મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

Showing posts with label cricketer. Show all posts
Showing posts with label cricketer. Show all posts

04 July, 2021

મહેન્દ્રસિંઘ ધોની

 મહેન્દ્રસિંઘ ધોની


ભારતીય ક્રિકેટ ટીમના સૌથી સફળ કેપ્ટનમાં સામેલ મહેન્દ્રસિંઘ ધોની (M.S. Dhoni)નો જન્મ રાંચી, ઝારખંડ ખાતે 7 જુલાઇ 1981મા  થયો હતો..


તેના પિતાનુ નામ પાનસિંઘ છે 

 

ભારતીય ક્રિકેટ ટીમનો સૌથી સફળ કેપ્ટન જેમને આઇસીસીની ત્રણેય મોટી ટ્રોફી પર કબજો જમાવ્યો છે.

 

 ધોનીની કેપ્ટન્સીમાં ભારત 2007માં ટી-20 વર્લ્ડકપ, 2011માં વન ડે વર્લ્ડકપ અને 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતવામાં સફળ રહ્યું છે. 

 

ધોનીના ટી-શર્ટ નંબર 7 છે.

 

IPLમા ધોની ચેન્નાઇ સુપરકિંગ્સના કપ્તાન છે. 

 

ધોનીએ 2004માં બાંગ્લાદેશ સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યુ હતું. તેમજ આ જ સમયગાળામાં તેમણે શ્રીલંકા વિરુદ્ધ ટેસ્ટમાં પદાર્પણ કર્યુ હતું. તેમણે ૨૦૦૭માં રાહુલ દ્રવિડ પાસેથી વન-ડે શ્રેણીનું સુકાનીપદ સંભાળ્યું અને તેમના નેતૃત્વ હેઠળ શ્રીલંકા અને ન્યુઝિલેન્ડ દ્વિપક્ષીય વન-ડે શ્રેણીમાં તેની પ્રથમ જીત થઇ. 



 

ધોનીએ 90 ટેસ્ટ મેચમાં 4876 રન બનાવ્યા છે. આ દરમિયાન તેને 6 સદી ફટકારી છે. જ્યારે 350 વન ડે મેચમાં 10773 રન બનાવ્યા છે. ધોનીએ 98 ટી-20 મેચમાં 1617 રન બનાવ્યા છે.

 

IPLમાં CSK(ચેન્નઇ સુપર કિંગ્સ) માટે 200 મેચ રમનાર પ્રથમ ખેલાડી મહેન્દ્રસિંઘ ધોની બન્યા,

 

 

તેમણે પોતાનુ શિક્ષણ જવાહર વિદ્યામંદિર, શ્યામલી, ઝારખંડ ખાતે લીધુ હતુ.

 

 તેમને નાનપણમાં બેડમિન્ટન અને ફુટબોલની રમત પ્રત્યે ખુબ લગાવ હતો. ધોની  ફુટબોલની ટીમનો ગોલકીપર હતો અને તેના ફુટબોલ પ્રશિક્ષકે તેને જિલ્લા કક્ષાએ ક્રિકેટ રમવા મોકલ્યો હતો. તેમણે ત્યાં પોતાની વિકેટ-કીપીંગ કળાથી સૌને પ્રભાવિત કર્યા હતા અને ત્યારબાદ તે ૧૯૯૫-૧૯૯૮ દરમિયાન કમાન્ડો ક્રિકેટ ટીમના વિકેટ-કીપર બન્યો હતો. તેના પ્રદર્શનના આધારે તેને ૧૯૯૭-૯૮ માં વિનુ માંકડ ટ્રોફી માટે પસંદ કરવામાં આવ્યો હતો.

રેલવેમાં નોકરી મળી પરંતુ ક્રિકેટનો શોખ રહ્યો યથાવત. ધોની બિહાર રણજી ટીમમાં રમતો હતો ત્યારે તેને રેલ્વેમાં નોકરી મળી હતી અને ખડગપુર રેલ્વે સ્ટેશને પોસ્ટિંગ મળી હતી.

 

ધોનીએ રેલવે રણજી ટીમમાં રમવાનો પ્રયાસ કર્યો પરંતુ 2 વખત સિલેક્શનમાં ફેઇલ થઇ ગયો. બાદમાં પરિવારની ખરાબ આર્થિક સ્થિતિને કારણે ધોનીએ રેલવેની નોકરી સ્વીકારી લીધી હતી. 

 

2001 થી 2003 સુધી ધોનીએ ટિકિટ કલેક્ટરની નોકરી કરી હતી. રેલવેમાં નોકરી મળવાને કારણે ધોનીને રેલવેની રણજી ટીમમાં પણ સ્થાન મળવામાં કોઇ મુશ્કેલી રહી નહીં. ધોનીનું પોસ્ટિંગ ખડકપુર/દુર્ગાપુરમાં થવાને કારણે ક્રિકેટને વધુ સમય આપી શકતો નહતો. જેથી તેણે નોકરી છોડી દીધી હતી અને પાછો રાંચી આવી ગયો અને ક્રિકેટમાં ધ્યાન આપવાનું શરૂ કર્યું.

શરૂઆતમાં ધોની ક્રિકેટને લઇ સીરિયસ નહતો. ધોનીનું મન ફૂટબોલ અને બેડમિન્ટનમાં વધુ હતું. તે આ રમતમાં ક્લબ અને જિલ્લા સ્તરની ટીમમાં પણ સિલેક્ટ થયો હતો, તે ગોલકીપર હતો. ધોની ફૂટબોલર હતો. તે પોતાની સ્કૂલની ટીમમાં ગોલકીપર હતો. આઇએસએલ લીગમાં તે ચેન્નઇયન એફસીનો માલિક પણ છે.

