મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

Showing posts with label નિર્વાણ દિન. Show all posts
Showing posts with label નિર્વાણ દિન. Show all posts

30 January, 2021

ગાંંધીજી નિર્વાણ દિન

 ગાંંધીજી નિર્વાણ દિન

શહિદ દિન

30 જાન્યુઆરી



30 જાન્યુઆરી 1948ને શુક્રવારે નથુરામ ગોડસે દ્વારા બિરલા હાઉસ ખાતે  મહાત્મા ગાંધીજીને ત્રણ ગોળી મારી હત્યા કરી હતી તેની યાદમાં  30 જાન્યુઆરીને  શહીદ દિવસ  ઉજવવામાં આવે છે.

30 જાન્યુઆરી, 1948ને શુક્રવાર એ દિવસ બાકીના દિવસોની જેમ જ શરુ થયો હતો, પરંતુ સાંજ સુધીમાં તે માત્ર દેશ નહીં પરંતુ દુનિયાનો ઇતિહાસનો સૌથી દુઃખદ દિવસ બની ગયો. કારણ કે છેલ્લા દિવસે સવારે 3-30 વાગ્યે જાગી જનાર સાબરમતીના સંતનું શરીર સાંજે 5-15 વાગ્યે બંદૂકની ગોળીઓથી વીંધાય ગયું હતું. અને દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ ‘હે રામ’ બોલી દુનિયાને અલવિદા કહી દીધું હતું.



વર્ષ 1948ની 30મી જાન્યુઆરીએ નથુરામ ગોડસેએ બંદુકમાંથી એક પછી એક ત્રણ ગોળી છોડી ગાંધીજીની હત્યા કરી.



દેશને ખાતર પ્રાણનું બલિદાન આપનાર મહાત્મા ગાંધીની યાદમાં દર વર્ષે 30 જાન્યુઆરીને ‘શહીદ દિવસ’ તરીકે ઓળખવામાં આવે છે.

આ સમયે આખા દેશમાં મહાત્મા ગાંધી સહિત અન્ય શહીદોની યાદમાં 11 વાગ્યે બે મિનિટનું મૌન રાખવામાં આવે છે. આ દરમ્યાન વિશેષ રીતે તમામ ધર્મોના લોકો પ્રાર્થનાનું આયોજન કરે છે.



ગાંધીજીના જીવન અને કાર્ય અંગે કેટકેટલું લખાયું છે, અને લખાતું રહેશે. એમના સત્ય અને અહિંસાના વિચારો આજના સમયે પણ એટલા જ સાર્થક છે. ડો.માર્ટીન લ્યુથર કિંગની આગેવાની હેઠળ લડાયેલ અમેરિકાની અહિંસક સામાજિક ક્રાંતિમાં અને દક્ષિણ આફ્રિકામાં નેલ્સન મંડેલાની સ્વતંત્રતાની લડતમાં ગાંધી વિચારોની અસર સ્પષ્ટ જણાઈ આવે છે.

દર વર્ષે આ દિવસે રાષ્ટ્રપતિ, ઉપ-રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, રક્ષા મંત્રી અને ત્રણ સેનાના પ્રમુખ રાજઘાટ સ્થિત મહાત્મા ગાંધી ની સમાધિ પર તેમને શ્રદ્ધાંજલિ આપે છે. સાથે સેનાના જવાન આ સમયે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપતા તેમના માનમાં પોતાના હથિયાર નીચે મુકે છે.




30મી જાન્યુઆરી એ સમગ્ર દેશમાં ‘શહીદ દિવસ’ તરીકે ઉજવાય છે. આ દિવસે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની નવી દિલ્હી ખાતે હત્યા થઇ હતી. બાપુના નિર્વાણ દિવસને આઝાદીની સમસ્ત ચળવળ દરમિયાન દેશ માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર શહીદોને યાદ કરી બપોરે 11:૦૦ વાગે સમગ્ર દેશમાં બે મિનિટનું મૌન પાળવાની પ્રથા છે.

