મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

Showing posts with label વડાપ્રધન. Show all posts
Showing posts with label વડાપ્રધન. Show all posts

22 December, 2021

ચૌધરી ચરણસિંહ

 ચૌધરી ચરણસિંહ

ભારતના પાંચમા વડાપ્રધાન

ખેડૂત દિવસ


ચૌધરી ચરણસિંહ
 જન્મ. 23 ડિસેમ્બર 1902, નૂરપુર, મેરઠ જિલ્લો
 અવશાન. 29 મે 1987, દિલ્હી

આપણા દેશના પાંચમા પ્રધામંત્રી શ્રી ચૌધરી ચરણસિંહ હતા. જેણે પોતાનું જીવન ખેડૂતોના હિત માટે વ્યતિત કર્યું હતું. જેથી તેના જન્મદિવસ ને રાષ્ટ્રીય કિસાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ભારત સરકારે ૨૦૦૧ થી દર વર્ષે ૨૩ ડિસેમ્બર ને રાષ્ટ્રીય કિસાન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું. તે ૨૮ જુલાઈ ૧૯૭૯ થી ૧૪ જાન્યુઆરી ૧૯૮૦ સુધી પ્રધામંત્રી રહ્યા હતા.

ભારતીય રાજકારણના કિસાન નેતા, ઉત્તરપ્રદેશના પંતપ્રધાન તથા થોડા સમય માટે ભારતના વડાપ્રધાન (1979–1980). તેઓ ઉત્તર ભારતની સૌથી મોટી જાટ ખેડૂત જ્ઞાતિના હતા. પિતા સામાન્ય સ્થિતિના ખેડૂત હતા.

તેઓ પોતાના સમગ્ર રાજનીતિક જીવનમાં ખેડૂતોની સમસ્યાઓના મુદ્દે અવાજ ઉઠાવતા રહ્યાં હતા. આથી જ તેમને કિસાન નેતા કહેવામાં આવતા હતા. વર્ષ 1937માં માત્ર 34 વર્ષની ઉંમરે છપરૌલી (બાગપત)થી વિધાનસભા માટે ચૂંટાયા અને ખેડૂતોના અધિકારોની રક્ષા માટે વિધાનસભામાં એક બિલ રજૂ કર્યું. આ બિલ ખેડૂતો દ્વારા પેદા કરવામાં આવેલા પાકના માર્કેટિંગ સંદર્ભે હતો. જે બાદ આ બિલને ભારતના તમામ રાજ્યોએ અપનાવ્યો હતો. આ બિલ પાસ થયા બાદ ચૌધરી ચરણ સિંહની છબી ‘કિસાન નેતા’ તરીકે સામે આવી અને તેઓ ખેડૂતો માટે મસીહા બની ગયા છે.

ચરણસિંહનો જન્મ 23 ડિસેમ્બર 1902માં ઉત્તરપ્રદેશના મેરઠના નુરપુર ગામે એક મધ્યમવર્ગના પરિવારમાં થયો હતો.

 1923માં વિજ્ઞાન વિદ્યાશાખામાં સ્નાતકની પદવી મેળવીને તેમણે 1925માં આગ્રા યુનિવર્સિટીમાંથી અનુસ્નાતક પદવી મેળવી હતી. 

કાયદાશાસ્ત્રમાં તાલીમ મેળવીને તેમણે ગાઝિયાબાદ ખાતે પ્રેક્ટિસ શરૂ કરી હતી. 

1929માં મેરઠમાં પાછા ફર્યા અને કોંગ્રેસમાં જોડાયા હતા.

સ્વતંત્રતાના આંદોલનમાં, ખાસ કરીને 1930ના મીઠા સત્યાગ્રહમાં ભાગ લીધો. તેમને છ માસની જેલની સજા થઈ. 1940માં વ્યક્તિગત સત્યાગ્રહમાં જોડાયા તેથી એક વર્ષની સજા થઈ. ફરીથી 1942ની ચળવળમાં ભાગ લેતાં જેલવાસ ભોગવ્યો.

1937માં તેઓ છપરોલી બેઠક પરથી ઉત્તરપ્રદેશ વિધાનસભામાં ચૂંટાઇ આવ્યા હતા. ત્યાર બાદ 1946, 1952, 1962,1967માં પણ એ મતક્ષેત્રનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 

1946માં ગોવિંદ વલ્લભ પંતની સરકારમાં સંસદીય મંત્રીપદ ઉપરાંત તેમણે મહેસૂલ, તબીબી અને જાહેર આરોગ્ય, ન્યાય, માહિતી, વગેરે વિભાગોમાં કામગીરી કરી હતી. 

જૂન 1951માં રાજ્યમાં કેબિનેટ મંત્રી બનાવીને તેમને ન્યાય અને માહિતી વિભાગ સોંપવામાં આવ્યા હતા. 

1952માં ડો.સંપૂર્ણાનંદ પ્રધાનમંડળમાં તેઓ મહેસૂલ અને કૃષિ કેબિનેટ મંત્રી રહ્યા હતા. એપ્રિલ, 1959માં તેમણે મંત્રીપદેથી રાજીનામું આપ્યું ત્યારે મહેસૂલ અને પરિવહન વિભાગનો હવાલો સંભાળી રહ્યા હતા. 

