મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

Showing posts with label વિશ્વ ચકલી દિવસ. Show all posts
Showing posts with label વિશ્વ ચકલી દિવસ. Show all posts

18 March, 2021

વિશ્વ ચકલી દિવસ ( World Sparrow Day)

 20 માર્ચ




 દર વર્ષે 20મી માર્ચે પક્ષી વિશે જાગૃતિ લાવવા માટે વિશ્વ ચકલી દિવસ ઉજવવામાં આવે છે
 આ પહેલની શરૂઆત નેચર ફોરએવર સોસાયટી ઓફ ઇન્ડિયાએ કરી હતી જેની સ્થાપના ભારતયીય સંરક્ષણવાદી મોહમ્મદ દિલાવરે કરી હતી. 
 વર્ષ 2010માં વિશ્વમાં જૂદા જૂદા ભાગોમાં પહેલો વિશ્વ ચકલી દિવસ ઉજવવામાં આવ્યો હતો

ચકલીનો કદ અને દેખાવ :



ચકલી એક નાનકડું ૧૪ થી ૧૬ સે.મી. લંબાઈ ધરાવતું હલકા ભૂખરા કે સફેદ રંગનુ પક્ષી છે. તેની ચાંચ મજબુત અને પીળા રંગની હોય છે. 

નર ચકલીની ઓળખ એના ગળાની આસપાસ આવેલા કાળા ડાઘ પરથી કરી શકાય છે. નર ચકલીનાં માથાનો ઉપરી ભાગ, નીચેનો ભાગ અને તેના ગાલ ભૂખરા રંગના હોય છે. ગળું, ચાંચ અને આંખો પર કાળો રંગ હોય છે અને પગ ભૂખરા રંગના હોય છે. 

 નર ખૂબ જ કજીયાખોર અને ઝગડું હોય છે. નર અરીસામાં પોતાની પ્રતિબીંબને હરીફ નર સમજીને ચાચ મારતો જોવા મળે છે.

માદા ચકલીનાં માથા અને ગળા પર ભૂખરો રંગ નથી હોતો. લોકો નરને ચકલો અને માદાને ચકલીના નામથી ઓળખે છે.

જીવન ચક્ર :

ચકલીનાં ઈંડા લંબ ગોળાકાર, લીલાશ પડતા સફેદ રંગના અને તેના પર ભૂખરા રંગની છાંટ હોય છે. સામાન્ય રીતે ચકલી ૪ થી ૫ ઈંડા મુકે છે. 



ઈંડા મુકવાની પ્રક્રિયા સામાન્ય રીતે વાતાવરણ, માદાની ઉંમર તથા તેની પ્રજનન ક્ષમતા પ્રમાણે અલગ અલગ જોવા મળતી હોય છે. તેના ઈંડા સેવનનો સમયગાળો ૧૧ થી ૧૪ દિવસનો હોય છે. ઈંડામાંથી નિકળતા બચ્ચાં સામાન્ય રીતે ૧૪ થી ૧૬ દિવસ સુધી માળામાં રહે છે. ચકલીનાં બચ્ચા સામાન્ય રીતે ચાર દિવસ બાદ પોતાની આંખો ખોલે છે.

અવાજ :

ચકલીનો અવાજ સાંભળવા ક્લિક કરો.

ચકલી આખું વર્ષ ચીં…ચીં…જેવા અવાજનું વારંવાર પુનરાવર્તન કરતી હોય છે. જે ઓગષ્ટમાં ઓછું અને ઠંડી અને વરસાદના દિવસોમાં વારંવાર બંને જાતિઓ ચીં…ચીં…કરે છે. માદા નર સાથી વગર વધુ અવાજ કરે છે. મોટાભાગનાં અવાજો માળાના સ્થળ સાથે સંકળાયેલા હોય છે.

નેચર ફોરએવર સોસાયટી
વર્લ્ડ સ્પેરો ડેની ઉજવણી એ નેચર ફોરએવર સોસાયટીની  રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંગઠનોની આંતરરાષ્ટ્રીય પહેલ છે. 

નેચર ફોરએવર સોસાયટીની શરૂઆત ભારતીય સંરક્ષણવાદી મોહમ્મદ દિલાવરે કરી હતી, જેમણે નાસિકમાં ઘરની સ્પેરોને મદદ કરવાનું કામ શરૂ કર્યું હતું, અને તેમના પ્રયત્નો માટે Time megezine દ્વારા વર્ષ 2008 માટે તેમને "પર્યાવરણના હીરો(Heroes of the Environment)" તરીકે નામ આપવામાં આવ્યું હતું. 

