મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

Showing posts with label December. Show all posts
Showing posts with label December. Show all posts

26 December, 2023

વીર બાળ દિવસ

વીર બાળ દિવસ

26 ડિસેમ્બર


આજે ભારતમાં વીર બાલ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસનું શીખ ધર્મમાં ઘણુ વિશેષ મહત્વ છે

वीर बाल दिवस

  • वीर बाल दिवस प्रतिवर्ष 26 दिसंबर को मनाया जाता है।
  • यह उत्सव,  सिक्खों के 10वें गुरु गोविंद सिंह जी के साहिबजादे बाबा फतेह सिंह और जोरावर सिंह की शहादत के सम्मान में मनाया जाता है।
  • प्रधानमंत्री मोदी ने 9 जनवरी, 2022 को गुरु गोबिंद सिंह जी के प्रकाश पर्व के दिन घोषणा की थी कि, 26 दिसंबर को "वीर बाल दिवस" ​​​​के रूप में मनाया जाएगा।
  • श्री गुरु गोबिंद सिंह के पुत्रों, साहिबजादा, बाबा जोरावर सिंह जी और बाबा फतेह सिंह जी की शहादत की याद में वीर बाल दिवस का आयोजन किया जाता है।

શીખ ધર્મના છેલ્લા અને 10માં ગુરુ ગુરુ ગોવિંદ સિહના પુત્રોના બલિદાનને શ્રદ્ધાંજલી આપવા માટે 26 ડિસેમ્બર, 2022થી ભારતમાં ‘વીર બાળ દિવસ’ની ઉજવણીની શરૂઆત કરવામાં આવી છે

ગુરુ ગોવિંદ સિહે પોતાના ધર્મની રક્ષા માટે મુગલો સાથે લડતી વખતે તેના આખા કુટુંબનું બલિદાન આપ્યું હતું. તેમના બે પુત્રો બાબા અજિતસિંહ અને બાબા જુઝારસિંહે ચામકૌરની લડાઇમાં શહાદત મેળવી હતી. તે જ સમયે, અન્ય બે પુત્રો બાબા જોરાવરસિંહ અને ફતેહસિંહને સરહંડના નવાબે જીવંત દિવાલોમાં ચણી દીધા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2022થી ભારતમાં 26 ડિસેમ્બરના રોજ ‘વીર બાળ દિવસ’ની ઉજવણી કરવાની શરૂઆત કરી છે.

21 दिसंबर - श्री गुरु गोबिंद सिंह जी ने परिवार सहित श्री आनंद पुर साहिब का किला छोड़ दिया।
22 दिसंबर:-  गुरु साहिब अपने दोनों बड़े पुत्रों सहित चमकौर के मैदान में व गुरु साहिब की माता और दोनों छोटे साहिबजादे अपने रसोइए के घर पहुंचे ।
चमकौर की जंग शुरू और दुश्मनों से जूझते हुए गुरु साहिब के बड़े साहिबजादे श्री अजीत सिंह उम्र महज 17 वर्ष और छोटे साहिबजादे श्री जुझार सिंह उम्र महज 14 वर्ष अपने 11 अन्य साथियों सहित धर्म और देश  की रक्षा के लिए वीरगति को प्राप्त हुए।
23 दिसंबर - गुरु साहिब की माता गुजरी जी और दोनों छोटे साहिबजादो को मोरिंडा के चौधरी गनी खान और मनी खान ने गिरफ्तार कर सरहिंद के नवाब को सौप दिया ताकि वह श्री गुरु गोबिंद सिंह जी से अपना बदला ले सके । गुरु साहिब को अन्य साथियों की बात मानते हुए चमकौर छोड़ना पड़ा।
24 दिसंबर - तीनों को सरहिंद पहुंचाया गया और वहां ठंडे बुर्ज में नजरबंद किया गया।
25 और 26 दिसंबर - छोटे साहिबजादों को नवाब वजीर खान की अदालत में पेश किया गया और उन्हें धर्म परिवर्तन कर मुसलमान बनने के लिए लालच दिया गया।
27 दिसंबर-  साहिबजादा जोरावर सिंह और साहिबजादा फतेह सिंह  को तमाम जुल्म ओ जबर उपरांत जिंदा दीवार में चिन ने के बाद जिबह (गला रेत) कर शहीद कर किया गया जिसकी खबर सुनते ही माता गुजरीने अपने प्राण  त्याग दिए।
इस बलिदानी कथा को  अन्य लोगों को भी बतायें ताकि लोगों को धर्म  रक्षा के लिए पूरा परिवार वार देने वाले श्री गुरुगोबिंद सिंह जी के जीवन से प्रेरणा मिल सके ।

વર્ષ 1704નો ડિસેમ્બરનો મહિના હતો. 20 ડિસેમ્બરે કડકડતી ઠંડીમાં મુઘલ સેનાએ આનંદપુર સાહિબ કિલ્લા પર અચાનક હુમલો કર્યો. ગુરુ ગોવિંદ સિંહ તેમને પાઠ ભણાવવા માંગતા હતા, પરંતુ તેમના સૈન્યદળે સમયની નાંડ પારખીને તે સ્થળ છોડી દેવાનું યોગ્ય માન્યું. ગુરુ ગોવિંદ સિંહે સમગ્ર પરિવાર સાથે આનંદપુર કિલ્લો છોડી દીધો. સરસા નદીમાં પાણીનું વહેણ વધારે હોવાથી ગુરુ ગોવિંદ સિંહનો પરિવાર નદી પાર કરતી વખતે અલગ થઈ ગયો. ગુરુ ગોવિંદની સાથે, તેમના બે મોટા રાજકુમાર – બાબા અજીત સિંહ અને બાબા જુઝાર સિંહ ચમકૌર પહોંચ્યા. જ્યારે ત્યાં, તેમની માતા ગુજરી બે નાના પૌત્રો- બાબા જોરાવર સિંહ અને બાબા ફતેહ સિંહ સાથે રહી ગયા. તેમની સાથે ગુરુ સાહેબના સેવક ગંગુ પણ હતા.

