મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

Showing posts with label જીવન પરિચય. Show all posts
Showing posts with label જીવન પરિચય. Show all posts

11 October, 2024

રતન ટાટા શ્રદ્ધાંજલી

 












જન્મતારીખ: 28 ડિસેમ્બર 1937
અવશાન: 9 ઓક્ટોબર 2024
જન્મસ્થળ: સુરત, ગુજરાત
પિતાનું નામ: નવલ ટાટા 
દાદાનું નામ: જમશેદજી ટાટા

તેમનો જન્મ ૨૮ ડિસેમ્બર, ૧૯૩૭ના રોજ ગુજરાત રાજ્યની સુરત શહેરમાં ધનાઢ્ય  કુટુંબમાં થયો હતો

રતન તાતા ભારત દેશના અગ્રગણ્ય ઉદ્યોગપતિ છે

તે ટાટા જૂથના સ્થાપક જમસેદજી ટાટાના દત્તક પૌત્ર નવલ ટાટાના પુત્ર છે.
તેઓ જમશેદજી ટાટા દ્વારા સ્થાપિત બહુશાખિય કંપની જુથ ટાટા ગ્રૂપના ચેરમેન તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.

ટાટાને તેમના દાદીએ ઉછેર્યા અને પછી વધુ અભ્યાસ માટે મુંબઇ મોકલ્યા.

રતન ટાટાએ કોર્નેલ યુનિવર્સિટીમાંથી આર્કિટેક્ચર બીએસ કર્યું હતું અને હાર્વર્ડ બિઝનેસ સ્કૂલનો એડવાન્સ્ડ મેનેજમેન્ટ પ્રોગ્રામ કર્યો હતો.

રતન ટાટાએ પોતાની કારકીર્દિની શરૂઆત ટાટા સ્ટીલ જૂથ સાથે ટાટા સ્ટીલના કર્મચારી તરીકે 1961 માં આઇબીએમની નોકરીને નકારીને કરી હતી.

રતનટાટા એ પોતાની કારકિર્દીની શરુઆત 1961થી કરી

તે 1991માં કંપનીના ચેરમેન બન્યા અને 2012માં રિટાયરમેંટ કર્યુ. 1991 માં જેઆરડી ટાટા પછી રતન ટાટા જૂથના પાંચમા અધ્યક્ષ બન્યા.

રતન ટાટાનું સ્વપ્ન હતું કે સામાન્ય લોકો પણ કાર ચલાવી શકે. આ માટે તેમણે પોતાના ડ્રીમ પ્રોજેક્ટ હેઠળ ભારતમાં સૌથી સસ્તી કાર લોન્ચ કરી અને તેનું નામ નેનો કાર રાખ્યું. જેની શરુઆતમા કિંમત ફક્ત 1 લાખ હતી. આ ગાડીનો પ્લાંટ ગુજરાતના સાણંદ ખાતે આવેલ છે.


રતન ટાટાએ ટાટા જૂથમાં ટેટલી, જગુઆર, લેન્ડ રોવર અને કોરસ જેવી કંપનીઓ મેળવી હતી.

દેશને સોલ્ટથી લઇને સોફ્ટવેર સુધી ઉપલબ્ધ કરાવનાર ઉદ્યોગપતિ રતન ટાટા નવા નવા પ્રયોગ કરવા માટે જાણીતા છે. તેમણે લોકોનું કાર લેવાનું સપનુ પુરુ કરવા માટે નેનો કાર પણ લોન્ચ કરી દીધી હતી.

દેશને પહેલી સ્વદેશી કાર આપવાનો શ્રેય પણ રતન ટાટાને જ જાય છે. 

દેશની પહેલી સંપૂર્ણ રીતે સ્વદેશમાં બનેલી કાર ટાટા મોટર્સની ઇન્ડિકા છે 1998માં ટાટા મોટર્સે ઇન્ડિકા બનાવી હતી.

ટાટા કંંપનીની નીચે 100 જેટલી કંપનીઓ છે જેમા ટાટા ચા થી લઇ ફાઇવ સ્ટાર હોટલ, સોઇ થી સ્ટીલ  સુધી, નેનો કારથી વિમાન સુધીની કંપનીઓ છે. 

રતન તાતાનો કારોબાર 100થી પણ વધુ દેશોમાં ફેલાયેલો છે. અને પોતાની કંપનીમાં 6,30,000 થી વધુ કર્મચારીઓ કામ કરે છે.

 મિત્રો સૌથી મોટી વાત તાતા ગ્રૂપની એ છે કે તે પોતાના નફાનો 66% ભાગ ચેરિટીમાં દાન કરે છે

રતન ટાટા એ પોતાના કાર્યક્ષેત્રનો પ્રારંભ ૧૯૬૧ મા ટાટા કંપનીમા એક સામાન્ય કર્મચારી તરીકે કર્યો ત્યારબાદ તે સમય વીતતા અન્ય ટાટા ગ્રુપની કંપનીઓ સાથે જોડાયા અને ૧૯૭૧ મા તેમની રાષ્ટ્રીય રેડિયો અને ઈલેક્ટ્રોનિક કંપની-નેલ્કો મા પ્રભારી નિર્દેશક તરીકે પસંદગી કરવામા આવી.

૧૯૮૧ મા તેમની ટાટા એમ્પાયર ના અધ્યક્ષ પદે નિયુક્તિ કરવામા આવી. 

૧૯૯૧ના વર્ષ મા JRD ટાટા એ નિવૃતિ જાહેર કરી સંપૂર્ણ કાર્યભાર રતનટાટાને સોપી દીધો હતો.

૨૮ ડીસેમ્બર ૨૦૧૨ ના રોજ રતન ટાટા , ટાટા ગ્રુપ ની બધી જ કાર્યભારની જવાબદારીઓમાથી મુક્તિ મેળવી.

એક ઇન્ટર્વ્યુમાં રતન ટાટાને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે દુનિયાના સૌથી ધનિક વ્યક્તિઓમાં તમારું નામ કેમ નથી, ત્યારે રતન ટાટાએ જવાબ આપ્યો કે હું એક વેપારી નહિ પણ ઉદ્યોગપતિ છું, 

રતન તાતાનું સપનું ભારતને સુપરપાવર બનવાનું નહિ પરંતુ ભારતને સુખી પરિવાર બનવાનું છે.

પોતાના આ ૨૧ વર્ષ ના કાર્યકાળ દરમિયાન આ કંપનીએ અનેક સિધ્ધિઓ હાંસલ કરી લીધી. પોતાના કાર્યકાળ દરમિયાન તેમણે કંપનીનુ મુલ્ય ૫૦ ગણુ વધારી દીધુ.

