સલીમ અલી
રાષ્ટ્રીય પક્ષી દિવસ
જન્મ તારીખ: 12 નવેમ્બર 1896
જન્મ સ્થળ: મુંંબઇ
અવશાન: 20 જૂન 1987 (મુંબઇ)
સાલીમ અલી એ ભારતીય પક્ષીવિદ અને પ્રકૃતિવિદ હતા.
તેઓ બર્ડમેન ઓફ ઇન્ડિયા તરીકે જાણીતા છે.
તેમના સન્માનમાં દર વર્ષે 12 નવેમ્બરને રાષ્ટ્રીય પક્ષી દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
સમગ્ર ભારતના પક્ષીઓની મોજણી કરનારા સલીમ અલી પહેલા ભારતીય હતા.
તેમણે પક્ષીઓ વિષે સંખ્યાબંધ પુસ્તકો પણ લખ્યા છે.
ભરતપુર પક્ષી અભયારણ્ય એ સલીમ અલીની દેન છે.
હાલ સાઇલેન્ટ વેલી નેશનલ પાર્ક તરીકે જાણીતા ઉદ્યાનનુ નિકંદન અટકાવવામાં સલીમ અલીનો સિંહ ફાળો છે.
સીડની ડીલ્લોન રીપ્લે ની સાથે મળીને તેમણે હેન્ડબુક ઓફ ધ બર્ડ્સ ઓફ ઇન્ડિયા એન્ડ પાકિસ્તાન ના દસ દળદાર ભાગ તૈયાર કર્યા.
જેની બીજી આવૃતિ તેમના મૃત્ય બાદ પ્રકાશિત કરવામાં આવી.
૧૯૫૮ માં પદ્મભૂષણ અને ૧૯૭૬ માં પદ્મવિભૂષણ એમ ભારતના અનુક્રમે ત્રીજા અને બીજા સૌથી ઉચ્ચ નાગરિક સન્માન તેમણે મેળવ્યાં.
પક્ષીઓની કેટલીક જાતિઓ, કેટલાંક પક્ષી અભયારણ્યો અને સંસ્થાઓને તેમનું નામ અપાયું છે.