મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

Showing posts with label તહેવાર. Show all posts
Showing posts with label તહેવાર. Show all posts

13 July, 2022

ગુરુ પૂર્ણીમા

 ગુરુ પૂર્ણીમા

                                                                   (અષાઢ સુદ પૂનમ)

ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર,

ગુરુ સાક્ષાત્ પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરવે નમઃ


ગુરુ પૂર્ણિમા એ હિંદુ અને બૌદ્ધ ધર્મમાં મનાવવામાં આવતો ઉત્સવ છે. 


આ દિવસે મુખ્યત્વે આધ્યાત્મિક ગુરુનું સ્મરણ અને પૂજન કરવામાં આવે છે. 


આ ઉત્સવ અષાઢ સુદ પૂર્ણિમાના દિવસે મનાવવામાં આવે છે.


ગુરૂપૂર્ણિમા એટલે મહાભારતના રચયિતા કૃષ્ણ દેવાયન વેદ વ્યાસજીનો જન્મ દિવસ. તેઓ સંસ્કૃતના પ્રખંડ વિદ્વાન હતા.  ચાર વેદોની રચના પણ કરી તે ખુશીમાં સારો સંસાર આ પવિત્ર દિવસને ગુરૂપૂર્ણિમા(અષાઢ પૂનમ) અથવા વ્યાસ પૂર્ણિમા નામથી પણ ઓળખવામાં આવે છે. તરીકે ઉજવે છે.


સંત કબીરના શિષ્ય અને ભક્તિકાળના સંત ધીરુદાસનો જન્મ પણ આ જ દિવસે થયેલો.


પ્રાચિન કાળમાં શિક્ષણ નિશુલ્ક હતુ. એ સમયમાં ગુરૂઓ પોતાના આશ્રમમાં શિષ્યોને તમામ પ્રકારનું શિક્ષણ પ્રદાન કરતા હતા. તેની ગુરૂ દક્ષિણા સ્વરૂપે શિષ્યો આ વ્યાસ પૂર્ણિમાએ પોતાની યથાશક્તિ દાન-દક્ષિણા આપી ઋણ મુક્ત થવાનો નમ્ર પ્રયાસ કરતાં હતાં. અન્ય ક્ષેત્રને બાદ કરતાં સંગીત અને કલા ક્ષેત્રમાં આજે કલિયુગમાં પણ ગુરૂ શિષ્યના સંબંધ એ સમય જેવા જ જોવા મળે છે. 

ગુરૂપૂર્ણિમાની ઉજવણી સમગ્ર ભારત દેશમાં કરવામાં આવે છે. તમામ આશ્રમોમાં, શાળાઓમાં, મંદિરોમાં, ગુરૂ સ્થાનોમાં ગુરૂમૂર્તિની પૂજા તેમજ ચરણ પાદૂકાની પંચોપચાર પૂજા થાય છે. સાધક, શ્રદ્ધાળુઓ પવિત્ર નદીઓમાં સ્નાન કરી ધન્યતા અનુભવે છે. તે ઉપરાંત ગુરૂ પરંપરાને યાદ કરી તેમને નમન કરે છે. ગુરૂની પવિત્ર પ્રસાદી અને આશિર્વાદ સ્વરૂપ તમામ દેવમંદિરોમાં, આશ્રમોમાં પ્રસાદ ભંડારાનું આયોજન થાય છે.


- ભારતિય સંસ્કૃતિમાં ભગવાન કરતાં ગુરૂનું મહત્વ અધિક છે. 
- ગુરૂ એટલે અંધકાર-અજ્ઞાનને દૂર કરનાર અને જીવનમાં પ્રકાશ ફેલાવનાર.

ગુરૂ આપણા જીનવમાં  અજ્ઞાનતા તેમજ અંધકાર દૂર કરી સાચી દિશાનું જ્ઞાન આપી પ્રભુના માર્ગે વાળવાનું કામ કરે છે. 


- કહેવાય છે કે   "ગુરુ વિના જ્ઞાન નહીં" અર્થાત જીવનનું અંતિમ લક્ષ મોક્ષ છે. મોક્ષ પ્રાપ્ત કરવા માટે પ્રભુનું શરણ જરૂરી છે. પ્રભુનું શરણ ગુરૂ વિના સંભવ નથી. માટે આપણા ઘર સંસારરૂપી સાગરમાં જીવનની નૌકાને પાર કરાવનાર ગુરૂ એક માત્ર છે. 


- નેપાળમાં ગુરૂપૂર્ણિમાની ઉજવણી- નેપાળમાં બુદ્ધ પૂર્ણિમા તરીકે ઓળખાય છે. ત્રિલોક ગુહાપૂર્ણિમા પણ કહેવાય છે. શાળાના વિદ્યાર્થીઓ સ્કૂલમાં ખૂબ મોટો દિવસ મનાવે છે. વિદ્યાર્થીઓ સ્વદેશી વસ્તુમાંથી બનાવેલા કપડાં, માળા શિક્ષકોને અર્પણ કરીને ઋણ ચુકવે છે.

જૈન અનુસાર આ દિવસથી ચાતૂરમાસ પ્રારંભ થાય છે. 24માં તિર્થકર મહાવીર સ્વામીએ કૈવલ્ય પ્રાપ્ત કરીને ઇન્દ્રભૂતિ ગૌતમ તરીકે ઓળખાયા. બાદમાં તેઓ ગૌતમસ્વામી તરીકે પ્રસિદ્ધ થયા. આ રીતે ત્રિલોક ગુહા બન્યા. તેથી આ પૂર્ણિમા ત્રિનોક ગુહા પૂર્ણિમા તરીકે ઓળખાય છે.


- બોદ્ધ ધર્મમાં આ દિવસે પ્રથમ ઉપદેશ ભારતના ઉત્તરપ્રદેશમાં સારનાથમાં અપાયો હતો. તેથી વિશેષ મહત્વ છે.

