મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

Showing posts with label શોધક. Show all posts
Showing posts with label શોધક. Show all posts

17 October, 2021

આલ્ફ્રેડ નોબેલ

 આલ્ફ્રેડ નોબેલ

ડાયનેમાઇટના શોધક

(જેમના નામથી નોબેલ પુરસ્કાર આપવામાં આવે છે)



પુરુનામ: આલ્ફ્રેડ  ઇમન્યુઅલ બર્નાર્ડ  નોબેલ
જન્મતારીખ: 21 ઓક્ટોબર 1833

જન્મસ્થળ: સ્ટોકહોમ (સ્વીડન)

પિતાનું નામ:ઇમન્યુઅલ

માતાનું નામ: કૈરોલિના અડ્રાઇટ

અવશાન: 10 ડિસેમ્બર 1886 (સનરીમો, ઇટલી)

પ્રસંગ

ઇ.સ.1888ની આ ઘટના છે. એક સુંદર સવારે એક માણસ હાથમાં કોફીનો કપ લઇને દૈનિક સમાચારપત્ર વાંચી રહ્યો હતો. અચાનક એનું ધ્યાન એક સમાચાર પર ગયું અને એને ધ્રુજારી છૂટી ગઇ. કોઇના મૃત્યુના સમાચાર હતા છતાં સમાચાર વાંચતા જ પરસેવો વળવા લાગ્યો કારણ કે, મૃત્યુ પામનાર વ્યક્તિ તરીકે એનું પોતાનુ જ નામ હતું. કોઇની ભૂલથી જ આ નામ છપાયું હશે કારણ કે, એ તો જીવતો હતો અને પોતાની જ મૃત્યુનોંધ વાંચી રહ્યો હતો. એણે સમાચારપત્રના કાર્યાલય પર ફોન કર્યો તો સામે જવાબદાર વ્યક્તિએ ભૂલ સ્વીકારીને માફી માગી.

આ માણસને થયું કે હું પૂરેપૂરા સમાચાર વાંચું, જેથી મને ખબર પડે કે મારા મૃત્યુ બાદ લોકો મને કેવી રીતે ઓળખે છે. સમાચારનું મથાળું હતું, ‘મોતના સોદાગરની ધરતી પરથી વિદાય.’ અને એમાં લખેલું હતું, ‘અગાઉ ક્યારેય નહોતા મરતા એટલી ઝડપથી લોકોને મારવા માટેનો રસ્તો શોધીને તેના દ્વારા ધનવાન બનેલા માણસનું ગઇકાલે મૃત્યુ થયું.’ આ શબ્દો વાંચતાની સાથે જ એ માણસનું ચિત્ત ચકરાવે ચડ્યું. ‘શું દુનિયા મને મારા મૃત્યુ બાદ મોતના સોદાગર તરીકે ઓળખશે? લોકોને મારી-મારીને હું ધનવાન બન્યો છું એ વાત આ જગત યાદ રાખવાનું છે? હું એવું બિલકુલ નથી ઇચ્છતો કે મારા મૃત્યુ બાદ દુનિયા મને આ રીતે ઓળખે. મારે દુનિયાને મારો પરિચય ‘મોતના સોદાગર’ તરીકે નહીં કંઇક જુદી રીતે જ આપવો છે.’

આ માણસે બહુ વિચાર કરીને 7 વર્ષનાં મનોમંથન બાદ 27મી નવેમ્બર 1895ના રોજ એક વસિયત તૈયાર કરી અને પોતાની તમામ સંપતિમાંથી 94% જેટલી રકમ દાનમાં આપીને એક ટ્રસ્ટની રચના કરી. દાનની બધી જ રકમમાંથી એક ભંડોળ ઊભું કર્યુ અને એ ભંડોળ પરના વ્યાજની આવકમાંથી પ્રતિ વર્ષ વિશ્વનું સૌથી મોટું ઇનામ આપવાની વ્યવસ્થા કરાવી. જગત માટે અને માનવતા માટે કંઇક કરનાર અને જુદા-જુદા પાંચ મહત્ત્વનાં ક્ષેત્રમાં – ચિકિત્સા, ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, સાહિત્ય અને વિશ્વશાંતિ માટે વિશિષ્ટ યોગદાન આપનાર લોકોને વર્ષ 1901થી આ ઇનામ આપવાની શરૂઆત થઇ. સ્વીડનની મધ્યસ્થ બેંકની 300મી વર્ષગાંઠની ઉજવણી વખતે બેંક તરફથી નોબેલ ફાઉન્ડેશનને મોટી રકમ દાનમાં આપીને 1969ના વર્ષથી પાછળથી અર્થશાસ્ત્રમાં ઉત્કૃષ્ટ કામ કરનારને પણ નોબેલ પારિતોષિક આપવાની શરૂઆત થઇ એટલે હાલમાં અત્યારે 6 ક્ષેત્રમાં આ પુરસ્કાર અપાય છે. વિશ્વના સૌથી મોટા પુરસ્કારની શરૂઆત કરાવવાના કારણે એ માણસની ખરેખર વિદાય થયા પછી દુનિયા એને મોતના સોદાગર તરીકે નહી પરંતુ નોબેલ પ્રાઇઝના સ્થાપક તરીકે ઓળખે છે. આ માણસ હતો ડાઇનામાઇટની શોધ કરનાર ડૉ. આલ્ફ્રેડ નોબેલ.


ડૉ. આલ્ફ્રેડ નોબેલના ભાઇના અવસાન બાદ ફ્રેન્ચ સમાચાર પત્ર ‘ઇરોનિયસ’માં ભૂલથી એમના ભાઇને બદલે ડૉ. આલ્ફ્રેડના મૃત્યુના સમાચાર પ્રસિદ્ધ થયા અને આ જગતને ‘નોબેલ પારિતોષિક’ની ભેટ મળી.

આલ્ફ્રેડ નોબલનો જન્મ ૨૧ ઓક્ટોબર ૧૮૩૩ના રોજ સ્વિડન દેશની રાજધાની સ્ટોકહોમમાં થયો હતો.


 પિતાના આઠ સંતાનો પૈકી તેઓ ત્રીજા સંતાન હતા. 

નાનપણથી જ વિસ્ફોટકોમાં રસ ધરાવતા હતા. 


તેમનું શરૂનું શિક્ષણ સ્ટોકહોમમાં થયું. યુવાવસ્થામાં રસાયણશાસ્ત્ર અને ઈજનેરીના અભ્યાસ માટે ફ્રાન્સ અને અમેરીકામાં રહ્યાં. 

તેમની મુખ્ય ઓળખ રસાયણશાસ્ત્રી, ઈજનેર, વ્યાપારી અને વિશેષત: દાનવીર તરીકેની છે. 