ગંગુ માતા ગુજરીને તેના બે પૌત્રો સાથે તેના ઘરે લાવ્યો. એવું કહેવાય છે કે માતા ગુજરી પાસે સોનાના સિક્કા જોઈને ગંગુના મનમાં લાલચ જાગી અને ઈનામ મેળવવાની લાલસામાં તેણે કોટવાલને માતા ગુજરી વિશે જાણ કરી. માતા ગુજરીની તેમના બે નાના પૌત્રો સાથે ધરપકડ કરવામાં આવી હતી. તેને સરહંદના નવાબ વઝીર ખાન સમક્ષ રજૂ કરવામાં આવ્યા. વઝીરે બાબા જોરાવર સિંહ અને બાબા ફતેહ સિંહને ઈસ્લામ સ્વીકારવા જણાવ્યું. જો કે બંને રાજકુમારોએ ધર્મ પરિવર્તન કરવાનો ઇનકાર કર્યો. આથી નવાબે 26 ડિસેમ્બર, 1704ના રોજ બંને રાજકુમારોને દિવાલમાં જીવતા ચણી દીધા, જ્યારે માતા ગુજરીને સરહિંદના કિલ્લામાંથી ધક્કો દઇને મારી નાખવામાં આવ્યા હતા. ગુરુ ગોવિંદ સિંહના પરિવારની આ મહાન શહાદતને આજે પણ ઈતિહાસની તવારીખોમાં સૌથી મોટા બલિદાન માનવામાં આવે છે.,

  • पंजाब में सिखों के नेता गुरु गोबिंद सिंह के चार बेटे थे। उन्हें चार साहिबजादे खालसा कहा जाता था।
  • गुरु गोबिंद सिंह ने 1699 में खालसा पंथ की स्थापना की।
  • इसकी स्थापना, सिखों को उनके धर्म के आधार पर भेदभाव की समाप्ति के उद्देश्य से की गई थी।
  • गुरु गोबिंद सिंह की तीन पत्नियों से चार बेटे थे: अजीत, जुझार, जोरावर और फतेह, जो सभी खालसा का हिस्सा थे। उन चारों को 19 साल की उम्र से पहले ही मुगल सेना ने मार डाला था।
  • साहिबज़ादे ज़ोरावर सिंह और फ़तेह सिंह सिख धर्म के दो सबसे प्रसिद्ध शहीद हैं।
  • बादशाह औरंगजेब के निर्देश पर सन 1704ई में मुगल सेना ने आनंदपुर साहिब को घेर लिया।
  • इस घटना में गुरु गोबिंद सिंह के दो पुत्रों को कैद कर लिया गया।
  • और उनके सामने यह शर्त रखी गई कि यदि वे इस्लाम कबूल कर लेते हैं तो उन्हें नहीं मारा जाएगा।
  • धर्मान्तरण के इस प्रस्ताव को अस्वीकार करने के बाद दोनों साहिबजादों को मौत की सजा दी गई और ईंट की दीवार में जिंदा चुनवा दिया गया।
  • इन दोनों शहीदों ने धर्मान्तरण की बजाय मौत को गले लगा लिया।



22 December, 2021

ચૌધરી ચરણસિંહ

 ચૌધરી ચરણસિંહ

ભારતના પાંચમા વડાપ્રધાન

ખેડૂત દિવસ


ચૌધરી ચરણસિંહ
 જન્મ. 23 ડિસેમ્બર 1902, નૂરપુર, મેરઠ જિલ્લો
 અવશાન. 29 મે 1987, દિલ્હી

આપણા દેશના પાંચમા પ્રધામંત્રી શ્રી ચૌધરી ચરણસિંહ હતા. જેણે પોતાનું જીવન ખેડૂતોના હિત માટે વ્યતિત કર્યું હતું. જેથી તેના જન્મદિવસ ને રાષ્ટ્રીય કિસાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ભારત સરકારે ૨૦૦૧ થી દર વર્ષે ૨૩ ડિસેમ્બર ને રાષ્ટ્રીય કિસાન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું. તે ૨૮ જુલાઈ ૧૯૭૯ થી ૧૪ જાન્યુઆરી ૧૯૮૦ સુધી પ્રધામંત્રી રહ્યા હતા.

ભારતીય રાજકારણના કિસાન નેતા, ઉત્તરપ્રદેશના પંતપ્રધાન તથા થોડા સમય માટે ભારતના વડાપ્રધાન (1979–1980). તેઓ ઉત્તર ભારતની સૌથી મોટી જાટ ખેડૂત જ્ઞાતિના હતા. પિતા સામાન્ય સ્થિતિના ખેડૂત હતા.

તેઓ પોતાના સમગ્ર રાજનીતિક જીવનમાં ખેડૂતોની સમસ્યાઓના મુદ્દે અવાજ ઉઠાવતા રહ્યાં હતા. આથી જ તેમને કિસાન નેતા કહેવામાં આવતા હતા. વર્ષ 1937માં માત્ર 34 વર્ષની ઉંમરે છપરૌલી (બાગપત)થી વિધાનસભા માટે ચૂંટાયા અને ખેડૂતોના અધિકારોની રક્ષા માટે વિધાનસભામાં એક બિલ રજૂ કર્યું. આ બિલ ખેડૂતો દ્વારા પેદા કરવામાં આવેલા પાકના માર્કેટિંગ સંદર્ભે હતો. જે બાદ આ બિલને ભારતના તમામ રાજ્યોએ અપનાવ્યો હતો. આ બિલ પાસ થયા બાદ ચૌધરી ચરણ સિંહની છબી ‘કિસાન નેતા’ તરીકે સામે આવી અને તેઓ ખેડૂતો માટે મસીહા બની ગયા છે.

ચરણસિંહનો જન્મ 23 ડિસેમ્બર 1902માં ઉત્તરપ્રદેશના મેરઠના નુરપુર ગામે એક મધ્યમવર્ગના પરિવારમાં થયો હતો.