 કૃષ્ણં વંદે જગદગુરુમ... જગતના ગુરુ અને ગુરુઓના ગુરુ શ્રી કૃષ્ણ છે. શ્રી કૃષ્ણએ આ પૃથ્વીને ગીતાનું અદભૂત જ્ઞાન આપ્યું છે. 18 અધ્યાયમાં શ્રી કૃષ્ણ ભગવાને માનવીને જીવન કેવી રીતે જીવવું જોઈએ તેનું જ્ઞાન પીરસ્યું છે. અને જીવનો સત્ય રાહ બતાવ્યો છે. કોઈપણ મુંઝવણ હોય તેનો ઉકેલ દર્શાવ્યો છે અને કૃષ્ણએ રજૂ કરેલી ગીતાએ તમામ ધર્મો માટે રાહ સુચક રહી છે. શ્રી કૃષ્ણ જેમના પક્ષમાં રહ્યા તેમની જીત થઈ છે. માટે શ્રી કૃષ્ણની ભક્તિ અને ભગવત ગીતાના પઠનથી જીવતે જીવ સ્વર્ગની પ્રાપ્તિ થાય તેવી અનુભુતિ થાય છે. શ્રી કૃષ્ણને આજે ગુરુપૂર્ણિમા નિમિત્તે કોટી કોટી વંદન.


માતા પિતા પછીનું સ્થાન એટલે ગુરુ - હિન્દુ ધર્મના માતા-પિતાને ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે. માતા પિતા બાદ જો કોઈને ભગવાનનો દરજ્જો આપવામાં હોય તે ગુરુને આપવામાં આવ્યો છે. તેથી કહેવાય છે. ગુરુપૂર્ણિમાના દિવસે ગુરુને ફૂલ નહીં તો ફૂલની પાંખડી શુભેચ્છા રૂપે અર્પણ કરવામાં આવે છે. કેટલાક ધર્મ સંપ્રદાયમાં લોકો તેમના વિદ્વાનને દર્શન માટે જતા હોય છે. તેમનો એક જ આશય હોય છે કે, ગુરુ આશીર્વાદ તેમના પર કાયમ માટે રહે.

એકલવ્યે ગુરુ દ્રોણાચાર્યને ગુરુ માન્યા હતા.તેમની મૂર્તિ સામે મૂકીને ધનુવિદ્યાના પાઠ શીખ્યો હતો. જ્યારે ગુરુએ દક્ષિણામાં એકલવ્યનો અંગુઠો માંગ્યો હતો. તો એકલવ્ય કોઈપણ સંકોચ વિના પોતાનો અંગુઠો કાપીને ગુરુને ગુરુદક્ષિણા આપ્યો હતો. જેથી એકલવ્યને ઇતિહાસનો સાચો શિષ્ય(True Disciple of History) તરીકે ઓળખવામાં આવે છે.

કેટલા મહાન ગુરુ અને તેમના શિષ્યો

અર્જુનના ગુરુ- દ્રોણાચાર્ય

કર્ણના ગુરુ - પરશુરામ

રામના ગુરુ - વશિષ્ઠ અને વિશ્વામિત્ર

શ્રીકૃષ્ણના ગુરુ - સાંદિપની

સ્વામી વિવેકાનંદના ગુરુ- રામકૃષ્ણ પરમહંસ



આવો આજના પવિત્ર દિવસે આપણે પણ આપણા જીવનમા પ્રકાશ પાથરનાર ગુરુનું સ્મરણ કરી તેમને કોટિ કોટિ વંદન કરીએ.



19 October, 2021

મહર્ષી વાલ્મીકી જયંતિ

 મહર્ષી વાલ્મીકી જયંતિ





દર વર્ષે વિક્રમ સવંત મુજબ આસો સુદ પૂનમના દિવસે મહર્ષી વાલ્મીકી જયંતિ ઉજવવામાં આવે છે.

વાલ્મીકીને સંસ્કૃત સાહિત્યના પહેલા મહાકવિ કહેવાય છે. તેમણે સંસ્કૃતમાં પહેલા મહાકાવ્યની રચના કરી હતી. જેને આખી દુનિયા 'રામાયણ'ના નામે ઓળખે છે. વાલ્મીકીને મહર્ષિ વાલ્મીકી પણ કહેવામા આવે છે અને તે આદિ કવિના રૂપે પ્રસિદ્ધ છે. પ્રથમ સંસ્કૃત મહાકાવ્યની રચના કરવાને કારણે વાલ્મીકી 'આદિ કવિ' કહેવાયા. મહર્ષિ વાલ્મીકીને ભગવાન શ્રી રામના સમકાલીન ગણવામાં આવે છે.

તેમના જન્મનો સાચો સમય કોઈ જાણતુ નથી અને આધુનિક ઈતિહાસકારોની વચ્ચે તે ચર્ચાનો વિષય પણ છે. વાલ્મીકીનો ઉલ્લેખ સતયુગ, ત્રેતા અને દ્વાપર, ત્રણે કાળોમાં મળે છે. જો કે હિંદુ ચંદ્ર કેલેન્ડર પ્રમાણે અશ્વિન પૂર્ણિમાંના દિવસે તેમની જન્મજયંતી ઉજવવામાં આવે છે



 મહર્ષિ વાલ્મીકિ અથવા પ્રાચેતસ એક બ્રાહ્મણને ત્યાં જન્મ્યા હતા; પણ તેનાં માતાપિતા જે તપ કરવા જંગલમાં ગયાં હતાં તેમણે તેને જંગલમાં મૂકી દીધા. પછીથી કોઈ ભીલની દ્રષ્ટિએ તે પડ્યા. તેણે તેને ઉછેર્યો. તે મોટા થયા એટલે તેને ધનુર્વિદ્યામાં નિપુણ બનાવી ભીલ તેની પાસે ચોરીનું કામ કરાવવા લાગ્યો, 

.મહર્ષિ વાલ્મીકી પોતાના જીવનની શરૂઆતમાં એક રત્નાકર નામના લુંટારા હતા. તેઓ સૌ પહેલા લોકોને મારી નાખતા હતા અને ત્યાર બાદ તેમને લુટી લેતા હતા. 

એક વખત તે અરણ્યમાં લૂંટને માટે ફરતા હતા ત્યાં એક મહર્ષિને જોઈને તેની પાસે જે હોય તે માગ્યું. ઋષિએ તેને કહ્યું કે, જેને માટે તું પાપ કરે છે તે તારાં સગાંઓને પૂછી આવ કે, તેઓ તારા પાપમાં ભાગીદાર થશે? કુટુંબીઓને પૂછતાં તેઓએ ના કહી. આથી તેને બહુ ખોટું લાગ્યું અને ઋષિને શરણે ગયા. તેથી તે મહર્ષિ તેને રામનામનો જપ કરવાનું કહી અંતર્ધાન પામ્યા.

ઋષિ નારદ મુનિએ લુટારા રત્નાકરને ભગવાન રામના મહાન ભક્ત બનવામાં મદદ કરી હતી. 

નારદ મુનિ એ આપેલ સલાહ પ્રમાણે રત્નાકરે રામ નામના મહાન મંત્રનો જાપ કરતા તપસ્યા કરી હતી. 