નોબલના નામે ૩૫૫ પેટન્ટની નોંધણી થયેલી છે. જેમા તેમણે રબર, ચામડું, કૃત્રિમ સિલ્ક જેવી અનેક વસ્તુઓનું સંશોધન કર્યા પછી ડાયનેમાઈટનું સંશોધન કરીને સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું હતું. આ સંશોધનના પરિણામે સમગ્ર દુનિયામાં વિકાસ કાર્યોને નવી ગતિ અને દિશા મળી હતી. ડાયેમાઈટના વિકાસની પ્રક્રિયામાં તેમને ઘણું નુકસાન પણ થયું હતું તેમ છતાં તેઓ દૃઢ નિશ્ચયી રહ્યા હતા. તેમણે ખતરનાક વિસ્ફોટક 'નાઈટ્રોગ્લિસરીન'નો ઉપયોગ કરીને ડાયનેમાઈટનો સંશોધ કરીને 1867માં ઈંગ્લેન્ડમાં તેના પર પેટન્ટ મેળવી હતીતેમાં સૌપ્રથમ ગન પાવડર બનાવવાની રીત હતી. તે પછી નાઈટ્રો-ગ્લિસરીનનો ઉપયોગ, ડિટોમિટર, બ્લાસ્ટીંગ કેપ અને ૧૮૬૭માં શોધાયેલ ડાઈનેમાઈટ હતું.


 ડાઈનેમાઈટના નામના પ્રસિદ્ધ વિસ્ફોટકના શોધક આલ્ફ્રેડ વિશ્વમાં ભાવિ સંશોધનો માટે સતત સચેત હતા. 


૧૮૮૪માં તેઓ રોયલ સ્વિડીશ એકેડમી ઓફ સાયન્સમાં સક્રિય સભ્ય તરીકે ચૂંટાયા હતા. 


ડાયનેમાઇટના શોધક ડૉ. આલ્ફ્રેડ નોબેલે વૈજ્ઞાનિક શોધો દ્વારા અઢળક કહી શકાય એટલા પ્રમાણમાં ધન પ્રાપ્ત કર્યું હતું. 


તેમણે કમાયેલા ધનનો વ્યાજબી ઉપયોગ માટે ૨૯ જૂન ૧૯૦૦ના રોજ નોબલ ફાઉન્ડેશનની સ્થાપની થઈ. 


તેમની મિલકતના વ્યાજમાંથી સાહિત્ય, વૈદક, ભૌતિક વિજ્ઞાન, અર્થશાસ્ત્ર, રસાયણ વિજ્ઞાન અને શાંતિ એમ કુલ છ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર વ્યક્તિવિશેષને દર વર્ષે એક એક કરોડની સ્વિડિશ રાશિનું પારિતોષિક એનાયત કરવામાં આવે છે.


 ઇ.સ. ૧૯૦૧ના વર્ષથી આ નોબેલ પારિતોષિકો નિયમિતપણે એનાયત કરવામાં આવે છે. 


વિશ્વ ઈતિહાસમાં નોબલ પુરસ્કારથી મોટો બીજો કોઈ પુરસ્કાર નથી.


ડો. આલ્ફ્રેડ નોબેલ(Alfred Nobel) દ્વારા 27 નવેમ્બર, 1895ના રોજ કરવામાં આવેલી વસિયતના આધારે આ પુરસ્કારની સ્થાપના કરવામાં આવી હતી.


આલ્ફ્રેડ નોબલનું અવસાન ૧૦ ડિસેમ્બર ૧૮૯૬ના રોજ  સનરીમો (ઈટલી)માં થયું હતું. તેમના અવશાન સમયે તેમની સાથે કોઇ હતુ નહિ તેઓ એકલા જ હતા. 


આલ્ફ્રેડ નોબલે શોધેલ ડાયનેમાઇટનો ઉપયોગ લોકો વિધ્વંશક કામ માટે કરશે તેવો તેમને હંમેશા ડર રહેતો હતો આથી તેમને  પોતાના મૃત્યુ પહેલા એક મૃત્યુપત્ર લખ્યો હતો. જેમા તેમણે લખ્યુ હતુ કે મારી સંપત્તીનો ઉપયોગ સત્કાર્ય માટે થવો જોઇએ એવી મારી ઇચ્છા છે, ડાયનેમાઇટની સામગ્રીમાંથી મળેલ પૈસાથી એક નોબેલ પ્રાઇઝ આપવામા આવે. આ પ્રાઇઝ વૈજ્ઞાનિક, શાસ્ત્રો, શાંતિ, માટે કાર્ય કરતા વ્યક્તિઓને આપવામાં આવે.


ડાયનામાઈટ ની શોધ કરનાર અને જગતના ઘણા દેશોમાં તેની ફેકટરીઓ સ્થાપનાર અપરિણીત શોધક આલ્ફ્રેડ નોબેલ સ્વભાવે "મની-માઈન્ડેડ "હતો.

મૃત્યુ પછી બધી મિલકત પોતાના માનીતા ભત્રીજાઓને વારસામાં આપવાને બદલે ઇનામ વિતરણ નો ખ્યાલ તેના મગજમાં ભાગ્યે જ આવ્યો હોત,એક ફ્રેંચ અખબારે નોબેલના જીવતા જીવત તેની મરણ નોંધ ભૂલથી છાપી દીધી. 

અખબારે "મોતના સોદાગરનું મૃત્યુ "એવા શીર્ષક સાથે સમાચારનું પ્રથમ વાક્ય એમ લખ્યું કે- "માણસોનું ઝડપી મોત નીપજાવીને પૈસાદાર બનેલ ડો.આલ્ફ્રેડ નોબેલનું ગઈ કાલે અવસાન નીપજ્યું છે." 

આ સમાચાર વાંચીને નોબેલ ગુસ્સે થયો અને પોતાની નકારાત્મક છાપ ભૂંસી નાખવા અને ગૌરવ પૂર્ણ યાદગીરી છોડી જવા તેમણે વસિયત નામું બનાવ્યું. 


તેમાં તેમણે પોતાની કુલ સંપતિના 94% જેટલી સંપતિ ભૌતિકશાસ્ત્ર ,રસાયણશાસ્ત્ર,તબીબીશાસ્ત્ર, સાહિત્ય અને વિશ્વ શાંતિ આ પાંચ ક્ષેત્રોમાં યોગદાન આપનાર યોગ્ય વ્યક્તિઓને પારિતોષિક એનાયત કરવા માટે અનામત રાખી. બાદમાં 1969માં અર્થશાસ્ત્રને ઉમેરવામાં આવેલ છે એટલે હવે છ ક્ષેત્રોના વ્યક્તિઓને આ પુરસ્કાર આપવામાં આવે છે,



નોબેલ પુરસ્કારની(Nobel Prize) શરૂઆત 10 ડિસેમ્બર, 1901માં થઈ હતી. એ સમયે રસાયણ શાસ્ત્ર(Chemistry), ભૌતિક શાસ્ત્ર (Physics), ચિકિત્સા શાસ્ત્ર (Medicine), સાહિત્ય (Literature) અને વિશ્વ શાંતિ(World Peace)માં અપ્રતિમ યોગદાન માટે સૌ પ્રથમ વખત આ પુરસ્કાર અપાયો હતો. આ પુરસ્કારમાં એ સમયે લગભગ રૂ.5.50 લાખની રકમ આપવામાં આવી હતી. જોકે, સમયની સાથે-સાથે નોબેલ પ્રાઈઝમાં આપવામાં આવતી રકમમાં વધારો કરવામાં આવતો રહ્યો છે. વર્ષ 2019ના નોબેલ પ્રાઈઝ માટે દરેક વિજેતાને 9 મિલિયન સ્વિડિશ કોર્નોર ઈનામ તરીકે આપવાનો સમિતિ દ્વારા નિર્ણય લેવાયો છે.