 ૧૯૯૯ નો સમય જ્યારે રતન ટાટા , ટાટા એમ્પાયરના અધ્યક્ષ પદે હતા અને ટાટા ઈન્ડિકા ગાડી ને લોંચ થવાનુ એક વર્ષ વીતી ચૂક્યુ હતુ. આ સમયે રતન ટાટા ફોર્ડ ના હેડક્વાર્ટર ડેટ્રોયટની મુલાકાતે ગયા હતા. ત્યાં રતન ટાટા એ ટાટા મોટર્સનો એક પ્લાન રજુ કર્યો હતો. ત્યાં બીલ ફોર્ડ દ્વારા રતન ટાટાને ઘણા અપમાનિત કરવામા આવ્યા હતા. બીલ ફોર્ડ એ કહ્યુકે,“ અમે તમારી આ ગાડીઓ ખરીદીને તમારા પર ઘણો મોટો ઉપકાર કરી રહ્યા છીએ. જો ગાડી બનાવતા ના આવડતી હોય ને તો આ બીઝનેસ કરાય જ નહી.” આ વાત રતન ટાટાના હૈયામા તીર ની જેમ ખૂચી ગઈ અને તે રાતોરાત મુંબઈ પરત ફર્યા.

આ અપમાન બાદ રતન ટાટા ‘ટાટા મોટર્સ’ પર થોડુ વિશેષ ધ્યાન આપવા લાગ્યા. થોડા જ દિવસોમા ટાટા મોટર્સ માર્કેટમા નામના મેળવવા લાગી. ૨૦૦૯ ના સમય મા બીલ ફોર્ડની કંપનીને ભારે નુકસાની થઈ. આ સમયે રતન ટાટા એ આ કંપની ખરીદવા નો નિર્ણય લીધો.

ફોર્ડની આખી ટીમ મુંબઈ આવી અને રતન ટાટાને કહ્યુ કે ,“અમારી ‘જેગુઆર’ અને ‘લેંડરોવર’ ખરીદીને તમે અમારા પર ખૂબ જ મોટો ઉપકાર કરી રહ્યા છો.” રતન ટાટા એ ૯૬૦૦ કરોડ રૂપીયા મા આ બંને કંપનીઓ ખરીદી. 

રતન ટાટાને એકવાર એક ન્યૂઝ ના રીપોર્ટર દ્વારા પૂછાયુ કે ,“ દેશ મા સૌથી શ્રીમંત વ્યક્તિ તરીકે મુકેશ અંબાણી નુ નામ આવે છે તમારુ કેમ નહી ?” તેના ઉત્તર મા રતન ટાટા ફક્ત એટલુ જ કહે છે કે ,“ તે એક વ્યાપારી છે ને હું એક ઉદ્યોગપતિ.”

ટીવીનું જીવન સાચું નથી હોતું. જીવન ટીવીની સીરિયલ નથી હોતું. યોગ્ય જીવનમાં આરામ નથી હોતો. માત્ર કામ, કામ અને કામ જ હોય છે. તો તમે ક્યારેય એ વિચાર કર્યો કે લક્ઝરી ક્લાસ કાર (જગુઆર, હમ્મર, બીએમડબલ્યૂ, ઓડી, ફેરારી)નો કોઈ ટીવી ચેનલ પર ક્યારેય કેમ જાહેરાત નથી જોવા મળતી. કારણ કે આ કાર કંપનીવાળાને ખબર છે કે આવી કાર લેનારા વ્યક્તિ પાસે ટીવીની સામે બેસવાનો ફાલતૂ સમય નથી હોતો.

ટાટા કંપની દર વર્ષે પોતાનાં વાર્ષિક નફાની 66% રકમ દાનમાં આપે છે

ટાટા જેટલા મોટા ઉદ્યોગપતિ છે તેટલા જ દરિયાદિલી ઇન્સાન પણ છે. 

૨૬/૧૧ માં મુંબઈ સ્થિત આંતકી હુમલામાં તાજ હોટેલ સળગી ગઈ હતી. ત્યારે હોટેલ છ મહિના માટે બંધ કરવામાં આવી. આ સમગ્ર ઘટના દરમિયાન નવા અને જુના એમ તમામ કર્મચારીઓને ટાટા એ છ મહિના સુધી હોટેલ બંધ હોવા છતા સેલરી આપી હતી. ઉપરાંત હુમલામાં મરી ગયેલ કર્મચારી ના પરિવારો માટે લાઈફટાઈમ પેન્શન આપવાની પણ ઘોષણા કરી હતી.

કોરોના મહામારીમાં રતન ટાટાએ 500 કરોડ અને ટાટા સન્સ કંપનીએ 1000 કરોડ એમ કુલ 1500 કરોડ રુપિયા ટાટા ગૃપ દ્વારા આપવામાં આવ્યા છે. અને રતન ટાટા કહે છે કે જો મારે મારા દેશ ભારત માટે બધી સંપતી આપી દેવી પડે તો તે આપવા હું તૈયાર છું. આ તેમને દેશપ્રેમ દર્શાવે છે.

દેશમાં સૌપ્રથમ મીઠું બનાવવાનું કામ 1927 માં ગુજરાતના ઓખામાં શરૂ થયું હતું, જેને જે.આર.ડી. ટાટાએ 1938 માં ખરીદ્યો હતો, અને ટાટા સોલ્ટની શરૂઆત આ સાથે થઈ હતી.

તેમણે ટાટા જૂથના અધ્યક્ષ પદનો ત્યાગ કર્યો હતો, પરંતુ તેઓ હજી પણ ટાટા જૂથના ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે રહ્યા છે.

તેઓ ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, ટાટા પાવર, ટાટા કન્સલ્ટન્સી સેવાઓ, ટાટા ટી, ટાટા કેમિકલ્સ, ભારતીય હોટેલ્સ અને ટાટા ટેલિસર્વિસિસ જેવી તમામ મોટી કંપનીઓના અધ્યક્ષ પણ હતા.રતન ટાટાના કાર કલેક્શનની વાત કરીએ તો તેમને લક્ઝરી કારણો ખૂબ શોખ છે. ટાટા પાસે જગુઆર, મર્સિડીઝ એસએલ 500, ફરારી કેલિફોર્નિયા અને લેન્ડ રોવર ફ્રીલેન્ડર જેવી ઘણી વૈભવી અને મોંઘી કાર છે.

 રતન ટાટાને જેટલો કાર સાથે લગાવ છે તેટલો જ તે ફાઇટર જેટ્સ સાથે પ્રેમ છે. ટાટા પાસે પાયલોટનું લાયસન્સ છે તેથી જ તેઓ ભારતીય વાયુસેનાનું A-16 ફાઇટર જેટ ઉડાવી ચુક્યા છે.