મહર્ષિ જતાં તે ત્યાં જ જપ કરતા કરતા એટલા કાળ પર્યંત બેઠા કે, તેના શરીર ઉપર ઉધઈના રાફડા થઈ ગયા. પછી એ જ ઋષિએ આવી તેને એ રાફડામાંથી કાઢયા. રાફડાને સંસ્કૃતમાં વલ્મીક કહે છે તે ઉપરથી તેનું વાલ્મીકિ એવું નામ પડયું. તે પછી તેની ગણના ઋષિમાં થવા લાગી.

 તેમના મનમાં ભગવાન રામ પ્રત્યે ભક્તિ જાગી અને તે લુટારુ માંથી મહર્ષિ બની ગયા.

તેઓ તમસા નદીને કાંઠે આશ્રમ કરી રહ્યા. 

તેમના શિષ્યોમાં ભારદ્વાજ ઋષિ મુખ્ય હતા. 

એક વખત તેઓ નદીએ સ્નાન કરવા ગયેલા. સ્નાન કરતાં કરતાં સામેના વૃક્ષ પર કૌંચ પક્ષીનાં જોડાં ઉપર તેમની નજર પડી. એ જોડાંમાંનો નર જે કામાસક્ત બન્યો હતો તેને એક શિકારીએ બાણ વડે વીંધી નાખ્યો. તેથી પાછળ રહેલા પક્ષીને અતિશય શોક થયો. આથી વાલ્મીકિ હૃદયમાં એટલી બધી દયા ઊપજી કે, તેમના મુખમાંથી અનુષ્ટુપ છંદોબદ્ધ વાણી નીકળી.

मा निषाद प्रतिष्ठां त्वमगमः शाश्वतीः समाः।
यत्क्रौंचमिथुनादेकम् अवधीः काममोहितम्॥

પાછળથી બ્રહ્મદેવની આજ્ઞા પ્રમાણે પરમેશ્વરના જે નામ વડે પોતે પાવન થયા હતા તેમના જ નામ ઉપર શતકોટિ કાવ્ય તેણે રચ્યું. આ પહેલાં કોઈ પણ નિયમિત કાવ્ય હતું જ નહિ. આ કાવ્ય પ્રથમ જ રચાયેલું અને કવિ પણ પહેલા જ હોઈ ને વાલ્મીકિ આદ્યકવિ કહેવાય છે.

સંસ્કૃતના આદિ કવિ વાલ્મીકિએ રામાવતારની સાઠ હજાર વર્ષ પહેલાં જ દિવ્યદ્રષ્ટિથી રામાયણની રચના કરી હતી.

 તેમણે રચેલો ગ્રંથ વાલ્મીકિ રામાયણ આજે પણ સુપ્રસિદ્ધ છે. તે કાવ્યના સુબોધથી લાખો મનુષ્ય સુબુદ્ધિ તથા સુનીતિ શીખ્યા છે અને હજુ પણ એ ગ્રંથનો લાભ લેવાય છે. 

આ કવિ જેવા સંસ્કૃત ભાષામાં નવ રસમય વર્ણન કરવામાં બીજા થોડા જ કવિ થયા હશે. આ મહર્ષિની પવિત્રતા રામચંદ્રજી પણ જાણતા હતા. 

વનવાસ દરમિયાન રામ ચિત્રકૂટ ઉપર વાલ્મીકિને આશ્રમે આવી ઘણા દિવસ રહ્યા હતા. વળી ધોબીના વચનથી રામે સીતાને વનમાં મોકલ્યાં ત્યારે વાલ્મીકિ પોતાના ગંગા કિનારા ઉપરના આશ્રમે સીતાને તેડી લાવ્યા હતા. આ ઋષિએ લવ અને કુશને વેદ, ધનુર્વિદ્યા વગેરે શાસ્ત્રનું શિક્ષણ આપ્યું હતું. રામચંદ્રજીનો વાલ્મીકિ ઉપર પૂર્ણ ભાવ હતો તેથી તેમણે તેમની સલાહ લઈ પ્રજાહિતનાં કાર્યો કરેલાં છે.

તેમનું રચેલું "વાલ્મીકી રામાયણ" અને આધ્યાત્મ રામાયણ એટલે કે "યોગ વશિષ્ઠ" સંસ્કૃત ભાષાના સૌથી પ્રાચીન ગ્રંથ માનવામાં આવે છ






11 October, 2021

નવરાત્રી- નવમું નોરતું

નવરાત્રી- નવમું નોરતું

માઁ  સિદ્ધિદાત્રી


या देवी सर्वभूतेषु मां सिद्धिदात्री रूपेण संस्थिता। 
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:।

મા દુર્ગાના નવમા સ્વરૂપનું નામ ‘સિદ્ધિદાત્રી’ કહેવાય છે. 

 તેમને ચાર ભુજાઓ છે, તેમણે એક હાથમાં ગદા અને બીજા હાથમાં ચક્ર ધારણ કરેલું છે. ત્રીજો હાથમાં શંખ અને ચોથા હાથમાં કમળ છે. તેમનું વાહન સિંહ છે પણ મહદાંશે તેઓને કમળ પર બિરાજમાન દર્શાવાય છે. 

હિમાચલના નંદા પર્વત પર તેમનું પ્રસિદ્ધ તીર્થ છે. અણિમા, મહિમા, ગરિમા, લધિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઇશિત્વ અને વશિત્વ એમ આઠ સિદ્ધિ છે. આ દેવીની યોગ્ય વિધિ-વિધાન સાથે ઉપાસના કરવાથી અષ્ટસિદ્ધિની પ્રાપ્તિ થાય છે. તેમની કૃપાથી શિવજીએ તમામ સિદ્ધિ પ્રાપ્ત કરેલી.

તેમની કૃપાથી જ શિવજી અર્ધનારીશ્વર બન્યા. તેમના નીચેના જમણા હાથમાં ચક્ર અને ઉપરના હાથમાં ગદા છે. નીચેના ડાબા હાથમાં શંખ અને ઉપરના હાથમાં કમળ છે. નવમા નોરતે વિધિ-વિધાન સાથે તેમની ઉપાસના કરવામાં આવતી હોય છે. તેમની સાધનાથી તમામ પ્રકારની લૌકિક અને પરલૌકિક કામના પૂરી થાય છે.