નોબેલ પુરસ્કાર આપવાની  શરુઆત 1901થી થઇ છે. પ્રથમ નોબેલ મેળવનાર વ્યક્તિઓ (1) વિલિયમ્સ રોન્જન- ભૌતિક શાસ્ત્ર (2) જેકોબસ હેનરિકસ વેન- રસાયણ શાસ્ત્ર (3) એમીલ એડોલ્ફ વોન બેહરીંગ- તબિબિ (4) રેને ફ્રાંસકોઇસ અર્માન્ડ -સાહિત્ય (5) હેંરી દુનન્ટ અને ફેડ્રીક પેસે-શાંતિ


2020 સુધીમાં 603 પુરસ્કાર 962 વ્યક્તિઓને આપવામાં આવેલ છે.



સૌથી વધુ નોબેલ પ્રાઇઝ મેળવનાર દેશ અમેરિકા છે જેને 400 જેટલા પ્રાઇઝ મળેલ છે, બીજા નમ્બરે 138 પ્રાઇઝ સાથે બ્રિટન અને 111 પ્રાઇઝ સાથે ત્રીજા નંબરે જર્મની છે.


નોબેલ ઇનામના વિજેતાઓને અપાતો રકમનો આંકડો એક સરખો જળવાતો નથી. રકમ બદલાતી રહે છે કેમ કે ઇનામની રકમ આલ્ફ્રેડ નોબેલે સ્થાપેલા ફાઉન્ડેશનને તેના મૂડી રોકાણ દ્વારા થતી આવક પર અવલંબે છે, જેનું ધોરણ એક સરખું જળવાતું નથી. એક સમયે વિજેતાને 31000 ડોલર મળતા,પછી તે વધીને 62000 ડોલર થયો, તો આજે રકમ અંદાજે 13,00,000 ડોલર કરતા પણ વધુ છે. વિજેતા બે હોય તો તેમની વચ્ચે રકમ વહેંચી દેવામાં આવે છે.

કોઈ વિજેતા કદાચ ઇનામ લેવાની ના પાડે તો પણ નોબેલ સમિતિ ના ચોપડે તેનું નામ વિજેતા તરીકે દર્જ રહે છે

ભૌતિકશાસ્ત્ર સહિતના પાંચ નોબેલ પુરસ્કારો સ્વિડનના પાટનગર સ્ટોકહોમમાં અપાય છે. શાંતિના નોબેલ પુરસ્કાર માટે યોગ્ય ઉમેદવારની પસંદગી સ્વિડનને બદલે નોર્વેમાં થાય છે. નોર્વેની પાર્લામેન્ટે નીમેલી સમિતિ એ કાર્ય સંભાળે છે.વિજેતાને શાંતિનું ઇનામ પણ સ્વિડનના સ્ટોકહોમ ને બદલે નોર્વેના ઓસ્લો નગરમાં અપાય છે.

નોબેલ ઇનામના વિજેતાને નગદ રકમ ઉપરાંત લગભગ 200 ગ્રામ વજન નો અને 66 મિલી મીટર વ્યાસ નો ચંદ્રક અપાય છે.ચંદ્રક બનાવવા માટે 1980 સુધી 23 કેરેટ જેટલી શુદ્ધતા વાળું સોનું વપરાતું,પણ હવે 18 કેરેટના સોના પર સો ટચનો 24 કેરેટના સોનાનો ઢોળ ચડાવવામાં આવે છે.વિજેતાનું નામ પણ કોતરેલું હોય છે.


ઈ.સ.1930 માં ભારતના જાણીતા વૈજ્ઞાનીક ડો.સી.વી.રામન ને ભૌતિકશાસ્ત્રનું નોબેલ પ્રાઈઝ મળ્યું હતું. 

1998ના વર્ષમાં મૂળ ભારતના અર્થશાસ્ત્રી અમર્ત્ય સેનને અર્થશાસ્ત્રનું નોબેલ  મળ્યું હતું.

શાંતિના નોબેલ પુરસ્કાર માટે ગાંધીજીનું નામ 1937 થી 1948 સુધીમાં કુલ પાંચ વખત સુચવાયું હતું,પણ એકેય વાર તે પસંદગી ન પામ્યું


નોબેલ પુરસ્કારથી સન્માનિત ભારતીય


1. રવિન્દ્રનાથ ટાગોર- 1913 (સાહિત્ય)

2. ડો. સી.વી.રામન -1930 (ભૌતિક વિજ્ઞાન)

3. ડૉ. હરગોવિંંદ ખુરાના -1968 (તબિબી)- ભારતીય મૂળ અમેરિકન

4. મધર ટેરેસા - 1979 (શાંતિ)

5. સુબ્રમણ્યમ ચંદ્રશેખર - 1983 (ભૌતિક વિજ્ઞાન)- ભારતીય મૂળ અમેરિકન

6. અમર્ત્ય સેન - 1998 (અર્થશાસ્ત્ર)

7. વિદ્યાધર સુરજપ્રસાદ નાઇપોલ-2001 (સાહિત્ય)

8. વેન્કટરમન રામકૃષ્ણન- 2009 (રસાયણ વિજ્ઞાન)-  ભારતીય મૂળ અમેરિકન

9. કૈલાસ સત્યાર્થી - 2014 (શાંતિ)-  ભારતીય મૂળ અમેરિકન

10. અભિજીત બેનર્જી -2019 (અર્થશાસ્ત્ર)

વર્ષ 2021ના નોબેલ પ્રાઇઝ વિજેતા

વર્ષ 2021માં કુલ 13 વ્યક્તિઓને નોબેલ પ્રાઇઝ મળશે જેમાથી શાંતિ માટે 2, રસાયણ વિજ્ઞાનમાં 2, ભૌતિક વિજ્ઞાનમાં 3, અર્થશાસ્ત્રમાં 3 સાહિત્યમા 1 અને તબિબી ક્ષેત્રે 2 

આમ 2021 સુધીમાં કુલ 975 વ્યક્તિઓને નોબેલ પ્રાઇઝ મળશે.

આ વર્ષનો નોબલ શાંતિ પુરસ્કાર રશિયા અને ફિલિપાઇન્સના બે પત્રકારો, મારિયા રેસ્સા અને દિમિત્રી મુરાતોવને સંયુક્તપણ એનાયત થશે



 વર્ષ 2021 નો સાહિત્ય નોબેલ પુરસ્કાર તંજાનિયાના ઉપન્યાસકાર અબ્દુલરજક ગુરનાહને આપવાની જાહેરાત કરવામાં આવી છે. અબ્દુલરજાકને ઉપનિવેશવાદના પ્રભાવો અને સંસ્કૃતિઓ તથા મહાદ્વીપો વચ્ચેની ખીણમાં શરણાર્થીઓની સ્થિતિના કરૂણામય ચિત્રણને લઇને સન્માનિત કરવામાં આવ્યા છે. 



