મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

08 September, 2022

International Literacy Day

 International Literacy Day

(વિશ્વ સાક્ષરતા દિન)

8 September


વિશ્વ સાક્ષરતા દિન વિશ્વમાં દર વર્ષે આઠમી સપ્ટેમ્બરના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસને વિશ્વ સાક્ષરતા દિન તરીકે ઉજવવાની જાહેરાત યુનેસ્કો (UNESCO) તરફથી ઈ. સ. ૧૯૬૫ના વર્ષમાં સત્તરમી નવેમ્બર ના દિવસે કરવામાં આવી હતી. આ દિવસની ઉજવણીની શરૂઆત ઈ. સ. ૧૯૬૬ના વર્ષથી કરવામાં આવી હતી. આ દિવસને વિશ્વ સાક્ષરતા દિન તરીકે ઉજવવાનો મુખ્ય હેતુ સાક્ષરતાનું મહત્વ દરેક વ્યક્તિ, સમુદાય તેમ જ સમાજને સમજાવી અને તેના વિષે જાગૃતિ લાવવાનો છે.

 

 યુનેસ્કોના ગ્લોબલ એજ્યુકેશન મોનિટરિંગ રિપોર્ટ અનુસાર, ભારત 2050 માં પ્રાથમિક શિક્ષણ, 2060 માં માધ્યમિક શિક્ષણ અને 2085 માં ઉચ્ચતર માધ્યમિક શિક્ષણનું વૈશ્વિક લક્ષ્‍‍ય પ્રાપ્ત કરવામાં સમર્થ હશે.

જો આપણે વર્તમાન સાક્ષરતા દરની સ્વતંત્ર રીતે આકારણી કરીએ, તો પરિસ્થિતિ થોડી સારી છે. આઝાદી બાદથી દેશમાં સાક્ષરતાનો ગ્રાફ 57 ટકા વધ્યો છે, પરંતુ છતાં આપણે વૈશ્વિક સ્તરે ઘણા પછાત છીએ. 

૨૦૧૧ ની વસ્તી ગણતરી મુજબ કેરળ (93.91%) સાથે ભારતનું સૌથી સાક્ષર રાજ્ય છે. જ્યારે બિહારમાં આ દર 63.8૨ ટકા છે, જ્યારે તેલંગાણા 66.50 ટકા સાક્ષરતા દર છે.

આ પછી લક્ષદ્વીપ (92.28%), મિઝોરમ (91.58%), ત્રિપુરા (87.75%) અને ગોવા (87.40%) આવે છે. બિહાર અને તેલંગાણા એ બે રાજ્યો એવા છે કે જેનો સાક્ષરતાના દર સૌથી ઓછો છે.

 

એક માહિતી અનુસાર, ભારતનો સાક્ષરતા દર વિશ્વના સાક્ષરતા દરથી 84% જેટલો ઓછો છે. જો કે, દેશમાં શરૂ કરાયેલા સર્વ શિક્ષા અભિયાન અને સાક્ષર ભારત દ્વારા આ દિશામાં અર્થપૂર્ણ પગલા લેવામાં આવ્યા છે. 

 

૨૦૧૧ ની વસ્તી ગણતરી મુજબ, ભારતમાં સાક્ષરતા દર 74.04% છે. તે જ સમયે, સ્વતંત્રતા દરમિયાન એટલે કે વર્ષ 1947 માં તે માત્ર 18 ટકા હતો. આ રીતે, આપણે કહી શકીએ કે પરિસ્થિતિમાં થોડોક સુધારો થયો છે.

ભારતમાં સાક્ષરતા દરમાં જાતિય સમાનતા પણ જોવા મળે છે. જેમ દેશમાં આર્થિક અસમાનતા છે, તેવી જ રીતે સાક્ષરતા પર મહિલાઓ અને પુરુષો વચ્ચે મોટો તફાવત છે. જ્યારે દેશમાં પુરુષોનો સાક્ષરતા દર 82.14 % છે, તે સ્ત્રીઓમાં ફક્ત 65.46% છે. સ્ત્રીઓમાં ઓછી સાક્ષરતાનું મુખ્ય કારણ અધધધ વસ્તી વધારો અને કુટુંબિક આયોજન વિશેની જાણકારીનો અભાવ જોવા મળી રહ્યું છે.