આ દિવસે સાધકે પોતાનિં ચિત્ત નિર્વાણ ચક્ર એટલે કે મધ્ય કપાળમાં કરીને સાધના કરવાથી તેને બધા જ પ્રકારની સિધ્ધિની પ્રાપ્તિ થાય છે. સૃષ્ટીમાં કઈ પણ તેના માટે અગમ્ય નથી રહી જતું.


માર્કર્ંડય પુરાણમાં અષ્ટસિદ્ધિ બતાવવામાં આવે છે, એ બધી સિદ્ધિ દેનાર આ મહાશક્તિ સિદ્ધદાત્રી છે. 

બ્રવૈવત પુરાણમાં શ્રીકૃષ્ણ જન્મખંડમાં અણિમા, લઘિમા, પ્રાપ્તિ, પ્રાકમ્પા, મહિમા, ઈશિત્વવશિત્વ, સર્વ કામ સાધના પરકાયા-પ્રવેશ, વાક્સિદ્ધિ, કલ્પવૃક્ષત્વ, સૃષ્ટિ, સંહારક, સામર્થ્ય, અમરત્વ, સર્વ ન્યાયકત્વ, ભાવનાસિદ્ધિ, આ અઢાર સિદ્ધિઓનો ઉલ્લેખ મળે છે. તેઓ આ સિદ્ધિની દાત્રી છે. 

દેવી ભાગવત્‌ પુરાણ પ્રમાણે બ્રહ્માંડની શરૂઆતમાં શિવે રચના માટે આદિ-પરાશક્તિની ઉપાસના કરી. એમ માનવામાં આવે છે કે આદિ-પરાશક્તિ દેહ સ્વરૂપ ધરાવતા ન હતા આથી આદિ-પરાશક્તિ શિવનાં અર્ધા દેહમાંથી ’સિદ્ધિદાત્રી’ સ્વરૂપે પ્રગટ્યા. આમ શિવના "અર્ધનારીશ્વર" સ્વરૂપમાં અર્ધો દેહ તે દેવી સિદ્ધિદાત્રીનો દર્શાવાય છે. દેવી સિદ્ધિદાત્રીની ઉપાસના મનુષ્ય ઉપરાંત દેવગંધર્વયક્ષઅસૂર અને સિદ્ધ પણ કરે છે.


દુર્ગાના આ સ્વરૂપ્નું દેવ, ઋષિ-મુનિ સિદ્ધ યોગી-સાધક અને ભક્ત બધાના કલ્યાણ માટે તેમની ઉપાસના કરે છે.

નવરાત્રી- આઠમું નોરતું

 નવરાત્રી- આઠમું નોરતું

માઁ મહાગૌરી


મા દુર્ગાના આઠમા સ્વરૂપનું નામ ‘મહાગૌરી’ કહેવાય છે. આ દિવસને મહાષ્ટમી કહેવાય છે. આ દિવસને દુર્ગાષ્ટમી પણ કહેવાય છે.

એમનો વર્ણ ગૌર છે અને તેમને ચાર ભૂજાઓ છે, શુભ્ર વસ્ત્રધારી છે, એમને ત્રણ નેત્રો છે. 

તેમનું વાહન ‘વૃષભ’ (બળદ) છે, 

જમણા હાથમાં અભયમુદ્રા, અને નીચેના હાથમાં કરમુદ્રા છે, દક્ષિણ હાથમાં ડમરુ છે. 

નારદ પંચરાત્રિમાં લખ્યું છે કે શંભુને મેળવવા માટે હિમાલયમાં તપ કરતા તેમનો રંગ માટીથી ઢંકાઈ જવાથી મેલો થઈ ગયો હતો, જ્યારે શિવજીએ ગંગાજળ મસળી તેમના દેહને ધોયો, ત્યારે મહાગૌરીનો દેહ વિદ્યુત સમાન કાંતિવાળો બની ગયો તે અત્યંત ગૌર બની ગયો, તેથી વિશ્વમાં મહાગૌરી નામથી પ્રસિદ્ધ થયાં

તેમના ગૌરવર્ણની તુલના શંખ, ચંદ્ર અને મોગરાના ફૂલ સાથે કરવામાં આવી છે. 

તેમના તમામ વસ્ત્રો અને આભૂષણો સફેદ છે. એટલે જ તેમને ’શ્વેતાંબરધરા’  કહેવામાં આવે છે. 

ચારભુજાવાળી આ દેવી વૃષભ પર બિરાજમાન હોવાથી વૃષારુઢા પણ કહેવાય છે.

 આ દિવસે સાધકે પોતાનું ચિત્ત સોમચક્ર ઉર્ધ્વ લલાટ પર સ્થિર કરીને સાધના કરવી જોઈએ.

 શ્રી મહાગૌરીની આરાધના કરવાથી સોમચક્ર જાગૃત થવાથી તેની સિધ્ધિઓ પ્રાપ્ત થાય છે. આમની ઉપાસના કરવાથી અસંભવ કાર્ય પણ સંભવ બની જાય છે.

પુરાણ કથા પ્રમાણે દેવી શૈલપુત્રી સોળ વર્ષની આયુએ ખુબ જ સુંદર અને ગૌર વર્ણનાં હતાં. દેવીનું આ સ્વરૂપ "મહાગૌરી" તરીકે ઓળખાયુ. દેવી મહાગૌરી રાહુ (ગ્રહ)નું સંચાલન કરે છે

10 October, 2021

નવરાત્રી‌- સાતમું નોરતું

 નવરાત્રી‌- સાતમું નોરતું

માઁ કાલરાત્રી


આદિશક્તિ શ્રીદુર્ગાનું સાતમું સ્વરૂપ એટલે શ્રી કાલરાત્રિ છે. આ કાળનો નાશ કરનારી છે. એટલા માટે કાલરાત્રિ કહેવાય છે.


આ દેવીનો રંગ અંધકારની જેમ કાળો હોવાથી ‘કાળરાત્રિ’ કહેવાયા

તેમને ચાર ભુજાઓ છે, તેમણે એક હાથમાં ખડગ અને બીજા હાથમાં તિક્ષણ લોહ અસ્ત્ર ધારણ કરેલું છે. ત્રીજો અને ચોથો હાથ અભયમુદ્રા અને વરદમુદ્રામાં છે. તેમનું વાહન ગદર્ભ છે. 