 




એમએસ ધોનીએ 23 ડિસેમ્બર 2004માં બાંગ્લાદેશ વિરૂદ્ધ વન ડે ડેબ્યુ કર્યુ હતું. મેચના પ્રથમ બોલ પર જ ધોની 0 રને આઉટ થયો હતો. શ્રીલંકા-પાકિસ્તાન વિરૂદ્ધ આક્રમક રમત રમી આવ્યો ચર્ચામાં એમએસ ધોની 2 ડિસેમ્બર 2005માં શ્રીલંકા વિરૂદ્ધ રેકોર્ડ 183 રનની ઇનિંગ રમી ચર્ચામાં આવ્યો હતો. આ કોઇ વિકેટકીપર દ્વારા બનાવવામાં આવેલ બેસ્ટ સ્કોર છે. 2006માં ધોનીએ 5મી ટેસ્ટમાં જ સદી ફટકારી હતી. 23 જાન્યુઆરી 2006માં ફૈસલાબાદમાં પાકિસ્તાન વિરૂદ્ધ ધોનીએ 148 રન બનાવ્યા હતા.

ધોનીને 2011માં ભારતીય સેનામાં માનદ લેફ્ટનન્ટ કર્નલ બનાવવામાં આવ્યો છે. ધોની કેટલીક વખત કહી ચુક્યો છે કે ભારતીય સેનામાં સામેલ થવુ તેનું બાળપણનું સ્વપ્ન હતું.

– ધોનીને કાર અને બાઇક્સનો ઘણો શોખ છે. ધોની પાસે 2 ડઝનથી વધુ બાઇક છે. આ સિવાય તેની પાસે હમર જેવી મોંઘી કાર પણ છે.

 

 

ધોની એ મેળવેલ એવોર્ડ અને પુરસ્કાર

  • ધોની પહેલો ખેલાડી છે જેને ICC ODI Player of the Year નો એવોર્ડ બે વાર મળ્યો છે, 2008 અને 2009મા

  • ધોનીને રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ 2007 મા આપવામા આવ્યો હતો.

  • ધોનીને ભારત સરકાર દ્વારા 2009મા પદ્મશ્રી અને 2018મા પદ્મભુષણ એવોર્ડ આપવામા આવેલ છે.

  • ધોનીને ઓગસ્ટ 2011 માં ડી મોન્ટફોર્ટ યુનિવર્સિટી દ્વારા માનદ ડોકટરેટની ડિગ્રીથી નવાજવામાં આવ્યા છે.

  • ભારતીય પ્રાદેશિક સૈન્યએ 1 નવેમ્બર 2011 ના રોજ ધોનીને લેફ્ટનન્ટ કર્નલનો માનદ પદ આપ્યું હતું. કપિલ દેવ પછી, આ સન્માન મેળવનારા તે બીજા ભારતીય ક્રિકેટર છે.

  • 2013 માં, ધોનીને  LG People's Choice એવોર્ડથી નવાજવામાં આવ્યો હતો

  • ધોનીને 2011મા  Icc award for spirit of cricket એવોર્ડ આપવામા આવ્યો હતો.

ધોની વિશેની મહત્વની જાણકારી

  • 2016 માં, એક બાયોપિક film એમ.એસ. ધોની: અનટોલ્ડ સ્ટોરી તેના પર બનાવવામાં આવી હતી. જેમા ધોનીનો રોલ સુશાંતસિંહ રાજપુતે કર્યો હતો.

  •  Roar of the Lion એ એમ.એસ. ધોની, રવિન્દ્ર જાડેજા, અંબાતી રાયડુ, શેન વોટસન, ડ્વેન બ્રાવો, દિપક ચહર અને સુરેશ રૈના અભિનિત, કબીર ખાન દ્વારા નિર્મિત 2019 ની ભારતીય બહુભાષી  વેબ સિરીઝ છે.

  • ધોની વિશ્વનો સારો વિકેટ કિપર છે, તેને God Of Wicket Keeper પણ કહેવામા આવે છે.

  • વિશ્વમા સૌથી ઝડપી 0.08 સેકન્ડ્મા સ્ટમ્પિંગ્સ કરવાનો રેકોર્ડ ધોનીના નામે છે .

  • ઇન્ટરનેશનલ ક્રિકેટમા ધોની એ 601 કેચ અને 174  સ્ટમ્પિંગ્સ કરેલ છે.

  • ધોની એકમાત્ર કેપ્ટન છે જેણે તમામ 3 આઇસીસી ટ્રોફી જીતી છે

  • એમ. એસ ધોનીએ સૌથી વધારે સ્ટમ્પિંગ્સ તેના નામે કર્યા છે

  • ધોની પહેલો ક્રિકેટર છે જેણે તેની કેપ્ટનશીપમાં 150 ટી -20 મેચ જીતી છે

  • તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર ફટકારી છે

  • ધોની ક્રિકેટના ઇતિહાસમાં સૌથી મોંઘા બેટ ધરાવે છે

  •  ટી ​​20 માં ધોનીએ સૌથી વધુ ટોસ જીત્યા છે

  • ધોની એકમાત્ર એવો કેપ્ટન છે 140 વર્ષમા જેણે ઓસ્ટ્રેલિયાની ટીમને  ઓસ્ટ્રેલિયામાં જ હરાવી.