નેચર ફોરએવર સોસાયટી દ્વારા દર વર્ષે ચકલીઓને બચાવવા અને તેના રક્ષણ માટેની કામગીરી કરી હોય તેમને સ્પેરો એવોર્ડ આપવામાં આવે છે.


ઘર ચકલી ડોમેસ્ટિકસ કેટેગરીમાં આવતું એક પક્ષી છે.
વિશ્વમાં કુલ 169 પ્રકારની ચકલીઓ છે જેમા ભારતમા 62 પ્રકારની ચકલીઓ જોવા મળે છે અને ગુજરાતમાં 40 પ્રકારની ચકલીઓની જાત જોવા મળે છે.

તેનુ વજન 25થી 30 ગ્રામ હોય છે. . ચકલી 15 દિવસમાં ઉડતા શીખી જાય છે



 ચકલીના શરીર પર નાની નાની પાંખ અને પીળા રંગની ચાંચ તેમ જ પગોનો રંગ પીળો હોય છે.

ચકલીઓ સામાન્ય રીતે કલાક દીઠ 38 કિમીની ઝડપે ઉડે છે. પરંતુ મુશ્કેલીના સમયે તેઓ કલાક દીઠ 50 કિમી ઝડપે ઉડી શકે છે.

ફેબ્રુઆરીથી જુનની વચ્ચે તે પ્રજનન કરે છે.

ચકલી યુરોપ અને એશિયા ખંડમાં સામાન્ય રીતે દરેક જગ્યા પર જોવા મળે છે

હાઉસ સ્પૈરોને ગુજરાતમાં ચકલી અને હિંદીમાં ગૌરૈયા કહેવામાં આવે છે.

પાછલાં કેટલાક વર્ષોમાં શહેરોમાં ચકલીઓની ઓછી થતી સંખ્યા પર ચિંતા થઇ રહી છે.
 આધુનિક સ્થાપત્યની બહુમાળી ઇમારતોમાં ચકલીઓને રહેવા માટે પુરાણી ઢબનાં ઘરોની જેમ જગ્યા નથી મળી શકતી.



સુપરમાર્કેટ સંસ્કૃતિના કારણે કરિયાણાવાળાની દુકાનો ઘટી રહી છે. આ કારણે ચકલીઓને દાણા નથી મળતા. 

 મોબાઇલ ટાવરોમાંથી નિકળતા તંરગોં પણ ચકલીઓના સામાન્ય જીવન માટે હાનિકારક માનવામાં આવે છે. આ તંરગો ચકલીની દિશા શોધવાની પ્રણાલીને પ્રભાવિત કરી રહી છે અને એના પ્રજનન પર પણ વિપરીત અસર પડી રહી છે, જેના પરિણામ સ્વરૂપ ચકલીઓ ઝડપથી વિલુપ્ત થઇ રહી છે

ચકલીને ખોરાક તરીકે ઘાસનાં બીજ ખુબ જ પસંદ પડે છે. જે શહેરની અપેક્ષામાં ગ્રામીણ ક્ષેત્રોમાં આસાનીથી મળી જાય છે.

વધારે તાપમાન પણ ચકલી સહન નથી કરી શકતી. 

પ્રદૂષણ અને વિકિરણના કારણે શહેરોનું તાપમાન વધી રહ્યું છે. 

ખોરાક અને માળાની તલાશમાં ચકલીઓ શહેરથી દૂરના વિસ્તારોમાં જતી રહે છે.તેના કારણે માનવ વસ્તી સાથે હળીભળી ગયેલી ચકલી આપણને હવે રહેણાંક વિસ્તારોમાં ખાસ જોવા મળતી નથી




રોયલ સોસાયટી ઓફ પ્રોટેક્શન ઓફ બર્ડ્સે ભારતના જુદા જુદા ભાગોમાં સર્વે કરીને ચકલીને રેડ લિસ્ટમાં નાંખી છે.

જંતુનાશક દવાઓનો વધતો ઉપયોગ, મકાનો અને બગીચાઓનાં બાંધકામમાં ફેરફાર વગેરે ચકલીની સંખ્યા ઘટવાના મુખ્ય કારણો છે.