ડેવિડ જુલિયસ અને આર્ડેમ પાટાપૌટિયનએ તાપમાન અને સ્પર્શ માટે રીસેપ્ટર્સની શોધ માટે ફિઝીયોલોજી અથવા મેડિસિનમાં 2021નો નોબેલ પુરસ્કાર જીત્યો છે. આ બેઉ પત્રકારોને અભિવ્યક્તિની આઝાદીની હિમાયત અને સુરક્ષા બદલ પ્રતિષ્ઠિત નોબલ શાંતિ પુરસ્કાર આપવામાં આવશે.



સ્યુકુરો માનેબે, ક્લાઉસ હૈસલમેન અને જિયોર્જિયો પેરિસીને સંયુક્ત રીતે 2021માં ફિઝિક્સ્નો નોબેલ પ્રાઇઝ આપવામાં આવશે.



બેંજામિન લિસ્ટ અને ડેવિડ મેકમિલાનને 2021માં રસાયણ વિજ્ઞાનનો નોબેલ પ્રાઇઝ મળશે.આ જોડીને “અસમપ્રમાણ ઓર્ગેનોકેટાલિસિસના વિકાસ માટે” ઇનામ આપવામાં આવ્યું હતું. 




16 May, 2021

Dr. Edward Jenner (ડૉ. એડવર્ડ જેનર)

 એડવર્ડ જેનર

શીતળાની રસીના શોધક



જન્મતારીખ: 17 મે 1749

જન્મસ્થળ: બર્કલે, ઇંગ્લેન્ડ, (U.K)

અવશાન: 26 જાન્યુઆરી 1823



હાલમાં કોરોનાને કાબુમાં લેવા માટે દુનિયાભરના સંશોધકો રસી સંશોધન પર કામ કરી રહ્યાં છે. એ રસીકરણની શરૂઆત સવા ત્રણસો વર્ષ પહેલાં એડવર્ડ જેનરે કરી હતી.

એડવર્ડ જેનર એક પ્રખ્યાત ચિકિત્સક હતા. તેનું નામ વિશ્વમાં એટલા માટે પ્રખ્યાત છે કારણ કે તેણે શીતળાની રસીની શોધ કરી હતી. 

એડવર્ડ જેનરની આ શોધ સાથે, લાખો લોકો શીતળા જેવા જીવલેણ રોગથી સ્વસ્થ થઈ રહ્યા છે અને તેમના જીવનનો આનંદ માણી રહ્યા છે.


જો એડવર્ડ જેનર ન હોત તો દર વર્ષે સમગ્ર વિશ્વમાં 15 મિલિયન લોકો શીતળાના કારણે મરી જતા. 

અઢારમી સદીના મધ્યભાગમાં યુરોપમાં કાઉપોક્ષ નામનો રોગ ગાયોમાં સંક્રાંત થયા પછી વિશાળ માત્રામાં માણસોમાં ફેલાતો હતો

અઢારમી સદીમાં શીતળાના રોગની મહામારી વિશ્વભરમાં ફેલાઇ હતી  ખાસ કરીને યુરોપમાં. આ સમયે, બ્રિટિશ ચિકિત્સક એડવર્ડ જેનરએ આ દર્દીઓની સારવાર કરવાનું વિચાર્યું. 

 ૧૭૯૬માં ઈંગ્લેન્ડના એ ડૉક્ટરને અચરજ થતું હતું કે બધાને 'શીતળા (સ્મોલપૉક્સ)'નો રોગ થાય છે, પણ આ દૂધ દેવા આવતી ભરવાડણ સારાહ નેમ્સને કેમ નથી ચેપ લાગતો? કોઈ સામાન્ય માણસ હોત તો એને આ પ્રશ્ન થયો જ ન હોત. પરંતુ એ તો વ્યવસાયે તબીબ હતો, તેને કારણ જાણવામાં દિલચસ્પી હતી.

ગાયનું દૂધ દોહીને વહેંચણી કરવા નીકળતી મહિલાની વધુ પૂછપરછ કરતાં જણાયુ કે તેને શીતળાનો રોગ નથી થતો પણ, કાઉપૉક્સ (ગાયના આંચળ પર થતો રોગ) થયો છે. એ જાણ્યા પછી તો તબીબને વધારે રસ પડયો.. કેટલાક દિવસ અવલોકન કર્યા પછી તબીબને સમજાયું કે જેને કાઉપૉક્સ થાય તેને કદાચ સ્મોલપૉક્સ નથી થતો. 

એ તો ધારણા હતી, સાબિતી વગર માની કેમ શકાય?

એટલે ડૉક્ટરે કાઉપૉક્સનું કેટલુંક મટિરિયલ લીધું. ૧૪મી મે (૧૭૯૬)ના દિવસે જેમ્સ ફિપ્સ નામના આઠ વર્ષનાં બાળકના શરીરમાં કાઉપૉક્સના વાઈરસ એ રીતે દાખલ કર્યા કે જેથી એ રોગ લાગુ ન પડે. એ પછી થોડા દિવસ રહી બાળકના શરીરમાં સ્મોલપૉક્સના વાઈરસ પણ દાખલ કર્યા. એ પછી બાળકને શીતળાનો રોગ લાગુ પડવો જોઈએ. પણ પડયો નહીં. અલબત્ત, બાળકની તબિયતમાં એ દરમિયાન થોડા ચડાવ-ઉતાર આવ્યા હતા, પરંતુ અંતે એ સાજો થયો. એટલે એ ધારણા વધારે મજબૂત બની કે કાઉપૉક્સ હોય તેને સ્મોલપૉક્સનો ચેપ લાગતો નથી. 



માત્ર મજબૂત ધારણાના આધારે સારવાર થઈ શકતી નથી. એટલે તબીબે કુલ ૨૭ દરદી પર આ પ્રયોગ કરી જોયો. બધાના અંતે સરખું જ પરિણામ આવ્યું. એટલે પછી એ વાત પાક્કી થઈ કે શીતળાનું મારણ કાઉપૉક્સમાં રહેલું છે. આ વાત પાક્કી કરનાર તબીબનું નામ એડવર્ડ જેનર. રસીકરણ વિજ્ઞાાનની ટોચ પર બિરાજેલા મહારથી!

એ વખતમાં કોઈ પણ વાત વિજ્ઞાાન જગતમાં તો જ સ્વિકાર્ય બને જો બ્રિટનની 'રોયલ સોસાયટી' તેને સ્વીકારે. ૧૭૯૭માં એડવર્ડે સોસાયટીને આધાર-પુરાવા સાથે પત્ર લખ્યો પરંતુ સોસાયટીએ તેને સ્વીકાર્યો નહીં. એ વખતના સોસાયટીના પ્રમુખ ડૉ.જોસેફ બેન્ક એડવર્ડના સંશોધનનું મહત્ત્વ સમજી ન શક્યા. બીજા વર્ષે ૧૭૯૮માં જેનરે વધુ પુરાવા સાથે બીજો કાગળ લખ્યો. સાથે સાથે રસીકરણની એક નાનકડી પુસ્તીકા છપાવી (જેનું ટાઈટલ જોકે ૩૩ શબ્દોનું હતું!). સોસાયટી કોઈ પ્રકારનો સહકાર આપે એ પહેલા ગ્રામ્ય વિસ્તારથી લંડન ગયેલા જેનરને ત્યાંના એક-બે તબીબોએ ટેકો આપ્યો અને રસીકરણની પ્રક્રિયા આગળ વધી. પરિણામ એ આવ્યું કે ૧૮૦૦ની સાલ આવી ત્યાં સુધીમાં ઈંગ્લેન્ડનીની તબીબી આલમ માનવા લાગી કે જેનરે શોધેલી પદ્ધતિ કામ કરે છે. 