  • એમએસ ધોનીએ સૌથી વધુ 161  આંતરરાષ્ટ્રીય સ્ટમ્પિંગનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

  • સુકાની તરીકે, ધોનીએ સૌથી વધુ 331 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.

  • કેપ્ટન તરીકે ધોનીએ 204 આંતરરાષ્ટ્રીય છગ્ગા ફટકાર્યા છે.

  • વિકેટકીપર તરીકે રમતી વખતે એમએસ ધોની પણ 9 વખત બોલિંગ કરી ચુકયા છે.

  • ધોની ચોથો ભારતીય ક્રિકેટર છે જેમણે અડધી સદીની સદી પૂરી કરી છે.

  • ધોની ઇંડિયા સિમેંટ્ના વાઇસ પ્રેસિડેંટ છે.

  • ધોની Bharat Matrimony, Mastercard  India, , Orient Fans Cars24, RedBus, Colgate, LivFast Batteries, Indigo Paints, GoDaddy વેબ હોસ્ટિંગ કમ્પની જેવી વિવિધ બ્રાંડના એમ્બેસેડર છે.

24 April, 2021

સચિન તેંડુલકર (Sachin Tendulkar)

 સચિન તેંડુલકર (Sachin Tendulkar)

24 એપ્રિલ 1973


જન્મતારીખ: 24 એપ્રિલ 1973

જન્મસ્થળ: મુંબઇ, મહારાષ્ટ્ર

પિતાનું નામ: રમેશ તેંડુલકર

માતાનું નામ: રજની તેંડુલકર

અન્ય નામો:  માસ્ટર બ્લાસ્ટર, ક્રિકેટના ભગવાન, લિટલ માસ્ટર, ટેંડુ, ટેંડલિયા

૨૪ એપ્રિલ, ૧૯૭૩ના દિવસે મધ્યમવર્ગીય મહારાષ્ટ્રીયન પરિવારમાં જન્મેલા સચિન તેંદુલકરના પિતા રમેશ તેંદુલકર એક જાણીતા લેખક હતાં અને માતા રજની તેંદુલકર એક ઇન્શ્યોરન્સ કંપની સાથે જોડાયેલા હતા. પિતા રમેશ તેંદુલકરે સચિનનું નામ તેમના પ્રિય સંગીતકાર સચિન દેવ બર્મનની યાદગીરીમાં રાખ્યું હતું.

મુંબઈના બાંદ્રા ઇસ્ટના સાહિત્ય સહવાસ કો-ઓપ હાઉસિંગ સોસાયટીમાં સચિનનું બાળપણ વીત્યું હતું.



સચિનને ક્રિકેટ સાથે ઓળખાણ તેના ભાઈ અજીતે કરાવી હતી. ૧૯૮૪માં શિવાજી પાર્ક દાદરમાં કોચ રમાકાંત આચરેકરની નિશ્રામાં સચિનને ક્રિકેટ શીખવા માટે મૂકવામાં આવ્યો. સચિનમાં રહેલી પ્રતિભાથી પ્રભાવિત થયેલા આચરેકરે અજીત તેંદુલકરને સચિનને શારદાશ્રમ વિદ્યા મંદિરમાં મૂકવાનું કહ્યું, કારણ કે આ સ્કૂલમાં ક્રિકેટ તરફ વિશેષ ધ્યાન આપવામાં આવતું હતું. કોચ આચરેકર સચિનને નેટમાં સખત પરિશ્રમ કરાવતા અને જ્યારે એમ લાગતું કે સચિન થાકી ગયો છે, ત્યારે તે બોલરોને સ્ટમ્પ ઉપર મૂકેલા એક રૂપિયાના સિક્કાને ઉડાવીને સચિનને આઉટ કરવાનું કહેતાં, જો બોલરો આમ કરવામાં નિષ્ફળ જાય તો એ સિક્કો સચિન પોતાને ઘરે લઇ જતો. કહેવાય છે કે સચિન પાસે આવાં ૧૩ સિક્કાઓ છે.



સચિન સ્કુલમાં હતો ત્યારે લિજેન્ડ ક્રિકેટર સુનિલ ગાવસ્કરે પોતાના પેડ ભેટમાં આપ્યા હતા. ૧૬ વર્ષની ઉંમરમાં પાકિસ્તાન સામે રમેલીપ્રથમ ટેસ્ટમાં સચિન આ પેડ પહેરી રમવા ઊતર્યો હતો.

સચિન રમાકાન્ત આચરેકરને પોતાના ગુરુ અને કોચ માનતા હતા.

પાકિસ્તાન સામે માત્ર ૧૬ વર્ષ અને ૨૦૫ દિવસની ઉંમરે સચિને પોતાની પ્રથમ ટેસ્ટ મેચ કરાચી ખાતે રમી.