રતન ટાટાને શ્વાન ખુબ પસંદ છે. તેમની પાસે બે જર્મન શેફર્ડ જાતિના શ્વાન છે અને તે તેમના નવરાશના સમયમાં તેમની સાથે રમે છે.

રતન ટાટા દરેક સુવિધાઓથી સજ્જ આલીશાન બંગલામાં રહે છે જે મુંબઈના કોલાબામાં દરિયા કિનારે બનેલ છે. આ ત્રણ માળનો બંગલો 13 હજાર ચોરસ ફૂટમાં ફેલાયેલો છે. બંગલાના પહેલા ભાગમાં પાર્ટી માટે સન ડેક અને લિવિંગ સ્પેસ છે જ્યારે બાકીના હિસ્સામાં જિમ, પુસ્તકાલય, સ્વિમિંગ પૂલ, લાઉન્જ, સ્ટડી રૂમ છે.

જો આપણે રતન ટાટાની સંપત્તિની વાત કરીએ તો સેલિબ્રિટી નેટ વર્થ.કોમ અનુસાર તેમની નેટવર્થ એક અબજ ડોલરની આસપાસ છે.

ટાટા ગ્રુપે એર ઇન્ડિયાને 18 હજાર કરોડમાં ખરીદ્યું છે. આ એરલાઈન 68 વર્ષ પછી ઘરે પરત આવી છે. જલદી ટાટા ડૂબતી એરલાઇનના માલિક બનશે

ટાટા જૂથ ઉત્પાદનો અને સેવાઓ

ટાટા જૂથની કુલ 100 થી વધુ કંપનીઓ છે જે ભારત સહિત સમગ્ર વિશ્વમાં ઉત્પાદનથી લઈને સેવા સુધીના વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત છે, જેમાંથી કેટલીક મહત્વપૂર્ણ નીચે મુજબ છે.


ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, ટાટા ઓઈલ, ટાટા કેમિકલ્સ, ટાટા પાવર, ટાટા એરલાઈન્સ, ટાટા સોલ્ટ, ટાટા ટી, ટાટા ટેલી સર્વિસ, ટાટા નેટ, ટાટા વોચ (ટાઈટન), ટાટા એસી (વોલ્ટાસ), ટાટા કોમ્યુનિકેશન્સ (વીએસએનએલ), ટાટા ઇન્ફોટેક, ટાટા ટેક્નોલોજીસ, ટાટા સ્કાય, ટાટા ટેલિગ્લોબ, ટાટા પિગમેન્ટ્સ, ટાટા કન્સલ્ટન્સી, ટાટા કોમ્યુનિકેશન ટાટા સિમેન્ટ વગેરે.


ટાટા લોકોમોટિવ્સ અને ઘણી મશીનરી પ્રોડક્ટ્સ, સાબુ અને ડિટર્જન્ટ્સનું પણ ઉત્પાદન કરે છે, ટાટા જૂથ શિક્ષણમાં પણ સામેલ છે, જેમ કે ટાટા મેનેજમેન્ટ ટ્રેનિંગ સેન્ટર (પુણે), અને નેશનલ સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટ. ટાટા ગ્રૂપ પણ હોટેલ તાજ ગ્રુપની જેમ હોટેલ સેક્ટરમાં ટોચ પર છે.

ટાટા જૂથ સરકારી સંસ્થાઓ જેમ કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ, ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સ, ટાટા સેન્ટર ફોર બેઝિક રિસર્ચ, ટાટા એનર્જી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ વગેરેમાં પણ સામેલ છે.


રતન ટાટાને  2000માં પદ્મભૂષણ અને 2008માં પદ્મ વિભૂષણ એવોર્ડ ભારત સરકાર દ્વારા આપવામાં આવેલ છે.

2008માં સિંગાપુર સરકારે તેમને માનદ નગરિક પુરસ્કાર આપેલ છે.
આ સિવાય તેમને ભારત ઉપરાંત વિદેશમાં પણ ઘણા સન્માન અને પુરસ્કારો મળ્યા છે અને તેની સંખ્યા પણ 30થી વધુ છે.

માણસ ગમે તેટલી સંપત્તિ કમાય, પણ જે દિવસે તે આ દુનિયાને અલવિદા કહે છે તે દિવસે તે બધું અહીં છોડી દે છે, કારણ કે કફનમાં ખિસ્સું નથી અને જો હોય તો પણ અહીં બધું જ બળી જવાનું છે પણ હા તેના ગયા પછી , તેના કાર્યોની ચર્ચા કરવામાં આવે છે અને પ્રમાણિકપણે, તે વ્યક્તિની વાસ્તવિક આવક છે.

રતન ટાટા જેવા લોકો પોતાનામાં એક વ્યક્તિત્વ છે અને સાચું કહું તો આના જેવા મહાન માણસો જ જાણે છે કે સંપત્તિનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો. 

             આવા મહાન અને દેશભક્ત વ્યક્તિને ભાવભીની શ્રદ્ધાંજલી

22 October, 2023

બિપીનચંદ્ર પાલ

 બિપીનચંદ્ર પાલ

(લાલ-બાલ- પાલ ની ત્રીપુટીમાના એક)


જન્મતારીખ: 7 નવેમ્બર 1858

જન્મ સ્થળ: પોઇલ, હબીબગંજ, બાંંગ્લાદેશ
પિતાનું નામ:  રામચંદ્ર પાલ
માતાનું નામ: નારાયણી દેવી
અવશાન: 20 મે 1932


ભારતીય સ્વતંત્રતા આકાર આપવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર લાલ બાલ પાલ ની ત્રિપુટી માના એક એટલે બીપીનચંદ્ર પાલ. ભારતમાં ક્રાંતિકારી વિચારોનો જનક બિપિનચંદ્ર પાલને કહેવામાં આવે છે

 બિપિનચંદ્ર પાલ એક રાષ્ટ્રવાદી નેતા તેમજ શિક્ષક, પત્રકાર, લેખક અને શ્રેષ્ઠ વક્તા પણ હતા

બીપીનચંદ્ર પાલનો જન્મ બંગાળ પ્રેસિડેન્ટીના સીલ્હેટ જિલ્લાના હબિગંજના પોઇલ  ગામમાં 7 નવેમ્બર 1858 ના રોજ એક હિન્દુ બંગાળી પરિવારમાં થયો હતો. તેમના પિતા રામચંદ્ર પાલ પર્શિયન વિદ્વાન અને નાના જમીનદાર હતા. બીપીનચંદ્ર પાલનું પ્રારંભિક શિક્ષણ ઘર પર જ ફારસી ભાષામાં થયું હતું. તેઓ ઉચ્ચ અભ્યાસ માટે કલકત્તા ગયા ત્યાં બ્રહ્મસમાજના અગ્રણી કેશવચંદ્ર સેન નો તેમના પર ખૂબ જ પ્રભાવ પડ્યો અને તેઓ બ્રહ્મસમાજ સાથે જોડાઈ ગયા. આ વાત તેમના પિતાને પસંદ પડી નહીં આથી તેમને બિપિનચંદ્રનું આજીવન મો ન જોવાની કસમ ખાધી. 

