મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

Showing posts with label વિશ્વ આરોગ્ય દિવસ. Show all posts
Showing posts with label વિશ્વ આરોગ્ય દિવસ. Show all posts

07 April, 2021

વિશ્વ આરોગ્ય દિવસ ( World Health Day)

 વિશ્વ આરોગ્ય દિવસ ( World Health Day)

7 એપ્રિલ



7 એપ્રિલે દર વર્ષે વિશ્વ આરોગ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) દ્વારા આ દિવસની શરૂઆત 1950 માં કરવામાં આવી હતી અને તેનો મુખ્ય ઉદ્દેશ વૈશ્વિક આરોગ્ય અને તેની સાથે સંકળાયેલી સમસ્યાઓ ધ્યાનમાં લેવાનો છે. 

પહેલાની વાત કરીએ તો દુનિયામાં શીતળા, પોલિયો, પ્લેગ જેવા વ્યાપક ફેલાવો ધરાવતા રોગો વ્યાપ્ત હતા. જેના પરિણામે વિશ્વની માનવવસ્તીનો મોટો ભાગ પીડિત હતો અને મહામારી તરીકે આવા રોગોની ગણતરી થતી હતી. વર્તમાનમાં કૅન્સર, AIDS તેમજ હૃદયરોગ અને ડાયાબિટીસ, કોરોના જેવા રોગો વ્યાપક મૃત્યુ માટે જવાબદાર બનેલા છે.

 વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનો ધ્યેય લોકોને ખાસ રૂપે એચઆઈવી, ક્ષય રોગ, મેલેરિયા જેવી મહાબીમારીઓ માટે જાગૃત કરવાનો છે

આપણે ત્યાં કહેવત છે કે પહેલુ સુખ તે જાતે નર્યા

આપણે સદીઓથી માન્યતા રાખીએ છીએ કે 'પહેલું સુખ એ શારીરિક શરીર છે, સુખના ઘરમાં સુખ છે' અને 'જીવન હોય તો જીવન છે'.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા સૌ પ્રથમ 1948 માં જિનીવામાં વર્લ્ડ હેલ્થ એસેમ્બલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને વર્ષ 1950 માં આખી દુનિયામાં પહેલી વખત વર્લ્ડ હેલ્થ ડેની ઉજવણી કરવામાં આવી હતી. 

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) નું મુખ્ય મથક સ્વિટ્ઝરર્લેન્ડના જિનીવા શહેરમાં સ્થિત છે. તેનો મુખ્ય ઉદ્દેશ વિશ્વભરના લોકોના આરોગ્યનું સ્તર ઉંચું રાખવાનું છે.

દર વર્ષે તેના માટે એક થીમ સેટ કરવામાં આવે છે, જે ડેટા અનુસાર ચોક્કસ વર્ષમાં આરોગ્યને અસર કરતી વિષયો પર આધારિત છે. 

 ભૂતકાળમાં મહામારી તરીકે જાણીતા કેટલાક રોગો સંપૂર્ણ અથવા આંશિક નિયંત્રણમાં આવ્યા છે. જેમ કે, વિશ્વ કક્ષાએ રસીકરણ દ્વારા શીતળાનો રોગ નાબૂદ થવા પામ્યો છે

જુદા-જુદા બેક્ટેરિયા કે વાઈરસ દ્વારા ફેલાતા રોગોના પ્રતિકાર માટે રસીકરણ સૌથી આગોતરો અને અસરકારક ઈલાજ છે.

વૈશ્વિક સ્તરે પોલીયો, ડીપથેરિયા, શીતળા, ઓરી, અછબડા વગેરે જેવા રોગો સામે વ્યાપક અને આગોતરું રસીકરણ થવાથી આવા રોગો નિયંત્રણમાં લાવી શકાયા છે

બાળકના જન્મ પહેલા ગર્ભવતી માતાને રસી આપી માતા અને બાળક બંનેનું જીવન સુરક્ષિત બનાવવા બહોળા ફેલાવા ધરાવતા કાર્યક્રમો યોજે છે. મફત અને ફરજિયાત રસીકરણને કારણે ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓના મૃત્યુ તેમજ બાળ મૃત્યુ દરનું પ્રમાણ ઘટાડવામાં સફળતા મળી છે.

આધુનિક જીવનશૈલી અને તણાવ, શારીરિક શ્રમનો અભાવ, બેઠાડું જીવન તેમજ ખાન-પાનની ખામી યુક્ત પદ્ધતિના કારણે હાલમાં હૃદયરોગ અને મધુપ્રમેહ (ડાયાબિટીસ) વ્યાપક રોગો બની ગયા છે. 