સચિને 1989માં પાકિસ્તાન સામેની ટેસ્ટ મેચથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તેમની ટેસ્ટ ડેબ્યૂના એક મહિના પછી તેમણે વનડેમાં પણ ડેબ્યૂ કર્યું હતું

ઓલ્ડ ટ્રેફોર્ડ માન્ચેસ્ટરમાં ઇંગ્લેન્ડ સામે રમતા ૧૪ ઓગસ્ટ ૧૯૯૦ના દિવસે સચિને તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય સેંચુરી બનાવી અને આમ કરતાં તે સદી બનાવવાનાં મામલામાં વિશ્વનો તે સમયનો સહુથી નાની ઉંમરનો ક્રિકેટર બની ગયો હતો

જે અવિરતપણે કુલ ૨૪ વર્ષ ચાલુ રહી અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સચિને કુલ 34347 રનનો પહાડ ખડો કરી દીધો. માન્ચેસ્ટર ટેસ્ટ પછી સચિને બીજી ૯૯ આંતરરાષ્ટ્રીય સદીઓ પોતાનાં ખાતામાં જમા કરાવી જે એક એવો રેકોર્ડ છે, જે કદાચ ક્યારેય નહીં તૂટે. આટલું ઓછું હોય તેમ સચિન વન-ડે ક્રિકેટમાં બેવડી સદી બનાવનાર પ્રથમ ક્રિકેટર બન્યો હતો.




માત્ર ૧૬ વર્ષેની વયે ભારતીય ટીમમાં સામેલ થઇ જનાર સચિન તેંડુલકર  બે દાયકાથી પણ વધારે સમય ક્રિકેટ વિશ્વના મેદાનમાં રાજ કર્યું

તેની 24 વર્ષની ક્રિકેટ કારકિર્દી દરમિયાન 34,347 રન બનાવ્યા 

સૌથી વધારે ટેસ્ટ મેચ 200 રમવાનો રેકોર્ડ પણ સચિન તેંડુલકરના નામે છે.

ટેસ્ટ ક્રિકેટ મેચમાં સૌથી વધુ સતક (51) કરનારા પણ સચિન જ છે.



  • માસ્ટર બ્લાસ્ટરના નામે આંતરરાષ્ટ્રીય વનડે ક્રિકેટમાં 18 હજાર 426 રન અને ટેસ્ટમાં 15 હજાર 921 રન છે. તે બંને ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. તેના નામે 34 હજાર 347 આંતરરાષ્ટ્રીય રન છે.
  • સચિન તેંડુલકરે ટેસ્ટ અને વનડે ક્રિકેટમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો છે. તેણે ટેસ્ટમાં 51 સદી અને વનડેમાં 49 સદી ફટકારી છે. તે 100 આંતરરાષ્ટ્રીય સદી ફટકારનાર વિશ્વનો એકમાત્ર ખેલાડી છે.
  • સચિન 200 આંતરરાષ્ટ્રીય ટેસ્ટ મેચ રમનાર વિશ્વનો એકમાત્ર ખેલાડી છે
  • સચિન પાસે વિશ્વની સૌથી વધુ આંતરરાષ્ટ્રીય વનડે મેચ રમવાનો રેકોર્ડ પણ છે, સચિને 463 વનડે મેચ રમી છે.
  • સચિન તેંડુલકર ટેસ્ટ ક્રિકેટમાં 12 હજાર કે તેનાથી વધુ રન બનાવનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન છે. આ સાથે જ તે વનડે ક્રિકેટમાં 10 હજાર બનાવનાર વિશ્વનો પ્રથમ ખેલાડી પણ છે.
  • તે વિશ્વનો ત્રીજો ખેલાડી અને ભારતનો પહેલો એવો ખેલાડી છે જેણે ટેસ્ટ રમનારા તમામ દેશો સામે સદી ફટકારી છે
  • સચિન તેંડુલકરના નામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ 76 વખત મેન ઓફ ધ મેચ એવોર્ડ જીતવાનો રેકોર્ડ છે. તે ટેસ્ટમાં 14 વખત અને વનડેમાં 62 વખત મેન ઓફ ધ મેચ રહી ચૂક્યો છે.
  • વનડે ક્રિકેટમાં ડબલ સદી ફટકારનાર તે વિશ્વનો પ્રથમ બેટ્સમેન છે. તેણે 24 ફેબ્રુઆરી 2010ના રોજ ગ્વાલિયરમાં દક્ષિણ આફ્રિકા સામે અણનમ 200 રન બનાવ્યા હતા. આ ઇનિંગ્સમાં તેણે 25 ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા.
  • સચિન તેંડુલકરના નામે સંયુક્ત રીતે સૌથી વધુ 6 વર્લ્ડ કપ રમવાનો રેકોર્ડ છે. વર્લ્ડ કપમાં સૌથી વધુ 2278 રન બનાવવાનો રેકોર્ડ સચિનના નામે છે. 1992 થી 2011 વર્લ્ડ કપ સુધી તેણે આ કમાલ કરી હતી
  • વર્લ્ડ કપમાં સૌથી વધુ 6 સદી ફટકારવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. જોકે, ગત વર્લ્ડ કપમાં રોહિત શર્માએ તેની બરાબરી કરી હતી. જ્યારે રિકી પોન્ટિંગ પછી વર્લ્ડ કપમાં તે સૌથી વધુ મેચ રમનારો ખેલાડી છે. સચિન વર્લ્ડ કપમાં 45 મેચ રમ્યો છે, જ્યારે પોન્ટિંગે 46 મેચ રમી છે.
  • સચિન તેંડુલકરે એક જ વર્લ્ડ કપમાં સૌથી વધુ 673 રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો છે. 2003માં તેણે આ કમાલ કર્યું હતું અને તે મેન ઓફ ધ સીરિઝ રહ્યો હતો
  • સચિને કારકિર્દી ની પ્રથમ બેવડી સદી ૧૯૯૮ માં બ્રેબોર્ન સ્ટેડીમ ખાતે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ મુંબઇ માટે ફટકારી હતી
  • સચિન તેંડુલકર એકમાત્ર એવો ખેલાડી છે કે જેણે રણજી ટ્રોફી, દુલીપ ટ્રોફી અને ઇરાની ટ્રોફી ની કારકિર્દી ની પ્રથમ મેચ માં જ સદી ફટકારી હોય.
  • ૧૯૯૨ મા ૧૯ વર્ષ ની ઉંમરે તેંડુલકર યોર્કશાયર નું પ્રતિનિધિત્વ કરનાર પ્રથમ વિદેશી ખેલાડી હતો. તેંડુલકરે દેશ માટે ૧૬ પ્રથમ શ્રેણી ની મેચ રમી ને ૧૦૭૦ રન ૪૬.૫૨ ની એવરેજ થી કર્યા હતા.
  •  ઓક્ટોબર 1995ના રોજ સચિન સૌથી શ્રીમંત ક્રિકેટર બની ગયા. તેમણે વર્લ્ડ ટેલ સાથે 31.5 કરોડ રૂપિયાનો કરાર કર્યો હતો.
  • થર્ડ અંપાયર દ્વારા આઉટ થનારા સચિન પ્રથમ બેટ્સમેન છે.