તેમનું સ્વરૂપ ગાઢ અંધકાર જેવું કાળું છે, ભયાનક છે, વાળ વિખેરાયેલા છે. ગળામાં વિદ્યુત જેવી ચમકદાર માળા છે. તેમના ત્રણ નેત્ર છે. ત્રણેય બ્રહ્માંડ જેવા ગોળ છે. તેમના શ્વાસમાંથી અગન ઝરે છે. તેમનું વાહન છે ગર્દભ. જમણી બાજુ ઉપરનો હાથ વરદાનની મુદ્રામાં ઊઠેલો છે. નીચેનો હાથ અભય મુદ્રામાં છે. ડાબી બાજુ ઉપરના હાથમાં લોઢાનો કાંટો છે, નીચેના હાથમાં ખડગ છે. તેમનું સ્વરૂપ ભલે ભયાનક હોય, પણ તે હંમેશા શુભ ફળ આપે છે.

તેમની ઉપાસનાથી સિદ્ધિના તમામ દરવાજા ખૂલી જાય છે. આસુરી શક્તિ તેમના નામથી ભયભીત થઈને ભાગી જાય છે. તે ગ્રહપીડા દૂર કરે છે. અગ્નિ, જળ, જંતુ, રાત્રી, શત્રુ આદિનો ભય પણ દૂર કરે છે

 તેઓનું વાહન ગર્દભ છે. (શીતળા માતાનું વાહન પણ ગર્દભ હોય છે.) 

પૌરાણિક કથા પ્રમાણે શુંભ અને નિશુંભ નામક અસુરોનો સંહાર કરવા માટે દેવી પાર્વતીએ કાલરાત્રી સ્વરૂપ ધારણ કરેલું હતું.

 શનિ (ગ્રહ)નું સંચાલન દેવી કાલરાત્રી દ્વારા કરાય છે. આ સ્વરૂપની ઉપાસના કરનારને અભ્ય પ્રાપ્ત થતું હોય અને તેમનું શુભ થતું હોય આ દેવી "શુભંકરી" તરીકે પણ ઓળખાય છે.

 તેમનું એક નામ ‘શુભંકરી’ છે, ભક્તોએ કોઈપણ પ્રકારે ભયભીત થવાની આવશ્યકતા નથી, કારણ કે મા ‘કાળરાત્રિ’ દુષ્ટોનો વિનાશ કરનારી છે અને દાનવ, દૈત્ય, રાક્ષસ, ભૂત-પ્રેત વગેરે તેમના સ્મરણ માત્રથી ભયભીત થઈ ભાગી જાય છે.

આ દિવસે સાધકે પોતાનું ચિત્ત ભાનુ ચક્ર (કપાળની વચ્ચે) સ્થિર કરીને સાધના કરવી જોઈએ. શ્રી કાલરાત્રિની સાધના કરવાથી સાધકને ભાનુ ચક્ર જાગૃત થવાથી તેની સિધ્ધિઓ તેની મેળે જ પ્રાપ્ત થઈ જાય છે.

નવરાત્રી‌- છઠ્ઠું નોરતું

 નવરાત્રી‌- છઠ્ઠું નોરતું

માઁ કાત્યાયની માતા


નવરાત્રીના છઠ્ઠા દિવસે માઁ નવદુર્ગાનાં  કાત્યાયની સ્વરૂપનું પૂજન અર્ચન કરાય છે.

 દિવ્ય રૂપ કાત્યાયની દેવીનું શરીર સોના કરતા પણ વચારે ચમકતું છે.

તેમને ચાર ભુજાઓ છે, તેમણે એક હાથમાં કમળ ધારણ કરેલાં છે અને બીજા હાથમાં ચંદ્રહાસા નામક તલવાર ધારણ કરી છે. ત્રીજો અને ચોથો હાથ અભયમુદ્રા અને વરદમુદ્રામાં છે.

 તેમનું વાહન સિંહ છે.

 

પૌરાણિક કથા પ્રમાણે ઋષિ કતને કાત્યા નામક એક પુત્ર હતો. ઋષિ કતને પુત્રીની મહેચ્છા હતી. તેમણે ઉગ્ર તપસ્યા દ્વારા દેવી પાસેથી પોતાની પુત્રી સ્વરૂપે અવતરવાનું વરદાન પ્રાપ્ત કર્યું. અને આમ દેવી દુર્ગાનાં અવતાર એવા કાત્યાયની સ્વરૂપે ઋષિ કતને ત્યાં જનમ્યા. 


કાત્યાયનનો એક અર્થ ’નિકંદન’ પણ છે. એ ઉપરાંત કાત્યાયન નામક એક વિદ્વાન ઋષિનો પણ ઉલ્લેખ મળે છે. જે શ્રૌતસૂત્રકાર અને વ્યાકરણના વિદ્વાન હતા. એમની પત્ની પણ કાત્યાયની તરીકે ઓળખાયા છે. 


યાજ્ઞવલ્કય મુનિની પત્ની પણ કાત્યાયની તરીકે ઓળખાય છે


 એ દિવસે સાધકનું મન આજ્ઞાચક્રમાં સ્થિર હોય છે. યોગસાધનાની અંદર આજ્ઞા ચક્રનું ખુબ જ મહત્વ હોય છે. આ ચક્રમાં સ્થિત રહેનાર સાધક મા કાત્યાયનીના ચરણોમાં પોતાનું સર્વસ્વ અર્પણ કરી દે છે. તેથી પરિપૂર્ણ આત્મદાન કરનાર આવા ભક્તોને સહજ ભાવથી માના દર્શન થાય છે.


વૃંદાવનની ગોપીઓએ ભગવાન શ્રીકૃષ્ણને મેળવવા માટે યમુનાકાંઠે કાત્યાયની પૂજા-તપ કર્યુ હતું તેથી તેઓ વ્રજમંડળની અધીશ્ર્વરી દેવી છે. તેમનું સ્વરૂપ સુવર્ણ સમાન છે. માના ભક્તો - સાધકોથી તેમની ઉપાસનાથી રોગ-શોક સંતાપ, ભયમુક્ત થાય છે અને ભક્તિથી ચારેય પુરુષાર્થની પ્રાપ્તિ થાય છે. 


લગ્ન સંબંધિત સમસ્યાઓ માટે તેમની પૂજા અચૂક કરવામાં આવે છે. યોગ્ય અને ઇચ્છિત વર તેમની કૃપાથી પ્રાપ્ત થાય છે. 



નવરાત્રી‌- પાંચમું નોરતું

 નવરાત્રી‌- પાંચમું નોરતું

માઁ સ્કંદમાતા


મા દુર્ગાના પાંચમા સ્વરૂપનું નામ ‘સ્કંદમાતા’ કહેવાય છે.