 કૅન્સર અને AIDS જેવી બીમારીઓ પણ માનવ જાતના સંપૂર્ણ સ્વસ્થતાના સંકલ્પ સામેના મોટા પડકારો છે

સ્વાસ્થ્ય ક્ષેત્રે ગમે તેટલો વિકાસ કરવા છતાં મચ્છર દ્વારા ફેલાતા રોગો ઉપર હજું માનવ જાત યોગ્ય પ્રમાણમાં નિયંત્રણ મેળવી શકી નથી. મચ્છર પ્રમાણમાં હૂંફાળા અને ભેજ વાળા વાતાવરણમાં ઝડપથી ફેલાવો કરે છે. વિશ્વના વધુ વસ્તી ધરાવતા એશિયા, આફ્રિકા, દક્ષિણ અમેરિકા વગેરે ખંડોના દેશોમાં આવું વાતાવરણ વર્ષમાં લાંબા સમય સુધી રહેતું હોવાથી મચ્છર એ વૈશ્વિક સ્તરે રોગોનો ફેલાવો કરનાર મુખ્ય કારક છે. મચ્છર એક ટુંકા સમયનું જીવનચક્ર ધરાવતું કીટક છે. તે એક લિંગી છે એટલે કે નર અને માદા મચ્છર જુદા-જુદા હોય છે. જે પ્રજનન દ્વારા લારવા (ઈંડા) મૂકે છે. જેનો વિકાસ થતાં મચ્છરની નવી પેઢી તૈયાર થાય છે. મચ્છર અનેક પ્રકારના હોવા ઉપરાંત વિશ્વના લગભગ તમામ ભાગોમાં ફેલાવો ધરાવે છે. મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. મેલેરિયા, ડેંગ્યુ, ચિકનગુનિયા અને હમણા શોધાયેલ જીગા વાઈરસ જેવા રોગકારક વિષાણુઓ તેમજ જીવાણુઓના વાહક તરીકે મચ્છર રોગ ફેલાવવામાં મુખ્ય કારક બને છે.

 મોટાભાગના મચ્છર દ્વારા ફેલાતા રોગોમાં માદા મચ્છર રોગ ફેલાવે છે. કારણ કે નર મચ્છર માદા ઉપર નિર્ભર હોય છે અને માદા મચ્છર મનુષ્યના લોહિમાંથી પોષણ મેળવે છે. તેમ છતાં જીગા વાઈરસ દ્વારા ફેલાતો રોગ નર મચ્છરના કરડવાથી થાય છે. કેટલાક રોગો રાત્રીના સમયે મચ્છરો કરડવાથી ફેલાય છે તો ડેંગ્યુનો રોગ દીવસે કરડતા મચ્છર દ્વારા ફેલાય છે. 

સ્વસ્થ શરીર માટે જરૂરી છે સંતુલિત આહાર , ફીટ રહેવા માટે વ્યાયામ કરવો, સમયસર શરીરની તપાસ કરાવવી, તણાવમુક્ત રહેવાનો પ્રયાસ કરવો અને પૂરતી ઉંઘ 

જુદા જુદા વર્ષની વિવિધ થીમ

  • 2012: Good health adds life to years
  • 2013: Healthy heart beat, Healthy blood pressure
  • 2014: Vector-borne diseases: small bite, big threat
  • 2015: Food safety
  • 2016: Halt the rise: beat diabetes
  • 2017: Depression: Let's talk
  • 2018: Universal Health Coverage: : everyone, everywhere
  • 2019: Universal Health Coverage: : everyone, everywhere
  • 2020: Support Nurses and Midwives
  • 2021: Building a Fairer and Healthier World for Everyone
  • 2022: Our Planet, Our Health
  • 2023: Health For All
  • 2024: My Health, My Right

તંદુરસ્ત રહેવા માટેના સોનેરી નિયમો

તંદુરસ્ત રહેવા માણસે સૂર્યોદય પહેલા ૯૬ મીનીટે ઉઠવું.

(એટલે લગભગ સવારે ૪:૩૦ થી ૫:૦૦ ની વચ્ચે)

૨ ખુલ્લી હવામાં ૩૦ મિનિટ ચાલવા જવું.

૩. પેટ સાફ કર્યા પછી કરંજ, ખેર, લીમડો, વડ, સાદડ, બાવળ, બોરસલી વગેરે ઝાડનું દાતણ કરવું.

૪.  પરસેવો થાય ત્યાં સુધી કસરત કરવી જોઈએ.