1987 ના વર્લ્ડ કપમાં ઇન્ડિયા બનામ ઝિમ્બામ્બવેના મેચમાં સચિન એ બોલ બોયનું કામ કર્યું હતું.

.1990માં ઇંગ્લેન્ડની ફેમસ Yorkshire કાઉન્ટી ક્લબ માટે પસંદ કરવામાં આવેલા સચિન પહેલાં ખિલાડી.

સચિન તેંડુલકરને એક જમાનાની અંદર રન મશીન કહીને પણ ઓળખવામાં આવતા હતા.

ડોન બ્રેડમેનના ૨૯ સદીના રેકોર્ડની બરાબરી કરવા બદલ સાત વખતના એફ વન ચેમ્પિયન માઇકલ શુમાકરે સચિનને ફેરારી ભેટમાંઆપી હતી.

ડોન બ્રેડમેનની ગ્રેટેસ્ટ ટીમમાં સામેલ થનાર સચિન એકમાત્ર ભારતીય છે

૨૦૦૮ માં ઇન્ડિયન પ્રીમિયર લીગ ના ઉદઘાટન માં તેંડુલકર તેના ઘરેલું પક્ષ મુંબઈ ઇન્ડિઅન્સ માટે પ્રતિક ખિલાડી અને કેપ્ટન બન્યો હતો

.સચિન એ સૌથી પહેલુ વિજ્ઞપન BAND -AID નું કર્યું હતું.

 સચિને 16 નવેમ્બર, 2013ના રોજ 200મી ટેસ્ટ મેચ રમીને ટેસ્ટ મેચ રમીને ટેસ્ટમેચ કારકિર્દીને અલવિદા કહી હતી.

સચિન અપનાલય સંસ્થા દ્વારા ૨૦૦ બાળકોના અભ્યાસનો ખર્ચ ઉઠાવે છે

સચિન 2012માં સાંસદ (રાજ્ય સભા) રૂપે પસંદ કરાયેલ પહેલા એક્ટિવ સ્પોર્ટ્સ બન્યા હતા.

સચિનને એયરફ્રોર્સે ગ્રુપ કેપ્ટનની રૈંક આપીને તેમનુ સન્માન કરાયુ.

રાજીવ ગાંધી વિશ્વવિદ્યાલય અને મૈસૂર તરફથી તેમને ડોક્ટરેટની ડિગ્રી મળી ચુકી છે.

  • સચિને 2013માં ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ  લીધો 



  • ભારત રત્ન એવોર્ડ મેળવનાર ભારતનો એક માત્ર ખેલાડી સચિન છે
  • .

    હાલમાં  Paytm First Games (PFG) નાબ્રાંડ એમ્બેસેડર તરીકે પે.ટી એમ ડિગિટલ એપ દ્વારા  બનાવવામાં આવેલ છે.


  • સચિનના ટી-શર્ટ નો નમ્બર 10 છે.



આત્મકથા
સચિન તેંડુલકરની આત્મકથા, પ્લેઇંગ ઇટ માય વે( Playing It My Way),  5 નવેમ્બર,  2014 ના રોજ રજૂ કરવામાં આવી હતી. 



સચિનના જીવન આધારિત ડોક્યુમેન્ટ્રી હિન્દી ફિલ્મ બની છે જેનું નામ Sachin: A Billion Dreams છે, જેનું નિર્દેશન જેમ્સ ઇર્સ્કિન દ્વારા કરવામાં આવ્યું છે અને રવિ ભાગચંદકા અને શ્રીકાંત ભાસી એના પ્રોડ્યુસર છે. જેમા મ્યુઝિક એ.આર.રહેમાને આપેલ છે.  આ ફિલ્મ એક સાથે હિન્દી, મરાઠી અને અંગ્રેજીમાં શૂટ કરવામાં આવી છે અને તે 26 મે, 2017 ના રોજ તમિળ અને તેલુગુ ભાષામાં ડબ સંસ્કરણો સાથે રજૂ કરવામાં આવી હતી.  આ ફિલ્મ મહારાષ્ટ્ર, છત્તીસગ,, કર્ણાટક, કેરળ અને ઓડિશામાં કરમુક્ત જાહેર કરાઈ હતી

National honours

  • 1994 – Arjuna Award
  • 1997–98 – Rajiv Gandhi Khel Ratna, 
  • 1999 – Padma Shri,
  • 2001 – Maharashtra Bhushan Award, Maharashtra State's highest Civilian Award.
  • 2008 – Padma Vibhushan, India's second-highest civilian award.
  • 2014 – Bharat Ratna, India's highest civilian award.