 તેઓ શૈલપુત્રી બ્રચારિણી બની તપ કર્યા બાદ ભગવાન શિવ સાથે લગ્ન થયાં તેથી સ્કંદ તેમના પુત્રરૂપે પ્રગટ થયા તેમની માતા હોવાથી ‘સ્કંદ માતા’ કહેવાયા. 

તેમને ચાર ભુજાઓ છે, તેમણે ઉપલા બે હાથમાં કમળ ધારણ કરેલાં છે અને અન્ય એક હાથ ખોળામાં બાળ કાર્તિકેય (દક્ષિણ ભારતમાં મુરૂગન સ્વામી)ને પકડેલા તથા બીજો હાથ વરદમુદ્રામાં છે. તેમનું વાહન સિંહ છે. . દેવી ક્યારેક કમળ પર બેઠેલાં પણ દર્શાવાય છે એટલે તેમને "પદ્માસના દેવી" પણ કહેવાય છે. તેમનો વર્ણ શુભ્ર, સફેદ છે. 

આ સ્કંદ દેવોના સેનાપતિ હતા, પુરાણો અનુસાર તેમને કુમાર અને શક્તિ કહીને તેમના મહિમાનું વર્ણન કરાયું છે.

તેમની આરાધના કારવાથી વિશુધ્ધ ચક્રથી પ્રાપ્ત થનાર સિધ્ધિઓ મળે છે. તેમજ મૃત્યુંલોકમાં જ સાધકને પરમ શાંતિ અને સુખનો અનુભવ થાય છે. આને માટે મોક્ષનો દ્વાર તેની જાતે જ સુલભ થઈ જાય છે.

સ્કંદા માતાની વનસ્પતિ અળસી છે. અળસીથી પિત્ત, વાત, કફ અને ત્રીદોષનો નાશ થાય છે.

 સ્કંદમાતાની ઉપાસનાથી ભક્તો - સાધકોની બધી ઇચ્છાઓ પૂર્ણ થાય છે ને મૃત્યુલોકમાં પરમ શાંતિ - સુખનો અનુભવ મળે છે.

પહાડ પર રહીને સાંસારિક જીવોમાં નવચેતનાનું નિર્માણ કરનારી માતાનું નામ છે, સ્કંદમાતા.

સ્કંદ કુમાર કાર્તિકેયની માતા હોવાને કારણે તે સ્કંદમાતા તરીકે ઓળખાય છે. 

ભગવાન સ્કંદ બાળ સ્વરૂપે તેમના ખોળામાં બિરાજમાન છે. તેમના નીચેના હાથમાં કમળ પુષ્પ છે. ડાબો હાથ વરદ મુદ્રામાં છે. શુભ્ર વર્ણવાળાં આ દેવી કમળના આસન પર બેઠા છે.

આથી જ તેમને પદ્માસના પણ કહેવામાં આવે છે. તેમનું વાહન સિંહ છે.

 તેમની આરાધના કરવાથી સર્વ ઇચ્છા પૂરી થઈ જાય છે. 

સૂર્યમંડળની અધિષ્ઠાત્રી દેવી હોવાના કારણે તેમનો ઉપાસક અલૌકિક તેજ અને કાંતિ પ્રાપ્ત કરે છે. 

મનને પવિત્ર અને એકાગ્ર રાખીને તેમની આરાધના કરનારને ભવસાગર પાર કરવામાં કોઈ અડચણ પડતી નથી. 

કહેવાય છે કે કાલિદાસ રચિત રઘુવંશમ અને મેઘદૂત સ્કંદમાતાને કારણે જ સંભવ બન્યા.

નવરાત્રી- ચોથું નોરતું

 નવરાત્રી- ચોથું નોરતું

માઁ કૂષ્માંડા


નવરાત્રીના ચોથા દિવસે માઁ કૂષ્માંડાની ઉપાસના કરવામાં આવે છે.

મા દુર્ગાના ચોથા સ્વરૂપનું નામ ‘કુષ્માંડ’ કહેવાય છે

પોતના ઉદરમાંથી બ્રહ્માંડને ઉત્પન્ન કરવાને કારણે તેમને કુષ્માંડા દેવીના નામથી ઓળખવામાં આવે છે. કુષ્માંડા દેવીના પુજનથી અનાહત ચક્ર જાગૃતિની સિધ્ધિઓ પ્રાપ્ત થાય છે. શ્રી કુષ્માંડાની ઉપાસના કરવાથી બધા જ રોગો અને કષ્ટો નાશ પામે છે. આમની ભક્તિથી આયુષ્ય, બળ અને આરોગ્યની વૃધ્ધી થાય છે.

 સૂર્ય સમાન દસે દિશામાં પ્રકાશ ફેલાવે છે. એમની આઠ ભૂજાઓ છે. જમણા હાથમાં જપમાળા છે, એમને કોળાનું બલિ અતિ પ્રિય હોવાથી એમનું નામ કુષ્માંડા પડેલું છે. એમના આઠે હાથોમાં અનુક્રમે કમંડળ, ધનુષ - બાણ - કમળ - પુષ્પ, ચક્ર-ગદા આવેલાં છે. તેમની ઉપાસનાથી ભક્તો - સાધકોના સમસ્ત રોગ-શોક નાશ પામે છે.

તેમણે પોતાના મંદ હાસ્યમાંથી બ્રહ્માંડને ઉત્પન્ન કર્યું હોવાનું કહેવાય છે.  એટલે જ તેને સૃષ્ટિની આદિ સ્વરૂપા અથવા આદિશક્તિ કહેવામાં આવે છે. કુષ્માંડા અષ્ટભુજાધારી છે. તેમના સાત હાથમાં ક્રમશઃ કમંડળ, ધનુષ, બાણ, કમળ, અમૃતકુંભ, ચક્ર અને ગદા છે. આઠમા હાથમાં સર્વસિદ્ધિ અને રિદ્ધિ પ્રદાન કરનારી જયમાળા છે. તેમને કોળું પ્રિય છે. તેઓ સૂર્યમંડળમાં વાસ કરતાં હોવાથી સૂર્ય સમાન દેદિપ્યમાન છે. અચંચળ અને પવિત્ર મનથી નવરાત્રીની ચોથી રાતે આ દેવીની આરાધના કરવાથી રોગ અને શોકનો નાશ થાય છે. 