 ઉપરાંત મોબાઇલ અને ટી.વી ટાવરના  રેડિએશન પણ ચકલીના મોતનું કારણ છે.




ચકlલીઓને બચાવવાં આટલું જરુર કરીએ.:-

સંરક્ષણ માટેના ઉપાયો :

  • ઘરમાં નકામાં પડેલ પૂઠાના ખોખાંનો ઉપયોગ કરી ચકલી ઘર બનાવી શકાય.
  • માટીના માળાં લાંબો સમય ચાલે એવા હોઈ ચકલીને ઘર બનાવવા માટે વધુ અનુકુળ રહે છે.
  • માળામાં ૪ સે.મી ના વ્યાસ વાળું પ્રવેશધ્વાર બનાવીએ તો એમાં ચકલીઓ જ પ્રવેશ કરી શકે, બીજા પક્ષીઓ જે તેનાથી મોટા હોય તેને નુકસાન કરી શકતા નથી.
  • બિલાડી કે કૂતરા પહોંચી ના શકે એવી ઉંચી જગ્યાએ ગેલેરીમાં કે બારી બારણા નીચે દીવાલને અડીને ખૂણામાં માળો રાખવા જોઈએ.
  • માળાં પર સીધો સુર્ય પ્રકાશ કે વરસાદ પડે નહિ એની કાળજી લેવી
  • જ્યાં પંખા લગાવેલ હોય ત્યાં માળા ન લગાવવા જેથી જીવ હિંસાથી બચી શકાય.
  • ધાન્ય ખોરાકમાં બાજરી, કાંગ, ચોખાની કણકી વગેરે નાના ધાન્ય નિયમિત પણે આપવા તેમજ તેને પાણી મળી રહે એ માટે વ્યવસથા કરવી
  • માળામાં તણખલાં મુકાવાનું શરુ કરે એટલે એનાથી દુર રહેવું.વારંવાર દખલ કરવાથી એને ભય લાગતો હોય છે.
  • પક્ષીઓને ઉપયોગી હોય એવા ફૂલ-છોડ રોપીએ.
  • બાળકોમાં નાનપણથી જ પ્રકૃતિ પ્રત્યે લગાવ કેળવીએ
  •  ‘નેસ્ટ હાઉસ’ બનાવીએ અને ઘરે લગાવીએ અને ચકલાંને ફરીથી ઘર નજીક વસાવીએ.
  •  ચકલાં માટે ઘરની અગાસી, બાલ્કની કે ફળીયામાં પાણીનું કૂંડું અને થોડો ખોરાક જેમકે બાજરી, ચોખાની કણકી, રોટલીના ટૂકડા, ભાત વગેરે અચૂક મુકીએ.
  •  દેશી અને ફળાઉ વૃક્ષો વાવીએ.
  •  ખેતર-બગીચામાં કુદરતી વાડ કરીએ. દેખાવમાં સુંદર પરંતુ વાસ્તવમાં બિનઉપયોગી છોડની બદલે પક્ષીઓને ઉપયોગી હોય તેવા ફૂલ-છોડ રોપીએ.
  •  બાલકોમાં નાનપણથી કુદરત પ્રત્યે લગાવ રોપીએ.
બાળપોથીમાં ગુંજતુ બાળગીત ''ચકીબેન ચકીબેન મારી સાથે રમવા આવશો  કે નઈ, આવશો  કે નઈ ?''ને સાચા અર્થમાં ચરિતાર્થ કરવા વિશ્વ ચકલી દિન નિમિત્તે આપાણાં ઘર આંગણાના મિત્રનું જતન કરવું તેમજ સંવર્ધન કરવુ જોઈએ




કવિ શ્રી ઉમાશંકર જોષી દ્વારા લિખિત આ પંક્તિ, યાદ આવે છે. કે
“વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશું છે, પંખી છે, પુષ્પો છે, વનો ની છે વનસ્પતિ”

theme
2017 - 2022:   LOVE Sparrows
 વર્લ્ડ સ્પેરો દિવસની થીમ 2017 થી 2022 સુધી એક જ છે.

 ચકલી સંરક્ષણ ઝુંબેશના સમર્થનના ભાગ રૂપે ચકલીને ૨૦૧૨ માં દિલ્લીનું અને ૨૦૧૩ માં બિહારનું "રાજ્ય પક્ષી" તરીકે જાહેર કરવામાં આવ્યું હતું.