Other honours

2013 postage stamps commemorating the Sachin Tendulkar 200th Test Match
  • 1997 – Wisden Cricketer of the Year.
  • 1998, 2010 – Wisden Leading Cricketer in the World.
  • 2002 – In commemorating Tendulkar's feat of equalling Don Bradman's 29 centuries in Test Cricket, automotive company Ferrari invited him to its paddock in Silverstone on the eve of the British Grand Prix on 23 July, to receive a Ferrari 360 Modena from the F1 world champion Michael Schumacher.
  • 2003 – Player of the tournament in 2003 Cricket World Cup.
  • 2004, 2007, 2010 – ICC World ODI XI.
  • 2006-07, 2009-10 - Polly Umrigar Award for International cricketer of the year
  • 2009, 2010, 2011 – ICC World Test XI.
  • 2010 – Outstanding Achievement in Sport and the Peoples Choice Award at The Asian Awards in London.
  • 2010 – Sir Garfield Sobers Trophy for cricketer of the year.
  • 2010 – LG People's Choice Award.
  • 2010 – Made an Honorary group captain by the Indian Air Force.
  • 2011 – Castrol Indian Cricketer of the Year award.
  • 2012 – Wisden India Outstanding Achievement award.
  • 2012 – Honorary Member of the Order of Australia, given by the Australian government.
  • 2013 – Indian Postal Service released a stamp of Tendulkar and he became the second Indian after Mother Teresa to have such stamp released in their lifetime.
  • 2014 – ESPNCricinfo Cricketer of the Generation
  • 2017 – The Asian Awards Fellowship Award at the 7th Asian Awards.
  • 2019 – Inducted into the ICC Cricket Hall of Fame
  • 2020 – Laureus World Sports Award for Best Sporting Moment (2000–2020)



સચિન તેંડુલકર પર ઘણા પુસ્તકો પ્રકાશિત થયા છે.
  • સચિન: ધી સ્ટોરી ઓફ વર્લ્ડ્સ ગ્રેટેસ્ટ બેટ્સમેન ", ગુલુ એઝેકીલ દ્રારા. પ્રકાશક: પેગ્વિન ગ્લોબલ આઈએસબીએન 
  • ધ એ ટુ ઝેડ ઓફ સચિન તેંડુલકર ", ગુલુ એઝેકીલ દ્રારા. પ્રકાશક: પેગ્વિન ગ્લોબલ આઈએસબીએન 
  • સચિન તેંડુલકર - એ ડેફિનીટીવ બાયોગ્રાફી - વૈભવ પુરાંદરે. પ્રકાશક: રોલિ બુક્સ. આઈએસબીએન 
  • સચિન તેંડુલકર - માસ્ટરફુલ - પિટર મરે, આશિષ શુક્લા પ્રકાશક: રૂપા. આઈએસબીએન
  • ઇફ ક્રિકેટ ઈઝ અ રિલિજિયન, સચિન ઈઝ ગોડ વિજય દ્રારા, શ્યામ બલાસુબ્રમાંનિયન પ્રકાશક: હાર્પારકોલ્લીન્સ ઇન્ડિયા આઈએસબીએન 


06 January, 2021

કપિલ દેવ જીવન પરિચય

 કપિલ દેવ

(ભારતના પૂર્વ કેપ્ટન અને ક્રિકેટર)

ભારતીય ક્રિકેટ ટીમને પહેલો વર્લ્ડ કપ જીતાડનાર


ઉપનામ: હરિયાણા હરિકેન

6 જાન્યુઆરી 1959ના રોજ ચંડીગઢમાં અગ્રણી લાકડાનાં વેપારી રામ લાલ નિખંજ અને તેમની પત્ની રાજ કુમારી નિખંજને ત્યાં કપિલ દેવનો જન્મ થયો હતો. એ દૌરમાં બોલિંગ, બેટિંગ અને ફિલ્ડિંગ ત્રણેય ડિપાર્ટમેન્ટમાં કપિલ દેવ સૌથી શ્રેષ્ઠ ઓલરાઉન્ડર ક્રિકેટર ગણાતા હતાં. કપરા સમયમાં સારું પર્ફોમન્સ કરીને કપિલ દેવે સકંટ મોચક બનીને ઘણીવાર ટીમ ઈન્ડિયાની ડૂબતી નૈયા પાર લગાવી છે. ભારતીય ક્રિકેટના ભીષ્મપિતામહ કહેવાતા સુનીલ ગાવાસ્કર અને ક્રિકેટની દુનિયાના ભગવાન ગણાતા સચિન તેંડુલકર બન્ને સાથે કપિલ દેવ ક્રિકેટ રમ્યાં.


ભારતના પૂર્વ કેપ્ટન અને ક્રિકેટર જગતના શાનદાર ઓલરાઉન્ડરોમાંથી એક એવા કપિલ દેવની કેપ્ટનશિપમાં ભારતે 1983માં પ્રથમ વખત વર્લ્ડ કપ જીત્યો હતો.