બ્રહ્મસમાજના સિદ્ધાંતો તેમના જીવનમાં એવી રીતે ઉતરી ગયા કે જે કોઈ આ સમાજની વિરુદ્ધમાં જાય તેમને તેઓ શાસ્ત્રાર્થ કરવાનો પડકાર ફેંકતા હતા. આવા જ એક કાલીચરણ બેનર્જી બ્રહ્મસમાજની વિરુદ્ધમાં ઉગ્ર ભાષણ આપતા ત્યારે બીપીનચંદ્ર એ સતત સાત ભાષણ આપીને કાલીચરણના વિચારોનું ખંડન કર્યું હતું. બીપીનચંદ્ર બ્રહ્મસમાજના સિદ્ધાંતોનું ચુસ્ત અનુસરણ કરતા હતા કારણ કે બ્રહ્મ સમાજ એ સુધારવાદી સમાજ હતો અને સમાજની ખોટી પ્રથાઓ અને રિવાજોનો વિરોધી હતો.

બીપીનચંદ્ર માત્ર ભાષણ આપીને ચૂપ રહેતા ન હતા પરંતુ સમાજના નિયમોનું અનુસરણ પણ કરતા હતા. આ જ કારણથી જ્યારે તેમના પ્રથમ પત્ની મૃત્યુ પામ્યા ત્યારે તેમણે સુપ્રસિદ્ધ નેતા સુરેન્દ્રનાથ બેનર્જીની વિધવા ભત્રીજી સાથે પુન:લગ્ન કર્યા.  આ લગ્ન એ તે સમયે ભારે ઉહાપોહ મચાવ્યો કારણકે તે સમયે વિધવા વિવાહ પર પ્રતિબંધ હતો


તેમને કેટલાક કારણોસર ગ્રેજ્યુએટ થતાં પહેલાં પોતાનું શિક્ષણ છોડવું પડ્યું અને કલકત્તાની એક સ્કૂલમાં હેડ માસ્ટર તથા ત્યાંની  જ એક પબ્લિક લાઇબ્રેરીમાં લાયબ્રેરીયન તરીકે નોકરી કરી.

1886 માં પરિદર્શક નામના સાપ્તાહિકમાં તેમને કામ શરૂ કર્યું જે સિલ્હટ થી નીકળતું હતું બિપિનચંદ્ર પાલ એક શિક્ષક પત્રકાર લેખક તરીકે ઘણો સમય કાર્ય કર્યું અને તેઓ એક બહેતરીન વક્તા અને રાષ્ટ્રવાદી નેતા પણ હતા જેમને અરવિંદ ઘોષ સાથે મુખ્ય પ્રતિપાદક તરીકે ઓળખવામાં આવે છે.

બિપિનચંદ્ર સાર્વજનિક જીવન અને અંગત જિંદગીમાં પણ પોતાના વિચારો પર અમલ કરનારા અને ચાલી આવેલી રૂઢિચુસ્ત માન્યતાના સખત વિરોધી હતા.

તેમણે એક વિધવા મહિલા સાથે વિવાહ કર્યા હતા જે તે સમયે ચોકાવનારી બાબત હતી અને આ પગલાંને લીધે તેમને પોતાના પરિવાર સાથે સંબંધ તોડવો પડ્યો હતો.


તેમણે આપેલા ભાષણોના કારણે તેમને ખૂબ નામના મળી હતી. 1900 માં તેઓ ઇંગ્લેન્ડ ગયા અને ત્યાં પણ તેમણે ઘણા ભાષણો આપ્યા અને ઘણા વર્તમાનપત્રમાં લેખો લખતા રહ્યા હતા. ઇંગ્લેન્ડમાં તેમણે "સ્વરાજ" નામની પત્રિકા છાપી હતી. ઇંગ્લેન્ડ થી પાછા ફર્યા બાદ તેમને "ન્યુ ઇન્ડિયા" નામનું અંગ્રેજી સાપ્તાહિક શરૂ કર્યું અને ત્યાર પછી શ્રી અરવિંદના વર્તમાનપત્ર "વંદે માતરમ" માં પણ તેમને કામ કર્યું


1905 માં બંગાળ વિભાજન વિરોધમાં અંગ્રેજી શાસન વિરુદ્ધ લાલ બાલ અને બાલની ત્રિપુટી એ જોરદાર આંદોલન કર્યું જેને મોટા પાયે જનતાનું સમર્થન મળ્યું.

આ ત્રિપુટી ઉગ્ર વિચારસરણી માટે જાણતી હતી. બંગ ભંગ આંદોલન દરમિયાન બ્રિટિશ સરકારે અરવિંદ ઘોષની ધરપકડ કરી અને બિપિનચંદ્ર પાલને તેમની વિરુદ્ધમાં સાક્ષી બનવા કહ્યું ત્યારે તેઓ માન્ય નહીં અને તેમના પર કોર્ટના મા ભંગનો કેસ ચલાવવામાં આવ્યો. ત્યાર તેમને સરકારને સ્પષ્ટ પણે કહ્યું કે "કોઈપણ દેશભક્તની વિરુદ્ધમાં હું જઈશ નહીં ભલે મારે ફાંસીએ ચડવું પડે" ત્યારબાદ તેમને કોર્ટ દ્વારા છ મહિના માટે જેલમાં પૂરવામાં આવ્યા હતા. જેલમાંથી છૂટ્યા બાદ તેઓ બમણા જોશથી કામ કરવા લાગ્યા અને દેશમાં ખૂણે ખૂણે જોશ ભર્યા ભાષણ આપવા મળ્યા 1919 માં તેઓ કોંગ્રેસ પ્રતિનિધિ મંડળ સાથે વિદેશ ગયા અને ત્યાં પણ તેમને દેશની આઝાદી માટે ચળવળ ચલાવી.