 1923માં વિજ્ઞાન વિદ્યાશાખામાં સ્નાતકની પદવી મેળવીને તેમણે 1925માં આગ્રા યુનિવર્સિટીમાંથી અનુસ્નાતક પદવી મેળવી હતી. 

કાયદાશાસ્ત્રમાં તાલીમ મેળવીને તેમણે ગાઝિયાબાદ ખાતે પ્રેક્ટિસ શરૂ કરી હતી. 

1929માં મેરઠમાં પાછા ફર્યા અને કોંગ્રેસમાં જોડાયા હતા.

સ્વતંત્રતાના આંદોલનમાં, ખાસ કરીને 1930ના મીઠા સત્યાગ્રહમાં ભાગ લીધો. તેમને છ માસની જેલની સજા થઈ. 1940માં વ્યક્તિગત સત્યાગ્રહમાં જોડાયા તેથી એક વર્ષની સજા થઈ. ફરીથી 1942ની ચળવળમાં ભાગ લેતાં જેલવાસ ભોગવ્યો.

1937માં તેઓ છપરોલી બેઠક પરથી ઉત્તરપ્રદેશ વિધાનસભામાં ચૂંટાઇ આવ્યા હતા. ત્યાર બાદ 1946, 1952, 1962,1967માં પણ એ મતક્ષેત્રનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 

1946માં ગોવિંદ વલ્લભ પંતની સરકારમાં સંસદીય મંત્રીપદ ઉપરાંત તેમણે મહેસૂલ, તબીબી અને જાહેર આરોગ્ય, ન્યાય, માહિતી, વગેરે વિભાગોમાં કામગીરી કરી હતી. 

જૂન 1951માં રાજ્યમાં કેબિનેટ મંત્રી બનાવીને તેમને ન્યાય અને માહિતી વિભાગ સોંપવામાં આવ્યા હતા. 

1952માં ડો.સંપૂર્ણાનંદ પ્રધાનમંડળમાં તેઓ મહેસૂલ અને કૃષિ કેબિનેટ મંત્રી રહ્યા હતા. એપ્રિલ, 1959માં તેમણે મંત્રીપદેથી રાજીનામું આપ્યું ત્યારે મહેસૂલ અને પરિવહન વિભાગનો હવાલો સંભાળી રહ્યા હતા. 

1960માં શ્રી સી.બી. ગુપ્તાના મંત્રીમંડળમાં તેમણે ગૃહ અને કૃષિમંત્રીપદ સંભાળ્યું હતું. 

1962-63માં શ્રીમતી સૂચેતા ક્રિપલાની મંત્રાલયમાં ચૌધરી ચરણસિંહે કૃષિ અને જંગલમંત્રી પદ સંભાળ્યું હતું. 1965માં કૃષિ વિભાગ ત્યજીને 1966માં સ્થાનિક સ્વરાજ સંસ્થાઓનો વિભાગ સંભાળ્યો હતો.

1967માં કૉંગ્રેસમાંથી રાજીનામું આપી ‘ભારતીય ક્રાંતિદળ’ની સ્થાપના કરી.

વિધાનસભામાં સમાજવાદી અને બીજા પક્ષો સાથે જોડાણ કરી તેઓ 1967માં અને 1970માં ઉત્તરપ્રદેશના પંતપ્રધાન બન્યા. 1977માં જનતા પક્ષની રચનામાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી. તેઓ સંસદમાં ચૂંટાઈ આવ્યા અને ગૃહપ્રધાન બન્યા. 1979માં નાયબ વડાપ્રધાન અને નાણાપ્રધાન બન્યા. ‘લોકદળ’ પક્ષની રચના કરી. જુલાઈ 1979માં વડાપ્રધાન બન્યા અને આ સ્થાન પર જાન્યુઆરી 1980 સુધી ચાલુ રહ્યા.

કોંગ્રેસના ભાગલા પડતાં ફેબ્રુઆરી 1970માં તેઓ કોંગ્રેસના સમર્થનથી બીજી વાર ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી બન્યા હતા. જોકે રાજ્યમાં બે ઓક્ટોબર, 1970ના રોજ રાષ્ટ્રપતિ શાસન અમલી બન્યું હતું.
અનેક પદ પર રહીને ઉત્તરપ્રદેશની સેવા કરી ચૂકેલા પોતાના કઠોર પરિશ્રમ બદલ જાણીતા હતા. 

વહીવટીતંત્રની બિનકાર્યક્ષમતા અને ભષ્ટાચારને તેઓ લેશમાત્ર સાંખી લેતા નહોતા. સંસદીય અને વ્યવહારુ વલણ વસેલું હોવા ઉપરાંત વક્તવ્યની છટા અને પ્રતિબદ્ધતા માટે હિંમત દાખવવા બદલ પણ તેઓ જાણિતા હતા.

તેઓ ઉત્તરપ્રદેશમાં થયેલા જમીન સુધારણાના શિલ્પી હતી. જમીન સુધારણા વિભાગની રચના અને તેને અંતિમ ઓપ આપવામાં શ્રી ચૌધરી ચરણસિંહની મહત્વની ભૂમિકા રહી. તેમણે કરેલી પહેલને પગલે જ ઉત્તરપ્રદેશમાં મંત્રીઓ દ્વારા મેળવાતા ઉંચા વેતનો અને અન્ય અધિકારો પર કાપ મૂકાયો હતો. મુખ્યમંત્રી હોવાની રૂએ તેમણે ‘લેન્ડ હોલ્ડિંગ એક્ટ, 1960, અમલી બનાવવા સઘન ભૂમિકા અદા કરી હતી. રાજ્યમાં સમાનતાનું વાતાવરણ ઉભું કરવા લેન્ડ હોલ્ડિંગની મર્યાદાને નીચી લાવવા આ કાયદો અમલી બનાવવામાં આવ્યો છે.

પાયાની લોકપ્રિયતા ધરાવતા હોવાને મુદ્દે દેશના ગણતરીના નેતાઓ જ ચૌધરી ચરણસિંહ સાથે તુલનામાં આવી શકે. સમર્પિત, જાહેર સેવક અને સામાજિક ન્યાયમાં શ્રદ્ધા ધરાવતા ચૌધરી ચરણસિંહ લાખ્ખો ગ્રામીણજનોનો વિશ્વાસ ધરાવતા હતા અને એ જ તેમની તાકાત હતી.