 આ વિશ્વકપ શૃંખલાની ઝીમ્બામ્વે સામેની એકદિવસીય રમત દરમ્યાન ભારતની ઓછા રનમાં પાંચ વિકેટો પડી ગઇ હતી. આ વેળાએ કપિલદેવે આક્રમક રીતે રમી ૧૭૫ રનો કરી અણનમ રહી, ભારતની ટીમને હારમાંથી ઉગારી લીધી હતી. આ ૧૭૫ રનનો જુમલો એ સમયનો વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ જુમલો હતો. આ વિક્રમ ઘણાં વર્ષો સુધી અકબંધ રહ્યો હતો

કપિલ દેવે પોતાના આંતરરાષ્ટ્રી કારકિર્દીમાં 131 ટેસ્ટ અને 225 વનડે મેચ રમી હતી. તેના નામે ટેસ્ટમાં 5248 રન અને 434 વિકેટ છે. વનડે ઇન્ટરનેશનલ કારકિર્દીમાં તેણે 3783 રન બનાવવાની સાથે 253 વિકેટ લીધી હતી. તેમમએ પોતાની અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ વેસ્ટ ઇન્ડિઝની સામે ફરીદાબાદમાં વર્ષ 1994માં રમી હતી.

કપિલ દેવે નવેમ્બર 1975થી હરિયાણા તરફથી ક્રિકેટ રમવાની શરૂઆત કરી.  કપિલ દેવએ તે સિઝનમાં 30 મેચોમાં 121 વિકેટ લીધી હતી. ત્યાર પછી કપિલ દેવ એક પછી એક સફળતાના પગથિયાં ચડવા લાગ્યો. ઈરાની ટ્રોફી, દિલીપ ટ્રોફી અને વિલ્સ ટ્રોફી માટેની મેચમાં તેની પસંદગી થઈ. તેમણે 1978માં પાકિસ્તાન સામે ટેસ્ટ અને વન-ડે ક્રિકેટ ની શરૂઆત કરી.

કપિલ દેવ એક માત્ર ભારતીય ફાસ્ટ બોલર છે કે જેણે ટેસ્ટ મેચમાં 434 વિકેટ હાંસલ કરી છે. ભારતના સૌથી શ્રેષ્ઠ ઓલરાઉન્ડરમાં કપિલ દેવનું સ્થાન ટોચ પર છે. કપિલ દેવએ 687 વિકેટ તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઝડપી છે. આક્રમક અંદાજથી બેટિંગ કરી ને કુલ 9037 વધુ રન બનાવ્યા છે.ભારતીય ટર્નિંગ ટ્રેક પર પોતાની સ્વિંગ બોલિંગથી કપિલ દેવ વિકેટ પ્રાપ્ત કરતો હતો.

સતત  બે વખત વિશ્વ વિજેતા બનનાર વેસ્ટ ઇન્ડીઝ ને હરાવવું તે ચમત્કાર જ હતો અને તે ચમત્કાર કપિલ દેવ અને તેની ટીમે હાંસલ કર્યો હતો. વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વે સામે ભારતની 17 રન પર 5 વિકેટ ગુમાવી હતી ત્યાર પછી કપિલ દેવની અણનમ 175 રનની  ઇનિંગ ભારતીય ક્રિકેટના ચાહકો  ક્યારે પણ ભૂલી નહીં શકે. વર્લ્ડ કપ ફાઈનલમાં વેસ્ટ ઇન્ડીઝ સામે  વિવિયન રિચડ્સનો લાજવાબ કેચ વર્લ્ડ કપ જીત માટે મોટો ટર્નીગ પોઇન્ટ સાબિત થયો હતો.

વનડે ઈંટરનેશનલ ક્રિકેટમાં સૌથી પહેલાં 200 વિકેટ લેવાનો રેકોર્ડ કપિલ દેવના નામે નોંધાયો છે. જયારે કે એકમાત્ર એવો ટેસ્ટ ખેલાડી છે જેણા ખાતામાં 400 વિકેટથી વધુ અને 5000થી વધુ રન નોંધાયા છે. ચાલો આજે અમે તમને કપિલદેવના એ ચાર સિક્સર વિશે બતાવીએ છે જે ઈતિહાસના પાન પર નોંધાયેલ છે.



કપિલ દેવ એકમાત્ર એવા ક્રિકેટર છે જેમણે ઓલ રાઉન્ડર તરીકે 4000 રન અને 400 વિકેટનો ડબલ પરાક્રમ હાંસલ કરવાનો રેકોર્ડ બનાવ્યો છે.

 કપિલ દેવ પણ એકમાત્ર એવો ખેલાડી છે કે જેણે તેની આખી ટેસ્ટ કારકિર્દીમાં ક્યારેય રન આઉટ ન થવાનો દુર્લભ રેકોર્ડ બનાવ્યો છે. 

કપિલ દેવ  પ્રથમ અને એકમાત્ર ક્રિકેટર છે જેમણે વેસ્ટ ઈન્ડિઝ સામે 1979 માં સિક્સર ફટકારીને ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ સદી પૂરી કરી છે.

કપિલ દેવની જીવન કથા પણ તેમના દ્વારા તેમની ત્રણ આત્મકથા- બાય ગાર્ડ્સ ડિક્રી (1985), ક્રિકેટ માય સ્ટાઇલ (1987) અને સીધાથી ધ હાર્ટ (2004) માં વર્ણવવામાં આવી છે.

કપિલ દેવે ભારતીય ટીમ માટે એક પેસરે કલાકે 140 કિલોમીટરની બોલિંગ ગતિથી બોલ ફેંકવાનું શરૂ કર્યું, જેણે તેને હરિયાણા હરિકેન તરીકેના હુલામણું નામ પ્રાપ્ત કર્યું.