બીપીનચંદ્ર પાલે ઘણી રચનાઓ લખી છે જેમાં ધ ન્યુ સ્પીરીટ, ઇન્ડિયન નેશનલિઝમ, નેશનાલિટી એન્ડ એમ્પાયર, સ્વરાજ એન્ડ ધ પ્રેઝન્ટ સિચ્યુએશન, વિક્ટોરિયા બાયોગ્રાફી, ધ બેજીસ ઓફ રિફોર્મ, ધ સોલ ઓફ ઇન્ડિયા વગેરે…..આ ઉપરાંત એમને ઘણી પત્રિકાઓમાં પણ સંપાદન કર્યું છે જેમાં પારદર્શક, બંગાળ પબ્લિક ઓપોનિયન, લાહોર ટ્રીબ્યુન, ધ ન્યૂ ઇન્ડિયા, ધ ઈન્ડીપેન્ડન્ટ ઇન્ડિયા, વંદે માતરમ, સ્વરાજ  અને ધ હિન્દુ રીવ્યુ વગેરે…


દેશની નવી રાજનીતિ સાથે તાલમેલ જાળવી ન શકતા તેઓ એક હાસિયમાં ધકેલાઈ ગયા.  દેશ જાગૃતિ માટેનો તેમનો ફાળો ક્યારેય ભૂલી શકાશે નહીં.

બીપીનચંદ્ર પાલે સમગ્ર જીવન રાષ્ટ્રહિત માટે કામ કર્યું છે સમાજ સુધારક અને સ્વતંત્ર સેનાનીનુ  20 મે 1932ના રોજ  નિધન થયું હતું


રમેશ પારેખ

 રમેશ પારેખ 






આભાર
વિનુભાઇ ઉ. પટેલ
લેખક "મહિમા 365 દિવસ" પુસ્તક

ડૉ. વર્ગીસ કુરિયન

 ડૉ. વર્ગીસ કુરિયન

(શ્વેત ક્રાંતિના જનક અને 'મિલ્કમેન ઑફ ઇન્ડિયા' (Milk Man of India))





આભાર
વિનુભાઇ ઉ. પટેલ
લેખક "મહિમા 365 દિવસ" પુસ્તક

બકુલ ત્રિપાઠી

 બકુલ ત્રિપાઠી





આભાર
વિનુભાઇ ઉ. પટેલ
લેખક "મહિમા 365 દિવસ" પુસ્તક

મદન મોહન માલવિયા

 મદન મોહન માલવિયા

(બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયના સ્થાપક)







આભાર
વિનુભાઇ ઉ. પટેલ
લેખક "મહિમા 365 દિવસ" પુસ્તક



શ્રીમદ રાજચંદ્ર

 શ્રીમદ રાજચંદ્ર 

(મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ)



જન્માતારીખ: 9 નવેમ્બર 1867

જન્મસ્થળ: વવાણિયા, મોરબી, ગુજરાત

અવશાન: 9 એપ્રિલ 1901 (રાજકોટ)





આભાર

વિનુભાઇ ઉ. પટેલ

લેખક "મહિમા 365 દિવસ" પુસ્તક



ભારત સરકારે શ્રીમદ્ રાજચંદ્રની ૧૫૦મી જન્મજયંતિની સ્મૃતિમાં ૨૯ જૂન, ૨૦૧૭ના રોજ અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતે ૧૦ના સિક્કાઓ, રૂ. ૧૫૦ના સ્મારક સિક્કાઓ અને ટપાલ ટિકિટ બહાર પાડ્યાં હતા

19 February, 2023

કલ્પના ચાવલા

 અંતરિક્ષમા જનાર  પહેલી ભારતીય મહિલા કલ્પના ચાવલા  હતી. 

કલ્પના ચાવલાએ અવકાશની દુનિયામા માત્ર સિદ્ધિઓ જ નહી પણ તમામ વિદ્યાર્થીઓને પોતાના સપના જીવવાનુ શીખવ્યુ હતુ. 



તેણે દીકરીઓને આકાશ માં ઉડવાની પ્રેરણા આપી.

કલ્પના ચાવલાનો જન્મ ૧૭ માર્ચ ૧૯૬૨ ના રોજ કરનાલમા બનારસી લાલ ચાવલાના ઘરે થયો હતો. તે ચાર ભાઈ-બહેનોમા સૌથી નાની હતી. ઘરના દરેક તેને પ્રેમથી મોન્ટુ કહેતા હતા. પ્રારંભિક અભ્યાસ કરનાલના ટાગોર બાલ નિકેતનમા કર્યો હતો. જ્યારે તે ૮ મા ધોરણમા પહોંચી ત્યારે તેણે તેના પિતા પાસે એન્જિનિયર બનવાની ઇચ્છા વ્યક્ત કરી.

કલ્પનાના પિતા તેને ડોક્ટર અથવા શિક્ષક બનાવવા માંગતા હતા. સગાઓનુ કહેવુ છે કે નાનપણથી જ કલ્પનાને અવકાશ અને ખગોળશાસ્ત્રીય પરિવર્તનમા રસ હતો. તેણી હંમેશા તેના પિતાને પૂછતી હતી કે આકાશમા કેવી રીતે અવકાશયાત્રીઓ ઉડે છે. હુ પણ ઉડી શકુ? તેના પિતા હસતા હસતા આ મામલાને ટાળતા હતા.

ત્યારબાદ કલ્પના ૧૯૮૨ મા તેના સપના સાકાર કરવા માટે ખગોળશાસ્ત્રનો અભ્યાસ કરવા અમેરિકા ગઈ હતી. પછી ૧૯૮૮ મા તે નાસા સંશોધન સાથે સંકળાય હતી. જે પછી ૧૯૯૫ મા નાસાએ અવકાશયાત્રા માટે કલ્પના ચાવલાની પસંદગી કરી હતી. તેણે એસટીએસ ૮૭ કોલમ્બિયા શટલ સાથે અવકાશમા પ્રથમ ફ્લાઇટથી સમ્પન કરી હતી. તેનો સમયગાળો ૧૯ નવેમ્બર ૧૯૯૭ થી ૫ ડિસેમ્બર ૧૯૯૭ સુધીનો હતો.

અવકાશમા તેમની પ્રથમ સફર દરમિયાન તેમણે અવકાશમા ૩૭૨ કલાકનો સમય વિતાવ્યો અને પૃથ્વીની ૨૫૨ પરિક્રમા પૂર્ણ કરી. કલ્પના આ સફળ મિશન પછી કોલમ્બિયા શટલ ૨૦૦૩ સાથે અવકાશની બીજી ફ્લાઇટમા સવાર થઈ. કલ્પનાની બીજી અને છેલ્લી ફ્લાઇટ ૧૬ જાન્યુઆરી ૨૦૦૩ ના રોજ સ્પેસ શટલ કોલમ્બિયાથી શરૂ થઈ હતી.

