જયંત પાઠક જીવન પરિચય
જયંત પાઠકનો જન્મ ઇચ્છાબા અને હિંમતરામ જોઇતારામ પાઠકને ત્યાં ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલા ગોઠ ગામમાં થયો હતો.
તેમનું બાળપણનું હુલામણું નામ બચુડો હતું.
તેમના પિતા તેઓ જ્યારે દસ વર્ષના હતા ત્યારે અવસાન પામ્યા હતા તેથી તેમનો ઉછેર તેમના દાદા જોઇતારામના ઘરે થયો હતો.
રાજગઢ ખાતે તેમણે પ્રાથમિક શિક્ષણ લીધું અને ૧૯૩૦માં તેઓ કાલોલની એન.એસ.જી. હાઇસ્કૂલમાં દાખલ થયા અને ૧૯૩૮માં મેટ્રિકની પરીક્ષા ઉત્તીર્ણ કરી.
૧૯૪૩માં તેમણે સુરતની એમ.ટી.બી. કોલેજમાંથી બી.એ.ની પદવી મેળવી અને ૧૯૪૫માં વડોદરા કોલેજમાંથી ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે એમ.એ.ની પદવી મેળવી.
૧૯૬૦માં તેમણે વિષ્ણુપ્રસાદ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ ૧૯૨૦ પછીની ગુજરાતી કવિતાની સાંસ્કૃતિક ભૂમિકા: પરિબળો અને સિદ્ધિ વિષય પર પીએચ.ડી. કર્યું.
તેમના લગ્ન ભાનુબહેન સાથે થયા હતા.
૧૯૪૩થી ૧૯૪૫ દરમિયાન તેઓ વિવિધ શાળાઓમાં શિક્ષક રહ્યા હતા જેમાં વડોદરાની ન્યૂ ઇરા શાળા, કાટપિટિયા શાળા તેમજ કરજણ ગામની શાળાનો સમાવેશ થાય છે.
૧૯૪૮થી ૧૯૫૩ દરમિયાન તેમણે મુંબઈ, પુણે અને દિલ્હીમાં નિવાસ કર્યો અને પત્રકારત્વ સહિત વિવિધ ક્ષેત્રોમાં કામ કર્યું.
૧૯૫૩માં તેઓ સુરતની એમ.ટી.બી. આર્ટસ્ કોલેજમાં પ્રાધ્યાપક તરીકે જોડાયા અને ૧૯૮૦માં નિવૃત્ત થયા.
૧૯૮૯-૧૯૯૧ દરમિયાન તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યા હતા.
૧૯૯૨માં તેઓ નર્મદ સાહિત્ય સભા અને કવિ નર્મદ યુગવાર્તા ટ્રસ્ટના પ્રમુખ રહ્યા હતા.
સાહિત્ય ગુર્જરમિત્ર, લોકસત્તા, કુમાર, બુદ્ધિપ્રકાશ, ગ્રંથ, વિશ્વમાનવ,
કવિતા અને કવિલોક જેવા સામયિકોમાં તેમનું સાહિત્ય પ્રગટ થયું હતું.
જયંત પાઠકનો જન્મ ગુજરાતના પંચમહાલ વિસ્તારમાં થયો હતો, જે આદિવાસી વિસ્તાર છે. આ વાતાવરણની તેમની કવિતા પર ગાઢ અસર હતી. તેઓ જ્યારે યુવાન હતા ત્યારે તેમના પિત્રાઇ કવિ ઉશનસ્ અને પછી તેમના શાળા શિક્ષક પ્રાણશંકર ભટ્ટે તેમની કવિતા પર ઉંડી અસર છોડી હતી. કવિ ઉમાશંકર જોષી અને સુંદરમ્ પાસેથી પણ તેમણે પ્રેરણા લીધી હતી.
મર્મર ૧૯૫૪માં પ્રકાશિત થયેલ તેમનો પ્રથમ કાવ્ય સંગ્રહ હતો, ત્યારબાદ સંકેત (૧૯૬૦), વિસ્મય (૧૯૬૪), સર્ગ (૧૯૬૯), અંતરિક્ષ (૧૯૭૫), અનુનય (૧૯૭૮), મૃગયા (૧૯૮૩), શૂળી ઉપર સેજ (૧૯૮૮), બે અક્ષર આનંદના (૧૯૯૨) અને ધૃતવિલંબિત (૨૦૦૩) પ્રગટ થયા હતા.