ચૌધરી ચરણસિંહ સાદગીપૂર્ણ જીવન જીવ્યા હતા અને ફાજલ સમયનો ઉપયોગ વાંચન-લેખન પાછળ કરતાં હતા. ‘જમીનદારી નાબૂદી’, ‘સહકારી ખેતી એક્સ-રે’, ‘ભારતની ગરીબી અને સમાધાન’, ગ્રામીણોની માલિકી અથવા કામદારોની જમીન સહિત અનેક પુસ્તકો અને ચોપાનિયાના તેઓ લેખક રહ્યા હતા.

૨૯/૦૫/૧૯૯૦ ના રોજ ચૌધરી ચરણસિંહ ની યાદમાં એક રૂપિયાનો સ્ટેમ્પ બહાર પાડ્યો હતો.

૨૯ મે ૧૯૮૭ ના રોજ ન્યુ દિલ્હી ખાતે તેનું અવસાન થયું હતું. તેના સમાધિ સ્થળને "કિસાનઘાટ" તરીકે પણ ઓળખાય છે.

જો રાષ્ટ્રીય કિસાન દિવસ ૨૩ ડિસેમ્બર એ ઉજવાઈ છે તો  ૧૭ એપ્રિલ એ આંતરરાષ્ટ્રીય કિસાન દિવસ ઉજવાય છે

11 December, 2021

જનરલ બિપિન રાવત

 જનરલ બિપિન રાવત

CDS( ચીફ ઓફ ડેફેન્સ સ્ટાફ)

(ભારતના પ્રથમ CDS)


જન્મતારીખ: 16 માર્ચ 1958

જન્મ સ્થળ: પૌરી, ગઢવાલ ,ઉત્તરાખંડ 

પિતાનુ નામ: લક્ષ્મણસિંહ 

માતાનું નામ:

અવશાન: 8 ડીસેમ્બર 2021 (કુન્નુર, તમિલનાડુ)



* चीफ ऑफ डिफेंस स्टाफ (सीडीएस) जनरल बिपिन रावत और उनकी पत्नी मधुलिका रावत का 08 दिसंबर 2021 को निधन हो गया है. 


* मीडिया रिपोर्ट के अनुसार, तमिलनाडु के कन्नूर में वायुसेना के हेलिकॉप्टर क्रैश के बाद जनरल रावत घायल हालत में अस्पताल में भर्ती कराया गया था, जहां उन्होंने जिंदगी को अलविदा कह दिया.


* सीडीएस बिपिन रावत के साथ विमान में पत्नी और वरिष्ठ सैन्य अधिकारियों समेत 14 लोग सवार थे. वायुसेना ने ट्वीट कर इसकी जानकारी दी है. 


* वायुसेना ने कहा कि 14 में से 13 लोगों की मौत हुई है. ग्रुप कैप्टन वरुण सिंह का इलाज चल रहा है. यह विमान सूलूर से वेलिंगटन के लिए उड़ा था और कुछ देर बाद क्रैश हो गया


* सेना प्रमुख जनरल बिपिन रावत को देश का पहला चीफ ऑफ डिफेंस स्टाफ (CDS) नियुक्त किया गया था


* बिपिन रावत, 31 दिसंबर 2019 को सेना प्रमुख के पद से रिटायर हो गए और उन्हें 1 जनवरी 2020 से CDS नियुक्त किया गया


* सीडीएस बनाए जाने से पहले बिपिन रावत 27वें थल सेनाध्यक्ष थे


* आर्मी चीफ बनाए जाने से पहले उन्हें 1 सितंबर 2016 को भारतीय सेना का उप सेना प्रमुख नियुक्त किया गया था


* सेना प्रमुख बिपिन रावत का जन्म 16 मार्च 1958 को उत्तराखण्ड के पौढ़ी गढ़वाल में हुआ था


* बिपिन रावत के पिता एलएस रावत भी सेना में अधिकारी थे वे भारतीय सेना के डिप्टी चीफ के पद से रिटायर हुए थे


* जरनल बिपिन रावत, सेंट एडवर्ड स्कूल, शिमला, और राष्ट्रीय रक्षा अकादमी, खडकसला के पूर्व छात्र हैं


* उन्हें दिसंबर 1978 में भारतीय सैन्य अकादमी, देहरादून से ग्यारह गोरखा राइफल्स की पांचवीं बटालियन में नियुक्त किया गया था, जहां उन्हें 'स्वॉर्ड ऑफ़ ऑनर 'से सम्मानित किया गया था


* उनके पास आतंकवाद रोधी अभियानों में काम करने का 10 वर्षों का अनुभव है


* जनरल बिपिन रावत को उच्च ऊंचाई वाले युद्ध क्षेत्र, और आतंकवाद रोधी अभियानों में कमान संभालने का अनुभव है


* उन्होंने पूर्वी क्षेत्र में एक इन्फैंट्री बटालियन की कमान संभाली है


* एक राष्ट्रीय राइफल्स सेक्टर और कश्मीर घाटी में एक इन्फैंट्री डिवीजन की भी कमान संभाली है


* रक्षा सेवा स्टाफ कॉलेज, वेलिंगटन और राष्ट्रीय रक्षा कॉलेज पाठ्यक्रम के एक पूर्व छात्र, जनरल बिपिन रावत, ने सेना में 38 से अधिक वर्षों तक देश की सेवा की है


* उन्हें वीरता और विशिष्ट सेवाओं के लिए यूआईएसएम, एवीएसएम, वाईएसएम, एसएम के साथ सम्मानित किया जा चुका है


* उन्होंने 'राष्ट्रीय सुरक्षा' और 'लीडरशिप' पर कई लेख लिखे हैं, जो विभिन्न पत्रिकाओं और प्रकाशनों में प्रकाशित हुए हैं


* उन्होंने मद्रास विश्वविद्यालय से रक्षा अध्ययन में एम. फिल की डिग्री हासिल की है


* उन्होंने मैनेजमेंट और कंप्यूटर स्टडीज में डिप्लोमा हासिल किया है

* जनरल बिपिन रावत ने सैन्य मीडिया रणनीतिक अध्ययन पर अपना शोध पूरा किया है

* 2011 में चौधरी चरण सिंह विश्वविद्यालय, मेरठ से डॉक्टरेट ऑफ फिलॉसफी (पीएचडी) से उन्हें सम्मानित किया गया

જનરલ બિપિન રાવતે 1 જાન્યુઆરી 2020ના રોજ ભારતના પ્રથમ CDS તરીકેનો પદભાર સંભાળ્યો હતો. જનરલ રાવત 1978માં ગોરખા રાઈફલ્સમાં શામેલ થયા અને ડિસેમ્બર 2016માં 27માં થલ સેનાના પ્રમુખ બન્યા હતા.