તે એક ૧૬ દિવસીય અવકાશ મિશન હતુ જે સંપૂર્ણ રીતે વિજ્ઞાન અને સંશોધન પર આધારિત હતુ. ૧ ફેબ્રુઆરી ૨૦૦૩ ના રોજ પૃથ્વી પર પાછા ફરવા માટે આ વાહન પૃથ્વીની કક્ષામા પ્રવેશતા જ હવામા વેરવિખેર થઈને તૂટી ગયુ હતુ. ૨૦૦૩ મા કલ્પનાની સાથે અન્ય ૬ અવકાશયાત્રીઓ પણ આ ઘટનામા માર્યા ગયા હતા..

અવકાશયાત્રાની દરેક ક્ષણ મોતના સાયામાં સ્પેસ વોક કરતી રહી કલ્પના ચાવલા અને તેના 6 સાથીઓ તેઓને એ જાણવાની છૂટ પણ નહોતી મળી કે તેઓ સલામત પૃથ્વી પર આવી શકશે નહી. તેમણે જીવન સાથે તેમનુ મિશન ચાલુ રાખ્યુ હતુ. તે ક્ષણે ક્ષણની માહિતી નાસામા મોકલતો રહ્યા પરંતુ બદલામા નાસાએ તેને એ પણ જાણ ન થવા દીધી કે તે પૃથ્વી કાયમ માટે છોડી દેશે.

તે સમયે સવાલ હતો કે નાસાએ આ કેમ કર્યું? શા માટે તેણે અવકાશયાત્રીઓ અને તેના પરિવાર પાસેથી માહિતી છુપાવી હતી. પરંતુ નાસાની વૈજ્ઞાનિક ટીમ ઇચ્છતી નહોતી કે મિશન પરના અવકાશયાત્રીઓ તેમના જીવનની અંતિમ ક્ષણો ઘુટી ઘુટીને જીવે. તેમણે તેમના વિષે સારુ એ વિચાર્યું કે ઘટનાનો શિકાર થતા પહેલા તે એકદમ મસ્ત રહે. નક્કી જ હતુ કે મોત આવવાની છે. પિતા કહે છે કે કલ્પના ક્યારેય આળસુ નહોતી. તે નિષ્ફળતાથી ડરતી ન હતી. તે જે લક્ષ નક્કી કરે તેને પૂર્ણ કરીને જ રહેતી હતી.. આજે કલ્પના કદાચ આપણી વચ્ચે ન હોય પરંતુ તે આપણા બધા માટે એક શ્રેષ્ઠ ઉદાહરણ છે

૧ ફેબ્રુઆરી 2003 ના રોજ કોલંબિયા સ્પેસ શટલના ભંગાણ સાથે કલ્પનાની ઉડાન થંભી ગઈ હતી. તે હજી પણ વિશ્વ માટે એક ઉદાહરણ છે. તેમની વાત સાચી થઈ જેમા તેમણે કહ્યુ હતુ કે હુ ફક્ત અંતરીક્ષ માટે જ બની છુ.

17 February, 2023

નિકોલસ કોપરનિક્સ (Nicolaus Copernicus)

 

        


 આધુનિક ખગોળશાસ્ત્રના પિતા નિકોલસ કોપરનિક્સ      

 જન્મ તારીખ: 19 ફેબ્રુઆરી 1473

જન્મ સ્થળ: થોર્ન, રોયલ પુર્સિયા, પોલેન્ડ

અવશાન: 24 મે 1543

        આજે આપણે સૂર્ય, ચંદ્ર અને ગ્રહો વિશે ઘણું જાણીએ છીએ. અવકાશ વિજ્ઞાનઓએ અંતરિક્ષનો અભ્યાસ કરીને ઘણા રહસ્યો ખોલી નાખ્યા છે. પરંતુ પુરાતન કાળમાં માણસને પૃથ્વી કે સૂર્ય, ચંદ્ર વિશે કશી જ જાણકારી નહોતી.તે સમયે સૂર્ય અને ચંદ્ર દેવ ગણાતા તેમની પૂજા થતી. પૃથ્વી સ્થિર છે અને સૂર્ય, ચંદ્ર તેની આસપાસ ફરે છે તેવી માન્યતા હતી. તે જમાનામાં ગણિતશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, દર્શનશાસ્ત્ર, વગેરેનો અભ્યાસ પણ થતો. સંશોધનના સાધનો પણ પૂરતાં નહોતા.તેમ છતાં કલ્પના અને ગણતરી વડે ઘણા સંશોધનો થતાં. ધર્મશાસ્ત્રીઓ પણ ઉચ્ચ કક્ષાના વિજ્ઞાાનીઓ હતા. તેવા જમાનામાં નિકોલસ કોપરનિકસ નામના વિજ્ઞાાનીએ પ્રથમવાર શોધી કાઢયું કે સૂર્ય સ્થિર છે અને પૃથ્વી તેની આસપાસ ફરે છે. આ શોધ પછી ખગોળશાસ્ત્રને નવી દિશા મળી અને વધુ સંશોધનો થવા લાગ્યા



        નિકોલસ કોપરનિકસનો જન્મ 19 ફેબ્રુઆરી 1473 માં પોલેન્ડના એક સમૃદ્ધ નગરમાં થયો હતો. તેઓ એક ખગોળ શાસ્ત્રી અને ગણિતજ્ઞ હતા. તેના પિતા ન્યાયાધિશ હતા. સુખી અને સમૃદ્ધ પરિવારમાં જન્મેલા નિકોલસના પિતા તેની બાળવયમાં જ અવસાન પામેલા. નિકોલસનો ઉછેર તેના પાદરી મામાને ત્યાં થયો હતો. એટલે બાળવયથી જ તે ધાર્મિક વૃત્તિનો હતો. યુવાન થતા જ નિકોલસ પોલેન્ડની ક્રેકો યુનિવર્સિટીમાં જોડાયો હતો. તે સમયમાં વહાણવટાનો ઉદ્યોગ વિકાસ પામેલો. સાહસિકો લાંબી દરિયાઇ સફર કરતા. તેમને ભૂગોળ અને અવકાશના જ્ઞાાનની જરૃર હતી. નિકોલસે કાયદાનો અભ્યાસ કરેલો. તેના ધાર્મિક સ્વભાવને કારણે તેને લોકોની સેવા અને ધર્મપ્રચાર કરવાની ઇચ્છા હતી. ગરીબ દર્દીઓની સેવા કરવા તેણે તબીબી અભ્યાસ પણ કર્યો.