કપિલ દેવને સપ્ટેમ્બર 24, 2008 માં ભારતીય પ્રાદેશિક સૈન્યના માનદ લેફ્ટનન્ટ કર્નલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

વિઝડન દ્વારા 2002 માં ભારતીય સદીની ક્રિકેટર ઓફ સદી તરીકે ઓળખાય છે

"83" ફિલ્મમાં કપિલ દેવની ભૂમિકામાં દેખાશે રણવીરસિંહ
હાલમાં રણવીરસિંહ ના અભિનય માં કપિલ દેવના જીવન પર  "83" ફિલ્મ પણ બની રહી છે. ફિલ્મમાં હરિયાણાનો એક સામાન્ય પરિવાર નો  છોકરો થી વર્લ્ડકપ જીતાડવાની સ્ટોરી દર્શાવામાં આવશે

ક્રિકેટરના જીવન પરની બાયોપિક પણ બોલીવુડની એક ફિલ્મ બની રહી છે. 'એક્સએનયુએમએક્સ' નામની આ ફિલ્મમાં બ Bollywoodલીવુડના આવશ્યક ગતિશીલ કલાકારો રણવીર સિંહ છે. સિંઘ ફિલ્મમાં '83 વર્લ્ડ કપ વિજેતા ભારતીય કેપ્ટન'નું પાત્ર દર્શાવશે, જેમાં એક મોટી સહાયક કલાકાર પણ છે.

કપિલ દેવને  અર્જુન એવોર્ડ, પદ્મશ્રી, પદ્મભૂષણ, વિસદેન ક્રિકેટ ઓફ થી યર જેવા અનેક એવોર્ડ પ્રાપ્ત થાય છે. સચિન તેંડુલકર અને સુનિલ ગાવાશકર પછી 2002 માં ક્રિકેટર ઓફ ધ સેન્ચુરી  તરીકેનો ખિતાબ પ્રાપ્ત કરનારા કપિલ દેવ ત્રીજા ભારતીય બન્યા.

1994  ક્રિકેટમાં સંન્યાસ પછી ભારતીય ટીમના કોચ બન્યા. 2008 માં તેમને ભારતીય સેનામાં લેફટનેટ કર્નલ તરીકે નિયુક્ત થયા. તેમને ઇકબાલ અને ચેન કુલી કી મેન કુલી જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું.

 એવોર્ડ અને ઓનર્સ

1- અર્જુન એવોર્ડ (1979-80)


2- પદ્મ શ્રી (1982)


3- વિઝડન ક્રિકેટર ઓફ ધ યર (1983)


4- પદ્મ ભૂષણ (1991)


 Wisden Indian Cricketer of the Century (2002)


6- આઈસીસી ક્રિકેટ હોલ ઓફ ફેમ (2010)


7- એનડીટીવી (2013) દ્વારા The 25 Greatest Global Living Legends


8- સી.કે. નાયડુ લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ (2013)


9- 2008 માં ભારતીય પ્રાદેશિક સૈન્ય દ્વારા લેફ્ટનન્ટ કર્નલના પદથી સન્માનિત.


કપિલ દેવ: પુસ્તકો

કપિલ દેવે અત્યાર સુધીમાં 4 પુસ્તકો લખ્યા છે.


1- ભગવાનના હુકમનામું (By God's Decree) (1985; આત્મકથા)


2- ક્રિકેટ માય સ્ટાઇલ (Cricket My Style) (1987; આત્મકથા)


3- સીધા હૃદયથી(Straight from the Heart) (2004; આત્મકથા)


4- અમે, ધ શીખ (We, The Sikhs)(2019)

05 November, 2020

વિરાટ કોહલી જીવન પરિચય

 વિરાટ કોહલી 



જન્મ તારીખ: 5 નવેમ્બર 1988

જન્મસ્થળ:  દિલ્હી

પિતાનું નામ: પ્રેમ કોહલી (ક્રિમિલિયર વકીલ)

માતાનું નામ: સરોજ કોહલી


વિરાટ કોહલી  ભારતનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે, જે હાલમાાં ભારતીય ક્રિકેટ ટીમનો કપ્તાન પણ છે.

 તે વિશ્વનો શ્રેષ્ઠ જમણેરી ક્રિકેટ બેટ્સમેન ગણાય છે

19 વર્ષની ઉંમરે શ્રીલંકા સામે ભારત માટે તેમની એક દિવસીય કારકિર્દીની શરૂઆત થઈ હતી.

કોહલી પ્રથમ વખત ઓક્ટોબર 2002 માં દિલ્હી અંડર -15 ટીમ તરફથી 2002–03 પોલી ઉમ્રીગર ટ્રોફીમાં રમ્યો હતો

2004 ના અંતમાં 2003-2004 Vijay Merchant Trophy માટે તેમની દિલ્હી અંડર -17 ટીમમાં પસંદગી થઈ.

શરૂઆતમાં ભારતીય ટીમમાં અનામત બેટ્સમેન તરીકે રમ્યા હતા, ત્યારબાદ ટૂંક સમયમાં તેમણે મધ્ય-ઑર્ડરમાં પોતાની જાતને પ્રસ્થાપિત કરી હતી અને 2011 નો વર્લ્ડ કપ જીતેલ ભારતીય ટીમનો તે ભાગ હતો.