જનરલ બિપિન રાવત ખૂબ જ દિલના સાફ વ્યક્તિ હતા. જેઓ તેમને ઓળખતા હતા તેઓ કહે છે કે તે જ્યાં પણ રહેતા હતા, તેવા જ વાતાવરણથી તેઓ ટેવાઈ જતાં હતાં

જનરલ રાવતે દેશ માટે ઘણા સંરક્ષણ મિશનનું નેતૃત્વ કર્યું. તેમની ગણના દેશના શ્રેષ્ઠ રણનીતિકારોમાં થતી હતી. તેમણે દેશની સરહદોની સુરક્ષા તો કરી જ પરંતુ દેશવાસીઓ માટે પણ તેમને ઘણો પ્રેમ હતો. તે જે પણ પ્રસંગમાં જાય ત્યાં તેની અમીટ છાપ છોડી જતાં હતા.

કોરોના કાળ દરમિયાનબિપિન રાવતે પોતાની સેલેરીમાથી દર મહિને 50 હજાર રુપિયા પ્રધાનમંત્રી ફંડમાં જમા કરાવતા હતા.

તમિલનાડુના વેલિંગ્ટનમાં આવેલી ડિફેન્સ સર્વિસ સ્ટાફ કોલેજ, જ્યાં તે લેક્ચર આપવા જઈ રહ્યા હતા, તે વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત લશ્કરી તાલીમ સંસ્થાઓમાંની એક છે. જ્યાં ભારતીય સેનાના ત્રણેય ભાગોના અધિકારીઓને તાલીમ આપવામાં આવે છે. 30 થી વધુ દેશોના સૈન્ય અધિકારીઓ અહીં તાલીમ લેવા આવે છે. આ સંસ્થામાં લશ્કરી અધિકારીઓને યુદ્ધની વ્યૂહરચના બનાવવાનું શીખવવામાં આવે છે.

8 ડિસેમ્બર 2021ના રોજ તમિલનાડુમાં એરફોર્સ (IAF)નું  Mi-17 VH હેલિકોપ્ટર ક્રેશ થતાં દેશના પ્રથમ CDS જનરલ બિપિન રાવત, તેમની પત્ની મધુલિકા રાવત અને અન્ય 11 લોકોના મોત થયા હતા. 



જનરલ બિપિન રાવત વિશે વધુ માટે અહી ક્લિક કરવી.





03 December, 2021

ડો. રાજેન્દ્રપ્રસાદ

 ડો. રાજેન્દ્રપ્રસાદ

ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ અને બંધારણ સમિતિના અધ્યક્ષ


જન્મતારીખ: 3 ડિસેમ્બર 1884

જન્મ સ્થળ: ઝેરડે, સિવાન જીલ્લો, બિહાર

પિતાનું નામ: મહાદેવ સહાય

માતાનું નામ: કમલેશ્વરી દેવી

અવશાન: 28 ફેબ્રુઆરી 1963 (પટના, બિહાર)

ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ભારતનાં પ્રથમ રાષ્ટ્રપતિ હતા. તેઓ સ્વાતંત્ર સેનાની હતા અને કોંગ્રેસ પક્ષનાં નેતા હતા. તેઓએ ભારતનાં સ્વાતંત્ર્ય સંગ્રામ માં આગળ પડતો ભાગ લીધેલ. 

રાષ્ટ્રપતિ હોવા છતાં તેમનું જીવન ખૂબ જ સરળ હતું. ડૉ. રાજેન્દ્ર પ્રસાદ સામાન્ય રીતે કોઈ પણ પ્રકારનાં વિવાદથી દૂર રહ્યા હતા, તેથી લોકો તેમને રાજેન્દ્ર બાબુ અથવા દેશરત્ન કહેતા હતા

બંધારણ સભા દ્વારા 24 જાન્યુઆરી 1950ના રોજ તેઓ સર્વાનુમતે સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા

1952 અને 1957માં તેઓ સતત 2 વખત ચૂંટાયા અને આ સિદ્ધિ હાંસલ કરનારા તેઓ ભારતના એકમાત્ર રાષ્ટ્રપતિ બન્યા.


મુઘલ બગીચા ખાતે રાષ્ટ્રપતિ ભવનમાં તેમના કાર્યકાળ દરમિયાન પ્રથમ વખત એક મહિના માટે જાહેર જનતા માટે દરવાજા ખુલ્લા રાખવામાં આવ્યા અને ત્યારથી તે દિલ્હીના લોકો અને દેશ માટે એક મોટી આકર્ષણની બાબત હતી.

તેમણે બંધારણ સભાના પ્રમુખ તરીકે ભારતનાં બંધારણનો મુસદ્દો તૈયાર કરેલ.