૫. સ્નાન કર્યા બાદ નિયમિત એક માળા કરવી. આસન, ધ્યાન, પ્રાણાયામ કરવા. પૂજા કરવી.

૬. સવારે મોળું દૂધ- ચ્યવનપ્રાસ  લેવા. જરૂર હોય તો જ નાસ્તો કરવો.

૭. બપોરે ૧૨ થી ૨ માં અવશ્ય જમી લેવું. શાંતચિત્તે  ચાવી ચાવીને જમવું. જમ્યાબાદ ૧૦ મિનિટ ડાબે પડખે સુઈ જવું.

૮. સાંજે ૫:૦૦ વાગ્યે ફળ (રોજ જુદા જુદા સફરજન, ચીકુ, દાડમ વગેરે) ખાવા. ફળ કદી રેફ્રીજરેટરમાં   મુકવા નહિ, અને મુકવા જ પડે તેમ હોય તો ઉપયોગમાં લેતા પહેલા ઓછામાં ઓછા બે કલાક પહેલા કાઢી લેવા.)

૯. રાત્રે મોડામાં મોડા ૮:૦૦ વાગે જમી લેવું (૬:૩૦ થી ૮:૦૦) 

જમ્યા બાદ     ૧૦ મિનિટ ચાલવા જવું.

૧૧. ભોજન અડધું જમ્યા બાદ ૪-૫ ઘૂંટડા પાણી પીવું ત્યાર બાદ બાકીનું અડધું ભોજન લેવું. બે ભાગ   ભોજન, ૧ ભાગ પાણી અને ૧ ભાગ જેટલું પેટ ખાલી રાખવું.

૧૨. ભોજન બાદ કદી પાણી ન પીવું.ભોજન બાદ પાતળી મોળી છાશ પીવી.

૧૩. બળબળતા ઉનાળામાં પણ એકલા રેફ્રીજરેટરનું  પાણી ક્યારેય ન પીવું.

૧૪. રાત્રે ૧૦:૦૦ વાગે સુઈ જવું. ઉજાગરા કરવા નહિ.

૧૫. બહુ ગરમ પાણી માથે ન રેડવું તેનાથી વાળ અને આંખને નુકશાન થાય છે.

૧૬. વ્યાસન ન કરવું.

૧૮ . બજારુ ખોરાક શક્ય હોય ત્યાં સુધી ન ખાવો.

૧૯. ઠંડા પીણા – પેપ્સી, કોલા, કોક વગેરે ક્યારેય ન પીવા.

૨૦. “કોઈ ચિંતા નહિ” સૂત્ર જીવનમાં અપનાવવું.

21. એલોપેથિક દવાનો બને એટલો ઓછો ઉપયોગ કરવો.