નિકોલસ પ્રથમ યુરોપીયન ખગોળશાસ્ત્રી હતા જેમણે બ્રહ્માંડના કેન્દ્રની બહાર પૃથ્વીનો વિચાર કર્યો, એટલે કે સૂર્યકેન્દ્રીય મોડેલ લાગુ કર્યું. આ પહેલા, સમગ્ર યુરોપ એરિસ્ટોટલના ખ્યાલમાં માનતો હતો, જેમાં પૃથ્વી બ્રહ્માંડનું કેન્દ્ર હતું અને સૂર્ય, તારાઓ અને અન્ય  તેની આસપાસ ફરે છે. આ માન્યતાની વિરુદ્ધ બોલનારને લોકો અધર્મી કહીને વખોડતાં અને ફાંસીની સજા પણ આપવામાં આવતી. 



1530 માં, કોપરનિકસનું પુસ્તક ડી રિવોલ્યુશન (De Revolution)  પ્રકાશિત થયું હતું, જેમાં તેણે જણાવ્યું હતું કે પૃથ્વી તેની ધરી પર એક દિવસમાં પરિભ્રમણ કરે છે અને એક વર્ષમાં સૂર્યની ક્રાંતિ પૂર્ણ કરે છે. કોપરનિકસે તારાઓની સ્થિતિ નક્કી કરવા માટે પ્રુટેનિક કોષ્ટકો(Prutenic Tables) બનાવ્યાં, જે અન્ય ખગોળશાસ્ત્રીઓમાં ખૂબ લોકપ્રિય બન્યાં. તેમનું આ પુસ્તક  તેમના મૃત્યુ પછી પ્રકાશિત થયું હતું. તેમણે આ પુસ્તક પ્રકાશિત ના કરી શક્યા તેનો વસવસો રહી ગયો.. આખરે તેમના એક નજીકના મિત્ર રેટિક્સે આ પુસ્તક પ્રકાશિત કર્યુ. આ પુસ્તકને આધુનિક ખગોળશાસ્ત્રની શરૂઆત માનવામાં આવે છે.

પાછળથી,  ગેલિલિયોએ ટેલિસ્કોપની શોધ કરી, ત્યારે તેમના આ સિદ્ધાંતોની પુષ્ટિ થઈ.

તેમની શોધને વિજ્ઞાન જગતમાં પ્રમાણભૂત ગણવામાં આવે છે. તેમણે કોઈપણ સાધનનો ઉપયોગ કર્યા વિના આ નિષ્કર્ષ કાઢ્યો હતો. તે કલાકો સુધી નરી આંખે અવકાશમાં તાકી રહેતો અને ગાણિતિક ગણતરીઓ દ્વારા યોગ્ય તારણો મેળવવાનો પ્રયાસ કરતો.



      કોપરનિકસનું યોગદાન

કોપરનિકસના અવકાશ વિશેના સાત નિયમો જે તેમના પુસ્તકમાં ઉલ્લેખિત છે તે નીચે મુજબ છે:


બધા અવકાશી પદાર્થો કોઈ એક નિશ્ચિત કેન્દ્ર દ્વારા ઘેરાયેલા નથી.

પૃથ્વીનું કેન્દ્ર બ્રહ્માંડનું કેન્દ્ર નથી. તે માત્ર ગુરુત્વાકર્ષણ અને ચંદ્રનું કેન્દ્ર છે.

બધા ગોળા (અવકાશી પદાર્થો) સૂર્યની આસપાસ ફરે છે. આમ સૂર્ય બ્રહ્માંડનું કેન્દ્ર છે. (આ નિયમ ખોટો છે.)

સૂર્યથી પૃથ્વીનું અંતર આકાશની સીમાથી પૃથ્વીના અંતરની તુલનામાં ખૂબ જ ઓછું છે.

આપણે આકાશમાં જે કંઈ હિલચાલ જોઈએ છીએ તે વાસ્તવમાં પૃથ્વીની ગતિને કારણે છે. (આંશિક રીતે સાચું)

આપણે જે કંઈપણ સૂર્યની ગતિ તરીકે જોઈએ છીએ તે વાસ્તવમાં પૃથ્વીની ગતિ છે.

ગ્રહોની જે પણ ગતિ આપણે જોઈએ છીએ તેની પાછળ પૃથ્વીની ગતિ પણ જવાબદાર છે.



નિકોલસ કોપરનિકસનું મૃત્યુ 24 મે, 1543 ના રોજ થયું હતું. 

કોપરનિકસનું યોગદાન વિશ્વમાં ક્યારેય ન ભુલાય તેવું યોગદાન છે. કોપરનિકસે જૂની માન્યતાઓને તોડીને બ્રહ્માંડને વૈજ્ઞાનિક તથ્યો સાથે સમજાવ્યું.


04 August, 2022

નીલ આર્મસ્ટ્રોંગ (Neil Armstrong)

નીલ આર્મસ્ટ્રોંગ (Neil Armstrong)

ચંદ્રની ધરતી પર પ્રથમ વાર પગ મૂકનાર વ્યક્તિ



જન્મતારીખ:  5 ઓગસ્ટ 1930

જન્મ સ્થળ: વાપાકોનેટા, ઓહિયો, અમેરિકા

પિતાનું નામ:  એલ્ડન આર્મસ્ટ્રોંગ

અવશાન: 25 ઓગસ્ટ 2012 (ઓહિયો, અમેરિકા)


ચંદ્ર પર પહેલો પગ મૂકનાર એસ્ટ્રોનોટ નીલ આર્મસ્ટ્રોંગની આજે જન્મ જયંતી છે. તેઓ 5 ઓગસ્ટ,1930 માં જન્મ્યા હતા. એસ્ટ્રોનોટની સાથે સાથે તેઓ નૌકા વિમાનચાલક અને ટેસ્ટ પાયલોટ પણ હતા. ફક્ત 16 વર્ષની ઉંમરે જ તેમણે પાયલોટ લાયસન્સ મેળવી લીધું હતું.

તેમને 200 થી વધુ એરક્રાફ્ટ ચલાવવાનું નોલેજ હતું

નાસા તરફથી ચંદ્ર મિશનમાં 1966 માં જોડાયા હતા અને તેમણે એસ્ટ્રોનોટ તરીકે ટ્રેઈનીંગ લીધી હતી. આ બાદ, 21 જુલાઈ 1969 ના રોજ તેમણે ચંદ્ર પર પહેલો પગ મૂક્યો હતો અને વિશ્વ પ્રસિદ્ધિ હાસિલ કરી હતી અને 2.5 કલાક સુધી તેઓ ચંદ્ર પર ચાલ્યા હતા 

નાસાએ 1969થી 1972 સુધી અપોલો-11 સહિત 6 મિશન ચંદ્ર પર મોકલ્યા છે. અમેરિકાએ 1969થી 1972 સુધી અપોલો-11 સહિત 6 મિશન ચંદ્ર પર મોકલ્યા હતા. 20 જુલાઈ 1969ના રોજ અપોલો-11ના માધ્યમથી  નીલ આર્મસ્ટ્રોંગ પ્રથમ માનવ  બન્યા હતા જે ચંદ્રની જમીન પર ઉતર્યા હતા. 