 તેઓએ સ્વતંત્ર ભારતની પ્રથમ સરકારમાં કેબિનેટ પ્રધાન તરીકે સેવા આપેલી


રાજેન્દ્ર પ્રસાદ નો જન્મ બિહારનાં સિવાન જિલ્લામાં છપરા નજીક આવેલ ઝેરડૈ ગામમાં થયેલ. તેમનાં પિતા મહાદેવ સહાય પર્શિયન અને સંસ્કૃત ભાષાનાં વિદ્વાન હતા. તેમનાં માતા કમલેશ્વરી દેવી ધાર્મિક પ્રકૃતિનાં હતાં,તેઓ રાજેન્દ્ર પ્રસાદને રામાયણની કથાઓ સંભળાવતા. પાંચ વર્ષની ઉમરે બાળ રાજેન્દ્ર પ્રસાદને એક મૌલવી પાસે પર્શિયન ભાષા શિખવા માટે મોકલાતા. ત્યાર બાદ તેઓને છપરા જિલ્લા શાળામાં પ્રાથમિક શિક્ષણ માટે દાખલ કરાયા.


 તેઓનાં લગ્ન ૧૨ વર્ષની ઉમરે રાજવંશી દેવી સાથે કરવામાં આવ્યા. ત્યાર બાદ તેઓ તેમનાં મોટાભાઈ મહેન્દ્ર પ્રસાદ સાથે પટણાની આર.કે.ઘોષ એકેડેમીમાં અભ્યાસ માટે દાખલ થયા. જોકે થોડાજ સમયમાં તેઓ ફરી છપરા જિલ્લા શાળામાં પરત આવી અને ત્યાંથી તેમણે ૧૮ વર્ષની ઉમરે કલકત્તા યુનિવર્સિટીનીં પ્રવેશ પરીક્ષા પસાર કરી.


 તેઓએ ૧૯૦૨ માં "પ્રેસિડેન્સી કોલેજ" માં પ્રવેશ મેળવ્યો. બિહાર કેસરી ડૉ.શ્રી ક્રિષ્ન સિંહા અને બિહાર વિભૂતી ડૉ. અનુરાગ નારાયણ સિંહા નાં સંપર્કમાં તેમનાંમાં દેશસેવાની ભાવના જાગૃત થઇ. 


૧૯૧૫માં તેઓએ કાયદાશાસ્ત્રમાં ઑનર્સ અનુસ્નાતકની ઉપાધિ, સુવર્ણ ચંદ્રક સાથે પ્રાપ્ત કરી. 


બાદમાં કાયદાશાસ્ત્રમાં પીએચ.ડી.ની ઉપાધી પણ પ્રાપ્ત કરી. તેઓએ બિહારનાં ભાગલપુરમાં વકીલાત કરેલ,અને તે સમયમાં ત્યાં તેઓ બહુજ ખ્યાતનામ વ્યક્તિ ગણાયેલ.

વકીલાત શરૂ કર્યાનાં થોડાજ વખતમાં રાજેન્દ્ર પ્રસાદ આઝાદીની ચળવળમાં જોડાયા. મહાત્મા ગાંધીનાં આદેશથી તેઓએ ચંપારણ સત્યાગ્રહ માં સ્વયંસેવક તરીકે જોડાયા. 


મહાત્મા ગાંધી પ્રત્યે પૂરી વફાદારી, સમર્પણ અને ઉત્સાહ ધરાવી તેઓએ ૧૯૨૧ માં યુનિવર્સિટીનાં સભ્ય પદેથી રાજીનામું આપ્યુ. 


તેઓએ મહાત્માજીનાં પશ્ચિમી શિક્ષણનાં બહિષ્કારની ચળવળનાં પ્રતિભાવમાં પોતાનાં પુત્ર મૃત્યુંજય પ્રસાદ, ખુબજ હોશિયાર વિધાર્થીને યુનિવર્સિટીમાંથી ઉઠાડી અને "બિહાર વિધાપીઠ" માં દાખલ કરાવ્યા, જ્યાં ભારતીય સંસ્કૃતિ મુજબનું શિક્ષણ પ્રદાન થતું હતું. 


તેઓએ "સર્ચલાઇટ" અને "દેશ" નામક પત્રોમાં લેખો પણ લખ્યા અને આ પત્રોને માટે ફાળો પણ કર્યો. તેઓ રજુઆતો,ચર્ચા અને પ્રવચનો માટે ખુબ પ્રવાસો કરતા. ૧૯૧૪માં બિહાર અને બંગાળમાં થયેલ પૂર હોનારતનાં અસરગ્રસ્તોને મદદ, રાહતકાર્યોમાં તેઓએ ખુબજ સક્રિય ભાગ ભજવેલ. 


૧૫ જાન્યુઆરી ૧૯૩૪ નાં રોજ બિહારમાં આવેલ ધરતીકંપ વખતે તેઓ જેલમાં હતા. આ સમય દરમિયાન રાજેન્દ્ર પ્રસાદે પોતાનાં ખાસ સાથીદાર અને વડીલ એવા "ડૉ. અનુરાગ નારાયણ સિંહા" ને તમામ જવાબદારીઓ સોંપી. 


જોકે બે દીવસ બાદ તેઓ જેલમુક્ત થયા. તેઓએ ફંડફાળો કરવાની જવાબદારી સ્વિકારી. આ સમયે ભારતનાં વાઇસરોયે પણ ફંડ શરૂ કરેલ, તેમનાં કરતાં લગભગ ત્રણ ગણું રૂ.૩૮,૦૦,૦૦૦ નું ફંડ રાજેન્દ્ર પ્રસાદે એકઠું કર્યુ. ૧૯૩૫ નાં "ક્વૅટા ભૂકંપ" વખતે, તેઓને દેશ છોડવાની મનાઇ હતી, તેમણે સિંધ અને પંજાબમાં રાહત સમિતીઓનું ગઠન કર્યુ.


ઓક્ટોબર ૧૯૩૪માં, મુંબઇ અધિવેશનમાં, તેઓ કોંગ્રેસનાં પ્રમુખ તરીકે ચુંટાયા. ત્યારબાદ ૧૯૩૯માં, સુભાષચંદ્ર બોઝનાં રાજીનામાં પછી, ફરીથી પ્રમુખપદે ચુંટાયા.

ભારત સ્વતંત્ર થયા પછી તેઓએ ભારતનાં પ્રથમ રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યભાર સંભાળ્યો. 