સ્વાસ્થ્ય સંબંધી તમામ નાની-મોટી તકલીફો માટે દાદીમાના ખાસ ઘરગથ્થુ ઉપચાર

  1. જો દાંતમાં સખત દુખાવો થતો હોય તો એલચી, લવિંગ અને જાયફળના તેલને મેળવીને તે તેલને રૂ થી દુ:ખતા દાંત પર લગાવવાથી દર્દ મટે છે.
  2. ચામાં અજમાના પાન અને ફુદીનો નાંખી ઉકાળીને પીવાથી ખાંસીમાં રાહત મળે છે.
  3. કડવા લીમડાની છાલનો ઉકાળો બનાવી તેમાં ગોળ મેળવી ત્રણ દિવસ સુધી રોજ રાત્રે પીવાથી પેટના કૃમિ નીકળી જાય છે.
  4. તુલસીના બીજનો ઉકાળો બનાવીને પીવાથી માસિક નિયમિત-યોગ્ય માત્રામાં આવે છે.
  5. ભોજન લીધા પછી રોજ એક ગ્લાસ ગરમ પાણી પીવાથી ગેસ થતો નથી.
  6. અજમો અને લસણને સરસવના તેલમાં પકાવી, તે તેલની માલિશ કરવાથી શરીરના દુ:ખાવા મટે છે.
  7. બે ચમચી લીંબુનો રસ અને એક ચમચી મધ મેળવી વાળના મૂળમાં લગાડી અડધો કલાક રહેવા દઈ વાળ ધોવાં. આ પ્રયોગ નિયમિતરૂપે કરવાથી વાળની તમામ સમસ્યા દૂર થાય છે.
  8. દાડમની છાલને પાણીમાં પીસી તેની પેસ્ટ બનાવી વાળમાં રાત્રે લગાવીને સવારે વાળ ધોઈ નાંખવા. આ પ્રયોગથી વાળની જૂ અને લીખ મરી જાય છે.
  9. આંબાના પાનની ભસ્મ બનાવી દાઝેલા સ્થાન પર ઘી સાથે લગાવવાથી રાહત રહે છે.
  10. . ફુદીનાના પાન ચૂસવાથી કે મોઢામાં રાખી ચાવવાથી હેડકી તરત બંધ થાય છે.
  11. કાળામરીના ચૂર્ણને ઘીમાં મેળવી શરીર પર લગાવવાથી પિત્તની તકલીફ મટે છે.
  12. ગાયના દૂધની સાથે આમળાના ચૂર્ણનું નિયમિત સેવન કરવાથી આંખનું તેજ વધે છે.
  13. જરૂર પૂરતાં તેજપત્રને પીસી માથા પર (કપાળ પર) લેપ કરવાથી માથાનો દુ:ખાવો મટે છે.
  14. કાળા તલ, સાકર અને નાગકેસર રોજ સવારે ખૂબ ચાવીને ખાવાથી મસા શાંત થાય છે.
  15. ભેંસના દૂધમાં સાકર અને એલચી મેળવી ગરમાગરમ દૂધ પીવાથી અનિદ્રામાં લાભ થાય છે.
  16. સૂંઠનું ચુર્ણ એક ચમચી ફાકવાથી ઝાડામાં ફાયદો થાય છે.
  17. વાયુ વધી જવાથી ઊલટી થતી હોય તો અજમો ખાવાથી કે અજમો-મીઠું મોંમા રાખી ચૂસવાથી ઉલ્ટીમાં રાહત થાય છે.
  18. નિયમિત રીતે ત્રિફળાચૂર્ણ ચોખાના ધોવાણ સાથે લેવાથી શ્વેતપ્રદર મટે છે.
  19. કાળી દ્રાક્ષ અને આમળાનો રસ 10 ગ્રામ પ્રમાણમાં અને 5 ગ્રામ મધ મેળવીને પીવાથી એસીડીટી મટે છે.
  20. નિયમિત રીતે કારેલાનો રસ પીવાથી ડાયાબિટીસમાં ફાયદો થાય છે.
  21. એલચી, લવિંગ અને જાયફળના ચૂર્ણને મધ અને લીંબુથી બનાવેલ ચામાં મેળવીને પીવાથી કબજિયાતમાં આરામ થાય છે.
  22. કાળા મરીનું ચૂર્ણ સાકર નાખેલા ગરમ ગરમ દૂધ સાથે પીવાથી અવાજ ખૂલે છે.
  23. કડવા લીમડાની અંતરછાલનો ઉકાળો બનાવી તેમાં મધ નાખીને પીવાથી લાભ થાય છે.
  24. ઘી અને ગોળ સાથે આમળાંના ચૂર્ણની ગોળીઓ બનાવી લેવાથી પેશાબની બળતરા મટે છે.
  25. અજમો, તુલસીના પાનનું ચૂર્ણ અને સૂંઠનું ચૂર્ણ સમાન ભાગે લઈ તેમાં મધ નાખીને પીવાથી તાવમાં ફાયદો થાય છે.
  26. તલનું તેલ નિયમિત રીતે એક ચમચાની માત્રામાં પીવાથી વજન ઘટે છે.
  27. અશ્વગંધા, શતાવરી, યષ્ટિ મધુ ચૂર્ણ અને ગળો ચૂર્ણનું નિયમિત દૂધ સાથે સેવન કરવાથી શક્તિ વધે છે.
  28. રોજ રાત્રે મધ, લીંબુ, ગ્લિસરીન અને ગુલાબજળ મેળવી, પેસ્ટ જેવું બનાવી ત્વચા પર ઘસીને માલિશ કરવાથી ત્વચા સુંવાળી બને છે.
  29. લીમડાનો રસ નિયમિત પીવાથી ડાયાબિટીસ મટે છે. હળદળ એક ચમચી અને આમળાંનું ચૂર્ણ એક ચમચી ભેગાં કરી રોજ સવાર-સાંજ લેવાથી ડાયાબિટીસમાં ખૂબ રાહત થાય છે.
  30. મરી, તજ અને આદુનો ઉકાળો પીવાથી શરદી મટે છે. સૂંઠ, તલ અને ખડી સાકરનો ઉકાળો કરીને પીવાથી પણ શરદી, સળેખમ મટે છે.
દિવ્ય ભાસ્કર સમાચાર દ્વારા એક હેલ્થ કાર્ડ બનવવામા આવેલ છે જેના 10 પ્રશ્નોના જવાબો આપી તમે તમારી હેલ્ધી લાઇફ વિશે જાણી શકો છો.