કૂષ્માંડાનો અર્થ કુત્સિત ઉષ્મા, કૂષ્મા-ત્રિવિધ તાપયુક્ત એવાં એવો થાય છે. તેમને આઠ ભુજાઓ છે જેમાં તેમણે કમંડળ, ધનુષ-બાણ, કમળ, અમૃતમય કળશ, માળા, ગદા અને ચક્ર ધારણ કરેલાં છે. તેમનું વાહન વાઘ છે. નવરાત્રીના ચોથા દિવસે નવદુર્ગાનાં આ સ્વરૂપનું પૂજન અર્ચન કરાય છે. તેમનાં મધુર હાસ્યથી બ્રહ્માંડની ઉત્પત્તિ થયાનું કહેવાય છે. તેમની આરાધનાથી બધી વિપત્તિઓનો નાશ થતો હોવાનું મનાય છે.

કૂષ્માંડાનો બીજો અર્થ ‘કુ-ઉષ્મા-અંડ = નાનું-ગરમ-અંડ (ઈંડુ-કોસ્મિક ઈંડુ)’ એવો પણ કરાયો છે. અર્થાત તેઓ બ્રહ્માંડનાં રચેતા મનાય છે.  અન્ય એક અર્થ ‘આખું જગત જેના ઉદરમાં છે એવી (દેવી)’ એમ પણ કરાયો છે.  કૂષ્માંડનો એક અર્થ સાકરકોળું; પદકાળું; કોળું પણ થાય છે. આ દેવીને "સિદ્ધિદાત્રી" તરીકે પણ ઓળખાવાય છે અને દેવીને કોળાનો ભોગ પસંદ છે. દેવી કૂષ્માંડા સૂર્યને દિશા અને ઊર્જા પ્રદાન કરે છે અને સૂર્ય દેવીનાં આદેશાનુસાર ચાલે છે તેવી માન્યતા પણ છે


મા દુર્ગાના ચોથા સ્વરૂપનું નામ ‘કુષ્માંડ’ કહેવાય છે. તેમની શક્તિ બ્રમ્હાંદ પેદા કરનારી છે, તેઓ સૂર્યમંડળમાં બિરાજે છે અને સૂર્ય સમાન દસે દિશામાં પ્રકાશ ફેલાવે છે. એમની આઠ ભૂજાઓ છે. જમણા હાથમાં જપમાળા છે, એમને કોળાનું બલિ અતિ પ્રિય હોવાથી એમનું નામ કુષ્માંડા પડેલું છે. એમના આઠે હાથોમાં અનુક્રમે કમંડળ, ધનુષ - બાણ - કમળ - પુષ્પ, ચક્ર-ગદા આવેલાં છે. તેમની ઉપાસનાથી ભક્તો - સાધકોના સમસ્ત રોગ-શોક નાશ પામે છે.

માઁ કૂષ્માંડાની વનસ્પતિ છે- કોળા
કોળા રક્તવિકાર,  એસિડિટી, પેટ વિકાર, શરીરની ગરમી દૂર કરવામા મદદરુપ છે.
કોળામાંથી પેઠા પણ બને છે.


08 October, 2021

નવરાત્રી- ત્રીજુ નોરતુ

 નવરાત્રી- ત્રીજુ નોરતુ

માઁ ચંદ્રઘંટા


યા દેવી સર્વભૂતેષુ ચંદ્રઘંટારૃપેણ સંસ્થિતા ।
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ ।।

નવરાત્રીના ત્રીજા દિવસે માઁ  ચંદ્રઘંટાની આરાધના કરવામાં આવે છે.. 

આદિશક્તિ દુર્ગાનું ત્રીજુ રૂપ એટલે માઁ ચંદ્રઘંટા. ભગવાન શંકરના મસ્તક પર અર્ધચંદ્ર ઘંટાના રૂપમાં સુશોભિત છે, આ કારણે તેમને ચંદ્રઘંટાના નામથી ઓળખવામાં આવે છે.

ચંદ્રઘંટા એટલે ચંદ્રની જેમ ચમકે છે અને શિવજીના મસ્તક પર બિરાજમાન છે.

 નવારત્રિના ત્રીજા દિવસે આ દેવીની પુજા અર્ચના કરવામાં આવે છે.

તેમની પુજા કરવાથી મણિપુર ચક્રની પ્રાપ્તિ થાય છે અને તેના દ્વારા મળતી સિધ્ધિઓ તેની જાતે જ મળી જાય છે તેમજ સાંસારિક કષ્ટોથી મુક્તિ મળી જાય છે.

માઁ ચંદ્રઘંંટાની વનસ્પતિ છે- ચંદ્રસૂર અથવા ચર્મહન્તિ
આ વનસ્પતિનો છોડ કોથમીર જેવો હોય છે જે ચરબી ઓછી કરે છે, આંખોનું તેજ વધારે છે, ચામડીને ચમકીલી બનાવે છે
ચરબીને દૂર કરે છે માટે તેને ચર્મહન્તિ કહે છે.

 તેમના શરીરનો રંગ સ્વર્ણ જેવો ચમકદાર છે.

 તેમને દસ હાથ છે. એક હાથ જ્ઞાન મુદ્રામાં અને એક હાથ આશીર્વાદ આપતો છે અને કમળ, ધનુષ્ય, તીર, ત્રિશૂળ, તલવાર, ગદા, કમંડળ, માળા શોભી રહ્યા છે. 

તેમનું વાહન વાઘ છે. તેમની મુદ્રા યુદ્ધ માટે તત્પર રહેનારી હોય છે.

ચન્દ્રઘંટા નામનો અર્થ ‘ઘંટ આકારનો, અર્ધગોળ, ચંદ્ર મસ્તક પર ધારણ કરનાર’ એમ પણ થતો હોવાનું જણાય છે. તેમને ત્રણ નેત્ર હોવાનું પણ કહેવાયું છે

દુષ્ટોનાં દમન અને વિનાશ માટે સદાય તત્પર રહેવા છતાંય એમનું સ્વરૃપ ભક્ત અને આરાધક માટે અત્યંત સૌમ્ય અને શાંતિથી પરિપૂર્ણ રહે છે.

 એમની આરાધનાથી પ્રાપ્ત થનારો એક બહુ મોટો સદ્ગુણ એ પણ છે કે સાધકમાં વીરતા – નિર્ભયતાની સાથે જ સૌમ્યતા અને વિનમ્રતાનો વિકાસ થાય છે. 

તેનાં મુખ, નેત્ર તથા સંપૂર્ણ કાયામાં કાંતિ અને ગુણની વૃદ્ધિ થાય છે.

 સ્વરમાં દિવ્ય, અલૌકિક માધુર્યનો સમાવેશ થઈ જાય છે. 

મા ચંદ્રઘંટાના ભક્ત અને ઉપાસક જ્યાં પણ જાય છે, ત્યાં લોકો તેમને જોઈને શાંતિ અને સુખનો અનુભવ કરે છે. 