બાર વર્ષ પછી ૧૯૬૨ માં તેઓએ પોતાનાં હોદ્દા પરથી નિવૃતિની ઘોષણા કરી. તેઓને ભારતનાં સર્વોચ્ચ નાગરીક સન્માન ભારત રત્નથી વિભુષિત કરવામાં આવેલ.


રાજેન્દ્ર પ્રસાદે દેશની સામે ઘણા દાખલા રજૂ કર્યા હતા. રાષ્ટ્રીય ભંડોળમાં રાષ્ટ્રપતિ તરીકે મળેલ પગારનો અડધો ભાગ તે દાનમાં આપતા હતા.


સ્વતંત્રતા પહેલા રાજેન્દ્ર પ્રસાદ બિહારના ટોચના વકીલોમાંથી એક હતા. પટનામાં તેમનું એક મોટું મકાન હતું અને તે રાજાશાહી જીવન જીવતા હતા. તે સમયમાં પણ તેમની ફી મસમોટી હતી. પરંતુ તેઓ ગાંધીજીના અનુરોધ પર સ્વતંત્રતા સંગ્રામમાં જોડાયા અને ત્યાર પછી જીવન સરળતાથી જીવતા થયા. 

રાષ્ટ્રપતિ ભવન સુધી પહોંચ્યા બાદ પણ તેઓ પોતાની સાદગી માટે સર્વોપરી રહ્યા હતા. તે પહેલા એવા રાષ્ટ્રપતિ હતા જે જમીન પર આસાન પાથરી બેસતા હતા. તેમણે રાષ્ટ્રપતિ ભવનમાં અંગ્રેજી રીતભાત ફોલ કરવાનો ઈનકાર કર્યો હતો.

તેમની કર્તવ્યપરાયણતાના ઘણા બનાવ છે. કર્તવ્ય માટે પરિવાર સુધીને ભુલાવી દેવાનો તેનો કિસ્સો તો લોહપુરૂષ સરદાર પટેલની યાદ કરાવે છે. વકીલ રહેલા સરદાર પટેલને એક વાર કોર્ટમાં તેમના મુવ્ક્કિલ માટે દલીલ દરમિયાન પત્નીના મૃત્યુનો તાર મળ્યો. તે વાંચીને, તેણે પહેલા ચર્ચા પૂરી કરી, પછી ઘર તરફ પ્રયાણ કર્યું. ડૉ. રાજેન્દ્ર પ્રસાદનો 1960ના પ્રજાસત્તાક દિવસનો આવો જ એક કિસ્સો છે. પ્રજાસત્તાક દિવસના એક દિવસ પહેલા જ તેમની મોટી બહેનનું અવસાન થયું હતું. ત્યારબાદ બહેનના મૃતદેહને છોડીને પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભાગ લીધો હતો.


રાષ્ટ્રપતિના રૂપમાં છુપાવ્યો બહેનની મૃત્યુનુ દુખ

રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદની મોટી બહેન ભગવતી દેવીનું 25 જાન્યુઆરી 1960ની મોડી સાંજે અવસાન થયું. તેની બહેનના મૃત્યુથી તેને ખૂબ જ આઘાત લાગ્યો હતો. તે આખી રાત મૃતદેહ પાસે બેસી રહ્યો. રાત્રિના અંતે, પરિવારના સભ્યોએ તેમને બીજા દિવસે સવારે રાષ્ટ્રપતિ તરીકે ગણતંત્ર દિવસની ઉજવણીમાં હાજરી આપવાનું યાદ અપાવ્યું. આ પછી, આંસુ લૂછ્યા પછી, તેઓ તૈયાર થયા અને સવારે પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં પરેડની સલામી લેવા આવ્યા. સમારંભ દરમિયાન તે સંપૂર્ણ સંયમમાં રહ્યો. ત્યારે દેશે રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદને જોયા, ભાઈ રાજેન્દ્ર પ્રસાદે પોતાનું દુ:ખ છુપાવ્યું.
પ્રજાસત્તાક દિવસની ઉજવણી પછી ખૂબ રડ્યા
પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ભાગ લીધા બાદ રાજેન્દ્ર પ્રસાદ ફરીથી બહેનના મૃતદેહ પાસે પહોંચ્યા. હવે તેની ધીરજનો બંધ તૂટી ગયો હતો. આ પછી, તે દિલ્હીના યમુના જાટમાં અંતિમ સંસ્કાર સુધી ઘણી વખત રડતો જોવા મળ્યો હતો. તેણે તેની બહેનના અંતિમ સંસ્કાર કર્યા

ડો. રાજેન્દ્ર પ્રસાદનું સાહિત્યક્ષેત્રે યોગદાન

  • ચાંદમામા મેગેઝિનના સ્વામી (1948) ના અંક દ્વારા કોંગ્રેસ અધ્યક્ષ તરીકે પ્રસાદનું પોટ્રેટ
  • ચંપારણમાં સત્યાગ્રહ (1922)
  • બંકીપુરજેલ માં તેના 3 વર્ષના જેલની સજા દરમિયાન લખેલા
  • મહાત્મા ગાંધી અને બિહાર, કેટલીક યાદ (1949)
    બાપુ કે કદમોં મે (1954)
  • આઝાદી હોવાથી (1960 માં પ્રકાશિત)
    ભારતીય શિક્ષા
  • મહાત્મા ગાંધીના ચરણોમાં.

  • તેમનું 28 ફેબ્રુઆરી 1963 ના રોજ, 78 વર્ષની વયે અવસાન થયું હતું. હદય રોગના હુમલાને કારણે તેમનું અવસાન થયું હતું.

04 April, 2021

ખલીલ ધનતેજવી

 ખલીલ ધનતેજવી

મૂર્ધન્ય કવિ-શાયર-ગઝલકાર-લેખક





 ‍જન્મતારીખ: 12 ડિસેમ્બર 1935

જન્મસ્થળ: ધનતેજ, વડોદરા

અવશાન:  4 એપ્રિલ 2021 (વડોદરા) (86 વર્ષ)

તેઓ ગુજરાતી અને ઉર્દૂ ગઝલકાર હતા, તેઓ મુશાયરાઓના બાદશાહ કહેવાતા, તેમણે ગુજરાતી ગઝલને લોકપ્રિય બનાવી હતી.