જેનરની મેથડ ઈંગ્લેન્ડ બહાર નીકળી યુરોપના અન્ય દેશોમાં ફેલાઈ ગઈ. યુરોપભરના ડૉક્ટરો એડવર્ડને પત્ર લખી રસી મંગાવવા લાગ્યા, શીતળાના દરદીઓને આપવા લાગ્યાં અને ઠેર ઠેર તેનાં સારાં પરિણામો આવવા લાગ્યાં. એટલાન્ટિક પાર કરીને રસી અમેરિકા (ત્યારનું નામ ઃ ન્યુ ઈંગ્લેન્ડ) પહોંચી. થોમસ જેફરસન ત્યારે અમેરિકાના પ્રમુખ હતા અને તેમને આ રસીમાં બહુ રસ પડયો એટલે તેમણે તેનો વ્યાપક ઉપયોગ શરૂ કરાવ્યો. 

જોકે ઘણા નિષ્ણાતો એડવર્ડની આ પદ્ધતિથી ખફા હતા અને પ્રકૃત્તિમાં ખલેલ પહોંચાડનારી માનતા હતા. એ ધર્મગુરુઓ હતા. એમની માન્યતા હતી કે મૃત્યુ એ કુદરતે નક્કી કર્યું છે, એમાં રસીની સોય શા માટે ઘૂસાડવી જોઈએ! પરંતુ લોકોને એડવર્ડના સંશોધનમાં ધર્મગુરૂઓના પ્રવચન કરતાં વધુ વિશ્વાસ હતો.

શીતળાનો ઇતિહાસ દસેક હજાર વર્ષ પુરાણો છે. ઈજિપ્તના રાજવી રામસે પાંચમાનુ મમી ખોલ્યું, ત્યારે તેના ચહેરા પર પણ શીતળાના ચિહ્નો હતા. ચીનના પ્રાચીન ગ્રંથો અને આપણા સંસ્કૃત પાઠોમાં શીતળાનો ઉલ્લેખ છે. એટલે કે સદીઓ સુધી ધરતીના સાતેય ખંડો પર રાજ કરવાનું કામ આ રોગચાળાએ કર્યું હતું. પણ એડવર્ડ જેનરે શોધેલાં બે ટીપાંએ હજારો વર્ષ જૂનો શીતળાનો ઇતિહાસ મીટાવી દીધો.

એડવર્ડ જેનરે શીતળાની રસી બનાવી જેનાથી એ વખતે જગતમાં દર વર્ષે લગભગ ચાર લાખ લોકો મૃત્યુ પામતા હતા. ઈંગ્લેન્ડનાં તો પાંચ રાજવીઓ શીતળાને કારણે સ્વર્ગ-નર્કમાં પહોંચી ગયા હતા. ૧૭૨૧માં અમેરિકાના બૉસ્ટન શહેરમાં શીતળાનો રોગચાળો ફેલાતા શહેરની અડધી વસતીને ચેપ લાગ્યો હતો. જેને શીતળા થાય એ પૈકીના ત્રીજા ભાગના દરદી જીવ ગુમાવતા હતા અને જે જીવતા એ કદરૂપા બની જતાં. શીતળાના ચાંઠા તેની કાયાને કંચનમાંથી કથીર જેવી બનાવી દેતાં હતાં. ભારતમાં શીતળાનો ત્રાસ અને તેની માન્યતાઓ કંઈ અજાણી નથી.

એવા સંજોગો હતા ત્યારે એડવર્ડે માત્ર શીતળાની રસી શોધી એવુ નથી, રસીકરણની શરૂઆત જ તેમણે કરી. આજે વપરાતો શબ્દ 'વેક્સિનેશન' પણ તેમની જ દેન છે. લેટિન શબ્દ 'વાકા'નો અર્થ 'ગાયમાંથી આવેલું' એવો થતો હતો. તેના પરથી એડવર્ડે શબ્દ આપ્યો

વાઈરસ-બેક્ટેરિયા શરીરમાં ઘૂસીને કંઈ જ ન કરી શકે એવુ મજબૂત સુરક્ષા ચક્ર જગતને એડવર્ડે રસીકરણ દ્વારા આપી દીધું. રસીકરણ સાથે સાથે એડવર્ડે 'ચેપમુક્તિ (ઇમ્યુનાઈઝેશન)'નો પાયો પણ નાખ્યો હતો. આજનું મેડિકલ સાયન્સ આ પાયાઓ પર ઉભું છે. બાળક ગર્ભમાં હોય ત્યારે તેની માતાને અને મોટું થતું થાય તેમ બાળકને વિવિધ પ્રકારની રસી આપીને શરીરમાં રહેલા રોગચાળા સામે લડનારા સૈન્યને તૈયાર કરવામાં આવે છે, એ વાત આજે જગવ્યાપી છે.



 ત્યારબાદ જેનરે આ પ્રયોગનો ઉપયોગ તેના દર્દીઓને શીતળાથી બચાવવા માટે કર્યો હતો. આ પછી, આ પદ્ધતિએ રસી બનાવવાનો માર્ગ મોકળો કર્યો, અને માનવજાતને ઘણા જીવલેણ રોગચાળાઓથી આઝાદી મળી. 

શીતળા હવે વિશ્વભરમાં સંપૂર્ણપણે દૂર થઈ ગયું છે. જેનો શ્રેય એડવર્ડ જેનરને જાય છે.

એડવર્ડ જેનરનો જન્મ 17 મે 1749 ના રોજ ઇંગ્લેન્ડના બર્કલેમાં થયો હતો. તેમના પિતા રેવરેન્ડ સ્ટીફન જેનર બર્કલેના પાદરી હતા, 

તેમણે પ્રારંભિક શિક્ષણ 13 વર્ષની ઉંમરે બ્રિસ્ટોલ નજીકના સુડબરી નામના એક નાનકડા ગામમાં કર્યું હતું, અને ત્યારબાદ તે 21 વર્ષના થયા ત્યાં સુધી લંડનના સર્જન જ્હોન હન્ટરની દેખરેખ હેઠળ અભ્યાસ કર્યો હતો. 

 તેમના પિતા એક પાદરી હતા, જેના કારણે તેમનું શિક્ષણનો મૂળભૂત પાયો પણ મજબૂત હતો.



લંડનની સેન્ટ જ્યોર્જ હોસ્પિટલમાં તેની ટ્રાયલ પૂર્ણ કર્યા પછી, જેનર તેના ગામમાં ગયા અને તેની પ્રેક્ટિસ શરૂ કરી. 