એક અભ્યાસ મુજબ એશિયાના કેટલાક દેશોની સરખામણીમાં ગુજરાતમાં સાક્ષરતાનો દર કુલ વ્યક્તિઓની રીતે 2001માં  69.1% હતો જયારે 2011માં 79.3% હાલના અભ્યાસ મુજબ ભારતમાં સાક્ષરતાનું પ્રમાણ 74.04% છે.  સ્ત્રીઓમાં સાક્ષરતા દર ગુજરાતમાં 2011માં 70.7% જેની સરખામણીએ ભારતમાં તે દર 65.46% જોવા મળ્યું છે. આમ પ્રમાણ વધવા સાથે એ પણ એટલું જ સાચું છે કે ગુજરાતમાં પુરુષોમાં 82.14%ની સરખામણીએ સ્ત્રીઓમાં 65.46% સાક્ષરતા દર હોવાથી  હજુ ભારતમાં અને ગુજરાતમાં ખાસ કરીને ગામડાઓમાં સ્ત્રીઓમાં શિક્ષણ પ્રત્યે ઉદાસીનતા વધુ જોવા મળે છે.


ભારતીય બંધારણની જોગવાઈ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને આધીન ૧૫ થી ૩૫ વયજુથની વ્યક્તિઓને સાક્ષર કરવાના હેતુથી તા. 5 મે 1988ના રોજ રાષ્ટ્રીય સાક્ષરતા મિશનની સ્થાપના કરવામાં આવી હતી. જેમાં ૩ તબક્કામાં સંપૂર્ણ સાક્ષરતા, અનુ સાક્ષરતા અને નિરંતર શિક્ષણ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હતા. 

ગુજરાતમાં 1991માં સંપૂર્ણ સાક્ષરતા કાર્યક્રમ હેઠળ પ્રથમ ૨ જીલ્લા ગાંધીનગર અને ભાવનગર બાદ તબક્કાવાર બધા જીલ્લાઓને આવરી લેવાયા. થોડા વખત માટે રાત્રી વર્ગો, પ્રૌઢો માટે વર્ગોમાં મોટી ઉમરના લોકો કે જે નિરક્ષર રહી ગયા હતા તેમને સાક્ષર કરવામાં આવતા હતા.

સરકાર દ્વારા નિરંતર શિક્ષણ કાર્યક્રમ અંતર્ગત ગ્રામ્ય અને શહેરી બેય વિસ્તારોમાં નિરક્ષર વ્યક્તિઓને શિક્ષણ આપી રાજ્યને સંપૂર્ણ સાક્ષર બનાવવાનું નિરંતર શિક્ષણ કાર્ય ચાલી રહ્યું છે. ત્યારે શાળાઓમાં શિક્ષકોએ સજાગપણે શાળાના બાળકોમાં ડ્રોપ-આઉટ રેશીઓ ઘટાડવા સાથે કન્યાકેળવણીમાં ઉદાસીનતા માટે કારણભૂત પરિબળો જાણી તેને દૂર કરવા પ્રયત્ન કરવો જરૂરી છે. તો આ અંતર્ગત “સબ પઢે સબ બઢે” , “પઢેગા ઇન્ડિયા તભી તો બઢેગા ઇન્ડિયા” અને “ઈચ વન ટીચ વન”  “બેટી બચાઓ બેટી પઢાવો”જેવા સુત્રોને સાર્થક કરવા દરેક જાગૃત નાગરિક અને સામાજિક સંસ્થાઓ પણ વિવિધ સાક્ષરતા કાર્યકમો દ્વારા આસપાસમાં નિરક્ષર વ્યક્તિઓને અક્ષરજ્ઞાન આપી, પરોક્ષ રીતે રાજ્ય અને દેશમાંથી સંપૂર્ણ નિરક્ષરતા નાબુદી માટે સજ્જ બને એ જ આજના દિવસનો સંદેશ…!

દેશના વિકાસની પારાશીશી-સાક્ષરતા

વિયેટનામના હોંચીમીંચી અને ડેન્માર્કના ગુન્ટીવીન નામના મહાનુભાવોએ નિરક્ષરતા નાબુદી માટે તેમના દેશમાં લોકશાળાઓ શરુ કરી નિરક્ષરોને ભણાવવાનું સુંદર દેશ ઉપયોગી કાર્ય કર્યું હતું. તેમના જન્મદિન ૮ સપ્ટેમ્બરને સાક્ષરતાદિવસ તરીકે આખા વિશ્વમાં ઉજવાય છે.