1960માં શ્રી સી.બી. ગુપ્તાના મંત્રીમંડળમાં તેમણે ગૃહ અને કૃષિમંત્રીપદ સંભાળ્યું હતું. 

1962-63માં શ્રીમતી સૂચેતા ક્રિપલાની મંત્રાલયમાં ચૌધરી ચરણસિંહે કૃષિ અને જંગલમંત્રી પદ સંભાળ્યું હતું. 1965માં કૃષિ વિભાગ ત્યજીને 1966માં સ્થાનિક સ્વરાજ સંસ્થાઓનો વિભાગ સંભાળ્યો હતો.

1967માં કૉંગ્રેસમાંથી રાજીનામું આપી ‘ભારતીય ક્રાંતિદળ’ની સ્થાપના કરી.

વિધાનસભામાં સમાજવાદી અને બીજા પક્ષો સાથે જોડાણ કરી તેઓ 1967માં અને 1970માં ઉત્તરપ્રદેશના પંતપ્રધાન બન્યા. 1977માં જનતા પક્ષની રચનામાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી. તેઓ સંસદમાં ચૂંટાઈ આવ્યા અને ગૃહપ્રધાન બન્યા. 1979માં નાયબ વડાપ્રધાન અને નાણાપ્રધાન બન્યા. ‘લોકદળ’ પક્ષની રચના કરી. જુલાઈ 1979માં વડાપ્રધાન બન્યા અને આ સ્થાન પર જાન્યુઆરી 1980 સુધી ચાલુ રહ્યા.

કોંગ્રેસના ભાગલા પડતાં ફેબ્રુઆરી 1970માં તેઓ કોંગ્રેસના સમર્થનથી બીજી વાર ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી બન્યા હતા. જોકે રાજ્યમાં બે ઓક્ટોબર, 1970ના રોજ રાષ્ટ્રપતિ શાસન અમલી બન્યું હતું.
અનેક પદ પર રહીને ઉત્તરપ્રદેશની સેવા કરી ચૂકેલા પોતાના કઠોર પરિશ્રમ બદલ જાણીતા હતા. 

વહીવટીતંત્રની બિનકાર્યક્ષમતા અને ભષ્ટાચારને તેઓ લેશમાત્ર સાંખી લેતા નહોતા. સંસદીય અને વ્યવહારુ વલણ વસેલું હોવા ઉપરાંત વક્તવ્યની છટા અને પ્રતિબદ્ધતા માટે હિંમત દાખવવા બદલ પણ તેઓ જાણિતા હતા.

તેઓ ઉત્તરપ્રદેશમાં થયેલા જમીન સુધારણાના શિલ્પી હતી. જમીન સુધારણા વિભાગની રચના અને તેને અંતિમ ઓપ આપવામાં શ્રી ચૌધરી ચરણસિંહની મહત્વની ભૂમિકા રહી. તેમણે કરેલી પહેલને પગલે જ ઉત્તરપ્રદેશમાં મંત્રીઓ દ્વારા મેળવાતા ઉંચા વેતનો અને અન્ય અધિકારો પર કાપ મૂકાયો હતો. મુખ્યમંત્રી હોવાની રૂએ તેમણે ‘લેન્ડ હોલ્ડિંગ એક્ટ, 1960, અમલી બનાવવા સઘન ભૂમિકા અદા કરી હતી. રાજ્યમાં સમાનતાનું વાતાવરણ ઉભું કરવા લેન્ડ હોલ્ડિંગની મર્યાદાને નીચી લાવવા આ કાયદો અમલી બનાવવામાં આવ્યો છે.

પાયાની લોકપ્રિયતા ધરાવતા હોવાને મુદ્દે દેશના ગણતરીના નેતાઓ જ ચૌધરી ચરણસિંહ સાથે તુલનામાં આવી શકે. સમર્પિત, જાહેર સેવક અને સામાજિક ન્યાયમાં શ્રદ્ધા ધરાવતા ચૌધરી ચરણસિંહ લાખ્ખો ગ્રામીણજનોનો વિશ્વાસ ધરાવતા હતા અને એ જ તેમની તાકાત હતી.

ચૌધરી ચરણસિંહ સાદગીપૂર્ણ જીવન જીવ્યા હતા અને ફાજલ સમયનો ઉપયોગ વાંચન-લેખન પાછળ કરતાં હતા. ‘જમીનદારી નાબૂદી’, ‘સહકારી ખેતી એક્સ-રે’, ‘ભારતની ગરીબી અને સમાધાન’, ગ્રામીણોની માલિકી અથવા કામદારોની જમીન સહિત અનેક પુસ્તકો અને ચોપાનિયાના તેઓ લેખક રહ્યા હતા.

૨૯/૦૫/૧૯૯૦ ના રોજ ચૌધરી ચરણસિંહ ની યાદમાં એક રૂપિયાનો સ્ટેમ્પ બહાર પાડ્યો હતો.

૨૯ મે ૧૯૮૭ ના રોજ ન્યુ દિલ્હી ખાતે તેનું અવસાન થયું હતું. તેના સમાધિ સ્થળને "કિસાનઘાટ" તરીકે પણ ઓળખાય છે.

જો રાષ્ટ્રીય કિસાન દિવસ ૨૩ ડિસેમ્બર એ ઉજવાઈ છે તો  ૧૭ એપ્રિલ એ આંતરરાષ્ટ્રીય કિસાન દિવસ ઉજવાય છે