 


1803 માં શીતળાની રસી ફેલાવવા માટે રોયલ જેનરિક સંસ્થાની સ્થાપના કરવામાં આવી. તેમના કાર્યને માન્યતા આપવા માટે ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ તેમને એમ.ડી.ની ઓનર્સ ડિગ્રીથી નવાજ્યા. 

1822 માં તેમણે 'અમુક રોગોમાં કૃત્રિમ વિસ્ફોટની અસર' પર એક નિબંધ પ્રકાશિત કર્યો અને બીજા વર્ષે રોયલ સોસાયટીમાં 'બર્ડ સ્થળાંતર' પર એક નિબંધ લખ્યો. 

બ્રિટિશ સરકારે એડવર્ડના કામની કદર કરીને મોટી રકમનું પેન્શન બાંધી આપ્યું હતું. એડવર્ડને તેમના ગુરુ ડૉ.જોન હન્ટરે બહુ પહેલા સલાહ આપી હતી કે શહેર કરતાં ગ્રામ્ય વિસ્તારમાં મેડિકલ સાયન્સની વધારે જરૂર છે. માટે રસીકરણના માંધાતા તરીકે પ્રસ્થાપિત થયા પછી એડવર્ડ પોતાના વતન ગ્લોસ્ટશાયરમાં જતા રહ્યા હતા અને ત્યાં જ સારવાર કરતા હતા. તેમને પ્રસિદ્ધિની ખાસ પરવા ન હતી. પોતાના ઘરના ગાર્ડનમાં જ તેમણે એક ઝૂંપડી બનાવી હતી, જેને 'ટેમ્પલ ઑફ વેક્સિનીઆ' નામ આપ્યું હતું. ત્યાંથી એ સારવાર કરતાં અને ગરીબોને વિનામૂલ્યે રસી આપતા હતા. 



26 જાન્યુઆરી 1823 ના રોજ બર્કલેમાં તેમનું અવસાન થયું.


એડવર્ડ જેનરે સમૂહ સમુદાયના આક્ષેપો પર ધ્યાન આપવાનો ઇનકાર કર્યો હતો. તેણે શીતળાના ઉપાય શોધવાનો પ્રયાસ કર્યો અને આ હેતુ માટે તેમણે ગાય-શરદીથી પીડાતા દર્દીઓના પ્રવાહી એકત્રિત કરવા માટે તેમનો સમય પસાર કરવો શરૂ કર્યો. આમ જેનરે પ્રવાહીમાંથી એન્ટી સ્મોલપોક્સ ઇન્જેક્શનની શોધ કરી જે સફળ સાબિત થઈ અને ધીરે ધીરે જેનરની યશોગાથા બધે જ મળવા લાગી.

 લોકો શીતળાના પ્રકોપથી બચવા માટે તેમના દ્વારા શોધાયેલ રસીઓ લાગુ કરવાનું શરૂ કરી દીધાં. 

રસીની શોધ પછી સમગ્ર વિશ્વમાં રસી રજૂ કરવામાં આવી હતી અને જેનરની શોધ પ્રખ્યાત થવા લાગી હતી. તે પછી ઘણા દેશોએ તેમનું સન્માન કર્યું.

 1802 અને 1806 માં બ્રિટિશ સંસદે જેનરને ઘણા પૈસા આપી સન્માનિત કર્યા હતા.


એડવર્ડ જેનર દ્વારા શોધાયેલી શીતળાની રસીનું પરિણામ એ છે કે આજે વિશ્વના લગભગ તમામ દેશોમાં શીતળા જેવા જીવલેણ જીવલેણ રોગથી મુક્તિ મળી છે. 


1967માં 'વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝેશ'ને આખા જગતમાં જ્યાં ક્યાંય શીતળા હોય તેને મુક્ત કરવા જગવ્યાપી રસીકરણ ઝૂંબેશ આદરી. તેના પરિણામ સ્વરૂપે 1980માં જગતને શીતળામુક્ત જાહેર કરવામાં આવ્યું.

હેલ્થ ઑર્ગેનાઈઝેશનના કહેવા પ્રમાણે એડવર્ડના સંશોધનથી જેટલા જીવ બચી શક્યા એટલા બીજા કોઈ પ્રયાસથી નથી બચ્યા!

શીતળાના બે પ્રકાર, વારિઓલા માઈનોર (ઓછો ગંભીર) અને વારિઓલા મેજર (અતી ગંભીર). મેજરનો છેલ્લો કેસ ૧૯૭૫માં બાંગ્લાદેશમાં નોધાયો હતો. રાહીમા બાનુ નામની બે વર્ષની બાળકીને કુદરતી રીતે આ રોગ લાગુ પડયો હતો અને મેડિકલ સાયન્સના ઇતિહાસ મુજબ એ છેલ્લી દરદી હતી. એ વખતે રાહીમાને તેની માતા સાથે નજરકેદ રખાઈ હતી. બાળકી બહાર ન નીકળે અને શીતળા ફેલાય નહીં એ માટે સાજી થઈ ત્યાં સુધી તેના ઘરે ચોવીસ કલાક પહેરો ભરાતો હતો!

વારિઓલા માઈનોરનો કિસ્સો ૧૯૭૭માં સોમાલિયામાં નોંધાયો હતો. અલિ માલિન નામના વ્યક્તિને શીતળા જણાયા પછી અને સારવાર થઈ હતી અને છેક ૨૦૧૩માં તેમનું વળી મલેરિયાથી નિધન થયું હતુ! શીતળાથી થયેલું છેલ્લુ અવસાન ઇંગ્લેન્ડની જેનેટ પાર્કરનું હતું. એ મહિલાની સારવાર થઈ શકે એ પહેલા જ ૧૯૭૮ની ૧૧મી સપ્ટેમ્બરે તેનું મોત થયુ હતુ. તેની સાથે રહેતી તેની માતાને પણ શીતળાનો ચેપ લાગ્યો હતો, પરંતુ એ સાજા થઈ શક્યા હતા. હવે આપણી ધરતી છેલ્લા ચાર દાયકાથી તો શીતળાથી સંપૂર્ણ મુક્ત છે. 

વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબલ્યુએચઓ)ના ૧૯૬૭માં બહાર પાડેલા એક ચોંકાવનારા સર્વેક્ષણ-સંશોધન મુજબ અઢારમી સદીના અંત સુધીમાં યુરોપ અને અમેરિકાના કુલ છ કરોડ લોકો એકલા શીતળાના રોગથી માર્યા ગયા હતા. ૧૭૨૧માં એમેરિકાના બોસ્ટન શહેરની  અડધી વસ્તી શીતળા ગ્રસ્ત હતી, જેમાં દસે એક વ્યક્તિ આ મહામારીમાં મૃત્યુ પામી હતી.