5 મે 1988ના રોજ "રાષ્ટ્રીય સાક્ષરતા મિશન" ની શરૂઆત કરવામાં આવી હતી

6 થી 14 વર્ષ સુધીના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ ભારતમા આપવામા આવે છે


ભારતમાં સાક્ષરતા દર


☄1881👉3.2%

☄1931👉7.2%

☄1947👉12.2%

☄1951👉18.33%

☄2001👉64.84%

☄2011👉74.04%


સાક્ષરતા દર-2011 અનુસાર


☄સૌથી વધુ કેરલ 93.91%

☄સૌથી ઓછુ બિહાર 63.82%


☄ગુજરાત સાક્ષરતા દર 79.31%

સૌથી વધુ સાક્ષરતા દર ધરાવતો જિલ્લો સુરત અને સૌથી ઓછી સાક્ષરતા દર ધરવતો જિલ્લો દાહોદ છે.(2011 વસતિ ગણતરી મુજબ)


સ્કૂલ છોડી જતા અને અધવચ્ચે અભ્યાસ છોડાતા વિધાર્થી માટે "સ્કૂલ ચલે" અભિયાન શરૂ કરાશે


🌷2022 સુધી તમામને સાક્ષર બનાવવાનું સરકારનુ લક્ષ્યાંક


🌷રાષ્ટ્રીય સ્તરે ભારત સરકાર દ્રારા "સાક્ષર ભારત પુરસ્કાર" આપવામાં આવે છે

 ગુજરાત સરકાર દર વર્ષે ધોરણ 1 માં વધુમાં વધુ બાળકોનુ નામાંકન થાય તે માટે પ્રવેશોત્સવનુ આયોજન કરે છે.

ભારત સરકાર દ્વારા 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણ સર્વ શિક્ષા અભિયાન દ્વારા આપવાનુ શરુ કરવામા આવે છે,


વર્ષ 2019 થી સર્વ શિક્ષા અભિયાનને સમગ્ર શિક્ષા અભિયાનમા ફેરવવામા આવેલ છે જે અંતર્ગત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક ત્રણેયનો સમવેશ કરેલ છે જેમા 6 થી 18 વર્ષના તમામ બાળકોને ફરજીયાત શિક્ષણ મળી રહે તેવો હેતુ છે. ઉપરાંત નવી શિક્ષણ નિતિ દ્વારા સાક્ષરતા વધરવાનો સરકારનો ઉદેશ છે.


દર વર્ષે ઉજવાતા સાક્ષરતા દિવસની થીમ

2017 મા થીમ(Theme)  "ડિજિટલ દુનિયામાં સાક્ષરતા"    "Literacy in Digital World"


2018 Theme:

Literacy and skills development

   

2019 Theme:

Literacy and Multilingualism


2020 Theme:

Literacy teaching and learning in the COVID-19 crisis and beyond


2021 Theme:

Literacy for a human-centred recovery: Narrowing the digital divide


2022 Theme:

Transforming Literacy Learning Spaces




વિશ્વમા ભારતનો સાક્ષરતામાં ક્રમાંક  168મો છે.


વિશ્વમા પ્રથમ ક્રમાંકે ફિનલેન્ડ અને છેલ્લા ક્રમાંકે સુદાન આવે છે.


જ્યારે સૌથી વધુ સક્ષારતા દર ધરવતો દેશ રશિયા છે.


વિશ્વનો સાક્ષરતા દર 86.03% છે.


ભારતના રાજ્યોનો સાક્ષરતા દર અને ક્રમાંક



ભારતના રાજ્યોમા પુરુષ અને સ્ત્રીનો સાક્ષરતા દર

પુરુષ સ્ત્રી


04 September, 2022

ગુરુ વંદના

 ગુરુ વંદના 

આજે શિક્ષક દિવસ નિમિત્તે
 આપણા જીવનાનું ઘડતર કરનાર શિક્ષકને સન્માન આપવાનો દિવસ  એટલે શિક્ષક દિવસ.

આજે આપણે આપણા એવા શિક્ષકને યાદ કરીએ જેમના થકી આપણું જીવન બદલાઇ ગયુ હોય અને તેમને સન્માન પત્ર મોક્લી તેમને યાદ કરીએ.

આજનું સર્ટીફિકેટ આપના પ્રિય શિક્ષકને ડેડિકેટ કરો.




 નીચે આપેલ ફાઇલામાં તમારા નામ પર ક્લિક કરી સર્ટીફિકેટ ડાઉનલોડ કરો. 

સર્ટીફિકેટ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.