માઁ ચંદ્રઘટાની કૃપાથી સાધકના બધા પાપ અને મુશ્કેલીઓ દૂર થાય છે. તેમની આરાધના ફળદાયી છે. માઁ ભક્તોના કષ્ટનું નિવારણ તરત જ કરી દે છે. તેમની ઉપાસના કરનાર સિંહની જેમ પરાક્રમી અને નિર્ભયી થઈ જાય છે. તેમના ઘંટની ધ્વનિ હંમેશા પોતાના ભક્તોની પ્રેતબાધાથી રક્ષા કરે છે.

માતા ચંદ્રઘંટાના ત્રીજા દિવસે પૂજા કરવા પાછળ કારણ એ છે કે માતાનો પહેલો અને બીજો અવતાર તો ભગવાન શંકરને પામવા માટે છે, પરંતુ જ્યારે માતા ભગવાન શંકરને પતિ સ્વરૂપે પામી લે છે ત્યારબાદ તે આદ્યશક્તિ સ્વરૂપે આવી જાય છે. દેવી પાર્વતીના જીવનની ત્રીજી સૌથી મોટી ઘટના તરીકે તેમને તેમનું પ્રિય વાહન વાઘ મળે છે. આ જ કારણે માતા વાઘ પર સવાર છે અને ભક્તોને દર્શન આપીને અભય પ્રદાન કરે છે.



07 October, 2021

નવરાત્રી- બીજુ નોરતુ

 નવરાત્રી- બીજુ નોરતુ

બ્રહ્મચારિણી માઁ

બીજુ નોરતુ : તપનું પ્રતીક છે માં બ્રહ્મચારિણી


या देवी सर्वभू‍तेषु ब्रह्मचारिणी रूपेण संस्थिता |
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम: ||

નવરાત્રીના બીજા દિવસે માઁ બ્રહચારિણીની આરાધના કરવામાં આવે છે.. 

સાધકો આ દિવસે પોતાના મનને માતાજીના ચરણોમાં સમર્પિત કરે છે. બ્રહ્મનો અર્થ છે તપસ્યા અને ચારિણીનો અર્થ છે આચરણ કરનારી.

  બ્રહ્મચારિણી અર્થાત તપનું આચરણ કરનારી માતા. 

એમના જમણા હાથમાં જપ કરવાની માળા તેમજ ડાબા હાથમાં કમંડળ રહેલું હોય છે.

બ્રહ્મચારિણી માઁ સાથે બ્રાહ્મી વનસ્પતિ જોડાયેલ છે. બ્રાહમી યાદશક્તિ અને આયુષ્ય વધારે છે. આ ઔષધિનુ સેવન કરવાથી અવાજમાં મધુરતા આવે છે,નાડીઓ શુધ્ધ બને છે અને રક્ત વિકાર દૂર થાય છે.

શાસ્ત્રો અનુસાર પૂર્વ જન્મમાં તે હિમાલયના ઘરે પુત્રીના રૂપમાં અવતર્યા હતા. નારદથીના ઉપદેશથી ભગવાન મહાદેવને પતિના રૂપમાં મેળવવા માટે તેમણે આકરી તપસ્યા કરી હતી.
એક હજાર વર્ષ સુધી તેમણે માત્ર ફળ ફુલ ખાઇને કઠોર તપ કર્યું હતું. સો વર્ષ સુધી ફક્ત શાકભાજી ખાધા હતા. કેટલાક વર્ષો એમણે આકરા ઉપવાસ કર્યા હતા. આ તપને લીધે મહાદેવ પ્રસન્ન થયા હતા અને એટલે જ તેઓ બ્રહ્મચારિણીના નામથી ઓળખાયા. 

પોતાના પૂર્વ જન્મમાં જ્યારે તે હિમાલયના ઘરે પુત્રી બનીને અવતર્યા હતા, ત્યારે નારદજીના ઉપદેશથી તેમણે ભગવાન શંકરજીને પતિના રૂપમાં મેળવવાં માટે ખૂબ કડક તપસ્યા કરી હતી. ખુલ્લા આકાશ નીચે ટાઢ, તડકો અને વરસાદનું કષ્ટ સહન કર્યું હતું. જમીન પર તૂટીને પડતા બિલીપત્રો ખાઇ ભગવાનની આરાધના કરી હતી. બાદમાં તૂટેલા બિલીપત્રનો પણ એમણે ત્યાગ કર્યો હતો જેને લીધે તેઓ બ્રહ્મચારિણીની સાથોસાથ અપર્ણા તરીકે પણ ઓળખાયા. કઠોર તપને લીધે સાક્ષાત ભગવાન બ્રહ્મા પ્રસન્ન થયા હતા અને આકાશવાણી કરી હતી કે, હે દેવી આવું કઠોર તપ કોઇ કરી શક્યું નથી. તમારી મનોકામના પૂર્ણ થશે અને ભગવાન શંકર તમને પતિના રૂપમાં પ્રાપ્ત થશે. તમારા તપના ગુણલાં ત્રણેય લોકમાં ગવાશે.  

મા દુર્ગાનું આ બીજું સ્વરૂપ ભક્તો અને સાધકોને અનંત ફળ આપનારૂં છે. તેમની ઉપાસનાથી સાધકમાં તપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચાર અને સંયમની વૃદ્ધિ થાય છે અને જીવનનાં કપરા સંઘર્ષકાળ દરમ્યાન પણ તેમનું મન કર્તવ્ય પથ પરથી વિચલિત થતું નથી. માતાજીની કૃપાથી તેને સર્વ સિદ્ધિ અને વિજય પ્રાપ્ત થાય છે. એવું માનવામાં આવે છે.

આ દિવસે એવી કન્યાઓનું પૂજન કરવામાં આવે છે કે જેમનો વિવાહ થઈ ગયા હોય પરંતુ લગ્ન થયાં ના હોય. તેમને પોતાના ઘરે આમંત્રિત કરી તેમનું પૂજન કરી, તેમને જમાડવામાં આવે છે અને ભોજનને અંતે વસ્ત્ર, વાસણ વિગેરેનું દાન અને દક્ષિણા આપી તેમને વિદાય કરવામાં આવે છે.

માં બ્રહ્મચારિણીની ઉપાસના સમયે પીળા અથવા સફેદ વસ્ત્રો પહેરવા જોઈએ. માંના સ્વરૂપને સફેદ વસ્તુઓ અર્પિત કરો જેમ કે મિશ્રી, ખાંડ અથવા પંચામૃત.