૧૮૦૦થી ૧૯૪૭ સુધી બ્રિટીશ સરકારે પબ્લીક હેલ્થ અને વેકિસનેસન પોલીસી અંતર્ગત ભારતમાં જન્મતા પ્રત્યેક બાળકને શીતળાની રસી મુકવાનો કાર્યક્રમ ઘડયો. સ્વતંત્ર ભારતમાં ઈન્ડીયન નેશનલ સ્મોલ-પોક્ષ ઈરેડિકેશન પ્રોગ્રામ તળે ભારત સરકારે રસીકરણના ભગીરથ પ્રયત્નો કર્યા. ૧૯૪૭થી ૧૯૭૭ સુધી કંટ્રોલ અને ઈરેડિકેશન પ્રોગ્રામ ઓફિ સ્મોલપોક્ષ અંતર્ગત વિશ્વ આરોગ્ય સંસ્થાએ વિશાળ માત્રામાં પ્રત્યેત ઘરે ઘરે ફરીને રસીકરણ કર્યા, જેની ફુલશ્રુતિ સ્વરૃપે ૧૯૭૭માં ભારતમાંથી અને સમગ્ર વિશ્વમાંથી શીતળાનો મહાવિનાશક ચેપગ્રસ્ત રોગ સદાયને માટે વિદાય થઇ ગયો.


શીતળાના રોગથી સમગ્ર વિશ્વને મુકત કરાવનાર અને વિશ્વને રસી આપનાર એડવર્ડ જેનરને તેમની જન્મ જયંતિ એ સો સો સલામ


  

27 December, 2020

લુઇ પાશ્ચર જીવન પરિચય

 લુઇ પાશ્ચર

Father of Microbiology

હડકવાની રસીના શોધક

27 ડિસેમ્બર

જન્મતારીખ: 27 ડિસેમ્બર 1822

જન્મસ્થળ: ડોલ, ફ્રાંસ

અવશાન: 28 સપ્ટેમ્બર 1895, ફ્રાંસ

લુઈ પાશ્ચરના પિતાનો વ્યવસાય ચામડાનો હતો. જેઓને ખુબ જ મોટા વ્યક્તિ બનવું હતું પરંતુ પરિસ્થિતિવશ જેઓ સફળ ન થયા. તેમને તેમનો દિકરો ખુબ જ ભણી ને આગળ વધે તેવું ઈચ્છતા હતા. તેમણે 'અરબોઈ'ની એક શાળામાં એડમિશન લીધું, પણ ત્યાંના શિક્ષકો દ્વારા ભણાવવામાં આવતું શિક્ષણ તેમની સમજની બહાર હતું, તેને શાળામાં મંદબુદ્ધિ અને મૂર્ખ તરીકે બધા ચિડાવતા હતા. આથી તેમણે સ્કુલ છોડી દિધી

તેના પિતાએ  દબાણ કરીને, તે ઉચ્ચ શિક્ષણ માટે પેરિસ મોક્લ્યા, અને ત્યાંની કૉલેજમાં અભ્યાસ કરવ્યો,. 

'લૂઈસ પાશ્ચર'ને રસાયણશાસ્ત્રમાં વિશેષ રસ હતો, તેઓ રસાયણશાસ્ત્રના વિદ્વાન 'ડૉ. ડુમા'થી વિશેષ પ્રભાવિત હતા.

'ઈકોલે નોર્મલ યુનિવર્સિટી'માંથી ડિગ્રી મેળવ્યા બાદ 26 વર્ષની ઉંમરે 'લૂઈસ પાશ્ચર'એ રસાયણશાસ્ત્રને બદલે ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું. તે પછી તે તમામ અવરોધોને પાર કરીને વિજ્ઞાન વિભાગના વડા બન્યા. આ પદ સ્વીકાર્યા બાદ તેમણે સંશોધન કાર્ય શરૂ કર્યું.

'લુઈ પાશ્ચર' પોતાનું કૉલેજનું શિક્ષણ પૂરું કર્યા પછી પોતાનું ધ્યેય હાંસલ કરવા રસાયણશાસ્ત્રમાં કામ કરવાનું શરૂ કર્યું. ત્યાં તેણે સ્ફટિકોનો અભ્યાસ કર્યો, અને કેટલાક મહત્વપૂર્ણ સંશોધન પણ કર્યા. એક દિવસ ફ્રાન્સમાં વાઇન ઉત્પાદકોનું એક જૂથ લુઇસ પાશ્ચરને મળવા આવ્યું, તેઓએ તેમને પૂછ્યું કે દર વર્ષે આપણો વાઇન ખાટો થઈ જાય છે, તેનું કારણ શું છે?

'લૂઈ પાશ્ચર'એ તેના માઈક્રોસ્કોપ વડે વાઈનનું પરીક્ષણ કરવામાં કલાકો ગાળ્યા, અંતે તેમને જાણવા મળ્યું કે 'બેક્ટેરિયા' નામનું અતિ સૂક્ષ્મ જીવ વાઈનને ખાટી બનાવે છે. તેઓએ શોધ્યું કે જો વાઇનને 60 સેન્ટિગ્રેડ પર 20 થી 30 મિનિટ સુધી ગરમ કરવામાં આવે તો આ બેક્ટેરિયા નાશ પામે છે. આ તાપમાન ઉકળતા તાપમાન કરતા ઓછું છે. અને તે દારૂને અસર કરતું નથી. પાછળથી તેણે દૂધને મધુર અને શુદ્ધ રાખવા માટે આ જ સિદ્ધાંતનો ઉપયોગ કર્યો. અને આ દૂધને પાશ્ચરાઇઝ્ડ મિલ્ક કહેવાય છે.

 લુઈ પાશ્ચર એ શરુંઆતમા ભણવામાં જોઈએ તેવું પરિણામ આપી શક્યા નહિ. તેમનું ગામ એક જંગલ વિસ્તારમાં આવેલું હતું. જેથી ગામના લોકોને વારંવાર હડકવા ઉપડેલા ભેડીયા જેવા જાનવરોનો ભોગ બનવું પડતું. એક દિવસ એક હડકવાનો શિકાર બનેલા ભેડીયાએ ગામના ૮ લોકોને કરડી ગયો. જેઓ થોડા જ દિવસમાં ૫ લોકો મૃત્યુ પામ્યા.  લુઈ પાશ્ચર આ બધું જ જોયું તેણે તેના પિતાને કહ્યું કે શું જે લોકો મૃત્યુ પામ્યા તેમને બચાવી ના શકાય. તેમના પિતા એ કહ્યું કે તું ખુબ જ ભણી ને દવાઓ બનાવેતો તેઓ બચી શકે.. બસ ત્યારથી જ લુઈ પાશ્ચર ને શિક્ષણની લગની લાગી જેઓએ રાતદિવસ મહેનત કરી અને હડકવાની રસીની શોધ કરી.

કૂતરો, ઘોડો, ગધેડો, બીલાડી, વાંદરો, શિયાળ જેવા પ્રાણીઓ કરડવાથી હડકવા થઈ શકે.