મૂળ વડોદરાના ધનતેજના વતની ખલીલ ધનતેજવીનું સાચું નામ ખલીલ ઈસ્માઈલ મકરાણી હતું. ફક્ત ચાર ચોપડી ભણેલા ખલીલ  વડોદરામાં તેજસ્વી પત્રકાર તરીકે પણ કામગીરી કરી ચુક્યા છે. વર્ષ 2004માં તેમને કવિ કલાપી પુરસ્કાર અને વર્ષ 2013માં વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર અને વર્ષ 2019માં તેમને નરસિંહ મહેતા પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.

ખલીલ ધનતેજવી સાહિત્યની સાથે સાથે પત્રકારત્વ, પ્રિન્ટિંગ પ્રેસ અને ફિલ્મ નિર્માણ સાથે સંકળાયેલા હતા

પોતાના ગામ પ્રત્યેના અપાર પ્રેમને કારણે ખલીલે પોતાનું નામ બદલીને પોતાની અટકની જગ્યાએ પોતાના ગામનું નામ રાખી લીધું. ત્યાર બાદ તેઓ સાહિત્ય જગતમાં ખલીલ ધનતેજવીના નામથી ઓળખાતા થયાં

ખલીલ ધનતેજવી ગુજરાત સમાચારના કટાર લેખક હતા. રવિપૂર્તિમાં ખુલ્લાં બારણે ટકોરા કોલમ લખતાં હતા. બુધવારની શતદલ પૂર્તિમાં ત્રિકોણનો ચોથો ખૂણો નામની કોલમમાં તેઓ સાંપ્રત પ્રવાહો વિશે લખતા હતા.

તેમણે નવલકથાઓ લખી હતી જેના પરથી ગુજરાતી ફિલ્મો પણ બની હતી. 

ખલીલ ધનતેજવીએ ઘણી ગુજરાતી ફિલ્મોમાં પટકથા લેખક તરીકે પણ કામ કર્યું હતું. છૂટાછેડા ફિલ્મના લેખન અને દિગ્દર્શન માટે તેમને રાજ્યકક્ષાના પુરસ્કારો પણ મળ્યા હતા.


૪ એપ્રિલ ૨૦૨૧ના રોજ વડોદરા ખાતે શ્વાસ લેવાની તકલીફના કારણે તેમનું અવસાન થયું હતું

ગઝલસંગ્રહ

  • સાદગી
  • સારાંશ (૨૦૦૮)
  • સરોવર (૨૦૧૮)
  • સોગાત
  • સૂર્યમુખી
  • સાયબા
  • સાંવરિયો
  • સગપણ
  • સોપાન
  • સારંગી

નવલકથા

  • ડો. રેખા (૧૯૭૪)
  • તરસ્યાં એકાંત (૧૯૮૦)
  • મીણની આંગળીએ સૂરજ ઊગ્યો (૧૯૮૪)
  • લીલા પાંદડે પાનખર (૧૯૮૬)
  • સન્નાટાની ચીસ (૧૯૮૭)
  • સાવ અધૂરા લોક (૧૯૯૧)
  • લીલોછમ તડકો (૧૯૯૪)



અબ મેં રાશન કી કતારો મે નજર આતા હું

અપને ખેતો સે બીછડ ને કી સજા પાતાં હું

             આ ગઝલને તો વિખ્યાત ગાયક જગજીતસિંહે કંઠ આપ્યો હતો.


વાત મારી જેને સમજાતી નથી એ ગમે તે હોય ગુજરાતી નથી.


ખાલી ગઝલ જો હોય તો ફટકારી મારીએ

આ તો હદયની વાત છે, હાંફી જવાય છે.


તેમના જાણીતા શેર

હું ખલીલ, આજે મર્યો છું, એ પ્રથમ ઘટના નથી,

જિન્દગીભર હપ્તે હપ્તે રોજ ચૂકવાયો હતો.


એક તો આ જિંદગી ઓછી મળી,

એમાં જીવનભરની ખામોશી મળી.

ક્યાંક અમને વાર લાગી પહોંચતાં,

ક્યાંક અમને બાતમી ખોટી મળી.


ખલીલ, આ મહેફિલોમાં કાલ હું આવું કે ના આવું,

ફરક શું પડશે કોઈના અહીં હોવા ના હોવાથી.


કોઈ સ્થળે બેચાર મરે છે,

ક્યાંક કશે દસબાર મરે છે;

હિન્દુ મુસ્લિમ બંને સલામત,

માણસ વારંવાર મરે છે.


રગ રગને રોમ રોમથી તૂટી જવાય છે,

તો પણ મઝાની વાત કે જીવી જવાય છે;

ખાલી ગઝલ જો હોય તો ફટકારી કાઢીએ,

આ તો હ્રદયની વાત છે, હાંફી જવાય છે !


હું ચહેરો ત્યાં જ છોડીને તને મળવા નહિ આવું,

કે દર્પણ તોડી ફોડીને તને મળવા નહિ આવું.

ખલીલ ! આવીશ તો કે’ જે કે ઉઘાડેછોગ હું આવીશ,

હું માથામોઢ ઓઢીને તને મળવા નહિ આવું

તમે મન મૂકી વરસો, ઝાપટું આપણને નહીં ફાવે,
અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે.


એના ઘરની એક બારી મારા ઘર સામે હતી
મારી જે દુનિયા હતી મારી નજર સામે હતી


સ્થિર જળ સાથે અટકચાળા ન કર
કાંકરા નાખીને કૂંડાળા ન કર


રોજ આવે છે સ્વપ્ના પગને,
બોલાવે છે રસ્તા પગને.

તારા તરફ ફંટાઉં ત્યારે,
થાય છે જલસા જલસા પગને.


નદીને પૂછો, ગગનને પૂછો, ધરાને પૂછો શું પૂછવું છે,
હજાર પ્રશ્નો છે સૌની પાસે, બધાને પૂછો શું પૂછવું છે.