અહિંસા, ભાઈચારો, સત્ય જેવા સનાતન મુલ્યો માટે જીવન પર્યંત સંઘર્ષ કરનાર ગાંધી બાપુના જીવનમાંથી દેશ અને દુનિયામાં અનેક માણસોએ પ્રેરણા મેળવી છે અને પોતાનું જીવન ધન્ય બનાવ્યું છે. અનેક રાષ્ટ્ર-પ્રમુખોએ તેમના સિદ્ધાંતો દ્વારા પોતાના રાજકીય અને સામાજીક કાર્યક્રમોની રૂપરેખા ઘડીને સફળતા મેળવી છે. દુનિયામાં હાલમાં પણ ગાંધીજીના જીવન મુલ્યોને અનુસરનાર એક ખુબ મોટો વર્ગ છે. તેની સામે આપણા દેશમાં ગાંધી મૂલ્યોનો હ્રાસ થઇ રહ્યો હોય તેવું અનુભવાઈ રહ્યું છે. રાજકીય નેતાઓ અને પક્ષો માટે ગાંધીજી માત્ર નામ બની રહ્યા છે. મત મેળવવા આ નામની જરૂર હોવાથી અનિચ્છાએ પણ તે નામનો ઉપયોગ તો કરીએ છે પણ નીતિઓ અને જીવનમાંથી ગાંધી-મુલ્યો ધીમે ધીમે ભુલાઈ રહ્યા હોય તેમ સામાન્ય લોકોને લાગી રહ્યું છે. આવામાં ‘શહીદ દિવસ’ એ માત્ર ઔપચારિકતા બની રહે છે. કેટલાક તો બે મિનિટનું મૌન પણ પાળતા નથી. કેટલાકને ગાંધીજીના મુલ્યો પસંદ ના હોય તે શક્ય છે. લોકશાહીમાં દરેકને પોતાનો મત રજુ કરવાનો અધિકાર છે. પણ ‘શહીદ દિવસ’  એ સમગ્ર દેશના શહીદોને યાદ કરવાનો અવસર છે. આ દિવસનું માન સચવાય એ ઇચ્છનીય છે.

આજે દુનિયાભરમાંથી આયાત કરેલી ચીજ વસ્તુઓ માટે ભારત એ બજાર બન્યું છે ત્યારે ગાંધીની સ્વદેશીની વિચારસરણી આપણને ના ગમે. ડગલે ને પગલે જુઠ ઉપર ટકેલો આજનો વ્યવહાર ગાંધીના સત્યના આગ્રહને ના માને. રોજ-બરોજ હિંસાને મહત્વ આપતો આજનો સમાજ ગાંધીના અહિંસાના સિદ્ધાંતને ના સમજે. દેખાડો કરવાના શોખીન આપણને એક પોતડીમાં લપેટાયેલા ગાંધીનું શરીર ફેશનેબલ નહી લાગે. આ બધું સ્વાભાવિક લાગે છે પણ જે સમય, વાતાવરણ અને પરિસ્થિતિઓમાં આ સિદ્ધાંતો સાથે ગાંધીજી જીવ્યા એ પરિસ્થિતિઓ આજના કરતા વધારે પ્રતિકુળ હતી. અને એટલે જ આજે અગાઉ કરતા પણ વધુ ગાંધી મુલ્યોના ફેલાવાની જરૂર છે. સાચે જ, આઇન્સ્ટાઇને ગાંધીજી માટે કહેલું કે ‘લોકો વિશ્વાસ નહી કરે કે હાડ-માંસનો આવો માનવી ખરેખર જીવતો હતો’.  અર્થાત, આવા મુલ્યો સાથે જીવાય તેવું લોકો માની પણ નહી શકે. એ કથનને આજે આપણે એક સદી કરતા પણ ઓછા સમયમાં સાચુ સાબિત કરી દીધું.

મા ભોમની સ્વતંત્રતા અને ખુશહાલી માટે કુરબાની આપનાર તમામ નામી-અનામી શહીદોને આજના દિવસે કોટી કોટી વંદન કરી દેશના સામાન્ય જન તરીકે આવો આપણે સૌ ‘શહીદ દિવસ’ ને મન, કર્મ અને વચનથી સાર્થક કરવાનો સંકલ્પ કરીએ.

વિવિધ સ્વાતંત્ર્ય સેનાની સમાધિ સ્થળ