એક દિવસ લુઈ પાશ્ચરે વિચાર્યું કે જો નાના 'જીવાણુઓ' ખોરાક અને પ્રવાહીમાં હશે, તો તેઓ જીવંત પ્રાણીઓ અને લોકોના લોહીમાં પણ હશે, તેઓ રોગ પેદા કરી શકે છે. તે દિવસોમાં ફ્રાન્સના મરઘીઓમાં બચ્ચાઓનો 'કોલેરા' નામનો ભયંકર રોગચાળો ફેલાયો હતો. આ રોગને કારણે લાખો બચ્ચાઓ મરી રહ્યા હતા, મરઘાં ખેડૂતોએ 'લુઈ પાશ્ચર'ને પ્રાર્થના કરી, અમારા મરઘીઓને બચાવો. ત્યારબાદ તેણે બચ્ચામાં કોલેરાનું કારણ બનેલા બેક્ટેરિયાની શોધ શરૂ કરી. લુઈસ પાશ્ચરે આ બેક્ટેરિયમને મૃત બચ્ચાના શરીરમાં રહેલા લોહીમાં અહીં-ત્યાં તરતા જોયા. તેણે આ બેક્ટેરિયમને નબળું પાડ્યું અને તેને તંદુરસ્ત બચ્ચાના શરીરમાં ઇન્જેક્શન આપ્યું. આનાથી રસીકરણ કરાયેલા બચ્ચાઓમાં કોલેરા થયો ન હતો. તેણે રસીકરણની પદ્ધતિ વિશે વિસ્તૃત માહિતી આપી ન હતી, પરંતુ બચ્ચામાં કોલેરા શોધી કાઢ્યો હતો.

આ પછી લુઈ પાશ્ચરે ગાય અને ઘેટાંની 'એન્થ્રસ' નામની બીમારીની રસી પણ બનાવી. પરંતુ એકવાર તેઓ બીમાર થઈ ગયા, તમે તેમનો ઈલાજ કરી શક્યા નહિ. લુઈ પાશ્ચરે ઘેટાંને નબળા 'એન્થ્રસ' બેક્ટેરિયા સાથે રસી આપી હતી, જેનો અર્થ એ થયો કે ઘેટાંમાં ખૂબ જ હળવી 'એન્થ્રસ' હતી, પરંતુ તે એટલી હળવી હતી કે તેઓ ક્યારેય બીમાર પડતાં નથી અને પછી પણ ક્યારેય વાંચતા નથી. તેમને આ જીવલેણ રોગ નહોતો.

 તેમણે હડકવા, અન્થ્રેક્ક્ષ, ચિકન કોલેરા અને સીલ્ક્વર્મ જેવા રોગોનું રહસ્યનું સમાધાન શોધ્યું હતું . 

1884 માં, લુઈ પાશ્ચર તેની પ્રયોગશાળામાં બેઠો હતો ત્યારે એક ફ્રેન્ચ મહિલા તેના 9 વર્ષના પુત્ર જોસેફ સાથે તેની પાસે પહોંચી. તેમના બાળકને 2 દિવસ પહેલા પાગલ કૂતરાએ કરડ્યો હતો. પાગલ કૂતરાની લાળમાં "રેબીઝ વાયરસ" નામના નાના બેક્ટેરિયા હોય છે. જો કંઇ કરવામાં નહીં આવે, તો 9 વર્ષનો જોસેફ ધીમે ધીમે 'હાઈડ્રોફોબિયા'થી મરી જશે. લુઈ પાશ્ચર ખાસ કરીને આ રોગને નફરત કરતા હતા. ઘણા વર્ષોથી, લુઇસ હાઇડ્રોફોબિયાને કેવી રીતે રોકવું તે શોધવાનો પ્રયાસ કરી રહ્યો હતો. હવે પ્રશ્ન એ હતો કે બાળક જોસેફને 'હડકવાની રસી' અપાવવાની હિંમત કરશે કે કેમ? કારણ કે અત્યાર સુધી આ રસી કોઈ મનુષ્યને આપવામાં આવી ન હોવાથી બાળકના મૃત્યુની પણ શક્યતા હતી. પરંતુ રસી ન લગાવ્યા પછી પણ તેનું મૃત્યુ નિશ્ચિત હતું.

આ મૂંઝવણમાં, તેણે તરત જ નિર્ણય કર્યો અને છોકરા જોસેફની સારવાર શરૂ કરી. લુઇસ પાશ્ચર 10 દિવસ સુધી છોકરા જોસેફને રસીની વધતી જતી માત્રામાં ઇન્જેક્શન આપતા રહ્યા. અને પછી મહાન આશ્ચર્યની વાત એ છે કે છોકરા જોસેફને 'હાઈડ્રોફોબિયા' ન હતો. ઊલટું, તે સારું થવા લાગ્યું, આ પહેલીવાર હતો જ્યારે કોઈ માનવીને 'હાઈડ્રોફોબિયા'નું ઈન્જેક્શન આપવામાં આવ્યું.

દુનિયાની પહેલી રસી (વેક્સીન ) શોધવાની દિશામાં પણ પ્રદાન કર્યું હતું . 

તેમને આધુનિક જીવવિજ્ઞાન અને જીવારસાયણશાસ્ત્રની આધારશીલા મૂકી હતી . 

લુઈ પાશ્ચરે જ આથો આવવાની ક્રિયા, શરાબ બનવાની ક્રિયાને વૈજ્ઞાનિક ઓપ આપ્યો 

પાશ્ચરના સંશોધનોએ વિજ્ઞાનની ઘણી બધી શાખાઓને ઓપ આપ્યો 

પાશ્ચરની સિદ્ધિઓમાં પ્રથમ નજરે વ્યાપક વૈવિધ્ય જોવા મળે છે, પરંતુ તેની કારકિર્દી ના ઉડાણમાં નજર નાખવામાં આવે તો તેની શોધોમાં એક તાર્કિક ક્રમ જળવાયેલો છે . 
                         
               પાશ્ચરને એવો વિચાર સ્ફ્રુયો કે  જંતુઓ જો આથો આવવાનું કારણ હોઈ શકે તો ચેપી રોગોનું કારણ પણ હોઈ શકે . અને કેટલાક રોગોના કિસ્સામાં આ સાચું પણ માલુમ પડ્યું .  રોગ ફેલાવતા જંતુ અને વાઈરસના લક્ષણોનો અભ્યાસ કાર્ય બાદ લુઈ અને અન્યોના ધ્યાનમાં આવ્યું કે લોકો અને પ્રાણીઓની પ્રતિકારક્ષમતા વધારવા ચેપ ફેલાવતા જંતુઓના પ્રયોગશાળાના સ્વરૂપોનો ઉપયોગ કરી શકાય .

           આ તમામ સિદ્ધિ પાશ્ચરની તેજસ્વીતા તરફ અંગૂલીનિર્દેશ  કરે છે . 

પાશ્ચરના સંશોધનોને પગલે જ સ્ટીરીયોકેમેસ્ટ્રી, માઈક્રોબાયોલોજી,  બેક્ટેરીયોલોજી, વાઈરોલોજી, ઇમ્યુનોલોજી તેમ જ મોલેક્યુલર બાયોલોજી જેવી વિવિધ વિજ્ઞાન અને તબીબી શાખાઓનો ઉદય થયો . 

તેમને શોધેલી રસીકરણ અને પસ્ચુરાઈઝેશન જેવી પ્રક્રિયાને પગલે લાખો લોકોનો રોગોથી બચાવ પણ થયો .