વિશ્વ મેલેરિયા દિવસ (World Malaria Day)
25 એપ્રિલ
વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા 25 એપ્રિલને 'વિશ્વ મેલેરિયા દિવસ' જાહેર કરાયેલો છે,
વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ૨૦૦૮ થી ૨૫ એપ્રિલ વિશ્વ મેલેરિયા દિવસ તરીકે મનાવવામાં આવે છે. ૨૫ એપ્રિલ ૨૦૦૦ નાં રોજ ૪૪ આફ્રિકન દેશોના વડાઓએ મેલેરિયાની નાબૂદી માટે અબુજા ઠરાવ પસાર કરી મેલેરિયા નિયંત્રણ કાર્યક્રમ ઘડી કાઢ્યો હતો. તેની યાદમાં દર વર્ષે ૨૫ એપ્રિલ આફ્રિકન મેલેરિયા દિવસ તરીકે ૨૦૦૧ થી મનાવવાનું શરુ કરાવ્યું હતું. બાદમાં વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા વિશ્વ મેલેરિયા દિનની ઉજવણી પ્રતિ વર્ષ ૨૫ એપ્રિલ ૨૦૦૫ થી કરવામાં આવે છે. આ વર્ષની થીમ ‘ઝીરો મેલેરીયા સ્ટાર્ટ વીથ મી’ (મેલેરિયાના અંતની શરૂઆત મારા પ્રયત્નોથી) નકકી કરવામાં આવેલ છે.
ભારત સરકાર દ્વારા 2030 સુધી અને રાજ્ય સરકાર દ્વારા 2022 સુધીમાં મેલેરિયા મુક્ત ગુજરાતનું લક્ષ્ય પ્રાપ્ત કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે આ માટે 11 ફેબ્રુઆરી, 2016ના રોજ નેશનલ ફ્રેમવર્ક ફોર મલેરિયા એલિમિનેશન પ્રોગ્રામ 2016-20 લોન્ચ થયો.
મેલેરિયાના લક્ષણો
- સખત તાવ આવવો
- પરસેવો થવો
- ધ્રુજારી સાથે ઠંડી લાગવી
- માથુ દુખવું
- શરીર દુખવું
- થાક લાગવો
- ઉબકા આવવા
- ઉલટી થવી
- ડાયેરિયા થવો
- હંમેશ સુતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરવો
- જો વધારે મચ્છર આવતા હોય તો ઘરની બારીઓ ઉપર નેટ લગાવીએ. સાંજના સમયે મચ્છરોની ઘરમાં પ્રવેશવાની શક્યતા વધારે છે
- સ્વચ્છ ભારત મિશનમાં આટલું તો યોગદાન આપીજ શકાય કે… કમસે કમ આપણે તો ગંદકી ન જ ફેલાવીએ
- ઘરમાં તથા ઘરની આસપાસ મચ્છરોની ઉત્પતી થઇ શકે તેવી જગ્યાને શક્ય હોય તેટલી સ્વચ્છ રાખીએ તથા દવાનો છંટકાવ કરીએ.
- તાવ કે મેલેરીયાના કોઇ પણ લક્ષણો જણાય તો બેકાળજી ન રાખતા તાત્કાલીક એમ.બી.બી.એસ. અથવા એમ.ડી. ડોક્ટરની સલાહ લઇએ
બ્રિટિશ ડૉક્ટર સર રોનાલ્ડ રોસે 20 ઓગસ્ટ 1897માં કલકત્તા (હાલ કોલકાતા)ના પ્રેસિડેન્સી જનરલ હોસ્પિટલમાં માણસોમાં મલેરિયાની ઓળખ કરી હતી. ડૉ. રોનાલ્ડ રોસે મચ્છરનાં આંતરડાંમાં મલેરિયાના રોગાણુઓની ઓળખ કરી પુરવાર કર્યું હતું કે મચ્છર મલેરિયાના વાહક છે. મલેરિયાની શોધ માટે વર્ષ 1902માં તેમને નોબલ પુરસ્કાર મળ્યો હતો. તેમણે વર્ષ 1897માં પુરવાર કર્યું હતું કે માણસોમાં મલેરિયા માટે મચ્છર જવાબદાર છે.
કયા મચ્છરથી કઈ બીમારી?
એડીઝ: ચિકનગુનિયા, ડેન્ગ્યુ, તાવ, લિમ્ફેટિક ફાઈલેરિયા, ઝીકા
એનોફિલીઝ: મલેરિયા, લિમ્ફેટિક ફાઈલેરિયા(આફ્રિકામાં)
ક્યૂલેક્સ: જાપાની ઇન્સેફેલાઈટીસ, લિમ્ફેટિક ફાઈલેરિયા, વેસ્ટ નાઈલ ફીવર
2019માં વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO) દ્વારા વિશ્વ મેલેરિયા દિવસની થીમ 'ઝીરો મેલેરિયા સ્ટાર્ટ વિથ મી' એટલે કે 'મેલેરિયાના અંતની શરૂઆત તમારા પ્રયત્નોથી' નક્કી કરાઈ છે.