્ય સમુદાયને શહેરના ચાવદર તળાવમાંથી પાણી લેવાનો અધિકાર મેળવવા માટે 'મહાડ' શહેરમાં એક સત્યાગ્રહ કર્યો હતો.
ડૉ આંબેડકરે પાંચ સામાયિક બાહાર પાડ્યા હતા જેમા બહિષ્કૃત ભારત, મુકનાયક, સમતા, પ્રબુદ્ધ ભારત અને જનતા છે.