ચકલી વિશેના ગીતો અને કવિતાઓ

ચકીબેન ચકીબેન

ચકીબેન ચકીબેન મારી સાથે રમવા
આવશો કે નહિ? આવશો કે નહિ?

બેસવાને પાટલો, સૂવાને ખાટલો, ઓઢવાને પીંછા
આપીશ  તને   હું   આપીશ  તને

ચકીબેન ચકીબેન મારી સાથે રમવા
આવશો કે નહિ? આવશો કે નહિ?

પહેરવાને સાડી મોરપીંછાવાળી, ઘમ્મરિયો ઘાઘરો
આપીશ  તને   હું   આપીશ  તને

ચકીબેન ચકીબેન મારી સાથે રમવા
આવશો કે નહિ? આવશો કે નહિ?

ચક ચક કરજો, ચીં ચીં કરજો, ખાવાને દાણા
આપીશ  તને   હું   આપીશ  તને

ચકીબેન ચકીબેન મારી સાથે રમવા
આવશો કે નહિ? આવશો કે નહિ?

બા  નહિ  બોલશે,  બાપુ  નહિ  વઢશે
નાનો બાબો તો ઊંઘી ગયો ઊંઘી ગયો
નાનો બાબો તો  ઊંઘી ગયો ઊંઘી ગયો
આ ગીત સાંભળવા અહી ક્લિક કરો.

તારો વૈભવ રંગમોલ સોનું ને ચાકર ધાડું,
મારે ફળીયે ચકલી બેસે તે મારું રજવાડું.
તારે બોલે હાંફળ ફાંફળ ચાકર ઉઠે બેસે,
મારા ઘરમાં કીડી સુદ્ધા દમામપૂર્વક બેસે.
મારે ફળીયે ઝૂલે ઝાડની ઘટાદાર ખુશીયારી,
ખોલું ત્યાં આકાશ લાગલું દેતી ઘરની બારી,
જેવો મારો ઉંબર તેવું આડેઘડ પછવાડું,
મારે ફળીયે ચકલી બેસે તે મારું રજવાડું.

તારે ફળીયે તારો વૈભવ ખોંખારાઓ ખાય,
મારે પંખીના ટહૂકાથી અજવાળા ફેલાય,
સાત રંગના ઓડકાર તું સાવ એકલો ખાતો,
હું તો અકડેલઠટ્ઠ ડાયરા વચ્ચે મગન થાતો.
આવા મારા સાવ ઠોઠ જીવતરને શું શીખવાડું,
મારે ફળીયે ચકલી બેસે તે મારું રજવાડું,

~ રમેશ પારેખ


અમથી અમથી તું ટીચે છે એના ઉપર ચાંચ
આવ તને સમજાવુંચકલીઆ દર્પણનું સાચ.

રોજ રોજ તું ભૂલી પડતી આ ખોટા સરનામે,
બિંબ જોઈને ઝૂર્યા કરતી તું દર્પણની સામે.
કોઈ નથી એ બીજું મ્હોરુંખાલી છે આ કાચ.
આવ તને સમજાવુંચકલીઆ દર્પણનું સાચ.

ડાળ ઉપરથી ચીંચીં કરતીઘૂમરાતી તું ઘેલી,
વ્યાકુળ થઈને ખખડાવે છે બંધ કરેલી ડેલી,
કોઈ નથી ખોવાયું તારુંના કર અમથી જાંચ.
આવ તને સમજાવુંચકલીઆ દર્પણનું સાચ.

ફરફર ફરફર ફરક્યાં કરતી તારી કોમલ પાંખો,
કોઈ નર્તકી જેમ નાચતી તારી બન્ને આંખો,
કોઈ નથી જોનારું અંદરતારો સુંદર નાચ.
આવ તને સમજાવુંચકલીઆ દર્પણનું સાચ.

ઝૂરી ઝૂરી થાકી ગ્યા છેકૈંક અહીં છેવટમાં,
લોહી નીગળતી ચાંચ રહે છેઅંતે અહીં ફોગટમાં,
પથ્થર છે આનહીં આવે કંઈએને ઊની આંચ.
આવ તને સમજાવુંચકલીઆ દર્પણનું સાચ.

જિતેન્દ્ર જોશી