મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

10 October, 2021

નવરાત્રી‌- છઠ્ઠું નોરતું

 નવરાત્રી‌- છઠ્ઠું નોરતું

માઁ કાત્યાયની માતા


નવરાત્રીના છઠ્ઠા દિવસે માઁ નવદુર્ગાનાં  કાત્યાયની સ્વરૂપનું પૂજન અર્ચન કરાય છે.

 દિવ્ય રૂપ કાત્યાયની દેવીનું શરીર સોના કરતા પણ વચારે ચમકતું છે.

તેમને ચાર ભુજાઓ છે, તેમણે એક હાથમાં કમળ ધારણ કરેલાં છે અને બીજા હાથમાં ચંદ્રહાસા નામક તલવાર ધારણ કરી છે. ત્રીજો અને ચોથો હાથ અભયમુદ્રા અને વરદમુદ્રામાં છે.

 તેમનું વાહન સિંહ છે.

 

પૌરાણિક કથા પ્રમાણે ઋષિ કતને કાત્યા નામક એક પુત્ર હતો. ઋષિ કતને પુત્રીની મહેચ્છા હતી. તેમણે ઉગ્ર તપસ્યા દ્વારા દેવી પાસેથી પોતાની પુત્રી સ્વરૂપે અવતરવાનું વરદાન પ્રાપ્ત કર્યું. અને આમ દેવી દુર્ગાનાં અવતાર એવા કાત્યાયની સ્વરૂપે ઋષિ કતને ત્યાં જનમ્યા. 


કાત્યાયનનો એક અર્થ ’નિકંદન’ પણ છે. એ ઉપરાંત કાત્યાયન નામક એક વિદ્વાન ઋષિનો પણ ઉલ્લેખ મળે છે. જે શ્રૌતસૂત્રકાર અને વ્યાકરણના વિદ્વાન હતા. એમની પત્ની પણ કાત્યાયની તરીકે ઓળખાયા છે. 


યાજ્ઞવલ્કય મુનિની પત્ની પણ કાત્યાયની તરીકે ઓળખાય છે


 એ દિવસે સાધકનું મન આજ્ઞાચક્રમાં સ્થિર હોય છે. યોગસાધનાની અંદર આજ્ઞા ચક્રનું ખુબ જ મહત્વ હોય છે. આ ચક્રમાં સ્થિત રહેનાર સાધક મા કાત્યાયનીના ચરણોમાં પોતાનું સર્વસ્વ અર્પણ કરી દે છે. તેથી પરિપૂર્ણ આત્મદાન કરનાર આવા ભક્તોને સહજ ભાવથી માના દર્શન થાય છે.


વૃંદાવનની ગોપીઓએ ભગવાન શ્રીકૃષ્ણને મેળવવા માટે યમુનાકાંઠે કાત્યાયની પૂજા-તપ કર્યુ હતું તેથી તેઓ વ્રજમંડળની અધીશ્ર્વરી દેવી છે. તેમનું સ્વરૂપ સુવર્ણ સમાન છે. માના ભક્તો - સાધકોથી તેમની ઉપાસનાથી રોગ-શોક સંતાપ, ભયમુક્ત થાય છે અને ભક્તિથી ચારેય પુરુષાર્થની પ્રાપ્તિ થાય છે. 


લગ્ન સંબંધિત સમસ્યાઓ માટે તેમની પૂજા અચૂક કરવામાં આવે છે. યોગ્ય અને ઇચ્છિત વર તેમની કૃપાથી પ્રાપ્ત થાય છે. 



No comments:

Post a Comment

comment about blog, quiz, certificate.
my work