તેમની કવિતાઓમાં તેમના ગામમાં વિતાવેલા બાળપણની યાદો પ્રગટ થઇ હતી કારણકે શહેરી જીવન તેમને બેચેનીનો અનુભવ કરાવતું હતું.
તેમના કાવ્ય સંગ્રહ અનુનયનું ભાષાંતર ૧૯૯૩માં બ્રજેન્દ્ર ત્રિપાઠી દ્વારા કરવામાં આવ્યું હતું.
સાહિત્ય પ્રદાન
કાવ્ય સંગ્રહ :
પ્રથમ કાવ્ય સંગ્રહ : મર્મર (૧૯૫૪) પ્રગટ થયો.
સંકેત(૧૯૬૦)// વિસ્મય (૧૯૬૪)//સર્ગ (૧૯૬૯)//અંતરિક્ષ (૧૯૭૫)//અનુનય (૧૯૭૮)//મૃગયા// શૂળી પર સેજ (૧૯૮૮)//બે અક્ષર આનંદ ના (૧૯૯૨)// ધૃત વિલંબિત (૨૦૦૩)
વિવેચન : આધુનિક કવિતા પ્રવાહ (૧૯૬૩) // આલોક (૧૯૬૬)
ટૂંકી વાર્તા: સ્વરૂપ અને સાહિત્ય (૧૯૬૮) // ઝવેરચંદ મેઘાણી: જીવન અને સાહિત્ય (૧૯૬૮)// રામનારાયણ વિ. પાઠક (૧૯૭૦)// કાવ્યલોક(૧૯૭૪)// અર્થાત (૧૯૯૭)
આત્મકથા : વનાંચલ // તરુરાગ //
સંપાદન : કાવ્ય કોળીયાં – ૩ // ગુજરાતી ઊર્મિકાવ્યો
આધુનિક કવિતા પ્રવાહ (૧૯૬૩), આલોક (૧૯૬૬), ટૂંકી વાર્તા: સ્વરૂપ અને સાહિત્ય (૧૯૬૮), ઝવેરચંદ મેઘાણી: જીવન અને સાહિત્ય (૧૯૬૮), રામનારાયણ વિ. પાઠક (૧૯૭૦), કાવ્યલોક (૧૯૭૪), અર્થાત (૧૯૯૭) અને ટૂંકી વાર્તા અને બીજા લેખો (૨૦૦૦)નો સમાવેશ થાય છે
સન્માન અને પુરસ્કાર
- ૧૯૫૭ - કુમાર સુવર્ણ ચંદ્રક
- ૧૯૬૪ - નર્મદ સુવર્ણ ચંદ્રક, વનાંચલ માટે.
- ૧૯૭૪ - સોવિયેટ-નહેરુ એવોર્ડ
- ૧૯૭૬ - રણજિતરામ સુવર્ણચંદ્રક
- ૧૯૮૦ - સાહિત્ય અકાદમી પુરસ્કાર, અનુનય માટે.
- ૧૯૮૨-૮૩ - ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક, મૃગયા માટે. ધનજી કાનજી ગાંધી સુવર્ણ ચંદ્રક, શૂળ ઉપર સેજ માટે.
- ૨૦૦૩ - નરસિંહ મહેતા એવોર્ડ
જયંત પાઠક કવિતા પુરસ્કાર તેમના માનમાં અપાય છે.
૨૦૦૧માં તેમને પ્રેમચંદ સુવર્ણ ચંદ્રક રઘુવીર ચૌધરીની સાથે પ્રાપ્ત થયો હતો.
૧ સપ્ટેમ્બર ૨૦૦૩ના રોજ તેમના નાનપુરા, સુરત ખાતેના ઘરે તેમનું અવસાન થયું હતું
No comments:
Post a Comment
comment about blog, quiz, certificate.
my work