16 જુલાઈ, 1969ના રોજ અપોલો-11 મિશન લોન્ચ થયું હતું. 20 જુલાઈ 1969ના રોજ રાત્રે 10:56 કલાકે અમેરિકાના અંતરિક્ષ યાત્રી નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્ર પર પહેલો પગ મુક્યો હતો, તેની સાથે એડવીન ઓલ્ડ્રિન અને માઈકલ કોલિન્સ પણ આ મિશન પર ગયા હતા. અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસા દ્વારા અપોલો-11 મિશનનો પાયો 1961માં નાખવામાં આવ્યો હતો.


નાસાએ લગભગ 15 પાઈલટની છટણી કરી અને તેમાંથી 3 પાઈલટને ચંદ્ર પર મોકલવા માટેની

પ્રક્રિયા શરૂ કરી. નાસાએ કરેલા અનેક પરીક્ષણ અને દરેક પ્રકારની કસોટીમાં પાસ થયા

પછી નીલ આર્મસ્ટ્રોંગ, એડવીન ઓલ્ડ્રિન અને માઈકલ કોલિન્સની ચંદ્રના એપોલો-11 મિશન

માટે પસંદગી કરવામાં આવી. નાસાએ લગભગ એક દાયકાની આકરી મહેનત પછી

16 જુલાઈ, 1969ના રોજ કેનેડી સ્પેસ સેન્ટર ખાતેથી આંતરરાષ્ટ્રીય સમયાનુસાર એપોલો-11

મિશન લોન્ચ કર્યું હતું. તેને સેટર્ન-5 રોકેટથી લોન્ચ કરવામાં આવ્યું. આ રોકેટમાં ત્રણ સ્ટેજ

હતા. પ્રક્ષેપણને સમગ્ર દુનિયામાં ટીવી પર દેખાડવામાં આવ્યું. એપોલો-11

જ્યારે લોન્ચ થયું તો તેના શક્તિશાળી એન્જિનના કારણે આજુબાજુની ઈમારતો હચમચી

ગઈ હતી.





20 જુલાઈ, 1969ના રોજ અપોલો-11 ચંદ્રની કક્ષામાં દાખલ થયું હતું. અંતરિક્ષ યાત્રી જ્યારે

ચંદ્રની કક્ષામાં પહોંચ્યા તો તેમણે જોયું કે ચંદ્રની સપાટી ઘણી જ ખરબચડી અને ઊંચા-નીચા

પર્વતોથી બનેલી છે. ચંદ્રની સપાટી પર ઊંડા-ઊંડા ખાડા પણ હતા. હવે અંતરિક્ષ યાત્રીઓએ

ચંદ્રની સપાટી પર ઉતરવા માટે સુરક્ષિત સ્થાન શોધવાનું હતું. નાસાએ 6 વર્ષની આકરી

મહેનતમાં એ સ્થાન પણ પહેલાથી જ શોધીને રાખ્યું હતું, જ્યાં અંતરિક્ષ યાન ઉતારી શકાય.




20 જુલાઈના રોજ ચંદ્રની કક્ષામાં રહેલા એપોલો-11ના ભાગ કોલંબિયામાંથી ઈગલને છુટું

પાડીને ચંદ્ર પર ઉતારવાનું હતું. તેના માટે નીલ આર્મસ્ટ્રોંગ અને એડવીન ઓલ્ડ્રિન ઈગલ પર

સવાર થયા. માઈકલ કોલિન્સ ચંદ્રની કક્ષા પર રહેલા કોલંબિયામાં જ રહ્યો. આ લેન્ડર ઈંગલે

ચંદ્ર પર ઉતર્યા પછી પાછા ઉડાન ભરીને ચંદ્રની ભ્રમણકક્ષામાં રહેલા કોલંબિયા સાથે જોડાવાનું

પણ હતું. 


નીલ આર્મસ્ટ્રોંગ અને આલ્ડ્રિનને લઈને ઈગલ લેન્ડર ચંદ્રની ધરતી પર 20 જુલાઈ, 1969ના

રોજ રાત્રે લગભગ 8 કલાકે ઉતર્યું. ત્યાર પાછી બંનેએ ઉતારવા માટેનિન તૈયારી કરી અને રાત્રે

10:56 કલાકે  20 જુલાઈ, 1969ના રોજ નીલ આર્મસ્ટ્રોંગે માનવી તરીકે ચંદ્રની ધરતી પર પ્રથમ

પગ મુક્યો. તેની 15 મિનિટ  પછી ઓલ્ડ્રિન પણ ત્યાં ઉતર્યા અને ચંદ્રની સપાટી પર

અમેરિકાનો ધ્વજ ફરકાવ્યો. બંનેએ ચંદ્રની સપાટી અને માટીના નમૂના લીધા.

બંનેએ ચંદ્રની સપાટી પર 21 કલાક અને 31 મિનિટ પસાર કરી હતી.



ચંદ્રની સપાટી પર મિશન પુરું કર્યા પછી બંને ફરી પાછા તેમના ઈગલ યાનમાં બેઠા અને

ચંદ્રની કક્ષામાં રહેલા કોલંબિયા સાથે જોડાવા માટે ઉડાન ભરી. માનવ ઈતિહાસમાં આ બધું

જ પ્રથમ વખત ઘટી રહ્યું હતું. ઈગલમાં ઈંધણ ઓછું હતું, તેમ છતાં તેઓ 21 જુલાઈના રોજ

કોલંબિયા સુધી સકુશળ પહોંચવામાં સફળ રહ્યા. બંને યાન એક-બીજા સાથે જોડાયા. 


પછી ત્રણેય અંતરિક્ષ યાત્રી કોલંબિયા યાનમાં સવાર થઈને 24 જુલાઈ, 1969ના રોજ પૃથ્વી

પર પાછા ફર્યા. તેમનું યાન પ્રશાંત મહાસાગરમાં પડ્યું. અહીંથી ત્રણેયને 21 દિવસ સુધી

જુદા-જુદા રૂમમાં રાખવામાં આવ્યા, જેથી એ તપાસી શકાય કે અંતરિક્ષમાં આટલો સમય

સુધી રહેવાના કારણે તેમને કોઈ ચેપ તો લાગ્યો નથી.




The one small step for a man

One giant leap for mankind

                                                            -નીલ આર્મસ્ટ્રોંગ-20 જુલાઈ 1969

નીલ આર્મસ્ટ્રોંગનું મૃત્યુ 25 ઑગસ્ટ, 2012 ના રોજ અમેરિકાના ઓહિયોમાં થયું હતું.